Archive for December, 2007

સૌમિની – ડૉ. શરદ ઠાકર

[ડૉ. શરદભાઈની વાર્તાઓ હાલ ધારાવાહિક સ્વરૂપે ઝી-ગુજરાતી ટી.વી પર પ્રસારિત થઈ રહી છે ત્યારે આ ધારાવાહિકના પ્રથમ એપિસોડમાં રજૂ થયેલી આ વાર્તા જનકલ્યાણ સામાયિકમાંથી સાભાર.] સૌમિની પહેલવહેલી વાર મને બતાવવા માટે આવી, ત્યારથી જ મેં જોયું કે એ બહુ મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રી હતી. ન તો એણે ચેકઅપ દરમ્યાન કશી ફરિયાદ કરી, કે ન કશી […]

સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય

સપ્તપદીના સાત મંત્ર વરની પ્રતિજ્ઞાના છે અને સાત મંત્ર કન્યાની પ્રતિજ્ઞાના છે એને વિગતે જોઈએ. [વરપ્રતિજ્ઞા] [1] ૐ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતુ || હે વધૂ, સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા આ મુખ્ય ભૂલોકમાં સઘળાં સૌભાગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એ માટે તથા મારા ઘરમાં અન્ન, વસ્ત્ર, દ્રવ્ય વગેરે વસ્તુની સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા. મિષે […]

ટેકનિકલ સમારકામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી પર આપ જોઈ રહ્યા હશો કે કેટલીક નાની સુવિધાઓ વાચકો માટે ઉમેરવામાં આવી છે. પ્રત્યેક લેખના અંતે જે તે લેખની અગાઉના અને તે પછીના લેખની લીન્ક આપવામાં આવી છે. કેલેન્ડરને વધારે આકર્ષક અને ઉપયોગી બનાવાયું છે. સંગ્રહિત લેખોને લીસ્ટ સ્વરૂપમાંથી બોક્સ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. સાહિત્ય વિભાગના કુલ લેખો તેમજ પ્રતિભાવોની […]

વાડા પાછળ ચંપો વાવ્યો – રીના મહેતા

વધુ ને વધુ જર્જરિત બનતાં જતાં અમારા જૂના ઘરના એવાં જ જર્જરિત – અવાવરું કૂવા જેવા વાડામાં ઉપરથી અગાસીએથી બાળકો શેરડીના કૂચા ફેંકે છે. હું એકદમ બૂમ પાડી ઊઠું છું – ‘અલ્યા ઓ ! કેમ કૂચાં ફેંકો છો ? કીડી આવશે !’ પણ આટલી વારમાં તો એમણે ઢગલો કૂચા બેધડક વાડામાં નાખી દીધા છે. હું […]

ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાં

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ; કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો… રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો […]

શનિને કોણ નડતું હશે ? – વિનોદ ભટ્ટ

આપણા નાટ્યકાર ચન્દ્રવદન મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી સન્માનવા ઈચ્છતી હતી, પણ ચન્દ્રવદન જેનું નામ, એમ કંઈ જલદી કોઈને હાથ ન મૂકવા દે, એટલે અમે કેટલાક મિત્રો તેમને સમજાવવા વડોદરા ગયા. ઘણી લાંબી ચર્ચાને અંતે તેમણે જણાવ્યું : ‘હમણાં મારો શનિ ખાડામાં છે… તે ખાડામાંથી બહાર આવે પછી તમને હું જણાવીશ.’ ‘તમારા શનિને ખાડામાંથી બહાર નીકળતાં […]

