Archive for July, 2007

પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર

નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. […]

તમે આવો તો – મકરંદ મુસળે

તમે આવો તો વારતાય માંડીએ મ્હોરાંને હળવેથી ખસકાવી લઈએ ને ચ્હેરાના ફોટાઓ પાડીએ…. આંખોની ભાષામાં શબ્દોના વાડા ને અર્થોનાં છીંડાં, ને છીડાંને રસ્તો કે’વાય નૈ ઊર્મિઓ ઉર્ફે આ દરિયાનાં મોજાં, ને મોજાંમાં મસ્તી ને મસ્તી કૈં મુઠ્ઠીમાં માય નૈ. પગની ભીનાશથી પલળેલા રસ્તા પર ટહુકાનો વરઘોડો કાઢીએ…. મારાથી તારી ને તારાથી આપણી આપણાથી સૃષ્ટિ ને […]

વિજ્ઞાન દર્શન – સંકલિત

[આ લેખ મોકલવા બદલ ‘વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર’ (અમદાવાદ) નો ખૂબ ખૂબ આભાર. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટિ સાયન્સ સેન્ટરના મૂળભૂત કાર્યક્રમોને ભારત સરકારના માનવ સંશોધન વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું સમર્થન પ્રાપ્ત છે. આ સેન્ટરમાં વિદ્યાર્થીઓ, બાળકો તેમજ યુવાનોને વિજ્ઞાન ક્ષેત્રે અવનવી માહિતી તેમજ પ્રયોગો કરવા માટે માધ્યમ પૂરું પાડવામાં આવે […]

ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર

ઝરણાંની જેમ ફૂટતું પાણી, એ શું હશે ? આંસુ તો કોઈ, આંખના ખૂણામાં હોય છે. ‘તદ્દન અનાયાસ જ; મને આજે પણ ખબર નથી પડતી કે મેં એ ક્ષણે આવું કેમ કર્યું હશે ! બાકી મને મળવા આવનાર દરેક અજાણી વ્યક્તિ સાથે હું એ રીતે હંમેશા નથી વર્તતો. આટલી ઝડપથી આત્મીયતા બધાની જોડે નથી બંધાઈ જતી.’ […]

ભજન કરે તે જીતે – મકરન્દ દવે

વજન કરે તે હારે રે મનવા ! ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને મૂલવવો શી રીતે ? રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચ-ખોટનાં ખાતાં પાડી એમાં તું નહીં ખાટે: સ્હેલીશ […]

બસ એટલું કે…. – બરકત વીરાણી ‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું ! ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી માપી લીધી છે મેં આ ગગન વિશાળતા, તારી છબી છું ચીતરું એવું ફલક નથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી, મારા જીવનમાં કોઈ […]

બે લેખો – સંકલિત

[ ‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.] [1] બહોત ખૂબ – કનૈયાલાલ મુનશી 1903ની આઠમી મે ની રાત હતી. બાપાજી આરામખુરશી પર બેઠા હતા. હું પાસે ઊભો હતો. બા ખાવાનું લઈને આવતી હતી. અચાનક બાપાજીએ અકળામણથી ઓ-ઓ-ઓની બૂમ મારી ખુરશી પર માથું નાખી દીધું. બધાં દોડી આવ્યાં. રડારોળ થઈ રહી. અબોટ દઈ એમને ભોંયે સુવાડ્યા. કોઈએ […]

ટહુકો વૈશાખનો… – ડો. જગદીપ નાણાવટી

[ તબીબીક્ષેત્રમાં રહીને સાહિત્યને નાતે, ગઝલક્ષેત્રમાં નવસર્જનની શરૂઆત કરનાર ડૉ. જગદીપભાઈનો (જેતપુર) આ કૃતિઓ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર.] [1] હૈયે કાયમ હાંફ નિંગળતાં હરણ પગલે પગલે બેય પિગળતાં ચરણ માંગી કુંડળ, હાય ધરી લે કવચ દુનિયા પાંડવ, અમે કરણના કરણ સાંકળ ખોલી, ધૂળ ઉડાડો સજન ડેલી વાંસે કંઈક ઉઘડતા સ્મરણ કોરા રહેવું એમ નથી […]

