Archive for October, 2006

ધારો કે રાણી તમે જીતી ગયા – પાયલ શાહ

[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધાની પ્રથમ વિજેતા કૃતિ આજે સાઈટ પર મૂકતાં અત્યંત આનંદ અનુભવું છું. સ્પર્ધાની આ કૃતિઓથી વાચકોને લેખનની પ્રેરણા મળે અને આપણું ગુજરાતી સાહિત્ય વિવિધરંગી બને તેવી આશા રાખું છું. આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનીક છે. વ્યવસાયે ફેશન ડિઝાઈનર એવા લેખિકાએ, વાર્તામાં ઘટનાનું સુંદર નિરૂપણ કર્યું છે. રીડગુજરાતી તરફથી તેમને ખૂબ […]

સોના – મીના છેડા

[રીડગુજરાતીની આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પામેલી આ કૃતિ રજૂ કરતાં ખૂબ જ હર્ષ અનુભવું છું. સાહિત્ય અને સમાજસેવા સાથે સંકળાયેલા એવા લેખિકાએ, વર્તમાન સમયની સમસ્યાઓને વાર્તામાં સુંદર ભાવવાહી સ્વરૂપે રજૂ કરી છે. રીડગુજરાતી તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : mymitra007@yahoo.co.in -તંત્રી ] વહેલી સવારે જ આંખ […]

તબિયતનો પ્રભાવ – મુકુન્દરાય પંડ્યા

[હાસ્યલેખ] મારો એક ઓળખીતો કંપાઉન્ડર નોકરી કરતો હતો. તે જ્યારે જ્યારે સામે મળે ત્યારે અચૂક પૂછે, ‘કાં, કેમ છે તબિયત ?’ અને એક દિવસમાં એકાદ વાર જ નહિ, જ્યારે જ્યારે મળે ત્યારે, દસ મિનિટમાં જ બીજી વાર મળ્યો હોય તોપણ, તે તબિયતના સમાચાર પૂછવાનો જ. પહેલાં તો મને લાગતું કે એની કંપાઉન્ડરની નોકરીને લીધે દરદીઓ […]

પ્રસન્નતાની પાંખડીઓ – ફાધર વાલેસ

[1] અપરિગ્રહ વૃદ્ધ સ્ત્રી દાતણનો રોજનો ઢગલો વેચવા શેરીના નાકે બેઠી હતી, અને રોજ કરતાં આજે થોડીક વારમાં આખો ઢગલો વેચાઈ ગયો હતો એમાં એક ઘરાક આવીને નિરાશ થયો કે આજે દાતણ નહિ મળે એટલે વૃદ્ધાને કહેવા લાગ્યો : ‘માજી, આજે જલ્દી જલ્દી તમારો માલ વેચાઈ ગયો. હજી બહુ વહેલું છે એટલે જઈને બીજો ઢગલો […]

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – મીનાક્ષી ઠાકર

ગુજરાત – ગુર્જભૂમિ – ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ. ગુજરાતનાં આધ્યાત્મિક મૂળ ખૂબ ઉંડા છે. ગુજરાત ઈતિહાસ, કથા અને સંસ્કૃતિના ભવ્ય, સમૃદ્ધ અને અમૂલ્ય વારસાથી સમૃદ્ધ છે. ગુજરાતનાં તીર્થસ્થાનો અને યાત્રાધામો આપણી સંસ્કૃતિના આગવા અંગો છે તો અહીં થી જ સૌ પ્રથમ ગુજરાતી પ્રજાએ વેપારની […]

બદલાતા સંબંધો : પિતા પુત્રની દષ્ટિએ – કે.કા. શાસ્ત્રી

[ વિદ્વાન સાહિત્યકાર, સર્જક, સંશોધક તેમજ સારસ્વત એવા શ્રી કે.કા. શાસ્ત્રીનું થોડા દિવસો પહેલા 102 વર્ષની વયે નિધન થયું. તેમણે મોટાભાગે સંશોધનલેખો અને ઉચ્ચ પ્રકારનું ગુજરાતી ભાષાનું કાર્ય કર્યું છે. તેમના સમાજલક્ષી નિબંધોને લગતા એક પુસ્તક ‘નભોવાણી’ માંથી આ એક લેખ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે સાભાર. ] આ વિષય આપણી સામે આવતાં તૈત્તિરીય ઉપનિષદની શિક્ષાવલ્લીનું પેલું […]

