Archive for June, 2007

હૃદયના ઉદગાર – કનુભાઈ પંડ્યા

[ રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈ પંડ્યાના પિતાશ્રી સ્વ.કનુભાઈ પંડ્યા પોતે એક સારા કવિ અને ગઝલકાર હતા પરંતુ તેમણે લખેલી કવિતાઓ, હાઈકુ અને ગઝલોને તેમણે પુસ્તક સ્વરૂપે કદી પ્રકાશિત કરી ન હતી. તાજેતરમાં તેમના પુત્રએ તેને ઈ-પુસ્તક નું સ્વરૂપ આપીને તે સંગ્રહની સુંદર જાળવણી કરીને આપણને આ કાવ્યો માણવાનો લાભ આપ્યો છે. આ સમગ્ર ઈ-પુસ્તકમાં […]

ગઝલદ્વયી – સંકલિત

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ચંદારાણા દંપતિનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.] [1] ચાલો હવે – મીનાક્ષી ચંદારાણા ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે ! સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે ! સાવ સોનલ સાંકળીશાં દીસતાં આ બંધનો, દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે ! રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે, કુંભ આ […]

વિદ્યા વિનાશને માર્ગે – સુરેશ જોષી

[‘વિદ્યા વિનાશને માર્ગે’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ ‘ડિપાર્ટમેન્ટ ઑફ ગુજરાતી લિટરેચર ઍન્ડ રિસર્ચ (એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા) નો ખૂબ ખૂબ આભાર. ] ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે, પણ એને સમાન્તર સાંસ્કૃતિક વિકાસ થયો નથી. આથી માનવીનો પણ એક સાધન તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પશ્ચિમમાં તો વિજ્ઞાનના વર્ચસ્ ને કારણે અમુક વિશિષ્ટ પ્રકારની જીવનરીતિનો […]

ઘર-નોકરને પત્ર – રતિલાલ બોરીસાગર

ભાઈ જીવરાજ, બે દિવસ પહેલાં તને દૂધની કોથળીઓ લેવા મોકલ્યો હતો. તને પાછા ફરતાં સારી એવી વાર થઈ એટલે અમે ચિંતામાં પડી ગયાં. સવારની પહેલી ચા બાકી હતી, પણ એની ચિંતા નહોતી; પણ ઘર છોડીને જતા રહેવાની તેં અનેક વાર આપેલી ધમકી આજે અમલમાં મૂકી હશે તો અમારું શું થશે એની ચિંતા અમને ઘેરી વળી. […]

માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે

[‘માધવ ક્યાંય નથી’ પુસ્તકમાંથી સાભાર.] બળરામના મસ્તક પર ફેણનું છત્ર ધરીને બેઠેલો નાગ જાણે નારદને યુગોયુગોથી ઓળખતો હોય, એમ જોઈ રહ્યો, અને પછી થોડી વાર ડોલતો જ રહ્યો. પછી એકાએક જ પૂંછડું પછાડી એ સીધો દોરડા જેવો બન્યો અને બાજુની ઝાડીમાં અદશ્ય થઈ ગયો. નારદ ધીમેથી બળરામ પાસે ગયા. બળરામ સમાધિમાં હોય એમ બેઠા હતા. […]

મૌનની કુટિર – સુરેશ દલાલ

[‘વાણીને તીર…. મૌનની કુટિર’ પુસ્તકમાંથી સાભાર.] [1] સ્પીડ બ્રેકર… રવિવાર મને રવિવાર ગમે છે. મારી જેમ અનેકને રવિવારમાં ભરપૂર રસ હશે. રવિવારને મુકાબલે બીજા વાર ધાંધલિયા અને ધમાલિયા લાગે. આવરાબાવરા, ઉતાવળા ને અધીરા લાગે. રવિવાર પથારી પર નિરાંતે લેટવાનો, હીંચકા પર ઝૂલવાનો (જો મુંબઈના ઘરમાં હીંચકો હોય તો) અને આરામ ખુરશી પર બેસવાનો વાર છે. […]

