Archive for December, 2006

સુપ્રભાત – સંકલિત

[1] આ પણ પસાર થઈ જશે. આ પણ પસાર થઈ જશે અનુકૂળતામાં, સુખમાં જ્યારે છકી જવાય અને પ્રતિકૂળતામાં, દુ:ખમાં જ્યારે ગભરાઈ જવાય ત્યારે સમતુલા અને સમભાવ જાળવવા વિચારો કે આ પણ પસાર થઈ જશે. સર્વ સ્થિતિમાં, સુખમાં કે દુ:ખમાં, ધનિક અવસ્થામાં કે નિર્ધન અવસ્થામાં, રોગી સ્થિતિમાં કે નિરોગી સ્થિતિમાં, પ્રશંસા પામતા હો ત્યારે કે તિરસ્કૃત […]

સમજાવી નથી શકતો – ‘મરીઝ’

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો; ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને, કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો. તમે આવ્યાં હતાં […]

નહીં જવા દઉં – યોગેશ જોષી

વિમાન પસાર થવાનો અવાજ આવ્યો. બા એ નિસાસો નાખ્યો. મીની વધારે મોટેથી રડવા લાગી. ‘ચાલ મીની’, રૂપા બોલી, ‘હવે રડવાનું બંધ બિલકુલ બંધ. સહેજે અવાજ ના આવવો જોઈ, સમજી ?’ ‘પણ પપ્પા મને કેમ ના લઈ ગયા ?’ હીબકાં ભરતી મીની બોલી, ‘મારે પપ્પા પાસે જવું છે…’ ‘જો મીની, તને કેટલીવાર સમજાવી કે પપ્પા અમેરિકામાં […]

ખાનદાની – બહાદુરશાહ પંડિત

અમે અમારા વતનથી અમદાવાદ આવ્યા ત્યારે ત્યાંના મકાનમાલિકો અંગે અમે એવું સાંભળેલું કે એ લોકો વધુમાં વધુ ભાડુ લઈ ઓછામાં ઓછી સગવડ આપવાના અમદાવાદી સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરી, વ્યક્તિ કરતાં પૈસાને વધારે મહત્વ આપે છે, પણ અમને અમારા મકાનમાલિકનો એવો અનુભવ થયો કે અમારે કબૂલ કરવું પડ્યું કે અમને મળેલી માહિતી અંશત: જ સાચી છે. […]

ઓનલાઈન ચૅટ – તંત્રી

ગઈકાલે ડૉ. શરદભાઈ ઠાકર સાથે ઓનલાઈન ચૅટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં સૌ પ્રથમ વખતે આયોજિત થયેલા આ ચેટના અનુભવો લેખક તેમજ વાચકો માટે ઘણા રસપ્રદ રહ્યા હતા. રાત્રે 9.00 થી 10.00 ચૅટનો સમય પૂરો થયા બાદ શ્રી ઠાકરે, રીડગુજરાતીના વાચકો માટે એક વિશેષ સંદેશ આપ્યો છે, તો આપણે સૌ પ્રથમ તેમનો એ […]

એવું પણ થઈ શકે – સંધ્યા ભટ્ટ

[ સંધ્યા ભટ્ટ – આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, બારડોલી, જિ. સુરત ] હું મને નહિ મળું એવું પણ થઈ શકે, મૌનને સાંભળું એવું પણ થઈ શકે. નીતર્યા કાચ સમ પાણીમાં નહિ ભળું, જડ મહીં ઓગળું, એવું પણ થઈ શકે. આપની આંખનું આંસુ થઈને બળું, રણ મહીં ઝળહળું એવું પણ થઈ શકે. મેઘલી રાતે કો’ વાદળ […]

સરવાળો – ગિરીશ ગણાત્રા

ઝીણી ઝીણી બાબતો જીવનમાં કેવો મહત્વનો ભાગ ભજવે છે એનું મહત્વ જગદીશને એ દિવસે બરાબર સમજાઈ ગયું. નાની નાની નજરે પડતી વાતો આપણે ગણકારતા નથી પણ એનો સરવાળો કાં સફળતા અપાવે કાં નિષ્ફળતા અપાવે. જગદીશને આવી નિષ્ફળતાનો અનુભવ થઈ ગયો. એક મોટી કંપનીની જાહેરાતના પ્રતિભાવમાં જગદીશે પણ અરજી કરેલી. સરસ જગ્યા હતી, મોટો પગાર હતો […]

પ્રેમપત્ર – શરદ જોષી

[અનુવાદ : મહેશ દવે. ‘હાસ્ય શરદની સાથે’ પુસ્તકમાંથી સાભાર.] પ્રેમમાં માણસ એકાએક આંધળો થઈ જતો નથી, તે ધીરે ધીરે અંધ થતો જાય છે. પહેલાં-પહેલાં, શરૂઆતમાં આંખો નબળી પડવા લાગે છે. જેની સાથે પ્રેમ થઈ ગયો હોય છે તે છોકરી એકદમ સુંદર પરી જેવી લાગવા માંડે છે. એક તરફથી આંખોનું તેજ ઓછું થતું જાય છે ને […]