દિશાઓની પેલે પાર – દિનકર જોષી

[‘દિશાઓની પેલેપાર’ પુસ્તકમાંથી સાભાર.] [1] દ્વાવિમૌ કણ્ટકૌ તીક્ષ્ણો શરીરપરિશોષિનૌ | યશ્ચપધન: કામયેત યશ્ચ કુપ્યત્યનીશ્વર: || મહાભારત (5/32/56) (શરીરને અત્યંત શોષી લેનારા બે તીક્ષ્ણ કાંટા છે : એક જે નિર્ધન હોવા છતાં લૌકિક સુખની ઈચ્છા રાખે છે તે અને બીજો સત્તાહીન હોવા છતાં અન્ય ઉપર કોપ કરે છે તે.) મહાભારતમાં જે ધર્મનું આલેખન થયું છે એ […]

યાત્રા ગુર્જરી – ડૉ. આરતી પંડ્યા

દ્વારિકાથી દમણ અને વેરાવળથી વલસાડ : આ તો, ગુજરાતના માનચિત્રને આંખોમાં ઉતારવાનો સંકેત માત્ર, તેની માટીની સુગંધમાં, અતીતનો ઈતિહાસ એટલાં બધાં જાજરમાન રૂપ જાળવીને બેઠો છે કે આપણે આશ્ચર્ય પામી જઈએ ! હા, આ પણ ગુજરાત છે, મિત્રો. પુસ્તકોનાં પાનાંઓની બહાર, વ્યાખ્યાનોના શબ્દોથી અલગ અને સમાજજીવનના સુખ દુ:ખના સમુદ્રનું સાક્ષી ગુજરાત ! પશ્ચિમ કિનારે એક […]

જીવનઘડતરની વાતો – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.] [1] જેવું ઘડતર – નવલભાઈ શાહ લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂ. ઊપજે અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો 50,000 રૂ. ઊપજે. લોખંડ તો […]

કુલપતિના પત્રો (3) – કનૈયાલાલ મુનશી

{ વિષય :- યુનિવર્સિટીનું કાર્ય } મારા નવયુવાન મિત્ર, આજનું વિદ્યાર્થી-જગત જોઈ હું સચિંત બનું છું. વિદ્યાર્થીઓમાં અસંતોષ છે, જે તેમને હિંસક તોફાનો તરફ દોરી જાય છે. વિદ્યાર્થીઓને આપણાં સ્વીકૃત મૂલ્યો માટે આદર નથી. વડીલો અને શિક્ષકોનું જાણીબૂઝીને અપમાન કરવાનું સ્વાભાવિક થઈ ગયું છે. સફળ થવા માટે ગમે તેવા ઉપાયો લેવામાં કોઈ સંકોચ નડતો નથી. […]

જાણવાથી માણવા સુધી – મૃગેશ શાહ

રજાઓના દિવસોમાં આપણને પરિભ્રમણ કરવું ગમતું હોય છે. યુવાનીમાં પ્રવાસની શરૂઆત કરનાર વ્યક્તિ બહુધા ટૂંકા અને લાંબાગાળાના જુદા જુદા પર્યટન સ્થળો શોધીને વિવિધ નવા પ્રદેશોની જાણકારી મેળવવાની ઈચ્છા રાખે છે. જેમ અવસ્થા વધતી જાય તેમ આ શોખમાં પરિવર્તન આવે છે. ઘણા બધા સ્થળોએ એકથી અનેક વાર ફર્યા પછી એમ થાય છે કે હવે કોઈ એક […]

કુલપતિના પત્રો (2) – કનૈયાલાલ મુનશી

{ વિષય :- આત્મસંયમની નિશાળ : કુટુમ્બ (ભાગ-2) } મારા નવયુવાન મિત્ર, મેં આગળ લખ્યું હતું એમ બાળકને પાયાની આધ્યાત્મિક તાલીમ આપતી સૌ પ્રથમ અને સૌથી મહત્વની નિશાળ કુટુંબ છે. આપણા જીવનનો મોટો ભાગ કુટુમ્બ સાથે જ વીતે છે : કુટુમ્બ સાથેના આપણા સંબંધમાંથી આપણી નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પરત્વેની દષ્ટિ ઘડાય છે. અહીં જ […]

ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

મારા પાડોશી જેઠાલાલને ત્યાં પચ્ચીસ વર્ષ પછી એમના પિતાશ્રીએ પેટલાદથી પધરામણી કરી ત્યારથી જેઠાલાલની ડાગળી ચસકું ચસકું થયા કરતી હતી. જેઠાલાલને એમના એકના એક ચિરંજીવી ટપુડાએ માનસિક રીતે હાલમડોલ તો કરી જ નાખ્યા હતા. તેમાં પિતાશ્રી ચંપકલાલના આવ્યા પછી તો જેઠાલાલ અમારા માળાની સીડી ઉપરથી બે વાર ગોથાં ખાઈ ગયા હતા. રસ્તો ક્રોસ કરવા જતાં […]

કુલપતિના પત્રો (1) – કનૈયાલાલ મુનશી

[ નોંધ : કનૈયાલાલ મુનશીનું નામ કોણે ન સાંભળ્યું હોય ? પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાવતાર જેવા અમૂલ્ય રત્નો ગુજરાતી સાહિત્યને આપનાર શ્રી કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરીને સાહિત્ય જગતમાં અદ્વિતિય કાર્ય કર્યું છે. તેમની આ વિદ્યાસંસ્થાના મુખપત્રો ‘ભવન્સ જર્નલ’ (અંગ્રેજી) અને ‘સમર્પણ’ (ગુજરાતી) માટે સંસ્થાના કુલપતિ તરીકે મુનશીજી જે પત્રોના […]

શ્રી ગઝલ – છાયા ત્રિવેદી

[વ્યવસાયે દિવ્યભાસ્કર અખબારના પત્રકાર એવા છાયાબેન ત્રિવેદીના (રાજકોટ) ગઝલ સંગ્રહ ‘શ્રી ગઝલ’ માંથી પ્રસ્તુત છે તેમની ત્રણ ગઝલો. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો chhaya_trivedi@rediffmail.com પર સંપર્ક કરી શકો છો.] [1] શબ્દ ઘુંટ્યા બાદ નવલા અર્થ નીકળે કેટલાં ? અમથું ઉગે મૌન ત્યારે, મર્મ નીકળે કેટલાં ? દોસ્ત ! […]

વાંસળી હૃદયની – શેખાદમ આબુવાલા

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી; પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી ! રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ? સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી ! ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની, અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ? જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી ! […]

એવા રે મારગ – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક, વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક એવા રે મારગ અમે સંચર્યા. ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર એવા રે મારગ અમે સંચર્યા. ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત; કેડી રે વંકાણી વેલ સમી, […]

વાર્તાસેતુ – લતા હિરાણી

[રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે શ્રીમતી લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.] [1] ઓસરી ઓસરી લાંબી હતી. બેય બાજુ ગાદલાં પાથર્યા હતા. વડીલો અને કાકા-મામા, પાંચ આરતીના પક્ષના અને પાંચ અમરના પક્ષના, બે ચાર ગામના મોભીઓ, સામસામે ગોઠવાયેલા હતા. ‘તો હવે શું કરવું છે ?’ આરતીના મામા બોલ્યા, ‘ક્યાં સુધી આમ ને આમ ખેંચવું ? […]

મહેફિલ – સં. આશિત હૈદરાબાદી

[1] હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ ! – જલન માતરી [2] અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે ! – મરીઝ [3] શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’ હર્ષનો માર્યો મરી જાય […]

બંધન અને મુક્તિ – નવીન વિભાકર

[‘આઘાત-પ્રત્યાઘાત’ પુસ્તક્માંથી સાભાર.] ‘પપ્પા ! તમે કેટલાય વખતથી મને ઢીંગલી અપાવવાનું કહો છો, પણ અપાવતા જ નથી ! આજે તો હવે અપાવવી જ પડશે.’ મિતુએ પિતાને ગળે વળગાવતાં કહ્યું. મિતુની મા માલાએ પોતાના પતિને કહ્યું : ‘હા, દીપક ! તું એને રોજ વાયદાઓ આપે છે તે આજ તો એને ‘ટૉયસ સેક્શન’માંથી એક ઢીંગલી અપાવી દે. […]

