Archive for March, 2006

રિટર્ન ટિકિટ – સુધીર દલાલ

રાત્રે દસ વાગ્યે વરસાદ ધોધમાર તૂટી પડ્યો. બારીના પારદર્શક કાચ પર અસંખ્ય નાનાં નાનાં ઝરણાં ફૂટી નીકળ્યા, અને મ્યુનિસિપાલિટીના દીવાનાં પ્રકાશબિંદુઓ ચમકાવતા તારલાઓના લિસોટા મૂકતા ગયા. ઓરડાના ગાલીચા પર કામિનીએ આશરે પચાસમો આંટો પૂરો કર્યો અને છેવટે થાકીને ખાટલાની કોરે – આશાની કોરે બેઠી. પેલા બારીના કાચ પરના નીતરતા વરસાદ જેમ એના બરડા પર પણ […]

ગુજરાતી સાહિત્ય સરિતા

[ અમેરિકા સ્થિત ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ સંસ્થાના તમામ સર્જકોને તેમની સુંદર કૃતિઓ રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. પસંદ કરાયેલ અમુક કૃતિઓ આજે અને હવે પછી રીડગુજરાતી પર મૂકવામાં આવશે તેની નોંધ લેવી. ] નજર કરું તો – પરિતા પટેલ નજર કરું છું માનવતા પર, બહુ દુ:ખ લાગે છે. મારી આ સંસ્કૃતિનો જાણે અંત લાગે […]

ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા

હમણાં એક દિવસ આમલી સાફ કરવા બેઠી. આમલીમાંથી કચૂકા નીકળ્યા અને તે સાથે જ મારા મનમાંથી પંદર-વીસ વર્ષ પહેલાનો સમય નીકળી પડ્યો. પહેલાનાં વખતમાં બધા જ ઘરોમાં આમલી વધારે વપરાતી. મા કે દાદીએ માટલામાં મીઠું લગાડીને ભરેલી આમલી બાળકોને સદાયે લલચાવતી રહેતી. આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ વર્ષ […]

ચૈત્રી નવરાત્ર સ્પેશિયલ – ગરબા

[આજથી શરૂ થતાં ચૈત્રી નવરાત્ર નિમિત્તે વાચકોની માંગણીને ધ્યાનમાં રાખીને કેટલાક ગરબાઓની રમઝટ.] ચપટી ભરી ચોખા ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો શ્રી ફળની જોડ લઈએ રે…. હાલો હાલો પાવાગઢ જઈએ રે… (2) સામેની પોળથી માળીડો આવે, માળીડો આવે, માના ગજરા લઈ આવે, ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો…. સામેની પોળથી સોનીડો આવે, સોનીડો […]

સાસુ ‘રીચાર્જ’ થાય છે – અરુણા જાડેજા

આ વખતે તો અંજુબેન ખાસ્સા લાંબા ગાળે અમેરિકાથી પાછાં ફર્યાં હતાં. તેમના માનમાં ચોથા બંગલાવાળાં માલાબેને સોસાયટીની બહેનોને ચા-પાણી માટે તેડાવી હતી. નાનાં-મોટાં, સાસુ-વહુ સહુ હતાં. બધાં સરખે સરખાં પોતપોતાનું ટોળું જમાવીને બેસી ગયાં હતાં. ગુજરાતી પૂરેપૂરું બોલતાં આવડતું હોવા છતાં સાસુઓને પછાતમાં ખપાવવા કે પોતાનો રૂઆબ છાંટવા બેચાર વહુઓ સાચુંખોટું અંગ્રેજી ફટ ફટ ફાડી […]

મબલખ મસ્તી – ગઝલો અને કાવ્યો.

ટહુકો – અંકિત ત્રિવેદી ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી ? તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી ? તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ, દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ? ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર, નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ? તને દરરોજ […]

હાસ્યમેવ જયતે !!

