Archive for February, 2007

લેખક બનવું છે ? – મૃગેશ શાહ

[ રીડગુજરાતીના માધ્યમ દ્વારા ઘણા યુવા વર્ગના સંપર્કમાં આવવાનું બન્યું. જે નવો વાચકવર્ગ સાહિત્યના સંપર્કમાં રહ્યો, તેમાંના કેટલાકને કંઈક લખવાની ઈચ્છા થઈ. અમુક વાચકોએ ‘ફીડબેક’ માં પૂછાવ્યું કે ‘લેખક કેવી રીતે બની શકાય ?’ વાચકોના આ પ્રશ્નોના ઉત્તરરૂપે અને જેટલું મારા અનુભવમાં આવ્યું, જોયું અને જાણ્યું તે પરથી લેખક બનવા માટેના કેટલાક મુદ્દાઓ એક લેખ […]

હાસ્યરંગ – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર ફેબ્રુઆરી માસ દરમિયાન મૂકવામાં આવેલા જૉક્સનો સંગ્રહ.] છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’ દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’ છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’ ************* નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’ ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર […]

નજરેં બદલ ગઈ… – શાહબુદ્દીન રાઠોડ

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ. જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું. થોડી વારમાં જવાન એક યુવાનને લઈ […]

જોયેલું ને જાણેલું – સંકલિત

[‘અખંડ આનંદ’ જૂન-2006 માંથી સાભાર.] [1] મનનું સુખ – ભાનુલાલ પીપલિયા મારાં એક દૂરનાં સગાં ફોઈબા છે. એમને સામાન્ય સ્થિતિવાળા એક ઘેર પરણાવવામાં આવ્યાં, ત્યારે મારા ફુઆ વતનમાં સાધારણ ધંધો કરી ઘરખર્ચ પૂરતું કમાતા. ધીરે ધીરે ફુઆની સ્થિતિ બદલાઈ અને પોતાની કમાણી ઓછી થતી ગઈ. અનેક સ્થળોએ પ્રયત્ન કરવા છતાં ધંધા યા નોકરીમાં ફાવટ આવી […]

જનરેશન ગેપ – ‘વી ટીમ’

[‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.] મુંબઈની નાઈટ કલબોમાં દારૂ પીવા માટે ડાન્સ કરવા આવતાં યુવાનો અને યુવતીઓની સરેરાશ ઉંમર 20 થી 28 જ વર્ષની હોય છે. શહેરોમાં પથરાયેલી હજારો સાયબર કાફેમાં હવે સ્કૂલમાં ભણતાં ટાબરીયાંઓ પણ નેટ સર્ફિંગ કરતાં થઈ ગયા છે. આજની કોલેજોમાં ભાગ્યે જ એવા કોઈ વિદ્યાર્થીઓ જોવા મળશે, જેમની પાસે પોતાનો સેલફોન ન […]

શ્વાસનળીમાં ટ્રેન – વીનેશ અંતાણી

બધી તૈયારી થઈ ગઈ હતી. સામાન ધીરેધીરે બહારના કમરાના એક ખૂણામાં મુકાઈ રહ્યો હતો. સુષીના બાપુજીએ કહ્યું હતું કે છેલ્લી વાર નજર ફેરવી લેજો, કંઈ ભુલાઈ જતું ન હોય. પણ કોઈએ નજર ફેરવી નહોતી. એમ તો હજી વખત હતો. બાપુજીની છાપ આમ પણ ઉતાવળાની હતી. ક્યાંયે જવું હોય તો એમના ચહેરા પર દિવસો પહેલાં મૂંઝવણની […]

પ્રેમ પર ધંધાની અસર – નિર્મિશ ઠાકર

[જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો ] [1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર […]

પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર.] એક હતો રેઈનકોટ – બકુલ ત્રિપાઠી એકહતો રેઈનકોટ ને આપણે બે! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડ્યો મેહ તું જ ઓઢને ! ‘તારે જ ઓઢવો પડશે’ એવો હુકમ કીધો આ જહાંપનાહે ને બદતમીઝીની હદ આવી ગઈ ‘હું નહીં […]

કાવ્ય કેફ – મનોરમા થાર

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રીમતી મનોરમાબહેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] ક્યાં વસે છે જિંદગી ? જિંદગી ! સૌ તને જોયા કરે છે કલ્પનાથી કો ઉષાના રંગમાં કે કિનખાબી ખિલતી સંધ્યામાં ! કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં ! ક્યાં વસે છે જિંદગી ? તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં ? તું […]