કન્યાકુમારી – સુન્દરમ્

[આશરે 65 વર્ષ પહેલાં લખાયેલાં પુસ્તક ‘દક્ષિનાયન’ (પ્રવાસવર્ણન) માંથી સાભાર.] સમગ્ર દક્ષિણ ભારતનો પ્રવાસ કરતાં કરતાં અમે કન્યાકુમારીને રસ્તે જઈ ચડ્યા. કન્યાકુમારીને રસ્તે ! ભારતભૂમિના ચરણના અંગુષ્ઠની તરફ ! પ્રવાસમાં સદા ઉત્સુક રહેતું હૃદય વધારે ઉત્સુક બન્યું ! મેં પાંપણો પરની ઊંઘને ખંખેરી કાઢી અને ઊઘડેલી આંખે પ્રભાતનું વિકસતું સૌંદર્ય જોવા માંડ્યું. આકાશના જેવો જ […]

જીવનની ધરી – મકરન્દ દવે

કાશીનગરીમાં એક વેપારી રહેતો હતો. મુખ્ય બજારની પાસેની ગલીમાં તેની દુકાન હતી. જીવનજરૂરિયાતની ઝીણી-મોટી વસ્તુઓ તે રાખતો. એની દુકાનની આસપાસ કાશીના મહાન શ્રેષ્ઠીઓની પેઢીઓ હતી. રેશમી વસ્ત્રના વેપારીઓની ભભકાદાર દુકાનો હતી. મેવા-મીઠાઈ તથા સાજ-શણગારના વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા ચમકદમક કરી બેસતા. એ બધામાં આ સાદી દુકાન તરી આવતી. સુઘડ, સ્વચ્છ અને વ્યવસ્થિત. અને બીજી કોઈ […]

ગુલાબનું ફૂલ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર. આપ લેખકશ્રીનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com ] સુંદર મજાનો એક બગીચો હતો. એમાં એક ખૂણે બાંકડા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. બેઠો બેઠો એ પોતાની વ્યથાઓને યાદ કરીને દુ:ખી થઈ રહ્યો હતો. જિંદગીએ એને આપેલાં દુ:ખોથી એ અત્યંત વ્યથિત જણાતો હતો. દીકરો અને એની વહુ […]

સ્નેહ સાધના – અવંતિકા ગુણવંત

‘આ શું ? આવી વહુ ? ના, ના, ના. આવી વહુ ના ચાલે. હરગિજે ના ચાલે.’ ત્વરાને જોઈને સરુબહેનનું મન ચિત્કાર કરી ઊઠ્યું. સરુબહેન પોતે અત્યંત સ્વરૂપવાન હતાં. પંચાવન વર્ષની ઉંમરે પણ સો સ્ત્રીઓમાં અલગ તરી આવે તેવું એમનું વ્યક્તિત્વ હતું. એમનું ઊઠવું, બેસવું, પહેરવું, ઓઢવું, બોલવું બધું નોખું, એમાં સૂઝ હતી, સમજ હતી, કલા […]

માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત

જીવનનો પંથ કેવળ પુષ્પાચ્છાદિત જ નથી, એમાં કાંટા પણ ઘણા છે. જીવન આપણને અનેક તણાવોની ભેટ આપતું હોય છે – ચાહે પછી તે ઑફિસના હોય, કામના હોય, કુટુંબના હોય, વ્યક્તિગત જીવનના હોય કે સંબંધોના. આપણી આસપાસ રોજ-બ-રોજના જીવનમાં અનેક એવી વ્યક્તિઓ મળતી હોય છે જે તણાવનું આપણું બટન દબાવી દે છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો […]

વાત અજાણી – ડૉ. રશીદ મીર

નોખી રીતે જ જરા મારી કહાણી લખજો, પાણીને આગ અને આગને પાણી લખજો. એની વાણીને ભલે નામ ગમે તે આપો, મૌનને એના જો લખવું હોય તો વાણી લખજો. એમ ને એમ રહીને ય એ બદલે છે પ્રકાર, વેદનાને કઈ રીતે છે પ્રમાણી લખજો. એટલી વરસી કૃપાઓ કે રહ્યાં છે પ્યાસા, ખુદ અમારી જ હથેળી હતી […]

રૂપેરી વાળની સાચી ચમક – મીરા ભટ્ટ

[‘જીવન સંધ્યાનું સ્વાગત’ પુસ્તકમાંથી સાભાર.] ‘વૃદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના… મને એવો ડર જરીકે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી, કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ? વૃદ્ધાવસ્થા સામે તમે કઈ દષ્ટિએ જુઓ છો, તેનું ખૂબ મહત્વ છે. […]