નટુ : “વજન ઓછું કર્યા વગર પાતળા દેખાવું હોય તો શું કરવું, બોલ જોઈએ ?” ગટુ : “કાંદા-લસણનો વિપુલ ઉપયોગ કરવો.” નટું : “કેમ ? એમાં કાંદા-લસણ ક્યાં આવ્યા ?” ગટુ : “કાંદા લસણ ખાવાથી લોકો તમારી પાસે ના આવે. અને દૂરથી તો તમે થોડા પાતળા જ દેખાવાના ને !!” ********* પરીક્ષામાં પ્રશ્ન : “પેટનું […]

સુખ એટલે – મોહમ્મદ માંકડ

[રીડગુજરાતી.કોમને આવો સુંદર લેખ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયા (ઉપલેટા) નો ખૂબ ખૂબ આભાર ] સુખની વ્યાખ્યા કોઇ એ આ રીતે આપી છે : “સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કલા.” સુખ વિશે આવી માતબર, આવી સુદંર, આવી યોગ્ય વ્યાખ્યા બીજી ભાગ્યે જ હશે. માનવીના જીવનમાં જો સુખ જેવી […]

કહેશો તો એને ચાલશે – હનીફ સાહિલ

છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં       વાદળ કહેશો તો એને ચાલશે; દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં       કાજળ કહેશો તો એને ચાલશે. જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને       આંખોમાં ખીલ્યા ગુલમો’ર, અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે       છાતી છૂંદાવેલો મોર. છાતીમાં ઊમટ્યાં […]

બક્ષીબાબુને શ્રદ્ધાંજલી – નેહલ મહેતા

[બક્ષીસાહેબ ને કોણ ન ઓળખે ! ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબના દુ:ખદ અવસાન નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પતો આ લેખ રીડગુજરાતી ના એક વાચકમિત્ર શ્રી નેહલભાઈ મહેતાએ તુરંત લખીને મોકલ્યો છે. આ માટે શ્રી નહેલભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર અને બક્ષીસાહેબના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અને સદ્ગગતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. ] તારીખ […]

એક દુ:ખદ સમાચાર

ગુજરાતી સાહિત્યના એક અનુપમ અને અદ્વિતિય લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું આજે તા-25મી ના રોજ અમદાવાદ ખાતે દુ:ખદ અવસાન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના.

બળતો બપોર – કુન્દનિકા કાપડીઆ

ત્રણ દિવસ સુધી રોજ થોડાં થોડાં કરીને તેણે અભરાઈ પરનાં બધાં વાસણ માંજીને ચકચકિત કરી નાખ્યાં અને અભરાઈને ઝાડીઝૂપટીને પાછાં વ્યવસ્થિત ગોઠવી દીધાં. ઓરડામાંથી બધાં જાળાં પાડ્યાં. ફરસ સાબુના પાણીથી ઘસીને ધોઈને સાફ કરી, ચાદર ને બે ઓછાડ પોતાના હાથે ધોયાં. કોને ખબર, એ લોકો કદાચ રાત રોકાય તો પછી તેમને પાથરવા ને ઓઢવા જોઈએ, […]

સબસે ઊંચી પ્રેમ સગાઈ – ડૉ. પ્રજ્ઞા પૈ

[તંત્રી નોંધ : જેને આપણા વડીલોએ નિયમિત વાંચ્યું છે, એવા સતત 55 વર્ષથી સંસ્કારની સરિતાને અસ્ખલિત વહાવતા ‘જનકલ્યાણ’ મેગેઝીન જાન્યુઆરી-2006 ના અંક માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. દેશ-પરદેશમાં રહેતા જે કોઈ વાચક મિત્રોને જનકલ્યાણ મેગેઝીન મંગાવવું હોય કે તેની કોઈ માહિતી મેળવવી હોય તો તે અમદાવાદ ઑફિસ પર (ભારતીય સમય પ્રમાણે સવારે 11 […]

