Archive for May, 2006

મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-1) – અનુ. શ્રી આર.સી.શાહ

[ સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સધ્ધરતા અનિવાર્ય છે. પરંતુ હકીકતમાં, આ બંને હોવા છતાં પણ, ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવતા જણાય છે. તમે આ કક્ષામાં આવો છો ? જો આવતા હોવ તો આ અવશ્ય વાંચો. કદાચ તમારી માનસિક અશાંતિનું કારણ તમારું મન જ હોય તેથી […]

ચાલો હસીએ…. (30 જૉકસ)

[સમગ્ર મે-મહિના દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકાયેલા જૉકસનું સંકલન] ‘ડૉકટર ! કોઈ એવી દવા આપો કે મારાં બધાં દર્દ ભાગી જાય. હું કોઈ દિવસ માંદો ન પડું અને સતત તબિયતની કાળજી રાખું.’ ‘એ કામ દવાથી નહિ થાય. મારું બિલ આપીશ એટલે એમાં બધું આવી જશે.’ ડૉક્ટર બોલ્યાં. **************** ‘આ તમારા જમણા હાથની આંગળીઓમાં શું થયું […]

એક લગ્નોત્સુક યુવતીની મુંઝવણ – ફાધર વર્ગીસ પોલ

‘ફાધર, હું ખૂબ કન્ફ્યૂઝ થઈ ગઈ છું. મને કશી ખબર પડતી નથી ! શું કરવું અને શું ન કરવું ! હું ત્રણ વર્ષથી એક યુવકને ઓળખું છું આજે એણે ઓચિંતા લગ્નની દરખાસ્ત મૂકી અને મેં ‘હા’ પાડી. બીજા બધા લોકો મને ‘નાદાન’ કહે છે. ત્યારે એ યુવક મારી કદર કરે છે. પણ એ યુવક પરધર્મનો […]

રત્નકણિકાઓ – ઉમાશંકર જોશી

[1] મારી એક મુગ્ધ માન્યતા છે કે આ વિશાળ વિશ્વમંદિરના એકાદ ખૂણામાં પણ જ્યાં સુધી સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતાં હોય, ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે જ નહીં. આપણી પૃથ્વી પર પ્રતિપળે દુભાયેલા પ્રેમના નિશ્વાસના પડધા શાંતિને અહોરાત વીંધી રહે છે, એ સ્પષ્ટ છે. તે અટકાવવા મનુષ્યજાતિએ એક પણ પ્રયત્ન બાકી રાખવો જોઈએ […]

અનુકંપા – મકરન્દ દવે

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ઉમાએ અતિ ઘોર તપશ્ચર્યા શરૂ કરી. શિયાળામાં તે હિમ-ઝરણામાં ઊભાં રહ્યાં, ઉનાળામાં પંચાગ્નિ તપ કર્યું અને ચોમાસામાં બારે મેધ માથે ઝીલ્યા. આઠે પહોર એક ભગવાન શંકરનું જ રટણ તેના ચિત્તમાં રમવા માંડ્યું. દેવતાઓ પણ આવી ઉગ્ર તપસ્યા જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ ભગવાન શંકરનાં દર્શનની આછીપાતળી ઝાંખીયે ઉમાને ન થઈ. […]

અસલિયતનું ભાન

પર્શિયામાં દારા નામનો એક ભરવાડ રહેતો હતો. એ પૈસે-ટકે ગરીબ હતો. અને જન્મે નીચા કુળનો હતો, પણ એનામાં શાણપણ ઘણું હતું. માણસોને ઓળખવાની તેનામાં દ્રષ્ટિ હતી. ગામલોકોની ઘણી ગૂંચ એ આસાનીથી ઉકેલી આપતો. એ કારણે ગામમાં કોઈ ઝઘડો ન થતો. દારાના શાણપણની વાત પાર્શિયાના શાહ સુધી પહોંચી. એમણે દારાને બોલાવ્યો. એમને પણ લાગ્યું કે દારામાં […]

શાનદાર – સૈફ પાલનપુરી

હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે; મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે. અવકાશ જો મળે તો તમે આ વિચારજો, યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે. ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા, મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે. બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ, કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે. વિશ્વાસ હું મૂકું […]

તારો શું ખ્યાલ છે – ‘મરીઝ’

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે; આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે. વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું, બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે. આ આજના ભરોસે મને માન આપ ના, કોને ખબર કે શું મારી આગામી કાલ છે. પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં, મારીય જિંદગાની હવે આજકાલ […]

જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

જીવન અંજલી થાજો !           મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !           મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !   […]