ગણિતનો ત્રાસવાદ – નિરંજન ત્રિવેદી

[હાસ્યલેખ] વિશ્વમાં ત્રાસવાદ વકરી રહ્યો છે તેવું આગેવાનો હવે કહે છે. વરસો પહેલાં હું આગેવાન ન હોવા છતાં ત્રાસવાદના ભય સામે મેં આંગળી ચીંધી હતી પણ એની કોઈએ નોંધ લીધી ન હતી. એમ મારે સખેદ કહેવું પડે છે. ત્રાસવાદ કોઈ એક પ્રકારનો નથી હોતો. અનેક પ્રકારના ત્રાસવાદ હોય છે. ધાર્મિક અને રાજકીય ત્રાસવાદ હવે વકર્યો […]

વેસ્ટલૅન્ડ – નીતિન ત્રિવેદી

બને એટલા વહેલા ઘરે આવી જવાની મમ્મીએ તાકીદ કરી હતી. કેમ કે સાંજે ઘરે એક મુરતિયો રીનાને જોવા આવવાનો હતો. પણ એ વહેલી તો આવી શકી નહીં. પણ કૉલેજથી સમયસર પાછી ફરી રહી હતી. ઘરના કમ્પાઉન્ડના દરવાજે એ સહેજવાર અટકી. મુખ્ય રસ્તા પરના આ મકાનના દરવાજા બહારની કેટલીક જમીન પર વાવેલા છોડવાઓને આજે જ નહીં, […]

જાંબુઘોડા અભયારણ્ય – વંદના ભટ્ટ

ગુજરાતમાં આવેલ દીપડા અને વરુનું પ્રસિદ્ધ જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ-પ્રેમીઓ માટે હંમેશાં લલચાવનારું રહ્યું છે. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ ઝંડ હનુમાન નામનું સ્થળ આ અભયારણ્યની કલગી સમાન છે. પાવાગઢની પર્વતમાળાથી ઘેરાયેલું આ સ્થળ પાંડવ કાલીન સ્મૃતિઓનો વારસો સાચવીને બેઠું છે. વડોદરાથી છોટાઉદેપુર જવાના રસ્તા ઉપર પચાસ કિ.મી. દૂર જાવ એટલે ડાબા હાથ ઉપર વિશાળ સાઈન-બોર્ડ આવે છે […]

કાગળ – મનીષ પરમાર

સળવળેલી લાગણીના સળ લખું છું, કેટલાં વરસો પછી કાગળ લખું છું ! ફૂલને ઉછેરવાના ઓરતા છે – આંખમાં હું આંસુનું ઝાકળ લખું છું. એટલામાં તો નદીનો પટ છલકતો, હું સમયની રેત પર અંજળ લખું છું. સાવ સુક્કી ઝાડની ડાળી ઉપર હું, નામ તારું કોતરી કૂંપળ લખું છું. આવશે ગોરંભમાં તારી સુવાસો, હું વરસતી યાદનું વાદળ […]

નથી ગમતું મને – ખલીલ ધનતેજવી

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને, પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને. એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે, ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને. આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે, આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને. આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં, મારું પોતાનું […]

મારી સાથે – અદી મિરઝાં

તું જો આજે મારી સાથે જાગશે; ચાંદ થોડો ચાંદ જેવો લાગશે ! કોણ તારી વાત સાંભળશે, હૃદય ! એક પથ્થર કોને કોને વાગશે ! તું અમારો છે તો, ધરતીના ખુદા ! તું અમારા જેવો ક્યારે લાગશે ? જિંદગી શું એટલી નિર્દય હશે ? એ મને શું એક પળમાં ત્યાગશે ? હું રડું છું એ જ […]

કન્યાવિદાય – બાલમુકુન્દ દવે

સોડમાં લીધાં લાડકડી ! આંખ ભરી પીધાં લાડકડી ! હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં કીધાં લાડકડી ! ક્યારામાં ઝપાટાભેર પાંગરી રહેલ તુલસીછોડની ઓળખાણ કલાપીએ આમ કહીને કરાવી છે : ‘પિતૃગૃહે જેમ વધે કુમારિકા.’ પિતૃકુલક્યારામાં આવી પાંગરી રહેલી તુલસીછોડ સમી શુચિત્વભરી પ્રત્યેક કુમારિકાને એક દિવસ આખી ને આખી મૂળ-માટી સોતી બીજા કુટુંબક્યારામાં રોપવાનો અવસર આવે છે. […]

થોડા આંસુ, થોડાં ફૂલ – જયશંકર ભોજક ‘સુંદરી’

મારે રંગભૂમિના નટ થવું હતું. એનું આકર્ષણ, કોણ જાણે કેમ, મને બાળપણથી હતું. મારો જન્મ થાય એ પહેલાં, 1853માં, ગુજરાતી રંગભૂમિની શરૂઆત થઈ ચૂકી હતી. રંગભૂમિની સ્થાપના મુંબઈના શિક્ષિત પારસીઓએ કરી હતી. આ શોખીન કલાકારોએ પારસી ગુજરાતીમાં નાટક ભજવવાની પહેલ કરી. એમને જોઈ શોખીન હિન્દુઓ પણ શુદ્ધ ગુજરાતીમાં નાટક ભજવવા બહાર પડ્યા હતા. 1889માં મુંબઈ […]

