Archive for April, 2006

30 જૉકસ

[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ] શહેરની સૌથી મોટી પોસ્ટઓફિસની એક તરફ લખ્યું હતું : “જે પણ પૂછવું હોય તે 4 નંબરની બારી ઉપર પૂછવું.” ગામડિયો છગન છોગાળો આ વાંચીને 4 નંબરની બારીએ જઈને બોલ્યો : “જલેબી કેટલે રૂપિયે કિલો ? અને ગાંઠિયા…” **************** ટ્રક અકસ્માતમાં સખત રીતે ઘાયલ થયેલ […]

સુવાક્યોનો સંચય

[રીડગુજરાતી પર સમગ્ર એપ્રિલ માસ દરમિયાન મૂકવામાં આવેલ સુવાક્યોનું સંકલન ] આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. – ભગવાન શંકરાચાર્ય ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને […]

જય યુવાન – પ્રવીણ દરજી

[‘અખંડ આનંદ’ મેગેઝીન એપ્રિલ-2006 ના અંકમાંથી સાભાર] યુવાન મિત્રો, જય યુવાન. હું તમારી પાસે કોઈ ચીલાચાલુ ભાષાથી વાત કરવાનો નથી. શિખામણના બે બોલ કહેવાનું પણ મનમાં નથી. અથવા તો કશી વડીલશાઈ ગુડી ગુડી, ગોળ ગોળ વાતો પણ મારી પાસે નથી. હું તો ચોખ્ખી ને ચટ વાત કરનાર છું. મારો પ્રશ્ન તમોને તમારાથી અલગ કરી રહેલાં […]

અનરાધાર – સતીન દેસાઈ ‘પરવેઝ’

સુગંધોથીય પર એવો ન કો’ આકાર માગે છે, ખરેલાં ફૂલ ક્યારે મોક્ષનો અધિકાર માગે છે ! બધું એને જ સોંપી અવતરે નિર્લેપ એ કેવળ, ગઝલ ક્યાં હોય છે જે મર્મનો અણસાર માગે છે ! સધાતું એ પળે મીરાંપણું સંતો તમારામાં, ન જ્યારે મંત્રની ઝાંઝર સહજ ઝણકાર માગે છે ! અનાયાસે જ પ્રગટે તત્વ મારી ચેતના […]

માથેરાન – હર્ષદ કાપડિયા

નેરળથી મિની ટ્રેનમાં માથેરાન સુધીનો પ્રવાસ મધુર કાવ્ય જેવો લાગે. કાવ્યની એક-એક પંકિત વાંચીએ ને એની સૃષ્ટિ ખૂલતી જાય એમ આગળ વધતી મિની ટ્રેન આપણી નજર સામે માથેરાનની નવી-નવી ક્ષિતિજ ઉઘાડતી જાય. એની ગતિ ગોકળગાયનાં બે સ્વરૂપની યાદ અપાવે. એક તો એ માથેરાનના પર્વતને ચોંટીને ઉપર ચડતી હોય અને બીજું એ કે એને માથેરાન સુધી […]

કાર્ય ક્યારે ઉત્તમ બને ?

બાદશાહ અકબર દરબાર ભરીને બેઠા હતા. તાનસેન હજી આવ્યા નહોતા. દરબારમાં અલકમલકની વાતો ચાલતી હતી. ત્યાં મધુર કંઠે ગવાતું ભજન સંભળાયું. ગાયકના સૂર, તાલ અને મીઠાશ એટલાં સરસ હતાં કે આખો દરબાર મંત્રમુગ્ધ થઈ સાંભળી રહ્યો. છેલ્લો અંતરો ગાયક ધીમા સ્વરમાં દોહરાવી રહ્યો હતો તે વખતે બાદશાહે ચાકરને હૂકમ કર્યો, ‘જાવ કોણ ગાઈ રહ્યું છે, […]

માનવતાના મશાલચી – કરસનદાસ લુહાર

900 માણસોના આ નાનકડા ગામમાં શિવલાલભાઈ શિક્ષક તરીકે નિયુક્તિ પામ્યા હતા અને અહીં જ નિવૃત્ત થયા. આ માણસે નિશાળને મંદિરમાં ફેરવી નાખી હતી. શિક્ષકજીવનનાં 38 વર્ષોમાં એમણે માત્ર ત્રણ રજાઓ ભોગવી હતી. 21 વર્ષ સુધી તો તેઓ આખી શાળામાં એક જ શિક્ષક હતા. પાંચ ધોરણ અને 120 વિદ્યાર્થીઓની સંખ્યા. ગામનું કોઈ બાળક શાળાપ્રવેશથી વંચિત નહોતું. […]