ચિંતા ટાળી ચિંતન કરીએ – ડૉ. મોહનભાઈ પટેલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ચિંતાતુર માણસનો ચહેરો જોજો, તેનામાં સ્ફૂર્તિ નહિ હોય, તે સૂનમૂન હશે. હતાશા એને ઘેરી વળેલી જણાશે. આ ચિંતા બહુ નકામી છે. ઢોલા મારુ કહે છે : ‘ચિંતાએ સારા જગતને બાંધ્યું છે, પણ ચિંતાને કોઈ બાંધી શક્યું નથી. જે મનુષ્ય ચિંતાને વશ કરી લે છે તે સિદ્ધિ પામે છે.’ સફળતા પામવામાં કેટલાંક પરિબળો […]

સુનો મેરે ગુનિયા – શાહબુદ્દીન રાઠોડ

[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.] દેણું મર્દ માથે હોય છે. એ મર્દાનગીનું લક્ષણ છે. યોદ્ધો જેમ પોતાના દેહ પરના ઘાવથી શોભે છે તેમ મર્દ માણસો તેમના લેણિયાતથી શોભે છે. દેણાંથી કલ્પનાશક્તિ ખીલે છે, હિંમત કેળવાય છે, ધીરજનો વિકાસ થાય છે, ભાષા પરનો કાબૂ વધે છે, અભિનયની ક્ષમતામાં પણ પ્રગતિ થાય છે. અચાનક લેણિયાત સામે મળી જાય તો […]

કસરત કરવાથી થતા ફાયદા – મુકુન્દ મહેતા

[‘અખંડઆનંદ માંથી સાભાર.] [01] માનસિક તણાવ એકદમ ઓછો થઈ જશે અને આજના જમાનામાં એ ખૂબ જરૂરી છે. [02] તમારું બી.પી. ઓછું થઈ જશે. ફકત છ માસમાં રીડિંગમાં 20 પૉઈન્ટ જેટલો ફરક પડશે. [03] તમારા શરીરનો શેપ (આકાર) જો તમને અત્યારે ગમતો નથી તે તમને અને બધાને ગમશે. [04] ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જશે અને થયો […]

સર્જન-વિસર્જન – હરકિસન મહેતા

[શ્રી સૌરભ શાહ દ્વારા સંપાદિત અને પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત ‘સર્જન-વિસર્જન’ પુસ્તકમાંથી સાભાર. કલ્પનાશીલ અને ખંતીલા તંત્રી તથા માનવમનની આંટીઘૂંટીને પારખી ગયેલા અદ્વિતિય નવલકથાકાર શ્રી હરકિસનભાઈ મહેતાના ઉતારચડાવભર્યા જીવનકર્મની આ સંઘર્ષગાથાનો આલેખ લેખન-પ્રકાશન-પત્રકારત્વ ઉદ્યોગની ટોચની હસ્તીઓએ આપ્યો છે. ભરપૂર વાચનસામગ્રી સાથે આ પુસ્તકમાં તેમની રંગીન અને બ્લેક ઍન્ડ વ્હાઈટ દુર્લભ તસવીરોનો પણ સમાવેશ થાય […]

મોતી વેરાણાં ચોકમાં – રસિકભાઈ ચંદારાણા

[1] મનનું પાત્ર મન વિશે ઘણું ઘણું કહેવાયું છે. મનસવિદો અને માનસશાસ્ત્રીઓ પણ એનો તાગ પામી શક્યા નથી. મન ઉપરથી માનસ અને મનુષ્ય શબ્દો ઉદ્દભવ્યા. એ મન, મનમાં જ સમજવા જેવું જણાય છે ને ? એક શ્રીમંત અને સાધુનું દષ્ટાંત મનનીય છે. એ શ્રીમંત સાધુના કમંડળમાં પોતાની સંપત્તિમાંથી દાન કર્યા જ કરે છે છતાં ગાયબ […]