એક નોંધ – તંત્રી

અનિવાર્ય સંજોગોને કારણે આજે લેખો આપી શકાયા નથી. આવતીકાલથી રાબેતા મુજબ આપવામાં આવશે. તકલીફ બદલ ક્ષમા. – તંત્રી

ટાઈમ ક્યારે મળશે ? – વર્ષા પાઠક

[‘આપણી વાત’ પુસ્તકમાંથી સાભાર.] ટાઈમ નથી…. દુનિયામાં દરેક દેશમાં, દરેક સમાજમાં સૌથી વધુ બોલાતાં વાક્યોનું લિસ્ટ બનાવીએ તો ટાઈમ નથીનું સ્થાન ટૉપ ટેનમાં આવે. હાથમાં લીધેલું (કે દેવાયેલું) કામ પૂરું ન થાય તો આપણે કહીએ : ‘ટાઈમ ન મળ્યો.’ અમુક કામ કરવાનું ભૂલી જઈએ કે ઈચ્છા ન થાય તો કહી દઈએ : ટાઈમ નથી મળતો. […]

સુવાક્યોનો સંચય – સંકલિત

[રીડગુજરાતી પર સુવિચાર વિભાગમાં સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા સુવાક્યોનો સંગ્રહ.] પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. -શ્રીમદ્ રાજચંદ્ર મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ? -ગાંધીજી જે પ્રેમ […]

કોર્સ બહારની પ્રશ્નોત્તરી – નિર્મિશ ઠાકર

[‘નિર્મિશાય નમ:’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com ] વાચકોના પ્રશ્નો લઈ આવતા પત્રોનો ભરાવો થઈ ગયો છે. આ સુખદ સ્થિતિ મને ગમે છે (મને પહેલેથી જ પાંચમાં પુછાવાનો શોખ છે !) જે કાંઈ જવાબો મારા દ્વારા અપાશે એમાં તમને મારાં અનુભવ (!) અને જ્ઞાન (?) નો સુભગ […]

સત્ય ઝરૂખે સ્નેહદીવા – ડૉ. ભરત મિસ્ત્રી

[રીડગુજરાતીને ‘સત્ય ઝરૂખે સ્નેહદીવા’ પુસ્તક મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.] [1] પ્રિય દોસ્ત, સપ્તપદીથી શરૂ થયેલ યાત્રા સ્નેહપદી જેની ઓળખ છે એ ગૃહસ્થીનું સત્ય શું ? સત્યદેવ ક્યા સ્વરૂપે દાંપત્યના દ્વારેથી દર્શન દે છે ? ગૃહસ્થીને ક્યા ચેતન દીવા ઉજાળે છે ? હા, અનુકુલન, આધાર અને અન્યોન્ય માટેનો આદર એ ગૃહસ્થીને ઉજાળતા સ્નેહદીવા ! પણ […]

કાશ્મીરી કાવ્યો – હબ્બાખાતૂન

[જુદા જુદા પ્રદેશોની અને જુદી જુદી ભાષાની કેટલીક કવિતાઓનો અનુવાદ શ્રીમતી નૂતનબેન જાનીએ (મુંબઈ) તેમના પુસ્તક ‘મધ્યયુગીન ભારતીય કવિતા’ માં કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાંથી આજે લઈએ છીએ એક કાશ્મીરી કવિયત્રીના કાવ્યો. હબ્બાખાતૂન કાશ્મીરી કવિયત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ, કાવ્ય-પ્રતિભા તથા રચના-કૌશલ્યને લીધે હબ્બાખાતૂન કાશ્મીરી ભાષા સાહિત્યની જ […]

ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી

[‘ગઝલપૂર્વક’ પુસ્તકમાંથી સાભાર.] [1] તારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું, ખુશબૂ ફૂટે મને, મને લાગે કે પાંગરું. ઝાલરનો સાદ સાંભળીને સાંજ આવતી, કૈં એમ તારો સાદ આસપાસ પાથરું. આકાશની વિશાળતાને બાજુ પર મૂકી, પંખીને જોઈએ જ એનું એ જ પાંજરું. લીલોતરી જ જોઈએ છે એવું પણ નથી, એવુંય સ્થળ બતાવ જે ન હો અવાવરું. મારી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.