Archive for April, 2007

આધુનિક સત્યકામ – કાનન શાહ

[ રીડગુજરાતીને આ સત્યઘટનારૂપી સુંદર કૃતિ મોકલવા બદલ, 29 વર્ષીય યુવા લેખિકા તેમજ વ્યવસાયે સૉફટવેર પ્રોગ્રામર એવા શ્રીમતી કાનનબહેનનો (કેલિફોર્નિયા, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ] ઉપનિષદકાળના સત્યકામ અને તેની માતા જાબાલની સત્યપ્રીતિની વાત તો બહુ જાણીતી છે, પરંતુ એ વાત નો ઉલ્લેખ્ખ થતાં એમ લાગે કે એ તો બધી પુરાણકાળની વાતો ! શું એ વાતો […]

તમને ગુસ્સે થવાનું પોસાય છે ? – રાધા શેઠ

[‘ઝરણાં’ સામાયિક (મુંબઈ) માંથી સાભાર.] ગુસ્સો એ માનવીનું સ્વભાવગત લક્ષણ છે. ભાગ્યે જ કોઈ માઈનો લાલ એવો મળી આવે કે જે ક્યારેય ગુસ્સે ન થતો હોય, પરંતુ અમુક હદની બહાર વ્યકત થતા ગુસ્સાનું આક્રમક સ્વરૂપ ઘણું ભયાનક હોય છે. ગુસ્સો કેમ આવે છે ? ગુસ્સો પ્રકૃતિ છે કે વિકૃતિ ? માણસના ગુસ્સાનો આધાર શેની પર […]

લેખક બનવાની લમણાઝીક ! – નટવર પંડ્યા

[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2007 માંથી સાભાર. લેખક સંપર્ક : +91 9375852493] ઘણુ બધું વિચાર્યા પછી અંતે લેખક થવાનું નક્કી કર્યું. (વાંચ્યા વગર – માત્ર વિચારીને જ !) ‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ ના ધોરણે મૂળભૂત ધ્યેય તો ફિલ્મોમાં નાયક બનવાનું જ હતું. પણ ચલચિત્રનાં તમામ ક્ષેત્રોમાં હું નાયકને બદલે ના-લાયક ઠર્યો. તેથી સમય જતાં […]

મુખવાસ (ભાગ-5) – સંકલિત

મુખવાસ (ભાગ-5) – સંકલિત [રીડગુજરાતી પર સમગ્ર ફેબ્રુઆરી તેમજ માર્ચ માસ દરમિયાન ‘મુખવાસ’ કૉલમમાં મૂકાયેલા વાક્યોનો સંગ્રહ.] [1] દરેક કુંવારી કન્યા સંપૂર્ણ પુરુષની શોધમાં હોય છે. પણ તે મળે તે પહેલાં જ તે પરણી જાય છે. [2] મેં એક વ્યાપારીને ‘પ્રમાણિકતા’ શબ્દ કહ્યો. એક સરકારી અફસરને ‘સેવા’ શબ્દ કહ્યો તથા એક પ્રધાનને ‘સાદાઈ’ શબ્દ કહ્યો. […]

રીડગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2007 – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી વેબ-મેગેઝીન શરૂ કર્યું ત્યારથી મારા મનમાં એક વિચાર સતત રહ્યો છે કે… – સાહિત્યમાં સતત નીત-નવી કૃતિઓનું સર્જન, નવા હાથોએ થતું રહેવું જોઈએ. સાહિત્ય એટલે તો અવિરત વહેતી નદી ! નૂતન વિચારો દશે દિશામાંથી સમાજને પ્રાપ્ત થવા જોઈએ, પછી ભલે ને એ વાર્તાના માધ્યમથી કેમ ન હોય ! આપણે ત્યાં ગુજરાતી ભાષામાં […]

કરે સત્કર્મ તો – આબિદ ભટ્ટ

[લેખકનું સરનામું : નિર્ઝર, મદીના મસ્જિદ રોડ, પોલોગ્રાઉન્ડ. હિંમતનગર-383001] કરે સત્કર્મ તો કરમાં સુમન મળશે, સુમન શું ચીજ છે સુંદર ચમન મળશે. પરોવી ચિત્તને જો બંદગી કરશે, સિતારો એક શું સઘળું ગગન મળશે. ઉતારી એષણાની કાંચળી દેજે, પછી તુજ જીવને અનહદ અમન મળશે. હશે સચ્ચાઈ જો તારા કથનમાં તો, સમજ નક્કી જગતભરનું વજન મળશે. ભમી […]

