Archive for May, 2007

ખેલંદો – રિદ્ધિ દેસાઈ

[હાસ્યલેખ – ‘નવનીત સમર્પણ જૂન-2007’ માંથી સાભાર.] આંખે જોનારા કહે છે કે બચુને ઈશ્વરે ફુરસદમાં ઘડ્યો હશે…. રજાના દિવસે ઈશ્વરને થયું હશે કે ચાલ, આજે જરી ઊંઘ ખેંચી નાખીએ…. એ જ અવસ્થામાં (અડધી ઊંઘમાં) એણે બચુનું સર્જન કર્યું હશે. રાતના અંધારામાં એને ખુલ્લા મેદાનમાં જોયો હોય તો ઊડતી રકાબીમાંથી કો’ક પરગ્રહવાસી ઊતરી આવ્યો હોય એવું […]

અમદાવાદની ‘સેવા કાફે’ – હરસુખ થાનકી

[‘હલચલ’ સામાયિક (કોલકતા) માંથી સાભાર.] સાથે રમીએ… સાથે જમીએ…. સાથે કરીએ સારાં કામ…… પ્રાથમિક શાળામાં ભણાવાતી આ કવિતા આજના જમાનામાં કોઈ હોટલનો સેવામંત્ર હોઈ શકે એવું કોઈ કહે તો ભાગ્યે જ માનવામાં આવે. જો કોઈ એમ કહે કે અમદાવાદ જેવા શહેરમાં સી.જી. રોડ જેવા અતિ મોંઘા વ્યાવસાયિક એરિયામાં એક આલીશાન શોપિંગ આર્કેડમાં એક હોટલ એવી […]

ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યા – શ્રીમદ ભાગવત

[ આજના સમયમાં આપણે સૌ કોઈ પોતપોતાનાં કાર્યમાં વ્યસ્ત હોઈ છીએ. સવારથી લઈને સાંજ સુધીમાં અનેક કાર્યો આટોપવાના હોય છે. નોકરી કરનારને નોકરીનો સમય સાચવવાનો હોય છે તો વળી, વ્યવસાય કરનારને વ્યવસાયના અનેક કામો ઘેરી લેતાં હોય છે. નાનામાં નાના ખેડૂતથી લઈને મોટી મલ્ટીનેશનલ કંપનીના માલિક સુધી, સૌ કોઈની એક ખાસ દિનચર્યા હોય છે. આ […]

દાદાજીના પત્રો – કાન્તિ મહેતા

[ ‘Letters from Dadaji’ એમ અંગ્રેજી પુસ્તક શ્રી કાન્તિભાઈ દ્વારા લખવામાં આવેલું જેનો માત્ર અનુવાદ જ નહિ, પરંતુ ગુજરાતી ભાષાના બાળકોને સરળતાથી સમજાય તે રીતે અનુસર્જન મોરબી સ્થિત શ્રી વિપિનભઈ ઓઝા તેમજ શ્રીદેવીબેન ઓઝાએ કર્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ટૂંકી વાર્તાઓ અને બોધકથાઓ દ્વારા જે સંદેશ આપવામાં આવ્યો છે તે માત્ર […]

અમરત બારડ – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘ધરતીના અજવાળાં’ પુસ્તકમાંથી સાભાર.] તમને સાંભળીને નવાઈ લાગશે કે એક ખૂબ ભણેલો માણસ શાકભાજી વેચે છે, પણ એમાં તો નવાઈ પામવા જેવું ક્શું નથી. તમે અહીં આણંદ-નડિયાદનાં શાકમાર્કેટમાં જઈ સર્વે કરશો તો પણ ખ્યાલ આવશે કે કેટલાક ગ્રેજ્યુએટ્સ શાકભાજીનો ધંધો કરે છે !! ચારે તરફ ભણેલાઓને કામ કરતાં, શ્રમ કરતાં ભારે શરમ આવે છે. એ […]

અદ્દભુત…!! – ડૉ. આઈ. કે. વિજળીવાળા

[‘મોતીચારો’ પુસ્તકમાંથી સાભાર.] [1] દીવાલમાં ખીલો એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. […]