વ્હાલપની વર્ષા – મનિષ મિસ્ત્રી ‘સર્જન’

[રીડગુજરાતીને આવી સુંદર રચનાઓ મોકલવા બદલ શ્રી મનિષભાઈનો ખૂબ ખૂબ આભાર] છોડ્યાં છે કોરાં ? હૃદયમાં તો આંસુનો ઘૂઘવતો સાગર, ખૂણા આંખના તોય છોડ્યા છે કોરા. અધૂરી છે, પૂરી કરી દે કહાની, જીવનગ્રંથનાં પાન છોડ્યાં છે કોરાં. તેં વ્હાલપની વર્ષાથી ભિંજવ્યા સહુને, ને અમને હરેકવાર છોડ્યા છે કોરા. અભિનય છે એ તો, નશો ક્યાં છે […]

સુચિત્રાબહેનનું સમર્પણ – પ્રિયકાન્ત પરીખ

સુચિત્રા બહેનની ખુશીનો પાર નહોતો. તેમનો એકનો એક પુત્ર આકાશ ડૉકટર બની જતાં એમણે કૃતકૃત્યતાની લાગણી અનુભવી. ભરયુવાનીમાં જીવનનાં અંતિમ શ્વાસ લેતા પતિએ સુચિત્રા બહેન પાસે વચન માંગેલું, ‘સુચિત્રા, તારી સાથે પ્રેમલગ્ન કરી, તારા અને મારા પરિવારજનો સાથે સંબંધોના અંકોડા તોડી આપણે દસેક વર્ષના દામ્પત્યજીવનમાં ખૂબ સુખથી જીવેલાં. તેં આકાશને જન્મ આપી, દુનિયાભરની ખુશી મારી […]

હાસ્યનો અવતાર – વિનોદ ભટ્ટ

અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા […]

શ્રી વલ્લભાચાર્યજયંતી વિશેષ

[ આજે વલ્લ્ભાચાર્યજયંતી નિમિત્તે વિશેષ લેખ ] પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક શ્રી વલ્લ્ભાચાર્યજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રકટ થયા. પ્રકટ થઈને આપશ્રીએ શોધી શોધીને અનેક દૈવી જીવોને શરણમાં લઈને તેમનો ઉદ્ધાર કર્યો. અસંખ્ય પુષ્ટિ જીવો આપશ્રીના સેવકો બન્યા. શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા છે કે ‘નિવેદનં તુ સ્મર્તવ્યં સર્વથા તાદ્શીર્જનૈ:’ અર્થાત નિવેદિતજીવ બ્રહ્મસંબંધ લે ત્યારે તેના […]

સલાટોનું સ્મૃતિમંદિર – કાન્તિ મેપાણી

અમારા ગામના પાદરમાં પાંસઠ વર્ષ જૂનું મહાદેવનું એક મંદિર ઊભું છે. એ મંદિરના સર્જનની વાત જાણવા જેવી છે. જૈન દેરાસરનું કામ કરવા આવેલા વિસનગરના સલાટોએ જોયું કે ગામમાં મહાદેવનું મંદિર એકેય નથી અને એમણે મનોમન નક્કી કર્યું કે ગામ પાસેથી પાઈપૈસો લીધા વગર ગામને એક મંદિર બનાવી આપવું અને એ કામે લાગી ગયા. આખુંય મંદિર […]

નર્મદા-યોજના : મહેન્દ્ર શાહ

કંકોત્રી – આસીમ રાંદેરી

[ સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહર ઉધાસે આ ગઝલને તેમના ‘અભિનંદન’ આલ્બમમાં ખૂબ જ સુંદર શૈલીમાં સ્વર આપ્યો છે. રીડગુજરાતી.કોમને આ ગઝલ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર. ] મારી એ કલપ્ના હતી કે વીસરી મને, કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને, ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો […]

શબ્દના રસ્તે – ડૉ. વિવેક ટેલર

[રીડગુજરાતીને આવી સુંદર ગઝલો લખી મોકલવા બદલ ડૉ. વિવેકભાઈ ટેલરનો (સુરત) ખૂબ ખૂબ આભાર. ] મળતી રહે શબ્દના રસ્તે મને મળતી રહે, સ્વપ્નની અડફેટમાં ચડતી રહે. હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ, એક નજર તો આ તરફ કરતી રહે. તું પ્રણયની હો પરી, શમણું હતું, આદમીને પણ કદી અડતી રહે. છું સમયની છીપમાં મોતી સમો, સ્વાતિનું […]

દીવાલો – મોહમ્મદ અલી ભૈડુ”વફા”

