Archive for November, 2007

પાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.] અંગ્રેજીમાં જેને ‘ટંગ ટવિસ્ટર’ કહે છે એવી ઘણી લાઈનો કે શબ્દસમૂહો ગુજરાતીમાં છે, જે એકધારું બોલવાનો પ્રયાસ કરવામાં આવે તો જીભના લોચા વળવા માંડે. આવી જાણીતી એક લાઈન છે ‘કાચો પાપડ પાકો પાપડ કાચો પાપડ પાકો પાપડ’ માત્ર ગુજરાતમાં જ નહિ, દેશની લગભગ તમામ પ્રજાના ભોજનમાં પાપડનું એક અલાયદું મહત્વ છે. તેને […]

જીવનવાણી – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.] પોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે. પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક’ તેને દરેક પાને સાદા શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. તેમાંની કેટલીક : [1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે […]

માઈલસ્ટોન – નરેશ શાહ

[ તંત્રીનોંધ : આમ તો ભાગ્યેજ એવું કોઈ વ્યક્તિ હશે કે જે ‘પૂ. મોરારિબાપુ’ નામથી અપરિચિત હોય. વાત શાસ્ત્રની હોય, સાહિત્યની હોય કે પછી સંગીતની; તમામ બાબતો બાપુની પાસેથી સાંભળવી ગમે એમ જ નહિ, પરંતુ અત્યંત રસપ્રદ અને રોચક લાગે. વ્યક્તિના મન, ચિત્ત અને જીવનને પુષ્ટ કરે તેવી તેમની સુંદર વાણી સાંભળીને એમ લાગે છે […]

હું કેમ ગાઉં છું ? – કલ્પના દેસાઈ

[રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રીમતી કલ્પનાબેનનો (ઉચ્છલ, સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : ફોન. 02628-231123. ] લો, આ કેવો સવાલ ? એમ જ. મારી મરજી. મને ગમે છે એટલે ગાઉં છું. બધાંને બોર કરવા, ત્રાસ આપવા ગાઉં છું. મને એમાં જ આનંદ મળે છે. હું ગાઉં […]

ભારે કરી ભાઈ ! – સંકલિત

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા ચંદુ ઉપર પડતો હતો. અકળાઈને ચંદુ બોલ્યો : ‘બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.’ ‘એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં […]

શ્રદ્ધામય જીવન – ઈસુ ખ્રિસ્ત

વેદી ઉપર નૈવેદ્ય ધરાવતાં તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કોઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ પડતું મૂકીને જજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે, પછી આવીને નૈવેદ્ય ધરાવજે. કોઈનો ન્યાય તોળશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોળાય. જેવો ન્યાય તમે તોળશો તેવો જ ન્યાય તમારો પણ તોળાશે. તમે જે […]

વાત સુશીલાબેનની…. – મહેશ યાજ્ઞિક

‘તમે ત્યાં પાલડી બસસ્ટેન્ડ પાસે જ ઊભા રહો. અર્ધા કલાકમાં આવું છું….’ સામેની વ્યક્તિને આટલી સૂચના આપીને ગૌતમ પટેલે મોબાઈલ ટિપોઈ પર મૂક્યો. એની પત્ની ગીતા સામે સોફા ઉપર બેઠી હતી. એની આંખમાં સળવળતો સવાલ શબ્દો બનીને હોઠ પર આવે એ અગાઉ ગૌતમે જવાબ આપી દીધો. ‘પપ્પાના ખાસ મિત્ર છે. જામનગરમાં બહુ મોટો કારોબાર છે. […]

પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ

[ ‘હાસ્ય વસંત’ પુસ્તક (1968) માંથી સાભાર.] આ અસાર સંસારમાં કોણ કોનું સગું રહ્યું છે એવો પ્રશ્ન ઘણી વાર મારા મગજમાં ઊઠતો. લોકોની સ્વાર્થવૃત્તિ જોઈને ઘણી વાર મને વિશ્વ ખારું ખારું લાગતું. કોઈ કોઈ વાર એવો વૈરાગ્ય આવી જતો કે ભભૂતિ ચોળીને બાવા બની જવાની વૃત્તિ પ્રબળ બની જતી. પરંતુ ખારા સમુદ્રમાં ય મીઠી વીરડી […]

