Archive for September, 2006

આઠમના આઠ ગરબા – નવરાત્રી વિશેષ

[ રીડગુજરાતીને આ સુંદર ગરબાઓ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ] [1] ગરબો, આવ્યો રે રમતો રમતો ગરબો, આવ્યો રે રમતો રમતો, મા નો ગરબો આવ્યો રે રમતો. અલક મલકતો હરતો ને ફરતો આવ્યો છે આજ માનો ગરબો. સોના કેરા દિવડા ગરબે મેલાવું રૂપલી જોડ તારલીયાની ગરબે મઢાવું […]

હાસ્યોત્સવ – સંકલિત

[સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકવામાં આવેલા ટૂચકાઓનો સંગ્રહ. ] નટુ : ‘આ બસમાં સિગારેટ પી શકાય ?’ ગટુ : ‘ના, જી.’ નટુ : ‘તો પછી આટલા બધા ઠૂંઠા ક્યાંથી આવ્યા ?’ ગટુ : ‘જે લોકો પૂછતા નથી તેમણે પીધેલી સિગારેટના હશે !’ ************* કાકા : ‘તારાં લગ્નની વાત કેટલે આવી ?’ ભત્રીજો […]

તમે મને ઓળખો છો ? – સ્મિતા કામદાર

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી સ્મિતાબહેન કામદારનો (દહીંસર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] કોણ છું હું ? કહી શકશો તમે ? આપણે મળ્યા છીએ ક્યારેય ? નથી મળ્યા ને, તો પછી મારા વિશે તમારી શું ધારણા છે ? નથી જાણતી હું અને તમે પણ, છતાં કોઈકના વિશે એને મળીએ કે મળ્યા વગર, ફકત એના […]

ટૉરેન્ટો દર્શન – ડૉ. જયકુમાર ર. શુક્લ

[‘કુમાર’ સામાયિક – ઑકટોબર 2004માંથી સાભાર.] માર્ચ, 2000માં મારો પુત્ર અમિત ટૉરન્ટો (કૅનૅડા) ગયો ત્યારે પશ્ચિમના દેશમાં જવાની તેની ખ્વાઈશ ફળીભૂત થઈ. આ અગાઉ તે 1997માં કિસુમુ (કેન્યા, પૂર્વ આફ્રિકા) સર્વિસ માટે ગયો હતો, અને તે બે વર્ષ ત્યાં રહ્યો પણ હતો. ટૉરન્ટો ગયા બાદ, દોઢેક વર્ષ પછી અમને ત્યાં બોલાવવાનો તેનો આગ્રહ હતો અને […]

રંગોની રમત – પ્રવીણસિંહ ચાવડા

હું આ પ્રકારની વાતોમાં માનતો નહોતો. બે-ચાર માણસોએ જુદા જુદા સંદર્ભોમાં કહ્યું હતું – અમુક ઘટના યોગાનુયોગ બને તો એનો કંઈક અર્થ હોય. એ કંઈક શુભનું જ સૂચન કરતી હોય. એમાં માનવું, એનો સ્વીકાર કરી લેવો. આ તો હવામાં દોરાયેલી લીટીઓમાં માનવા જેવી વાત હતી. એક લીટી આમ દોરાયેલ હોય, બીજી આકાશમાંથી નીકળી દૂર બીજા […]

ઓથાર – મીનલ દવે

હાથ કમ્પ્યુટર પર કામ કરતા હતા, આંખ ઘડિયાળ પર ફરતી હતી. આજે પહેલી મેમુ નહીં પકડાય. મિસિસ રાવ પણ ખરાં છે ! એમને છેક છૂટવાને સમયે કામ યાદ આવ્યું. એમની એ વાત ખરી કે દસ-બાર દિવસ પછી આજે ઑફિસ ખૂલી છે, એટલે કામ ભેગું થઈ ગયું છે. પણ બહેન મારી, તું તો હમણાં તારા વરના […]

