Archive for January, 2007

હસતાં રહો – સંકલિત

[સમગ્ર ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકવામાં આવેલા જૉક્સનો સંગ્રહ ] વક્તા ભાષણ આપી રહ્યા હતા; કોઈકે તેમના પર સડેલું ટામેટું નાખ્યું. વક્તાએ બૂમ મારી : ‘આ શું તોફાન છે ? પોલીસ ક્યાં છે ? ‘બીજા ટામેટા લેવા ગયા છે !’ કોઈકે કહ્યું. ************** સાર્જન્ટ : ‘તો તમે છાપાના તંત્રી છો, ખરું ?’ કેદી […]

મુખવાસ (ભાગ-4) – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમિયાન ‘મુખવાસ’ કૉલમમાં મૂકાયેલા વાક્યોનો સંચય] [1] સ્વપ્ન ! આંખો બંધ કર્યા વિના ક્યારેય આવે નહીં ! અને સત્ય ! આંખો ખોલ્યા વિના ક્યારેય લાધે નહીં ! [2] દિવસે દિવસે વિશ્વ સાંકડું થતું જાય છે, થોડાક કલાકમાં જ એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચી શકાય છે. પણ, વિચિત્રતા એ છે કે […]

ગાંધીજીના સદગુણો – પ્રવીણચંદ્ર સી. પારેખ

[આ લેખ ‘ગાંધીજી – એક કોયડો’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિશ્વની 14 ભાષાઓમાં અનુવાદ થયો છે. ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગો તેમજ તેમના સદગુણોપર ખૂબ ઊંડું વિશ્લેષણ અને માહિતી આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તેમણે લગભગ 30-40 જેટલા સદગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું છે જેમાંથી કેટલાક અહીં લેખ સ્વરૂપે રજૂ કર્યા છે. લેખક પોતે […]

ઘસાઇ ને ઊજળા થઇએ – અજ્ઞાત

[ઘણા સમય પહેલાં લેખ ટાઈપ થયો હોવાથી, શરતચૂકથી લેખકનું નામ નોંધી શકાયું નથી. લેખકનું નામ પ્રાપ્ત થયે અહીં સુધારો કરવામાં આવશે. – તંત્રી] ગુજરાતના જાહેરજીવનના તખ્તા પરના ત્રણ નાયકોનું મને આકર્ષણ રહ્યું છે. શાથી? એમ પુછો તો બુદ્ધિને માન્ય થાય એવા કારણો કદાચ હું નહી આપી આપી શકું. હૃદયને પણ એના દાવા ને દલીલો હોય […]

ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી

[ શબ્દો જ જેમની ‘ઑપરેટિંગ સીસ્ટમ’ છે એવા ગુજરાતી ગઝલના ક્ષેત્રે યુવા ગઝલકાર શ્રી અંકિતભાઈનું નામ કોણ નથી જાણતું ? કાવ્ય સંધ્યા, મુશાયરો, ગઝલ સંધ્યા કે પછી દેશ-વિદેશના ગુજરાતી સાહિત્યના કોઈ પણ સુંદર કાર્યક્રમોમાં શ્રી અંકિતભાઈનું સંચાલન કોઈ પણ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દે. તાજેતરમાં જ તેમના એક પુસ્તક ‘ગઝલપૂર્વક’ નું વિમોચન થયું. આ સુંદર […]

બીજું સુખ તે બહેરા થયા – મનોજ મહેતા

[‘અખંડ આનંદ’ ડિસે-2006માંથી સાભાર.] જેણે ગયા જન્મમાં ખૂબ પુણ્ય કર્યાં હોય, સત્કર્મ કર્યાં હોય, ભાથું સારું એવું સાથે લાવ્યા હોય ત્યારે ઈશ્વર તેને સુખી જીવન સાથે બહેરાપણું ફ્રીમાં આપે છે. ફ્રીમાં આવેલી વસ્તુ જ કદાચ મુખ્ય વસ્તુનો આધાર બની જાય છે. સુખી જીવનનાં ભલે અનેક કારણો હોય પણ સુખી જીવન ટકવું, લાંબુ ચાલવું તે બહેરાપણાને […]