બાળકોને નમસ્કાર ! – કલ્પેશ ડી. સોની

[ આ કૃતિ તાજેતરમાં પ્રકાશિત થયેલા લેખકના પુસ્તક ‘જીવન સ્નેહ’ માંથી લેવામાં આવી છે. લેખકે પોતે લૉજીક અને ફીલોસોફીમાં ‘એમ.એ’ કર્યું છે તેમજ તેઓ ગુજરાતની વિવિધ કૉલેજોમાં તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપે છે. ભારતીય સંસ્કૃતિ પર તેમણે ઊંડું સંશોધન કરેલું છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9898561271 […]

સ્ત્રી-પુરુષ સમાન પણ નહિ એક – જયવતી કાજી

ઘણી વખત સમાનતાનો સાચો અર્થ અને તાત્પર્ય વિસરાઈ જતું હોય છે. સમાનતાનો અર્થ એ નથી કે સ્ત્રી પુરુષ બન્ને એકબીજાની સતત સ્પર્ધા કરતાં રહે, બન્નેનું કાર્યક્ષેત્ર એક જ રહે. અનેક સુંદર અને તેજસ્વી નારી-પાત્રોના સર્જક, વિચારક અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરનાં સ્ત્રી સમાનતા અને સ્ત્રીઓનાં કાર્યક્ષેત્ર વિષેનાં મંતવ્યો અને વિચારો આપણા સૌ માટે પ્રેરક બની રહેશે […]

એ અંધારી રાતે – પદ્મા ફડિયા

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] અખિલ ભારતીય નારી નિરક્ષરતા નિવારણ, દિલ્હીની એક સમિતિ તા.27-28 માર્ચના રોજ સાપુતારા- ઋતંભરા વિશ્વવિદ્યાપીઠમાં ભરાઈ હતી. બે દિવસની એ કૉન્ફરન્સનું કામકાજ પતાવી બુધવારે સવારે હું, નિર્મળાબહેન અને જયશ્રીબહેન પંપાસરોવર માતંગ ઋષિનું સ્થાન અને શબરી ભીલડીનું મંદિર જોવા ગયાં અને એમાં ખાસ્સો એવો સમય વીતી ગયો. પાછાં ફરતાં સાંજ પડી ગઈ. સૂર્યદેવ […]

શ્રવણને પણ એક ભાઈ હોત તો ? – વિનય કવિ

પ્લેટફોર્મ નંબર બે પરની ટ્રેન ઉપડવાને હજુ દસ મિનિટની વાર હતી. સુમનરાય અને કમળાબેનની સીટો તો એકબીજીને અડીને હતી; છતાં બંનેને લાગતું હતું કે એમની વચ્ચે જોજનોનું અંતર ફેલાયું છે. ડબ્બામાં દાખલ થયે પાંચ મિનિટ વહી ગઈ હતી, તોય એક શબ્દની આપ-લે થઈ ન હતી. કહેવાનું તો ઘણું હતું, પણ બધું ક્યાં જીભ પર આવે […]

ક્રિસમસ ગિફ્ટ – જયશ્રી

[‘નવનીત સમર્પણ-ડિસે.’06’ માંથી સાભાર.] સાત વર્ષીય બૉબી ઘરની પછીતે આવેલા આંગણામાં ઠંડીમાં ઠૂંઠવાતો બેઠો હતો. એણે કાતિલ ઠંડીથી બચવા બૂટ નહોતા પહેર્યા, કારણકે તેને ગમતા નહીં. ખરી વાત તો એ હતી કે એની પાસે બૂટ હતા જ નહિ. એણે જે લાંબી બાંયવાળુ સ્વેટર પહેર્યું હતું એમાં પણ ઠેકઠેકાણે કાણાં હતાં. આથી આવી કાતિલ ઠંડીથી એને […]

મનુષ્ય થવું – કુન્દનિકા કાપડીઆ

એ આખી રાત તે ઉત્તેજનાની મારી ઊંઘી નહોતી. એની માએ એને કહ્યું હતું કે કાલે તે એને પોતાની સાથે કામ પર, નવી શેઠાણીને ઘેર લઈ જશે. આ નવું કામ મળ્યું ત્યારથી મા એ ઘરની વાતો કરતાં થાકતી નહોતી. લિસ્સી ચમકતી દીવાલો, રેશમી પડદાવાળી ગાદીની બેઠકો, કાચનાં મોટાં મોટાં વાસણમાં ગોઠવેલાં ફૂલો, ઉપરથી લટકતાં ઝુમ્મરો….. ‘એ […]

