Archive for February, 2006

અજબ છે તમાશો ! – બકુલ રાવળ

હું મારી હયાતી નિભાવ્યા કરું છું સમયની દિવાલે ચણાયા કરું છું ઘણા માર્ગ છે પણ જવું કંઈ દિશાએ? મથામણમાં પાસેનું ખોયા કરું છું હકીકત હથેળીથી સરકી રહી છે ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું વીતેલી પળોને ફરી માણવાને વસંતોને નાહક વગોવ્યા કરું છું બરફના પહાડો સમી જિંદગીમાં સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું ભર્યુંભાદર્યું ઘર […]

ગુલાબડોસી (હાસ્યનિબંધ) – જ્યોતીન્દ્ર દવે

મારા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની […]

લીલું હૈયું, સૂકું પાન [એકાંકી નાટક] – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

પાત્રો : દાદાજી – સિત્તેરેક વર્ષાના લાગણીસભર વૃદ્ધ પૂર્ણેન્દુ – દાદાજીનો પૌત્ર (માતાપિતા વિહોણો) ઉંમર 25 વર્ષ. યામા – પૂર્ણેન્દુની પત્ની, ઉંમર 24 વર્ષ. પ્રમોદરાય – યામાના પિતા [પડદો ખૂલે છે.] [ દશ્ય : પહેલું ] (મધ્યમવર્ગના ઘરનું દશ્ય. દાદાજી અને પૂર્ણેન્દુ વાતો કરી રહ્યા છે.) પૂર્ણેન્દુ : દાદજી ! શા માટે આપ આટલું બધું […]

તુવેરદાળની માવાઘારી (કચ્છની વાનગી) – સંકલન…કોકિલાબેન શાહ

[ માપ : ત્રણ વ્યકિત માટે] સામગ્રી: 250 ગ્રામ તુવેરની દાળ 100 ગ્રામ માવો 250 ગ્રામ ઘઉંનો લોટ (રોટલી માટેનો) 1 ચમચી વળીયારીનો ભૂકો 1 ચમચી જાયફળ 75 ગ્રામ ગોળ અંજીર, કોપરું, કાજુ, બદામ, દ્રાક્ષ અને ચારોળી – દરેક વસ્તુ 10-10 ગ્રામ 5 ગ્રામ ખસખસ બનાવવાની રીત:       સૌ પ્રથમ તુવેરની દાળને બાફી […]

પ્રેમ – અમિતકુમાર ઠક્કર

[ રીડગુજરાતી.કોમ ને આવું સુંદર કાવ્ય લખીને મોકલવા બદલ શ્રી અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર ] તારી પહેલી નજર મારું દિલ ઘાયલ કરી ગઈ, કોયલ કરતાં મીઠી વાણીએ તારો દિવાનો બનાવ્યો. મોહક અદાએ મારું મન વિચલીત કર્યું, હું ‘પ્રેમ’ રૂપી રણમાં મૃગજળની જેમ ભટકી રહ્યો છું અને – પ્રેમને શોધી રહ્યો છું. મારા મનની વાત જાણી […]

સુગંધ બગીચાની – મુનિશ્રી રત્નસુંદરવિજયજી

      અત્યંત ગરીબ બાપના બિમાર પુત્રને તપાસવા ડૉ. રિક્ષામાં આવ્યા. ઘરમાં દાખલ થયા. તપાસવાનું ચાલુ જ હતું ત્યાં છોકરાની આંખ મીંચાઈ ગઈ!       ડૉ.ની આંખમાં આંસુ આવી ગયાં. ઊભા થઈ ગયા. ધીમે પગલે બહાર નીકળીને રિક્ષામાં બેસી ગયા, પણ ત્યાં તો એ દીકરાનો ગરીબ બાપ પડોશી પાસેથી 25 રૂ. ઉછીના લઈને […]

કર વિચાર તો પામ – ધૂની માંડલિયા

      કોઈ પણ આચારને પહેલાં વિચારના બુગદામાંથી પસાર થવું પડે છે. વિચાર વિના આચાર શક્ય નથી. આચારની કાચી સામગ્રી વિચાર છે. જો વિચારનું વણાટ કાચું હશે તો આચારનું પોત પણ પાંખું જ રહેવાનું.       મૂલ્યવાન આચાર છે એ ખરું પણ એ મુલ્ય વિચારાધીન છે. તમે જેવું વિચારશો એવા બનશો. આ પ્રક્રિયા […]

