Archive for January, 2008

સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે – શ્રી વિનય કવિ

[ બ્રિટનમાં વસતા ગુજરાતી લેખકોની કલમે લખાયેલી સુંદર વાર્તાઓના સંપાદિત પુસ્તક ‘બ્રિટિશ ગુજરાતીઓનો ડાયસ્પોરિક વાર્તાવૈભવ’ માંથી સાભાર. આ કૃતિના સર્જક શ્રી વિનયભાઈનો પરિચય આપતાં તે પુસ્તકમાં જણાવાયું છે કે “મૂળ કલોલના વતની વિનયભાઈનો જન્મ (1935) દેવડા ખાતે થયો. અભ્યાસ મુંબઈમાં. પિતા જીવણલાલ બ્રહ્મભટ્ટ કવિ તથા નાટ્યકાર. એમની પ્રેરણાથી સાહિત્યમાં અભિરુચિ પેદા થઈ. કૉલેજકાળ દરમિયાન જ […]

પુરાણકથાનો ગંગાપ્રવાહ – મકરન્દ દવે

[ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને સાંઈ એવા શ્રી મકરન્દ દવેની આજે પુણ્યતિથિ નિમિત્તે તેમના પુસ્તક ‘ગર્ભદીપ’ માંથી આ લેખ સાભાર. થોડી ગહન અને ગંભીર વાતોને વણીને પુરાણોની છણાવટ કરતો આ લેખ કદાચ રીડગુજરાતીનો અત્યાર સુધીનો સૌથી ભારેખમ લેખ હોવાની સંભાવના છે. તેથી વાચકોને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ કુન્દનિકાબેનનો ખૂબ ખૂબ આભાર. […]

આદર્શ સસરા ગાંધીજી – નીલમ પરીખ

[ગાંધીજીના પુત્રવધુઓ પરના પત્રો અને તેમના વિશે પુત્રવધુઓએ લખેલા કેટલાક જીવનપ્રસંગો પર આધારિત પુસ્તક ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ઈ.સ 1906માં હરિલાલનું લગ્ન ગાંધીજીના મિત્ર હરિદાસ વોરાની દીકરી ગુલાબ (લાડનું નામ ચંચળ – ચંચી) સાથે થયું. લગ્ન પછી ઈ.સ. 1907માં હરિલાલ દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે […]

ઈમાનદારીનો અભાવ – દાદા ધર્માધિકારી

જીવનભર હું વિચાર જ કરતો રહ્યો છું; બીજું કાંઈ કરી શક્યો નથી. છેલ્લાં સાઠ વરસથી મારા મનમાં આ દેશ અંગે એક પ્રશ્ન ઘોળાતો રહ્યો છે. તેનો ઉત્તર હું શોધતો રહ્યો છું. સાઠ વરસ થયાં એ જ વિષયનું હું એટલું તો રટણ કરતો રહ્યો છું કે સાંભળવાવાળા પણ કંટાળી જાય. એ પ્રશ્નને હું મૂળભૂત સવાલ માનું […]

લાવણ્ય – ડૉ. પલ્લવી ભટ્ટ

[ ગુજરાતી સાહિત્યમાં ખૂણે ખૂણે કેવા રત્નો પડ્યા છે તેની જાણકારી મેળવીને વાચકો કદાચ આજે મોંમા આંગળા નાખી જાય તો નવાઈ નહીં ! ડો. પલ્લવીબેન સુપ્રસિદ્ધ કવિ ‘કાન્ત’ના પૌત્રી છે અને તેમણે “કવિ કાન્તનું ગદ્ય” વિષય પર પી.એચ.ડી. કરેલ છે. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સીટી સંચાલિત ખંભાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં ફરજ બજાવી રહ્યા છે. ભારતીય […]

વાચનનો પ્રારંભ – કાકા કાલેલકર

[કાકા કાલેલકર સાહેબના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] નાનપણમાં અમારે વાંચવાલાયક ચોપડીઓ હાથમાં ઝાઝી આવતી નહીં. શાહપુરની નેટિવ જનરલ લાઈબ્રેરીમાં જ્યારે હું પહેલો ગયો અને ત્યાં જોયું કે, મહિને ઓછામાં ઓછા બે આના આપવાથી છાપાં વાંચવા મળે છે એટલું જ નહીં, પણ એ […]

ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય

[‘ચિત્રલેખા’ માંથી સાભાર.] પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવાના વધતા જતા ક્રેઝના લીધે અને સરકારી શાળાઓનાં રેઢિયાળ સંચાલનને કારણે સરકારી શાળાઓનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. મધ્યમ અને પૈસાદાર વર્ગના લોકો એમનાં બાળકોને તોતિંગ ફી લેતી ખાનગી શાળામાં ભણાવતાં થયા એટલે સરકારી શાળાઓમાં અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો દુકાળ પડવા માંડ્યો છે. […]

વન્ડર સાસુની વન્ડર વહુ – અમી ત્રિવેદી

[‘શતરૂપા સાસુ’ પુસ્તકમાંથી સાભાર.] સાચું કહું ? બહુ અઘરું છે લખવું ! તે પણ સાસુ વિશે. લખવું ગમે ખરું, પણ હાથમાં પેન લીધી ત્યારે ખરેખરી થઈ. લખવું શું ? મારાં સાસુ એટલે શ્રીમતી ધૈર્યબાળાબહેન વોરા. જેટલું ભારેખમ નામ તેનાથી વધુ ભારેખમ પ્રતિભા. એસ.એન.ડી.ટી. વીમેન્સ કૉલેજ, માટુંગાનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. એ.આઈ.ડબલ્યુ.સી.ના વાઈસ ઝોનનાં વાઈસ પ્રેસિડેન્ટ, […]

ભડલીવાક્યો – સં. જેઠાલાલ ત્રિવેદી

[‘ભડલીવાક્યો’ નામનું પુસ્તક 1964માં સસ્તુ સાહિત્યદ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે હાલમાં અપ્રાપ્ય છે પરંતુ એક સંસ્કૃતિ તરીકે આ પ્રકારના પ્રાકૃતિક વર્તારાઓનો પરિચય આપણને મળી રહે તે માટે પુસ્તકનો કેટલોક અંશ અહીં પ્રકાશિત કરવામાં આવે છે. – તંત્રી.] ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ જાણીતાં છે. લોકકવિ તથા જનતાના જ્યોતિષી તરીકે માત્ર ગુજરાતમાં જ નહિ, પણ […]

અંધકારની નદી – રીના મહેતા

[રીનાબેનના નામથી આપણે સૌ કોઈ પરીચિત છીએ. આ અગાઉ તેમની અનેક કૃતિઓ અહીં પ્રકાશિત કરવામાં આવી છે : જેવી કે ‘સ સગડીનો સ’, ‘એકાંતનું અનુસંધાન’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકાં’. તેમના લલિતનિબંધોનું પુસ્તક ‘ખરી પડે છે પીછું’ લોકપ્રિય અને મનનીય છે. તાજેતરમાં તેમના કાવ્યોનું પ્રથમ પુસ્તક ‘અંધકારની નદી’ પ્રકાશિત થયું છે જેનું વિમોચન તા.9મી ફ્રેબુઆરીએ કરવામાં […]

વૃદ્ધો : જૂનું તોય સોનું છે – સુધીરભાઈ મહેતા

[‘મોભનો કલરવ’ માંથી સાભાર. વૃદ્ધોની સપ્તરંગી કથાઓ દ્વારા સમાજને પ્રેરણામૃત અર્પતા આ પુસ્તકની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] સમજ્યા વગરનું જીવવું, ભલે જીવો વરસ હજાર, સમજીને ઘડી એક જીવો, સમજો બેડો પાર ! વાહ ! કેટલી સુંદર વાત આ સુભાષિતમાં કહેલી છે. જીવન પ્રભુ આપે છે. પરંતુ કેવી રીતે જીવવું તે દરેક મનુષ્યના હાથની […]

ધરતી હિન્દુસ્તાનની – નાથાલાલ દવે

[‘પ્રજાસત્તાક દિન’ વિશેષ.] મૂર્તિ જ્યાં સરજાઈ રહી છે એક નવા ઈન્સાનની, ચાલો, દોસ્તો ! ખૂંદી વળીએ ધરતી હિન્દુસ્તાનની. સતલજનાં બંધાયાં પાણી, બાંધ્યા કોશીના વિસ્તાર, દામોદર ને હીરાકુંડના શા સરજાયા જલભંડાર ! દુર્ગમ સૂકા મારગ ભેદી વહેતી નહેરો અપરંપાર, ધરતીમાં નવજીવન જાગે, સોહે હરિયાળા અંબાર. લાખો હાથે બદલે સૂરત આ ઉજ્જડ વેરાનની. – ચાલો. કોના દિલમાં […]

