Archive for November, 2006

એક યાદગાર સવાર – ઈન્દિરાબહેન પટેલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી ઈન્દિરાબહેનનો (ન્યૂજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આ લેખ લેખિકાની સાથે શૈક્ષણિક ક્ષેત્રે બનેલી સત્યઘટના પર આધારિત છે. ] ભારતના રાષ્ટ્રિય તહેવારો ત્રણ છે. એક તો પંદરમી ઓગસ્ટ, બીજી ઑક્ટોબર અને છવ્વીસમી જાન્યુઆરી. 14મી ઑગસ્ટની મધ્યરાત્રી પછી બ્રિટિશ સરકારે ભારતની જનતાને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરી. કેટકેટલા સંધર્ષો અને અસંખ્ય બલિદાનો […]

ભીંડાની બાસુંદી ! – કલ્પના દેસાઈ

[શીર્ષક વાંચીને જો જો બનાવતા !! આ કૃતિ તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખિકાના હાસ્યલેખોના પુસ્તક ‘લપ્પન-છપ્પન’ માંથી લેવામાં આવી છે. હાલમાં ટીવી પર રસોઈને લગતા અનેક પ્રોગ્રામો આવે છે તેને લગતી વાત વણી લઈને લેખિકાએ સુંદર કટાક્ષ આ લેખમાં દર્શાવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રીમતી કલ્પનાબહેનનો ખૂબ ખૂબ આભાર.] ‘નમસ્તે દર્શક મિત્રો. આજના સ્વાદિષ્ટ […]

લાલ ગુલાબનું ફૂલ – રવીન્દ્ર ઠાકોર

બંગલાના કંપાઉન્ડથી ગુલાબનું ફૂલ ચૂંટીને, હાથમાં હલાવતાં હલાવતાં લાવીને પપ્પાના ટેબલ પર મૂકતાં દસ વર્ષનો નિર્ઝર આનંદ પામતો હતો. રોજ સવારે એ વહેલો ઊઠતો – પપ્પાની સાથે જ. મમ્મી એને સૂઈ રહેવા ઘણું કહેતી પણ પપ્પા સાથે એ ઊઠી જતો. અને પપ્પા પરવારીને ટેબલ પર લખવા-વાંચવા બેસે ત્યારે કંપાઉન્ડના બગીચામાંથી લાલ ગુલાબનું ફૂલ ચૂંટીને લઈ […]

માણહ ભેગા થાતા નથી – જિતેન્દ્ર દેસાઈ

કચ્છના નાના રણમાં કાળી મજૂરી કરી ધોળું મીઠું પકવતા અગરિયાઓની યાતના દિલીપ રાણપુરાની ‘કાળી મજૂરી, ધોળું લોહી’માં વાંચેલી. એ વાંચી તે’દીય મન ખારું થઈ ગયેલું. જીવન જીવવા માટે આટલી બધી યાતના, કાળી ઢોર મજૂરી અને એ તે લાલ નહીં પણ ધોળું લોહી ! મજૂરી એટલી નહીં કે લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોય અને રંગ રાતો રહે […]

મૌનનું માહાત્મય – દેવેશ મહેતા

મુલ્લા નસરુદ્દીન ભાગ્યે જ જાહેરમાં પ્રવચન આપવા જતા. એક ગામના લોકોએ ખૂબ આગ્રહ કરી તેમને પ્રવચન માટે મનાવ્યા. પ્રવચનના દિવસે આયોજકો મુલ્લાને લઈને નિયત સમયે પ્રવચન સ્થળે પહોંચ્યા. મુલ્લાએ શ્રોતાઓ સામે એક દષ્ટિપાત કર્યો અને તેમને પૂછ્યું – ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ બધા એક સાથે બોલી ઊઠ્યા […]