સાહિત્ય જનસમુદાય – હિમાંશી શેલત

[ હૈદ્રાબાદમાં 2005 દરમિયાન યોજાયેલ ભારતીય લેખિકાસંમેલનમાં થયેલ અનૌપચારિક ચર્ચાની લેખિકા શ્રીમતી હિમાંશીબહેન શેલતે કરેલી નોંધ ] ટેલિવિઝન જેવા માધ્યમે સામાન્ય પ્રજાની સામે અવાસ્તવિક છતાં જોવા ગમે એવાં થોકબંધ સપનાંઓ ખડાં કરી દીધાં છે. સૌંદયના માપદંડો, જે નથી તે સર્જવામાં પ્રસાધનોનો ઉપયોગ, ભૈતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરી શકે એવાં ઉપકરણો સતત આંખ સામે ઝૂલતાં રહીને એક […]

ધકેલ પંચા દોઢસો – ધીરજ બ્રહ્મભટ્ટ

આપણી કેટલીક ભાષાઓ સંસ્કૃતમાંથી ઊતરી આવી છે એમ જ કેટલીક કહેવતો આંકના ઘડિયામાંથી ઊતરી આવી છે. દાખલા તરીક ‘તમને શી ખબર પડે કે કેટલા વીસે સો થાય છે?’ વાસ્તવમાં આપણે બધા જ જાણતા હોઈએ છીએ કે પાંચ વીસે સો થાય છતાં આ કહેવત કપરા કામ માટે રચાઈ છે. આજે આપણે જે કહેવત શીર્ષકમાં લીધી છે […]

જ્યોર્જ બર્નાર્ડ શૉ

વિખ્યાત સાહિત્યકાર જયોર્જ બર્નાર્ડ શૉ પાસે એક્વાર એક યુવતીએ જઈને પૂછ્યું : ‘સાહેબ મને પરણવા માટે એક ઉમરાવ તૈયાર છે અને એક ડૉકટર પણ તૈયાર છે – તો હું બેમાંથી કોને પરણું ?’ જવાબમાં શૉએ કહ્યું : ‘બાનુ, તમે કોઈક ‘માણસ’ ને પરણજો’ આ દષ્ટિએ જ કદાચ જિગર મુરાદાબાદી નામના શાયરે કહ્યું છે કે આદમી […]

તમે જ તમારું અજવાળું – સુધા મૂર્તિ

[ ‘મનની વાત’ અને ‘સંભારણાની સફર’ નાં લોકપ્રિય લેખિકા શ્રી સુધાબહેન મૂર્તિની કલમે તાજેતરમાં લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘The Old Man and his God’ ને અમદાવાદના શ્રીમતી સોનલબહેન મોદીએ ‘તમે જ તમારું અજવાળું’ સ્વરૂપે ગુજરાતી વાચકો સમક્ષ હંમેશની જેમ મુક્યું છે. સુધાબહેનના જ જીવનમાં બનેલ પ્રસંગોનો આ પુસ્તકમાં ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. ‘ગુજરાત સમાચાર’ માં આ […]

ઝુરાપો – મીનલ દવે

[પરદેશ રહેતા વાચકમિત્રોને ગુજરાતના ગ્રામ્યજીવનની યાદ બરાબર તાજી કરાવી દે એવો એક સુંદર નિબંધ. ] દસ વર્ષે પાછું ભારત જવાનું હતું. છેલ્લે ગયો ત્યારે તો પોતે ચૌદ, ના, કદાચ પંદર વર્ષનો હતો. હજી મૂછનો દોરો પણ ફૂટ્યો નહતો. દાદાએ મજાક પણ કરેલી, ‘ઊંચો તો તારા બાપ જેટલો થઈ ગયો ને હજી મૂછનો દોરો પણ નથી […]

મનેખ નાનું મન મોટું – ડૉ. પ્રફુલ્લ શાહ

[ અમરેલી જિલ્લામાં 80 પુસ્તકાલયો ખોલનાર, સોનલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ડૉ. પ્રફુલ્લશાહના એક સુંદર પુસ્તક ‘મનેખ નાનું મન મોટું’ માંથી નીચેના બે લેખો લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ખાસ કરીને તેમણે પોતાના તબીબી જીવન દરમિયાન થયેલા અનુભવોનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. ડૉ. શાહની આવી સુંદર અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ માટે રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ ધન્યવાદ […]

ભકત સુરદાસ

એકવાર ભકત કવિ સુરદાસ ભજન ગાતાં ગાતાં માર્ગ ઉપર ચાલ્યા જતા હતા, પણ અંધ હોવાથી ઊંડા ખાડામાં પડ્યા અને છતાં ભગવાન શ્રી કૃષ્ણનાં ભક્તિભજનો તો ગાયાં જ કરતા હતા. તેમની ભક્તિપ્રાર્થનાને પ્રતાપે મોડી રાત હોવા છતાં એક નાનકડા બાળરૂપે અચાનક ભગવાન શ્રી કૃષ્ણે આવીને તેમને ખાડામાંથી બહાર કાઢ્યા. ભક્ત સુરદાસ તરત જ એ બાળપ્રભુના સ્પર્શને […]