વીસ વર્ષ પછી – અનુ. પરાગ ત્રિવેદી

[લેખકશ્રી ‘ઓ’ હેન્રી’ એ લખેલ વાર્તાનો ભાવાનુવાદ. ] વૃક્ષોથી છવાયેલા પહોળા રસ્તા ઉપર એક પોલીસ ઑફિસર રુઆબભેર હૉર્ન મારતો હતો. તે રુઆબ દેખાડો નહોતો પણ ટેવરૂપ હતો કેમ કે તેને જોવાવાળા નહિવત્ હતા. હજુ તો રાત્રિના માંડ દસ થયા હતા, પણ ઠંડા હિમ જેવા વરસાદી પવનના સુસવાટાએ રસ્તા લગભગ ખાલી કરી દીધા હતા. પોતાની લાકડી […]

તત્ક્ષણ – નરેન્દ્ર વેગડા

[આ તમામ ગઝલો ‘તત્ક્ષણ’ નામના ગઝલસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગઝલકાર શ્રી નરેન્દ્રભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. ] શેરી અચાનક સ્તબ્ધ થૈ ઊભી રહે શેરી. નવા પગરવ તરફ તાકી રહે શેરી. તમાશા રોજ ચાલે છે અહીં કેવા ? અસર ક્યાં કેટલી ? જોતી રહે શેરી. કલાકોના કલાકો એક અફવા પર, […]

પ્રાણીઓની સભા – ડૉ. પ્રીતિ જરીવાલા

[રીડગુજરાતીને આ કટાક્ષકૃતિ મોકલવા બદલ ડૉ. પ્રીતિબહેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ] આજે શહેરમાં રહેતા પશુ-પક્ષીઓએ સભા ભરી હતી. બધા પશુપંખીઓ માનવપ્રાણી સામે રોષે ભરાયા હતા. સભાના પ્રમુખશ્રી અશ્વલાલજી અને મુખ્ય મહેમાન ગજાનનજી હતા. શ્વાનભાઈ, ભેંસબેન વગેરે વક્તાઓએ પોતાના મંતવ્યો રજૂ કરવાના હતા. સૌ પ્રથમ સભાના પ્રમુખશ્રી અશ્વલાલજી આવ્યા. તેમણે સભાનો હેતુ જણાવતાં કહ્યું કે, […]

મનની માયાનો મલક – મણિલાલ પટેલ

માણસને વ્યગ્ર અને વ્યાકુળ કરી દેનારા અનુભવો તો ઘણા થતા રહે છે. વળી પ્રસન્નતા પ્રસંગોય પાર વિનાના આવે જ છે, પણ બધાં જ સુખોમાં અને સર્વ દુ:ખોમાં જો કોઈ ન્યારું હોય તો તે છે પ્રેમનું સુખ; પ્રેમનું દુ:ખ ! જિંદગી આખી જેની વેદનામાં જાય; જે વેઠતાં વ્હાલું લાગે તે જીવતર પણ જેની વિરહ-યાદોમાં વીતી જાય […]

રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતીનું મુખ્ય પાનું તેમજ તેના અન્ય વિભાગો આજથી એક નવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ નવી ડિઝાઈન બનાવવામાં ઘણો સમય ગયો છે તેથી વાચકોએ મોકલેલી કૃતિઓની સમીક્ષા કરી શકાઈ નથી તો તે માટે થોડો સમય રાહ જોવા વિનંતી. આ નવા સ્વરૂપને મુકતા પહેલા કાલ રાતથી જુદી જુદી રીતે ટેસ્ટ કરવાનો હોઈને આજના […]

મૂઠી ઊંચેરાં માનવી “ગાયવાળા બાપુ” – નાનાભાઇ હ. જેબલિયા

[રીડગુજરાતીને આ કૃતિ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડિયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ] ગોંડલ શહેરની શેરીઓમાં, બજારોમાં, ગલીઓમાં, ખાંચાખૂંચી… અને વાડે પછવાડે, કંતાનધારી એક સાધુ. ચાર પૈડાંની રેકડીમાં લીલો ચારો ભરીને કોઇ માતા એના બાળકને ખોળવા નીકળી પડે એમ નીકળી પડે છે… ઊંચુ, પહાડી ક્લેવર, પડછંદ અવાજ, પહોળું ચોરસ કપાળ, માથા પર […]

જીવન ધારા – જીતેન્દ્ર તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ, સૌરાષ્ટ્ર) ખૂબ ખૂબ આભાર.] આપણે ઘણી વખત જોઇએ છીએ કે આપણી સામે બીજા કોઇના ઘણા ઘણા અઘરાં કામ થઇ જતા હોય છે જ્યારે આપણું નાનું કામ પણ અટકતુ હોય છે. ત્યારે આપણને એમ થાય કે હું એવુ તે શું કરું કે સામેવાળો વ્યક્તિ મારું કામ રાજીખુશીથી […]

