Archive for January, 2006

આ છે જિંદગી – સાત્વિક શાહ

જન્મથી મૃત્યુને પામવાનું નામ છે જિંદગી. બચપનથી ઘડપણને પામવાનું નામ છે જિંદગી ભણતરથી ઘડતરને પામવાનું નામ છે જિંદગી     ઓ જિંદગીના દાતા તમારે નામ છે આ જિંદગી. દુ:ખ કે સુખથી સુખ કે દુ:ખને પામવાનું નામ છે જિંદગી હાર કે જીતથી જીત કે હારને પામવાનું નામ છે જિંદગી અણગમા કે પ્રેમથી પ્રેમ કે અણગમાને પામવાનું […]

સાચું ન હોય તોય સારું તો છે જ – દિનકર જોષી

સારાં કર્મો કરવાથી ભલે એનું પરિણામ તરત અહીં ન મળે, તોય સ્વર્ગનું સુખ મળશે, પુનર્જન્મમાં આ જન્મનાં સારાં કર્મોનું ફળ મળશે… ખરાબ કર્મો કરવાથી ભલે તેની સજા અહીં ન મળે, તોય એને નર્કની પ્રાપ્તિ થશે. બીજા જન્મમાં આ જ્ન્મનાં દુષ્કૃત્યોને કારણે એ દુ:ખી થશે… આ અને આવી જાતના અનેક સુભાષિતો તથા વેદવાક્યો આપણને નાનપણથી શીખવવામાં […]

રૂપિયાનું છે રાજ…

રૂપિયાનું છે રાજ અહીંયા રૂપિયાનું છે રાજ રૂપિયા વિના અહીં બધુંય સાવ થયું તારાજ રાજીપો કે નારાજીના મૂળમાં રૂપિયો છે લિયા-દિયાનો ધરમ અહીંયાં રૂપિયો રુદિયો છે રૂપિયા માટે કશુંય કરતાં ન કોઈને આવે લાજ…. રૂપિયાનું છે રાજ. દરિયો ભરીને રૂપિયા જોઈએ: પહાડથી ઊંચા રૂપિયા રૂપિયા મારી પ્રિયતમા ને રૂપિયા છે સાવરિયા બધાં અહીં છે મૂંગામંતર: […]

ડોસા અને ડોસી – સુરેશ દલાલ

ડોસા ને ડોસીને મોતિયો પણ સાથે           ને ઓપરેશન પણ એક દહાડે. જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ           આંખ મીંચે ને આંખને ઉઘાડે. એક જ ઓરડામાં સામસામે ખાટલા            ને વચ્ચે દીકરીઓ છે સેતુ. એકમેકને વારેવારે પૂછયા કરે છે :            તમે કેમ છો ? ને કેમ કરે તુ ? ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે  […]

વૈવિધ્યને માણો – રસિક ચંદારાણા

“સુખ એકવિધ છે, દુ:ખમાં જ વૈવિધ્ય છે.” ટૉલ્સટૉયનાં આ ચિંતનમાં અનુભવયુકત ઊંડાણ છે. મનુષ્યમાત્ર સુખને ઝંખે છે. દરેકની સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે. “સુખ-દુખ મનમાં ન આણીએ…” કે “સુખ-દુ:ખને સમકક્ષાએ સમદ્રષ્ટિએ નિહાળવા…” એ વાસ્તવિક જીવનમાં એટલું સહેલું નથી. એ મનનાં કારણો ભલે કહેવાય, પણ જીવાતા જીવનમાં ક્યારેક સત્ય જેવા બની જાય છે. માનવજીવન દિવસે […]

ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

રાગ : માઢ-ગરબી   ગુણવંતી ગુજરાત !           અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત !           અમારી ગુણવંતી ગુજરાત ! મોંઘેરા તુજ મણિમંડપમાં,           ઝૂકી રહ્યાં અમ શીશ ! માત મીઠી ! તુજ ચરણે પડીને         માગિયે શુભ આશિષ !         અમારી ગુણવંતી ગુજરાત ! મીઠી મનોહર વાડી આ તારી        નંદનવન શી અમોલ ! […]

ધૂમ ધડાકા (બાળકાવ્ય) – કેયૂર ઠાકોર

ધૂમ-ધડાકા, મોજ મજાની રાત છે કાળી, રુમઝુમ નાચતી ગાતી આવી, પાછી રે દીવાળી. ભણવાનું તો ભૂલી જવાનું, ફરવાનું ‘બિન્દાસ’, ધૂમ-ધડાકા, ફટાકડાંનો મસ્ત-મજાનો ત્રાસ, આનંદે તો રમશું દઈ એકબીજાને તાળી. દીવાઓ ઊડાડે ઝગમગતાં ફુવારાં, આકાશ બની ધરતી દીવા જો લાગે તારા, ચાંદો ચમક્યો આજે ધરતીને નિહાળી. કાજુ-કતરી, મિઠાઈ સંગે મઠિયા-સુંવાળી, બૉમ્બ ધડાકા ગાજે, ગાજે બંદૂકની નળી, […]

