April 30th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
22 પ્રતિભાવો »
[ દાંપત્યજીવનના વિવિધ પાસાઓ પર આધારિત ટૂંકી વાર્તાઓના પુસ્તક ‘ઝંઝાવાત’ માંથી બે વાર્તાઓ સાભાર.] [1] માણસના જીવનમાં સૌથી સુખી ઘડી કઈ ? એક દિવસ જમી લીધા પછી કબાટમાંથી કોઈ પુસ્તક કાઢીને વાંચવાનું હું વિચારતો હતો. ત્યાં સુરભી આવી પહોંચી. મને થયું : ‘આ લપ ક્યાંથી આવી ?’ એટલે એને જોઈને જ મેં કહ્યું : ‘સુરભી […]
April 30th, 2008 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : |
16 પ્રતિભાવો »
[વિનોદીકા – ‘નવનીત સમર્પણ’ : મે-2008 માંથી સાભાર.] અમારી સંસ્થા સામાજિક, આર્થિક બાબતોનો અભ્યાસ કરતી સંસ્થા છે. સરકારે અમારી સંસ્થાને એક સામાજિક સર્વેનું કામ સોંપ્યું હતું. સુખી લગ્નજીવનનાં પરિબળો, સમસ્યાઓ, વિચ્છેદ વગેરેની સામાજિક અસર, સાથે સાથે કાયદાકીય રીતે પણ ઉપયોગી થાય તેવા ઉપાયો યોજી શકાય અને તેમાં ઉપયોગી થાય તેવા સર્વે કરવાનું કામ મને સોંપાયું […]
April 29th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
42 પ્રતિભાવો »
[ લેખક વડોદરા નિવાસી નિવૃત શિક્ષક છે. તેમની ટૂંકી વાર્તાઓ સાહિત્યના સામાયિકોમાં અવારનવાર સ્થાન પામતી રહી છે. લેખન કલાની સાથે તેઓ ગઝલકાર તેમજ હાર્મોનિયમના અચ્છા કલાકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે અંગ્રેજીમાં ‘ક્રિકેટ’ વિષય પર લખેલી એક લઘુનવલકથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોર્ડઝના મેદાન ખાતેની પબ્લીક લાઈબ્રેરીમાં સ્થાન પામી છે. થોડા મહિના અગાઉ ‘બે આંખો’ નામની […]
April 29th, 2008 | પ્રકાર : આધ્યાત્મિક લેખો | સાહિત્યકાર : |
20 પ્રતિભાવો »
[‘ધ્યાન અને પ્રાર્થના’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા સાધવા માટે કેટલાંક બાહ્ય સાધનો અને બાહ્ય અનુકૂળ પરિસ્થિતિનો આશરો લેવાય છે. ક્યાંક સંગીત રાખે છે, ક્યાંક જ્યોતિ રાખે છે, ક્યાંક ધૂપ-દીપ રાખે છે. આ બધું એકાગ્રતા સાધવા માટે અનુકૂળ છે. એવી જ રીતે ધ્યાન માટે […]
[‘બનફૂલ’ ની શ્રેષ્ઠ લઘુકથાઓ – પુસ્તકમાંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય.] [1] પોસ્ટકાર્ડ ‘તમે મને પોસ્ટકાર્ડ કેમ લખો છો ? મને બહુ શરમ આવે છે.’ ‘એમાં શરમાવાનું શું ? ક્યાં બીજી સ્ત્રીને લખ્યું છે ? પોતાની જ પત્નીને તો લખ્યું’તું.’ ‘રાનીનો પતિ એને પત્ર લખે છે તો કેટલું સુંદર પરબીડિયું, કેવો સુંદર રંગીન કાગળ અને પાછો […]
April 28th, 2008 | પ્રકાર : સાહિત્ય-લેખો | સાહિત્યકાર : |
13 પ્રતિભાવો »
[ ‘પાથેય’ પુસ્તકમાંથી સાભાર. ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકો માટે આ પુસ્તક વિનામૂલ્યે ઉપલબ્ધ છે. અન્ય વાચકો માટે પ્રાપ્તિસ્થાનની માહિતી લેખના અંતે આપવામાં આવી છે. ] [1] જિંદગીનો વીમો – ચિત્રભાનુ એક યુવાન આજથી ત્રણેક વર્ષ પહેલાં મને મળેલો. ત્યારે એ બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો. ગઈ કાલે એ ફરી મને મળ્યો ત્યારે વીમો ઉતરાવીને પાછો ફરતો […]
April 27th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | સાહિત્યકાર : |
7 પ્રતિભાવો »
[‘ક્ષિતિજ’ ગુજરાતી-હિન્દી કાવ્ય-ગઝલ સંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે રઝિયાબેનનો (પેટલાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] અંકુર હું તો હજુ નાનું અંકુર, સુંદર આ ઉપવનનું. હું ન જાણું ભેદ જગતના, કરતું રહું સદા મનનું. મારા આ કોમલ હૃદયમાં, નથી ધરમના ભેદ. હીંચકા લઉં કોમળ ડાળી પર, હરી […]
April 27th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | સાહિત્યકાર : |
13 પ્રતિભાવો »
[1] હાઈકુ – ધીરજલાલ શાહ (હ્યુસ્ટન, ટેક્ષાસ) ડાયરો જામે ચોતરે, બોખા હસે ખડખડાટ અમાસ રાતે તારાઓ, દીવો લઈ ચંદ્રને શોધે ! આવે પવન ખરે પાંદડા, ઊડે નીચે પડેલાં. ઘડિયાળનું લોલક, છે જીવન માનવી તણું.