બર્થ સર્ટિફિકેટ – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ મે-2007’ માંથી સાભાર.] નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને, યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને. . ‘કેમ કરોડો રૂપિયા કમાઈ લેવા છે ?’ ‘ના, પણ…’ આગળ શું બોલવું એ માટે હું શબ્દો શોધી રહ્યો. ‘તો પછી ? રાતોરાત પૈસાદાર થઈ જવું છે ?’ ‘ના, એમ નથી. પણ વાત એમ છે કે…’ […]

હાસ્ય ઉખાણાં – નિર્મિશ ઠાકર

[હાસ્યના ક્ષેત્રે નિર્મિશભાઈએ ખૂબ સંશોધન કરીને નવા નવા પ્રકારો શોધ્યા છે અને એવા સંયોજનો બનાવ્યા છે કે જે આપણે કદી ભૂતકાળમાં સાંભળ્યા જ ન હોય ! એવું જ આ એક સંયોજન છે ‘હાસ્ય ઉખાણાં’ જે તેમના પુસ્તક ‘પછડાટ’ માંથી લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. ] [1] […]

માનવતાના મોતીઓ – સંકલિત

[‘અખંડ આનંદ’ માંથી સાભાર] [1] પ્રમાણિકતા – ડૉ. રણજિત એમ પટેલ વડોદરાની હૉટલોમાં Express Hotel ઘણી સારી ગણાય છે. એની મુખ્ય શાખા રેસકોર્સ, આર.સી. દત્ત રોડ પર આવેલી છે ને બીજી અલકાપુરી સોસાયટીની મધ્યમાં આવેલી છે. રેસકોર્સ રોડ પરની હૉટલમાં એકંદરે ધનિક લોકો ઉતરતા હોય છે એટલે એ.સી. ટૅક્સીવાળા ને રિક્ષાવાળા કોઈ માલદાર ગ્રાહકની અપેક્ષામાં […]

રેશમી ક્ષણ – ડૉ. રશીદમીર

[ તાજેતરમાં વડોદરામાં રહેતા ગઝલકાર શ્રી રશીદભાઈને મળવા જવાનું થયું. તેમની આ મુલાકાતમાં કેટલીક ગઝલો સાંભળવાનો લ્હાવો તો મળ્યો જ, તે સાથે સાથે તેમની પાસેથી હમણાં તાજી જ લખાયેલી એક ગઝલ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. તેઓ શ્રીએ ‘Aesthetics of Ghazals’ વિષય પર PH.D. કરેલ છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.] […]

લોકરસ – રતિલાલ સથવારા

[પ્રસ્તુત તમામ લોકગીતો ‘લોકરસ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં કુલ 103 જેટલા લોકગીતો સમાવવામાં આવ્યા છે. તે સાથે સાથે દરેક ગીતનો આસ્વાદ પણ કરાવવામાં આવ્યો છે જેથી વાચકોને તેનો અર્થ સમજવામાં સરળતા રહે છે. લોકગીત વિશે શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ‘જેનાં રચનારાંએ કદી કાગળ કે કલમ પકડ્યાં નહિ હોય; એ રચનારાં […]

વાર્તાલાપની કલા મૌન – રોહિત શાહ

મહાન દાર્શનિક સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે. મારી વાકપ્રતિભા વિકસે એ માટે આપ માર્ગદર્શન આપશો ? સોક્રેટીસે કહ્યું : ‘મૌન રહેતાં શીખો. મૌન પોતે જ સમર્થ વ્યાખ્યાન છે.’ સોક્રેટીસના જવાબમાં પેલા પ્રશ્નની ઉપેક્ષા નહોતી, પણ ઊંડો મર્મ હતો. જેને મૌન રહેતાં નથી આવડતું એ બોલવાનું શું જાણે ? ને […]

