Archive for March, 2007

મુલ્લા નસરુદ્દીનની વાતો – મહેશ દવે

[1] મૂળિયામાંથી પકડ્યું થડ મુલ્લા નસરુદ્દીનનું ગામ સાવ નાનકડું. વસતિ ઓછી અને દરજી, સુથાર, સોની, મોચી, હકીમ એવો વ્યવસાય કરનારા એક એક જણ જ મળે. એક દિવસ દરજી રડતો રડતો મુલ્લા પાસે આવ્યો ને બોલ્યો : ‘હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો.’ મુલ્લાંએ પૂછ્યું : ‘શું થયું ?’ દરજીએ કહ્યું : ‘મુલ્લા, તમે તો જાણો […]

શમણાંનું ગીત – પાયલ દવે

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ પાયલબેનનો (અમદાવાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : payaldave25@gmail.com ] અવઢવ પ્રેમી, પાગલ ને પરણેલાં રાશિથી ત્રણેય સરખાં, સંબંધોના સાજમાં, જાણે મૃગજળના સાથમાં. સુંદર સૂરીલી સંવેદના, અનામી શિખરોના શાખમાં, ઝાંઝવાં તણા શમણાં ને અમળાઈ ઉઠેલા ઉજાગરાં. કોઈ કોરા પગલાની આશમાં, મિલનચિત્ર માત્રને […]

ઘરકામમાં મદદ કરો – પ્રધુમ્ન આચાર્ય

[‘નવનીત સમર્પણ’ માંથી આ હાસ્યલેખ સાભાર.] તાજેતરમાં અમેરિકામાં 5000 યુગલો પર સંશોધન કરી એવું શોધી કઢાયું છે કે જે પતિદેવો પત્નીને ઘરકામમાં મદદ કરે છે, તે ઘરમાં સુખશાંતિ રહે છે અને સ્ત્રીની સરેરાશ આયુમર્યાદા વધે છે. હું માનું છું કે આવી બાબતે કોઈ સર્વે કરવાની જરૂર હોતી નથી. જવાબ જોઈને દાખલો ગણાય જેવી વાત છે. […]

બર્ડ શૉ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સંયોગ હોય તો ઘર પહાડ પર, પહાડની તળેટીમાં કે પહાડ સામે મળે. સંયોગ હોય તો ઘર નજીક ઊછળતો ઓસરતો સમુદ્ર મળે અને સંયોગ હોય તો ઘર-છંટકારતી નદીના વહેણનું સાક્ષી થવાનું મળે. સૂર્ય-ચન્દ્રની વાત જવા દો. એ તો ક્યાંય પણ મળે જ મળે. હા, સૂર્ય કરતાં વઘઘટ થયા કરતા ચન્દ્રમામાં મારું કુતૂહલ વધુ ટકી રહે. પણ […]

અમારી પહેલી મુલાકાત – મીરા ભટ્ટ

[ આજકાલ લગ્નોત્સુક યુવાન યુવતીઓની જ્યારે મુલાકાત ગોઠવવામાં આવે છે ત્યારે બંને પક્ષને એ સર્વસામાન્ય પ્રશ્ન થાય છે કે ‘મુલાકાતમાં શું વાત કરવી ?’ મોટેભાગે આ મુલાકાતમાં ઔપચારિક પ્રશ્નોત્તરી, ફેમેલી અને હોબીથી આગળ કોઈ વધતું હોય એમ જણાતું નથી. અગાઉ ભાવનગરમાં રહેતા અને હાલમાં વડોદરા સ્થિત 75 વર્ષના મીરાબહેન, લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે લઈને આવ્યા છે […]

ભગિની નિવેદિતા – યશવન્ત મહેતા

[આ કૃતિ ‘મોટા જ્યારે હતા નાના’ પુસ્તકમાંથી લેવામાં આવી છે જેમાં મહાન માણસોના બાળપણની વિગતો આપવામાં આવી છે. સાભાર.] આયર્લેન્ડ દેશ. ભારત જેવો જ એનો ઈતિહાસ. ભારતની જેમ જ અંગ્રેજોનું એ દેશ ઉપર રાજ. ભારતની જેમ જ એ દેશની પ્રજા પણ આઝાદી માટે જંગે ચડેલી. આ દેશનો ટાયરોન તાલુકો. એનું ડનગાનોમ નામે નાનકડું ગામ. ત્યાં […]

