Archive for August, 2006

ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર

1970 ના દાયકાના ઉત્તરાર્ધમાં બૅંગલોરનો એક બાળક કૃષ્ણ-ભરત મુગ્ધ બની તેના દાદાને જુદાં-જુદાં છાપાં વાંચતાં જોતો. કન્નડ અને અંગ્રેજી ભાષાનાં અલગ-અલગ સમાચારપત્રો અને સામાયિકો તો ખરાં, ઉપરાંત અમેરિકાનું “ટાઈમ” સાપ્તાહિક પણ દાદાજીનું માનીતું. આટલું હજી ઓછું હોય તેમ દાદાજી દરરોજ બી.બી.સી.ના અને ટેલિવિઝનના સમાચારો પણ અચૂક સાંભળતા. દાદાજીની સાથે કૃષ્ણ-ભરત પણ સમાચારોમાં રસ લેતો થયો. […]

હાસ્યમેવ જયતે !!

[રીડગુજરાતી પર સમગ્ર ઑગસ્ટ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ] પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે. લેખક : સારા સમાચાર પહેલા આપો. પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે ! લેખક : અને માઠા સમાચાર શું છે ? […]

ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા

ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી એવો જ હું મારી એટેચી ને બિસ્તરો લઈ નીચે ઊતર્યો. પરિષદમાં જવાનું છેક છેલ્લી ઘડીએ નક્કી કર્યું હોવાથી કોઈની સાથે નીકળવાનું બની શક્યું નહોતું. આથી મારી એકલાની ચિન્તા કરતો હું એ અજાણ્યા શહેરમાં ઊતરી પડ્યો. પછી રિક્ષા કરી સરનામા મુજબ ઉતારાના સ્થળે પહોંચ્યો. સવારનું ધુમ્મસભર્યું વાતાવરણ ને ગુલાબી એવી ઠંડી. […]

ચિંતાને રામ રામ – પ્રકાશ ગજ્જર

અઘોર અંધારે, તારલાનાં તેજ વિશ્વવિખ્યાત સૂફી સંત, ફારસી કવિ અને મહાજ્ઞાની ફિલસૂફ શેખ સાદી એકવાર એક મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. ખરા બપોર. આગે ધધકતો રસ્તો. સાદીના પગમાં પગરખાં નહીં. એમને બહુ દુ:ખ થયું. ચિન્તા પણ થઈ કે આખો ઉનાળો શી રીતે જશે. એમણે જગતના સર્જનહારને ફરિયાદ પણ કરી કે એની પાસે મબલખ ખજાના હોવા […]

ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

‘ક્યાં ખોઈ નાખી ?’ લલિતે સહેજ તપીને પૂછ્યું : ‘એમ ખોવાય કેમ ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે ?’ હાંફળીફાંફળી થઈને નિર્મળા પર્સ ફંફોસવા માંડી. સીટીબસની ટિકિટો, દૂધનું કૂપન, મોટી બેનનું પૉસ્ટકાર્ડ, દવાના બીલ, કેટકેટલું નીકળ્યું ? પણ બક્ષીસાહેબે આપેલી ચિઠ્ઠી જ ન નીકળી. ભારે જતનથી સાચવેલી. એના ઉપર તો નોકરી મળવાનો […]

સ્પીડબ્રેકર – સુધીર દેસાઈ

સ્પીડબ્રેકર જેવો ઉંબરો ઘરમાં પ્રવેશતાં પહેલાં જ બાપુની સ્પીડ ઘટાડી નાખતો. બહાર ધમધમાટ કરતા ફરતા બાપુ ઘરમાં દાખલ થતાં પૂર્વે જ પોતાની ગતિ ઉપર કાબૂ મેળવી લેતા. ઘરના ઉંબરા પાસે આવતાં આવતાંમાં તો એ નવું રૂપ ધારણ કરતા. એમને એમની ગતિ અટકાવી દેવી પડી છે એનું સતત ભાન રહેતું અને મન ઉપર એનું દબાણ પણ […]

બે જીવનલક્ષી નિબંધો – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પ્રજાજીવનની સલામતી આ લખું છું ત્યારે મારી ચેમ્બરથી થોડે દૂર વિદ્યાર્થીઓનાં ટોળાં અવાજો કરતાં યુનિવર્સિટી કાર્યાલય પાસે એકઠાં થયાં છે. આ દશ્યો હવે મારા માટે નવા નથી. પણ જ્યારે જ્યારે આવાં દશ્યો જોયાં છે ત્યારે ત્યારે એક વિચાર આવ્યો છે કે આટલી યુવાશક્તિ અને તેનો આટલો સમય વેડફાય એ ક્યા દેશને પાલવી શકે ? લગભગ […]