અંધારા અજવાળા – નીલેશ રાણા

ધીરેથી બારણું ખોલવાનો અવાજ આવતાં શાંતિમાં ભંગ પડ્યો. નિવેદિતાના કાન સરવા થયા. ટપ ટપ કરતાં બૂટનો અવાજ તેની ભણી આગળ વધી રહ્યો હતો. તે પગલાંને વરતી થઈ. ‘કેમ. આજે પણ મોડું થયું?’ ડૉકટર નિશીથનો અવાજ આવ્યો, ‘તને કહીને તો ગયો હતો કે મારે ઑપરેશનમાં જવાનું છે.’ ‘એમ ત્યારે તમને ઑપરેશનમાં જવાનું હતું !’ ‘કેમ આજે […]

ના કહેવાની શક્તિ – વિનોબા ભાવે

એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. પછી તેની પાસે ખૂબ ખૂબ કામ કરાવે. આરામનું તો નામ જ નહીં. જરા ચૂં કે ચાં કરે કે રાક્ષસ ધમકી આપે કે, તને ખાઈ જઈશ. આખરે પેલા માણસે વિચાર્યું કે આવું તો ક્યાં સુધી ચાલે? એટલે એક દિવસ એણે કહી પાડ્યું કે, જા, કામ નથી કરવાનો; તારે મને ખાઈ જવો […]

સત્તાવન સેન્ટ – શાંતિલાલ ડગલી

એક નાના દેવળ પાસે ડૂસકાં ભરતી એક બાળા બહાર ઊભી હતી. “અંદર હવે જગ્યા નથી” એમ કહીને તેને દેવળમાં આવવા દીધી નહોતી. થોડીવારમાં વડા પાદરી એની પાસેથી પસાર થયા ત્યારે એને ડૂસકાં ભરતી જોઈને કારણ પૂછયું, તો તેણે કહ્યું : “મને દેવળની રવિવારની પાઠશાળામાં જવા દેતા નથી.” એ લઘરવધર અને મેલીઘેલી છોકરી પ્રત્યે એમને કરૂણા […]

કલરકામ (હાસ્યલેખ) – મૃગેશ શાહ

    ‘કાં, તમારે તો જલસા ચાલે છે ને!’     ‘લો! તમને શું જોઈને અહીં જલસા દેખાય છે ?’ મેં પૂછયું.     ‘અલ્યા, દેખાય છે એટલે તો કહું છું.’ ગનિયો મને જરાય છોડે એવો નહતો.     ‘તારે ચા પીવી હોય તો પીને જજે પણ ખોટી પ્રશંસા કરી મને વધારે દુ:ખીના કરીશ.’ એમ […]

લાશ – વાસુદેવ સોઢા

બરાબર રસ્તાની વચ્ચે જ લાશ પડી હતી. બંન્ને તરફનો રસ્તો બંધ થઈ ગયો. લાશને ટપીને જવાની કોની હિંમત ચાલે ! અરે, લાશને ટપીને જવાની વાત કયાં છે? અહીં તો લાશની નજીક પણ કોઈ ફરકવા તૈયાર નથી. લાશથી સૌ ખૂબ જ દૂર ઊભા હતા. શહેરમાંથી ગામડામાં આવનારા, શહેર તરફના રસ્તે ઊભા રહી ગયા. ગામડામાંથી શહેરમાં જનારા […]

ભાનુપ્રસાદનું મહાકાવ્ય : વિક્રમ વેતાળની એક નવી વાર્તા

ધુનમાં પાકા એવા વિક્રમ રાજા ફરીથી વૃક્ષની પાસે ગયા. વૃક્ષ ઉપરથી શબને નીચે ઉતાર્યું અને પોતાના ખભા પર નાખી દીધું. પછી યથાવત સ્મશાન તરફ આગળ વધવા લાગ્યા. ત્યારે શબમાં રહેલા વેતાળે કહ્યું, ‘રાજન, હું તને સમજાવી સમજાવી થાકી ગયો છું. એક મહાન રાજા હોવા છતાં પણ શા માટે નક્કામાં આટલા કષ્ટ ઝેલી રહ્યો છે? રાજધાની […]