ઝટપટ નાસ્તા – સંકલિત

[1] ચના જોર ગરમ સામગ્રી : (8 વ્યક્તિ માટે) 1 કિલો કાબુલી ચણા 6 નંગ લીંબુ 800 મિલી પાણી 200 ગ્રામ તેલ મરચું, ખાંડ, હળદર, લવિંગ, મીઠું સંચળ, તજ રીત : સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને પલાળો. બીજે દિવસે સવારે ઊકળતા પાણીમાં તેને નાખો. એક ઊભરો આવે એટલે નીચે ઉતારી લો. તેમાં 1 ચમચી […]

પ્રેરક પ્રસંગો – સંકલિત

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.] [1] તુંબડી – રમણલાલ સોની કેટલાક ભક્તો તીર્થયાત્રાએ જતા હતા. સંત તુકારામે તેમને કહ્યું, ‘મારાથી તો અવાય એમ નથી. પણ મારી આ તુંબડીને લઈ જાઓ, એને દરેક તીર્થમાં સ્નાન કરાવજો !’ ભક્તો અનેક તીર્થોની યાત્રા કરીને પાછા આવ્યા. તેમણે તુંબડી પાછી આપી કહ્યું : ‘અમે એને એકેએક તીર્થમાં સ્નાન કરાવ્યું […]

કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાં કારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં. ખળભળ મચી છે જળમાં કિનારા લગી સળંગ, પરપોટો એક ફૂટી ગયો છે તળાવમાં. છોડી સુમનનો સંગ છેડે ચોક ભાગી ગઈ, નક્કી હશે સુગંધ પવનના પ્રભાવમાં. વાવી દીધો’તો સ્પર્શ હથેળીમાં કાલ તેં, ગુલમ્હોર થઈને ઝૂરી રહ્યો આજ ઘાવમાં. ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી […]

ગુજરાત સરકારે લીધી રીડગુજરાતીની નોંધ – વિશેષ

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રીડગુજરાતી સાઈટની મુલાકાત લઈને પોતાનો જે આનંદ વ્યક્ત કર્યો છે તે બાબતે હું અત્યંત હર્ષ અનુભવું છું. તા-16-જાન્યુઆરી-2007 ના રોજ વેબસાઈટ અંગેના અપાયેલા વિસ્તૃત અહેવાલના અનુસંધાનમાં, શ્રી મોદી સાહેબે ‘ગુજરાતી સાહિત્ય’ ના ક્ષેત્રમાં ‘રીડગુજરાતી’ માટે શુભકામનાઓ વ્યકત કરતો પ્રશંસાપત્ર પાઠવ્યો છે જેનો વિશેષ આનંદ છે. હવેથી આદરણીય શ્રી […]

જીવનનો ઉજાસ – જીતેન્દ્ર જે. તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ, સૌરાષ્ટ્ર) ખૂબ ખૂબ આભાર.] જગજીતસિંહની ગાએલી એક ગઝલ ખુબ સરસ છે : ‘જીવન એક ખીલોના હૈ મિલ જાયે તો મિટ્ટી ઓર ખો જાયે તો સોના હૈ.’ મતલબ કે માણસને જીવનમાં જે કાંઇ ન હોય એની જ ખ્વાહિશ રહે છે. અને જે વસ્તુ છે એની કિંમત કોડીની […]

મુક્તાવલિ – ગુલાબરાય સોની

[ રીડગુજરાતીના એક વાચક શ્રી ગુલાબરાયભાઈએ ચૂંટેલા શ્લોકો અને સુત્રો પર પોતાનું ચિંતન રજૂ કરતું એક સુંદર હસ્તલિખિત પુસ્તક બનાવ્યું છે. આ લેખ તેમના એ ‘મુક્તાવલિ’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તેમણે આ પુસ્તકમાં લખ્યું છે કે : ‘મરજીવા જેમ મહાસાગરમાંથી મોતી વીણી લાવે તે પ્રમાણે શાસ્ત્રોમાંથી, કવિઓનાં કાવ્યોમાંથી, ગઝલનાં શેરોમાંથી, સુભાષિતોમાંથી, કહેવતોમાંથી સારા સારા […]