એ…રી…મૈં તો કૂપન દિવાની….. – કલ્પના દેસાઈ

[ પૂર્વભૂમિકા : છેલ્લા કેટલા સમયથી છાપાઓમાં (ખાસ કરીને અહીં ગુજરાત રાજ્યમાં) રોજ એક કૂપન આવતી હોય છે. અમુક ચોક્કસ દિવસે તેનું ફોર્મ આપવામાં આવે છે. આખા મહિના દરમિયાન છાપામાં છપાયેલી એ કૂપનો કાપીને પેલા ફોર્મ પર ચોંટાડવાની હોય છે. એ ફોર્મ, અખબારમાં સૂચના આપ્યા પ્રમાણે અમુક નક્કી દિવસે, અમુક નિશ્ચિત કરેલી જગ્યાએ જઈને આપવાથી, […]

નીકળ – મનહર જાની

રોક્કળ ને રોદણામાંથી નીકળ બાચકા-બાખોણિયામાંથી નીકળ. મૂક તડકે સાત પેઢીનો સંબન્ધ વૈતરાં – વાણોતરાંમાંથી નીકળ. લાગણીઓના લબાચા લઈ બધા ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ આ રીતે ફતવા ન કર માણસતૂણસ પાંગળા પોતપણામાંથી નીકળ. ઊઠ ઊભો થા ગમે ત્યાં જા બીજે માંદગીના માંદણામાંથી નીકળ. જૂનવાણી સ્વપ્નના સિક્કા લઈ આંખના ઈસ્કોતરામાંથી નીકળ જા ભૂલી જા કક્કો-બારખડી બધું આ […]

ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી

ગુજરાતના એક મહાન સપૂતની આ વાત છે. નાની વયમાં આ ગુજરાતી સપૂતે એવી સિદ્ધિ મેળવી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, દુનિયાભરમાં એણે પોતાના નામ અને કામનો ડંકો વગાડ્યો ! એના નામ અને કામને જાણીએ એ પહેલાં એના બાળપણનો એક સ-રસ પ્રસંગ જોઈએ. દર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત […]

શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા

[વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના મંદિર સ્થાપત્યને […]

ઘર – મનસુખ સલ્લા

ઊભા રહીને થાકી જવાયું. પગ ગળતા હોય તેવી કળતર થવા માંડી. સુધાંશુએ દરવાજાના સળિયાનો ટેકો લીધો. બંને બાજુના રસ્તા ઉપર આંખ ખેંચીને જોવાય ત્યાં સુધી દૂર જોઈ લીધું. એકાએક તેનું હૈયું આંખમાં આવી ગયું – એ, બ્રિન્દા જ છે ! એ જ બૉબ્ડ હેર, ગુલાબી ડ્રેસ, એ જ સોટા જેવો સીધો દેહ, ગર્વથી ઊંચું માથું. […]

ચરણરજ સંગ્રહ સ્થાન – ડૉ. થૉમસ પરમાર

[વિનોદકથા] તમે પ્રાચીન ચીજ-વસ્તુઓના કે કોઈ ખાસ વિષયને લગતાં સંગ્રહસ્થાનો એટલે કે મ્યૂઝીયમો જોયાં હશે. આજે મારે તમને એક વિશિષ્ટ પ્રકારના સંગ્રહસ્થાનની – ચરણરજ સંગ્રહસ્થાનની – વાત કરવી છે. ચરણ-રજનો અર્થ પગની ધૂળ એમ કહેવાની જરૂર જોતો નથી. પગની ધૂળનું સંગ્રહસ્થાન હોય ખરું ? હા, ઘેરઘેર આવું સંગ્રહસ્થાન જોવા મળે છે. હજુ તમને આ સંગ્રહસ્થાનનો […]

અજાણ્યા સરનામા – શ્રેયા સંધવી શાહ

[ સુપ્રસિદ્ધ અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના લેખિકા તેમજ વ્યવસાયે ગ્રાફીક ડીઝાઈનર એવા શ્રીમતી શ્રેયાબેન(વડોદરા) – કાવ્યો, ગઝલો ઉપરાંત સુંદર ટૂંકીવાર્તાઓ અને વર્તમાનલક્ષી લઘુ નવલકથાઓ પણ લખે છે. તેમની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ તેમજ ‘નવનીત સમર્પણ’ જેવા અનેક સાહિત્યના સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર અછાંદસ કાવ્યો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ […]