પંચાગના શબ્દાર્થ – સંકલિત

[રોજબરોજ પંચાગમાં આપણે અમુક શબ્દો વાંચતા હોઈએ છીએ પરંતુ ઘણીવાર તેનો અર્થ કે તેના કારણ વિશે આપણે ખ્યાલ નથી હોતો. એવા કેટલાક શબ્દોના અર્થ અત્રે સંકલિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા વાચકોને ઉપયોગી થઈ પડશે – તંત્રી ] [1] ‘પંચાગ’ એટલે શું ? જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં […]

ત્રણ ગઝલો – સંકલિત

જ્યારથી….. – હસમુખ મઢીવાળા જ્યારથી આ સૂર્ય સાથે ચંદ્રનું સગપણ થયું, ત્યારથી આ સુદ અને વદનું શરૂ પ્રકરણ થયું. ઝાંઝરી પહેરીને નીકળી રાત્રિ જ્યાં આકાશમાં, ત્યારથી આ પૃથ્વી પર લ્યો આટલું રણઝણ થયું. પાસમાં નીકળ્યું ઊગી જ્યાં વૃક્ષ બાવળ નામનું, ત્યારથી વડપીંપળાના વૃક્ષનું વડપણ થયું. ને વળી ફુલમાં સુગંધીનું થયું પ્રાગટ્ય જ્યાં, ત્યારથી ભમરા ને […]

માવડિયો – અલતાફ પટેલ

[‘ગુજરાત’ સામાયિક. માહિતિ નિયામક ખાતું, ગાંધીનગર. ગુજરાત સરકાર તરફથી સાભાર. ] ઑફિસેથી સાંજે આવીને રક્ષકે જોયું તો બા ખુરશીમાં એકદમ સૂનમૂન બેઠેલાં. રક્ષક કીચનમાં જઈ જોઈ આવ્યો તો બાએ કશું જ ખાધું નહોતું. એ તુરત બાનાં ચરણો પાસે નીચે બેસી ગયો. ‘બા, તમે આખો દિવસ જમ્યા નહીં ? તમને કેટલી બધી અશક્તિ આવી જશે. તમે […]

પ્રાચી – સુરેન્દ્ર પટેલ

[‘દીકરી મારી લાડકવાયી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓના પોતાની દીકરી વિશેના સુંદર લાગણીભીનાં પ્રસંગો વર્ણવેલાં છે. પ્રસ્તુત લેખના લેખક શ્રી સુરેન્દ્રભાઈ મૂળ ગાડા ગામના (સોજિત્રા પાસે) છે. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા શ્રી સુરેન્દ્રભાઈ અમદાવાદની સુપ્રસિદ્ધ ‘વિશાલા’ હોટલના માલિક છે.] સુરેન્દ્ર પટેલના ઘરમાં જ્યારે ત્રીજી દીકરી અસ્તુનો જન્મ થયો ત્યારે તેમનાં માતા […]

પાન લીલું જોયું ને….. – ડૉ. પ્રદીપ પંડ્યા

[વાર્તા] શ્રીયુત બિરેન શાહ, શહેરના નામાંકિત વકીલ હતા. તેઓ આમ તો સીવીલ કેસોના નિષ્ણાત હતા, પણ તેઓને ખરી નામના તો છૂટાછેડાના કેસોને લીધે મળતી હતી. શહેરમાં એવા કેટલાય કુટુંબો હતા, જેઓના લગ્ન જીવન તેઓને આભારી હતા. તેઓના છૂટાછેડા બિરેન શાહે અટકાવ્યા હતા અને આ બધા જ યુગલો તેમને માનથી નિહાળતા હતા અને દર વર્ષે કોઈ […]

