Archive for July, 2006

મારી પ્રાતઃનિંદર… – જયંતીભાઈ પટેલ

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી જયંતીભાઈ પટેલનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર ] મારા જેવા સૂર્યવંશી સંપ્રદાયના માણસને સવારે વહેલા ઊઠવાનું ક્યારેય અનુકૂળ આવ્યું નથી. સવાર મારી સૂર્ય ઊગ્યા પછી ખાસ્સા બે કલાકે શરૂ થાય એ મારો રોજિંદો કાર્યક્રમ. પણ મારી સુખની એ વહેલી સવારની નિંદરની સાથે કેટલાકને જાણે જનમભરની દુશ્મની હોય એમ એ […]

જુઓ હસ્યા ને ! – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર જુલાઈ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ] શિક્ષક : અલ્યા ચિન્ટુ, ફોર્ડ એટલે શું ? ચિન્ટુ : સર, એનો અર્થ ‘ગાડી’ શિક્ષક : ચલ હવે, ઑક્સફોર્ડનો અર્થ શું ? ચિન્ટુ : એ તો સાવ સહેલુ સર ! બળદગાડી સર ! *************** શિક્ષક : જો તારા પપ્પા પાસે 10 રૂપિયા હોય અને […]

વિસ્ફોટ – નૂતન જાની

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ.નૂતનબેન જાનીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] ટ્રીન ટ્રીન… ટ્રીન ટ્રીન… નેહાએ ફોનનું રિસીવર ઊંચક્યું. ‘હેલો, હેલો, હેલો…’ એના અવાજનું વોલ્યુમ વધતું ગયું. રિસીવર સરકીને ભોંય પર પછડાયું. એણે હિંમત એકઠી કરી પાછું એને ક્રેડલ પર ગોઠવ્યું. એમાં ફોનનો શો વાંક ? એણે ટી.વી.ની ન્યૂઝ ચેનલને લાઉડ કરી. પાંચ મિનિટ […]

વાચકોની કૃતિઓ – સંકલિત

દુનિયા નોખી-અનોખી – નીલમ દોશી [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નીલમબહેન દોશીનો (કોલકતા) ખૂબ ખૂબ આભાર] હોસ્પીટલ ની દુનિયા…. નોખી—અનોખી.. એક અજબ અનુભૂતિ, એક અલગ અહેસાસ, વિવશ…બેબસ…લાચાર… ચહેરાઓ વચ્ચે…. લાંબી…અનંત …. કદી ન ખૂટે એવી લાગતી…. પ્રતીક્ષા ની પળો….. મન નો ફફડાટ…. પંખી સમ પાંખ ફફડાવતો…. ઉડવાને લાચાર…. આંખો માં…..ભય…..શંકા….કુશંકા…. ઓથાર વિહ્વળતાનો…. શું હશે? […]

સિદ્ધાર્થમાંથી બુદ્ધ – સુરેશ દલાલ

મને દ્રષ્ટાંતો ગમે છે. પછી એ રજનીશજીએ કહેલાં હોય કે મોરારિબાપુએ કે સ્વામી ચિન્મયાનંદે કે અન્ય કોઈએ. દષ્ટાંતની મજા એ છે કે એક વાર સાંભળો પછી એ જો તમને સ્પર્શી જાય તો કદીય ભુલાય નહીં. ક્યારેક એવું પણ લાગે કે એક લાંબુલચ પ્રવચન કે નવલકથા ન કહી શકે એટલું બધું એક દષ્ટાંત કહી શકે. સાંભળેલા […]

ભીનાશના હસ્તાક્ષર – કીર્તિકાન્ત પુરોહિત

[ આ તમામ કૃતિઓ કવિ/ગઝલકાર શ્રી કીર્તિકાન્તભાઈ પુરોહિતના બે પુસ્તકો ‘ભીનાશના હસ્તાક્ષર’ અને ‘વળાંક પર…’ થી લેવામાં આવી છે. શ્રી કીર્તિકાન્તભાઈનો (વડોદરા) આ પુસ્તકો રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. વાચકો તેમનો આ સરનામે સંપર્ક કરી પ્રતિભાવો જણાવી શકે છે : home@kritonwelders.com ] એકમેકને હું તમને ગમું તમે મને ગમો એમ જ – જીવન જીવન […]