મિયાંફુસકી – જીવરામ જોષી

[મિયાંફુસકી અને તભાભટની ઓળખાણ આપવાની હોય જ નહિ. ગુજરાતી બાળસાહિત્યના એ અમરપાત્રો છે. મિયાંફૂસકી અને તભાભટની વાર્તાઓ ઉપરથી નાટક, ટી.વી સિરીયલ અને ફિલ્મ પણ બની ચૂક્યા છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ આ પાત્રોની અમરતા વિશે કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષામાં કખગ જીવતા રહેશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાંફુસકી અને જીવરામ જોષી જીવતા રહેશે. ‘અમે કોણ […]

ગુજરાતી છું… – હરદ્વાર ગોસ્વામી

[ કવિ તેમજ યુવા ગઝલકાર તરીકે શ્રી હરદ્વારભાઈનું નામ સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ કુશળ વકતા તો છે જ, તે ઉપરાંત કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરનાર સંચાલક પણ છે. તેમના મુક્તકો અને ગઝલો લોકહૃદયમાં સ્થાન પામે તેવા સરળ અને મનનીય હોય છે. કાર્યક્રમની વ્યસ્તતા હોવા છતાં તેઓ રીડગુજરાતીના નિયમિત વાચક પણ છે જે વિશેષ […]

રણજિતરામ સુવર્ણચંદ્રક – ગુજરાતી વિશ્વકોશ

[તંત્રી નોંધ : કવિવર શ્રી રાજેન્દ્રભાઈ શુક્લને ચાલુ વર્ષે રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવનાર છે તે વિશે ઘણા સમયથી ખબર હતી પરંતુ તે પ્રકારનું આયોજન ક્યારે કરવામાં આવનાર છે તે વિશે જાણકારી ન હતી. અચાનક પરમદિવસે સાંજે તેઓશ્રીએ ફોન કરીને મને તા-2 જૂને આ અર્પણવિધિ રાખી છે તેમ આમંત્રણ આપતા આ શુભ સમાચાર આપ્યા. તે સાથે […]

અમારી અમીરી – ગિરીશ ગણાત્રા

દેખાદેખીમાંથી જન્મતી અપેક્ષાઓને ટાળવાનું ખૂબ જ મુશ્કેલ હોય છે. કોલેજમાં દાખલ થયા પછી મેં જોયું કે, મારા લગભગ તમામ સહાધ્યાયીઓ સ્કૂટર કે કાર લઈને ભણવા આવે છે જ્યારે હું જ એકલો એવો વિદ્યાર્થી છું કે જે સાઈકલ પર આવું છું ! અને આ સાઈકલ પણ કેવી ? એક સાઈકલ રિપેરીંગવાળાને ત્યાં વેચાવા આવેલી. કોઈની સાઈકલનું […]

વિદાય વેળાએ – ખલિલ જિબ્રાન

[ખલિલ જિબ્રાન કૃત ‘ધ પ્રૉફેટ’ પુસ્તકનું શ્રી કિશોરલાલ મશરૂવાળા દ્વારા ગુજરાતી ભાષાંતર] [1] પ્રેમ ત્યારે મિત્રાએ કહ્યું, અમને પ્રેમ વિશે કહો… ત્યારે તેમણે માથું ઊંચુ કરી, લોકો ઉપર પોતાની નજર ફેરવી; એટલે ત્યાં સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. પછી તે ઊંચે સ્વરે બોલ્યા : જ્યારે પ્રેમ તમને ઈશારો કરે, ત્યારે તેની પાછળ જજો, જો કે તેના […]

આધુનિક શિક્ષણ – મૃગેશ શાહ

[ ઘણા સમયથી મનમાં વિચાર હતો કે વર્તમાન શિક્ષણપદ્ધતિ અને તેના સારા-નબળા દરેક પાસાઓ પર વિસ્તૃત વિચાર કરીને યુવા વાચકમિત્રોની સામે કેટલીક વાતો યોગ્ય સ્વરૂપે રજૂ કરવી. આ બાબત અંગે પોતાનો સ્વઅનુભવ, કેટલાક વિદ્યાર્થીઓના અભિપ્રાયો તેમજ જરૂરી સામગ્રી ભેગી કરીને ત્રણ થી ચાર વખત પુન:લેખન કર્યા બાદ, કેટલાક વિચારો આપની સામે રજૂ કરી રહ્યો છું. […]

અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’

અમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. યુનોએ અમદાવાદની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી છે. ‘પોળ’ શબ્દ આવ્યો ક્યાંથી ? ‘પોળ’ શબ્દ મૂળ ‘પ્રતોલી’ માંથી ઉદ્દભવ્યો છે. પ્રતોલી-પ્રઓલી-પ્રઆલિ-પોલિ-પોલ-પોળ પોળ એટલે કોઈ એક જ્ઞાતિ-સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વસાયેલો વિસ્તાર, જેમાં એ લોકો સમૂહમાં રહી […]

રોજિંદા જીવનનું વ્યાકરણ – નગીનદાસ પારેખ

[ ‘ગાંધીગંગા ભાગ-1’ માંથી સાભાર.] ગાંધીજીએ પોતાના એક જીવન દરમિયાન અનેક જીવનોનાં કાર્યો પતાવ્યાં. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનતની નાગચૂડમાંથી છૂટવામાં મદદ કરી, ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એમ પુરુષોની હરોળમાં મૂકી દીધી, અને અણુશસ્ત્રથી ત્રાસેલા જગતને આત્મબળનું હથિયાર આપ્યું. એમણે ભારતને સ્વરાજનો એક નકશો પણ આપ્યો હતો, જેને આજે આપણે વિસારે નાખ્યો […]

નોબેલ પુરસ્કાર – આર. કે. મહેતા

[‘તમારે નોબેલ-પુરસ્કાર વિજેતા થવું છે ?’ પુસ્તકમાંથી પ્રકરણ-1-2 સાભાર.] તમારે ન્યૂટન, આઈન્સટાઈન કે મેડમ ક્યુરી જેવા મહાન વૈજ્ઞાનિક થવું છે ? તમારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લેનિન કે ઈંદિરા ગાંધી જેવા મહાન નેતા બનવું છે ? તમારે રવીન્દ્રનાથ ટાગોર, ઝવેરચંદ મેઘાણી કે સરોજિની નાયડુ જેવાં મહાન કવિ કે કવયિત્રી થવું છે ? તમારે કોઈપણ ક્ષેત્રે પુરસ્કાર […]

તડકાના માણસ – ભગવતીકુમાર શર્મા

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે દસમા ધોરણમાં ભણતી કુ. દ્વિજા (પૌત્રી – ભગવતીકુમાર શર્મા) નો ખૂબ ખૂબ આભાર. ] અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરસિયાના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ; પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ; સડકવન્ત ઝિબ્રાતા ટોળાના […]

પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ કવિ

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ; કહો, કુંતાની છે એ આણ: પાર્થને કહો ચડાવે બાણ. ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી, કીધાં સુજનનાં કર્મ; આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ: સજીવન થાય પડ્યાયે પ્હાણ; પાર્થને કહો ચડાવે બાણ. દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલ : રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ: […]

દિલ જુદા નહીં લાગે.. – ચૈતન્ય એ. શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ચૈતન્યભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ] આંખોમાં એક ચાંદ જેવા ચહેરાને લઈને ફરૂ છું હું હવે અમાસની રાત આવે તો પણ શું ? અંધકાર મને કદી નહીં લાગે જિંદગીનો આ બગીચો તમારા સ્પર્શથી બન્યો છે લીલોછમ હવે પાનખર આવે તો પણ શું ? જિંદગી મને કદી વેરાન નહીં લાગે […]