શોપિંગ મૉલની સફરે – મૃગેશ શાહ

‘ચલો ઊઠો…. આમ રજાના દિવસે પણ ઊંઘણશીની જેમ શું ઊંઘ્યા કરો છો ?’ સુધાએ ચાદર ખેંચતા કહ્યું. ‘શું આમ દર રવિવારની સવારે મંડી પડે છે ? તમે લોકો ભેગા થઈને મારી ઊંઘ પૂરી જ નથી થવા દેતા. તેના લીધે મારે દુકાનના કામમાં ગોટાળા થાય છે. એક વાર એક ગ્રાહકને મેં આવી કાચી ઊંઘમાં જ સિંગતેલની […]

સુખના ખજાનાની ચાવી – અવંતિકા ગુણવંત

‘લગ્ન પછી તમે ક્યાં ફરવા જવાના છો ?’ અર્ચનાને એની બહેનપણી રીનાએ પૂછ્યું. ‘અરે ભાઈ મારો વર તો બહુ રોમેન્ટિક છે. એણે એ વિશે તો મને જરાય ખબર જ નથી પડવા દીધી. હનીમૂનનો ‘હ’ પણ એણે ઉચ્ચાર્યો નથી. એ મને સરપ્રાઈઝ આપવા માગતો હશે તો મારે શું કામ પૂછવું પડે ?’ મલકાતાં મલકાતાં અર્ચનાએ કહ્યું. […]

ભાઈને હાથે માર – જુગતરામ દવે

મીર આલમ નામે એક પઠાણ દક્ષિણ આફ્રિકામાં રહેતો. ગાદલાંગોદડાં ભરાવી વેચવાં અને તેમાંથી ગુજરાન મેળવવું એ એનો ધંધો હતો. આ મીર આલમને ગાંધેજીની ઠીક પિછાન હતી. કામકાજ પડતાં એ તેમની સલાહ લેતો અને તેમનું માન રાખતો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત આદરી હતી તેમાં આ પઠાણ રસ લેતો. હવે બન્યું એવું કે સત્યાગ્રહ કરતાં ગાંધીજી […]

મનનો અભિગમ – સુરેશ દલાલ

કેટલાક માણસો એવા હોય છે કે જે બગીચામાં જાય છે ત્યારે એને હર્યાભર્યા ફૂલો ન દેખાય, પણ એમની નજર પહેલી કાંટાઓ પર પડે. આવા માણસો જીવનમાં નકારાત્મક વલણ લઈને જીવતા હોય છે. આવા માણસો માટે એમ કહેવાય છે કે રડતો જાય ને મોકાણના સમાચાર લાવે. માણસ પોતે શું માને છે, જીવન પ્રત્યેનો એનો અભિગમ કેવો […]

ક્યાંનું શું વખણાય ? – સંકલિત

આપણા ગુજરાતનો પ્રત્યેક પ્રદેશ તેની કોઈ ને કોઈ વિશિષ્ટતા માટે વખણાય છે. કોઈક પ્રદેશ દરિયાકિનારાના રમણિય વિસ્તારોથી ઓળખાય છે તો કોઈક ઊંચા પર્વતો પરના સુંદર મંદિરોથી પ્રખ્યાત છે. માત્ર ભૌગોલિક જ નહીં, ભોજનની બાબતમાં પણ એટલું જ વૈવિધ્ય છે ! નાના-નાના ગામડાંઓથી માંડીને અનેક મોટા શહેરો તેમના ભાત-ભાતના વ્યંજન માટે સુપ્રસિદ્ધ છે. અહીં આ પ્રકારની […]

Copy Protected by Chetan's WP-Copyprotect.