વાસંતી કોયલ – વર્ષા અડાલજા

[નાટક – રીડગુજરાતીને આ નાટક ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] [ સુખી ઉચ્ચ મધ્યમવર્ગનું હોય તેવું ઘર. સમય : વહેલી સાંજ. લેચ કી થી બારણું ખોલી ચાવી ઉછાળતો સુનિલ પ્રવેશે. પાછળ જ છે વાસંતી. બન્ને ખુશમિજાજ બનેલા ઠનેલા છે. હાઇ હિલ્સ ઉતારતી, પર્સ સોફામાં ફેંકતી વાસંતી સોફામાં પડતું […]

ગુમરાહ – ગિરીશ ગણાત્રા

[વાર્તા] ‘મે આઈ હેવ યોર ટિકિટ, પ્લીઝ ?’ ટિકિટ ચેકરે ફર્સ્ટ-કલાસના કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પૂછ્યું. એક પછી એક મુસાફરે પોતાની ટિકિટો બતાવવાની શરૂ કરી. ટિકિટના નંબરો, તારીખ અને મુસાફરીનો મુકામ જોઈ, ટિકિટો પર પેન્સિલથી લીટી મારી, ટિકિટ ચેકરે પાછી આપી, પરંતુ કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા છઠ્ઠા મુસાફરે ટિકિટ ચેકર પાસે ટિકિટ પાછી લેતાં પૂછ્યું : […]

નેધરલૅન્ડના હેંગલો ગામનો પ્રવાસ – ચંદ્રિકા લોડાયા

[પ્રવાસ લેખ : નવનીત સમર્પણમાંથી સાભાર.] ચોખ્ખાચણાક રસ્તા, ઊંચા ઘટાદાર વૃક્ષો, રસ્તાની બંને બાજુ છવાયેલી હરિયાળી, એ હરિયાળીની વચ્ચે રૂપકડાં ઘરો. પંદર-વીસ ડગલાંના અંતરે નાનકડું તળાવ, તળાવમાં તરતાં લીલી ડોકવાળાં બતક અને દૂધ જેવાં શ્વેત હંસ-યુગલો ! જાણે કોઈ ચિત્રકારે દોરેલું સુંદર ચિત્ર જોઈ લો ! આ ચિત્ર છે નેધરલૅન્ડના હૅંગલો ગામનું ! પહેલી નજરે […]

ખોવું અને શોધવું – રીના મહેતા

[લલિત નિબંધ] દર થોડાં કલાકે અથવા રોજ, રોજ નહિ તો દર બે-ચાર દહાડે, એમ નહિ તો પાંચ-સાત દહાડે મારું કંઈક ને કંઈક ખોવાઈ જાય છે. મારું નહિ તો ઘરના કોઈક સભ્યનું પણ એ શોધવું તો મારે જ પડે એવી સ્થિતિ સર્જાય છે. હવે, એ ખોવાયેલી વસ્તુ ગમે તેટલી નજીવી, નકામા જેવી હોય, પણ ખોવાવાની ક્ષણે, […]

નવા વર્ષે તણાવમુક્ત રહો, આ રીતે ! – મોહિની દવે

[આરોગ્ય]આપણામાંના ઘણાં સવારે વહેલાં ઉઠનારા છે તો કેટલાક રાત્રે મોડા સુધી જાગીને મોડાં ઊઠે છે. પણ જેઓ સવારે નવથી સાંજે પાંચની નોકરી કરે છે તેઓનો દિવસ તો ક્યાં વીતી જાય છે ખબર નથી પડતી. પાછું કામ તો ખૂટતું જ નથી. જેઓ ઉત્સાહભેર આખું અઠવાડિયું પસાર કરે છે, તેઓ સપ્તાહના અંતે આરામ કરવાના મૂડમાં જ હોય […]

