Archive for June, 2006

વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર ] એક દિવસ ઘરે કોઈ વડીલનો પત્ર આવ્યો. આમ તો એમના ઔપચારિક લખાણમાં રસ પડે એવું કંઈ નહોતું. છેવટેની થોડી બચેલી જગ્યામાં એમણે ‘રીના ને યાદ, ભૂલકાંને રમાડજો’ એવું લખ્યું હતું. પરંતુ ઓછી જગ્યા અને ઉપરનીચે લખાણને કારણે એક પળ મારી આંખને ‘રીનાને રમાડજો’ એવું વંચાયું. પહેલા તો રમૂજ […]

બે ગઝલો – સંકલિત

આધાર છું આધારનો – અમૃત ઘાયલ હું નથી આ પાર કે તે પારનો, મુક્ત યાત્રી છું હું પારાવારનો વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ દેવદુર્લભ થાળ છું કંસારનો આમ હું આધારને શોધ્યા કરું આમ હું આધાર છું આધારનો ! હોય વિધ્નો હોય […]

જિંદગીનું ભાથું – આશુતોષ

સને 1951-52 સુધી હું મુંબઈમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન ખમીસના ખિસ્સામાંથી બે-એકવાર નાની નાની રકમો બજારમાં ઊપડી ગઈ. સ્વભાવ ખર્ચાળ એટલે નાની રકમો પણ મોટી લાગી અને જગત પરથી વિશ્વાસ ઊઠવા લાગ્યો. એ જ અરસામાં ઑફિસના કામે મારે દિલ્હી જવાનું થયું. ફ્રન્ટિયરની થર્ડકલાસની મુસાફરી એટલે વર્ણનાતીત ! મુસાફરી દરમિયાન બંડીમાંથી પાકીટ જ કોઈએ તફડાવ્યું. […]

અપ્પ દીપો ભવ – ચંદ્રહાસ ત્રિવેદી

એક સૂફી કહાનીમાં જંગલની વાટે નીકળેલા બે મિત્રોની વાત આવે છે. સમી સાંજે આ બે મિત્રો એક મોટા નગરમાંથી પોતપોતાને ગામ જવા માટે નીકળે છે. બંનેના ગામનો રસ્તો શરૂઆતમાં કેટલાક અંતર સુધી તો એક જ હતો પણ આગળ જતાં બંનેના ગામના રસ્તા ફંટાઈ જતા હતા. સાંજે નગરમાંથી બંને સાથે નીકળ્યા. થોડીક વારમાં અંધારું થઈ ગયું […]

રુચિતંત્ર – રતિલાલ ‘અનિલ’

શહેરના કેટલાયે લોકો ‘ખાવાની રુચિ જ થતી નથી’ એવી ફરિયાદ કરે છે. ખોરાક પ્રધાન તરફથી અન્ન ઉત્પાદનના આંકડા એ લોકો વાંચતા નહીં હોય ! નહિતર એમની જમવાની રુચિ ઊઘડ્યા વિના રહે નહીં. જેમ પૈસાની આવક વધારે હોય ત્યારે વધારે ખર્ચ કરવાની રુચિ આપોઆપ જ થાય છે, તેમ અનાજની વધારે આવકો થાય ત્યારે લોકોમાં ખાવાની ભૂખ […]

હાઈકુ, શેર અને મુક્તકો – સંકલિત

[ગુજરાતી સાહિત્ય અકાદમીના સુપ્રસિદ્ધ મેગેઝીન ‘શબ્દસૃષ્ટિ’ (ઈ.સ. 1984)માંથી સાભાર] હાઈકુ – રાધેશ્યામ શર્મા [1] ભોંઠો હું નેપકીન સાથે મારો ચહેરો ધોવા નાંખી દીધો ! [2] ગાલીચાના વાઘ નહોરોને તીણા કરવા ઉંદરોને ગોતે છે. [3] તારી આંગળીઓ મારા હોઠ પર મૂક વિના વાંસ વાગશે ! [4] વસંતને કહો આજે બહાર રહે હું ય મારા ઘરમાં નથી. […]

વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ – પલ્લવી મિસ્ત્રી

[ આ લેખ પુસ્તક ‘હાસ્યકળશ છલકે…’ માંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ તેમજ લેખ મુકવાની પરવાનગી આપવા બદલ હાસ્યલેખિકા શ્રીમતી પલ્લવીબહેન મિસ્ત્રીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. વાચકમિત્રો લેખિકા બહેનનો આ સરનામે સંપર્ક કરી શકે છે તેમજ પ્રતિભાવો પણ મોકલી શકે છે : pallavimistry@yahoo.com ] ‘હલ્લો નીરવભાઈ, ખૂબ ખૂબ અભિનંદન ! બારમા ધોરણમાં […]

એક અનોખા લગ્ન – પ્રેરણાકથા (સત્ય ઘટના)

મોંઘાદાટ લગ્નોમાં સાજન-માજનને કન્યાદાન કે ચાંલ્લારૂપે અનેક મોંઘીદાટ ભેટો આપવાનો રીવાજ જૂનો છે ત્યારે વિસાવદર તાલુકાના શોભાવડલા ગામના કમલેશ ભેંસાણીયા તથા મજેવડી ગામની સોનલ વાગડીયા માર્ચ-2006 માં લગ્નગ્રંથી થી જોડાયા. આ લગ્ન પ્રસંગે વર-કન્યા પક્ષના મળી કુલ 101 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું અને દેહદાન તથા ચક્ષુદાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પરંતુ લગ્નમાં મળેલી […]

મારી મોટરસાઈકલ સવારી – ફાધર વાલેસ

મોટરસાઈકલ ચલાવતાં મને આવડતું નથી. લાઈસન્સ તો છે, કારણકે હું પરીક્ષા આપવા ગયો ત્યારે પરીક્ષા લેનારને મને જોઈને દયા આવી અને ખાતરી થઈ કે આ માણસ તો કોઈ દિવસ મોટરસાઈકલ ઉપર ચડવાનો નથી, અને ચડે તોય મોટરસાઈકલ ચાલવાની નથી, માટે એને લખી આપવામાં કોઈ વાંધો નથી. લખી આપ્યું. અને ખરેખર હું કોઈ દિવસ મોટરસાઈકલ ઉપર […]

યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ – કલ્પના દેસાઈ

નજીકના ભવિષ્ય પર નજર નાખતાં, આપણું ઓળખપત્ર ધરાવતું મલ્ટીપર્પઝ કાર્ડ કંઈક આવું હશે. આપણી મેડિકલ હિસ્ટરી + ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતું, ATM કાર્ડની જેમ અને ઈલેકટ્રોનિક પર્સની જેમ કામ કરતું અને નેશનલ લાઈબ્રેરીમાં પણ કામ આવે તેવું હશે. ‘જંગલી સેન્ડવિચ કૉર્નર’માં ઑર્ડર આપતી વખતે કેવી વાતચીત થશે ? ઓપરેટર : ‘થેંક યુ ફોર કૉલિંગ જંગલી… શું […]

વેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે

વેજિટેબલ કટલેસ (5 વ્યક્તિ માટે. તૈયારીનો સમય : 30 મિનિટ) સામગ્રી : 100 ગ્રામ લીલા વટાણા 100 ગ્રામ ગાજર 300 ગ્રામ બટાટા 100 ગ્રામ ફણસી 100 ગ્રામ ફૂલગોબી 1 મોટો કાંદો 1 ચમચી જીરૂ બ્રેડનો ભૂકો ફૂદીનો અને ટામેટાં. આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે. બનાવવાની રીત : 1. સૌ પ્રથમ બટાકાને બાફી, […]

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

સુખની આખી અનુક્રમણિકા                 અંદર દુ:ખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે ?                 વાંચો તો પડશે સમજણ પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે પથ્થરના વરસાદ વચાળે,                 કેમ […]