એ જ લિખિતંગ – નિર્મિશ ઠાકર

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nirmish1960@hotmail.com પર સંપર્ક કરી શકો છો.] [અ] સુરતી મુક્તકો [1] આજની મારી ડસા હાઠ મારો માગટી’ટી કૈંક છોકરીઓ, હવે – આ જવાની પર સમયનો કાટ લાયગો, હું કરા ? ‘સ્હેજ ટેકો આપજોની !’ આજ બોઈલી પ્રેમઠી એક ડોસીએ ય મારો હાઠ માયગો, હું કરા […]

હોસ્ટેલમાં ખાતા-યોજના – નટવર પંડ્યા

[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી વિશેષાંકમાંથી આ હળવો હાસ્યલેખ સાભાર.] હોસ્ટેલના પ્રાંગણમાં એક નાનકડું રામેશ્વર મહાદેવનું મંદિર હતું. છેવટે ક્યાંયથી ચાનાં નાણાંનો મેળ ન ખાય ત્યારે પ્રભાત રામેશ્વરદાદાનું શરણ લેતો. મંદિરના બારણા પર બહારની બાજુએ નાનકડી દાનપેટી હતી. તેમાં લોકો પાવલી, પચાસ પૈસા, રૂપિયો વગેરે દાન સ્વરૂપે નાખતા. રામેશ્વર દાદાના પરમભક્ત એવા પ્રભાત નામના વિદ્યાર્થીએ દાનપેટીના તાળાની […]

કુન્દનિકાબેન સાથે મુલાકાત – મૃગેશ શાહ

‘પરમ સમીપે’, ‘સાત પગલાં આકાશમાં’, ‘જીવન એક ખેલ’, ‘ઝરૂખે-દીવા’, ‘પરોઢ થતાં પહેલાં’ જેવા પુસ્તકોનાં નામ સાંભળતામાં જ આપણા મનમાં જેનું સ્મરણ થઈ આવે તેવા શ્રી સાંઈ મકરન્દ દવેના જીવનસંગિની એટલે કે કુન્દનિકાબેન કાપડીઆ – જેમના લેખોએ કોણ જાણે કેટલાય વ્યક્તિઓના જીવનને નવી દિશા આપી છે. સ્ત્રીઓ અને સમાજના પ્રશ્નોને લઈને તેમની કલમ સતત વર્તમાન સમસ્યાઓનો […]

આત્મપરીક્ષણનો અરીસો – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપેલ છે.] પેરિસમાં સોળસો ને તેરમી સાલમાં પંદરમી સપ્ટેમ્બરના રોજ જન્મેલા લા રોસેફો કોલ્ડે માણસનાં છિદ્રો બરાબર જોયેલાં છે. તેણે જિંદગીનો જે મુકાબલો કર્યો તે જિંદગીમાં તેના હિસ્સે ઘણાબધા કડવા ઘૂંટડા ગળવાના આવ્યા હતા. તે સૈનિક અને રાજકારણી તરીકેની બંને કારકિર્દીઓમાં નિષ્ફળતા તેમજ પીછેહઠ […]

આધુનિક યુવતી શું ઈચ્છે છે ? – અવંતિકા ગુણવંત

[તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘સહજીવનનું પ્રથમ પગથિયું’ નામનું આ પુસ્તક અપરણિતોએ કે નવપરણિતોએ ખાસ વાંચવા અને વસાવવાલાયક છે. લગ્ન જીવનના અનેક પાસાઓ પર પ્રકાશ ફેંકીને તમામ બાબતોને વાર્તા સ્વરૂપે ઝીણવટપૂર્વક સમજાવતા આ પુસ્તકમાંથી લેખ માટેની પરવાનગી આપવા બદલ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91-79-26612505. પુસ્તકપ્રાપ્તિની […]