દિવાળી એટલે… – દિનકર જોષી

[ચિંતનાત્મક] કહે છે કે દિવાળી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય. દિવાળીના દિવસે એટલાં બધાં કોડિયાં એટલી બધી જ્યોતથી બધું ઝળાંહળાં થઈ જાય કે એ રાત અમાવાસ્યાની ગાઢ અંધકારમય રાત્રિ હોવા છતાં અંધકાર, પરાસ્ત થઈ જાય. આમ પ્રકાશનો વિજય સ્થાપિત થાય. પણ અંધકારનો આ પરાજય તો દિવાળીના એક જ દિવસે થયો. બાકીના ત્રણસો ચોસઠ દિવસનું શું […]

હરડેપાક ! – નવનીત સેવક

[હાસ્ય લેખ] તે દિવસે ઘરની નજીક પહોંચતાં જ નીચેવાળા નાથાભાઈએ મને સીડી ઉપર આંતર્યો. એ કહે : ‘લતાબહેન ઘરગથ્થું અનાજ દળવાની ઘંટી ખરીદી લાવ્યાં છો કે શું ?’ ‘ના !’ મેં કહ્યું. ‘તો પછી તમારા રૂમમાં ભોંયતળિયું સરખું કરવા માટે ક્રિકેટના મેદાનમાં વપરાય છે તેવું રોલર તો નથી લાવ્યા ને ?’ ‘ના, પણ છે શું […]

અમે મફતને પરણાવ્યો – જયંતીભાઈ પટેલ

[વ્યંગકથા: રીડગુજરાતીને આ વ્યંગકથા મોકલવા બદલ શ્રી જયંતીભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.] અમારો મફત આમ તો પૂરો બત્રીસ લક્ષણો અરે બત્રીસ શું પૂરો તેત્રીસ લક્ષણો પણ કરમની કઠણાઈ કે એ પરણવામાંથી રહી ગયેલો. એની પરણવાની ઉંમર થઈ ત્યાં એના બાપ ગુજરી ગયા. બેચાર મહિનામાં એનાં મા પણ ભગવાનના દરબારમાં પહોંચી ગયાં. એના બાપે એને માટે […]

નવા વર્ષે તમારે ત્યાં કોણ આવે ! – કલ્પના દેસાઈ

[કટાક્ષિકા] (નવા વર્ષની શુભેચ્છાનો લેખ હોવાથી શીર્ષકનો અવળો અર્થ ન લેવો.) મને સો ટકા ખાતરી છે કે નવા વર્ષને દિવસે અમારે ત્યાંના જેવું અફલાતુન સાલમુબારક તો તમારે ત્યાં નહીં જ થતું હોય. તમારે ત્યાં જે હંમેશા ભારે સાડી અને હોય તેટલા મંગળસૂત્રો, બંગડીઓ, વીંટીઓ, ઝાંઝરા, કંદોરા લાદીને ચહેરાને રંગીન બનાવીને આવે છે ને સાથે ફિટમફિટ […]

મનજી મુસાફરને – દયારામ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી ! મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી ! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ ! ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ, સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી ! વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા […]

પૌરાણિક સંદર્ભોમાં દિવાળી – કુસુમ દવે

દિવાળી વિષે હિન્દુ ધર્મમાં કેટલીક દંતકથાઓ છે. દિવાળીની એ દંતકથાઓ લોકો દ્વારા પ્રચલિત છે કે એ દિવસે ભગવાન રામ ચૌદ વરસોના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા, તેમના કહેવા પ્રમાણે કારતકની અમાસનું વિશેષ મહત્વ છે, કારણકે તે દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તે રાજ્યાભિષેકના આનંદમાં આખી અયોધ્યા નગરી દીવડાઓથી ઝગમગી ઊઠી હતી, ઘર-ઘરમાં […]

