Archive for October, 2007

ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા

[‘ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ’ માંથી સાભાર.] [1] બાપા-કાગડો ! એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ […]

પ્રતિષ્ઠાની પગદંડી – ડૉ. મોહનભાઈ પટેલ

કીર્તિ ક્યારે પ્રાપ્ત થાય ? આ પ્રશ્નનો ઉત્તર મહાત્મા ગાંધી આપે છે : તેઓ કહે છે કે આત્માના અવાજ પ્રમાણે જીવવાથી કીર્તિ પ્રાપ્ત થાય છે. મન કહે તે કરવું. મન તો ઉચિત જ કરવાનું કહે છે. પરંતુ ક્યારેક તે અનુચિત કાર્ય કરવા પણ પ્રેરે છે. જાગૃત અવસ્થામાં તે હોય ત્યારે તેને સદવિચાર આવે અને પરિણામે […]

તથાસ્તુ ! – ચંદ્રકાન્ત વાગડિયા

‘આજે આપણે વિભાબહેનના ઘેર જવાનું છે.’ રવિવારના એક બપોરે મારી વાઈફે મને કહ્યું. મેં એને પૂછ્યું : ‘કેમ ?’ ‘એમના મિસ્ટર બીમાર થઈ ગયા છે એટલે એમની ખબર જોવા જવાનું છે.’ ‘કોણ, અખિલેશભાઈ ?’ ‘હા, મારી એ બહેનપણી કહેતી’તી કે એમના મિસ્ટર બહુ બીમાર પડી ગ્યા’તા’ ‘તો તો પછી ચાલો આપણે અત્યારે જ જોઈ આવીએ.’ […]

જીવનમાંથી હું શું શીખ્યો ? – સુરેશ દલાલ

મારો જન્મ થાણેમાં મારા મોસાળના બંગલામાં થયો હતો. મારા નાના થાણેના નગરશેઠ હતા. એ વખતે થાણે પાગલખાના માટે જાણીતું હતું એટલે જ કદાચ કવિતાની પગલાઈનો અંશ મારામાં હશે. મારાં માતા રૂપાળાં હતાં. પિતા શ્રીમંત કુટુંબના નબીરા હતા અને મારા દાદાને મેં જોયા ન હતા પણ સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. કહેવાય છે કે એમનામાં અનેક […]

કૂંપળ ફૂટી – આનંદરાવ લિંગાયત

[ આ કૃતિ લેખક શ્રી આનંદરાવભાઈ (લોસ એન્જલીસ, અમેરીકા) દ્વારા લિખિત પુસ્તક ‘કંકુ ખર્યું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ વિશિષ્ટ પ્રકારના પુસ્તકમાં લેખકે અમેરીકામાં રહીને ત્યાં વસતા ગુજરાતીઓને લગતી એટલે કે ઈન્ડો-અમેરીકન જીવનને સ્પર્શતી ટુંકી વાર્તાઓ રજૂ કરી છે. પુસ્તકની વધુ વિગત માટે પ્રકાશન સંસ્થા : Sangam Publications and Producations. c/o 4914 Crenshaw Blvd. […]

મારા આદરણીય ગુરુજનો ! – મહેશ પ્રજાપતિ

[હાસ્યલેખ] મારા આદરણીય ગુરુજનોનું સ્મરણ મને ઘણી વાર ભૂતકાળમાં ખેંચી જાય છે. ગુરુ પરમેશ્વર તુલ્ય ગણાય છે. ગુરુ સર્વોપરી છે, શ્રદ્ધેય છે. ગુરુ સર્વાંગી શિક્ષણ દ્વારા શિષ્યનું જીવન ઘડતર કરે છે. મારા ગુરુઓએ મારું જીવન ઘડતર કર્યું છે કે નહિ તે સમજમાં નથી આવતું પણ મારી કાયાનું ઘડતર તેઓએ અવશ્ય કર્યું છે. મારી સશક્ત કાયા […]

વાચકો સાથે વાતચીત – તંત્રી

પ્રિય વાચકમિત્રો, દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ દિવસોમાં આપણે ઘરની સાફસફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત બનીએ છીએ. દિવાળીની તૈયારીને લગતા નાના-મોટા કામ જલદીથી આટોપી લેવાના હોય છે જેથી કરીને પછી મજાથી ફાફડા-મઠિયા સાથે દિવાળીનું વેકેશન માણી શકાય. કંઈક આવી જ વાત રીડગુજરાતી માટે છે. રીડગુજરાતી પર દિવાળીની તૈયારી એટલે સ્પામ કોમેન્ટસને દૂર કરવાની […]