ગઝલસંહિતા – રાજેન્દ્ર શુક્લ

[ જૂનાગઢના કવિશ્રી રાજેન્દ્ર શુક્લને નરસિંહ મહેતા એવોર્ડ પ્રદાન કરવામાં આવનાર છે એ અનુસંધાનમાં, આ એવોર્ડ ને સાર્થક કરતી એમની બે ગઝલ રચનાઓ એમનાં ગઝલ સંગ્રહ- ‘ગઝલસંહિતા’માંથી સાભાર. ] ચેત મછંદર… ના કોઈ બારું, ના કોઇ બંદર ચેત મછંદર, આપે તરવો આપ સમંદર ચેત મછંદર! નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર, ચેતવ ધૂણો […]

શ્રી અંબાજી આરતી અને ગરબા

‘ગરબો’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ભકતકવિ નરસિંહ મહેતાએ કર્યો. ગુજરાતમાં ‘ગરબો’ શબ્દપ્રયોગ ઈ.સ 1415 થી ઈ.સ. 1480 થી વપરાતો આવ્યો છે. તમિળ ભાષામાં ‘કુરવઈ કટ્ટ’ એ નૃત્યસમૂહનો પ્રકાર છે, જેનો અર્થ ‘ગુરબી’ થાય છે અને ગુરબીમાંથી ગરબી શબ્દ બન્યો. પછી ગરબીને ‘ગરબો’ નર સ્વરૂપ અપાયું હોવાનું કહેવાય છે. ‘ગરબા’નું મધ્યકાલીન સ્વરૂપ (સાહિત્ય) વલ્લભ મેવાડાએ પ્રગટાવ્યું […]

એલિફન્ટાની મુસાફરી – નટુ મિસ્ત્રી

1954-55ની વાત છે…. જ્યારે મુંબઈ દ્વિભાષી રાજ્ય હતું. ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું ન હતું. એટલે કલાના વિદ્યાર્થીઓને કલાની ઉચ્ચ પરીક્ષાઓ આપવા માટે મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં જવું પડતું. અમે પણ અમદાવાદના પાંચ મિત્રો બીજા વર્ષની પેઈન્ટિંગની પરીક્ષા આપવા મુંબઈ ગયેલા. કલાની પરીક્ષામાં વાંચવા કરવાનું હોય નહિ. એટલે માનસિક ભાર જરાય ન લાગે. પરીક્ષા લગભગ […]

સેવા દ્વારા પર્સનાલિટી – પાર્થ વસાવડા

[ ‘અભિયાન’ સામાયિક (ઓગસ્ટ 2006) ના અંકમાં પ્રકાશિત થયેલો એક યુવાલક્ષી લેખ સાભાર. ] ‘સૌને પોતાના દેશ, રાજ્ય કે શહેર માટે કંઈક ને કંઈક કરવાની ઈચ્છા જરૂર હોય છે, પરંતુ દરેકને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. પણ જો તમારે સેવા કરવી જ હોય અને તેનો દઢ નિશ્ચય તમારા મનમાં થઈ જાય તો તમે ક્યાંય પાછા નહીં […]

સાંબેલું, સૂપડું અને સૂંડલા – ભગીરથ બ્રહ્મભટ્ટ

[ ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર ] આજે તો પ્લાસ્ટિકનાં, સ્ટીલનાં, ઍલ્યુમિનિયમનાં વાસણો બજારમાં આવી ગયાં છે એટલે સૂંડલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે. ગ્રાઈન્ડર અને હૅન્ડમિક્સીના વપરાશે સાંબેલું ભુલાવી દીધું છે અને સૂપડાનો ઉપયોગ પણ ઘણુંખરું રહ્યો નથી, પણ આ ત્રણેય સાધનોથી ઘર ત્યારે જીવતું જણાતું. એ ત્રણેયથી કૃષિપરિવાર બંધાયેલો. ખાંડણિયો પણ ક્યાં રહ્યો છે ? […]