તહેવારોનો સંપુટ ‘દિવાળી’ – ભવાનીશંકર જોષી

દિવાળી એટલે આપણા દેશનો સૌથી મોટો, સૌથી મહત્વ ધરાવતો, પંચમુખી તહેવાર છે. સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’ થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો પાંચ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા પાંચેય તહેવારોના આગવાં નામ છે, આગવી ઓળખ છે અને ઉજવણીની આગવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના એક જ નામ નીચે કેવાં […]

તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ? આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ? આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ? જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ, એક બારી એટલી નાંખી શકાતી […]

નોંઘ કર – રિષભ મહેતા

કર ભલે તું પ્રેમનો પ્રતિરોધ કર પ્રેમના પર્યાયની પણ શોધ કર. પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર. તે જનારો છે જવા દે પ્રેમથી વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર. એ સૂરજનો તાપ ના જીરવી શકે ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર. તત્વચિંતક તુંય કહેવાશે પછી વાતને તારી જરા દુર્બોધ […]

ધનપૂજન મહાત્મય – પ્રસંગપર્વ વિશેષ

વન્દે પદ્મકરાં પ્રસન્નવદનાં સૌભાગ્યદાં ભાગ્યદાં હસ્તાભ્યામભયપ્રદાં મણિગણૈર્નાનાવિદ્યૈર્ભૂષિતામ્ | ભકતાભીષ્ટફલપ્રદાં હરિહરબ્રહ્માદિભિ: સેવિતાં વન્દે પંકજશંખપદ્મનિધિભિર્યુક્તાં સદા શકિતમિ: ॥ એકવાર યમરાજાએ તેમના દૂતોને પ્રશ્ન કર્યો કે : ” આ બધા મનુષ્યો અને પ્રાણીઓનો જીવ લેતી વખતે શું તમને દયા આવે છે ?” યમદૂત સંકોચવશ થઈને બોલ્યાં : “ના મહારાજ. અમે તો આપની આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમને દયા […]

ઘરનો સુખી – સુરેશ દલાલ

ઘર એટલે સલામતીનું રક્ષણ આપતી કેવળ ચાર દીવાલો નહીં. ઘર એટલે ઠાઠ-ઠઠારો, શોભામાં અભિવૃદ્ધિ કરતું ફર્નિચર નહીં. ઘર એક જુદી જ વસ્તુ છે. ઘર એટલે બહાર નીકળો પછી જ્યાં પાછા ફરવાને માટે જીવ તલપાપડ થતો હોય તે. એવું તે શું હોય છે આ ઘરમાં કે જતાં જતાં છૂટા પડવાનું દુ:ખ લાગે અને પાછા વળવામાં સુખ […]

મારી શક્તિઓ – સુરેશ પટેલ

અત્યાર સુધી તો….. મને એમ હતું કે – શક્તિ તો પૈસામાં છે, શક્તિ તો ડિગ્રીમાં છે, શક્તિ તો બહાર ક્યાંક છે. પણ, જ્યારે મેં મારી પોતાની અંદર જોયું, જ્યારે મેં મારી પોતાની તરફ જોયું, તો મને સમજાયું કે…. શક્તિઓ બધી તો મારી અંદર જ છે. જ્યારે હું મારી શક્તિઓને ઓળખું, વિકસાવું અને અભિવ્યક્ત કરું, ત્યારે […]

દશા સારી નથી હોતી – બરકત વિરાણી ‘બેફામ’

[રીડગુજરાતીને આ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી; કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે, તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. સિતારા શું કે આવે છે દિવસ […]

દિવાળી મીઠાઈ વિશેષ – સંકલિત

[1] મોહનથાળ સામગ્રી : 600 ગ્રામ ચણાનો કરકરો લોટ, 400 ગ્રામ માવો, રંગ, 1 કિલો ખાંડ, ચારોળી, ચપટી બરાસનો ભૂકો, 600 ગ્રામ ઘી, બદામ, 12 એલચી અને દૂધ. રીત : ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દઈ એક કલાક રાખી, તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. તેને ઉતારીને એલચીનો ભૂકો અને પીળો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.