માણસ હોવાનું ગૌરવ – ડૉ. શરદ ઠાકર

‘પગ સરખો રાખો, મિસ્ટર !’ હું ચાલુ બસે ઝબકીને જાગી ગયો. ઊંઘમાં શરીર શિથિલ થઈ જાય એટલે એનો વિસ્તાર વધી જાય એ સ્વાભાવિક છે. મેં મારો જમણો પગ પાછો ખેંચી લીધો. પણ તોય મગજ પર બે-ત્રણ હથોડા તો વાગ્યા જ ! એક તો એ કે મારી સામે બેઠેલ યુવાન ભણેલ ગણેલ લાગતો હતો, પણ એના […]

શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા

પરીક્ષામાં પહેલો-બીજો નંબર નહીં આવતા ભાવનગરનાં એક કિશોર અને કિશોરીએ ઝેર ગટગટાવી લીધું. આત્મહત્યાનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, તે સારી વાત છે. પણ પરીક્ષામાં પહેલો નંબર ના આવે તેની નિરાશાનું ઝેર ખેલકૂદની જિંદગીને આટલી હદે ઘેરી વળે છે, તે બીના મા-બાપોએ અને શિક્ષકોએ વિચારવા જેવી તો ખરી. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો અભ્યાસમાં પોતાનું ચિત્ત જોડે […]

આ માણસ ! – વિઠ્ઠલ પંડ્યા

મૅનેજર પર મને ગુસ્સો આવી રહ્યો હતો. ઑફિસ છૂટવાના સમયે જ મને બોલાવીને કહે : ‘વિજય ટ્રાન્સપોર્ટનો હિસાબ જોઈ લખી દો કે પંદર દિવસમાં ચૅક મોકલી આપીશું.’ ‘પણ સર…..’ ‘ના વિભા ! અત્યારે જ પત્ર જવો જોઈએ.’ હોઠ ભીંસી હું એમની કૅબિનમાંથી બહાર નીકળી. લત્તાના જન્મદિનની પાર્ટીમાં સમયસર આજે હવે નહિ પહોંચી શકાય ! સાહેબને […]

શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા

પરીક્ષામાં પહેલો-બીજો નંબર નહીં આવતા ભાવનગરનાં એક કિશોર અને કિશોરીએ ઝેર ગટગટાવી લીધું. આત્મહત્યાનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, તે સારી વાત છે. પણ પરીક્ષામાં પહેલો નંબર ના આવે તેની નિરાશાનું ઝેર ખેલકૂદની જિંદગીને આટલી હદે ઘેરી વળે છે, તે બીના મા-બાપોએ અને શિક્ષકોએ વિચારવા જેવી તો ખરી. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો અભ્યાસમાં પોતાનું ચિત્ત જોડે […]

નીતીનાશને માર્ગે (ભાગ : 1) – ગાંધીજી

[વિષય-પ્રવેશ (તંત્રીનોંધ): આદિઅનાદી કાળથી છેક અર્વાચીન સમય સુધી માનવીની મૂળભૂત ખોજ છે – માનસિક શાંતી, પ્રસન્નતા અને તંદુરસ્તી. જીવનમાં પ્રાપ્ત થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરીને પણ મનુષ્ય આ ત્રણ વસ્તુને ટકાવી રાખવા સતત મથે છે. એ પછી ઝૂંપડીમાં રહેતો ગરીબ માણસ કે ભવ્ય મકાનોમાં રહેતો તવંગર ભલે ને કેમ ન હોય ! દરેકને આ ત્રણ […]

થાય પણ ખરી – કૃષ્ણ દવે

પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી, ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી. રોકી શકો તો રોકો ચેલન્જ છે અમારી, એ આંખ છે ગમે ત્યાં છલકાય પણ ખરી, એનામાં છે, હજુ છે એ માછલીપણું છે, પાણી જુએ કે તરત જ પછડાય પણ ખરી. એવી છે જાળ એની શંકાય પણ મને છે, કે લ્હેરખી બિચારી […]

સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા

[ ગુજરાતી સાહિત્યમાં અમુક પુસ્તકો એવા છે જેને જોતાંની સાથે જ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય. એમાંનું જ એક પુસ્તક છે ‘થૅંક યૂ પપ્પા’ કે જેની ચાલુ 2006 ના વર્ષમાં જ ત્રણ આવૃતિઓ થઈ છે. દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક […]