વાત મનીષાની – મહેશ યાજ્ઞિક

‘ગુડ મોર્નિંગ સંપટ સાહેબ !’ મોબાઈલની રિંગ સાંભળીને અવિનાશે પોતાની બેગ રસ્તા પર મૂકી અને ઊભો રહ્યો. સ્ક્રીન ઉપર સુધીર સંપટનું નામ જોઈને એના હોઠ મલક્યા. પોતે આબુ પહોંચશે કે તરત સંપટકાકાનો ફોન આવશે એવી એને ખાતરી હતી એટલે સંપટકાકા કંઈ બોલે એ અગાઉ એણે શરૂઆત કરી દીધી. ફટાફટ આખો કાર્યક્રમ એક શ્વાસે બોલી ગયો, […]

ઈશ્વરનું જ કાર્ય – એન.પી. પંડ્યા

[‘અખંડ આનંદ’ જૂન’07 માંથી સાભાર.] આજના કહેવાતા કલિયુગમાં પણ ખારા પાણી પાસે મીઠી વીરડી મળી આવે છે ત્યારે સહજ આશ્ચર્ય થયા વિના ન રહે કે ઈશ્વરની લીલાની, માનવમાત્રની કે જીવ માટેની રક્ષાની કલ્પના કરવી પણ કેટલી મુશ્કેલ છે ! આજે વાત કરવી છે એક સત્ય ઘટનાની. જે વાંચીને કે સાંભળીને ભલભલા નાસ્તિકો (?) પણ ભગવાન […]

રિહર્સલ – ભરત ના. ભટ્ટ

ઈન્ટરસિટી નોન-સ્ટૉપ બસનું વડોદરા તરફ ત્વરિત-સ્થિર ગમન, મહેંકતું વરસાદી વાતાવરણ. વાડીઓ-બગીચાઓમાં પાકો ને ફળઝાડો નીલ યૌવન ધરીને ખુશ ખુશ…. નાનાં-મોટાં જળાશયોનાં નીર ક્યાંક સૂર્યકિરણોથી સોનેરી તો ક્યાંક વનરાજીનો હરિયાળો રંગ ઝૂંટવી ગેલમાં. જાણે ફરવા નીકળી હોય તેવી પવનની લહેરખીઓના સ્પર્શની જળ પર તરંગભંગીઓ ને બસયાત્રીઓમાં આહ્લાદકતા. ગ્રીષ્મા બૅન્કના કામે વડોદરા જતી હતી. આ વાતાવરણ તેને […]

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

[અમદાવાદના યુવા કવિ તેમજ ગઝલકાર શ્રી કૃષ્ણભાઈના નામથી હવે બધા પરિચિત છે. તેમનો સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ ‘પ્રહાર’ અને એ પછી ખૂબ જ પ્રસિદ્ધ થયેલો કાવ્યસંગ્રહ ‘વાંસલડી ડૉટ કૉમ’ છે. આ ઉપરાંત તેમણે બાળકાવ્યોના પુસ્તક ‘ભોંદુભાઈ તોફાની’ નું સુંદર સર્જન કર્યું છે. આ બાળકાવ્યોનું પુસ્તક હવે ગીતો સ્વરૂપે સી.ડી.માં પણ ઉપલબ્ધ છે. ઉત્તમ સર્જકની સાથે […]

ગુજરાતની અસ્મિતાના પ્રબોધક – સરલા જયચંદ શેઠ

[ ઈ.સ. 1991માં પ્રકાશિત થયેલ શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર દ્વારા સંપાદિત પુસ્તક ‘મારા પિતા’ માંથી સાભાર. આ પુસ્તકમાં વિવિધક્ષેત્રના મહાનુભાવોના સંતાનોએ પોતાના પિતા વિશે અદ્દભુત નિબંધ લેખો આપ્યા છે.] મારા પિતા કનૈયાલાલ મુનશી – સાહિત્યકાર, રાજકારણી, સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતની અસ્મિતાના પ્રબોધક, ભારતીય વિદ્યાભવન અને સાહિત્ય પરિષદ જેવી શિક્ષણ અને સાહિત્યની વિશિષ્ટ સંસ્થાઓના જનક. પિતાના આવા બહુવિધ […]