નિષ્ફળતાઓ : જગતના મહાન સફળ પુરુષની – રાકેશ ચાવડા

[રીડગુજરાતી.કોમ ને આવી સુંદર કૃતિ લખીને મોકલવા બદલ શ્રી રાકેશભાઈ ચાવડા (સુરત) નો ખૂબ ખૂબ આભાર] હકીકતે જોવા જાઓ તો સફળ અને નિષ્ફળ વ્યક્તિના સંજોગોમાં ઝાઝો ફેર હોતો નથી. જે મુશ્કેલીઓ, અડચણો, વિટંબણાઓ, સમસ્યાઓ, તકલીફો નિષ્ફળ માણસને નડતરરૂપ હોય છે તે જ સફળ માણસને પણ હોય છે. કુદરત સફળ માણસ માટે એક પ્રકારના સંજોગોનું નિર્માણ […]

હાસ્યનું ધીંગાણું

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’ ********** દુનિયા તમારી નોંધ લે, […]

પરિચય – ‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે. તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે, આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે. તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે. મને જોઈ નજરને શું […]

દિલ – મહેન્દ્ર શાહ

આખે આખો માણસ ખરીદી શકાય ખરો ? – ગુણવંત શાહ

કોઈ હસે ત્યારે નજરે ચઢતો સોનાનો દાંત વિચિત્ર લાગણીઓ જન્માવી જાય છે. આપણો સુવર્ણમૃગ ઘણો જૂનો છે. સીતાને ફસાવવા માટે સુવર્ણમૃગ જ ખપ લાગે છે. આપનો સુવર્ણપ્રેમ બુદ્ધ અને મહાવીરને પણ છોડતો નથી. સુવર્ણની માયા છોડવામાં અને છોડાવવામાં સફળ થયેલા આ મહાનુભાવોની મૂર્તિ પર પણ સુવર્ણ લાદવાનું આપણને ગમે છે. રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે […]

સંસ્કૃત સુભાષિતો

[નોંધ : વિન્ડોઝ એક્સ-પી સિવાયના કોમ્પ્યુટરો પર નિમ્નલિખીત હિન્દી અક્ષરો કદાચ જોઈ શકાશે નહીં તેની નોંધ લેવી. ] मातु: प्रियाया पुत्रस्य धनस्य च विनाशनम् । बाल्ये मध्ये च वार्धक्ये महापापफलं क्रमात् ॥ બચપણમાં માતાનું મૃત્યુ, યૌવન વેળા પતિ કે પત્નીનું મૃત્યુ, તથા વૃદ્ધાવસ્થા વખતે પુત્ર કે ધનદોલતની કાયમી વિદાય આટલી વસ્તુ પૂર્વજન્મમાં કરેલાં મહાપાપનું ફળ […]

નવા વાચકો માટે…. : તંત્રી

ઈશ્વરની કૃપાથી અને આપના જેવા વાચકોના પ્રોત્સાહનથી રોજેરોજ રીડગુજરાતી.કોમ પર નવા-નવા લેખ મુકાતા રહે છે. અત્યારે કુલ 200 કરતા પણ વધારે લેખો અહીં મૂકાયેલા છે. નિયમિત વાચકો તેનું આસ્વાદન કરી ચુક્યા છે પરંતુ નવા વાચકમિત્રોને અગાઉ મૂકાયેલા લેખ કેવી રીતે શોધવા તેનો ખ્યાલ નથી આવતો. તે માટે આજે મારે નવા વાચકમિત્રોને તે વિશે કંઈક કહેવું […]

કોણ – અઝીઝ કાદરી

[ રીડગુજરાતી.કોમને આવી સુંદર કૃતિ મોકલવા બદલ જાગૃતિબહેન નો ખૂબ ખૂબ આભાર ] જોવું છે આજે એટલી હિંમત કરે છે કોણ ? મોજાંથી બાથ ભીડીને સાગર તરે છે કોણ ? ચિંતા નકામી સાંજ સવારે કરે છે કોણ ? મરવાનું જો થશે તો મરીશું, ડરે છે કોણ ? આવે છે યાદ કોણ ? તને સાંભરે છે કોણ ? સાચું કહી […]

