Archive for March, 2008

ભુખનો રોગ – સિદ્ધનાથ માધવ લોંઢે

[ પ્રસ્તુત ટૂંકી વાર્તા ઈ.સ 1934માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સામાજિક ટૂંકી વાર્તાઓ ગ્રંથ ચોથો – ભાગ 9મો’ માંથી સાભાર લેવામાં આવી છે. આ પુસ્તક ‘સસ્તુ સાહિત્ય’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું તેમજ આ વાર્તાઓના સંપાદન અને પ્રકાશનનું કાર્ય ભિક્ષુ અખંડઆનંદે કર્યું હતું. માત્ર 1||| (પોણા બે રૂપિયા) નું મૂલ્ય ધરાવતા આ પુસ્તકના કુલ 504 પૃષ્ઠો […]

ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી

[વ્યવસાયે ‘સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર’ માં કાર્યરત એવા શ્રી પ્રણવભાઈ સ્વભાવે સાહિત્યકાર છે. વર્ષો સુધી તેમના નિબંધો અનેક નાના-મોટા સામાયિકોમાં સ્થાન પામ્યા છે. આ તમામ નિબંધોને સંકલિત સ્વરૂપે તાજેતરમાં ‘ગ્રીન લીફ’ પુસ્તકરૂપે તેમણે પ્રકાશિત કર્યા છે. તેઓના આ પુસ્તકમાંથી થોડા મહિનાઓ અગાઉ આપણે બે રચનાઓ માણી હતી. આજે માણીએ વધુ બે સુંદર કૃતિઓ. રીડગુજરાતીને આ […]

આદર્શવાદી યજમાન ! – ફિલસૂફ

એક વાર યજમાનોના સ્વાગત વિષેની વાતચીતમાં બટુકભાઈએ પોતાના એક મુરબ્બી વડીલની વાત કહી નાખી. તે વડીલ તેમના પિતાશ્રીના ખાસ મિત્ર, એટલે શહેરમાં કામે આવે ત્યારે હંમેશા તેમના ઘેર જ ઊતરે. બે-ચાર દિવસ ઓછાવત્તા રહે પણ તેમની ખાસિયત પ્રમાણે હંમેશાં પોતાના ‘દેશના’ લોકોની સુન્દર યજમાનવૃત્તિનાં વારંવાર વખાણ કરી શહેરના છીછરા (!) આવકારની સરખામણીમાં ઉતારે. એટલી બધી […]

સાહસનો રોમાંચ – કુંજન મહેતા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી કુંજનભાઈનો (ભૂજ-કચ્છ) ખૂબ ખૂબ આભાર.] શિયાળાના ઠંડીના દિવસોમાં એક રવિવારે મેં અને સહાધ્યાયી મિત્ર જયેશે અનુભવી પર્વતારોહક મિત્ર કિરણ સાથે પાવાગઢ પર્વતના પાછળના ભાગેથી આરોહણ સાહસ ખેડવાનું નક્કી કર્યું. કિરણ ઘણી વખત પાવાગઢના આ પાછળના જંગલ જેવા વિસ્તારમાંથી ટ્રેકિંગ કરી આવ્યો હતો. જયેશ પણ થોડો અનુભવી ટ્રેકર હતો. હું […]

ભિન્ન ષડ્જ – હરિશ્ચદ્ર જોશી

[ બોટાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની ફરજ બજાવતાં તેમજ પૂ. મોરારિબાપુની કથામાં વર્ષોથી સ્વરની સેવા આપતા શ્રી હરિશ્ચદ્રભાઈના પુસ્તક ‘ભિન્ન ષડ્જ’ માંથી એક-બે રચનાઓ આપણે સપ્ટેમ્બર-2007માં માણી હતી. આજે માણીએ તે જ પુસ્તકમાંની તેમની અન્ય ઉત્તમ કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી હરિશ્ચદ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : […]

બે ગઝલો – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા માટે શ્રી શૈલેષભાઈનો (વિરપુર. જિ. ખેડા) ખૂબ ખૂબ આભાર.] [1] એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને… જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને. બંધ આંખે ચિત્ર આખું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને. તેં કહ્યું ને મેં તરત માની લીધું, પણ કંઈ […]