કાવ્ય સૂર – સુરેશ જાની

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી સુરેશભાઈ જાની (ટૅક્સાસ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.] ધારો કે.. પંખી બનું, ધાર કે હું, આજ ગગનમાં, ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં. દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે, વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં. આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને, ગામ તણી ગલી ઘુમું, […]

પ્રવાસે – ગિરીશ ગણાત્રા

ઉનાળાની બપોરે રિસેસ ટાઈમમાં નાસ્તો કરતી વખતે એક સહકાર્યકરે વાતચીતમાં ઉનાળાને છેડતો હતો. એ કહે – તાપ અને ગરમીમાં બહુ ફરક હોય છે. તાપ બહાર પડે, ગરમી અંદર હોય. તાપ સહન કરી શકાય પણ ગરમી નહિ. એણે ‘ગરમી’નો ગુઢાર્થ સમજાવવાનું શરૂ કર્યું. ‘કઈ રીતે ?’ ખારી બિસ્કિટ મોમાં પધરાવીને ચાનો ઘૂંટ લેતાં બીજા મિત્રે પૂછ્યું. […]

પ્રવેશદ્વાર : ઘરનું અને મનનું ! – પંકજ ત્રિવેદી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો (સુરેન્દ્રનગર, ગુજરાત) ખૂબ ખૂબ આભાર.] સફળતા મુખ્ય બારણેથી આવે છે અને નિષ્ફળતાને પાછલું બારણું કે બારી જ ફાવે છે. જીવનમાં આ બંને દ્વારોનું ખૂબ જ મહત્વ છે. મનને પણ એક બારણું છે ને એક બારી ! આ પાછલી બારીનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એનાં પર બધો […]

ક્ષુબ્ધ તરંગ – મોહનલાલ પટેલ

રાકેશ અને સુચેતાના દામ્પત્યજીવનમાં ક્યારેક બંટી અંગે થોડી ચડભડ થતી. બંટી એમનું એકનું એક સંતાન. છ વર્ષ એની વય. સુચેતાની એક કાયમની ફરિયાદ હતી કે રાકેશ બંટી પ્રત્યે પૂરતું વાત્સલ્ય દાખવતો નથી. આ ફરિયાદ સામે રાકેશનો ઉત્તર આ હતો – ‘બંટીની ઉંમર પ્રમાણે હું એના માટે રમકડાં લાવતો રહ્યો છું. એ શિશુવયનો હતો ત્યારે તેના […]

કિટી પાર્ટી- નિપુણ ચોકસી

રવિવારની સુંદર સાંજ હતી અને શ્રીમતીજીએ ટહુકો કર્યો. શ્રીમતીજી જ્યારે જ્યારે ટહુકો કરે ત્યારે અચાનક હું ગભરાઈ જાઉં છું. મારા કાનમાં ખતરાની ઘંટી વાગવી શરૂ થઈ જાય છે. હવે પછી કાંઈક અવનવું કે અજુગતું કે પછી ન બનવાનું બનશે. એવું વિચારતા જ મારું નાજુક હૃદય ફફડી ઊઠે છે અને ધબકારા અનિયમિત થઈ જાય છે. એમના […]

લોકવારતાઓ – સં. જયંતીલાલ દવે

[ ઉત્તર ગુજરાતની આ લોકવારતાઓ નું સંકલન ગુજરાતી સાહિત્ય અકાદમીએ કરીને તેનું એક પુસ્તક ‘લોકવારતાની લહેર, ઉત્તર ગુજરાતે’ નામથી પ્રકાશિત કર્યું છે. આ વારતાઓ મેળવવા માટે ખૂબ અંતરિયાળ નાના-નાના ગામડાઓની સફર કરીને ત્યાંના શ્રમજીવીઓ, વૃદ્ધો, સ્ત્રીઓ, કડિયા, કારીગરો, ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે કહેલી વાર્તાઓ ટેપ કરવામાં આવી છે. એમ કરતાં તેમની પાસેથી […]

પૈસાનો ઉપયોગ – મહોમ્મદ માંકડ

આધુનિક માનવી માટે પૈસા વિના જીવવું દુષ્કર છે. પૈસા ખોરાક અને પાણી જેટલું જ મહત્વ એના જીવનમાં ધરાવે છે. ભર્તૃહરિએ ધનની ત્રણ ગતિ દાન, ભોગ અને નાશની વાત કરી છે. મહદઅંશે આજે પણ એ વાત સાચી રહી છે, પરંતુ નાણાકીય બાબતો નિષ્ણાતો માટે પણ વધુને વધુ જટિલ બની રહી છે. અર્થશાસ્ત્ર વિષયના કોઈ એક પાસાં […]