અડધો કલાક બીજા માટે જીવીએ – લલિતકુમાર શાસ્ત્રી

[‘અરધી સદીની વાચનયાત્રા – ભાગ 4’ માંથી સાભાર.] વાત અગત્યની હતી, મોટા સોદાની હતી. ત્યાં અનિલભાઈ ઊઠ્યા અને બોલ્યા : ‘ટપુભાઈ, તમે થોડી વાર વિચારો. એટલીવારમાં એક કામ કરીને આવું છું.’ ‘પણ આપણું હવે પતવામાં જ છે ને તમે ક્યાં જાઓ છો ? તમારે માટે આ કામ અગત્યનું નથી ?’ ‘અગત્યનું છે…પણ હું જે કામ […]

પાપનો પડછાયો – માવજી મહેશ્વરી

‘હવે સુઈ જાવ ક્યાં સુધી ઉજાગરા કર્યા કરશો ?’ પત્ની સામે જોતાં અજયને લાગ્યું નીતા પોતાની જાત સાથે છેતરપીંડી કરી રહી છે. અંદરથી એ ખળભળી ગઈ છે પણ કળાવા દેતી નથી. કઈ માટીની છે નીતા ? ‘ઊંઘ નથી આવતી. ચા બનાવી છે. થાય છે કે આજે એક સ્ક્રીપ્ટ પૂરી કરી નાખું.’ અજયની પત્નીની આંખમાં કંઈક […]

સંતાન – જિતેન્દ્ર પટેલ

એમના ડેડી ડૉકટરે લખી આપેલી દવા લેવા ગયા હોવાથી દાદીમાનો ખાટલો અત્યારે સાવ રેઢો હતો. ખબરઅંતર પૂછનારાં ઊભા થયાં એવી એમની મમ્મી રસોડામાં જતી રહેલી. એકાંત મળ્યું કે ત્રણે ભાઈબહેનો વચ્ચે ગુસપુસ થવા માંડી. ‘ડેડીએ ખરેખર આપણને બોલાવવામાં ઉતાવળ કરી દીધી છે.’ સ્નેહા એનેય માંડ સંભળાય એટલા ધીમા અવાજે બોલી. ‘મને તો એમ જ કહેવામાં […]

પતિ મહત્વનો કે શહેર ? – જ્યોતિ ઉનડકટ

[‘ચિત્રલેખા’ માંથી સાભાર. ] જિંદગી અણધારી રીતે ફંટાઈ જાય અને એ સ્વીકારી ન શકાય ત્યારે માણસ નેગેટિવ વિચારોને આધીન થઈ જાય છે. આવી જ વેદના હમણાં વડોદરામાં મળી ગયેલી રચના નામની એક પ્રિયદર્શિનીની છે. પરિણીત રચના ગંભીર ડિપ્રેશનમાં છે. આંખો નીચે કૂંડાળાં અને એનો ભાવહીન ચહેરો જોતાં લાગે છે કે જાણે એ મહિનાઓથી માંદી હોય. […]

સુસંસ્કાર – રોહિત દેસાઈ

[‘સંદેશ’ અખબારની બાળપૂર્તિમાં બાળકોએ લખેલી મૌલિક વાર્તામાં જેને 23-ઓક્ટોબર-2006 ના અઠવાડિયામાં શ્રેષ્ઠ વાર્તાનો પુરસ્કાર મળ્યો છે તે બાળલેખક રોહિત દેસાઈ (અરોડા)ની વાર્તા ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. ] સુંદરપુર નામનું એક ગામ હતું. એ ગામમાં બધા હળીમળીને સંપથી રહેતા હતા. આ ગામમાં વિનય નામનો એક હોંશિયાર છોકરો હતો. જેવા નામ તેવા ગુણ, મોટા માણસોનું માન જાળવતો. […]