દ્રોહકાંડ – હરીશ નાગ્રેચા

[‘ચિત્રલેખા-વાર્તા વૈભવ વિશેષાંક-2005માંથી સાભાર.] ‘યાર છ વાગ્યા. ઑફિસથી આવી પાર્ટીનો ઉબાળો જોશે તો મમ્મા ભડકશે. ચાલો, ફૂટો હવે !’ નાછૂટકે કૈરવે મિત્રોને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા. આખો દિવસ મોજ-મસ્તીમાં ગયો: શું યાર ! દર વખતે આવું જ થાય છે. વાંચવાના બહાને મળીએ છીએ, પછી ! મમ્મા જાણશે તો ચીડાશે: અઠવાડિયા પછી બારમાની પરીક્ષા છે […]

કાવ્ય કલરવ – પંકિતા ભાવસાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પંકિતાબેનનો (ચેન્નાઈ, ભારત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો. pankita.b@gmail.com] પંખી પંખી બની ઊડવાનું મન થાય છે, ને વાદળો સાથે રમવાનું મન થાય છે, એક પછી એક ડાળીએ ફરતાં ફરતાં, બધાં પંખીઓ સાથે કલરવ કરવાનું મન થાય છે, સવાર પડતાં જંગલે ભટકતાં ભટકતાં, નાનાં-નાનાં […]

શ્રી રામનવમી – સંત શ્રી તુલસીદાસ

[ આજે રામનવમીના વિશેષ પર્વ નિમિત્તે પ્રસ્તુત છે શ્રી રામચરિતમાનસના ઉત્તરકાંડના એક પ્રકરણનું ગુજરાતી અનુવાદ. આ પ્રસંગ મુખ્યત્વે ‘રામગીતા’ તરીકે ઓળખાય છે. પ્રસંગની શરૂઆત દોહા નંબર-42 થી થાય છે. આ અનુવાદ શ્રી રામચરિતમાનસની ‘ગીતાપ્રેસ-ગોરખપુર’ આવૃત્તિમાંથી લેવામાં આવ્યો છે. પૂર્વભૂમિકા એવી છે કે ભગવાન શ્રીરામ વનવાસથી અયોધ્યા આવ્યા બાદ તેમનો રાજ્યાભિષેક થાય છે અને દેવતાઓ આવીને […]

પોતાનાં-પારકાં – જયવદન પટેલ

આમ તો કહેવાય છે કે પોતાનાં એ પોતાનાં અને પારકાં એ પારકાં. ઘણા એવું પણ કહે છે, પારકાં તે કદી પોતાનાં થયાં જાણ્યાં છે ? પણ, ક્યારેક પ્રચલિત માન્યતાઓ કરતાં ઊલટી જ વાત બની જાય છે. પોતાનાં બિલકુલ પરાયાં બની જાય છે, અને પરાયાં બિલકુલ પોતાનાં બની જાય છે. આવું બને છે ત્યારે ભારે અચરજ […]

અમથાલાલનો ઈન્ટરવ્યુ – નીલમ દોશી

[ આ બાળનાટકનો ભજવણી માટે ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે માટે લેખિકાનો 09427879202 પર સંપર્ક કરશો. રીડગુજરાતીને આ સુંદર બાળનાટક મોકલવા બદલ શ્રીમતી નીલમબેનનો (ભરૂચ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર.] પાત્રો : સીમાબહેન : મમ્મી કુંજલ : પુત્રી 15-16 વર્ષની ઉંમર કરણ : પુત્ર 20 વર્ષની આસપાસ શીલા : કામવાળી – કુંજલની ઉંમર સ્થળ : […]

નિરાશાને મારો કિક – કિશોર દવે

[રીડગુજરાતીને આ નિબંધ મોકલવા બદલ શ્રી કિશોરભાઈનો (જૂહુ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] પ્રત્યેક મનુષ્યને પોતાના જીવન દરમિયાન એવા કેટલાએ પ્રસંગો આવતા હશે, કે જ્યારે તે નિષ્ફળતાથી ઘેરાઈ ગયો હોય. નિષ્ફળતા મળે એટલે સામાન્ય મનુષ્ય તો નિરાશાની ઊંડી ગર્તમાં ધકેલાઈ જાય છે અને તેમાં તેને વધારે તો મન પર અસર ત્યારે થાય છે કે જ્યારે તેણે […]