જીવવા માંડો – બહાદુરશાહ પંડિત

આ યુગનું સૌથી વધારે લોકપ્રિય સુત્ર આ હોવું જોઈએ : ‘જિંદગી પસાર કરવાના બદલે જીવવા માંડો.’ આપણા જમાનાનાં સ્ત્રીપુરુષો સામે જેટલી વિવિધ અને નવી તકો ઉદભવી છે એટલી ભૂતકાળના કોઈ સુવર્ણયુગમાં પણ ઉપસ્થિત થઈ નહોતી. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને આજે આપણા પાસે પ્રવાસ આકર્ષક, સરળ અને સલામત બનાવી દીધો છે. આંતરિક અને બાહ્ય રમતો, ખેલકૂદની પ્રવૃત્તિઓ, […]

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

[રીડગુજરાતીને આ સુંદર લોકગીત ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી જયશ્રીબહેનનો ખૂબ ખૂબ આભાર] આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના'વે માતા જીજીબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ […]

વાંદરાનું કાળજું

એક નદીને કિનારે એક મોટું જાંબુનું ઝાડ હતું. એ ઝાડ પર એક વાંદરો રહે. એ તો રોજ ઝાડ પરનાં મીઠાં મીઠાં જાંબુ ખાય, નદીનું સ્વચ્છ પાની પીએ અને આનંદ કરે. એ નદીમાં એક મગર રહેતો હતો. વાંદરાને આમ મોજ કરતો જોઈ મગરને એની સાથે દોસ્તી કરવાનું મન થયું. એક દિવસ કાંઠે આવીને મગર વાંદરાને કહે […]

સ્મૃતિ – મોહનભાઈ પટેલ

શહેરમાં જવા તૈયાર થયેલી કલ્યાણીએ સુરેન્દ્રને પૂછ્યું : ‘બજારમાંથી કંઈ લાવવું છે ?’ ‘બજારમાંથી તો નહિ, પણ પીયૂષભાઈને ત્યાંથી ‘એન્કાઉન્ટર’ નો ચાલુ અંક લેતી આવજે, અને ‘વડર્ઝ’ વાંચી રહ્યા હોય તો તે પણ લેઈ આવજે.’ કલ્યાણી ગઈ ! આ પ્રસંગ પરથી સુરેન્દ્રને પોતાનાં પાછલા વર્ષોની સ્મૃતિ તાજી થઈ આવી. એ ઘણી વસ્તુઓ મંદાકિની પાસે મંગાવતો. […]

શ્રી મોરારિબાપુ : એક મુલાકાત – રાજુ દવે

[ એપ્રિલ-2005 ના ‘નવનીત સમર્પણ’ ના અંકમાં પૂ. મોરારિબાપુ સાથેની આ મુલાકાત પ્રકાશિત થઈ હતી. રીડગુજરાતીને આ મુલાકાત પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી દીપકભાઈ દોશી, નવનીત સમર્પણ તેમજ ભારતીય વિદ્યા ભવન નો ખૂબ ખૂબ આભાર. અહીં માત્ર મુલાકાતના કેટલાક અંશો લેવામાં આવ્યા છે. ] શ્રી મોરારિબાપુ આજના આપણા જીવનનું એક એવું નામ છે […]

પ્રશ્નોત્તરીના પ્રવાહ – કિશોર દવે

[ પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું એક સુંદર પુસ્તક મુંબઈના લેખક શ્રી કિશોરભાઈ દવે એ કર્યું છે. આ પુસ્તકમાં શાસ્ત્રો, ભક્તોના ચરિત્રો, ઈતિહાસ, ભૂગોળ, ફિલ્મો, નાટકો, કહેવતો અને રોજેરોજના વિશ્વમાં બનતા બનાવો અને સામાન્ય જ્ઞાન ઉપર આધારિત પ્રશ્નોત્તરીનો તેના ખરા જવાબ સાથે સમાવેશ કરાયો છે. આજે 85 મા વર્ષે પણ […]