[1] દહીં ફૂલવડી સામગ્રી : 500 ગ્રામ ચણાનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચો તેલ, દહીં, મરચું, તેલ. રીત : સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું અને મોણ નાખી પાણી વડે ખીરું તૈયાર કરવું. તાવડીમાં તેલ મૂકી કડક ગરમ થાય એટલે બૂંદી પાડવી. ઝારા પર ખીરું રેડી જરા ઠપકારવાથી સરસ ગોળ-ગોળ બુંદી પડશે. બુંદી પાડ્યા પછી […]
April 26th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
12 પ્રતિભાવો »
‘નિમિત્તા… આવી ગઈ દીકરા ! કેવું હતું પેપર ? બધું બરાબર લખ્યું છે ને ?’ ‘અરે શું મમ્મી ! આમ તો ઘણું આવડતું હતું, પણ બે પ્રશ્નો એવા પૂછી નાખ્યા હતાં કે તે આવડ્યાં નહીં… ગઈ વખતે તે પૂછાયા હતાં અને એટલે અમે બધાએ એમ માન્યું હતું કે આ વખતે કંઈ એ પ્રશ્નો ફરી નહીં […]
April 25th, 2008 | પ્રકાર : સાહિત્ય-લેખો | સાહિત્યકાર : |
62 પ્રતિભાવો »
[ ‘અસ્મિતાપર્વમાં સહભાવક થવાનું નિમંત્રણ મળ્યું એ મારા માટે અત્યંત પ્રસન્નતાની બાબત હતી. પહેલેથી જ મારા મનમાં હતું કે હું આ સુંદર પર્વ વિશે કંઈક લખું. વળી, નજીકના મિત્રો અને વાચકોનો પણ આગ્રહ હતો કે રીડગુજરાતીના માધ્યમદ્વારા અસ્મિતાપર્વ વિશે તેઓને કંઈક જાણકારી મળી રહે. પાંચેય દિવસના પ્રસંગો જેટલા સ્મરણમાં રહ્યા છે તેટલા અહીં વર્ણવવાની કોશિશ […]
April 24th, 2008 | પ્રકાર : સાહિત્ય-લેખો | સાહિત્યકાર : |
20 પ્રતિભાવો »
[1] મનનું સર્વીસીંગ – ‘વિચારવલોણું’ દિવસ દરમ્યાન કેટલોક સમય એવો રાખીએ જેમાં નોકરી, કારકિર્દી, પ્રતિષ્ઠા, પૈસો, સંબંધો બધાથી દૂર થઈને રહીએ. રોજ સવારે સૂર્યોદય સમયે કે એ પહેલા ખુલ્લા વાતાવરણમાં, બની શકે તો વૃક્ષો વચ્ચે ફરવા જઈએ. સાથે વોકમેન કે મોબાઈલ નહીં. ચાલતી વખતે પ્રયત્નપૂર્વક ઊંડા શ્વાસ લઈએ. આ દરમ્યાન કોઈ વાતો નહીં, કોઈ ‘હાઈ’, […]
[1] અવગણી છે – આતિશ પાલનપુરી વાત એની ક્યાં અમોએ અવગણી છે ? તોય પણ એની નજર મારા ભણી છે. એ અચાનક આમ આવી જાય પાછાં, એમને રોકો, હજી વાતો ઘણી છે. જે ખરું લાગે હમેશાં એ જ કરવું, કોઈએ પણ ક્યાં કદી ઈચ્છા હણી છે ? આવવા ના દે પવન સરખોય ઘરમાં, કોણ જાણે […]
શહેરમાં ને શહેરમાં હું અન્યોની માફક ઘણા પ્રવાસ કરું છું. ક્યારેક લાંબા, ક્યારેક ટૂંકા. ક્યારેક સ્કૂટર પર, ક્યારેક રિક્ષામાં અને ક્યારેક પગપાળા. આ ટૂંકા, ઝડપી, કામસરના પ્રવાસ દરમિયાન મને ઘણીવાર મનને સ્પર્શી જાય તેવાં ઘણાં દશ્યો જોવા મળે છે. આ દશ્યો ક્યારેક આહલાદક, ક્યારેક ગમગીનીપ્રેરક, તો ક્યારેક નિરર્થક હોય છે. હું જોઉં છું માણસોના ટોળાંના […]