લંડન : કોઈને ફળ્યું… કોઈને નહીં.. – અનુ. મૃગેશ શાહ

[રીડગુજરાતી.કોમ ને આવી સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી વરૂણભાઈ પટેલ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.] [વર્તમાન સમયની એક સત્યઘટના પર આધારિત / નામ બદલ્યાં છે. ] જાન્યુઆરી, 2005 ની એ સુંદર સાંજ હતી. હું હિથ્રો ઈન્ટરનેશનલ એરપૉર્ટ પર મારા મિત્રની સાથે ઊભો હતો. તે મને મૂકવા આવ્યો હતો. હું બહુ જ આનંદમાં હતો, અને કેમ ના […]

ડંકો પડે ત્યારે – રજનીકુમાર પંડ્યા

મુળ શું? આપણો સ્વભાવ સરળ એટલે માણસો આપણને સમજી શકે નહીં. હમણાં એ જ કોઈ વાત આપણે ફેરવી ફેરવીને કરીએ તો સામું માણસ એક તો સમજ્યા વગર હા પાડી દે અને વળી આપણી ગણતરી બુદ્ધિશાળીમાં થાય. પણ મને જિંદગી ધરીને એવું કરતાં આવડ્યું નહીં. એટલે માણસ ક્યારેય મારી કિંમત સમજી શકવાના નહીં. એમના મનમાં તો […]

વાદળઘેર્યા આભમાં – ડૉ. નવીન વિભાકર

વાદળઘેર્યા આભમાં,       તું જ મારું તેજકિરણ,             તું જ મારું તેજકિરણ ‘અરે! જય, આપણને મોડું તો નહીં થાય ને?’ ‘મૉના, કેટલી અધીરી થઈ ગઈ છે તું? સાત વાગ્યાની ફલાઈટમાં જવા તેં મને ને નીલીને ચાર વાગ્યાનાં ઉઠાડી તૈયાર કરી દીધાં છે. હજી પાંચ વાગ્યા છે. આપણે ટાઈમ […]

બે આંખની શરમ – સુધીર દલાલ

પસાર થઈ જતી મોટરના હેડલૅમ્પના અજવાળામાં આઠદસ છોકરાઓના ટોળાએ લટકાતી-મટકાતી ચાલી જતી એક છોકરી જોઈ અને અનેક ઝીણીતીણી સિસોટીઓથી અને eyes right, boys થી હવા ગુંજી ઊઠી. એ ટોળામાંના એકે – કેતને, ક્લિક – ચાંપ દાબી હોય એમ એકસ-રે લીધો અને એ પસાર થઈ ગયેલી ક્ષણ પછી જ્યારે એ જોવા બેઠો ત્યારે એમાં નર્યા નીતર્યા […]

બે અછાંદસ કાવ્યો – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

[રીડગુજરાતી.કોમને આવા સુંદર કાવ્યો લખી મોકલવા બદલ હિરલબહેન ઠાકર (આણંદ) નો ખૂબ ખૂબ આભાર] ‘ફીંગર પ્રીન્ટ’ સવારે બાગમાં ફરતાં-ફરતાં, એક લાલ ગુલાબ પર, મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા ! જાણે, તમારું આવવું, ને પગલાંની છાપ છોડી જવું ! ને પછી કદી ન મળવું… ‘તારી સાથે’ રેતીમાં પાડેલાં પગલાં લૂછાઈ જશે…. પાંચ મિનિટ પછી કદાચ, કોઈને […]