આંખે ભરી હૃદય – ઈલા આરબ મહેતા

[ આપણે સૌ વાચકો જાણી છીએ કે નવલકથા વાંચવાનો એક અલગ જ રોમાંચ હોય છે. પાત્રો, ઘટના અને સંવાદોમાં આપણે ઘણીવાર એટલા ખોવાઈ જઈએ છીએ કે અમુકવાર એક બેઠકે પુસ્તક પૂરું કરવાનું મન થઈ જાય છે. વળી, ઘણીવાર સુંદર નવલકથાઓ વાંચીને આપણે પણ એવું લખવાની ઈચ્છા થઈ આવે છે. પરંતુ પ્રશ્ન થાય છે કે શરૂઆત […]

સંભાવનાને સમજીશું ? – મીરા ભટ્ટ

એક સંતને પૂછવામાં આવ્યું કે તમારા માટે મોટામાં મોટું દુ:ખ કયું ? તે સંતે જવાબ આપ્યો કે – માણસને જ્યારે પોતાની જાતનું અવમૂલ્યાંકન કરતો જોઉં છું, ત્યારે મારું અંતર્મન ઘવાય છે. સંતના આ જવાબમાં માનવ માટેનો તુચ્છ ભાવ પ્રગટ નથી થતો, દયા કે હીનભાવ નહીં, બલકે એના માટે કશુંક કરી છૂટવાનો કરુણાભાવ જ પ્રગટ થાય […]

ઊગ્યું અનુપ પ્રભાત ! – ઉપેન્દ્ર પંડ્યા

ઊગ્યું અનુપ પ્રભાત ! કપૂરમાં ઘૂંટેલાં સુંદર કોમલ ભીનાં ગાત ! ઊગ્યું અનુપ પ્રભાત ! વહેલી સવારે બળદો જાતા મંદ રણકતી સીમે, ઝીણી ઝાકળની ઝરમરમાં મ્હેકે ધરતી ધીમે, ગોરી ગાયનાં ગોરસ માંહી કેસરરંગી ભાત, ઊગ્યું અનુપ પ્રભાત ! લીલાંસૂકાં તૃણ પર ચળકે તડકો આ રઢિયાળો, ઢેલડ સંગે રૂમઝૂમ નીકળ્યો મોર બની છોગાળો, આકાશે ઊડતાં પંખીની […]

દુનિયા અમારી – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !              પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી              ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો              બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું […]

ત્યાં સુધી યુદ્ધસ્વ – કાન્તિ ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] આજે 75 વર્ષની ઉંમરે પણ લાગ્યા કરે છે કે જીવનમાંથી હું શીખ્યો નથી. હજી શીખવાનું બધું જ બાકી છે. સાર્થ જોડણીકોષમાં શીખવું એટલે જ્ઞાન મેળવવું. એ વ્યાખ્યા મુજબ હજી જ્ઞાન લાધ્યું નથી. અંગ્રેજીમાં શીખવું માટે લર્ન શબ્દ છે. તે અર્થમાં બ્રિટિશ કવિ વિલિયમ શેનસ્ટોને લખેલું કે માય નોલેજ ઑફ બુક્સ હેડ ઈન […]

હાથી અને સસલો – યશવંત મહેતા

એક વનમાં ચતુર્દન્ત નામનો હાથી રહેતો હતો. એ ખૂબ જ મોટો હતો. જાણે નાનકડો પહાડ જ સમજી લો. એ હાથીઓના ટોળાનો રાજા હતો. એક વાર એ વનમાં દુકાળ પડ્યો. વર્ષો સુધી વરસાદ પડ્યો નહિ. વનમાં આવેલા તમામ તળાવ, તળાવડાં અને નદીઓ સૂકાઈ ગયાં. ત્યારે સૌ હાથીઓએ પોતાના રાજા ચતુર્દન્તને કહ્યું : ‘દેવ ! પાણી વગર […]