ઈ-ટી.વી. એ લીધી રીડગુજરાતીની નોંધ

ગુજરાતની તેમજ ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય ટી.વી. ચેનલ ઈ-ટી.વી ગુજરાતીએ આજે રીડગુજરાતીની પ્રત્યક્ષ મુલાકાત લઈને તેમની શુભકામનાઓ વ્યકત કરી હતી. આ મુલાકાતનું પ્રસારણ “આપણું ગુજરાત” કાર્યક્રમ માં (તા. 25મી ને સાંજે 7 વાગે અથવા તા. 26મી સવારે 7 વાગે) કરવામાં આવશે, તો સર્વ વાચકોને તેનો લાભ લેવા વિનંતી. પ્રસારણની અન્ય વિગતો તેમજ વધુ માહિતી સાઈટ […]

ઉખાણા – કોકિલાબેન જોષી

[ શાળાઓમાં ભણાવતા શિક્ષક કોઈક વાર અચાનક પરીક્ષા લે તેમ આજે રીડગુજરાતીના વાચકોએ રોજેરોજનું વાંચન માણ્યા બાદ એક નાનકડી પરીક્ષા આપવાની છે !! આપ આપના જવાબો મને આ ઈ-મેઈલ પર shah_mrugesh@yahoo.com મોકલી આપશો. પરીક્ષાનું પરિણામ તેમજ સાચો જવાબ લખનારા વાચકોના નામ ચાર દિવસ બાદ પ્રસિદ્ધ કરીશું ! તો થઈ જાવ તૈયાર !! રીડગુજરાતીને આ પ્રશ્નપત્ર […]

જાંગલા નાચે : જવાનો ક્યાં – મકરન્દ દવે

[ ‘મોટા જ્યારે હતા નાના’ પુસ્તકમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આ કાવ્ય શ્રી મકરન્દ દવે નાના હતા ત્યારે તેમણે તેમના દાદાને લખીને બતાવ્યું હતું – તે પ્રકારની વિગતો આ પુસ્તકમાં આપવામાં આવી છે.] જ્યાં જોઉં ત્યાં જાંગલા નાચે વરવા કાઢી વેશ, ગબરગંડની ટોળકીએ તો ગંધવી માર્યો દેશ …. જ્યાં…. કોઈ રતનિયો, કોઈ લખુડી રંગલો […]

જીવનનો અભિગમ – સ્મિતા કામદાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી સ્મિતાબહેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ] વિશ્વમાં જન્મ લેતાની સાથે જ માણસ અગણિત સંબંધો અને ઘટનાઓથી બંધાઈ જાય છે. જન્મનો હેતુ આપણે જાણતા નથી. કોઈ દૈવી શક્તિથી નિર્મિત આપણો જન્મ નિશ્ચિત કરેલા પરિબળોના આધારે ધીરે ધીરે આકાર પામે છે. જીવનની દરેક પળનો અભિગમ જે કુદરતે આપણી માટે નક્કી કર્યો […]

ખતુબહેન – ડૉ. ભુપેન્દ્ર રાવલ

[‘અખંડ આનંદ – ફેબ્રુઆરી-2007માંથી સાભાર.] સમાજમાં બનતા ઘણા કિસ્સાઓ આપણને વાંચવા મળે છે જેમાં પાત્રોનાં નામ, ગામ, સ્થળ બદલી કઢાયેલ હોય છે – બદલી કાઢવા જરૂરી પણ હોય છે. પરંતુ આ લેખમાં એ બદલવાની જરૂર નથી કારણકે આ એક ભાવાત્મક, લાગણીપૂર્ણ-પ્રેરક વાત છે અને લેખનું પાત્ર ખતુબહેન પણ હવે તો જન્નતનશીન થઈ ગયાં છે. આજે […]

મોડું થઈ ગયું – જયંતીલાલ મકવાણા

[‘બાની વેદના પુસ્તકમાંથી સાભાર.’ રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ જયંતીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર.] સંજના અને સુહાસનાં લગ્ન થયે ચાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં, છતાં પણ એક યા બીજા કારણસર હિલસ્ટેશન ઉપર જવાનો કાર્યક્રમ પાછો ઠેલાયા કરતો હતો. આથી ગમે તેમ કરીને એ લોકોએ આવતા અઠવાડિયે હિલસ્ટેશન ઉપર ફરવા જવાનો કાર્યક્રમ એકદમ નક્કી કરી […]