અપરાધ – જયંતિ એમ. દલાલ

મોરબીના શાહ સોદાગર ચાંપશીભાઈ ગડાએ બાપદાદાના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ભુજમાં રહેતા એમનાં સગાવહાલાં, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉમળકાથી આવકાર્યા. 1979માં મોરબીના મચ્છુડેમમાં પૂર આવવાથી પોતાનું સર્વસ્વ હોમાઈ ગયું હોવાથી ચાંપશીભાઈ કુટુંબકબીલા સાથે ભુજમાં નસીબ અજમાવવા આવ્યા હતા. કોઈને એમના આગમનની ખબર ન્હોતી પડવા દીધી. ચાંપશીભાઈ ભુજની શાળામાં ભણ્યા હતા તો કૉલેજનું શિક્ષણ મોરબીમાં લીધું હતું. […]

તું પ્રેમ છું – નટવર મહેતા

[ રીડગુજરાતીને આ ત્રણ ગઝલો ‘તું’, ‘પ્રેમ’, ‘છું’ મોકલવા બદલ શ્રી નટવરભાઈ મહેતાનો (લેઈક હોપાટકોંગ, ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.] ‘તું’…… શોધું હું બહાનું તને મળવાનું ને પછી કદી જુદા ન પડવાનું જાગતી રાતો અને આવતી યાદો સપનું આવે તારું છાનું-માનું કરું હું તારી પૂજા ને અર્ચના નથી રહ્યું બાકી કંઈ કરવાનું કેમ કરી જીતુ […]

ડોક્ટર સેવકરામ સેવાવાળા (હાસ્ય નાટક) – નીલમ દોશી

[લેખિકા શ્રીમતી નીલમબહેન દોશી(કોલકતા)નું નાટકોને લગતું પ્રથમ પુસ્તક ચાલુ મહિનાના અંતમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ માં પસંદગી પામીને પ્રકાશિત થવાનું છે. હજી પુસ્તક માર્કેટમાં આવે એ પહેલા તેમણે રીડગુજરાતીના વાચકો માટે તેમાંનું આ એક હાસ્ય નાટક મોકલી આપ્યું છે, જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nilamhdoshi@yahoo.com ] […]

દેશી Vs ડૉલર – પૂર્વી ગજ્જર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી પૂર્વીબહેન ગજ્જરનો (ઑસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : purvi_gajjar@hotmail.com ] આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહિ….. રમેશ પારેખની કવિતાની આ કડી કેટલા લોકોની જિંદગીની વાસ્તવિકતા હશે….શું ખબર ? ખાસ કરીને પરદેશમાં રહેતાં ભારતીયોની જિંદગી. જો કે જિંદગીને માપનારા જેમ […]

અજવાળું મેળવો દશે દિશાથી – સતીષ ડણાક

[ સ્વેટ માર્ટનના અંગ્રેજીમાં લખાયેલા જીવનલક્ષી લેખોને લેખકે સુંદર અને સરળ ભાષામાં કાલ્પનિકપાત્રો વડે વાર્તા સ્વરૂપે આ પુસ્તકમાં રજુઆત કરી છે. રીડગુજરાતીને ‘અજવાળું મેળવો દશે દિશાથી’ પુસ્તક મોકલવા બદલ પ્રો. સતીષભાઈ દણાકનો ખૂબ ખૂબ આભાર.] ડાયરો બરાબર જામ્યો હતો. જામવાનું કારણ શાહસાહેબ ઘણા દિવસ પછી મહેમાન બન્યા હતા તે હતું. બહાર પણ વરસાદી માહોલ જામ્યો […]

કોણ વડેરું – શિવદાન ગઢવી

વસંતકાકા તે દિવસની જેમ આજે પણ ઘરની બહારના આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હતા અને ટપાલીએ તેમના હાથમાં કવર મૂક્યું. ટપાલીએ વસંતકાકા સામે જોઈને કહ્યું : ‘સરપંચ, શેઠની ટપાલ હોય તેમ લાગે છે. કવર ઉપરનું નામ અને પરદેશની મહોર જોઈને ટપાલીએ કહ્યું હતું. તેનું અનુમોદન આપતા કાકાએ ટૂંકમાં કહ્યું. ‘ હા.’ તેઓ આગળ કંઈ ન બોલ્યા. […]