શ્રી અમરનાથ યાત્રા – નીલા કડકિયા

[ થોડા સમય પહેલા આપણે ‘કૈલાશ માનસરોવર યાત્રા’ કરી, યાદ છે ને ?… આજે ફરી એકવાર શ્રીમતી નીલાબહેન કડકિયા આપણા માટે લઈને આવ્યા છે ‘શ્રી અમરનાથ યાત્રા’ ના તેમના અનુભવો અને સુંદર વિગતો. ક્યારેક કોઈક કાવ્ય, તો ક્યારેક કોઈ વાર્તા તો વળી ક્યારેક આવા સુંદર પ્રવાસ વર્ણનોની અદ્દભૂત વિગતો તેઓ રીડગુજરાતીને સતત આપતા રહે છે, […]

સેપોડ – બકુલ રાવળ

[શ્રી બકુલભાઈ રાવળ વિદ્વાન સાહિત્યકાર તેમજ આધ્યાત્મિક પુસ્તકોના સુપ્રસિદ્ધ લેખક છે. આ લેખ તેમના વિદેશ પ્રવાસના વર્ણનો ને લગતા પુસ્તક ‘નવી ધરા, નવું ગગન’માંથી લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને તેમના સર્જનમાંથી કોઈ પણ કૃતિ મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી બકુલસાહેબનો ખૂબ ખૂબ આભાર.] લંડનના પ્રવાસ દરમિયાન અનેક ગુજરાતી પરિવારોને મળવાની તક મળી હતી. મારી પ્રકૃતિ પ્રમાણે […]

લાચારીનું વર્તુળ – ગિરીશ ભટ્ટ

વિભા જાણતી હતી કે આજે જાનકી બરાબર જમી નહોતી. લુશ લુશ બે કોળિયા પેટમાં પધરાવીને, વિભાને પગે લાગીને ઝટપટ ચાલતી થઈ હતી. પરીક્ષા સમયે આમ જ થતું. આજે તો છેલ્લું પેપર હતું. બસ, પછી તો લીલાલહેર ! મુક્ત પંખીની જેમ જાનકી વિહરવા લાગશે. આખું ઘર માથે લેશે. પણ સનાતનની ગેરહાજરીમાં. સનાતનને આવું ક્યાં પસંદ હતું […]

પરમ પૂજ્ય પિતાશ્રી – ડૉ. પ્રફુલ્લ શાહ

[ આ ઘટના ‘પિતા-પપ્પા-ડૅડી’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ સાથે ગત શનિવારે લેખકશ્રી સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં પણ તેમણે આ વાત હૃદયસ્પર્શી રીતે રજૂ કરી જે સાંભળવાનો મોકો મળ્યો એ મારું સૌભાગ્ય છે. રીડગુજરાતી આ માટે તેમનો આભાર માને છે. – તંત્રી ] મારા પિતાશ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહ એક વખતના બજાણા સ્ટેટના દીવાન. જે દિવસે […]

શબ્દનો ગરમાળો – ડૉ.વિવેક ટેલર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી વિવેકભાઈ ટેલરનો (સુરત) ખૂબ ખૂબ આભાર ] રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ? ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં. સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં, શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં. આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ, શું ફરક પડશે કદી તારી […]

કાલે મળજો – રિષભ મહેતા

આજ નહીં તો કાલે મળજો; પણ મળવાનું રાખો મુજમાં ઓછા વધતા ભળજો; પણ ભળવાનું રાખો. સંભવ છે કે મળી જાય નિજનું અજવાળું એમાં ભલે ને ધીમે ધીમે બળજો; પણ બળવાનું રાખો. જડ કે જક્કી બન્યા અગર જકડાઈ જવાના નક્કી મનગમતા ઢાંચામાં ઢળજો; પણ ઢળવાનું રાખો. તમે છો મારી આંખનાં સપનાં કાચીકચ ઉંમરના મને નહીં તો […]