પપ્પા, તમે આ શું કર્યું ! – વિભૂત શાહ

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાની આપવા બદલ શ્રી વિભૂતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 79 27559925 પર સંપર્ક કરી શકો છો.] જતાં જતાં કાર્તિકે મારી સામે એવી રીતે જોયું કે જાણે હજુ એને કશુંક કહેવાનું બાકી હોય. ટેબલના ખૂણા પર એની હથેળી ટેકવી તે ઊભો રહ્યો ને મારી સામે વેધક […]

કરંડિયો – વિકાસ નાયક

[શ્રી વિકાસભાઈ નવયુવાન અને વ્યવસાયે મુંબઈમાં સોફટવેર એન્જિયર છે. થોડા મહિનાઓ અગાઉ તેમના પ્રથમ પુસ્તક ‘મહેક’ માંથી આપણે કેટલાક લેખો માણ્યા હતા. ‘ઈન્ટરનેટ કોર્નર’ શ્રેણીનું ‘કરંડિયો’ નામનું તેમનું આ બીજું પુસ્તક એ જ પ્રકારે (ઈ-મેઈલનું સુંદર અનુવાદ કરીને) વિવિધ પ્રકારના રસપ્રદ લેખમણકાને પરોવીને તૈયાર કરેલી સુંદર માળા જેવું છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી […]

ઑફિસમાં કસરત – રતિલાલ બોરીસાગર

મુકુન્દભાઈ એકદમ વિચારમગ્ન અવસ્થામાં એમની ખુરશીમાં બેસી રહ્યા છે. એમને બૉસ તરફથી મૅમો મળ્યો છે. પચ્ચીસ વરસની નોકરી દરમિયાન આજે પહેલી જ વાર એમને મૅમો મળ્યો છે. મૅમામાં લખ્યું : ‘કચેરીની શાખાના વડાની મુલાકાત સમયે તમે ખુરશી પર બેસીને કામ કરવાને બદલે બંને હાથના આંકડા ભીડી, બંને હાથ અદ્ધર રાખીને બેઠા હતા. કચેરીના વડા કશું […]

ત્રિપાઠીસાહેબની ઘડિયાળ – રાજેશ અંતાણી

હાથમાં પુસ્તકો હતાં તેથી આનંદ થતો હતો. વિરેશને હતું, આ પુસ્તક માટે એણે બહુ તપાસ કરેલી પણ કયાં હશે એનો કંઈ અંદાજ આવતો ન હતો. પુસ્તક જૂનું હતું. વતનની લાઈબ્રેરીમાં વરસો પહેલાં જોયેલું. એ જે જે શહેરોમાં ગયો છે ત્યાં ત્યાં તપાસ કરી છે આ પુસ્તક વિશે. હવે વિરેશ વતનમાં બદલીને આવ્યો છે ત્યારે એને […]

ગુજરાતમાં નેત્રયજ્ઞની શરૂઆત – ગોવિંદ પી. શાહ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 2692 231157 અથવા sgp43@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.] સને 1948-49ના સમય દરમ્યાન આખા ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા આંખના ડૉક્ટર-સર્જનો હતા. આમાંથી ફકત ચાર જેટલા અમદાવાદમાં અને આમાંના એક તે ડૉ. રમણીકભાઈ દોશી. ડૉ. દોશીએ આ સમય […]

પળે પળની કેળવણી – મૃગેશ શાહ

ઓસરીમાં બાળકો રમી રહ્યાં હતાં. પાસે બેઠેલા વડીલો રજાનો દિવસ હોવાથી હળવાશના મૂડમાં વાતોએ ચઢ્યાં હતાં. એક બાળક રમતો રમતો નજીક આવ્યો એટલે એક બહેને તેનો હાથ પકડીને લાડમાં પૂછ્યું : ‘અંકુર, તું મોટો થઈને શું બનવાનો બેટા ?’ ‘ડૉક્ટર.’ બાળકને જાણે કોઈએ અગાઉથી શીખવાડી રાખ્યું હોય તેમ બોલ્યો. ‘એમ ? પછી દવાખાને જવું પડશે […]