બુઠ્ઠી પણ ધાર – ડૉ. વસુધા મ. ઈનામદાર

[‘અખંડ આનંદ’ માંથી સાભાર. લેખિકાનું સરનામું : 1000 President Way 1336. Dedham MA 02026. Phone : 731-372-2774. (America) ] વૈશાખ મહિનામાં ધોમધખતા તાપમાં અકળાયેલા શંકર માસ્તરે પોતાના શરીર પરથી સદરો ઉતાર્યો અને છત પર લટકતા પંખાની ગતિ વધારી ને ડ્રોઈંગરૂમમાં આંટા મારવા લાગ્યા. રસોડામાંથી ઠંડુ પીણું બહાર લાવીને પીતાં પીતાં નિશા બોલી : ‘બાપુજી, આ […]

જીવન સાફલ્ય – સંકલિત

[‘જીવન સાફલ્ય’ સામાયિક (કોબા, જિ. ગાંધીનગર) માંથી સાભાર.] [1] ભિખારી કરતાં પણ દરિદ્ર – ડૉ. કુમારપાળ દેસાઈ સ્વામી આનંદસ્વરૂપ યોગસમાધિમાં લીન હતાં. આ મસ્તયોગી પ્રાત:કાળે વૃક્ષ નીચે બેસીને પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જતા. આસપાસ ગમે તેટલી વ્યક્તિઓ ફરતી હોય કે ગમે તેટલો માનવ-કોલાહલ થતો હોય, કિંતુ એમની યોગસમાધિ અખંડ રહેતી. એકવાર સ્વામી આનંદસ્વરૂપ સમાધિમાં બેઠા […]

મોડે મોડે પણ મેઘઘનુષ – રજનીકુમાર પંડ્યા

[‘દીકરી વહાલનો દરિયો’ માંથી સાભાર] ‘પપ્પા માફ, પપ્પા માફ’ 1984 ની એક ઢળતી સાંજે એક વરસની વયની મારી દીકરી તર્જનીએ મને આ રીતે મોટા મને માફી આપી દીધી. મેં અપરાધભાવમાંથી મુક્તિ મળ્યાનો આનંદ તો એ વખતે અનુભવ્યો, પણ સાથે જ એક નાનકડા કોઈ પરાક્રમ કર્યાના ભાવમાંથી પણ છુટકારો મળ્યો. મારી ખુદની એક વર્ષની ઉંમરે બનેલી […]

ગઝલનું વિવેચન – નિર્મિશ ઠાકર

[ગઝલનું વિવેચન શીખવા માટેનો ક્રેશ કોર્સ !! – હાસ્ય લેખ] અન્યોને માર્ગદર્શન આપવા, ખુદને માર્ગ અંગે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી નથી. જેઓને ક્રિકેટની એક પણ ટેસ્ટ મેચ ખેલવાનો અનુભવ ન હોય, તેઓ સિલેકશન કમિટીના અધ્યક્ષપદે સફળતાપૂર્વક ગોઠવાઈ ગયાના દાખલા આંખ સામે છે જ. દિવાળીનો સૂતળીબોમ્બ ફોડતાંયે અચૂકપણે દાઝી જનાર આદમી સંરક્ષણપ્રધાન બની ગયા પછી અણુશક્તિના […]

મારી બોલવાની રીત – ફાધર વાલેસ

[‘શબ્દલોક’ માંથી સાભાર.] મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. જેવી ભાષા તેવું વર્તન. મારા ઉચ્ચાર કહી દે છે કે પરદેશથી આવીને ગુજરાતી શીખ્યો, પરંતુ મારું વ્યાકરણ મને શિક્ષિત વર્ગમાં બેસાડી દે છે, મારો અવાજ ગુસ્સામાં મારો ક્રોધ અને કંટાળામાં મારી ઉદાસીનતા ખુલ્લાં કરી દે છે. પણ ભાષામાં એથી ઘણું વધારે છે […]

પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત

ઋજુતા સ્વભાવથી જ રોમેન્ટીક. એ કિશોરાવસ્થામાં હતી ત્યારથી સ્વપ્નાંની રંગીન સૃષ્ટિમાં વિહરતી થઈ ગઈ હતી. સવાર બપોર સાંજ એ પ્રેમનું ગીત ગણગણતી જ હોય. કિસલય સાથે એનાં લગ્ન થયાં ને એ નાચી ઊઠી. એ વિચારે કે, હવે જ ખરી જિંદગીનો આરંભ થશે. રોજરોજ પોતે અવનવા શૃંગાર સજશે. એક વાર ધારણ કરેલાં વસ્ત્રો કે અલંકાર એ […]

હિમાલય દર્શન (ભાગ-2) – ભાણદેવ

થાકેલા, ભૂખ્યા અને હારેલા અમે વિચારીએ છીએ કે હવે રાત્રિનિવાસ ક્યાં કરવો ? અમારી પાસે તંબુ નથી અને સ્લીપીંગ બેગ પણ નથી. છે માત્ર બબ્બે ધાબળા અને પોલીથીનનો એક એક ટૂકડો. જે સાધનો છે તેને આધારે અને જેવા સંજોગો છે તેમાં અહીં જ રાત્રિ ગાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. રાત્રિ ગાળવા માટે સપાટ […]

છમકલાં – સાંકળચંદ પટેલ

[1] કાને બહેરા કંથજી ‘સાંભળો છો ?…. અલ્યા એ, સાંભળો છો ?….’ થાકીને મેં ઘંટડી દબાવી : ‘ટરરર….ટરરર !’ ઘંટડી સાંભળીને ઑફિસમાં જેમ પટાવાળો દોડતો આવે એમ એ દોડતા આવીને મારી સામે ઊભા રહ્યા : ‘શું હતું ?’ ‘ગૉળ લઈ આવો !’ પૈસા લઈને એ અમરત મોદીની દુકાને ગયા, અને બોલ્યા : ‘મોદી, ખોળ આપો […]

હિમાલય દર્શન (ભાગ-1) – ભાણદેવ

[તાજેતરમાં યોજાયેલા અસ્મિતાપર્વમાં (મહુવા ખાતે) શ્રી ભાણદેવજીને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો પ્રાપ્ત થયો. તેમણે તેમની હિમાલય યાત્રાના અદ્દભુત પ્રસંગો વર્ણવ્યા. તે જાણીને તેમનું પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ અને કુદરતી જ લાઈબ્રેરીમાં ‘હિમાલય દર્શન’ નામનું તેમનું આ પુસ્તક નજરે ચઢ્યું. તે પુસ્તકમાંના 600 પાનમાંથી ઘણા પ્રકરણો વાંચીને શું લેવું અને શું ના લેવું તેની મૂંઝવણ થઈ. અંતે […]

ગૃહપ્રવેશ – ડૉ. રેણુકા એચ. પટેલ

‘સિદ્ધાંત, બેલાની કોઈ બીજી વ્યવસ્થા ન થાય ?’ નંદિતાએ ધડકતે દિલે પૂછેલું. ઉત્તર ખબર હતી છતાંય કદાચ કોઈ ચમત્કાર થાય ને સિદ્ધાંતનો જવાબ બદલાઈ જાય. ‘શી વ્યવસ્થા થાય ? તું જ કહે. બીજી કોઈ વ્યવસ્થા ન થાય. મા હતી ત્યાં સુધી તો તે પાલનપુર રહેતી હતી જ ને !’ સિદ્ધાંતે છાપામાંથી મોઢું બહાર કાઢી ચશ્મા […]

ચિંતનદીપ (ભાગ-2) – ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ

[1] દુનિયાદારી જો ઊજળી કરવી હોય તો બીજામાં જે સદગુણ હોય તે તમે સ્વીકારો. એ માટે તેની પાસે માંગવાની જરૂર નહિ પડે. તમારા મનમાં જ એવી શક્તિ છે કે સદગુણનો તે સ્વીકાર કરાવે છે. [2] પાનખર પછી હંમેશા વસંત આવે છે. કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે […]

ગઝલ સરિતા – આહમદ મકરાણી

[ આ બે સુંદર કૃતિઓ શ્રી આહમદભાઈના પુસ્તક ‘શબ્દની મોસમ’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી આહમદભાઈનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ] [1] મને કૈં ખબર નથી કોણે દીધા આ ઘાવ મને કૈં ખબર નથી, મિત્રો કરે બચાવ મને કૈં ખબર નથી. રઝળી રહી છે લાશ સંબંધો તણી અહીં- […]

