Archive for August, 2007

અહલ્યાવૃત્તિ – મૃગેશ શાહ

રામચરિત માનસનો એક સુંદર પ્રસંગ છે ‘અહલ્યા ઉદ્ધાર’. ગૌતમ ઋષિના પત્ની અહલ્યાને અપવિત્ર આચરણ બદલ ઋષિ તરફથી શાપ મળ્યો કે તે પથ્થર દેહ થઈ જાય. આશ્રમની બહાર શીલારૂપે વર્ષો સુધી નિર્જીવ સ્વરૂપ ધારણ કરીને તે પોતાનો જીવનકાળ વ્યતિત કરે છે. માત્ર અહલ્યા જ નહીં, તે આશ્રમની આસપાસનું સમગ્ર વાતાવરણ જાણે કે જડવત્ બની જાય છે. […]

હરિચરણ – શરદબાબુ

[અનુ : કલ્પના શાહ. ‘નવનીત સમર્પણ’ માંથી સાભાર] બહુ વર્ષો એટલે કે દસ-બાર વર્ષ પહેલાંની વાત છે. એ વખતે દુર્ગાદાસબાબુ વકીલ થયા નહોતા. દુર્ગાદાસ બંદોપાધ્યાયને તમે લોકો કદાચ સારી રીતે નથી જાણતા, હું સારી રીતે જાણું છું, આવો તમને એમનો પરિચય કરાવું. નાનપણમાં કોણ જાણે ક્યાંથી એક અનાથ બાળકે રામદાસબાબુને ઘરે આશરો લીધો હતો. બધા […]

આપણા લગ્નોત્સવો – ચંદ્રકાન્ત શેઠ

મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી તો છે જ, સાથે ઉત્સવસર્જક પ્રાણી પણ છે. સારું નિમિત્ત મળ્યું નથી ને ઉત્સવ ઊજવ્યો નથી. વહુને દિવસ રહ્યા, ઉત્સવ કરો, સીમંતની ઉજવણી કરો. બાળકનો જન્મ થયો, જન્મદિન ઊજવો. છોકરાનો વિવાહ થયો, ઉત્સાહથી મનાવો. કશુંક ઘરમાં સારું થાય તો તેની ખબર આસપાસનાંને – બહારનાંને પણ બરોબર પડવી જોઈએ. ગોળ કુલડીમાં ભાંગીને એકલાં […]

ટપક્યું – શરીફા વીજળીવાળા

એક હતો કોળી ને એક હતો વાણિયો, બેય પાકા ભાયબંધ. કોળી રોજ્ય રાત્ય પડે ને વાણિયાની દુકાને બેહવા જાય…. વાણિયો રોજ્ય મનમાં વિશારે કે માળો હાળો આ કાયમ પંદર દા’ડા બેહવા આવે પણ પંદર દા’ડા ક્યાં જાતો હશે ? એક દિ’ વાણિયાએ પૂશી જ લીધું તો કોળી ક્યે કે હું પંદર દિ’ કામે જાઉં સું. […]

નરસી મે’તા બીજો – ચંદ્રકાન્ત વાગડિયા

પેલો હતો નરસિંહ મહેતા પહેલો, પણ આ તો છે ‘નરસી મેતા’ બીજો, કારણ કે હજુ સુધી નરસિંહ મહેતા બીજો પાક્યો નથી. એનું મૂળ અને અસલી નામ તો હતું આર.સી. મહેતા. પરંતુ સમયના વહેણ સાથે એના અસલી નામનું રૂપાંતર થઈ ક્યારે નકલી નામ નરસી મેતા પડી ગયું, એ યાદ આવતું નથી. મેતી તો મેતાનો સ્વભાવ બરાબર […]

સનમની શોધમાં – સુચી વ્યાસ

[ ફિલાડેલ્ફીયાના (અમેરિકા) ના રહેવાસી શ્રીમતી સુચીબહેનની આ કૃતિ રીડગુજરાતી આંતરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધામાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરે છે, જે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે SVyas@nhsonline.org સંપર્ક કરી શકો છો. વાર્તા-સ્પર્ધાની બીજા નંબરની કૃતિ આપ આવતા સપ્તાહે માણી શકશો.] બસ, ધારી લો એક છોકરી – ના, ના આધેડવયની એક સ્ત્રી !! નામ છે […]