નવો વળાંક – સુધીર દેસાઈ

આપણે હંમેશાં વાત વાતમાં એમ કહીએ છીએ કે આ તો હું સહન કરું બીજું કોઈ ના કરે. આ તો હું છું તે પગ અટકી ગયા છે. ચાલતાં તકલીફ થાય છે પણ ચાલું છું. બીજું કોઈ હોય તો ખાટલામાં પડી રહે. દુ:ખનો સામનો આપણે જ કરીએ છીએ. બીજું કોઈ ન કરી શકે. આપણું દુ:ખ એ સૌથી […]

સન્માનોની ઉપયોગિતા કેટલી ? – રમેશ. ભા. શાહ

[‘અરધી સદીની વાંચન યાત્રા’ ભાગ-3 માંથી સાભાર.] સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરતી વ્યક્તિઓને ચંદ્રકો, ઈનામોથી નવાજવાની પરંપરા છે. આવાં પારિતોષિકોની બાબતમાં બેત્રણ ટીકાઓ સાંભળવા મળે છે. કેટલાક દાખલાઓમાં અયોગ્ય વ્યક્તિઓને સન્માનવામાં આવતી હોય છે. બીજું, અધિકારી વ્યક્તિઓને કાં તો આવા માનથી વંચિત રાખવામાં આવે છે, અથવા એમનું સન્માન ઘણું મોડું કરવામાં આવે છે. […]

અર્પણ – રસિક બારભાયા

શ્રીમતી કુસુમ વર્મા ઘરમાં એકલાં હતાં. આ ઘર નહીં બંગલો હતો. મોટા બંગલામાં પોતે એકલાં હતાં. પોતે કોઈ અજાણ્યા સ્થળે આવી ચડ્યાં હોય તેમ પોતાને લાગતું હતું. સાંજ ઢળી ગઈ હતી. અંધારું પથરાઈ ગયું હતું. કમ્પાઉન્ડમાં ઊભેલાં ફરતાં ઝાડો શાંત-સ્થિર હતાં. વરંડામાં ખુરશીમાં બેઠો બેઠો રામચંદ્ર ઊંઘ્યા કરતો હતો. કુસુમબહેને ઊભાં થઈ સ્વિચ ઓન કરી, […]

રમૂજી ટૂચકાઓ (ભાગ-2) – નવનીત સેવક

[1] ઉપદેશ એક વખત એક ઉદ્યાનમાં એક મુસાફરે બીજા મુસાફરને કહ્યું : ‘આ નગરથી થોડે દૂર એક પર્ણકુટિ છે. ત્યાં એક અત્યંત સાધુચરિત માનવી રહે છે, જે કદી નગરમાં આવતો નથી તથા લોકોને સંકટોનો સામનો કરવાનો તેમજ શાંતિનો તથા સંતોષનો ઉત્તમ ઉપદેશ આપે છે.’ બીજો મુસાફર બોલ્યો : ‘મેં પણ સાધુચરિત માનવીની ખ્યાતિ સાંભળી છે. […]

ઉદ્યોગપતિઓના પત્રો – જયવતી કાજી

[વિશ્વના જુદાજુદા ક્ષેત્રના વિવિધમહાનુભાવોના અંતરંગ પત્રોનો સમાવેશ કરતા એક સુંદર પુસ્તક ‘પ્રિય તમને…’ માંના અનેક પત્રોમાંથી નીચેના ત્રણ પત્રો લેવામાં આવ્યા છે. શરૂઆતમાં જે તે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિનો પરિચય એ પછી તેમનો પત્ર અને છેલ્લે ઉપસંહાર – એમ ત્રણ વિભાગમાં આ પુસ્તકના દરેક લેખને ગોઠવવામાં આવ્યો છે.] [1] મહાન ઉદ્યોગપતિ ઘનશ્યામદાસજી બિરલા (Birla Group of […]

વાંચો અને વિચારો – સંકલિત

વાહ વાહ – ઝવેરચંદ મેઘાણી સાહિત્યજગતમાં મળતી વાહવાહ એ ભયંકર તત્વ છે, અને એનો મોહ મને બિલકુલ છૂટી ગયો છે એમ તો હું પણ ન કહી શકું. પરંતુ મને તો એ સંબંધમાં દુનિયાએ મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે એટલે એની પાછળ ઘેલો બનવાનું મારે માટે રહ્યું નથી. નવાં ક્ષેત્રો મારે સર કરવાં નથી. […]