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ] દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો […]

કબાટનો હિંડોળો ઝાકમઝોળ – ભગવતીકુમાર શર્મા

આ માત્ર મારી પત્નીની વાત નથી, મોટા ભાગની વયસ્ક સ્ત્રીઓની વાત છે. મારા પત્ની જો એક વાર ઘરનું કબાટ ઉઘાડે છે તો તે કલાક – દોઢ કલાક સુધી ફરીથી બંધ થઈ શકતું નથી. કલ્પી શકું છું કે ઘરેઘરે આ સ્થિતિ હશે. એમાં વાંક પત્નીનો નથી, મારો છે. કઈ રીતે ? અમારા ઘરના મુખ્ય ઓરડામાં ચાર […]

પ્રેમ….! – અજય ઓઝા

રાજકોટ સ્ટેશન પાસે ઊભેલી ટુ બાય ટુ લકઝરી બસમાં હું ચડી તો ગયો પણ બસમાં ક્યાંક બેસવાની જગ્યા જોવા ન મળી. ભાવનગર સુધી ઊભા ઊભા જવું તો પોસાય નહીં એટલે નિરાશ થઈ હું નીચે ઊતરવા જતો હતો. ત્યાં પાછળની તરફ બે ની સીટમાં એક જગ્યા ખાલી જોઈ. બારી પાસે ગોગલ્સ પહેરીને એક સ્માર્ટ યુવતી બેઠી […]

ગુજરાતીમાં બોલો – ડૉ. પંકજ શા. જોશી

[ ‘નવનીત સમર્પણ’ જૂન-2006 માંથી સાભાર ] થોડા સમય પહેલા વડોદરા જવાનું થયું અને ત્યાં વિદ્યાર્થીઓ, યુવાનો તથા ઘણાય રસ ધરાવતા નાગરિકો સાથે વિજ્ઞાન તથા બ્રહ્માંડ વિષે ઘણા મજાના વાર્તાલાપો થયા. પરંતુ એ બધામાં, પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ગાળેલી એક બપોરના બે-એક કલાક મારે માટે અત્યંત યાદગાર બની ગયા. તેમણે મને આજના ગુજરાતની […]

શ્રાવણ અને આરાધના – ઉત્સવ વિશેષ

[આજથી શરૂ થતા શ્રાવણ માસ નિમિત્તે આપણે સૌ માણીએ શ્રાવણ માસને અનુરૂપ એક કાવ્ય અને શિવ સ્તુતિ. ] આ શ્રાવણ – બાલમુકુંદ દવે [રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર. ] આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી. આ કપૂર-કાયા સરી જશે […]

જૂનો વડલો – પ્રદીપ સંધવી

[આજથી એક વર્ષ પહેલા મુંબઈમાં જે તંગ પરિસ્થિતિ થઈ તેનું નિરૂપણ કવિશ્રીએ વડલાના માધ્યમથી કર્યું છે. આ રચનાઓ બોરીવલીના નેશનલ પાર્ક ખાતે આવેલા એક વડલાને સંદર્ભમાં રાખીને લખાઈ છે. રીડગુજરાતીને આ રચનાઓ મોકલવા બદલ શ્રી પ્રદીપભાઈ સંધવીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ] [1] 26 જુલાઈ 2005. ભારે જફા થઈ શહેરમાં, જાન, માલ, મિલકત, મકાનોની- ભારે! […]

મફત – રતિલાલ બોરીસાગર

[ આ કૃતિ શ્રી રતિલાલ બોરીસાગરના પુસ્તક “ ‘જ્ઞ’ થી ‘ક’ સુધી” માંથી સાભાર લેવામાં આવી છે. લેખકશ્રી એ ખલિલ જિબ્રાનના પુસ્તક ‘વિદાય વેળાએ’ની શૈલીમાં હાસ્યકટાક્ષની રચનાઓ લખી સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે. ] – પછી મફતિયા મેન્ટાલિટિ ધરાવતા એક ગૃહસ્થે પૂછ્યું, અમને મફત વિશે કહો. આ પછી તે બોલ્યા : મફત એ શ્રે પ્રભુનું […]