સાવ અજાણ્યા ઑલિયા – ભારતી ર. દવે

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર.] કાજળઘેરી રાત્રિ ઊતરી આવી ન હોય એવું આકાશ કાળું ડિબાંગ ! ઘનઘોર વાદળાં છવાઈ ગયેલાં. સબાકા લેતી સાપોલિયા વીજળી વચ્ચે આકાશને અજવાળતી હતી. ધોધમાર, સાંબેલાધાર તડાપીટ કરતો વરસાદ અને સુસવાટા મારતો પવન ! રસ્તા પર પાણીની નદીઓનાં ધસમસતાં પાણી ધીરે ધીરે મહાનદીનું રૂપ લઈ રહ્યાં હતાં. આ હતો 27મી જુલાઈ, 2005નો દિવસ […]

શ્રીમતીજીની વાનગી હરીફાઈ ! – હરેશ ધોળકિયા

નરસિંહ મહેતાએ ક્યાંક લખ્યું હોવાનું સાંભળ્યું છે કે, ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’ પણ મારી બાબતમાં આ વિધાન અર્ધસત્ય જેવું છે. મારે ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી નિરાંતે પરણવાની ઈચ્છા હતી અને પછી આરામથી જીવવાનો પ્લાન હતો. પણ ઘરના સંજોગોને કારણે ચોવીસમે વર્ષે પરણી જવું પડ્યું. મારી માને લકવો પડતાં […]

મીઠાં વડચકાં – અંબાદાસ અગ્નિહોત્રી

[‘અરધી સદીની વાંચનયાત્રા’ માંથી સાભાર.] પ્રોવિડન્ટ ફંડનો હપ્તો અને ઈન્કમટેક્ષ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ….અગિયાર…બાર….પંદર….સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું. […]

સફારી ની સફર – પ્રો. જયેશ વાછાણી

[રીડગુજરાતીના નિયમિત વાચક પ્રો. જયેશભાઈ ‘ઉમિયા પરિવાર’ સામાયિકના કટાર લેખક છે. આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા તેમણે સુપ્રસિદ્ધ ‘સફારી’ સામાયિકના સર્જક શ્રી નગેન્દ્રભાઈની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતને લગતી આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ પ્રો. શ્રીજયેશભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] વર્ષ 2004, મે મહિનાની 18મી તારીખે સવારે અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરતી વખતે […]

હું એટલું શીખ્યો છું કે – ડૉ. આઈ. કે. વિજળીવાળા

હું એટલું શીખ્યો છું…. ….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે. ….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે. …..કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે. …..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને […]

સુંદર પ્રાસંગિક લોકગીતો – રતિલાલ સથવારા

[1. લીલુડા વાંસની વાંસળી રે…. – વરના રાજવીઠાઠનું લોકગીત] લીલુડા વાંસની વાંસળી રે, આડા મારગે વાગતી જાય; નગરીના લોકે પૂછિયું રે, કોણ રાણો પરણવા જાય ? છેય રાણો છેય રાજવી રે, મારા કનુભઈ પરણવા જાય. સોએ ઘોડા બસો હાથીડા રે, મારી જાનનો રંગ ના જાય ! જાનૈયા ઉતારો ઓરડે રે, મારી જાનડીઓ પરસાળ; ઘોડા ઉતારો […]

ધક્કો – સારંગ બારોટ

‘બિંદુ, પહેલી તારીખથી આપણે સાંજે મળવાનું બંધ કરવું પડશે.’ ‘કેમ કેમ કેમ ?’ ‘મેં તને કહ્યું નથી પણ મમ્મીની માંદગી પાછળ મારે થોડુંક દેવું કરવું પડ્યું છે. હજી એની દવા વગેરે ચાલુ છે એટલે બચત થાય એવી કોઈ શક્યતા નથી. થોડા કલાકનું વધારાનું કામ મળે એની હું શોધમાં હતો, બે કલાકનું પાર્ટ ટાઈમ કામ મળ્યું […]

પુસ્તકોનો સરવાળો – ચંદુલાલ સેલારકા

[‘સંવેદન’ સામાયિક (સૂરત) માંથી સાભાર.] હજારો પુસ્તકો આટલી ઉંમરમાં – પંચોતેરની વય સુધીમાં ખાનગીગૃહ પુસ્તકાલય (હોમ લાઈબ્રેરી) માં એકઠાં કર્યાં. જે પુસ્તકો ખરીદ કર્યાં હતાં તેના પર, ટેવ પ્રમાણે, ખરીદ તારીખ અને ક્યાંથી – સ્થળ – લીધાં હતા તે લખેલ હતું. તે વાંચતાં તેને અંગેનાં સંસ્મરણો પણ ઉખળી આવ્યાં. પણ એ માટે યે હવે ક્યાં […]