મન બગડવાની વેળા – નટુભાઈ ઠક્કર

ચેતીને ચાલજો સંસારમાં. ન્યાયનો કાંટો નટવરના હાથમાં. ઓછું ના તોલે. એ વધતું ના તોલે. સરખાં પલ્લાં છે કિરતારનાં. પાપનાં પોટલાં. પુણ્યના ભારા. ઉપરવાળાનો ગજબનાક હોય છે ખેલ. કોઈ જોનારો છે કે નહીં, કોઈ નોંધે છે કે નહિ, કોઈને ખબર છે કે નહિ, કોઈને વધુ ખબર છે કે ઓછી એના લેખાંજોખાંનાં સરવાળા, બાદબાકી ઉપરવાળાનાં કાંઈક જુદાં […]

ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ

(કવિ જન્મ ઈ.સ. 1913. મૃત્યુ : 1973 જન્મ સ્થળ : કોટડાસાંગાણી. જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો. – ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’ માંથી સાભાર.) જૂના રે વડલા ને જૂનાં ગોંદરા, જૂની સરોવરની પાળ; જૂનાં રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર; એથીયે જૂની મારી પ્રીતડી. ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં, ઘેરાં મોભ ઢળન્ત; ઘેરી […]

વાચકોની કૃતિઓ – સંકલિત

[A] પ્રતિક મહેતા [રીડગુજરાતીને આ સુંદર ગઝલો મોકલવા માટે શ્રી પ્રતિકભાઈનો (બ્રાહમટ્ન, કેનેડા) ખૂબ ખૂબ આભાર. તેમની કેટલીક ગઝલો શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘કવિતા’ સામાયિકમાં પણ થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થઈ ચૂકી છે.] [1] શૂન્ય આંખોમાં હતી એક ધારણા, ખૂલશે ક્યારેક એના બારણા. શિખરે બેસી સતત ફફડ્યા કરે, લ્યો થઈ ગઈ એકલી પ્રતારણા, આંખને […]

સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત

[1] ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ) સામગ્રી : 500 ગ્રામ ચણાદાળ, નારિયેળનું ખમણ, આદું-મરચાં, હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો. રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા […]

રસોડું તમારો ડૉકટર – ડૉ. ઉમા સરાફ

[‘યોગ સંદેશ’ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર.] તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તેમ […]

કંકોતરીઓ વહેંચવાની સેવા – નિરંજન ત્રિવેદી

લાલ રંગ ભયસૂચક ગણવામાં આવે છે. છતાં કંકોતરીઓ લાલ રંગમાં છપાય છે. (કે… પછી એટલા માટે જ કંકોતરીઓ લાલ રંગમાં છપાય છે !) ચેતવણીસૂચક લાલ રંગમાં છપાતી કંકોતરીની ચેતવણી તરફ મનુષ્યો લક્ષ્ય નથી આપતા, પછી ઈશ્વર શું કરે ? કંકોતરી લખનાર, લખાવનાર, પામનાર, વહેંચનાર બધા જ જાણે-અજાણે વિવિધ પ્રકારના ભયો અને સંકટોનો સામનો કરે છે. […]

પહેલો વરસાદ – બિજલ ભટ્ટ

[સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે ત્યારે સાહિત્યકારોની કલમ પણ સોળે કળાએ વર્ષાને વધાવવા ખીલી ઊઠી છે. આ અહાલાદક વાતાવરણને ધ્યાનમાં લેતાં અહીં કવિયત્રીએ વર્ષાઋતુના સ્પંદનોને પોતાની ભાષામાં અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાયે રાજકોટની એક કંપનીમાં કાર્યરત હોવા છતાં આ માટીની મહેકને તેઓ અનુભવી શક્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ (અછાંદસ કાવ્યો) મોકલવા બદલ […]