માનવી થાઉં તોય ઘણું – મૃગેશ શાહ

લિફટનો દરવાજો બંધ કરીને પરેશે ‘4’ નંબરનું બટન દબાવ્યું. થોડી ક્ષણોમાં લિફ્ટ ચોથા માળે આવી ઊભી રહી. 402 નંબરના દરવાજે ‘નયન સેવાલિયા’ નામની નેઈમ પ્લેટ વાંચીને ડોરબેલની સ્વીચ પર તેણે આંગળી મૂકી. અંદરથી દરવાજાનું લૉક ખૂલવાનો અવાજ આવ્યો અને એક હળવા ધક્કા સાથે દરવાજો ખૂલ્યો. ‘કેમ છો ભાભી ?’ ‘અરે પરેશભાઈ…. આવો… આવો. ઘણા દિવસે […]

તારે જમીન પર – સંકલિત

ગંગાના કિનારે બેઠેલા મહાત્માને એક માણસે પૂછ્યું કે ‘આ પવિત્ર નદી ગંગામાં રોજ લાખો માણસો દેશ અને પરદેશથી આવીને પોતાના પાપો ધુએ છે તો પછી શું આ પવિત્ર નદી ક્યારેક અપવિત્ર ન થઈ જાય ? શું એની પવિત્રતા નષ્ટ ન થાય ?’ મહાત્માએ હસતા હસતા એ માણસને કહ્યું કે, ‘ગંગાના કિનારે લાખો-કરોડો લોકો પોતાના પાપ […]

બે ઘડી રોકાવ, ચા પીએ જરા ! – પંકજ ત્રિવેદી

[વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ ફૂલછાબમાં ‘મર્મવેધ’ નામની કૉલમ લખી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajtrivedi@india.com ] વરસાદી મૌસમની દસ્તક સાથે […]

ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ

[બાળકોના યોગ્ય ઉછેરને ઉદ્દેશીને લખાયેલા પુસ્તક ‘ખીલતાં ફૂલ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.] [1] શૈશવ પર તરાપ કોકિલાબેન ઓસરીમાં બેસીને ચોખા વીણી રહ્યાં હતાં. એમની અઢી-ત્રણ વરસની બેબી આંગણાની ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. એવામાં ઘડિયાળમાં ટન…ટન…ટન…. એમ છ ટકોરા પડ્યા. ચોખા વીણવાના હજી બાકી હતા. તેમ છતાં કોકિલાબેને ચોખાની […]

દ્વિદલ – કાકા કાલેલકર

[ગુજરાત રાજ્ય ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાંથી સાભાર. આ લેખ પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યો હોવાથી સહજ રીતે લેખના અંતે સ્વધ્યાય આપવામાં આવ્યો છે, જેના ઉત્તરો (ગાઈડ લીધા વિના) સ્વપ્રયત્ને લખવા જેવા ખરા !! ] [1] કાદવનું કાવ્ય : સવારે પૂર્વ તરફ કંઈ ખાસ મજા ન હતી. રંગની બધી શોભા ઉત્તર તરફ જામી હતી. એ દિશામાં માત્ર લાલ રંગે આજે […]

મહાત્મા અને માણસ – ધીરજલાલ શાહ

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા માટે શ્રી ધીરજભાઈનો (ઉં.વ. 87, હ્યુસ્ટન-ટેક્ષાસ) ખૂબ ખૂબ આભાર.] [1] ગાંધીજીનો જય ગાંધી તારો જય થશે જરૂર તારો જય થશે એક દિવસ જરૂર તારો જય થશે એક દેશે નહિ એક ખંડે નહિ નવખંડ ધરતીમાં તારો જય થશે એક દિવસ એવો ઊગશે કે જગત તારાં ગીતડાં ગાશે, તારે પગલે પગલે ચાલશે […]

સોનલ માનસિંગ સાથે મુલાકાત – જયવતી કાજી

[‘ચિરસ્મરણીય મુલાકાતો’ પુસ્તકમાંથી સાભાર. મુલાકાત તારીખ : 28-નવેમ્બર-1993. પુસ્તક પ્રકાશિત : 1996.] ‘નૃત્ય મારું જીવન છે, મારા હૃદયનો ધબકાર છે. નૃત્ય મારી નિયતિ છે અને હું નૃત્ય કરવા માટે જન્મી છું.’ વિખ્યાત ઓડીસી નૃત્યકાર શ્રીમતી સોનલ માનસિંગે મને એમની સાથેની મુલાકાતમાં કહ્યું હતું. સોનલબહેનના કુટુંબ સાથે વર્ષોથી પરિચય પણ એમને મળવાનું, એમની, સાથે વાતો કરવાનું […]