હઝલસંગ્રહ – કિરણ ચૌહાણ

[કવિ અને ગઝલકાર તરીકે વિવિધ સ્થળોએ કાર્યક્રમ આપતા તેમજ સાહિત્યક્ષેત્રમાં પ્રવૃત એવા સુરતના યુવા ગઝલકાર શ્રી કિરણભાઈ ચૌહાણે, હાસ્યને ગઝલોમાં વણી લઈ ‘ફાંફા ન માર’ નામનો એક હઝલસંગ્રહ પ્રગટ કર્યો છે. પ્રસ્તુત છે તેમાંથી બે-ત્રણ રચનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર.] સ્કીમ છે દોડવાની આમ તો આ સીમ છે […]

ફલાવરવેલી – કુન્દનિકા કાપડીઆ

ફરી એક વાર લોકો જોવા આવવાનાં હતાં. ફરી એક વાર સારાં કપડાં પહેરી, પ્રસાધનો વડે બને તેટલાં સુંદર દેખાવાની કોશિશ કરી, લજ્જા ને વિનયશીલતાનું મહોરું પહેરી બધાંની સામે બેસવાનું હતું. પરીક્ષા થવાની હતી. પ્રશ્નો પુછાવાના હતા. તેને ભયંકર ગુસ્સો આવતો હતો. પણ માબાપની સ્થિતિ જોઈને તે ગુસ્સો ગળી ગઈ. અરીસા સામે તૈયાર થતાં તે વિચારી […]

માણસને મૂંઝવતો સવાલ – ભૂપત વડોદરિયા

એક માણસને અમુક સમયે અમુક શહેરમાં અચૂક પહોંચી જવું છે. આ માણસ સમયસર તૈયાર થઈને ટ્રેનના મુકરર સમય કરતાં અડધો કલાક વહેલો સ્ટેશન પર હાજર થઈ ગયો છે. બીજો એક માણસ જે આ ટ્રેન પકડવા માગે છે તે હજુ પોતાના ઘરેથી સ્ટેશન પર આવવા માટે રવાના થયો નથી. રવાના થઈને તે હજુ રસ્તામાં જ છે […]

દિલનો રંગ – નાનાભાઈ ભટ્ટ

સાંજનો વખત હતો. સૂર્યનારાયણે પોતાની ઉગ્રતા સંકેલવા માંડી હતી. પંખીઓ બધાં પોતપોતાના માળાઓ તરફ પાછાં ફરતાં હતાં. સંધ્યાએ હજી આકાશમાં પોતાના સાથિયા આદર્યા ન હતા, એવે વખતે દિલ્હીના સરિયામ રસ્તા પર એક જુવાન આદમી ચાલ્યો જતો હતો. આદમીની ઉંમર બાવીસેક વર્ષની હશે. તેના શરીર પર સાદાં પણ સ્વચ્છ કપડાં હતાં અને માથા પર બદામી રંગનો […]

દિલતણો રાજા – દિલીપ ગજ્જર

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા બદલ શ્રી દિલીપભાઈ ગજ્જરનો (યુ.કે.) ખૂબ ખૂબ આભાર ] શબ્દનાતો ક્યાં કવિની નાતજાતો હોય છે એક તેનો શબ્દનાતો હોય છે એક તેનો એકડો જો ઘુંટિયો તો પછી ક્યાં રક્તપાતો હોય છે ભાવતાલોની કશી પરવા નથી પ્રેમીઓની દીલની વાતો હોય છે દુનિયા આખી ચહે જે ઢૂંઢવા પામનારો ગીત ગાતો હોય છે ના […]