પવિત્ર બંધન – બિજલ ભટ્ટ

આજે આનંદ ખુબ ખુશ હતો. આવતી કાલની સવાર એની માટે ખુબ મહત્વની છે. એ દિવસ માટે તો એ આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતો હોય છે. એ દિવસ એટલે એનો માનીતો અને ખુબ જ ગમતો તહેવાર રક્ષાબંધન. આનંદ ખુબ જ અમીર કુટુંબનો એકનો એક દિકરો. ઘરમાં કોઈ વાતની કમી નહોતી. એના જીવનની ખુબ અંગત અને મહત્વની […]

સિંહની પરોણાગત – રમણલાલ સોની

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી; સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ : ‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું; નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’ રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ, સિંહ જાય […]

શિવમહિમ્ન સ્તોત્ર – પુષ્પદંત

શ્રી ગણેશાય નમ: || પુષ્પદંત ઉવાચ || મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: | અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 || અર્થ : હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી […]

રામાયણ કથામંગલ – રમણલાલ સોની

[‘રામાયણ કથામંગલ’ પુસ્તકમાંથી સાભાર.] [1] વાલ્મીકિનો ક્રોધ વાલ્મીકિ ઋષિ એક બપોરે મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગાતટે જતા હતા. રસ્તામાં તમસા નામની નાની નદી આવી. તમસાનું નિર્મળ કાચ જેવું જળ જોઈ વાલ્મીકિને બહુ આનંદ થયો. તેમણે પોતાની પાછળ ચાલ્યા આવતા શિષ્ય ભરદ્વાજને કહ્યું : ‘તમસાનું જળ કેવું નિર્મળ છે ! સંતપુરુષોનાં મન આવાં નિર્મળ હોય છે. […]

એવું રે… – પ્રહલાદ પારેખ

એવું રે તપી ધરતી, એવું રે તપી, જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય, કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય, તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે… વન રે વિસામે એનાં જન રે વિસામે, પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે; જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… […]

રૂમાલ મારો લેતા જજો ! – લોકગીત

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો, રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો, મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો ! લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો, એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો, મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો ! ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ, […]

ખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ કીર્તિદાબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર.] ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું મને લાગે કે આકાશને ઓછું પડ્યું. વિધિ-વિધાન મને ખૂચ્યાં કરેને હું તો મ્હારી જ અંદર મને ઝાંક્યાં કરું સ્મૃતિની શોધમાં હું ફાંફાં મારું ને હું તો પગલી પગલીમાં મને શોધ્યા કરું ખાબોચિયેં બેસીને હું દરિયામાં ડોકિયું કરું મને લાગે […]

આ જગતનો માનવી – કમલેશ ફલ્લા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર.] પોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી, રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી. બીજાના સુખે દુ:ખી થાય છે માનવી, તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી. પોતાને પરમાત્મા ગણે છે, માનવી ક્યારેક આત્મા બની જાય છે, તે જ માનવી બીજાના જીવનનો આભલો […]

ઊર્ધ્વારોહણ – કિન્નરી પરીખ

[ અમદાવાદમાં રહેતા કિન્નરીબેને કૈલાસ-માનસરોવરની યાત્રાના પોતાના અનુભવો વર્ણવતું એક સુંદર પુસ્તક ‘ઊર્ધ્વારોહણ’ નામે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં માત્ર પ્રવાસવર્ણન નો સમાવેશ ન કરતાં લેખિકાએ વિવિધ સ્થળોની તલસ્પર્શી માહિતી, પ્રવાસની તૈયારી અંગેના સૂચનો, જરૂરી એપ્લિકેશન ફૉર્મ વગેરે અનેક પ્રકારની જરૂરી વિગતો સરળ શબ્દોમાં વર્ણવી છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંનો કેટલોક અંશ. રીડગુજરાતીને આ પુસ્તક […]

ટી.વીનું મહાભારત – નિર્મિશ ઠાકર

હું જન્મ્યો છું એટલે જીવું છું. બાકી મને કશામાં જોઈએ એવો રસ નથી. ઘણી વાર હું વિચારું છું કે હું શા માટે જન્મયો છું…. એ અંગે વિચારવા માટે જ હું જન્મયો છું ? મને જીવતો રાખવામાં મારી પત્નીનો જ હાથ છે ! એ મારામાં બળજબરીથી અવનવા રસ જાગૃત કરે છે, જો કે એનાં પરિણામ સારાં […]

આપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ

[પૂર્વભૂમિકા : શૈલુએ પૂછયું : ‘હાથને પાંચ આંગળી કેમ ?’ અમે કહ્યું : ‘કેમ વળી ? પાંચ જ હોય ને ? શૈલુએ પૂછ્યું : ‘અમે એ નથી પૂછતાં હોં ! એ પાંચ આંગળીનો મર્મ શો ?’ અમે કહ્યું : ‘શૈલુ ! હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક ! પ્રથમ આંગળી તે, […]

સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું ! માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે તે […]

સુખનો કાળ બાળપણનો – પુ. લ. દેશપાંડે

[અનુવાદ : અરુણા જાડેજા. ‘અરધી સદીની વાંચનયાત્રા ભાગ-3’ માંથી સાભાર.] જો નિશાળ ન હોત તો બધાંના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ. એનો અર્થ એવો જરાય નહિ કે મને ભણવાની હોંશ નહોતી. પણ કેરી પીળી કઈ રીતે થાય ? નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે ? ગર ભરેલી આમલી ઝાડ […]

પસ્તીવાળો ! – ચિત્રસેન શાહ

[રમૂજી લેખ – ‘ધણીને ધાકમાં રાખો’ પુસ્તકમાંથી સાભાર.] ‘પ્યાલા બરણીવાળી’ અને ‘પસ્તીવાળો’ એ સ્ત્રીઓના આર્થિક વ્યવહારનાં બે મહત્વનાં અંગ છે ! સ્ટીલના વાસણના બદલામાં એક કપડું ઓછું આપવા કે પસ્તીવાળાને એક પેપર વધારે ન આપવા માટે સ્ત્રીઓ મરણિયા પ્રયાસ કરે છે ! એ પસ્તીવાળાની વાત આજે કરવાની છે ! જેમ ચોપાટીના ભેલપૂરીવાળાઓએ ‘ભેલપૂરી’ વેચી વેચીને […]

વાલાડોસાનું ફૂલેકું – સંજયભાઈ ગોટી

[રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા-2007 માં પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલી આ વાર્તાના નવોદિત લેખક 22 વર્ષના શ્રી સંજયભાઈ કૂંઢેલી ગામથી (ભાવનગર) છે. નિર્ણાયકો એ વાર્તાની કથાવસ્તુ, ભાવ, અભિવ્યક્તિ અને સંવાદોના આધારે તેને તમામ વાર્તાઓમાં અગ્રસ્થાન આપ્યું છે અને એ માટે શ્રી સંજયભાઈને હાર્દિક અભિનંદન] વાલોડોસો વહેલી સવારે ફળિયાનાં એક ખૂણામાં અડધા ફડધા પડી ગયેલા દાંતોવાળા જડબામાં […]

જીવનસુત્રો – અનુભવાનંદજી

[‘સોક્રેટિસ અને પ્લેટોના જીવનસુત્રો’ પુસ્તકમાંથી સાભાર.] [01] બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું ! [02] મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય. [03] વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ […]

શિષ્ટ સાહિત્યનો પ્રભાવ – હરિપ્રસાદ શાસ્ત્રી

આ ઘટના છે સાતેક દાયકા પહેલાંની. સંખેડા તાલુકાના કોસીંદ્રા ગામમાં શ્રી કરુણાશંકર કુબેરજી ભટ્ટ નામે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક. વડોદરાની ટ્રેનિંગ કૉલેજમાં કવિ ‘કાન્ત’ પાસેથી કેળવણીની જે વિભાવના ગ્રહણ કરેલી, તેના પ્રતાપે તેઓએ સમસ્ત ગામમાં સંસ્કારની સુવાસ પ્રસારી હતી. આ સુવાસની અસર આસપાસનાં ગામોમાં પણ વરતાતી. એમાંનું એક ગામ હતું સરાગૈ. આગળ જતાં શ્રી કરુણાશંકર […]

ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક

સૂર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે. તેઓ જે કાંઈ લખે છે તે પત્રકાર તરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેના તંત્રી તરીકે. લોકમત અમુક રીતે કેળવવા માટે તેઓ લખે છે, લોકો પાસે અમુક કાર્ય કરાવવા લખે છે. એ […]

વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

ડાળેથી વિખૂટા પડતાં વસમું લાગ્યું રજકણથી સંગાથે ઉડતાં વસમું લાગ્યું સફળ થવાનો વિકટ રસ્તો સહેલો લાગ્યો નિષ્ફળતાની કેડી ચડતાં વસમું લાગ્યું ગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા ભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું એ દોસ્ત નથી સહેલું તું પણ અજમાવી જો જે આંખેથી આંસુને દડતાં વસમું લાગ્યું ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું […]

અણસાર હોય તો ? – ગોવિંદ રા. ગઢવી

આ ધુમ્મસે એ રૂપનો અણસાર હોય તો ? હર શબ્દમાંય મૌનનો રણકાર હોય તો ? ચાલી તો સૌ શકે જો સામે દ્વાર હોય તો કિન્તુ ચરણ મહિં કશોક ભાર હોય તો હું તો પવનની જેમ પળે પળને જઈ મળું કોઈની આંખમાં જો ઈન્તઝાર હોય તો સો સો દીવાલને ય હવે ભેદવી રહી જવું જ પડે […]

પાંદડે પાંદડે મોતી – સં. મહેશ દવે

[1] શિવાજીનું અભિમાન ઘણાં યુદ્ધો જીત્યા પછી શિવાજી મોટો કિલ્લો બંધાવી રહ્યા હતા. સેંકડો મજૂરો કામે લાગ્યા હતા. સાંજ પડે કામ બંધ થતું. મજૂરોને તેમની મજૂરી ચૂકવાતી. મજૂરીના પૈસા લઈ મજૂરો રાજી રાજી થઈ ઘેર જતા. તે પૈસામાંથી તેઓ સાંજ પડ્યે ખાધાખોરાકીની વસ્તુઓ લાવતા, રસોઈ બનાવતા, ખાઈપી સંતોષ અનુભવતા. શિવાજી આ બધું નિહાળતા. તેમને થતું, […]

સ્મરણ થઈ જાય છે – આબિદ ભટ્ટ

કોઈનું જ્યારે સ્મરણ થઈ જાય છે, રાત આખી જાગરણ થઈ જાય છે. અન્યનો તો લાગતો બકવાસ પણ, તું કહે તો આચરણ થઈ જાય છે. સાંભળ્યું તારી ગલીનું નામ તો, ઊડતા મારા ચરણ થઈ જાય છે. જો સહારો શબ્દનો પણ ના મળે, અશ્રુનું વ્હેતું ઝરણ થઈ જાય છે. ને ગઝલ લખવા અગર બેસું કદી, કલ્પનાનું ત્યાં […]

પ્રકાશનું પ્રતિબિંબ – અનુ. એન.પી. થાનકી

[રોડની કોલિનકૃત ‘ધી મિરર ઑફ લાઈટ’ નો ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘પ્રકાશનું પ્રતિબિંબ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર.] વિચારવા માટે ઘણી અગત્યની બાબતો છે. ગરબડો કરવા માટે કોઈ સમય નથી. આપણી જાત માટે વિચારવાનો સમય નથી. આપણે વિચારવું જોઈએ કે ‘આવનારા લોકો માટે હું કામ કરી રહ્યો […]

ચૂલો અને ઈંધણ – ભગીરથ બ્રહ્મભટ્ટ

‘છાણાં’, ‘એંધણાં’, ‘બળતણ’, ‘સાંઠા’, ‘સાંઠીઓ’, ‘કરચા’, ‘મજીઠ’ જેવા શબ્દો હવે તો અજાણ્યા થતા જાય છે. પ્રાઈમસનું નામ પણ ઝડપથી ઓલવાઈ રહ્યું છે, ‘પ્રાઈમસ’ શબ્દનું ‘સ્ટવ’માં ક્યારે રૂપાંતરણ થયું ને ક્યારે એ ઉભયપ્રયોગો ગુજરાતી પ્રજાના મુખેથી આથમી ગયા એની કોઈ તવારીખ આપી શકાય એમ નથી. બળતણ તરીકે ગુજરાતી લોકજીવનમાં ગૅસનો પ્રવેશ હમણાંનો છે. પણ ગૅસની ગતિએ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.