મારી પ્રથમ મુલાકાત (My first date) – અનુ. મૃગેશ શાહ

[મૂળ લેખક : અજ્ઞાત. એક વાચક તરફથી રીડગુજરાતીને ઈ-મેઈલ દ્વારા મળેલ વાર્તાનો અનુવાદ] મને હજી પણ મારી ગર્લફેન્ડ સાથેની મારી પ્રથમ મુલાકાત (First date) યાદ છે. આમ તો દરેકને પહેલી મુલાકાત તો યાદ હોય જ પણ મારા માટે તો એ એક વિશેષ યાદગાર અનુભવ છે. હું એ કદી પણ ભૂલી ન શકું. હું પહેલી વાર […]

ડિસ્ટિકંશન સાથે પાસ – ડૉ. યોગેન્દ્ર વ્યાસ

[ આ ઘટના રીડગુજરાતીને લખી મોકલવા માટે ઉત્તમભાઈ ગજ્જરનો (સુરત) ખૂબ ખૂબ આભાર ] બે એક દાયકા પહેલાની વાત છે. મારી એક વિદ્યાર્થીનીના પિતાજી એ સમયે હાઈકોર્ટમાં જજ હતા. ક્યારેક અમારી સંસ્થા પાસેથી સાંજે એ નીકળે તો દીકરીને પોતાની સાથે લઈ જાય. મારું ઘર રસ્તામાં એટલે ક્યારેક મને પણ ઘરે ઊતારતા જાય. એક દિવસ સાંજે […]

કૂવો કાશીરામનો, પાણી દેવીલાલનું !

દિલ્લી નજીકના એક ગામડામાં બે સગા ભાઈ રહેતા હતા. એકનું નામ દેવીલાલ અને બીજાનું નામ કાશીરામ. દેવીલાલ મોટો. કાશીરામ નાનો. બંને ભાઈઓ અલગ રહેતા હતા ને ખેતી કરતા હતા. કાશીરામ મહેનતુ હતો. તે જાતે પોતાની ખેતી સંભાળતો હતો. જ્યારે દેવીલાલ આળસુ હતો. એને કામ કરવું ગમતું નહિ તેથી પોતે ખાઈ-પી ઘરમાં આરામ કરતો અને ખેતીનું […]

નારીનાં બે વિશ્વ – રીના મહેતા

[વલસાડમાં 2000માં યોજાયેલા એક કાર્યશિબિરમાં રજૂ થયેલા વક્તવ્યના અંશો ] મારી કેટલીક વ્યક્તિગત વાતો કરીશ. અઠવાડિયા પહેલાં એક વર્કશોપ અંગે આમંત્રણ આપતો ફોન આવે છે. વલસાડ કયા દિવસે આવવું તેની વાત ચાલે છે. ત્યાં જ ફોનની બહાર ‘મધુ… મધુ….’ ના ઉદ્દગારો સંભળાય છે. તમને થશે કે આ મધુ કોણ છે ? મધુ એ અમારે ત્યાં […]

પથારી – કાજલ ઓઝા-વૈદ્ય

બે શરીર, ને એક પથારી અર્ધી તારી, અર્ધી મારી… બધું વહેંચી લીધા પછી જોઈએ તેટલી છટકબારી ! હોઠ ઉપરની સુક્કી છારી, પાંપણ ખારી…… ……. તારી કે મારી ? સૂરજ ડૂબે – સૂરજ ઊગે આંખો જાગે – આંખો ઊંઘે વાતોનાં ફૂલોને સૂંધે ! ચાર દિશાથી આવે રસ્તા…. મનના ઘરને બત્રીસ બારી ! રોજ સવારે રાત પડે […]

કેમ ? – પ્રવીણ પટેલ ‘શશી’

[ સાહિત્યકાર તેમજ કવિ શ્રી પ્રવિણભાઈ પટેલ ‘શશી’ (અમેરિકા) ના નવા પુસ્તક ‘કાવ્ય સૌરભ’ માંથી સાભાર. ] દૂરથી લાગે પર્વત રળિયામણો, માની તો લીધું, હતું જે વેંત પાસ, બરાબર કેમ ના જોઈ લીધું ? કાઢવી બીજાની ખોડ-ખાંપણ, આસાન છે તો ખરું, ખુદનાં અઢાર વાંકા, સગવડિયું કેમ ભુલાઈ ગયું ? થયો પ્રકાશ સામે અને દિલમાં કંઈક […]