તારે શું જોઈએ છે ? – રવીન્દ્ર ઠાકોર

રોજ કરતાં આજે એ વહેલી ઊઠી. નાનાં શિશુનાં સૂર્યકિરણો હજી ડોકિયાં કરતાં હતાં. એણે કેલેન્ડરનું પાનું દીઠું અને મલકી ઊઠી. ડાઈનીંગ ટેબલ પર કૉફીનો મગ અને પ્યાલા મૂક્યા. બ્રેડબટર, ફ્રૂટ્સ અને નટ્સ પણ. ઘડિયાળે સાતના ટકોરા કર્યા. દાદરનાં પગથિયાં પર એણે પગરવ સાંભળ્યો. એણે રોમાંચ અનુભવ્યો. ‘રેખા, આજે તું વહેલી ઊઠી ગઈ કે શું ?’ […]

એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર

એક સુસ્ત શરદની રાતે આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું; આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ, ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં; ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.               એક સુસ્ત શરદની રાતે              ત્યાં મંદ પવન […]

ખોવાયાને ખોળવા – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી ગોલ્ડફેડરના ‘રીડર્સ ડાયજેસ્ટ’માંના લેખને આધારે ] ખોવાયેલાઓને ખોળી આપવા એ મારો વ્યવસાય. વરસોથી વિખૂટા પડી ગયેલા કેટલાયને મેં ભેળા કરી આપ્યા છે. તેનું વ્યાવસાયિક વળતર તો મને મળે જ છે. પરંતુ તે મિલન વખતે જે હૃદયસ્પર્શી દશ્યો સર્જાય છે. તે મારા જીવનને ભર્યું-ભર્યું બનાવી દે છે. જાતજાતના કિસ્સા મારા હાથમાં આવ્યા છે. તેમાં આ […]

સાયબરયુગ અને સંવેદના – ઈન્દુકુમાર જાની

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.] જે દિવસથી ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં તે દિવસથી જ સંવેદનક્ષમતાની ચિંતા સેવવી પડે એવા શાસન અને સમાજનું નિર્માણ થવા લાગ્યું. મૂડીવાદ, શોષણ, શેરબજારથી માંડીને ઉપભોક્તાવાદ આપણને ભરડો લેવા લાગ્યો. માર્કસના ચિંતન અને સામ્યવાદે એક ભિન્ન વિચારધારા રજૂ કરી પણ આજના વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ અને સાઈબરના માહોલમાં બધું છિન્નભિન્ન થતું જોવા મળે […]

નવી નવાઈનાં છાપાં ! – મન્નુ શેખચલ્લી

[‘હવામાં ગોળીબાર’ પુસ્તકમાંથી લેખનો કેટલોક અંશ સાભાર.] [1] પતિઓ માટે ‘પતિ સમાચાર’ મહિલાઓ તથા પત્ની માટે દુનિયાભરમાં જાતજાતનાં છાપાંઓ અને મેગેઝિનો બહાર પડે છે, પણ બિચારા પતિઓ માટે હજુ સુધી કોઈ સ્પેશ્યલ છાપું નીકળ્યું નથી. આ ખોટ પૂરી કરવા માટે હવે હાજર છે… ‘પતિ સમાચાર !’ આ સમાચારના પહેલા જ પાના ઉપર આઠ કોલમના વિસ્તારમાં […]

જીવનલક્ષીવાતો – સંકલિત

[‘રોજેરોજની વાચનયાત્રા’ ભાગ-1માંથી સાભાર.] [1] નાનકડી જિંદગીમાં – ડેનિયલ માઝગાંવકર અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્પ્યુટર પર બેસીને સારી સારી વાતો હૃદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઈ-મેલથી મોકલતી રહે છે. આવી એક ઘટના એના જ શબ્દોમાં […]

