Archive for September, 2007

કાનનો દાતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.] પ્રસૂતિગૃહની નર્સે આવીને જેક ફૅમિલીને એમનું બાળક સોંપ્યું. સાત પાઉન્ડ વજનનો ગુલાબી ગાલવાળો મસ્ત છોકરો શાંતીથી ટગરટગર જોતો હતો. એનું ગોળમટોળ મોઢું જોઇને કોઈને પણ વહાલ આવી જાય. પરંતુ એની સામે જોતાં જ જેક દંપતી પર જાણે વીજળી પડી ! એ બાળકને બહારના કાન હતા જ નહીં. કાનની જગ્યાએ ફક્ત કાણાં […]

ફલાહાર – બકુલ ત્રિપાઠી

[ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ હાસ્યલેખક સ્વ.શ્રી બકુલભાઈ ત્રિપાઠીની પ્રથમ પુણ્યતિથિ હમણાં થોડા દિવસો અગાઉ હતી, તેથી આ શ્રાદ્ધના દિવસોમાં તેમને શ્રદ્ધાંજલિ આપતો તેમનો આ એક હાસ્યલેખ ‘સચરાચર’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. – તંત્રી.] આપણી ઋતુઓને શરદ, હેમંત, વર્ષા અને વસંત જેવાં નામ ન આપ્યાં હોત તો આ ઋતુને – ચોમાસાને – આપણે ચોક્કસ ઉપવાસની ઋતુ […]

આપણી રાત – ‘કાન્ત’

શરદ પૂનમની રઢિયાળી સદા મને સાંભરે આપણી રાત, સખી ! હસે આકાશે ચંદ્રમા, તારા લસે; મને સાંભરે આપણી રાત, સખી ! વદને નવજીવન નૂર હતું, નયને પ્રણયામૃત પૂર હતું; હૃદયે રસમાં ચકચૂર હતું, મને સાંભરે આપણી રાત, સખી ! ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ધણી; કલ્પનાની ઈમારત કૈંક ચણી, મને સાંભરે […]

શિકારીને…. – કલાપી

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું, ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સન્તનું. પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ; ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું. તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે; તીરથી પક્ષી તો ના, ના, કિન્તુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ […]

તમારું કુટુંબ સુખી છે ? – ફાધર વર્ગીસ પોલ

મારાં કેટલાંક ઓળખીતાં ભાઈબહેનોની સુખસમૃદ્ધિથી હું સુપેરે પરિચિત છું. કેટલાંકના આચારવિચારમાં જીવન જીવવાના સાચા આનંદનો અનુભવ મને દેખાય છે. એટલે મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે. શું એ સુખસમૃદ્ધિ તેમનું ખરું જીવન પ્રતિબિંબિત કરે છે કે પોકળ દેખાવ માત્ર છે ? તેઓ અને તેમનું કુટુંબ ખરેખર સુખી છે ? તેઓ અને તેમનાં આપ્તજનો જીવન જીવવાનો […]

વિપત્તિ આવે ત્યારે…. – સ્વામી નિખલેશ્વરાનંદ

દુ:ખ અને વિપત્તિ આવે છે, ત્યારે ખરેખર મનુષ્યને એમ જ લાગે છે કે તેના ઉપર જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. અને તે એના ભાર નીચે ચગદાઈ રહ્યો છે. ગૂંગળાઈ રહ્યો છે. આ સ્થિતિમાં માણસ વ્યગ્ર બની જાય છે. આમતેમ દોડાદોડી કરવા લાગે છે. પણ શાંત અને સ્થિર રહી વિપત્તિ અને મુશ્કેલીઓની સામે અડગ ઊભા […]

મારું રસોઈજ્ઞાન ! – બિજલ ભટ્ટ

[હાસ્યલેખ] રસોઈ અને રસાયણશાસ્ત્ર – એ બંને એવા વિષયો છે કે જેની વિદ્યા પ્રયોગોથી સિદ્ધ થાય છે. અલબત્ત, રસાયણશાસ્ત્રના પ્રયોગો તો શરૂઆતમાં જીવજંતુ અને પશુઓ પર પણ કરી શકાય છે જ્યારે રસોઈના પ્રયોગો તો સીધા જ માણસજાત પર કરવામાં આવે છે ! એમાં પણ જ્યારે આ પ્રયોગો ગૃહિણી દ્વારા પોતાના પતિદેવ પર કરવામાં આવે છે […]