ચેન્જ – મુકુન્દ પરીખ

તે કૉલેજથી ઘરે આવી ત્યારે સાંજના પાંચેક વાગ્યા હતા. ઝડપથી કપડાં બદલીને તે રસોડામાં ગઈ. આમ તો તે ચા કે કૉફી પીતી નથી પણ આજે પપ્પાને કૉફી પીવામાં ‘કમ્પની’ આપશે એમ મનોમન નક્કી કરીને તેણે બે કપ કૉફીનું પાણી લીધું. પાણીની તપેલી ગેસ ઉપર મૂકીને તે નાસ્તાના વિચારમાં પડી. બ્રેડ-બટર, ટોસ્ટ, સેન્ડવીચ, ખારી બિસ્કિટ, ખાખરા, […]

ફૂલ – સુરેશ ઓઝા

મને ફૂલોનો જરાય શોખ નથી. શિક્ષકના હાથમાં તે સારુંયે ન લાગે. ‘ફૂલ લાવી આપું ?’ રિસેસમાં હું ઊભો હતો ને તેણે મને પૂછ્યું. ‘ના.’ ‘અહીં જ છે પછવાડે.’ તેણે કહ્યું, ‘દેખાડું ?’ ‘અત્યારે નહીં.’ મેં કહ્યું, ‘સાંજે વાત.’ તે જતો રહ્યો. ફૂલ મને કાયમ મળે. સામે બારીમાં પગ ટેકવી ખુરશીને ઉલાળી હું બેસતો. નિશાળ છૂટ્યા […]

નિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય

[‘નિતાંત’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના] 1970-71ના વર્ષમાં કૉલેજમાં એડમિશન લેતી વેળા મારી સાથે બે ભાઈઓએ એડમિશન લીધું. પરેશ ઝવેરી અને સુરેશ ઝવેરી. અમારી અનાયાસ ઓળખાણ આત્મીય મૈત્રીમાં પરિણમી. કૉલેજના અભ્યાસનો સમય અમે સાથે વિતાવ્યો. બન્નેય ભાઈઓને મુશાયરામાં જવાનો ગજબનો શોખ. એમાંથી જ કદાચ સુરેશ લેખનપ્રવૃત્તિ તરફ વળ્યો હશે. 1973ના અરસામાં એણે લખેલું એક હાઈકુ આજે પણ મને […]

છપ્પા – અખો

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યના કેમ વણેશ ? શબ્દ કેરો શઢ ક્યમ થાય ? આકાશ તે ક્યમ તોળ્યું જાય ? એવું વચન અણલિંગી તણું, અખા નહીં કો પર-આપણું. ધને, તને, કો મોટા કુળે, કો વિદ્યા કો ખાંડાબળે. એ મોટમ સઘળી જાયે ટળી, જ્યમ આતશબાજી પલકે બળી. અખા કારણ વિના વડપણ તે વડું, જ્યમ સ્વલ્પમૂલ્ય […]

હીપ હીપ હુરર્રે… (બાળનાટક) – પ્રકાશ લાલા

[ આ બાળનાટક ભજવવા માટે કોઈ મંજૂરી લેવાની આવશ્યકતા નથી. તેમ છતાં ભજવનાર સંસ્થા ભજવણી પછી, જો લેખકને (‘વ્રજ’, પ્લોટ નં 1528/2 સેક્ટર 2-સી, ગાંધીનગર-382007, ગુજરાત) ખાતે પત્રથી જાણ કરશે તો લેખકને આનંદ થશે. અથવા આપ રીડગુજરાતીને ઈ-મેઈલથી પણ જાણ કરી શકો છો. ] પાત્રો : ચીકો, મીકો, કેતન, પિન્ટુ, સનત, લાલુ, રાજુ, નયન, સ્વીટુ, […]

ખાલી હાથનો વૈભવ – રશીદ મીર

[1] રેત પરનાં પગલાઓ ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ, હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ. ઘડીમાં રાતની ઉકલી જશે સમસ્યાઓ, રહે છે ચેનથી ઝુલ્ફામાં એના દ્વિધાઓ. અવાજના દીવા એકાંતે ઓલવી દીધા, સૂતો છું રાતના ઓઢીને એના પડઘાઓ. અધૂરી લાગી છે તારા મકાનની રોનક, નડ્યા છે આંખને બારી ઉપરના પડદાઓ. મળી શકાય […]

Copy Protected by Chetan's WP-Copyprotect.