માની સાધના – અવંતિકા ગુણવંત

‘યુગાંક પહેલો આવ્યો… યુગાંક બોર્ડમાં પહેલો આવ્યો….!’ બારમા ધોરણનું પરિણામ હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ ઉત્સુકતાથી નિશાળમાં ભેગાં થયાં હતાં. પરિણામ જાહેર કરાયું ને ચોમેર આનંદોલ્લાસના સુર ગાજી ઊઠ્યા. ‘યુગાંક… પ્રથમ…’ ઓહ… આ બે શબ્દો સાંભળવા, આ એક પળ માટે તો ઉષ્માબહેન છેલ્લા સોળ વરસથી મથી રહ્યાં હતાં. સોળ વર્ષનો પુરુષાર્થ. મા અને દીકરાની સોળ […]

અમીઝરણાં – સં. રમેશ સંઘવી

[‘શાંત તોમાર છંદ’ અને ‘સમન્વય’ જેવા સુંદર પુસ્તકો પ્રકાશિત કરનાર જૂનાગઢના મીડિયા પબ્લીકેશન દ્વારા વધુ એક પુસ્તક ‘અમીઝરણાં’ નામે તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેમાં વિવિધ પ્રકારનું સાહિત્ય ‘દેવવાણી’, ‘લોકવાણી’, ‘સંતવાણી’, ‘જીવનવાણી’, ‘આતમવાણી’, ‘સ્વાસ્થ્યવાણી’ વગેરે સ્વરૂપે સુંદર રીતે પીરસવામાં આવ્યું છે. આ પુસ્તકની વધુ માહિતી માટે આપ પ્રકાશક શ્રી વનરાજભાઈનો […]

રાજા-રાણી-રૉકી – પ્રો. પ્રિયકાન્ત પરીખ

હિમાલયનાં બર્ફીલાં શિખરોની ગોદમાં આવેલું ગૌરીકુંડ કેદારનાથની જાત્રાએ જતા ભાવિકોના બસરૂટ અટકસ્થાન છે. ભાવિકોનું રેનબસેરા છે. ગૌરીકુંડથી મંદાકિની નદીના કાંઠે ઊંચે ને ઊંચે ચઢતો રસ્તો હિમશિખરોની ગોદમાં આવેલા, સદીઓથી અડીખમ ઊભેલા કેદારનાથના મંદિરે લઈ જાય છે. આ હિમછાયા પહાડી મુલ્કમાં વસતા મહેનતપરસ્ત ઈમાનદાર શ્રમજીવી પુરુષની, કેદારનાથ-બદરીનાથની યાત્રા દરમિયાન સાંપડેલી પ્રણયકથા રજૂ કરતાં નિર્ભેળ પ્રેમનું તર્પણ […]

બિઝનેસ કિસ્સાઓ – વનરાજ માલવી

[‘રસભર્યા કિસ્સાઓ બિઝનેસની દુનિયાના’ પુસ્તકમાંથી સાભાર.] [1] બજાર વિક્સાવવાની તરકીબ હેન્રિ ફૉર્ડે મોટરની શોધ કરી નહોતી. પણ તેણે સપનું જોયું કે ઘરેઘર મારી મોટર પહોંચી જવી જોઈએ. કોઈક રીતે લોકો માટે મોટર ખરીદવાનું સહેલું બનાવી કેવું જોઈએ. સને 1964માં તેણે પોતાના કામદારોનો પગાર ડબલ કરી નાખ્યો. અને તેમ કરવામાં બીજા ઉદ્યોગપતિઓને પ્રેર્યા એ રીતે અમેરિકામાં […]

સિંહાસનબત્રીસી – શિવલાલ જેસલપુરા

માળવા દેશમાં ધારાનગરીમાં ભોજરાજા રાજ કરતો હતો. એ નગરમાં બે મિત્રો રહેતા હતા. એક સોની અને બીજો બ્રાહ્મણ હતો. એક વાર પરદેશ જઈ નસીબ અજમાવવાનો બંનેને વિચાર આવ્યો. એટલે તેઓ ઘર છોડી નીકળી પડ્યા. પશ્ચિમ દેશમાં આવેલા કનકપુર નગરમાં તેઓ આવી પહોંચ્યા. નગરની રિદ્ધિસિદ્ધિ સારી હતી. તે જોઈને સોનીનું મન માન્યું. એણે બજાર વચ્ચે દુકાન […]