જીવનસુવાસ – સંત ‘પુનિત’

[1] આમજનતાનો પ્રતિનિધિ ‘ડૉક્ટર કહેતા હતા કે, આ વખતની તમારી બીમારી કષ્ટસાધ્ય છે. બરાબર ઔષધોપચાર થશે તો જ આ માંદગીમાંથી ઊભા થઈ શકશો.’ એ મહાન પતિનાં પત્ની ચિંતિત સ્વરે બોલ્યાં. ‘પણ ડૉક્ટરે જે દવઓનો ઉપચાર કરવાનું કહ્યું છે એ કેટલી બધી મોંઘી એની તને ખબર છે ?’ પત્ની સામે વેધક દષ્ટિ કરતાં એ બોલ્યા. ‘તમારા […]

છત્રી – જ્યોતીન્દ્ર દવે

થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : ‘કેમ, આમ કેમ ?’ ‘શું ?’ એમણે પ્રતિપ્રશ્ન કર્યો. ‘તમારા પર જાણે કોઈ ભારે દુ:ખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.’ ‘ખરી વાત છે.’ ‘ઓહ સોરી ! શું […]

બે છાતિમ વૃક્ષ – અમૃતલાલ વેગડ

સાંજનો પહોર હતો. સૂકા, વેરાન વગડામાં થઈને પાલખી જઈ રહી હતી. અંદર ઋષિ જેવા એક ભવ્ય પુરુષ બેઠા હતા. વૃક્ષવિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષ દેખાયાં. એમને કુતૂહલ થયું. પાલખી થોભાવીને નીચે ઊતર્યા. આ સ્થળ એમને જોતાવેંત ગમી ગયું. બહુ શાંતિનો અનુભવ થયો. વળી આ જગ્યા તો કોલકતાથી માત્ર સો માઈલ જ દૂર હતી. ધર્મચિંતન […]

શેર કી ઔલાદ – ડૉ. શરદ ઠાકર

મારા કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનો અવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એક જોરદાર અવાજ આવ્યો, બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોય એવો ! મેં ઉપર જોયું. ખરેખર, એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક, સાડા છ ફીટની ઉંચાઈ, કદાવર […]

સંગ – રામજીભાઈ કડિયા

મહાભારતના અંતિમ દિવસો પછી બાણોથી વિંધાયેલા ભીષ્મપિતામહ લોહી નીતરતી સ્થિતિમાં બાણશૈયા પર પોઢ્યા હતા. વાતાવરણમાં ખામોશી હતી. સમગ્ર પ્રકૃતિ જાણે ભીષણ હત્યાકાંડથી કણસતી હતી. હવા થથરતી હતી. કુરુક્ષેત્રનું મેદાન હજી યુદ્ધના પડઘાઓ પાડતું હતું. બચેલા યુદ્ધવીરો નિસ્તેજ બનેલા હતા. એમનાં આયુધોનો રાવઠીઓ આગળ ખડકતો થયો હતો. ઘવાયેલા સૈનિકોના છેલ્લા શ્વાસ સાંભળવા માટે પાસે કોઈ નહોતું. […]

સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

[‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો […]

સ્વપ્નનું ગણિત – ડૉ. ચંદ્રશેખર ઠક્કુર

[‘જિંદગી એક સંતાકૂકડી’ પુસ્તકમાંથી સાભાર.] જગદ્દગુરુ શંકરાચાર્યને કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે કે સંસારમાં જન્મ થયા પછી જેમ જેમ શરીર, મન, બુદ્ધિ વિકાસ પામે તેમ તેમ માણસની જાગૃત અવસ્થા વધુ ને વધુ સતેજ બને છે. જ્યારે ઊંઘમાં એને સ્વપ્ન બહુ આવે છે. કેટલીક વાર આ સ્વપ્ન શા માટે આવે છે એવો સવાલ પણ થાય છે. ત્યારે […]

મારો પડછાયો – ‘શૂન્ય’ પાલનપુરી

ડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો; કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો ? ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો; જે દિવસ હું કોઈની નજરોથી ઘેરાયો હતો. નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર ? હું વિનાવાંકે જીવન આખું વગોવાયો હતો. ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ, લોહીથી સૂરજનો […]