દુ:ખોનું પોટલું – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક વખત એક માણસ પોતાનાં દુ:ખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વૃદ્ધ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારીઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ ફકત અંધારું જ અંધારું દેખાતું […]

જ્ઞાનધન – સં. મહેન્દ્ર મેઘાણી

[1] નિર્ધન ? – મુકુલ કલાર્થી મહાત્મા તોલ્સતોય પાસે એક જુવાન આવીને કહેવા લાગ્યો : ‘હું બહુ જ ગરીબ માણસ છું. મારી પાસે એક પાઈ સુદ્ધાં નથી !’ તોલ્સતોય મીઠું સ્મિત ફરકાવતાં બોલ્યાં, ‘તારી પાસે એક પાઈ સુદ્ધાં નથી ? એમ તે કાંઈ બને ?’ જુવાને દયામણે અવાજે બોલ્યો : ‘ના જી, મારી પાસે કશું […]

કેવું ? – ભાગ્યેશ જહા

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો    હવે ધોધમાર વરસો તો કેવું ? બારી ઉઘાડીએ તો આવે અજવાળું    હવે, બારણું ઉઘાડો તો કેવું ? ભીના અજવાળાને ઓરડામાં રાખીએ    તો વરસે તે સમણાના ઝાંપે, ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,    તો જાગેલા દીવાથી કાંપે, – દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-    હવે ખુદ તમે પ્રગટો તો કેવું ? બારી ઉઘાડીએ તો […]

વ્હાલમ – સુલભ ધંધુકિયા

જગનું ગરબડિયું ગાડું આમ ચાલે, મારા વ્હાલમ રિસાય કેમ ચાલે. સંસારી દર્પણમાં જોયું તો રાજ, તારો ચાંદલો ચોડ્યો છે મેં તો ભાલે. સમયની ગરગડી સરકતી જાય, આમ જીવતરની ચાલણ ગાડી. એક-મેક સાથ લઈ-દઈને જીવીએ તો, આયખાની ખીલી ઊઠે વાડી. સમયની સરવાણી વહેતી રહે, સાથે આપણી એ વંશ-વેલ મ્હાલે…. જીવન સંસારના સાગરમાં આપણે તો, સગપણની નાવડીમાં […]

વધુ એક વિરામ… -તંત્રી

પ્રિય વાચકમિત્રો, નવા લે-આઉટ સાથે રીડગુજરાતી પર આપનું સ્વાગત છે. આ લે-આઉટ સંબંધિત વિવિધ પ્રકારનું ટેસ્ટિંગ કરવાનું હોઈ, આજે ફરી એકવાર નવા બે લેખો મૂકવાનું કાર્ય બંધ રહેશે. આપની વાંચનની આતુરતાને હું સમજી શકું છું પરંતુ એકવાર ડિઝાઈનને લગતા તમામ કાર્યો એકસાથે સંપૂર્ણ થઈ જાય તે વધારે અનુકૂળ રહેશે તેમ લાગે છે. ખાસ કરીને Windows […]

વાત એક ગળતા નળની – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી સાનિયાની મરાઠી વાર્તાનો અનુવાદ.] વિવાહ થયા બાદ એ તેને ઘર બતાવવા લઈ ગયો હતો. એ એકલો જ હતો. કુટુંબમાં બીજું કોઈ નહીં. ઘર સરસ હતું. બે રૂમ, રસોડું અને બાથરૂમ-સંડાસ. માધવીને ઘર ગમી ગયું. સરસામાન પણ કાંઈ વધારે નહોતો. એટલે ઘર મોટું લાગતું હતું. એ ફરીને બધું બતાવતો હતો, તેવામાં માધવીના કાને કાંઈક અવાજ […]

બોધકથાઓ – સં. મહેશ દવે

[1] શાણપણની સમજણ જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. અજ્ઞાનને કારણે પ્રજા અબુધ હતી અને […]

અંધકારથી પ્રકાશ તરફ – હેલન કેલર

[અનુ. મગનભાઈ પ્ર. દેસાઈ. મૂળ પુસ્તક : ‘અપંગની પ્રતિભા’. ‘બ્લેક’ ફિલ્મ જેના પર આધારિત હતી તેવી આ કથા ‘અરધી સદીની વાચનયાત્રા ભાગ-4’ માંથી સાભાર.] યુનાઇટેડ સ્ટેઇટ્સના આલાબામા રાજ્યમાં આવેલા ટસ્કુંબીઆ નામના એક નાનકડા ગામમાં 1880ના જૂન માસની 27 તારીખે હું જન્મી હતી. જે માંદગીએ મારાં આંખ અને કાનની શક્તિ હરી લીધી, તે આવતાં સુધી હું […]