નો કૉમેન્ટ્સ ! – ધીરુબહેન પટેલ

‘એમ રસ્તે ચાલતાં કોઈ સોનાની બંગડીઓ કાઢીને આપી દેતું હશે ? હું નથી માનતો.’ કુણાલ ગુસ્સે થઈને બોલ્યો. ‘ધીમે બોલ ધીમે ! એને અંદર સંભળાશે.’ ગીતાબહેને હળવા અવાજે કહ્યું. ‘સંભળાશે તો સારું થશે. હું એનાથી ડરતો નથી.’ કુણાલ હજી કંઈ બોલે તે પહેલાં શ્વેતા અંદરથી વાવાઝોડાની જેમ ધસી આવી. ‘તમે કહેવા શું માગો છો ?’ […]

કોણ ચઢે ? – નિલેશ રાણા

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન આજે રોજની જેમ માનવીઓથી ખીચોખીચ ભરેલું હતું. દરેક વ્યક્તિ ફલાઈંગ રાણીના ઈન્તેજારમાં ઊભી હતી. ગાડી આવતાં જ લોકો તેમાં કૂદવા માંડ્યા. આપણે પણ બંદા કંઈ કમ નથી. એક વાનરની અદાથી ગુલાંટ મારી એક ડબ્બામાં ઘૂસી ગયા. હજુ તો ગાડી ઊભી રહે તે પહેલાં અર્ધું સ્ટેશન ખાલી થઈ ગયું. જાણે ગાયો ચરાવતા કૃષ્ણ […]

વળાંક પર – પ્રાગજીભાઈ ભામ્ભી

[‘અરધી સદીની વાચનયાત્રા ભાગ-3’ માંથી સાભાર.] વસંતપંચમીની વહેલી સવાર. ઠંડી ખરી, પણ જતા પગલે હતી. અંધારું જવા કરતું હતું. અજવાળું આવું આવું કરતું હતું. હવા હળવે હળવે વહી રહી હતી. આવા રમણીય સંધિ-સમયે હું ભિલોડા ગામે જતી લોકલ બસમાંથી વળાંકના સ્ટૅન્ડે ઊતર્યો. બામણા ગામને ઉત્તર દિશામાં બે-એક કિલોમીટર આઘું છોડીને અહીંથી બસ પૂર્વમાં વળે છે […]

નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી

[‘હાસ્યકળશ છલકે’ પુસ્તકમાંથી સાભાર.] ‘શું શોધે છે તું આટલી રાત્રે ?’ ‘હું નામ શોધું છું.’ ‘નામ ? કેમ, તારે તારું નામ બદલવું છે ? એવું તે શું બની ગયું કે તારે તારું નામ બદલી નાંખવું પડે ?’ ‘મારે મારું નામ બદલવું પડે એવું કશું જ નથી બન્યું. હું તો આપણી રન્નાના બાબા માટે નામ શોધું […]

ભેટ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ઈન્ટરનેટ પરથી લીધેલ પ્રસંગોના ભાવાનુવાદ પર આધારીત સુંદર પુસ્તક ‘અંતરનો ઉજાસ’ (મોતીચારો ભાગ-3) માંથી સાભાર.] ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો. એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત […]

લગ્નગીતો અને ફટાણાં – સં. દેવી મહેતા.

[‘લગ્નગીતો’ પુસ્તકમાંથી સાભાર. નોંધ : તમામ ગીતોમાં જરૂરિયાત પ્રમાણે વર-કન્યાના નામ ગોઠવી શકાય છે.] [1] ગીત જેવાં ગુલાબનાં ફૂલ રાતાં છે એવી કુમારભાઈની આશા છે કુમારભાઈ લખી લખી મોકલે લેટરમાં, આપણે મળશું ક્યા થિયેટરમાં. તમે શું કામ લખો છો લેટરમાં, આપણે મળશું રૂપલ થિયેટરમાં… જેવાં… કુમારભાઈ લખી લખી મોકલે વીંટીમાં, આપણે મળશું કઈ સિટીમાં. તમે […]