પાંપણમાં કેમ પૂરવો – વિરાભાઈ ગઢવી

[જૂનાગઢથી મિલનસંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ ‘મિલન’ પુસ્તકમાંથી સાભાર.] પાંપણમાં કેમ પૂરવો અંધાર સ્પર્શનો ? આવ્યો હવાને એટલે વિચાર સ્પર્શનો હોવાનો ભ્રમ હવે તો કશો સંભવે નહિં પહોંચી વળ્યો છે એટલો વિસ્તાર સ્પર્શનો તૂટી શકે ન એવો છે સંબંધ આપણો સ્મરણોની આંગળી રચે આકાર સ્પર્શનો મારી ત્વચા હજૂય બધી લીલી કાચ છે સમયના સર્પ ઝંખે છે […]

આપણે તો…. – રમણીક સોમેશ્વર

આપણે તો એટલામાં રાજી ! આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી આપણે તો એટલામાં રાજી ! એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ, એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ ફૂટે પલાશ એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે, ત્યાં રણઝણતી ઝાલરી બાજી આપણે તો એટલામાં રાજી […]

ઓ ઈશ્વર ભજીએ તને – દલપતરામ

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ; ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ; હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ; ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ. પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ; દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ; કહ્યું કરો મા-બાપનું દો મોટાંને માન; ગુરુને બાપ સમા ગણશો મલશે […]

તાજ હોટલ – આર.એમ.લાલા

  [ઈ.સ. 1981માં ટાટા કંપનીના સર્જન વિશે પ્રકાશિત થયેલા એક પુસ્તક ‘સંપત્તિનું સર્જન’ માંથી સાભાર.] જગતનાં પ્રવાસી વર્તુળોમાં તમે ‘તાજ’ નું નામ બોલો એટલે તરત જ સામેથી પ્રશ્ન આવશે ‘કયો ?’ શાહજહાંનું આરસપહાણમાં સાકાર થયેલું એ સ્વપ્ન તેની પત્નીના પ્રેમમાંથી ઉદ્દભવ્યું હતું. જમશેદજીની કૃતિ તેમના પોતાના નગરના પ્રેમમાંથી જન્મી હતી. મુંબઈના ‘સૅટરડે રીવ્યૂ’ નામના છાપાએ […]

રાખે છે મને – હરકિસન જોષી

પ્રેમમાં બોળીને રાખે છે મને રંગમાં રોળીને રાખે છે મને રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં ઔષધો ચોળીને રાખે છે મને શક્ય ક્યાં છે ક્યાંક ખોવાઈ જવું રાતભર ખોળીને રાખે છે મને ! પળમાં પર્વત ઓળંગાવી દે છે એ કાંધ લઈ ડોળી ને રાખે છે મને ! રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે શબ્દમાં ઘોળીને રાખે છે […]

ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

[વ્યવસાયે ‘સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર’ માં કાર્યરત એવા શ્રી પ્રણવભાઈ સ્વભાવે સાહિત્યકાર છે. વર્ષો સુધી તેમના નિબંધો અનેક નાના-મોટા સામાયિકોમાં સ્થાન પામ્યા છે. આ તમામ નિબંધોને સંકલિત સ્વરૂપે તાજેતરમાં ‘ગ્રીન લીફ’ પુસ્તકરૂપે તેમણે પ્રકાશિત કર્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી પ્રણવભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.] [1] માનવીય અળગાપણું હમણાં એક મુસાફરી કરતી વેળાએ […]

ભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી

[શ્રી હરિશ્રન્દ્ર ભાઈને સાંભળવાનો લ્હાવો આપણે સૌ કોઈએ પૂ. મોરારિબાપુની કથામાં ક્યારેક તો લીધો જ હશે ! પૂ.બાપુની કથામાં વર્ષોથી તેઓ સ્વરની સેવા આપે છે. તેઓ પોતે કવિ તેમજ સંગીતકાર છે. તેમણે અનેક કૃતિઓને પોતાનો કંઠ આપ્યો છે. પ્રસ્તુત ગઝલો તેમના તાજેતરના પુસ્તક ‘ભિન્ન ષડ્જ’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ […]