આપણી આંતરબાહ્ય શુદ્ધિ – ચંદ્રકાન્ત શેઠ

[અખંડ આનંદ નવે. 2006 માંથી સાભાર.] આપણે ત્યાં એક સારો રિવાજ છે, દિવાળી આવતાં સુધીમાં ઘરને વાળીઝૂડી, તેની સાફસફાઈ કરી તેને રંગાવવા, સજાવવાનો; આંગણું હોય ત્યાં રંગોળી પૂરી તેને સોહામણું કરવાનો. વર કે કન્યાને લગ્નની ચોરીમાં પધરાવવા પૂર્વે તેને જેમ સૌન્દર્યપ્રસાધનોથી સજધજ કરવામાં આવે છે તેમ નવા વર્ષને આવકારતાં પૂર્વે, એનું સ્વાગત કરતાં પૂર્વે આપણે […]

ભીડમાં ભીંસાતી જિંદગી – ભગીરથ બ્રહ્મભટ્ટ

[જલારામદીપ – નવે.2006માંથી સાભાર.] સ્હેજ મોકળાશ મળે તો જરા વિચારજો આપણે ક્યાં છીએ ? આપણને ચાંદનીનો સ્પર્શ હોય કે ઝરણાંની ગતિ, ફૂલનું હાસ્ય હોય કે પર્વતની મક્કમતા – કશું કહેતાં કશું અસર જ કરતું નથી. કેમ આમ ? આપણે ક્યારેક આત્મનિરીક્ષણ કર્યું છે ખરું કે આપણે કેમ સંવેદનાશૂન્ય થતા જઈએ છીએ ? પ્રકૃતિ સાથે આપણે […]

ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા

[1] રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું, મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું; મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું; મારાં નાનાં નાનાં કાર્યને કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું; સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખી મળું; દરેક […]

જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

ખુદમાં ભરચક, ખુદમાં એકાંત છું, મૌન હલચલ જેવો જ હયાત છું. જે સમજ છે એ જ અવિચલ રહી, જ્યાં અડગ છું, એક ઉત્પાત છું. છેક મક્તામાં સમાવી શક્યો, હાંસિયાના શબ્દની જાત છું. ખુદ નથી વશ ખુદના પણ હાથમાં, પથ્થરો તોડે એ પ્રપાત છું. છું અનોખો એટલે છું સફળ, ‘કીર્તિ’ નામે એક જજબાત છું.

આડંબરનું ઓઢણું – જિજ્ઞાસા વિહંગ જાની

[ ‘રીડગુજરાતી વાર્તા સ્પર્ધા-2006’ માં પાંચમા ક્રમે આવેલી આ સુંદર કૃતિ માટે શ્રીમતી જિજ્ઞાસાબહેનને (ટેકસાસ, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jjani27@yahoo.com ] મારી નાની નણંદ વૈશાલી ખૂબ લાડમાં મોંઢે ચઢાવેલી હોવાથી, એ જ્યારે પોતાનો અભિપ્રાય આપે ત્યારે મોટેભાગે અમે બધા જ, એક કાને થી સાંભળી બીજા કાને […]

જીવનપ્રેરક સુવિચારો – સંકલિત

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? […]

દીવો થાય છે – મનીષ પરમાર

બારણામાં રોશની ફેલાય છે, દૂર ઘરમાં દીવો થાય છે. કેટલા રસ્તા હવે ડૂબી ગયા, પગલુ ક્યાં અંધારનું દેખાય છે ? હુંય તારી આંખના શબ્દો બનું, પત્ર આજે આંસુનો સમજાય છે. આ પવનનો હાથ સ્પર્શે ફૂલને, એટલામાં મ્હેક વરસી જાય છે. એ પછી વરસાદ ખાબકશે મનીષ – જળ ભરીને વાદળો બંધાય છે.