દાઢી કેમ ઊગે છે ? – હરિપ્રસાદ વ્યાસ

[હાસ્યલેખ] સવાર પડે ને દાઢીએ હાથ ફેરવીએ, તો ખાસ્સું ઘાસ ફૂટી જ નીકળ્યું હોય ! હજી આગલે દિવસે તો જીલેટ સેફટી રેઝરથી દાઢી છોલી છોલીને એકમદ મુલાયમ બનાવી નાખી હોય, છતાં બીજે દિવસે પાછું ગીરનું જંગલ તૈયાર જ હોય ! ત્યારે ઘડીભર વિશ્વનિયંતા માટે વિચાર થઈ આવે કે દરરોજ માનવીને આમ વગર પ્રયોજનની કસરત કરાવવા […]

હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી

[1] મુલ્લાં નસરુદ્દીન એમની યુવાનીમાં એક વાર બીબીને તેડવા સસુરાલ ગયા. બે મહિનાના વિરહ પછી મુલ્લાં અને એમનાં બીબી એક રૂમમાં ભેગા મળી બેઠાં હતાં. અને જોડેના રૂમમાં ટાંગેલી દીવાલ-ઘડિયાળમાં રાતના નવના ટકોરા પડ્યા. પછી અગિયાર ટકોરા ને પછી બાર… ‘જાનેમન ! તારી સાથે હોઉં ત્યારે સમય કેટલો ઝડપથી વીતી જાય છે ?’ ટકોરા સાંભળી […]

પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત

[1] કર્મનિર્ઝરા – શાહબુદ્દીન રાઠોડ [‘નવનીત સમર્પણ’ માંથી સાભાર. ] અમદાવાદમાં શ્રેયાંસ પ્રસાદ જૈન પરિવારમાં મારો કાર્યક્રમ. મારવાડી પ્રજાને ભલે લોભી ગણવામાં આવે, પણ લગ્ન પ્રસંગે આ પરિવારો ખર્ચ કરવામાં જરા પણ કરકસર નથી કરતા. કીમતી વસ્ત્રો, મૂલ્યવાન આભૂષણો, વિશાળ પાર્ટી પ્લોટો, ભવ્ય ડેકોરેશન, ભોજનમાં અવનવી વાનગીઓ, સીટિંગ એરેન્જમેન્ટમાં સોફાઓની સુવિધા. પ્રત્યેક વાતમાં બંને પરિવારનો […]

સરખામણી – સુમંત રાવલ

મારા સાળાનું નામ યજ્ઞેશ. તેણે એમ.બી.એ. કર્યું હતું, પણ હજુ નોકરી મળી નહોતી. તેની સગાઈની વાત લતા નામની એક છોકરી સાથે ચાલતી હતી. સૌથી પહેલાં લતાનો ફોટો બતાવતાં તેણે મને કહ્યું, ‘સુરેશકુમાર… આ છોકરી વિષે તમારો શો અભિપ્રાય છે.’ મેં ફોટામાં જોયું. યજ્ઞેશ કરતાં તે વધુ ગોરી અને રૂપાળી દેખાતી હતી. છતાં મેં કહ્યું : […]

પડકાર – બકુલ દવે

‘પછી શું કરશો તમે ?’ ‘મને સમજાયું નહીં. પછી શું કરશો એટલે ?’ જયંતે સ્પષ્ટતા માગી. ‘આ મહિનાની એકત્રીસમી તારીખ પછી તમે શું કરશો ?’ હવે જયંતને સમજાયું. આ મહિનાની એકત્રીસમી તારીખ એની નોકરીનો અંતિમ દિવસ છે. તે દિવસે એ નોકરીમાંથી નિવૃત્ત થવાનો છે. જયંતના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એણે કહ્યું : ‘આવતી એકત્રીસમી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.