પ્રેમનો જાદૂ – શ્યામા

[‘ગૃહશોભા’ વાર્તા-વિશેષાંકમાંથી સાભાર.] ગરમીની રજા પડતાં બાળકો સાથે પ્રેમિલા પોતના પિયર જવાનો કાર્યક્રમ ઘડતી હતી, ત્યારે નાની નણંદ શારદાનો ફોન આવ્યો. બે દિવસ પછી એક મહિના માટે તે પોતાના ભાઈને ત્યાં રહેવા આવી રહી હતી. શારદા સાથે તેના બે પુત્રો પણ આવવાના હતા. શારદાના આગમનના સમાચારે પ્રેમિલાનો મૂડ બગડી ગયો. તે તેના પતિ રોહિત પર […]

ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ

[‘આવેગો અને લાગણીઓ’ પુસ્તકમાંથી સાભાર.] મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો […]

ઘરની રસમ – ગિરીશ ગણાત્રા

‘….બાપ રે ! હાડ ગાળી નાખે એવી ઠંડી છે. અચાનક કોણ જાણે ક્યાંથી આવો ઠંડો વાયરો નીકળી પડ્યો ! સવાર સુધી તો હૂંફાળો તડકો હતો…. આ ઠંડી તો શરીરમાં ટાઢ ડામ દઈ જાય છે…. કહું છું કે આ બસ કેટલા વાગે આવશે ?’ ‘આવા નાનકડા ગામમાં બસના ટાઈમનાં તે વળી શા ઠેકાણાં હોય ? કોઈ […]

ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ

[‘અખંડ આનંદ’ – સપ્ટેમ્બર’07 માંથી સાભાર.] ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તેનો આપણે સદુપયોગ કરીએ તો જ ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા લેખાય. આપણને જો ભગવાન તરફથી આંખોનું વરદાન મળ્યું છે તો તેનો ઉત્તમમાં ઉત્તમ લાભ લેવો જોઈએ. આપણી આંખોને ઉકરડા ને ગંદકી જોવામાં શા માટે વાળીએ ? શા માટે આપણે આપણી આંખોને બાગબગીચા તરફ […]

બે લલિતનિબંધો – રીના મહેતા

[‘ખરી પડે છે પીછું’ પુસ્તકમાંથી સાભાર.] [1] એકાંતનું અનુસંધાન આખા ઘરમાં હું એકલી છું! તદ્દન એકલી! આ કોઇ મોટી વાત નથી. પણ, મારે માટે તો રોમાંચક જ છે. આવું એકાંત ઘણા વખત પછી સાંપડ્યું છે. વિશ્વ આખું જાણે ઊંડા મૌનમાં ડૂબી ગયું હોય તેમ ચારે બાજુ શાંતિ જ શાંતિ છે. ઘરમાં મારા પગરવ સિવાય બીજો […]

મિલીના ઘર તરફ… – યામિની વ્યાસ

[રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2007માં પ્રાપ્ત થયેલી અનેક કૃતિઓમાંની એક કૃતિ.] ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફુર્તિ અનુભવતી હતી. પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતુ. બંને કિડની કામ ન કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડોનર ડો.મિલીના ઇન્ટરવ્યુ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી […]

સમજ – મહેન્દ્ર જોશી

હાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ એક વાસણ કાચનું ફૂટ્યું સમજ ! અર્થ ખુશ્બૂનો એવો તે શો થયો, પુષ્પને ક્યાં કોઈએ ચૂંટ્યું, સમજ ! સાતમા માળે મળ્યું એક સરનામું, સ્વપ્ન ત્યાં પહોંચ્યું, દડ્યું, તૂટ્યું સમજ ! બસ અહીંથી ઊઠીને ત્યાં જઈ બેઠો, આમ જો તો ક્યાં કશું ખૂટ્યું સમજ ! તેં સમજના દ્વાર પણ વાસી […]

બે ગઝલો – સુનીલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી સુનીલભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sunras2226@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો. ] [1] રકતમાં બોળી કલમ અવકાશથી અવકાશને ભરતો રહ્યો, તારા મિલનની આશમાં ખરતો રહ્યો. ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો, હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો. રાજી થયો પાનાં જીવનનાં ઓળખી, હું દાવ જોકરનો સદા રમતો રહ્યો. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.