‘અરધી સદીની વાંચન યાત્રા’ મારું પ્રિય પુસ્તક – જગદીશ શાહ

[ ફેબ્રુઆરી-2006માં પ્રકાશિત થયેલ અને કવિશ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદન કરાયેલ સુપ્રસિદ્ધ પુસ્તક ‘મારું પ્રિય પુસ્તક’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. આ પુસ્તકમાં વિવિધ સાહિત્યકારોએ પોતાને ગમતા પુસ્તકની વિગત, પુસ્તક ગમવાના કારણો અને બીજી અનેક રસપ્રદ વાતો કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી ચંદ્રેશભાઈ વૈદ્ય (એલિસબ્રીજ જીમખાના, અમદાવાદ) નો ખૂબ […]

વાચકોના કાવ્યો – સંકલિત

[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ ડૉ. નૂતનબહેન જાનીનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ] રાવ – નૂતન જાની રણની રેતી રાવ કરે પવનને ગમતું નથી તપવું હવે મારા મનને જઈને જળને કહી દો મન મૂકીને વરસે વનની લીલોતરી જોવાને આંખો આ તરસે સાવ સુકું ભઠ આંગણું એકલા નથી જીવાતું તરસ્યા આ હોઠ ને હૈયું મૃગજળ […]

બંધિયારને બદલે નવલદષ્ટિ – સં. મહેશ દવે

[ આ કૃતિ ‘પાંદડે પાંદડે મોતી’ નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ કૃતિ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો ખૂબ ખૂબ આભાર.] એક આરબ પાસે મિલકતમાં સત્તર ઊંટ હતાં. તેના અવસાન સમયે તેણે તેના ત્રણે પુત્રને બોલાવ્યા અને કહ્યું, ‘જુઓ, મારા મૃત્યુ પછી અંદરોઅંદર લડશો નહીં. મારી મિલકતમાં આઅ સત્તર ઊંટ છે. એ બધાંય […]

ગઝલ અને કાવ્ય – હિના વડગામા ‘મહેંક’

[ રીડગુજરાતીને પોતાની કૃતિઓ મોકલવા બદલ હિનાબહેન વડગામાનો (પૂણે) ખૂબ ખૂબ આભાર. ] યુવાનીમાં આંખો મહીં સ્વપ્ના ભરીને ચાલવાનું છે. જીવન સતત અંજલિ કરીને ચાલવાનું છે. લાખો મુસીબત માર્ગ છોને ચાલતા આવે; એ આગના દરિયા તરીને ચાલવાનું છે. સુખની વર્ષાની સાથ ગમનાં વાદળો આવે, તોએ દુ:ખોને પણ વરીને ચાલવાનું છે. તારે મહેચ્છાના જગતમાં જો રહેવું […]

બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા

યુવાન પુત્રી ઘરથી દૂર, બહારગામ ભણવા જાય ત્યારે એ કોઈ પણ માતા માટે ચિંતાનો વિષય બની જાય. પુરુષોને માતાની આ વેદના ન સમજાય એ સ્વાભાવિક છે કારણકે સંતાનના લોહી-માંસથી બંધાયેલા પિંડની સાથે પિતા કરતાં માતાનો વધુ સંબંધ હોય છે. જન્મ્યા પછી સંતાનની દુંટી સાથે બંધાયેલું પેલું નાડું કપાતાં માતાની લાગણીના સંબંધો કંઈ કપાઈ જતા નથી […]

બે ટચુકડી કથાઓ – પં. ચન્દ્રશેખરવિજયજી

કોણ ચડે ? પુણ્ય કે પુરુષાર્થ ? ન જાણે કેટલા સમયથી આ પ્રશ્ન ઉપર વાદ ચાલી રહ્યો છે. કોણ ચડે ? પુણ્ય કે પુરુષાર્થ ? હા, ઘણા વિદ્વાનોએ પોતપોતાની રીતે તેના ઉત્તરો તો આપ્યા છે. સાચો ઉત્તર એ છે કે જો પુણ્યકર્મ નબળું હોય તો પુરુષાર્થ તેને હડસેલી દઈને જીત મેળવી શકે છે. પણ જો […]