નાની પણ મોટી વાતો – હરીશ નાયક

[‘101 નાની પણ મોટી વાતો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.] [1] નિરીક્ષણ શક્તિ મેડિકલ કૉલેજના એક વર્ગમાં પ્રોફેસર વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું : ડૉકટર બનવા માટે તમારે બે શક્તિની ખાસ જરૂર છે : એક છે નિરીક્ષણ શક્તિ અને બીજી છે સહનશક્તિ. દવાઓની ગંધથી તમારે નાક-મોં સંકોડવાનાં નથી. એમ […]

ભાષાની ધા – રમેશ પારેખ

મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે છતાંય એ નજરાઈ ગયા કૈં એવું સૂકુંલીલું રે દાદા ઉમાશંકર દોડો, હણહણતાં જળ લાવો રે શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભીંજાવો રે કહો, નિરંજનકાકા, આ તે કપટ થયાં છે કેવાં રે તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે રઘુવીર, તમ જેવા મૂછડ ભાઈ છતાં આ થાતું રે શબ્દો […]

કરોળિયો અને વિશાખા – શ્રદ્ધા ત્રિવેદી

[‘બંધ ઓરડાની ભીતરમાં’ પુસ્તકમાંથી સાભાર.] રાતના લગભગ બાર વાગ્યા હશે. વિશાખા રસોડામાં પાણી પી, પોતાની રૂમમાં પાછી જતી હતી. ત્યાં નાના ભાઈ મેહુલની રૂમમાંથી ભાભીના મોઢે પોતાનું નામ સાંભળી તે થંભી ગઈ. એક ક્ષણ તે બારણા પાસે ઊભી રહી. ભાભી બોલતી હતી : ‘ગમે તેમ તોય આ તમારા વિશુબહેનની જવાબદારી આપણે માથે તો ખરી જ […]

જગાનાં ભણતરનાં પરાક્રમો – નટવર પંડ્યા

[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2008માંથી સાભાર.] લાંબામાં લાંબી ઈસ અને ઉપળાં નાખીને કાનજી સુથારે ખાટલો બનાવ્યો. કેશુબાપાએ કસોકસ કાથી ભરી દીધી. વલ્લભદાસ ખાટલો ઘેર લાવ્યા. જગાને કીધું : ‘લે જરાક લંબાવી જો, તારા માપે થયો કે નહીં ?’ જગાએ લંબાવ્યું તો પરિણામ અણધાર્યું આવ્યું. પગ ખાટલાથી અડધો ફૂટ બહાર નીકળ્યા. સરવાળે લાંબામાં લાંબો ખાટલો ટૂંકો પડ્યો. કારણ […]

સંગાથ – દેવેન્દ્ર પટેલ

ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી : ‘જલદી અગિયારમા પ્લેટફોર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે…. અને મારી જગા રાખજે…. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’ લાલઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની લાલીને બરાબર મેચ થતાં હતાં. થોડોક સામાન માથે ચડાવી. થોડોક બગલમાં મારી અને થોડોક હાથમાં […]

મનોમંથન – મૃગેશ શાહ

એક વિદ્વાન લેખક પાસે એક વ્યક્તિ કંઈક જિજ્ઞાસા લઈને આવ્યો. સામાન્યત: પોતાના લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા તે લેખકને જનસંપર્ક પ્રમાણમાં ઓછો રહેતો પરંતુ આ વ્યક્તિએ બે-ત્રણ વખત ફોન કરીને સમય માંગ્યો હોવાથી લેખક તેમને ટાળી ન શક્યા. થોડી ઔપચારીક વાતચીત બાદ તે વ્યક્તિએ લેખકને એક અણધાર્યો પ્રશ્ન કર્યો. ‘તમને ક્રિકેટ જોવું ગમે ખરું ?’ વાતચીતના […]

Copy Protected by Chetan's WP-Copyprotect.