April 23rd, 2008 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : |
31 પ્રતિભાવો »
બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : ‘આ કયું પક્ષી છે ?’ મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો. શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : ‘તારું નામ ?’ મગને પગ ઊંચો કર્યો : ‘તમને આવડે તો લખી લો !’ ********* છોકરી પ્રાર્થના કરતી હતી : ‘હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે […]
April 22nd, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
17 પ્રતિભાવો »
[શ્રી રાધેશ્યામ શર્મા દ્વારા સંપાદિત પુસ્તક ‘ભૂપત વડોદરિયાની 27 ચૂંટેલી વાર્તાઓ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.] રમીલાનું ઘડિયાળ ખોવાયું હતું. રમીલા પોતાના રિસ્ટ વૉચને ભાગ્યે જ કાંડેથી અળગું કરતી. બાથરૂમમાં એ ઘડિયાળ કાઢતી અને બાથરૂમમાં જ સ્નાનથી પરવારી ઘડિયાળને કાંડા પર બાંધી દેતી. એની આ ટેવ પર તેના પિતા જગજીવનદાસ […]
April 22nd, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
15 પ્રતિભાવો »
રવિવારનો દિવસ હતો. વાતાવરણ કંઈક શાંત હતું. રજા હોવા છતાંએ મુરારજી શેઠને કંઈક અગત્યનું કામ હોવાથી તૈયાર થઈ બેઠા હતા અને કોઈના આવવાની વાટ જોતા હતા. બેઠા બેઠા કોઈ મહાન પ્રશ્નો ઉકેલવામાં ગુંથાયેલા હોય એમ તેમની મુખમુદ્રા ઉપરથી જણાતું હતું. કંઈક વિચારીને અંતે તે એકદમ બોલી ઉઠ્યા : ‘સાલો હજી કેમ આવ્યો નહિ ?’ આ […]
April 21st, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
21 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ‘કૌશિક !!’ ‘ઘાંટો કેમ પાડી ઊઠ્યાં દાદીમા ?’ ‘મારાં બધાં પુસ્તકો કાઢીને શા માટે ઢગલો કરે છે ?’ ‘પપ્પાએ કહ્યું છે કે આ બધો કચરો પસ્તીમાં કાઢી નાંખવો છે.’ ‘કચરો ? પસ્તીમાં ? આ પુસ્તકો કચરો ?’ હૈયા પર ઉકળતું તેલ રેડાયું હોય એમ દાદીમા આક્રોશ કરી ઊઠ્યાં. ‘આ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું […]
April 21st, 2008 | પ્રકાર : આધ્યાત્મિક લેખો | સાહિત્યકાર : |
10 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’ માર્ચ-2008માંથી સાભાર.] માણસને દુ:ખ પડે ત્યારે એની ઊંઘ હરામ થઈ જાય છે. ભોળો માણસ લાંબોટૂંકો વિચાર કર્યા વગર એવું માની લે છે કે મારા અમુક દુશ્મનને કારણે મને દુ:ખ પડે છે. ભગવદગીતામાં જણાવ્યું છે તે મુજબ તો અત્યારનું દુ:ખ એ આપણાં પૂર્વનાં દુષ્કૃત્યોનું ફળ છે અને એને ભોગવી લઈએ એટલે આપણા ખાતામાં પુણ્ય […]
April 20th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | સાહિત્યકાર : |