પ્રેરક સમાચાર – સંકલિત

[1] કલાકાર ગંગારામ – ‘સંદેશ’ અખબાર (15-મે-2007)માંથી સાભાર. સાચો કલાકાર આમ રોડ પર જ કદાચ જોવા મળે છે. ચેન્નાઈથી અમદાવાદ આવેલા 54 વર્ષના કલાકાર ગંગારામે શાહીબાગ રોડ પર એડવાન્સ મિલ પાસે 12 ફૂટનું શિવ-પાર્વતીનું પેઈન્ટિંગ બનાવ્યું છે. ધોમધખતા તાપમાં છ કલાકની જહેમત પછી આ કલાકારે પેઈન્ટિંગ તૈયાર કર્યું છે. તેણે આવા એક હજાર ઉપરાંત પેઈન્ટિંગ […]

ફૂલડાંની ફોરમ – દિલીપ રાવલ

[ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે યુવા કવિ તેમજ ગઝલકાર શ્રી દિલીપભાઈનું નામ ખૂબ જાણીતું છે. સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુથી’ ના તેઓ ‘ડાયલોગ રાઈટર’ છે. ઝી-ટી.વી પરથી પ્રસારિત થતી સિરિયલ ‘થોડી ખુશી થોડા ગમ’ માં સુંદર ભૂમિકા ભજવે છે. નાટ્યક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમનો ‘આવ સજનવા..’ નામનો કાવ્યસંગ્રહ […]

પિતા – કૈલાશ કલ્પિત

[પ્રસ્તુત હિન્દી સાહિત્યની વાર્તાનો શ્રીમતી નિરૂપમાબેન શેઠે ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. વાર્તાનું મૂળ તત્વ અથવા તેનો સાર જોવા જોઈએ તો તેમાંથી કોઈ સંદેશો મળતો હોય તેમ પ્રથમ નજરે લાગે નહીં, પરંતુ વસ્તુત: વાત એમ નથી. વાર્તાનો ઉદ્દેશ દાયકાઓ પહેલા જીવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની સામાજિક સ્થિતિ પર નજર નાખવાનો છે. આર્થિક ભીંસમાં જીવતો એક સામાન્ય […]

મારી પાસે પૈસા છે – ફાધર વાલેસ

[‘શબ્દલોક’ પુસ્તકમાંથી સાભાર] ગુજરાતી ભાષા અપરિગ્રહી ભાષા છે. એમાં જે જે કંઈ મળે છે તે મળે જ છે, એટલે કે જડે છે, લાગે છે, પ્રાપ્ત થાય છે, આવે છે અને જેવું આવે છે તેવું જાય પણ છે. ભાષામાં પરિગ્રહ જ નથી. નોકરી મળે અને નોકરી જાય. જાણે એની પાછળ કોઈએ કશું કર્યું ન હોય એ […]

અન્તકાલેપિ મામેવ…. – પોપટલાલ પંચાલ

[આજથી અધિકજેઠ માસની શરૂઆત થાય છે. આ અધિકમાસ ‘પુરુષોત્તમમાસ’ ના નામથી પણ ઓળખાય છે. અગાઉ તે ‘મળ માસ’ ના નામથી ઓળખાતો પરંતુ ભક્તિદ્વારા ઈશ્વરકૃપા પ્રાપ્ત કરીને તે હવે દાન, ધર્મ, સ્વધ્યાય, સત્સંગ વગેરે માટે સૌથી પવિત્ર માસ તરીકે ઓળખાય છે. દર ત્રણ વર્ષે આવતા આ વિશેષ મહિનામાં લોકો તીર્થ સ્થાન, ભક્તિ અને હરિસ્મરણનો વધારે ને […]

ત્રણ પ્રશ્નો – ટૉલ્સ્ટૉય

[અનુવાદ : જિતેન્દ્ર દેસાઈ. ‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. ] એક રાજાને ત્રણ પ્રશ્નોનો સાચો જવાબ મળતો નહોતો. [1] કોઈ પણ કામ શરૂ કરવા માટેનો યોગ્ય સમય કયો ? [2] પોતાની સાથેના માણસોમાંથી કોને સાંભળવા અને કોને પડતા મૂકવા ? [3] સામે પડેલા કામમાંથી કયું કામ સૌથી વધુ અગત્યનું છે ? જો આ ત્રણ પ્રશ્નોના […]

Copy Protected by Chetan's WP-Copyprotect.