ગણપતિ દર્શન : એક નવી દષ્ટિએ – અનીલ જોષી

ભાદરવો મહિનો બેસી ગયો છે. ગણેશ ઉત્સવનાં નગારાં ચારે તરફ વાગી રહ્યાં છે. વાતાવરણમાં અનેરો ઉત્સાહ પ્રસરી રહ્યો છે. ગણપતિબાપાના આગમનને વધાવવા માટે આખું શહેર થનગની રહ્યું છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ગણપતિનું વિશિષ્ટ સ્થાન છે. આપણે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરીએ છીએ ત્યારે આ દૂંદાળા દેવની સ્તુતિ કરીએ છીએ. મને બાળપણથી જ ગણપતિનું વિશેષ આકર્ષણ […]

ગણપતિ પૂજન : વેદ થી લોક સુધી – સંકલિત

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ | નિર્વિધ્નં કુરું મે દેવ સર્વકાર્યેષુ સર્વદા || પ્રાચીન કાળથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રી ગણપતિ પૂજનનો મહિમા ગવાયો છે. ઋગવેદ ‘ગણાનાં ત્વાં ગણપતિં હવામહે’ એમ કહીને શ્રી ગણેશજીનું આવહાન કરે છે. વિનાયક, વિધ્નહર્તા, ગણેશ અને ગજાનન જેવા જુદા જુદા નામથી પ્રચલિત શ્રી ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણાવાયા છે. તમામ ધાર્મિક […]

કાર્ટુનવિશ્વ – સંકલિત

[રીડગુજરાતીને આ કાર્ટુન મોકલવા બદલ સુપ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ મહેન્દ્રભાઈ શાહનો (અમેરિકા) આભાર. ] [ આ ઉપરાંત, નીચેના કાર્ટુન ‘હલચલ’ સામાયિકમાંથી (કોલકતા) સાભાર. આ માટે તંત્રી શ્રી સંજયભાઈ શાહનો તેમજ કાર્ટુનિસ્ટ શ્રી‘જામી’ ભાઈનો આભાર. ]

મારો દર્દી – જ્યોતીન્દ્ર દવે

એમ.બી.બી.એસની પરીક્ષા માનસહિત પસાર કર્યાને મને લગભગ પાંચ વર્ષ વીતી ગયાં હતાં. છતાં હજી પણ હું – ‘માખ મારતો હતો.’ એમ તો નહિ કહું, કારણકે (1) ડૉકટરની ‘ડિગ્રી’ મેળવતાં પહેલાં માખી કરતાં ઉચ્ચ પ્રકારનાં અનેક પ્રાણીઓને અમારે મારવાં પડે છે, અને ત્યાર પછી સૌથી ઊંચી જાતનાં પ્રાણીઓને મારવાનો અમને પરવાનો મળે છે; પરંતુ માખ ‘મારવાનું’ […]

રોજ ઊઠીને…. – તોશિયો ઈશી (છોકરો : 15 વર્ષ)

કો’ક કો’ક દી જ હું નિશાળે જાઉં છું. રોજ મારે ડુંગરામાં કામે જવું પડે છે. ડુંગરામાં હું લાકડા વીણું છું ને કોલસા પાડું છું. બીજા બધા છોકરાઓની જેમ મનેય રોજ નિશાળ જવાનું બહુ મન થાય છે. પણ હું કેમ કરીને જાઉં ? બાપા હતા તે ગુજરી ગયા છે; બા મામાને ઘેર જતી રહી છે. દાદાજી […]

ભેટ – ફાધર વાલેસ

હું વતનમાં પહોંચ્યો ત્યારે મારાં બા બીમાર હતાં. વિમાનમથકે મારા ભાઈ, ભાભી અને બીજાં સગાંઓ મને લેવા આવ્યાં હતાં. ત્યાંથી મેં બાને ફોન કર્યો. એમનો પ્રિય પરિચિત અવાજ સાંભળીને હું આનંદથી બોલી ઊઠ્યો : ‘બા ! હું અહીંયાં જ છું ! આવી ગયો છું ! બસ, થોડી વારમાં આવું છું. અહીંની વિધિઓ પતી જાય એટલે […]

ફૂલડાં – સંકલિત

અટકળોનો દરિયો – અઝીઝ ટંકારવી વ્યર્થતામાં એટલા ખૂંપી ગયા, તથ્યતાની આંગળી ચૂકી ગયા. સાચવી છે એક ચંચળ પળ અમે, કાફલા યુગના ભલે છૂટી ગયા. આંગળી છૂટી તમારી એ પછી – વાલિયાના વારસો લૂંટી ગયા. એક પંખી ઝાડ પર બેઠું અને – ડાળને ટહુકા વળી ફૂટી ગયા. ને પવન ભોઠો પડી પાછો ફર્યો, ફૂલ સૌ, ભમરા […]

અમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા

કેટલીક અજાણી વ્યક્તિ દ્વારા અનાયાસે એવું શિખામણ-વાક્ય નીકળી જાય કે જિંદગીભર યાદ રહી જાય. શિખામણ આપનારી વ્યક્તિને કદાચ એ યાદ હોય કે ન હોય ! લગભગ વીસેક વર્ષની ઉંમર એ વખતે. કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા આપી. હું નવરો પડ્યો, પણ એ નવરાશ માણું ન માણું તે પહેલાં પિતાએ મને એક ઠેકાણે કામે વળગાડી દીધો. આ […]

લાલન પાલન – બી. એન. દસ્તૂર

[‘સ્ત્રી’ સામાયિકમાંથી સાભાર ] એક સૂફીવાર્તા. બે દરવીશો સફરે નીકળ્યા. એક હતો અલમસ્ત. ચાર ઈન્સાનોનું ખાઈ જતો. મસ મોટી પાણીની મશક સાથે રાખતો જેથી તરસ કોને કહેવાય તેની એને ખબર જ ન પડે. ઊંટ મળે તો ચાલવાની તકલીફ ન લે. બીજો હતો સૂકલકડી. આખા દિવસમાં બે નાન મળે તો ભયોભયો. રણમાં આખો દિવસ પાણી ન […]

ફૂંકણિયાવિભૂષણ ! – બકુલ ત્રિપાઠી

[ વ્યસનમુક્તિ અંગે નામાંકિત હાસ્યલેખકોની વિનોદિકાઓનો સમાવેશ ધરાવતા પુસ્તક ‘છોડો વ્યસન સંગ’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ, પુસ્તકના સંપાદક ડૉ. ભરતભાઈ પરીખ (અમદાવાદ) તેમજ ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં આપેલી વ્યસન છોડવા અંગેની હાસ્યસભર કૃતિઓ સમયાંતરે રીડગુજરાતી પર માણતા રહીશું. […]

પાણીકળો – નાનાભાઈ ભટ્ટ

હું ફંડ કરવા નીકળ્યો ત્યારે સંસ્થાને જે સ્વરૂપમાં મૂકી ગયો હતો તેથી જુદી જાતનું સ્વરૂપ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું. આજ સુધી દક્ષિતામૂર્તિ સ્ટેશન પાસેની ધર્મશાળામાં ચાલતી હતી. અમે ફંડ માટે ગયા કે તરત જ મુ. ઓધવજીભાઈએ સંસ્થા માટે તખ્તેશ્વર પ્લોટ્સમાં એક મકાન ભાડે રાખ્યું. હું પાછો ફર્યો ત્યારે આ નવા લીધેલા ભાડાના મકાનમાં […]

એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ

આ આપનો સેવક એક વખત વરસાદના ઝપાટામાં આવી ગયો, ત્યારે એના પર જે જે વીત્યું તે તેણે, કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા, ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારેતરફ પાણીપાણી જ થઈ રહ્યું, અને […]

કેળવણી – અનિલ જોશી

[ આ કૃતિઓ સુપ્રસિદ્ધ કવિ તેમજ સાહિત્યકાર શ્રી અનિલ જોશીના પુસ્તક ‘જળની જન્મોતરી’ માંથી સાભાર લેવામાં આવી છે.] ‘પપ્પા, સ્કૂલ મટી ગઈ’ બાળક હંમેશાં સાચું બોલતું હોય છે. પણ આપણે એને ખોટું બોલતાં શીખવીએ છીએ. તમે જો કાન સરવા કરીને સાંભળશો તો તરત સમજાઈ જશે કે નકરું બાળક આપણા કરતાં વધારે સર્જનાત્મક અને સંસ્કારી ભાષા […]

ક્રાંતિકારી લોજ – રજનીકુમાર પંડ્યા

‘તારી ભાભી બહારગામ ગઈ છે, યાર.’ મહેન્દ્રે મને કહ્યું : ‘મારે તને ક્યાંક બહાર જમવા લઈ જવો પડશે.’ ભૂખ તો કકડીને લાગી હતી, પણ આ ધૂળિયા ગામમાં કોઈ જમવા લાયક ઠેકાણું હશે ? આજુબાજુના ગામના માણસો સવારે ખરીદી કરવા આવી સાંજના ચાલ્યા જતા હતા. બસ સ્ટેશનની આજુબાજુ અનેક રેંકડીઓ ફૂટી નીકળી હતી. ધૂળથી નહાયેલી બસો […]

એકાદ વાક્ય…. – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

એક પરિચિત ભાઈને ત્યાં જમવા જવાનું થયું. એમણે એક નાનકડો ફ્લેટ ખરીદેલો. એ વાતનેય ઠીકઠીક વર્ષો થયાં. એ વખતે જ કહેલું કે જમવાનું રાખો પણ વાત અણધારી રીતે ઠેલાઈ ગઈ. એમનું રહેઠાણ જોવાની મારા મનમાં ઈચ્છા તો હતી જ. પણ એમને ત્યાં જવું હોય તો બહારગામ જવા જેટલી તૈયારી રાખીને નીકળવું પડે એટલી દૂર એમની […]