10 પ્રતિભાવો »
હું હમણાં આવું છું – આ જરાક અંતર્ધ્યાન થઈને પછી નવો અવતાર ધરીને …………….. બસ, હમણાં આવું છું…. ટહુકા ગણી રાખજો થોડા, સપનાં લણી રાખજો થોડાં, દુ:ખ પણ વણી રાખજો થોડાં… ……….. થોડાં લખી રાખજો નામ- …………થોડાં લખી રાખજો કામ- – આ જરાક અંતર્ધ્યાન થઈને પછી નવો અવતાર ધરીને ………… બસ, હમણાં આવું છું…. આંગણું […]
April 20th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | સાહિત્યકાર : |
14 પ્રતિભાવો »
રોજ સવારે કળીઓ મલકે, આંગણ મારે પંખી ટહુકે, સૌરભ સંગે મન્ન પ્રફુલ્લે, પર્ણો પીળા શાખથી સરકે, રોજ સવારે આશા મહેકે, ઉમંગ સંગે તન-મન થરકે, નિત નિત નૂતન રંગો કર્ષે, તિમિર-તનાવ સમીપ ના ફરકે. આંખે સુંદર સપનાં ઝબકે, ભીતર તાલ વિરાટનો ધબકે, ખરતે તારે ઉદાસી ખરે ને સુરભીરાણી મીઠું રણકે.
[‘વૃક્ષાલોક’ પુસ્તકમાંથી સાભાર.] તમનેય પશ્ન થતો હશે કે માણસને વળી વળીને પોતાનાં ઘર-વતન કેમ યાદ આવતાં હશે ? આપણા ઘરમાં આપણે હંમેશા સુખચેનમાં હોઈએ છીએ એવું તો નથી; બલકે ઘણી વાર તો ઘેર પહોંચતાં જ આપણી સમસ્યાઓ આપણને ઘેરી વળતી હોય છે. ને તોય ‘ઘેર આવી ગયા-’ ની એક ‘હાશ’ આપણે અનુભવીએ છીએ. આપણા ઘરમાં […]
April 19th, 2008 | પ્રકાર : નિબંધો | સાહિત્યકાર : |
7 પ્રતિભાવો »
હું ઘણી વાર મજાકમાં કહું છું કે ‘આવું સુખ તો શાહાનશાહ અકબરને પણ નહીં મળ્યું હોય.’ સાંજ પડે ને બબ્બે બગીચાના તમે માલિક હો. ફાવે ત્યારે પહોંચો, ફાવે ત્યાં ફરો, ફાવે ત્યાં બેસો. આ બાજુ લૉ ગાર્ડન, આ બાજુ પરિમલ ગાર્ડન. વચ્ચે ગુલબાઈનો ટેકરો. સાંજ, જો આવડે તો દિવસનો સૌથી સાર્થક અને ન આવડે તો […]
April 18th, 2008 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : |
26 પ્રતિભાવો »
[‘હાસ્ય-વસંત’ માંથી સાભાર.] તમે કોઈ વસ્તુની આકરી બાધા લીધી છે ? બાધાના બખડજંતરમાં તમે કદી સપડાયા છો ? બાધા રાખીને તમે કોઈ વાર વિષમ સંજોગોમાં મુકાયા છો ? સંભવ છે કે કદાચ એવા કોઈ ‘સંજોગોના ભોગે’ તમે નહિ થઈ પડ્યા હો. પણ જેઓ સપડાઈ ગયા હોય છે તેઓની આપવીતી ઘણી વાર દુ:ખ સાથે રમૂજ પણ […]
April 18th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
14 પ્રતિભાવો »
લૂંટાયેલા મુસાફર જેવી સામાનવિહોણી ઓરડી લાગતી હતી. વર્તમાન સમાજવ્યવસ્થાની જેમ એક ખૂણામાં થોડીક ચોપડીઓ, છત્રી, ચંપલ અને એક જીર્ણ ટ્રંક વીખરાઈને પડ્યાં હતાં. ઓરડીની વચ્ચે એક સાદડી પર ચંપક અને તેની પત્ની સુમિત્રા બેઠાં હતાં. પ્રલયકાળના આખરે પૃથ્વી નિ:શ્વાસ નાખે તેવા નિ:શ્વાસ બન્નેનાં બળતાં હૈયાંની પ્રતીતિ પુરાવતા હતા. એમની વચ્ચે સ્વજનસમો ભૂરિયો બેઠો હતો. માનવીની […]