આચમન

શ્વાસ – પૂ. મોરારિબાપુ શ્વાસ ખૂટી જાય અને ઈચ્છા બાકી રહી જાય એ મૃત્યુ તથા શ્વાસ બાકી હોય અને ઈચ્છા ખૂટી જાય એ મોક્ષ ! ************************ રજમાત્ર – કીર્તિકુમાર પંડ્યા રજમાત્ર મલિનતા ઈશ્વર સ્વીકારતો નથી એટલે એ ફૂલોને પણ ઝાકળથી ધૂએ છે. ************************

મૂઠી ઊંચેરા નાગરિકો – મીરા ભટ્ટ

સદીઓ પહેલાની વાત છે. પૃથ્વી પર યુદ્ધો તો દરેક યુગમાં ખેલાતાં જ રહ્યાં છે. અમેરિકામાં પણ વચ્ચે વચ્ચે યુદ્ધનાં જવાળામુખી ફાટ્યા જ કરતા. મધ્યયુગની આ વાત છે. આવા જ એક યુદ્ધમાં લેસ્ટર શહેર તારાજ થયેલું. તેમાં એક રાજા એટલો બધો સત્તાંધ અને આપખુદ હતો કે આખી પ્રજા એનાથી ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠેલી. પણ કોઈ સહેજ […]

જ્ઞાનની શોધ – વિનોબાજી

ઉપનિષદની એક વાર્તા છે. એક રાજા હતો. દરિયાવ દિલનો હતો. વિદ્યાપ્રેમી હતો. જ્ઞાની પુરુષને જોઈ એ રાજી થતો. વિદ્વાનને મળતાં એનું હૈયું હરખાતું. કોઈ કહેતું કે ફલાણે ઠેકાણે અમુક વિદ્વાન રહે છે, તો રાજા તેને અચુક મળતો અને જ્ઞાન-ચર્ચા કરતો. એકવાર કોઈકે રાજાને કહ્યું, ‘રાજન્, આપના રાજ્યમાં એક વિદ્વાન આવેલ છે. બહુ જ્ઞાની છે.’ ‘ક્યાં […]

ઓનલાઈન રીઝલ્ટ – મૃગેશ શાહ

    ‘હું હમણાં લગ્ન કરવાની નથી’ કહેતાં પ્રાચી ચાનો કપ લઈને ઘરની બહાર બગીચાની લૉન પર હિંચકે આવી ને બેસી ગઈ.     ‘જો બેટા, મારી વાત સાંભળ…’     ‘ના મમ્મી, આજે નહીં. આજે તું મારો મુડ ખરાબ ન કરીશ, પ્લીઝ.’     કપ મૂકીને પ્રાચીએ સામે ટિપોય પર પડેલ અખબાર લીધું અને […]

શંકા – વજુ કોટક

માણસ ઉપર જ્યારે આફત આવી પડે છે ત્યારે કેટલાક નિરાશ થઈને બોલવા માંડે છે કે ‘આ દુનિયામાં ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં અને જો હોય તો તેને ભાન નથી કે ન્યાય શું અને અન્યાય શું !’ કેટલાક બહુ સારા માણસોને પણ જ્યારે આપણે હેરાન થતા જોઈએ છીએ ત્યારે પણ આપણામાંના ઘણાં એવા કોઈ માણસ […]

નસ્તરથી બિસ્તર સુધી… – સુરેશ જાની

શુળ થયું તો નસ્તર મુક્યું દિલના આ નાજુક નસ્તરને કયા દોરથી સાંધુ ? વસ્ત્રો ડંખ્યા, અસ્તર મુક્યું દિલના આ કાતિલ ડંખને કયા અસ્તરથી સાંધુ ? માસ્તરના ગુણ કદી ન ભૂલું કોઈ મને માસ્તર કહેતું તો શા માટે લાજું ? ‘વિસ્તર’ કહેતાં જગત વિસ્તર્યું કૃપણ દિલના સીમાડાને શી રીતે વિસ્તારું ? બિસ્તર બાંધી જગ તો જોયું […]