પ્રેમની જીત – બાળવાર્તા

[ ‘ચાંદામામા’ મેગેઝીનમાંથી સાભાર ] પ્રાચીન કાળમાં કાશી રાજ્ય પર રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એને સો પુત્રો હતા. તેમાં સહુથી નાનો પુત્ર સંવર હતો. રાજાએ સંવર સિવાય અન્ય પુત્રોને ગુરૂ પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. સંવરને બોધિસત્વ પાસે મોકલ્યો. બોધિસત્વ મહાજ્ઞાની હતા. એમની પાસે અનેક વર્ષો અભ્યાસ કરીને તે પ્રવીણ બન્યો. વર્ષો બાદ રાજકુમારોના ગુરુ […]

સુદામા ચરિત્ર – પ્રેમાનંદ

[ બાળપણમાં જેમણે સાથે વિદ્યાભ્યાસ કર્યો છે એવા બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે – એ ભૂમિકા પર રચાયેલું કવિશ્રી પ્રેમાનંદ કૃત આ સુપ્રસિદ્ધ આખ્યાનોમાંનું એક આખ્યાન છે.] [કડવું- 10 મું ] પછી શામળિયો બોલિયા, તને સાંભરે રે ? હાજી નાનપણાની પેર, મને કેમ […]

કાગપુરાણ – કનક રાવળ

[રીડગુજરાતીને આ રમુજી લેખ મોકલવા બદલ શ્રી કનકભાઈ રાવળનો (પોર્ટલેન્ડ, ઓરિગોન) થી ખૂબ ખૂબ આભાર] આજે સોળમો દિવસ થયો. હું રોજ ગણતરી કરું છું. પહેલે દિવસે એક, બીજે દિવસે બે એમ આજે સોળ કાગડા અમારા આંગણામાં નિયમિત હાજર થઈ ગયા છે. હવે મને ખાત્રી થઈ ગઈ છે કે મારા શ્રીમતીજી શરૂ કરેલા કાકભુશુંડી વ્રતનું જ […]

જીવનની બારી – પ્રણવ ત્રિવેદી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી (રાજકોટ) નો ખૂબ ખૂબ આભાર ] ધડામ…! પવનના વેગથી બારી બંધ થઈ અને પલ્લવીની તંદ્ર તૂટી. મનોમન તે બબડી પણ ખરી કે હજુ કેટલી બારી બંધ થવાની હશે કોને ખબર ? હજુ હમણાં તો વનમાં પ્રવેશેલી પલ્લવીએ જીવનમાં અનેક બારીઓને બંધ થતાં જોઈ હતી અને અંતરની કોઈ […]

ગુંચવાડાનો લ્હાવો લીજીયે રે !… – બકુલ ત્રિપાઠી

[‘બકુલ ત્રિપાઠીનું તેરમું…’ પુસ્તકમાંથી સાભાર.] કોઇ વાર એવું બને છે કે મારી ટેલિફોન લાઇન બીજા કોઇના ટેલિફોન જોડે જોડાઇ જાય છે. એટલે એક સાથે ત્રણ જણ ટેલિફોન કરતા હોય એવી સ્થિતિ ઊભી થાય છે. ક્યારેક તો ચાર જણ ! આપણો પોતાનો પતંગ ચગતો હોય ત્યાં બીજા કોઇ બે જણ આવીને ઝોલ નાખે એવું થાય છે! […]

ભજનગંગા – સંકલિત

[ રીડગુજરાતી વેબસાઈટ જોઈને વાપીના શ્રી ગોપાલભાઈએ, એક બેઠકે ત્રણ કલાક બેસી સુંદર 20 કાવ્યો/ભજનોની હાથે લખીને એક નોટ બનાવી અને તાત્કાલિક કુરીયરથી સપ્રેમ મોકલી આપી – એમના આ અહોભાવ માટે આભાર શી રીતે માનવો ? ખૂબ ખૂબ ધન્યવાદ. અનુકૂળતા પ્રમાણે તેમાંથી આપણે ભજનો માણતા રહીશું. – તંત્રી] મોજમાં રેવું – એક પ્રચલિત ભજન મોજમાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.