શબ્દોની સુગંધ – વિવેક મનહર ટેલર

[શ્વાસમાં રહેલા શબ્દોની સુગંધનું પોતાના સ્વરચિત કાવ્યોના બ્લોગ પર અવતરણ કરનાર તેમજ વ્યવસાયે તબીબ એવા ડૉ. વિવેકભાઈનો (સુરત) આ બે સુંદર કૃતિઓ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. ] [1] રેતી મરમ જિંદગીનો કહી જાય રેતી, સતત હાથમાંથી સરી જાય રેતી. છે સંબંધ કાંઠાની માટી સમા સૌ, ઉડે ભેજ થોડો, બની જાય રેતી. ગયા તારા સ્પર્શોના […]

શ્રદ્ધાત્રયવિભાગયોગ – શ્રીમદ્ ભગવદ ગીતા

અર્જુન ઉવાચ : યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા:, તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ:. હે કૃષ્ણ ! જેઓ શાસ્ત્રવિધિ છોડીને (કેવળ) શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે, તેઓની ગતિ કેવી થાય છે ? સત્વગુણી, રજોગુણી કે તમોગુણી ? શ્રી ભગવાનુવાચ : ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા, સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શ્રૃણુ. મનુષ્યોને […]

કહેવતકથાઓ – દીવાનરાય બ. પંડ્યા

બદલાતા સમય અનુસાર આપણાં લખાણોમાંથી કહેવતોનો ઉપયોગ ઓછો થતો ચાલ્યો છે. એનું એક કારણ એ છે કે આપણી ઘણી કહેવતો જાતિલક્ષી હતી. અગાઉના સમયમાં તેનાથી કોઈની લાગણી દુભાતી ન હતી. તે કહેવત કે તેની કથા રમૂજરૂપે ચાલી આવતી. કોઈને ઉતારી પાડવાનો આશય તેમાં ન હતો. સાંપ્રત સમાજમાં છાશવારે લોકોની લાગણી દુભાવાના પ્રસંગો બન્યા કરે છે. […]

દેરાણી જેઠાણી – યોગેશ પંડ્યા

અનુરાધા દાદરો ચડીને ઉપર આવી તો તેજસ વિચારોમાં ડૂબેલો હતો. અનુરાધા વિચાર મગ્ન તેજસને મનમાં ને મનમાં મલકાતા જોઈ રહી. અને પછી ગાલે ટપલી મારીને હસી પડતાં કહ્યું : ‘અત્યારના પહોરમાં ક્યાંના ક્યાં ખોવાઈ ગયા, તેજસભાઈ ?’ ‘ઓહ ભાભી….’ છોભીલા પડી જતાં તેજસે કહ્યું : ‘બસ, એમ જ બેઠો હતો. ક્યાંય ખોવાઈ ગયો ન હતો […]

નિયતિ – ધરા ત્રિવેદી

[ગુજરાતી સાહિત્યના રોજ બે લેખો વાંચીને વડોદરા રહેતા ધરાબેન ને લેખન પ્રવૃત્તિ તરફ રસ જાગ્યો છે. 25 વર્ષની નાની વયે તેમની આજે આ પહેલી કૃતિ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને તેઓ સાહિત્યપથ પર આગળ વધે તેવી શુભકામનાઓ….] ‘પ્રયોશા, બેટા તારે જમવું નથી ?’ મમ્મી બોલી. ‘મમ્મી, તું સૂઇ જા. […]

શબ્દના શાગિર્દ – તુષાર ભટ્ટ

ગુજરાતી ભાષાની અનોખી સેવા કરનાર મહેન્દ્ર મેઘાણી રિટાયર થવાના મુડમાં લાગે છે. અરધી સદીની વાચન યાત્રાના ચોથા ભાગના પ્રકાશન પછી નાદુરસ્ત તબિયતના કારણે કલમ ટેબલ પર મૂકી દેવાની લાગણી વ્યક્ત કરી છે. એમને 84 વર્ષ થયા છે, આંખે તકલીફ છે. સતત પ્રવૃત્તિશીલ આયખું વટાવ્યા પછી મહેન્દ્રભાઈ વાંચન, લેખન, પ્રકાશનની રજા માંગવાના પૂરા અધિકારી છે. પણ, […]