અંધકારના ઊંડાણેથી – આદિલ મન્સૂરી

અંધકારના ઊંડાણેથી ચીસ ઊડે નવજાત શિશુની, ભીંત ઉપર ઓળા લંબાતા ભાવિ ભયના, કવિતા કેવી ટુકડાઓ તરવરતા ડૂબે ખંડિત લયના, ગૃહલક્ષ્મીના ચહેરા પરનો વિષાદ ઘેરો. રક્ત બનીને વહે નસે નસ. સમયશિકંજે જકડાયેલી ક્ષણને છુટ્ટી કરવા ચાહું, તકનાં સઘળાં સુવર્ણમૃગો તો સરી ગયાં ને એના પગરવના પડઘાઓ દિશાશૂન્ય વાયુમાં કંપે, દૂર રહેતા ભાઈની છાયા તરતી તરતી પાસે […]

રેતઘડી – પ્રીતિ ટેલર

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રીમતી પ્રીતિબહેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આ અગાઉ તેમની આ વાર્તા ‘દિવ્યભાસ્કર’ માં પ્રકાશિત થઈ ચૂકી છે. ] હાશ !!! ‘અરે વિપુલ જરા સાંભળ હું જરા બે દિવસ કિલનિક પર નહીં આવું. મારા પેશન્ટ્સને પ્લીઝ એટેન્ડ કરી લેજે !!’ ‘કેમ ?’ ‘ખૂબ થાકી ગઈ છું અને થોડો રેસ્ટ કરવો […]

બે સીટવાળી સાયકલ – રમેશ શાહ

[ લેખક વિશે : રમેશ ભાઇ વલસાડ ખાતે નાટ્યક્ષેત્રે સક્રીય છે.અને ગુજરાતી નાટ્ય ક્ષેત્રનાં મોટા નામો જેવાકે સંજીવકુમાર્ પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાન્તી મડિયા સાથે જુદા જુદા નાટકોમાં કાર્ય કરેલુ છે. કવિતા, અને ટુંકી વાર્તા એ ભૂલાયેલ શોખો હવે નિવૃત સમયમાં ફરી જાગી રહ્યાનું પ્રમાણ છે આ ટુંકી વાર્તા. તેમણે ૨૮ એકાંકી અને ૩ […]

નારી તું નારાયણી – ‘ધૂનીરામ’

[‘જનકલ્યાણ’ માંથી સાભાર] તરંગ તેના ચોથા માળના ફલેટની બાલ્કનીમાં આરામખુરશીમાં લંબાવી આકાશ તરફ મીટ માંડી બેઠો હતો. તે તેની ભીતરની સૃષ્ટિમાં એવો ખોવાઈ ગયો હતો કે, રોડ પરના દશ્યો તેના મનને સ્પર્શ્યા વિના પસાર થઈ રહ્યાં હતાં. વાહનોની અવર-જવર, લારી ખેંચી જતો મજૂર, ફૂટપાથ ઉપર ચાલ્યું જતું સ્ત્રીઓનું ટોળું, હાથમાં હાથ પરોવી મસ્તીમાં ચાલ્યું જતું […]

સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા

આપણે બધાં સ્વસ્થ રહેવા માગીએ છીએ. સ્વસ્થ રહેવું એટલે શું ? મોટા ભાગનાં માણસો શારીરિક સ્વાસ્થ્યને સ્વાસ્થ્યનો પર્યાય સમજે છે. દાકતર વ્યક્તિના સ્વાસ્થ્યનું આકલન બ્લ્ડ ટેસ્ટ, ઈ.સી.જી, એક્સ-રે વગેરે દ્વારા કરે છે તથા તપાસને આધારે માણસને સ્વસ્થ કે અસ્વસ્થ જાહેર કરે છે. પણ સ્વાસ્થ્યનો સંબંધ માત્ર શરીર સાથે જ નહીં, પણ જીવનનાં દરેક પાસાં સાથે […]