નારી અગણિત રૂપ – અજ્ઞાત

તૃષ્ણા ભણેલી હતી. તેણે સંસ્કૃત વિષય સાથે બી.એ.કરેલું હતુ. સાહિત્યની શોખીન તૃષ્ણાએ ભાસ, કાલિદાસ વાંચેલા. ગુજરાતના નામી અને પ્રતિષ્ઠિત નવલકારોની નવલકથાઓ તેણે વાંચી હોય તે સ્વાભાવિક છે. બાળસાહિત્ય પણ તેણે ઉથલાવી કાઢેલું. આવી આ તૃષ્ણા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી. સ્વભાવે શાંત, સૌમ્ય અને સંતોષી હતી. જીવન એટલે માત્ર “પૈસા પાછળની દોટ” નથી તેવું તે સમજતી […]

રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતીના તમામ વિભાગો નવા સ્વરૂપે રૂપાંતરિત કરવાના હોઈ, આવતીકાલે સોમવારના રોજ બે નવા લેખો મૂકવાનું કાર્ય બંધ રહેશે. તેમજ પ્રસ્તુત નવા ‘લે-આઉટ’ના પ્રોગ્રામિંગનું કામકાજ ચાલતું હોઈ આવતીકાલે કદાચ કોઈ કારણોસર અમુક સમયે અમુક વિભાગો ખોલવામાં ક્ષતિ થઈ શકે છે. આપને થયેલ તકલીફ બદલ ક્ષમા. આપના કૉમ્પ્યુટર પર આ નવા લે-આઉટ સાથે આપ સાઈટ […]

હૃદયની વાંસળી – શેખાદમ આબુવાલા

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ; પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી ! રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ? સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી ! ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની; અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ? જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી […]

અપેક્ષાઓની વણઝાર – હેમન્ત દેસાઈ

અહીં રહીશું તો ય કેટલું ? – મુકામ નથી ! હે જીવ ! ચાલુ ક્યાં ય આપણો વિરામ નથી ! સહાનુભૂતિ નથી, આશરાનું ધામ નથી; અહીં તો કોઈના ય દિલમાં વસ્યો રામ નથી ! તમારી માંગ મુજબ લાગણી વહાવું હું ? – હૃદય છે, કાંઈ આ બજારનું લિલામ નથી ! ખુશી પડે તો મળો, યા […]

ખોવાયેલું પાકીટ – અનુ. હરિશ્ચંદ્ર

[‘ઈન્ટરનેટ પર પ્રચલિત થયેલી એક વાર્તાના આધારે…] એક દિવસ હું ઘરે આવતો હતો, ત્યારે રસ્તામાં મેં કોઈનું પડેલું પાકીટ જોયું. જેનું હોય તેને પહોંચાડી દઉં, એમ માની મેં તે લીધું, પણ પહોંચાડવું કોને ? તેના માલિકનું ઠેકાણું તો જાણવું જોઈએ ને ! પાકીટ લઈને મેં ઉઘાડ્યું. તેમાંથી માત્ર ચાર ડૉલરની નોટો નીકળી. બીજું કાંઈ પાકીટમાં […]

કાળો કામણગારો – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ ટૂંકી વાર્તા મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (ઘાટલોડિયા, અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com પર સંપર્ક કરી શકો છો.] નિધિને ઓગણીસ વર્ષ પૂરાં થયાં અને વીસમું બેઠું. સાથે સાથે તે કૉલેજના છેલ્લા વર્ષમાં આવી. રજનીભાઈ અને સોનલબેનને હવે લાગવા માંડ્યું કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે એટલે મૂરતિયાની તપાસ શરૂ કરવી જોઈએ. એક […]

ગુજરાતી શબ્દચિત્રો – ‘સમન્વય’

[જૂનાગઢના શ્રી વનરાજભાઈ પટેલ દ્વારા પ્રકાશિત ‘સમન્વય ભાગ-1 અને ભાગ-2’ પુસ્તક અંગેની વાત આપણે થોડા સમય પહેલાં કરી હતી અને તેનો પરિચય ‘પુસ્તક પરિચય’ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો. આજે આ પુસ્તકના કેટલાક ફોટો ને સ્કેન કરીને તેને ‘ગુજરાતી શબ્દચિત્રો’ રૂપે આપવામાં આવે છે જેથી તેનો આપ ‘વોલપેપર’ તરીકે ઉપયોગ કરી શકો. અહીં ચિત્રની નીચે આપેલ […]