વાંચનયાત્રા – તંત્રી

[આજે રીડગુજરાતી 1000 લેખ પૂરા કરે છે ત્યારે આપ સૌ વાચકો સાથે આ વાંચનયાત્રાના સંસ્મરણો વાગોળતો આ વિશેષ લેખ. ] કોઈ છોડ નાનો હોય ત્યારથી એને ઊછેરીએ- ખાતર-પાણી નાખીએ અને સમય વીતતાં તે વૃક્ષમાં પરિણમે, ત્યારબાદ તેને ફૂલ લાગે અને અંતે જ્યારે તેને મીઠા ફળ આવે ત્યારે તે જોઈને તેના માળી અને માલિક બેય ને […]

સંબંધોની રમત – દીપક આશર

[ મુંબઈ સ્થિત શ્રી ચંદ્રભાઈ ખત્રી ‘ઝરણાં’ નામનું એક સુંદર નાનકડું સામાયિક ચલાવે છે. તેમનો ઉદ્દેશ વાચકોને સત્વશીલ સાહિત્ય પૂરું પાડવાનો છે. વાચકો જીવન પ્રત્યેનો ખરો અભિગમ કેળવી પોતાની જાતને ઓળખી શકે તેવું વાંચન આપવાના હેતુથી 1998માં તેમણે ઉમંગ પબ્લિકેશનની સ્થાપના કરી. જેનું પ્રથમ પ્રકાશન એટલે ‘ઝરણાં’ પુસ્તિકા. તેઓ નવોદિતોને પ્રોત્સાહન આપવાના હેતુથી સાહિત્યના અનેક […]

અડધી ચા નો નશો – ડૉ. નલિની ગણાત્રા

અડધી ચામાં કેટલાંક આખી જિંદગી કાઢી નાખતાં હોય છે. શાણા લોકો અડધી ચામાં પૂરાં કામ કઢાવી લેતા હોય છે, અને અતિ શાણા લોકો અડધી ચા પર આખા લેખ લખી નાખતાં હોય છે. કોઈ વાર્તા બીજીવાર વાંચવી હોય તો પહેલીવાર તો વાંચવી જ પડે એમ આખી ચા પીવા માટે પહેલા તો અડધી ચા જ પીવી પડે. […]

જળ સુંદર, સ્થળ પણ સુંદર – પ્રીતિ સેનગુપ્તા

[ ‘પ્રીતિ સેનગુપ્તા’ પ્રવાસલેખન ક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે. તેમના 25 થી વધારે પ્રવાસના પુસ્તકો છે. વિશ્વના કુલ 105 દેશોનો તેમણે પ્રવાસ કર્યો છે. જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તો તેઓ પાંચથી વધારે વખત જઈ આવ્યા છે. નિરંતર પ્રવાસ કરવો અને જુદા જુદા દેશોની સંસ્કૃતિથી પરિચિત થવું એ તેમનો સહજ સ્વભાવ છે. ઘણા સમય પહેલાં પ્રકાશિત […]

ખેપ – મોહનલાલ પટેલ

[‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ-2007 માંથી સાભાર.] સૂર્યોદય થાય એ પહેલાં મગન રાવળ એનાં ઊંટ સાથે હાજર થયો. ઠેકેદાર શ્યામલાલના મુનિમ તરીકે મારે ધંધાર્થે ભવાનગઢ રેન્જનાં ગામડાંની ખેપ કરવાની હતી. ભવાનગઢ અરવલ્લી ગિરિમાળાનો પ્રદેશ. ડુંગરાળ ધરતી પર છૂટાંછવાયાં ગામડાં. એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ સડક કે બાંધેલો રસ્તો નહીં. આદિવાસી પ્રજાએ જંગલનાં ઝાડી-ઝાંખરાં વચ્ચે કાઢેલી કેડીઓ […]

ખેતી – બ. ક. ઠાકોર

[આમ તો તમને કવિતાની થોડી પંક્તિઓથી જ ખ્યાલ આવી જશે કે આ કાવ્ય નું સ્તર જરા ઊંચું છે. પરંતુ સાહિત્યનો અર્થ મનોરંજન તો છે નહિ, એનો અર્થ તો છે આનંદ. અને તે માટે આપણે ધીમે ધીમે આગળ વધીને આપણું સ્તર વધારવું જ રહ્યું. આ કૃતિની અમુક પંક્તિઓનો આસ્વાદ અર્થાત મને જે સમજાયું છે તે થોડુંક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.