છેલ્લી વાર – હર્ષ બ્રહ્મભટ્ટ

સંબંધોની આડે અનોખી દીવાર, તમે સમજો કિલ્લો ને હું આરપાર. તમારી પરસ્તિશ, તમારી જ રઢ, મને ક્યાં ખબર છે દુવાના પ્રકાર ? પ્રતીક્ષાના ગુલમ્હોર આંખે ઊગ્યા, જગત સમજે એને નશાનો ખુમાર. ટહુકાને બદલે છે કોયલનો કાગળ, ને તોયે છે આંબાને આવ્યો નિખાર. અડે જળ ને સળગે છે યાદોની લાશ, હશે કોઈ ગાતું હ્રદયથી મલ્હાર. તિમિરનો […]

પડશે – રમેશ પારેખ

શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશ સમૂળગું જ હવે મનને મારવું પડશે સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તો દીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છે જહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે આગની છે આ રજૂઆત સાવ મૌલિક […]

કંઈક કષ્ટ છે એ વાત – રમેશ પારેખ

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર રહેશે એ જ વજન, એ જ […]

ઉધ્ધવગીતા – ભગવાન શ્રી કૃષ્ણ

[ ભગવાન શ્રી વેદ વ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના એકાદશ સ્કંધના કેટલાક અધ્યાયો ‘શ્રી ઉધ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આ પ્રકરણોમાં ભગવાને શ્રી ઉધ્ધવજીને ભાગવતધર્મનો ઉપદેશ કર્યો છે. એમાં 14મો અધ્યાય ભકિતયોગ છે, જેમાં ભગવાને ભક્તના લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આ ભકિતયોગ પ્રકરણના કેટલાક શ્લોકો અનુવાદ કરીને અહીં આપ્યા છે. ] શ્રી ઉધ્ધવજી એ […]

74 થયાં તો શું થયું ? – જાહ્નવી પાલ

74 વર્ષનાં લીલાબહેન દવે મુંબઈના પરા મલાડના ફલૅટમાં એકલાં રહે છે. પતિનું અવસાન થઈ ગયું છે અને એકનો એક દીકરો દિલ્હીમાં રહે છે. હમણાં મળવા ગયાં ત્યારે એમના હાથ પર પ્લાસ્ટર હતું. મોટી ઉંમરે હાડકાં ભાંગે ત્યારે સંધાતાં વાર લાગે છે. લીલાબહેનની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી આ વાતનો અફસોસ કરે અને કદાચ કહી દે કે, […]

લેખન – ખુશવંતસિંહ

લેખન એ એકાકી વ્યવસાય છે. એકાંતમાં રહેવાની તાલીમ માણસે પોતાની જાતને આપવી પડે છે. એક નક્કી કરેલા નિત્યકર્મને હું ગુલામની જેમ વળગી રહું છું. કેટલીક વાર તો સળંગ અઠવાડિયાંઓ સુધી હું કોઈને મળ્યો નથી કે કોઈની સાથે વાતચીત કરી નથી. (માત્ર મારા રસોઈયાને શી રસોઈ કરવી તે જણાવ્યું છે.) સરેરાશ દિવસ આખો, છેક સવારના 5 […]

હંકારીજા – સુન્દરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,             કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા; પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,             સોનેરી સોણલું બતાડી તું જા. સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,           […]

શેરોની મહેફિલ – મરીઝ

[ યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના કેટલાક લોકપ્રિય શેરોનું સંકલન ] કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું- રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે ! મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

પ્રેમ કરું છું – સુરેશ દલાલ

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.       ‘કહ્યા પછી શું ?’ ની પાછળ             શંકા અને આશા,       શબ્દો વરાળ થઈને ઊડે             ભોંઠી પડે ભાષા. દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ […]

કોની કિતાબમાં ? – હરીન્દ્ર દવે

‘સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં ?’ તારા જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં. મારા પ્રણયમાં ક્યાંય કશી યે કમી નથી, તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં. તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં, ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં. શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું, ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં. લાગે છે […]

ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

ખુદ સમંદર ઉડીને નદીને મળે, કાર્ય એવું ઉપાડી લીધું વાદળે. ફૂલને એણે કરમાવાં દીધાં નહીં, સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે. સિંધુ બનવાની એની તરસ જોઈને, રણને છલકાવી દેવું પડયું મૃગજળે. ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર, તારલા પણ હશે આંખના કાજળે. ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે, એટલે ઘરને બાંધી દીધાં સાંકળે. જે હ્રદયના […]

મહોબ્બતમાં હવે – બરકર વીરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે. મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી, હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે. સુણું છું મારી વાતો […]

શંકરના સાત વાર – કૃષ્ણપ્રસાદ ભટ્ટ

સોમે તે શંકર ચાલ્યા રે,             મહાવનના તે મારગ ઝાલ્યા રે, આવી વનમાં પદ્માસન વાળ્યું રે,             ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે. મંગળે શંકરે તપ આરંભ્યું રે,             એથી ઈન્દ્રનું આસન ડોલ્યું રે, દેવની થરથર કંપી કાય રે,   […]