બે સત્ય ઘટનાઓ

દયાભાવ – ઉષા જોષી એક વખત અમારા માળાના કેટલાક અવિચારી છોકરાઓએ બપોરના અચાનક સપડાઈ ગયેલા એક કબૂતરને પકડ્યું. પછી તેને પગે દોરી બાંધી તેને ઉડાડવું એવો બેત કર્યો. એમ કરવા જતાં દોરી હાથમાંથી છટકી ગઈ અને કબૂતર ઊડતું ઊડતું સામેના મકાનના છાપરા પર બાંધેલા રેડિયોના તાર પર જઈ બેઠું. ત્યાંથી ઊડવા જતાં દોરી તારમાં ભેરવાઈ […]

આંકડા રે આંકડા – નેહલ મહેતા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલા બદલ શ્રી નેહલભાઈ મહેતાનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર ] આંકડા રે આંકડા, ખૂબ ચગ્યાં છે આ આંકડા હોય ના કોડી ફૂટી તો મન બને છે સાંકડા ફાઈલોને આવે પગ ને હાથોહાથ કામો પતે ઉદાર દિલથી જો રેલાય બધે આ આંકડા દામ, દ્રવ્ય, મૂલ્ય, ધન, વૈભવ ને લક્ષ્મી ચલણ છે આ શબ્દોનું […]

પોટકું – રઘુવીર ચૌધરી

[એક વૃદ્ધ ડોશીની સંવેદનાઓ અને ચહેરાના હાવભાવને રજૂ કરતી આ કૃતિ ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ વાર્તાની વિશેષતા એ છે કે લેખકે તેમાં નિરૂપણ કરેલ પાત્ર ‘ડોશી’ ના કોઈની પણ સાથે સીધા સંવાદો મૂક્યા નથી પરંતુ તેમ છતાં તેના દરેક હાવભાવને શબ્દચિત્ર આપીને રજૂ કર્યા છે. ] સૂરજ વળી પાછો વાદળમાં […]

જીવનના રંગ – સંકલિત

ભાવનાનું અનેરું મૂલ્ય – વિનોબા ભાવે એક વખત હું રેલવેમાં જતો હતો. ગાડી યમુનાના પુલ પર આવી. મારી પાસે બેઠેલા એક ઉતારુએ ઉમળકાભેર એક પૈસા નદીમાં નાખ્યો. પાસે બેઠેલા એક મહાશય બોલ્યા, ‘આમેય દેશ આપણો ગરીબ, અને આવા લોકો નકામાં પૈસા ફેંકી દે છે !’ ત્યારે મેં કહ્યું, ‘આની પાછળની ભાવનાયે જોવી જોઈએ. કોઈ સારા […]

પંખીઓનો મેળો – શાહબુદ્દીન રાઠોડ

જીવનમાં અપેક્ષાઓ જેટલી ઓછી તેટલો આનંદ વધુ. પ્રવાસમાં અમારી અપેક્ષા બારી પાસે જગ્યા મળે અને પાસે ટિકિટ હોય એટલી જ હોય છે. બારી બહારનાં દશ્યો કલાકો સુધી હું જોયા કરું છું. દૂર દૂર દેખાતા પહાડો, નજીકના રસ્તા, નદીઓ, વૃક્ષો, ખેતરો, ઝડપથી પસાર થતાં ગામો અને શહેરો, કોઈ સુંદર દશ્ય જોતાં તરત થાય છે : ‘નિસર્ગનાં […]

બાળ જોડકણાં

[ આ અઠવાડિયાની શરૂઆતથી નવા શૈક્ષણિક સત્રના શ્રીગણેશ થયા અને બાળકોને વેકેશન પૂરું થયું. એમાંય જેઓને પહેલીવાર ભૂલકાંઓને બાલવાડીએ મોકલવાના હતા તેઓને નાકે દમ આવી ગયો. મોટો ભેંકડો તાણીને રડતા બાળકને પહેલીવાર પોતાનાથી અલગ કરતા કેટલીક મમ્મીઓ પણ રડી પડી ! બાલવાડીના ક્લાસરૂમમાં શિક્ષિકાઓ જ્યાં એકને શાંત રાખે ત્યાં બીજો રડવા બેસે – એવા અદ્દભૂત […]

Copy Protected by Chetan's WP-Copyprotect.