રમૂજી ટૂચકાઓ (ભાગ-1) – નવનીત સેવક

[1] અદ્દભુત એક વેળા એક પરદેશી સ્વપ્નદ્રષ્ટા એક મોટા નગરમાં જઈ ચઢ્યો. અહીં એક જગાએ કોઈ દુકાન પાસે હાથમાં થેલીઓ લઈને ઊભા રહેલાં લોકોની એક મોટી કતાર ઉભી રહેલી દેખાઈ. તેમાં વૃદ્ધો હતા, સ્ત્રીઓ પણ હતી તથા બાળકો પણ હતાં. સ્વપ્નદ્રષ્ટાએ આ જોઈને પોતાની નોંઘપોથીમાં લખ્યું : ‘નગરના લોકો અત્યંત શિસ્તપ્રિય છે.’ આ પછી તે […]

યક્ષપ્રશ્ન – મહાભારત વનપર્વ

કામ્યક વનમાંથી નીકળીને પાંડવો દ્વૈતવનમાં આવીને રહેવા લાગ્યા. તેઓ એક બ્રાહ્મણને ત્યાં રોકાયેલા. એકવાર એવું બન્યું કે યજ્ઞ માટેનું કાષ્ઠ (લાકડું) એક મૃગે શીંગડા ઘસતાં એમાં ભરાયું. તેથી મૃગ એ કાષ્ઠ લઈને ભાગ્યું. બ્રાહ્મણે યજ્ઞ માટે એ કાષ્ઠ લાવી આપવાનું પાંડવોને કહ્યું તેથી પાંડવો ઉતાવળે એ મૃગ પાછળ દોડ્યા. તેઓ તેને વીંધી શક્યા નહિ કે […]

આપણું આરોગ્ય – સંકલિત

[1] તંદુરસ્તીની પરીક્ષા (1) તમને ભૂખ બરાબર લાગે છે ? (2) તમને ગાઢ ઊંઘ આવે છે ? (3) તમને સાફ ઝાડો આવે છે ? (4) તમારો ચહેરો ચમકદાર છે ? (5) તમારું પેટ છાતીની અંદર છે ? (6) તમારા પગ ગરમ, પેટ નરમ અને માથું ઠંડુ રહે છે ? (7) તમને કામ કરવામાં ઉત્સાહ રહે […]

101 જીવનપ્રેરક પુસ્તકોની યાદી – સંકલિત

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાં આપેલ વાંચવા અને વસાવવા લાયક ગુજરાતી પુસ્તકોની યાદી. સાભાર. પુસ્તકોની પ્રાપ્તિ માટે આપના શહેરના જે તે પુસ્તકકેન્દ્રનો સંપર્ક કરવો. ] (001) પૉલિએના (002) જીવન એક ખેલ : અનુ. કુન્દનિકા કાપડિયા (003) સુખને એક અવસર તો આપો : અનુ. રમેશ પુરોહિત (004) પરમ સમીપે : કુન્દનિકા કાપડિયા. (005) ઊઘડતા દ્વાર અંતરના : […]

ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી, સમદરનાં મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા, પાવાને ટોડલે મા’કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં, ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમીટ […]

ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર

[ અનુવાદ. ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’ ] ભય અમારે કોનો જગમાં ? ભય અમારે કોનો ? લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા અમને શું કરવાના ? સીધુંસાદું જીવન જ્યાં હો શીદને અમ ડરવાના ? ભય અમારે કોનો જગમાં ? ભય અમારે કોનો ? નહિ કપટ, ન ઝોળી થેલી, મતા અમારી શી ? લૂંટી શકે ના લગન અમારી ધૂન તદ્દન […]