મીણબત્તી

એક દિવસ હજરત અલી સાહેબ રાજ્યના ખજાનાનો હિસાબ કરવા ગયા. રાતનો સમય હતો. મીણબત્તી સળગાવી હિસાબ કરવા બેઠા. થોડીવાર પછી બે સરદારો પોતાના અંગત કામ માટે એમની પાસે આવ્યા. હજરત સાહેબે આંખથી ઈશારો કરી તેમને બેસવા કહ્યું. હિસાબનું કામ પૂરું થયું. હજરત અલીએ મીણબત્તી બુઝાવી નાખી. પોતાના મેજમાંથી બીજી મીણબત્તી કાઢીને સળગાવી. સરદારોને આ જોઈને […]

સાધુત્વની દિશામાં – મનુભાઈ પંચોળી

સાધુનું લક્ષણ એ છે કે તે બીજાનો વિચાર કરીને ચાલે છે. સાધુ પોતાની શકિતનો ઉપયોગ પોતાને માટે ઓછામાં ઓછો કરે, અને જેને જરૂર હોય તેને માટે વધારે કરે. ખલપુરુષ અને સાધુ પુરુષ બન્નેની પાસે જ્ઞાન હોય છે, ધન અને સત્તા પણ હોય છે. એ બધાંનો ઉપયોગ માણસ કેવી રીતે કરે છે તેની પરથી નક્કી થાય […]

અપર મા – બકુલ મેકવાન

ભજન સંધ્યા પૂરી થયા પછી કાશીબાના સદ્ગુણો યાદ કરીને હાજર રહેલાં સહુ ભાવવિભોર બની ગયાં. આ ફાની દુનિયાની કાંચળી ઉતારીને દેવલોક થયાને કાશીબાને એક વર્ષ પૂરું થયું છે. તેમનાં સંતાનો અને સ્નેહીઓ આજે પણ તેમને કોટિ કોટિ વંદી રહ્યા છે. બરોબર એક વર્ષ અગાઉ વિદાયટાણે સંતાનો અને પતિને નજીક બોલાવીને કાશીબાએ કહ્યું હતું કે, ‘આયખું […]

હેલ્થ ટિપ્સ : ડૉ. હરીશ ઠક્કર

જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે. ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે. […]

થાપા છે – ભગવતીકુમાર શર્મા

અવાક્ થઈને જે બેઠા છે તે ફરિશ્તા છે; અવાજ અવાજ કરે છે તે સર્વ બોદા છે. પડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં ! અનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે. ગલીમાં, પોળમાં, ખડકીમાં, આંખને ખૂણે, હવડ મકાનની ભીંતે હજી ય થાપા છે. સુગંધ કેવી સરસ મઘમઘે છે ચંદનની ! કુહાડા કામ પતાવી જરાક જંપ્યા છે. ઢળ્યા છે […]

હમણાં હમણાં – મુકેશ જોષી

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં કોનો એને સંગ થયો છે ખબર નહીં બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં સવાર મારી […]

હૈયામાં ચોમાસું – મુકેશ જોષી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,             છોકરાના હૈયે લીલોતરી કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો             છાપે છે મનમાં કંકોતરી છોકરાએ મનમાં સગાઈ કરી             છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું ખિસ્સામાં માય નહીં, છાતીમાં             મૂકે તો […]

અદેખો ચકલો – ઘનશ્યામ દેસાઈ

એક હતું જંગલ જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’ કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં […]

મહેનતાણું – ફાધર વાલેસ

એકવાર એક કલારસિયાએ એક વિખ્યાત ચિત્રકારની પાસે જઈને પોતાને માટે એક ચિત્ર ચીતરી આપવાની માગણી કરી. મોરનું ચિત્ર અને વિનંતી એ પણ કરી કે પોતાની નજર સામે એ ચિત્ર ચીતરે. ચિત્રકારે તૈયારી બતાવી, અને ત્રણ મહિના પછી આવવાનું કહ્યું. ત્રણ મહિના પછી ઘરાક આવ્યો અને ચિત્રકારે એને બેસાડીને કોરું કેનવાસ લઈને એના ઉપર મોરનું ચિત્ર […]

બીરબલનો ગધેડો – લલિત લાડ

એકવાર બાદશાહ અકબરના દરબારમાં એક પઠાણ આવ્યો. પઠાણ કહે, ‘હું અફઘાનિસ્તાનના બાદશાહનો દૂત છું. મારા ત્રણ સવાલોના જવાબ આપો. જવાબ ખોટા પડે તો બાદશાહ અકબર મારા રાજાની ગુલામી કરે !’ પઠાણે તેના ત્રણ સવાલો પૂછયા, પણ કોઈ દરબારીને તેનો જવાબ ન આવડે. છેવટે અકબરે કહ્યું, ‘બીરબલને તેડાવો. તે આ જવાબો આપી શકશે.’ બીરબલ દરબારમાં એક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.