સ્નેહાંજલી – કલ્યાણી વ્યાસ

[રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2006 માં છઠ્ઠા ક્રમે આવેલી આ સુંદર કૃતિ બદલ શ્રીમતી કલ્યાણીબહેન વ્યાસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ તેમનો kjvyas007@yahoo.com પર સંપર્ક કરી શકો છો.] સ્થળ : સીમલા સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો અવાજ, પેશન્ટોને જગાડતો, કપડાં – બદલાવતા કંઈનું કંઈ બબડાતા […]

કોથમીરનાં વડાં – હરિચંન્દ્ર ( વીણેલાં ફૂલ )

[ રીડગુજરાતીને આ કૃતિ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] પ્રાધ્યાપક સાહેબ પેન્ટ – શર્ટ પહેરી ટાઇ બાંધી રહ્યા હતાં, ત્યાં પત્નીએ આવી પૂછ્યું, ‘આજે સવારમાં સવારી ક્યાં ચાલ્યા ?’ ‘કેમ, કોલેજમાં જવું નહીં પડે ?’ ‘અરે, પણ આજે તો રવિવાર છે, કોલેજમાં છુટ્ટી !’ ‘હત્તારીની ! રવિવાર તો […]

વિજ્ઞાન અને ઈશ્વર – ડૉ. પ્રદીપ પંડ્યા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ડૉ. પ્રદીપભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ] એક કૉલેજમાં એક પ્રોફેસર ફિલોસોફી પર પ્રવચન આપી રહ્યા હતા. વિષય હતો – ‘વિજ્ઞાન અને ઈશ્વર વચ્ચેના પ્રશ્નો.’ પ્રોફેસર : તો તમે ઈશ્વર – અલ્લા – ગોડમાં માનો છો ? વિદ્યાર્થી : ચોક્કસ સર. પ્રોફેસર : શું ઈશ્વર સરસ છે ? વિદ્યાર્થી : […]

માનસિક સ્વાસ્થ્ય માટે – સં. બંસીધર શુક્લ

માનસિક સ્વાસ્થ્ય માટે ના 12 સચોટ ઉપાયો.. [01] ચિંતા ન કરો. [02] ગઈ ગુજરી ભૂલી જાઓ. [03] સંજોગોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવો. [04] ઈર્ષાને અશાંતિ પેદા કરવા ન દો. [05] સહિષ્ણુ બનો. સામાની વાત સાંભળો. [06] રમૂજી સ્વભાવ કેળવો. [07] શોખ કેળવો. [08] મનનો ઊભરો ઠાલવી નાખો; ધૂંધવાઓ નહિ. [09] ભૂલ થઈ જાય ત્યારે બીજાને દોષ […]

શીલાનો અજય – ડૉ. નવીન વિભાકર

[રીડગુજરાતીને આ કૃતિ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] શીલાનાં માતાપિતા વિચિત્ર મૂંઝવણમાં પડી ગયા હતાં. શીલાનું શું કરવું એ જ તેઓને સમજાતું નો’તોં. આખો દિવસ ડાહીડમરી બની રહેતી શીલાને સાંજ પડતાં શું થતું કે દોડીને સાગરતટે પહોંચી જતી. બોલવાનું પણ ઓછું કર્યું હતું. આખો દિવસ શૂન્ય નજરે, બધું […]

સફળતા જિંદગીની…. – ‘બેફામ’

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી; ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની, પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી. મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર, મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી. તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું, કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી […]

કેવી રીતે ? – ઊર્વીશ વસાવડા

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે, ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ? પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી, તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ? છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની, શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ? દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો, દ્વારને […]

મન કહે તે માન – કિરીટ ગોસ્વામી

મન કહે તે માન તો તકલીફ જેવું કંઈ નથી, તું, તને પહેચાન તો તકલીફ જેવું કંઈ નથી. લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા, ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી. પ્રેમ-ભીની પાંપણો પાસે ઝૂકી જા, પ્રેમથી; મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી. ઝંખના આ વિશ્વમાં સ્થાયી થવાની છે દુ:ખદ, થા અહીં મહેમાન […]

એક ક્ષણ – અમિત પરીખ

[રીડગુજરાતી ને આ કૃતિ મોકલવા માટે શ્રી અમિતભાઈ પરીખનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : Email: amitt.parikh@gmail.com ] “”હે ભગવાન સાડા આઠ થઇ ગયા! મમ્મી… જલ્દી દે ટિફિન.. મોડું થાય છે મને.” આમ તો ઑફિસ માટે વિજયને રોજ મોડું થતું, પણ આમ મમ્મી પર ક્યારેય ગુસ્સે નહોતો થતો. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.