April 17th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
17 પ્રતિભાવો »
‘ઓહ ! આજે ફરી ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું. શું કરું, બસ આજે ખૂબ મોડી મળી. ઘરે તો મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હશે. અભિમન્યુ જેમ સાતમા કોઠામાં હણાયો તે રીતે હું પણ હમણાં બધાના વાકબાણોથી વિંધાઈ જઈશ.’ કાનન બસમાંથી ઊતરી અને ઝડપી ચાલે ઘરે જતી વખતે વિચારતી હતી. ઘરે પહોંચી તો… અરે આટલી શાંતિ […]
April 17th, 2008 | પ્રકાર : આધ્યાત્મિક લેખો | સાહિત્યકાર : |
20 પ્રતિભાવો »
માણસનું જીવન અનેક સંસ્કારોથી ભરેલું હોય છે. આપણે હાથે અસંખ્ય ક્રિયાઓ થયા કરે છે. તેનો હિસાબ માંડવા બેસીએ તો અંત ન આવે. સ્થૂળ પ્રમાણમાં માત્ર ચોવીસ કલાકની ક્રિયાઓ લઈએ તો કેટલીયે જોવાની મળશે. ખાવું પીવું, બેસવું ઊંઘવું, ચાલવું, ફરવા જવું, કામ કરવું, લખવું, બોલવું, વાંચવું અને આ ઉપરાંત તરેહતરેહનાં સ્વપ્નાં, રાગદ્વેષ, માનાપમાન, સુખદુ:ખ એમ ક્રિયાના […]
April 16th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
17 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ માર્ચ-2008’ માંથી સાભાર.] ઈશાના ઘરના આંગણામાં ઊગેલા પલાશના વૃક્ષ ઉપર ત્યારે કેસરી ફૂલોનો ઢગલો ઊગી નીકળ્યો હતો. ઉનાળાના તડકાનો કેફ પલાશના વૃક્ષને એવો તો ચડ્યો હતો કે તેની લંબાયેલી એક એક ડાળી જાણે અગ્નિશિખાઓ, આગમાં ભડભડ બળી ફૂલોને ગાઢો રંગ બક્ષતી. ડેડીની ગાર્ડન ચેરની આસપાસ વૃક્ષ ઉપરથી ગરેલાં અડધાં તાજાં, અડધાં કરમાયેલાં ક્રિમસન […]
April 16th, 2008 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : |
13 પ્રતિભાવો »
હું વહેલામાં વહેલી તકે કોઈપણ એક વકીલને રોકવા માગતો હતો. મારા મનમાં હતું કે શું કરું ને શું ન કરું ? મેં ઉશ્કેરાટભરી સ્થિતિમાં ફોફલીઆ વકીલની ઑફિસમાં પ્રવેશ કર્યો. ‘વકીલ સાહેબ ! વકીલ સાહેબ !’ એમ બોલતાં હું ટેબલ સુધી ધસી ગયો. પણ ખુરશીમાં વકીલસાહેબનો કોટ પડ્યો હતો, એ પોતે ક્યાં પડ્યા છે એ જોવા […]
April 15th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | સાહિત્યકાર : |
26 પ્રતિભાવો »
[‘અખંડઆનંદ’ માંથી સાભાર.] દિવાળી ટાણે અમારા એરિયામાં ખેતીની લણણીની સીઝન ચાલુ થાય ત્યાં પંચમહાલ, ગોધરા બાજુથી મજૂરોની ટુકડીઓ ઊતરી પડે. આમાં શંકર અને જીતુભાઈની પંદરથી વીસ સ્ત્રી-પુરુષોની ટુકડી અમારી વાડીથી થોડે છેટેના મોટા ખેડૂતની વાડીએ પડતરમાં દંગો નાખી – પોતપોતાની રીતે ઘાસનાં છાજ કે પ્લાસ્ટિક ઢાંકેલાં ઝૂંપડાં કરી વ્યવસ્થા ગોઠવી લેતા હોય છે. અમો આજુબાજુના […]