ચાર સ્ત્રી અને ચાર પુરુષ – મુનિ રાકેશકુમાર

 એક મનુષ્ય જંગલમાંથી પસાર થતો હતો. એને રસ્તામાં ચાર સ્ત્રીઓ મળી. પહેલી સ્ત્રીને એણે પૂછ્યું : ‘બહેન, તારું નામ શું ?’ એણે કહ્યું : ‘બુદ્ધિ’ ‘ક્યાં રહે છે ?’ ‘મનુષ્યના મગજમાં’ બીજી સ્ત્રીની સામે જોઈને એણે પૂછયું : ‘બહેન, તારું નામ શું ?’ ‘લજ્જા’ ‘અચ્છા, તું ક્યાં રહે છે ?’ ‘આંખોમાં’ ત્રીજી સ્ત્રીની તરફ વળીને […]

મેઘધનુષ – વજુ કોટક

એક મહાપુરુષે પોતાના ઓરડામાં પાટિયું માર્યું હતું અને તેમાં લખ્યું હતું કે નિયમમાત્ર બહુ જ સાદા અને સમજી શકાય એવી ભાષામાં લખાયેલા હોય છે પણ એમનું રોજ પાલન કરવું એ જ અઘરામાં અઘરું કામ છે. ____ જીવનમાં ખરો રસ તો ત્યારે જ પેદા થાય છે કે જેને આપણા કરીને માન્યા હોય એવા માટે આપણે જીવતાં […]

શબ્દોના ઘરેણાં – દિનેશ દલાલ

સખીરી, પિયુજી કહે વાળ મારા વરસાદી વાદળ જેવા છે જા, જા, અલી બાવરી, એ તો તારા પિયુના ઠાલા ઠાલા ચાળા છે. સખીરી, પિયુજી કહે હંસી જેવી મારી મુલાયમ ચાલ છે જા, જા, ભોળી, તારા પિયુની વાતમાં ક્યાં કંઈ માલ છે. સખીરી, પિયુજી કહે મારા હોઠમાં છૂપી અમરતની કૂપી છે જા, જા, અલી મૂરખ, એ તો […]

હાસ્યનો હલવો

“હું દિવસમાં બે વાર દાઢી કરું છું.” ”હું આખો દિવસ દાઢી કરું છું” ”કેમ બીજું કંઈ કામ નથી હોતું ?” “એ જ કામ છે. હું વાળંદ છું !” ***** કાકા : ‘અરે ભાઈ, મારા કૉમ્પ્યુટર માટે સારામાંના પડદા આપજો ને ! દુકાનદાર : ‘કાકા, કૉમ્પ્યુટરના પડદા વિશે તો સાંભળ્યું નથી. કૉમ્પ્યુરરમાં વળી પડદાની શી જરૂર […]

વેલેન્ટાઈન સ્પેશિયલ – પ્રિયકાન્ત પરીખ

પ્રેમસંબંધોમાં લાગણીનું સરવૈયું ન કઢાય. સરવૈયું વ્યાપારનું, વ્યવહારનું, ઔપચારિકતાનું કઢાય. પ્રેમ તો અવિભાજ્ય છે. એની બાદબાકી કે એનો ભાગાકાર ન કરી શકાય. સાચો પ્રેમ તો ગુણાકારમાં રાચે – સુદના ચંદ્રની જેમ એની વૃધ્ધિ જ થયા કરે. અંતરપટ પર પડેલી પ્રેમની પહેલી પગલી એ દરિયાકિનારા પર પથરાયેલી રેતી નથી કે, આસાનીથી ઊડી જાય. પ્રેમ અને લાગણીની […]

બા અને આંસુ – રમેશ જોષી

જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં – આંસુ આવતાં ત્યારે બા યાદ આવતી ને આજે – બા યાદ આવે છે ને – આંસુ આવી જાય છે.

લખ મને ! – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને ! તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે તારા ગલીમાં કેવા છે તડકાઓ લખ મને ! અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને ! કોઈ મને બીજા તો સહારા નહીં મળે અમથા જ […]

મને એ જ સમજાતું નથી ! – કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે. ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને. તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે. ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના: લાખ ખાંડી લૂંટનારા […]

પરણી ગઈ… – મહેન્દ્ર શાહ

Copy Protected by Chetan's WP-Copyprotect.