શું વાંચશું ? (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ

[ગતાંકથી આગળ…..] [નવલકથા] [15] જિગર અને અમી : 1-2 (1943-1944) : ચુનીલાલ વ. શાહ એક મૂલ્યનિષ્ઠ નાયક અને પતિવ્રતા નારીના પ્રેમની સત્યઘટનાત્મક નવલકથા. [16] જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર પાટણવાડિયા કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી, ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી નવલકથા. [17] દીપનિર્વાણ (1944) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય […]

શું વાંચશું ? (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ

[ગુજરાતી સાહિત્યના વિવિધ પુસ્તકો, વાંચનને લગતી જાણવા જેવી બાબતો, મહાનુભાવોના વાંચન વિશેના અભિપ્રાયો, વાંચવા જેવા પુસ્તકો વગેરે જેવી વિવિધ માહિતીને આવરી લેતું એક સુંદર પુસ્તક ‘ગ્રંથ વંદના’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ યાદીમાં આપેલા પુસ્તકો ક્યાંથી પ્રાપ્ત થશે તેની કોઈ વિગત એ પુસ્તકમાં આપવામાં આવી નથી પરંતુ આપની પાસે વાંચવા અને વસાવવા […]

એક તારની રામાયણ – શ્રી માલતી આગટે

[મરાઠી વાર્તાનો અનુવાદ.] ગામડાગામની અમારી નિશાળ અને તેના ડ્રોઈંગ માસ્તર. હું ત્યારે ચોથીમાં હતો. ત્યારનો એક પ્રસંગ યાદ આવતાં આજેય હું હસીને લોથપોથ થઈ જાઉં છું. તમે જાણશો તો તમારુંયે હસી-હસીને પેટ દુ:ખી જશે. ડ્રોઈંગ માસ્તરે પાટિયા ઉપર એક નિસર્ગ દશ્ય દોરી દીધું અને અમને છોકરાંવને કહ્યું કે તમે તે તમારી પાટીમાં દોરો. બસ, અમને […]

નારી – ચંદ્રિકા થાનકી

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.] મન હોય તો માળવે જવાય’, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ આ બધી કહેવતોને વાસ્તવિક સ્વરૂપ આપનારા મુઠ્ઠી ઊંચેરા માનવીઓના અનેક પ્રેરણાદાયી પ્રસંગો મનુષ્યજીવનને સાર્થક બનાવવામા મદદરૂપ થાય છે. ત્યારે જીવનની કડવી વાસ્તવિકતાઓ વચ્ચે માનસિક અને શારીરીક રીતે ખુવાર થઇ ગયેલ 77વર્ષના એક વૃધ્ધ માજીએ હિંમત હારવાને બદલે યોગ દ્વારા ઢળતી ઊંમરે […]

યાદગાર પ્રસંગ – દીપિકા પાંડે

[રીડગુજરાતી આંતરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા 2007માં પ્રાપ્ત થયેલી કૃતિઓમાંની એક રચના. આ કૃતિ મોકલવા માટે દીપિકાબેનનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dipika.pande@gmail.com સંપર્ક કરી શકો છો.] ટીના આજે સવારથી ખુબજ ટેન્શનમાં હતી. વિચારી વિચારીને એણે પોતાની મૂંઝવણમાં વધારો કરી દીધો હતો. ‘શું થશે ? કેવું રિઝલ્ટ આવશે ? મમ્મી પપ્પા રાજી થશે કે […]

આખરે અટકી જવાના આપણે…. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી શૈલેષભાઈનો (ખેડા, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો bhinash@gmail.com પર સંપર્ક કરી શકો છો. ] રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે એક,બે, ત્રણ દશ્ય ચોરી, આખરે અટકી જવાના આપણે દોડતી ઘટના હૃદયમાં સાચવીને રાખવી સ્હેલી નથી, બંધ મુઠ્ઠી સ્હેજ ખોલી, આખરે અટકી જવાના આપણે. આમ તો બેઠા […]

મૃગજળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે, શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે, સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ, આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે. અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા, કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ? કેટકેટલું મથે ? […]

વાચનયાત્રા – સંકલિત

[‘રોજેરોજની વાચનયાત્રા’ માંથી સાભાર.] [1] વાચનની વૃત્તિ કેળવવી પડે છે… – પુરુષોત્તમ ગ. માવળંકર માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે; પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.