સેતુ – લતા હિરાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી લતાબહેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.] આ એક પત્ર છે. પૌત્રની કલમે પુત્રવધુએ દાદીમાને એટલે કે સાસુને લખેલો પત્ર..વાત છે સાસુ વહુની. આજની ટીવી સિરીયલોનો હોટ ફેવરીટ વિષય. ભારતમાંથી અનેક માતાઓ પુત્રીની કે પુત્રવધુની પ્રસુતિ માટે પરદેશ જતી હશે. એ નવું નથી. હું પણ એ જ રીતે ગઇ અને પૌત્ર […]

પહેલેથી ખબર હોત તો…. – કલ્પના દેસાઈ

[શ્રીમતી કલ્પનાબહેન દેસાઈના (ઉચ્છલ, સુરત) પુસ્તક ‘લપ્પ્ન છપ્પન’ માંથી સાભાર.] મારા લગ્ન નક્કી થયાં ત્યારે (અમારાં બંનેના ચોકઠાં જોઈને ચોકઠું ગોઠવાયેલું ત્યારે ) મને ખબર નો’તી કે, મારાં સાસુ દાંત પણ કાઢી શકે છે ! બધા દાંત પડી ગયા હોવાથી ચોકઠું પહેરતાં સાસુજી, જમ્યા પછી બંને ટાઈમ ચોકઠું કાઢીને ડબ્બીમાં મૂકી દેતાં ! (એને કોણ […]

કલ્પના – સુધીર દલાલ

ગાંડાતૂર પાણીને બંધ બાંધી રોકવાથી શાંત સરોવર થાય છે; તેમ ક્યારેક શાંત જળપ્રવાહ અટકાવતાં પાણી ગાંડાતૂર પણ બને છે. શાંત અને સરળ ચાલી આવતું એનું જીવન અચાનક અટકી ગયું; અટકીને વેરણછેરણ થઈ ગયું. દિવ્યા બીજી સુવાવડમાં પરલોક ચાલી ગઈ. પાછળ રહ્યો એ અને એની દિકરી કલ્પના. દિવ્યા પાછળ એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, પણ રડ્યે માણસ […]

વાગ્યજ્ઞ – ફાધર વાલેસ

[ ‘શબ્દલોક’ પુસ્તકમાંથી સાભાર.] મેં જિંદગીમાં એક મોટી ભૂલ કરી છે, જેનું પૂરું ભાન હમણાં હમણાં મને થવા માંડ્યું છે. કૉલેજમાં ભણાવવા માટે મેં ગણિતનો વિષય લીધો, એ જ ભૂલ. જોકે ખરું જોતાં મેં એ લીધો નહીં, મારી પાસે લેવરાવ્યો. મારું આજ્ઞાપાલનનું વ્રત છે, એટલે સંઘના ઉપરીઓ મને આજ્ઞા કરે એ પ્રમાણે મારે વર્તવાનું હોય […]

મુજને અડશો મા ! – દયારામ

‘મુજને અડશો મા ! આઘા રહો અલબેલા છેલા ! અડશો મા ! અંકભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં; કહાનકુંવર ! કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં !’ મુજને… ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો ? ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો !’ મુજને…. ‘કાળી થયાનું […]

ખળભળ – કીર્તિકાન્ત પુરોહિત

કોઈ ચિંતા ક્યારે ય શાશ્વત નથી, માણશો તો ખુશીને પણ હદ નથી. એક ઠોકરથી ખળભળી શું ગયો ? રાહમાં ડગલે પગલે પથ્થર નથી. પાપનું છત્તર માથે ઓઢ ના, તાપને કોઈની મહોબત નથી. મન હૃદયને રાધા બનીને કહે છે, એ બતાવો ક્યાં કૃષ્ણનું ઘર નથી. ‘કીર્તિ’ કાળું કરે એ નફફટ બની, રાતને પડછાયાનો પણ ડર નથી.

પંડની પેટીમાં પારસ – બકુલ રાવલ

[‘એક ટહુકાનું આભ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી બકુલભાઈનો(મુંબઈ)  ખૂબ આભાર. ] કહેવાય છે કે પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડ પણ સુવર્ણ બની જાય છે. કવિએ આ વાતને વણી લેતાં ગાયું છે : ‘પંડની પેટીમાં પારસ છે પડ્યો.’ આ કાયારૂપી પેટીમાં પારસમણિ પડ્યો છે પણ જેને તેની જાણ નથી તે તેનો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.