હુકમના પાનાં – ડૉ. શરદ ઠાકર

[ ડૉ. શરદ ઠાકરની સાહિત્યકૃતિઓના ચાહકો માટે આનંદના સમાચાર એ છે કે તેમનું ઈ-મેઈલ એડ્રેસ હવે ઉપલબ્ધ છે. વિશ્વના વાચકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકે છે. (કામની વ્યસ્તતાને કારણે તેઓ દર શનિ-રવિ જવાબ પાઠવી શકશે.) તેમનું ઈમેઈલ છે : drsharadthaker@yahoo.com આપ તેમનો +91 9426344618 પર પણ સંપર્ક કરી શકો છો.] ઓ દોસ્ત, કોઈ દોસ્તનો એમાં […]

નાનકડો દર્શિલ – દિવ્યાશા દોશી

[‘અભિયાન’ માંથી સાભાર.] ‘તારેં ઝમીં પર’ થી એકાએક ચર્ચામાં આવી ગયેલો દર્શિલ દક્ષિણ મુંબઈના ગોવાલિયા ટૅન્ક વિસ્તારમાં રહે છે. ફિલ્મના ઈશાનથી સ્વાભાવિક જ તે જુદો છે. અગિયાર વર્ષનો દર્શિલ પરાણે વહાલો લાગે તેવો છે, ખાસ કરીને જ્યારે તે મસ્તી કરતો હોય. તેનાં મમ્મી શીતલ સફરી કહે છે : ‘દર્શિલ મસ્તી કરવા લાગે ત્યારે તેને અટકાવવા […]

કવિશ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ વિશેષ – સંકલિત

[ ગુજરાતી સાહિત્યના આકાશમાં તેજસ્વી ધ્રુવ તારક સમાન કવિશ્રી ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ’ નો જન્મ તા. 22-માર્ચ-1908 ના રોજ થયો હતો. ચાલુ વર્ષને ‘કવિ શ્રી સુન્દરમ જન્મ શતાબ્દી વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું છે ત્યારે  રીડગુજરાતી પર આજે તેમના સ્મરણમાં પ્રસ્તુત છે બે મનનીય લેખો ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ-2008)ના અંકમાંથી સાભાર.] [1] અંતરને સ્પર્શતા કવિ – માધવ રામાનુજ […]

વાત ગર્ભાધાન અને પ્રસવની – સુન્દરમ્

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી એક નાનકડી કન્યા મારી પાસે હસ્તાક્ષર લેવાને આવેલી અને મને કહેલું કે ‘એક કડી લખી આપો’ મારી આસપાસ અનેક મિત્રો ઊભા હતા. ગૂજરાત વિદ્યાપીઠનું એ ચોગાન હતું અને ત્યાં એક મોટા સમારંભે હું ગયેલો. એણે મારા હાથમાં એની હસ્તાક્ષર-પોથી મૂકી અને એના ‘કડી’ શબ્દને પકડીને ઉપરની પંક્તિ આવી ગઈ. […]

તારે વડલે ! – સુધા ભટ્ટ ‘અમીશ્રી’

[થોડાક મહિનાઓ અગાઉ શ્રીમતી સુધાબેનની (અમદાવાદ) ‘ગિલ્લુ ખિસકોલી અને અન્ય વાર્તાઓ’ ના પુસ્તકમાંથી આપણે એક બાળવાર્તા માણી. આજે માણીએ તેમના કાવ્યસંગ્રહ ‘તારે વડલે !’ માંની કેટલીક કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] જાગરણ (અછાંદસ કાવ્ય) ગઈ રાત્રે મોડા લંબાવ્યું પરોઢે વહેલાં ઊઠવું […]

ઉપાસના – રમેશ પટેલ ‘આકાશદીપ’

[‘ઉપાસના’ કાવ્ય સંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે કવિશ્રી રમેશભાઈનો (કેલિફોર્નિયા, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] પંખીડા પંખીડાં મારે આંગણે આવીને ગીત ગાજો ગગનેથી માર પ્રભુનો સંદેશો મને દેજો. સરોવરિયાની શોભા અમ પંથકે તમે માણજો કૈલાસી હંસો શિવલીલાની કથા અમને કહેજો રૂડા વૃન્દાવન રમે લઈ ભાવ […]