વિશ્વકવિતા – નૂતન જાની

[ ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં લખાયેલા કાવ્યોનો સુંદર ગુજરાતી અનુવાદ કરીને ડૉ. નૂતનબેન જાનીએ ‘વિશ્વકવિતા : કવિતા તુલના’ નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે, જેમાંથી કેટલીક રચનાઓ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ નૂતનબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ] અગ્નિપથ – હરિવંશરાય બચ્ચન [મૂળભાષા : હિન્દી ] અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ ! […]

સ્વાતિબિંદુ – કલ્યાણી વ્યાસ

[રીડગુજરાતીને આ કાવ્યો-મુક્તકો મોકલવા બદલ શ્રીમતિ કલ્યાણીબેન વ્યાસનો (દહીંસર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] અંત નથી… આ મનના તરંગોનો અંત નથી આ વિચારોની સૃષ્ટિ શું અનંત નથી ? વ્યક્તિઓ છે અલગ, અહીં બંધાયેલું છે એનું વ્યક્તિત્વ, તેના છૂટકારાનો અંત નથી. ક્યાં છે માનવીમાં સ્વાતંત્ર્યતા કેરી સૌરભ ! જ્યાં ક્ષણ ક્ષણ આવતી પરાધીનતાનો અંત નથી. સબંધોના તાણાવાણા […]

બે પ્રેરક પ્રસંગો – સંકલિત

પરદેશી ધરતી – અજ્ઞાત [ ‘ગુજરાત દર્પણ’ સામાયિક (અમેરિકા), એપ્રિલ-2006 માંથી સાભાર ] પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) […]

જિંદગીને ચાહું છું – પરાજિત પટેલ

સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. દિવાળીની મોજ-મજા હંમેશા તે લૂંટી શકે છે, ચિંતા અને શોકની હોળી તેના જીવનમાં કદી પ્રગટતી દિવાળી જ હોય છે ! ટૂંકમાં તેને માટે હર એક દિવસ દિવાળી જ હોય છે. એક […]

ભુજ શહેરનો નાગર ચકલો – નરેશ અંતાણી

[ ગુજરાતી ઈતિહાસ પરિષદના મંત્રી તરીકે છેલ્લા સાત વર્ષથી કાર્યભાર સંભાળતા તેમજ ઈતિહાસ, પુરાતત્વને લગતા ‘વલો કચ્છડો’ સામાયિકના માનદ્ સંપાદક શ્રીનરેશભાઈના પુસ્તક ‘કચ્છ : કલા અને ઈતિહાસ’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. કચ્છની સંસ્કૃતિ, ઈતિહાસ અને સંશોધનોને લગતા લેખો, પુસ્તકો તેમજ સામાયિકો રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી નરેશભાઈનો (ભુજ-કચ્છ) ખૂબ ખૂબ આભાર.] ધરતીકંપે ભુજ […]

હોમવર્ક – અલ્પા શેઠ

[‘જનકલ્યાણ’ સામાયિકના વાર્ષિક અંકમાંથી સાભાર ] વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતો હતો. અમારા રસ્તા પર પણ ભરાયાં હતાં. એ જોઈને મમ્મીએ કહ્યું : ‘નીચાણવાળા રસ્તા પર તો ગળાડૂબ પાણી હશે. મુંબઈગરાઓનો રવિવાર બગડ્યો. આજે તો સાંજ પણ ઘરમાં જ વિતાવવી રહી. ચાલો આપણે ‘સ્ક્રેબલ્સ રમીએ’ ‘રમત શરૂ કરતાં પહેલાં જરા ‘ડિક્સનરી’ લઈ લેજે હં’ પપ્પાએ […]

શ્યામ ગુલાબી આકાશ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ આ ટૂંકા નિબંધો ડૉ. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક ‘શ્યામ ગુલાબી આકાશ’ માંથી સાભાર લેવામાં આવ્યા છે. ] જીવનમાં મહત્વ શાનું ? ‘શું છે’ તેનું કે પછી ‘શું હોવું જોઈએ’ તેનું ? સ્વ. ઉમાશંકરભાઈની સરસ મજાની પંક્તિઓનું સ્મરણ થાય છે. ‘ભૂતના સંસ્મૃતિ તારે, વર્તમાન ગૂંથી રહું. વર્તમાન મધુર સ્વપ્ને ભાવિની ઝંખના કરું.’ જીવનમાં સંતોષનું મહત્વ છે, […]

પ્રતીક્ષા – ‘મરીઝ’

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.