જ્ઞાન-વિજ્ઞાન

[ ‘સફારી’ મેગેઝીનમાંથી સાભાર ] [1] અખરોટનું વૃક્ષ અનોખી રાસાયણિક પ્રક્રિયા વડે પોતાની આસપાસના વિસ્તારને હરીફ વનસ્પતિ માટે ‘નૉ એન્ટ્રી’ નો બનાવે છે. અખરોટનાં પાંદડાં hydrojuglone glucoside નામનું રસાયણ પેદા કરે છે. પાણીમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઝેરી નથી. વરસાદી ટીપાં તેને ઓગાળી જમીન સુધી પહોંચાડે, એટલે હાઈડ્રોલિસિસની તથા ઑક્સિડેશનની ક્રિયા તેને juglone કહેવાતા ટોક્સિક […]

આપણી કહેવતો – ઉર્વશી પારેખ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રીમતી ઉર્વશીબહેનનો (મુંબઈ) તેમજ ટાઈપ કરીને મોકલવા માટે શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ] કહેવત શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કહે-વાત. જે કઈ વાત થઈ હોય, કાર્ય થયુ હોય જેની કંઈ વાત કહેવાની હોય પછી તે વાત સારી હોય કે નરસી, ખોડ ખાંપણ બતાવતી હોય કે […]

ક્યા યહી પ્યાર હૈ ? – ડૉ. શરદ ઠાકર

સતત સાત દિવસના મુશળધાર વરસાદ પછીનો ઉઘાડવાળો દિવસ હતો. હું બહારગામથી ગાડીમાં બેસીને અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એકલો જ હતો. સ્ટિયરિંગ મારા હાથમાં જ હતું. હું એકલો હતો એનો અફસોસ હતો, કારણકે મારા સિવાય બાકીનું બધું જ દ્વંદ્વમય હતું. કારના કેસેટ પ્લેયરમાં વાગી રહેલું ફિલ્મી ગીત પણ ડ્યુએટ હતું. હું મારી જાતને એક સવાલ […]

યુવાનોને – વિલ ડ્યૂરાં

[ ‘જનકલ્યાણ’ મેગેઝીનમાંથી સાભાર ] મને એક ફરજ સોંપવામાં આવી છે. એને હું શક્ય એટલી નમ્રતાથી અદા કરીશ. હું શાણો કે વ્યવહારકુશળ છું એ કારણે તમને શીખ આપવાનું સાહસ કરતો નથી, પણ તમારી સાથે ભણતા એક વિદ્યાર્થી તરીકે સલાહ આપું છું. ઘડપણની નબળાઈઓથી ઘેરાયેલો છતાં, હું તમારી જેમ દરરોજ કંઈ નવું શીખવા ઉત્સુક રહું છું. […]

કવિ શ્રી રમેશ પારેખને આખરી સલામ (શ્રદ્ધાંજલી)

[ ગુજરાતી કવિજગતના તેમજ સાહિત્ય ક્ષેત્રના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખનું (જન્મ : 27-10-1940) ગઈ કાલે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં ગુજરાતી સાહિત્યને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. તેમની રચનાઓ અને તેમનું વ્યક્તિત્વ એટલું સર્વ વિદિત છે કે તેનો વિશેષ પરિચય આપવાની પણ જરૂર નથી. કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે ‘રમેશ સર્જકતાથી […]

ક્યાં ગયો કવિ ? – કમલેશ પટેલ

[રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈએ (મીડલસેક્સ, યુ.કે.થી) કવિ શ્રી રમેશ પારેખને શ્રદ્ધાંજલી આપતું આ સુંદર કાવ્ય લખીને મોકલ્યું છે જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ] ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ ! કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ ! છે પણ નથી દેખાતો, સાચી છે લોકોની વાતો ? કોઈ કહે છે […]

કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. સદગતની શ્રદ્ધાંજલિ સભા આજે રાજકોટ ખાતે સાંજે 7 વાગે રાખવામાં આવી છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ને ન પુરાય એવી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના.

રાજી રહેવાની રમત – નીલમ દોશી

[રીડગુજરાતીના નિયમિત વાચક તેમજ લેખિકા શ્રીમતી નીલમબહેન દોશીનો (કોલકતા) આવી સુંદર કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. તેમની આ કૃતિ ‘અખંડ આનંદ’ સામાયિકમાં પણ પ્રસિદ્ધ કરાઈ છે.] “રંગરેલી જેવો છે, ખેલ કંઈ ખેલી જવો છે; જિંદગી જીવી જવાનો, કીમિયો મેલી જવો છે.” આ ખૂબ જાણીતી પંક્તિની સાર્થકતા અમેરિકન લેખિકા શ્રીમતી એલિનોર પોર્ટરની ચોપડી ‘પોલીએના’ વાંચી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.