આટલાં વર્ષો લાગ્યાં ? – જગદીશ ક્રિશ્ચન

[રીડગુજરાતી.કોમને આવું સુંદર કાવ્ય લખી મોકલવા બદલ શ્રીજગદીશભાઈ ક્રિશ્ચન (યુ.એસ.એ) નો ખૂબ ખૂબ આભાર] સ્નેહનો સ્વીકાર કરતાં આટલાં વર્ષો લાગ્યાં? જીવું છું કે નહીં, જાણતાં આટલાં વર્ષો લાગ્યાં? પતન કે હતી નિષ્ફળતા; સમજી શક્યો નથી ! વિશ્લેષણ કરતાં કરતાં, આટલાં વર્ષો લાગ્યાં? આજે કે કાલે કહું એવી પ્રત્યોજણની પીડા, ચાહુ છું તમને કહેતાં, આટલાં વર્ષો […]

કોયડાનો જવાબ

મિત્રો, તા-16મી ના રોજ પૂછાયેલા કોયડાનો સાચો જવાબ હંમેશાની જેમ ઘણા વાચકમિત્રોએ આપ્યો છે. ‘કૉમેન્ટ વિભાગમાં સાચો જવાબ દેખાઈ જાય છે’ એવા એમના સૂચનો પર ખાસ ધ્યાન આપીને હવે પછી કોયડાનો રસ જળવાઈ રહે એ રીતે પોગ્રામિંગ કરીને વાચકો ના ઉત્તર ‘હાઈડ’ રાખવામાં આવશે. આ વખતે સાચો જવાબ આપનારના નામ આ મુજબ છે. ચંદ્રશેખર નિરવ […]

કૈલાસ-માનસરોવર યાત્રા – નીલા કડકિઆ

[રીડગુજરાતી.કોમને…પોતાની યાત્રાના અનુભવો અને વિગતો આપતો આવો સુંદર માહિતિસભર લેખ મોકલવા માટે શ્રીમતી નીલાબહેન કડકિઆ નો ખૂબ ખૂબ આભાર ] કૈલાસ-માનસરોવર….. જીવને શિવ તરફ જવાની એક અનોખી અદ્દભૂત અને શ્રદ્ધાપૂર્ણ યાત્રા. કૈલાસ કે નિવાસી નમું બારબાર હું આયો શરણ તિહારી પ્રભુ તારતાર તું. કૈલાસ એટલે મા પાર્વતીજી અને દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન તેમજ દેવદેવીઓની દિવ્ય […]

ભૂલી જવાની ભૂલ કરી છે મેં… – ઉપેન્દ્ર વાઘેલા

[રીડગુજરાતી.કોમને આવું સુંદર કાવ્ય લખી મોકલવા બદલ શ્રીઉપેન્દ્રભાઈ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર] હરરોજ મેં તમને, ભૂલી જવાની ભૂલ કરી છે,                         માફ કરજો. તમને ખબર છે કામથી, લદાયેલો સદા છું,                         માફ કરજો. […]

જો જો અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે ! – દિનેશ પંચાલ

‘તોફાનો થાય છે ત્યારે બધું લૂંટાય છે પણ પુસ્તકોની દુકાન લૂંટાતી નથી!’ એવું શ્રી વિનોદ ભટ્ટે કહ્યું છે. વિનોદભાઈ, ટેસ્ટની વાત છે. બગલો કદી મોતીને ચાંચ મારતો નથી પણ માછલીને તુરત ઝડપી લે છે. અહીં જ્ઞાનની લૂંટમાં કોઈને રસ નથી. લાઈબ્રેરીને હું જ્ઞાનનું લોકર કહું છું. બૅંકના લોકર લૂંટાય છે, લાઈબ્રેરી લૂંટાતી નથી ! જે […]

ગ્રહો-નક્ષત્રો પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરે? – હીરાભાઈ ઠકકર

[ શ્રી હીરાભાઈ ઠકકરના ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ માંથી સાભાર ] માણસનું જેવું પ્રારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારનાં ગ્રહો અને નક્ષત્રો તેના જન્મ વખતે ગોઠવાતાં હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ અથવા અશુભ પ્રારબ્ધ ભોગવવા પ્રમાણેની ગ્રહો અને નક્ષત્રોની ગતિ હોય છે. તેની ગણતરી કરીને માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.