દર્દીનું દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

[અમેરિકા સ્થિત જાણીતા યુવા કવિ, ગઝલકાર, વિવેચક શ્રી જગદીશભાઈ વ્યાસનું કૅન્સરની બિમારીને કારણે 16-ડિસેમ્બર-2006ના રોજ દુ:ખદ અવસાન થયું. તેમણે પોતાની પુત્રીને 3-નવેમ્બર-2006 ના રોજ લખેલ આ કાવ્ય, ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી તેમને અંજલિરૂપે સાભાર. ] મઝધારમાં ડૂબી રહ્યું હો વહાણ, દીકરી ! એવું જ મારું જીવવું તું જાણ, દીકરી ! હું ક્યાં રમી શકું છું, તારી સાથે […]

ગઝલ પુષ્પ – સંકલિત

ગુલાબ કહેતું હતું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગુલાબ કહેતું હતું સાંજના રડીને મને, મળ્યું શું ? ત્હારા આંગણામાં ઉઘડીને મને. દરેક વખતે ટેવવશ ગુમાવતો જ રહ્યો, કમાલ કરતો રહ્યો તું ય પણ જડીને મને. જુદો જ ભીડમાં, કોઈની સાથ પણ જુદો, સતત હું જોતો રહ્યો એકલો પડીને મને. ખરું પૂછો તો નથી હોતા જરાયે વ્હાલા, […]

પરિશ્રમ – જૉસેફ મૅકવાન

જુનું અગિયારમું ધોરણ હતું ત્યારની આ વાત છે. બોર્ડની પરીક્ષા પહેલાં અમે ડિસેમ્બરમાં પ્રિલિમિનરી ઍક્ઝામ રાખતા અને કસોટીની એરણે જે સાંગોપાંગ પાર ઊતરે એને જ મૅટ્રિકની પરીક્ષાનું ફૉર્મ ભરવા દેતા. પરિણામે પાસ ના હોય એને ફૉર્મ ના મળતું. એ પરીક્ષાનો એક આતંક છવાયેલો રહેતો, વિદ્યાર્થીઓના માનસ પર. વ્યક્તિગત રીતે મને એ ના ગમતું. પણ સાઈઠ […]

પ્રભુ સાથે સંવાદ – અનુ. ડૉ. વસંત પરીખ

[અંગ્રેજીમાંથી અનુવાદિત. મૂળ લેખક : અજ્ઞાત] પ્રભુ : ‘હેલ્લો, તેં મને ફોન કરેલો ?’ નાગરિક : ‘તમને, મેં કોલ ? ના તો – પણ તમે કોણ ?’ પ્રભુ : ‘હું ભગવાન બોલું છું. મેં તારી પ્રાર્થનાઓ સાંભળી. તેથી મને થયું કે લાવ તારી જોડે ગપસપ કરું.’ નાગરિક : ‘હા, પ્રાર્થના તો કરું છું પણ એ […]

માનવરૂપે મધમાખી – મણિલાલ પટેલ

ખાદીના ઝભ્ભા-લેંઘાના પોશાકમાં સજ્જ દાઢીધારી અનિલ ગુપ્તાને જોતાં કોઈને કલ્પના પણ ન આવે કે આ માણસ વિશ્વભરમાં જાણીતી અમદાવાદ-સ્થિત ભારતીય પ્રબંધ સંસ્થાન (IIM – Indian Insitute of Mangement) ના કૃષિ મૅનેજમેન્ટના અધ્યાપક હશે ! દુનિયાભરમાં તેઓ પોતાના આ ગ્રામીણ પોશાકમાં જ ઘૂમે છે ! આપણે ત્યાં તરેહતરેહની યાત્રા રાજકીય કે ધાર્મિક હેતુસર યોજાય છે, પણ […]

ઉપહાર – તિલોત્તમા જાની

[‘લેખિની’ રજતજયંતી અંક (સાન્તાક્રૂઝ, મુંબઈ) માંથી સાભાર. ] મધુવન્તી બારી પાસે બેસી વિચારોના વૃંદાવનમાં રમી રહી હતી. સામેનો સોનચંપો, મધુરો મોગરો, ગુલાબની હસતી કળીઓ મનચંપાને તીરે સુગંધ લહેરાવતાં હતાં. જામફળનાં ઝાડમાં બે પોપટ ગુફતેગો કરી રહ્યા હતા. અને અહીં આ આંબા ડાળે બુલબુલ બેઠું હતું. આમ તો બુલબુલ દેખાતું નહીં, સંભળાતું ખરું. કદી કદી કલગી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.