વિસામો… – તંત્રી

વિસામો… – તંત્રી રીડગુજરાતી પર સામાન્ય રીતે રોજ બે લેખો મૂકવામાં આવે છે જે આપ સૌ વાચકમિત્રો જાણો છો. પરંતુ છેલ્લા પંદર દિવસથી બહારગામ હોવાને કારણે મારાથી નવા લેખોનું વાંચન, પુસ્તકોની સમિક્ષા, પ્રાપ્ત થયેલા લેખોની ગોઠવણી વગેરે થઈ શક્યા નથી – તેથી આજે માત્ર એક લેખ આપીને થોડો વિરામ લઉં છું જેથી પ્રાપ્ત થયેલા નવા […]

ધરતીનો છેડો ઘર – ડૉ. મોહનભાઈ પટેલ

[અખંડઆનંદ-ફેબ્રુ-07 માંથી સાભાર.] માણસ માત્ર શાંતિ ઝંખે છે. થાકેલો-પાકેલો માણસ પોતાના ઘરમાં પગ મૂકે છે ને આખા જગતનો વૈભવ પામ્યાની અનુભૂતિ કરે છે. ઈંટ, રેતી ને સિમેન્ટથી તૈયાર કરેલું મકાન ઘર ક્યારે કહેવાય છે ? એમાં રહેનારાં બધાં પ્રેમપૂર્વક રહેતાં હોય, બીજાના દુ:ખે દુ:ખી ને બીજાના સુખે સુખી થતાં હોય, કમાયેલો રોટલો વહેંચીને ખાતાં હોય, […]

સંસ્કારની સૌરભ – અવંતિકા ગુણવંત

પીયુષે ઘરમાં અરુણા સાથે લગ્ન કરવાની વાત કહીને મધુભાઇ ઘાટો પાડીને બોલ્યા, ‘બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન ? ના, ના હું નહિ ચલાવી દઉં.’ મધુભાઇએ અરુણાના ગુણ, સંસ્કાર, ભણતર કશુંય જોયા વગર વિરોધ કર્યો. પીયૂષ વિનંતીના સૂરમાં બોલ્યો, ‘બીજી જ્ઞાતિની છોકરી એટલે એના નામ પર ચોકડી મારી ના દો, પણ એક વાર એનાં મા-બાપને મળો, […]

વાનગી સંચય – અનિત્રિ ત્રિવેદી

[રીડગુજરાતીને આ સુંદર વાનગીઓ લખી મોકલવા બદલ શ્રીમતી અનિત્રિબહેનનો (ટેક્સાસ) ખૂબ ખૂબ આભાર.] મેંગો હલ્વો સામગ્રીઃ ૨ પાકી કેરી ૧ નાનો ક્પ ખાંડ ૧ ક્પ દુધ ૧ ચમચી ઘી ૨ ટીંપાલીંબુ નો રસ ઈલાયચી કેસર(ટૈસ્ટ પ્રમાણે) રીતઃ ૧) કેરી ની છાલ કાઢી ને નાના કટકા કરવા. ૨) એક વાસણ માં ઘી મુકી ને કેરી ને […]

રોંગ નંબર – હર્ષદ પંડ્યા

અમને એ વાત જાણીને આનંદ થયો કે દેશનાં નાણાપ્રધાનની હાલત પણ અમારા જેવી જ છે ! અમારી જેમ એમનેય ગૃહપ્રધાન ને પૂછીપૂછીને બજેટ બનાવવું પડે છે ! પી.ચિદમ્બરમ હોય કે પી.હર્ષદરમ, ઘરમાં તો સૌ સરખા ! વાઇફે મને છાપું પકડાવતાં કહ્યુ, ‘આ વાંચો જરા, દેશના નાણાપ્રધાન પણ એમનાં ઘરવાળાંને પૂછીપૂછીને જ રૂપિયો ક્યાંથી આવશે અને […]

સોબત – પ્રવીણ દરજી

હમણાં, આ વખતની શાળાઓની વાર્ષિક પરીક્ષા લેવાઇ ત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરતો દોહિત્ર ચેતસ વીણેલાં મોતી જેવી કેટલીક પંક્તિઓ સમજવા માટે મારી પાસે આવ્યો હતો. એને સમજાય એવી ભાષામાં એ પંક્તિઓ મેં દષ્ટાંતો સાથે સમજાવી. પણ એણે લોકસાહિત્યની બે પંક્તિઓ વિશે મને વારંવાર પ્રશ્નો કર્યા. પંક્તિઓ તો એ સમજયો પણ બાર વર્ષની ઉંમરનું જગત એની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.