[રીડગુજરાતીને આવી સુંદર ગઝલ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી મોહમ્મદ અલી ભાઈનો (કેનેડા) ખૂબ ખૂબ આભાર. ] અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો. ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો. પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા, ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો. નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ, મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય […]

અપશુકન – પુષ્પાબેન પંડ્યા

આજે તો સુનીતાએ દ્રઢ નિશ્ચય કર્યો કે શૈલેષ આવે એટલે તેને મૌખિક નોટિસ આપી જ દેવી કે, ‘હું આવતીકાલે મારે પિયર જવાની છું’ છેલ્લાં પંદર દિવસથી સુનીતાએ આવો નિશ્ચય કર્યો હતો, પણ તેનો નિશ્ચય અમલમાં આવતો નહીં. ‘ઓવરટાઈમ’ કરીને થાક્યોપાક્યો શૈલેષ આંગણામાં દેખાતો કે સુનીતા સામે દોડી જતી. તેના હાથમાંનું પાકીટ લઈ લેતી. શૈલેષ સોફા […]

દંડને પાત્ર કોણ ? – સંત ‘પુનિત’

વિખ્યાત અમેરિકન તત્વવેત્તા અને વિચારક હેનરી થોરોને એકવાર થોડીક જમીન ખરીદવામાં રસ જાગ્યો. નગર બહારના ખુલ્લા વિસ્તારમાં થોડી ખેતરાઉ જમીન હોય, ત્યાં નાની બંગલી જેવું બાંધ્યું હોય, આસપાસ લીલાંછમ ખેતરાં લહેરાતાં હોય તો મજા આવી જાય. એવા એકાંતમાં બેસીને શાંતિથી વિચારાય, કંઈક લખાય. હેન્રી થોરોએ એક-બે જમીનના દલાલોનો સંપર્ક સાધ્યો : ‘નગર બહાર કોઈ સારી […]

નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

‘આપણે તો ભાઈ વર્ષોથી આ જ નિયમ પાળ્યો છે કે સવારે બરાબર સાડા સાત વાગ્યે ઘરેથી નીકળીને ઑફિસે જવું અને સાંજે છના ટકોરે પાછા ઘરે હાજર થઈ જવું. અઠવાડિયાના સાતેય દિવસનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું મેનુ લગભગ નક્કી જ હોય. કોઈ વાર મહેમાન આવી જાય, ઘરમાં સાજામાંદા હોય તો એમાં ચૅઈન્જ થાય. મહિને એક વાર […]

દોડમાં છેવટે જીતશે કોણ ? – રવિશંકર મહારાજ

એક હતી વેશ્યા. તે દોડવામાં બહુ જ હોંશિયાર. તેણે આખી દુનિયામાં જીત મેળવી હતી. તેની એક શરત હતી. તે કહેતી કે તેની સાથે દોડવાની હરીફાઈ કરનાર હારે તો તેનો ગુલામ થાય, અને જીતે તો પોતે તેની ગુલામ થાય. આ રીતે તેણે અનેકને ગુલામ બનાવ્યા હતા. એક વખત તે ગ્રીસ દેશમાં ગઈ. તેણે દોડનારાઓને આહવાન કર્યું. […]

ડૅડી : એક સર્વનામ – રીવા બક્ષી

[તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘થેંક યુ પપ્પા’ માંથી કેટલોક અંશ.. સાભાર.] હું રીવા બક્ષી… રીવા ચંદ્રકાન્ત બક્ષી ! મારા નામ પાછળ નામને અને એ નામના વજનને હું ફીલ કરી શકું છું. પ્રેમ કરું છું. એ નામ મારા લોહીમાંના રક્તકણની જેમ મારા અસ્તિત્વ માટે જવાબદાર છે. ‘ડૅડી’…. ખરેખર કેટલો મોટો શબ્દ હોય છે ! બોલતાં બોલતાં […]

આરશા – મીના છેડા

[મુંબઈના રહેવાસી શ્રીમતી મીનાબહેન પોતાના વિસ્તારમાં આવેલા અનાથાશ્રમમાં ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમનો વ્યક્તિગત એવો અનુભવ રહ્યો છે કે અનાથાશ્રમોમાં બાળકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો મળી જાય છે પરંતુ તેમને વિશેષ જરૂર હોય છે હૂંફની અને પ્રેમની. આ માટે તેઓ અનાથાશ્રમમાં સારો એવો સમય બાળકો સાથે વિતાવે છે. આજે તેઓ એ રીડગુજરાતીને તેમનો […]

ગીતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા

‘ગીતા સિરિયસ થઈ ગઈ છે. જલ્દી આવી જાવ.’ રાત્રે એક વાગ્યે મને મળેલ કૉલમાં આ પ્રમાણેનું વાક્ય લખ્યું હતું. એ વખતે હું એમ.ડીના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં હતો. ભણવાની સાથે બાળદર્દીઓની સારવાર પણ અમારી ટ્રેનિંગનો એક ભાગ હતી. આ જવાબદારી ખૂબ જ નિયમિત અને અત્યંત ચુસ્તતાપૂર્વક નિભાવવાની હોય છે. ગમે તે સમયે કોઈ પણ દર્દીને તકલીફ […]

‘મિસ્કીન’ની મહેફીલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલમાં ઢાળું છું…. પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું, દેહની આ દીવીમાં આમ જાત બાળું છું. વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું, ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું. કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ, લોક એમ માને છે પાંપણો પલાળું છું. શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર, એક નરી ઝંઝાને […]

દેવસ્ય પશ્ય કાવ્યમ્ – પ્રવીણ દરજી

હું ભોગવાદી અને ભાગ્યવાદી બંનેથી દૂર રહીને આ વિશ્વને જોવાનું અને વચ્ચે નિવસવાનું પસંદ કરું છું. વેદાન્ત કરતાં મને વલ્લભાચાર્ય વધુ ગમ્યા હોય તો તે જગત વિશેના તેમના હકારાત્મક વિભાવને લઈને. હું પળેપળ એમ વિચારું છું કે મારે આ જગત વચ્ચે જ જીવવાનું છે, એને સ્પર્શીને આવતા શ્વાસથી જ હું મારા પ્રાણને પોષું છું તો […]

સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી

[રીડગુજરાતીને આવો સુંદર લેખ લખી મોકલવા માટે શ્રી પ્રણવભાઈ ત્રિવેદીનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. લેખકશ્રી ઍસોસીએટ બેન્કસ ઑફિસર્સ ઍસોશિયેશન યુનિટ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર-ઝોનલ ઑફિસ-રાજકોટ દ્વારા પ્રકાશિત થતા ‘લીલુંછમ પર્ણ’ નામની ગુજરાતી પત્રિકાના સંપાદક છે. ] માણસ સંસ્કૃતિની પગથારે ચાલતો થયો ત્યારથી ચોવીસ કલાકના ચોકઠાનો ઓશિયાળો બની ગયો. માણસના બે પગ ઘડિયાળના બે કાંટાના ગુલામ […]

કાવ્યસંચય – ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી

[(હ્યુસ્ટન) અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્ય સરિતા પરિવાર તરફથી – પસંદગી પામેલ કૃતિઓ.] યૌવનના ઉછાળા – વિજય શાહ યૌવનના ઉછાળા હોય કદીક આકરા અને થાય કે કરી નાખું ઘણું કર્યા પછી જો સફળતા મળે તો લાગે આખું જગ વામણું પણ જો કદીક નિષ્ફળતા મળે તો કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો મા ના સમું નથી […]

કાર્ટુન – મહેન્દ્ર શાહ

 

પત્ની-પારાયણ : નીલેશ રાણા

પત્ની વિશે આજે હું કેમ લખવા પ્રેરાયો છું, એ જો તમે પતિ હશો તો પૂછવાની જરૂર નહીં રહે. ‘હસબન્ડ’ તરીકેની પાંચ વર્ષની એકધારી સેવા આપ્યા બાદ જ્યારે મારી ‘વાઈફે’ હસીને બંડ કર્યું ત્યારે મારું હસવાનું બંધ થઈ ગયું. અત્યાર સુધીનું મારું ‘સફળ પતિ’નું લૅબલ કશી પૂર્વમંત્રણા વગર જ છીનવી લેવામાં આવ્યું. જોકે શા માટે હું […]

બે સુંદર લધુકથાઓ

ભૂતકાળનું પાપ ને ભાવિ દિશા પર્વતીય પ્રદેશમાં ઘેટાં બહુ મૂલ્યવાન ગણાય છે. ઘેટાં ઊન આપે તે વેચી લોકો ગુજરાન ચલાવે. આ પ્રદેશોમાં પહેલાંના વખતમાં ઘેટાંની ચોરી બહુ મોટો ગુનો ગણાતો. તેને માટે ભારે સજા થતી. ઘેટાં ચોરનારને ગામલોકો હડધૂત કરતા. આવા એક ગામમાં બે ભાઈઓએ ઘેટાંની ચોરી કરી. એમની ચોરી પકડાઈ એટલે બંનેને કઠોર સજા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.