નિયતિ – નિમેષ પટેલ

[‘ગુજરાત’ સામાયિકના અંક-2006 માં પ્રકાશિત થયેલી આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી નિમેષભાઈનો(પોરબંદર) ખૂબ ખૂબ આભાર. ] સિદ્ધાર્થના ઘરમાં અત્યારે તોફાન પછીની શાંતિ હતી. હજુ થોડીવાર પહેલાં જ સિદ્ધાર્થના ઍરફૉર્સમાં જોડાવાના નિર્ણય બાબતે ઘરમાં ઘમાસાણ વાકયુદ્ધ મચી ગયું હતું. સૌથી વધારે ઉગ્ર વિરોધ વિદ્યાગૌરીનો હતો. ‘ગમે તે થાય. હું મારા છોકરાને ઍરફોર્સમાં નહીં જવા દઉં.’ […]

શૉ મસ્ટ ગો ઑન – શાહબુદ્દીન રાઠોડ

[ શ્રી શાહબુદ્દીન રાઠોડના હાસ્યરસમાં ‘વનેચંદ’ નામનું પાત્ર હોય જ. આ વનેચંદ હકીકતમાં શ્રી શાહબુદ્દીન રાઠોડના એક મિત્ર હતા જેઓ થાનગઢમાં રહેતા હતા. તાજેતરમાં એ શ્રી વનેચંદભાઈનું અવસાન થયું છે પરંતુ પાત્ર સ્વરૂપે તેઓ હજી પણ આપણી વચ્ચે છે. પ્રસ્તુત છે તેમને અંજલિ સ્વરૂપે આ લેખ, ‘ફીલિંગ્સ’ સામાયિક દીપોત્સવી 2006 માંથી સાભાર. ] હું, વનેચંદ, […]

ભૂલવા નહિ દે…. – વિભૂત શાહ

ખૂબ રાહ જોવડાવ્યા પછી, મનમાં ઘેરી હતાશા ઊભી કર્યા પછી, અષાઢ વદ બીજની આગલી મોડી રાતે અચાનક વરસાદ શરૂ થયો. હું સફાળો જાગી ગયો અને બારી પાસે જઈ, હાથ લંબાવી ઊભો રહી ગયો. ચંપો, બદામ, સપ્તપર્ણને ઊંચા ઊંચા પેન્ડુલા પર વરસાદની ધારાઓ ઝીંકાતી હતી ને પછી ધરતી પર ટપોટપ પડીને વહી જતી હતી. બારી પાસે […]

એવા રે અમો…. – રતિલાલ બોરીસાગર

[હાસ્ય કાવ્ય] આ પદ્યરચના નરસિંહ મહેતાના પ્રસિદ્ધ પદ ‘એવા રે અમે એવા’ ની પેરોડી છે. નરસિંહ મહેતાએ પોતાને માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે એટલે મેં પણ મારા માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે. ‘અમો’ સર્વનામનો પ્રયોગ કરવા છતાં એમાં નરસિંહ મહેતાની ખુમારી અને બેફિકરાઈ પ્રગટ થતાં ન લાગે તો ચલાવી […]

મુલ્લા નસરુદ્દીન – મહેશ દવે

[મુંબઈના ‘પરિચય ટ્રસ્ટ’ દ્વારા છેલ્લા 46 વર્ષની દર મહિને બે પુસ્તિકાઓ લેખે વર્ષની કુલ 24 પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તિકાઓનું કદ આમ તો એક વેંત જેટલું જ હોય છે પરંતુ તેમાં વિવિધ વિષયો પર જાણવા જેવી રસપ્રદ માહિતી અને વિગતો હોય છે. આ પુસ્તિકા આશરે કુલ 45 પાનની આવે છે અને દરેક પુસ્તિકાના […]

મારું બાળપણ – સદરૂદીન ખીમાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સદરૂદીન ભાઈનો (જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર) ખૂબ ખૂબ આભાર.] આંચળમાં નમતું, હેતથી નવાઝતું, કેવું અનોખું છે મારું બાળપણ. પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું, કેવું અદ્દભુત છે મારું બાળપણ. મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું, કેવું અજાયબી છે મારું બાળપણ. બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું, કેવું વિચિત્ર છે મારું બાળપણ. રમકડાંથી રમતું, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.