હોલી હૈ ! – સંકલિત

એકવીસમી સદીનો ભિખારી : ‘સાબ છે રૂપિયે દે દો, સાબ ચાય પીની હૈ.’ શેઠ : ‘અલ્યા ચા તો ત્રણ રૂપિયાની હોય. તું કેમ છ માગે છે ?’ ભિખારી : ‘સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ ! ********** કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં […]

રંગોત્સવ – સંકલિત

[‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘ફિલિંગ્સ’, ‘હલચલ’ વગેરે સામાયિકમાંથી સાભાર.] .

આહલાદની આંધી – સુરેશ એમ. પરમાર ‘સૂર’

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી સુરેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓની અનેક કૃતિઓ પ્રતિષ્ઠિત સામાયિકો અને અખબારોમાં પ્રગટ થયેલી છે. ટૂંકી વાર્તા અને પ્રવાસવર્ણન ક્ષેત્રે તેઓ સુંદર લેખનકાર્ય કરે છે. બેંક ઑફિસર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ વડોદરામાં આવેલી સર્જકોની સંસ્થા ‘શબ્દાંકન’ ના પણ સભ્ય છે. આપ તેમને આ સરનામે પ્રતિભાવો મોકલી શકો છો […]

જીવનમાંથી હું શું શીખ્યો ? – હિમાંશુ પ્રેમ

[નવનીત સમર્પણ માર્ચ-2008 માંથી સાભાર.] [હિમાંશુ પ્રેમ જોષીનો જન્મ અને ઉછેર અમદાવાદમાં. જન્મ તારીખ : 3-4-1963. પ્રકૃતિ સાથેનું એનું તાદાત્મ્ય, એની નિસબત, એનો પ્રેમ એને સાર્થકતાનો અહેસાસ આપે છે. પોતે જે પામ્યો છે તે અન્યો સુધી પહોંચાડવા એ સતત પ્રવૃત્તિશીલ છે. એની શિબિરોમાં માત્ર પ્રકૃતિનું કોરું જ્ઞાન નહીં બલકે પ્રકૃતિ સાથે આપણું સંવેદનસભર અનુસંધાન થાય […]

કોઠાસૂઝ – પ્રિયવદન ક. દેસાઈ

મધ્ય સૌરાષ્ટ્રનું ખોબા જેવડું દરબારી ગામ. વસતી મુખ્યત્વે કૃષિકારો અને વસવાયાની. ગણ્યા-ગાંઠ્યા વેપારીઓ અને અન્ય વસાહતીઓ પણ ખરા. આ ગામમાં એક ખેડૂત કુટુંબ રહેતું. કુટુંબમાં પટેલ-પટલાણી, ત્રણ દીકરા – ત્રણેય પરણેલા. મોટો દીકરો મોહન અને તેની વહુનું નામ ‘સમજુ’. દીકરાઓને ઘેર પણ દીકરા. આમ, ભર્યું-ભાદર્યું ઘર. સહુ સંપીને રહે અને ઘરનો વ્યવહાર પણ બરાબર ચાલે. […]

ગ્રીષ્મા – વર્ષા તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. તેમની ઘણી વાર્તાઓ અખડં-આનંદ, નવનીત વગેરે જેવા સામાયિકો સાથે મુંબઈ સમાચાર, જન્મભૂમિ વગેરેમાં સ્થાન પામી છે અને લોકહૃદયને સ્પર્શી છે. આપ તેમનો સંપર્ક આ ફોન : +91 9820738467 અથવા tanna.varsha@rediffmail.com પર કરી શકો છો.] ગુલમહોરની છાયામાં ઊભેલી વસુધા જાણે આખેઆખો તડકો પહેરીને […]

રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ

બે-ત્રણ સપ્તાહ પહેલાં આપણે નિર્મિશભાઈ સાથેની મુલાકાત માણી. તે ક્રમમાં સુરતની બીજી મુલાકાત થઈ શ્રીમતી રીનાબેન મહેતા સાથે. નવોદિત વાચકો માટે આ નામ કદાચ અપરિચિત હોય પરંતુ રીડગુજરાતીના વાચકો માટે તે અજાણ્યું નથી; કારણ કે રીનાબેનના પુસ્તક ‘ખરી પડે છે પીછું’ (લલિતનિબંધ) માંથી આપણે મોટાભાગના લેખો સાઈટ પર માણ્યા છે, જેવા કે ‘સ સગડીનો સ’, […]

વીણેલાં ફૂલ – રૂપાંતર : હરિશ્ચંદ્ર

[ તંત્રી નોંધ : ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતી બે બહેનો વિનોબાજીની છાયામાં રહી હરતી-ફરતી સાધિકાઓ છે. વિનોબાજીની પ્રેરણાથી લગભગ ચિર પ્રવાસમાં રહેનારી આ બહેનોએ ભારતની વિવિધ ભાષાઓમાંથી ચૂંટી કાઢેલાં ફૂલો તેમણે ગુજરાતી ભાષાપ્રેમીઓ પાસે ધર્યાં છે. આ વાર્તાઓ ‘ભૂમિપુત્ર’ સામાયિકના દર અંકે અપાતી આવી છે. આ વાર્તાઓની અમુક વિશેષતા છે. સૌ પ્રથમ તો એના કદની. ભૂમિપુત્રનું […]

વાદળની મૈત્રી – વંદના ભટ્ટ

[તાજેતરમાં જ જેનું વિમોચન થયું છે તેવા લેખિકા શ્રીમતી વંદનાબેનના (વડોદરા) પુસ્તક ‘ઝંખના પરોઢની’ માંથી આ સુંદર કૃતિ લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ +91 9428301427 નંબર અથવા vandanaibhatt@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] નંદાએ રસોઈ કરતાં-કરતાં […]

ભૂખ્યા રહેજો, ગમાર રહેજો – સ્ટીવ જોબ્સ

(અનુવાદ : યોગેશ કામદાર. 12મી જૂન, 2005ના રોજ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં આપેલું દીક્ષાન્ત પ્રવચન. નવનીત સમર્પણ – નવેમ્બર:2005માંથી સાભાર.) [સ્ટીવ જોબ્સ વિશે : 12મી જૂન 2005ના રોજ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભનાં અતિથિવિશેષ સ્ટીવ જોબ્સે પોતાના દીક્ષાંત પ્રવચનથી યુનિવર્સિટીના સ્ટેડિયમમાં ઉપસ્થિત ત્રેવીસ હજારની મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તેમનાં વાલીઓ અને […]

શોધ સીતાની – હર્ષદ જાની

[ ગુજરાત સરકાર (ગાંધીનગર) તરફથી પ્રકાશિત થતા ‘ગુજરાત’ સામાયિકના દીપોત્સવી અંક માંથી સાભાર. ] ‘એક સિક્રેટ કામ સોંપવું છે તને.’ પ્રશાંતે એના મિત્ર જયેશને કહ્યું અને ઉમેર્યું : ‘વાત જરા ખાનગી છે અને મને ખાતરી છે કે તું યાર આમાં મને જરૂર હેલ્પ કરીશ….’ ‘અરે… જરૂર કરીશ. એમાં આટલો ગંભીર અને ગમગીન શા માટે બની […]

બાળસાહિત્યની આવતી કાલ – ડૉ. હુંદરાજ બલવાણી

[‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુઆરી-2008માંથી સાભાર.] વિજ્ઞાન અને ટૅકનોલોજીના ક્ષેત્રે જે રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, નવી-નવી શોધો સામાન્ય જનજીવનનો ભાગ બની રહી છે, નવાં-નવાં વૈજ્ઞાનિક ઉપકરણોનાં કારણે આપણા રોજિંદા જીવનમાં પરિવર્તનો થઈ રહ્યાં છે તે જોતાં સાહિત્યમાં પણ પરિવર્તનો સ્વાભાવિક છે. બાળસાહિત્યમાં પણ પરિવર્તનો થતાં રહ્યાં છે. બાળસાહિત્યમાં પહેલાં જે લખાયું અને આજે જે લખાય છે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.