રેખા અને દીવાલ – દિલીપ રાણપુરા

નંદાએ નીરજ સામે જોયું. તેની આંખોમાં નશો હતો અને ચહેરા પર પ્રસન્નતા છલકાતી હતી. નંદાએ એકદમ પૂછ્યું : ‘આજ આટલો બધો ખુશ કેમ છે, નીરજ ?’ ‘કલ્પના કરતો.’ ‘હું તો એટલી જ કલ્પના કરી શકું છું, કે મારા સાન્નિધ્યમાં હોય છે ત્યારે તારી આંખો નશીલી બની જાય છે, પણ ચહેરા પરની પ્રસન્નતાનું કારણ તો તારે […]

પેટ્રોલ આ રીતે પણ બચે ! – નિર્મિશ ઠાકર

પેટ્રોલની તંગી જોઈ હું ગદ્દગદ્દ થઈ ઊઠ્યો છું. અઠવાડિયું નોકરી જવાનું માંડી વાળી એ અંગે મેં ગંભીર વિચારણા કરી છે. સરકારે આ દિશામાં ત્રણ તબક્કે આગળ વધવું જોઈએ, એવું હવે મને લાગે છે. સરકાર ખાસ પ્રકારનાં પ્રારંભિક પગલાં લઈ સમાજમાં એ અંગે જાગૃતિ લાવી શકે. જોકે આપણે ત્યાં કોઈ સમસ્યા હળવાં પગલાંથી ઊકલતી નથી, એટલે […]

ગાંઠિયા અને સૌરાષ્ટ્ર – જવલંત છાયા

[વ્યવસાયે શ્રી જવલંતભાઈ દિવ્યભાસ્કરના પત્રકાર છે અને વિવિધ પ્રકારના વિષયો પર તેમના સુંદર લેખો સતત પ્રગટ થતા રહે છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી જવલંતભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] સૌરાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટરી બનાવવાની હોય અને તેમાં સવારનું દ્રશ્ય ફિલ્માવવાનું હોય તો શું દર્શાવાય ? પાણીના બેડાં ઊંચકીને જતી ગ્રામ્ય […]

બે રચનાઓ – સંકલિત

[1] આંગળીના ટેરવે – ગૌરવ પંડ્યા [ અભ્યાસે એલ.એલ. બી. એવા શ્રી ગૌરવભાઈની (જામનગર) લધુનવલ કથાઓ મીડ-ડે, આજકાલ ડેઈલી, નોબત, સંદેશ જેવા જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થઈ ચૂકી છે તેમજ તેમની આ ગઝલ ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા રહી છે. તેમના ગ્રુપના નાટકો રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કારો પામ્યા છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ગૌરવભાઈનો ખૂબ […]

કહું આજ કોને ? – બી. કે. રાઠોડ ‘બાબુ’

[ આ તમામ રચનાઓ શ્રી રાઠોડભાઈના (સુરેન્દ્રનગર, ગુજરાત) પુસ્તક ‘અહીંથી ત્યાં સુધી’ માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.] [1] કહું આજ કોને ? રહી એકધારી દશા જિંદગીની… વધારે કહું શું, કથા જિંદગીની…. ? ઘણો બોજ લાગ્યો, મને જિંદગીનો, છતાં ખૂબ વેઠી, સજા જિંદગીની… ભટકતો ફરું છું […]

દિલે નાદાં તુઝે…. – પંકજ ત્રિવેદી

[આ કૃતિ શ્રી પંકજભાઈના પુસ્તક ‘આગિયા’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી પંકજભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર.] ગઈકાલે બપોરે એક મિત્રનો ફોન આવ્યો. સામાન્ય રીતે એમને ખાસ કામ હોય તો જ ફોન કરતા. મિત્રએ કહ્યું : ‘હલ્લો, પંકજભાઈ એક ખાસ સમાચાર છે. બકુલભાઈ દવે અહીં આવ્યા છે. તમારી સાથે વાત કરવા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.