Archive for April, 2008

યુવાન પ્રેમ – ફાધર વાલેસ

[‘ભરજુવાની’ પુસ્તકમાંથી સાભાર.] તમારો પત્ર ધ્યાનથી વાંચ્યો અને સૌથી પ્રથમ તો તમને અભિનંદન આપું છું. તમને નવાઈ લાગશે. કારણ કે મારી પાસેથી તમે અભિનંદનની અપેક્ષા રાખી નહોતી એ તમારા પત્રમાં સ્પષ્ટ છે. પણ તમને અભિનંદન ઘટે એ પણ મારા મનમાં એટલું સ્પષ્ટ છે, એટલે કહી દઉં છું. જેની સાથે ખૂબ નાની ઉંમરે તમારી સગાઈ થઈ […]

શ્રી રામ સ્તુતિ – વિનયપત્રિકા

[ સંતશ્રી તુલસીદાસજી દ્વારા વિરચિત તેમજ ગીતાપ્રેસ (ગોરખપુર) દ્વારા પ્રકાશિત ‘વિનયપત્રિકા’ માંથી અનુવાદિત શ્રી રામસ્તુતિ. ] હે મુર્ખ મન ! સદા-સર્વદા વારંવાર શ્રીરામનામનો જ જપ કર; એ સંપૂર્ણ સૌભાગ્ય અને સુખની ખાણ છે તથા વેદોનો નિચોડ છે – એમ સમજીને પૂર્ણ વિશ્વાસપૂર્વક સદા શ્રીરામનામ બોલ્યા કર. || 1 || કૌશલરાજ શ્રીરામચન્દ્રજીના શરીરની ક્રાંતિ એકદમ તાજા […]

સ્વપ્ન સરોવર – રમેશ ઠક્કર

[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતા શ્રી રમેશભાઈની કેટલીક કૃતિઓ તેમના પુસ્તક ‘પાનખરનાં પર્ણ’માંથી આપણે થોડા સમય અગાઉ માણી હતી. આજે માણીએ તેમના અન્ય પુસ્તક ‘સ્વપ્ન સરોવર’માંના કેટલાક સુંદર નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 98795 24643 પર સંપર્ક કરી શકો છો.] [1] દુષ્કર મન જ્યારે […]

જિંદગાની – ઈશ્વર સુથાર ‘શિલ્પી’

રોમે રોમ ફરતી જિંદગાની છે ! મોડી કે વહેલી એ જવાની છે ! દશ્યો પણ હકીકત છે અનુભવની એ હૃદય-ખરલમાં ઘૂંટવાની છે ! સમજણ પણ ટહુકે ડાળ પર બેસી છાયા એક દી’ તો છોડવાની છે ! પડદા આંખના ખોલો જવાનીના ચૂરેચૂર તો કાયા થવાની છે ! છે કામણ ભરેલાં રૂપ ને માયા એથી પર મજાને […]

હૃદયના સાદ – દિનેશ કાનાણી

બંધ ઘરમાં રોજ તારી યાદ લઈને જાઉં છું યાદ લઈને જાઉં છું, હું ચાંદ લઈને જાઉં છું. હું ખરેખર ભાગ્યશાળી થઈ ગયો છું એટલે જ્યાં જાઉં છું ત્યાં બધે વરસાદ લઈને જાઉં છું. એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું. સાવ ખાલી જાત લઈને ક્યાંય પણ જાતો […]

દીકરી શીખી ગઈ, હું શીખું છું – ઉદયન ઠક્કર

મને થયું લાવ દીકરીને શીખવું કુટુંબ એટલે શું અમારી વચ્ચે આવા સવાલ – જવાબ થયા: ‘તારું નામ શું ?’ ‘ઋચા ઠક્કર’ ‘બકી કોણ કરે ?’ ‘મમ્મી ઠક્કર’ ‘ઘોડો-ઘોડો કોણ કરે ?’ ‘પપ્પા ઠક્કર’ સાઈકલ પર કપડાંની ગઠરી લઈને કોઈ આવતું હતું ઋચાએ સાદ કર્યો, ‘ધોબી…. ઠક્કર !’ ચોખાના દાણાથી યે હાઉસફુલ થઈ જાય એવું પંખી […]

બેકારનું ગજવું – પ્રદીપ રાવલ

ઈશ્વર ડાળે ગુલાબ રાખે છે, માણસ ઘઉંનો હિસાબ રાખે છે. સંભાળ લે છે સદા મરણ એની જીવતર જેને ખરાબ રાખે છે. સુખ સાવ બેકાર શખ્સનું ગજવું, તું કઈ ચીજનો રુવાબ રાખે છે ! એનું બગડે નહિ, કશુંય, કૈં, કદી, જેને સમય લાજવાબ રાખે છે. અટકશે ક્યાં જઈ દંભ માનવીનો ? જે પોતાથી પણ નકાબ રાખે […]

વિશ્વના અમર હાસ્ય પ્રસંગો – પી. પ્રકાશ વેગડ

[ પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની રોજનીશી, આત્મકથન, સંસ્મરણ, ઈન્ટરવ્યૂ અને જીવનચરિત્ર જેવાં સાધનોમાંથી વિવિધ હાસ્યપ્રેરક તેમજ હળવા પ્રસંગોનું સંપાદન કરીને લેખકે આ પુસ્તકમાં સુંદર વાંચનસામગ્રી એકત્રિત કરી છે. આ ઉપરાંત સમાચારપત્રો અને સામાયિકોમાંથી પણ કેટલીક સામગ્રી ટૂંકાવીને અને વિદેશી ભાષાના ભાવાનુવાદ સ્વરૂપે લીધી છે. કેટલીક સામગ્રીનું પુનર્લેખન કર્યું છે, તો કેટલીકનું મૌલિક લેખન પણ. આ […]

ધર્મમ્ ચર… સત્યમ્ વદ… – જશવંત મહેતા

[ પ્રસ્તુત વાર્તા ‘વેદની પ્રેરક કથાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તકમાં વેદની કથાઓ ખૂબ સરળ ગુજરાતી ભાષામાં તેમજ સમજી શકાય તેવી શૈલીમાં લેખકે આલેખી છે. પુસ્તક વિશેની વધુ માહિતી લેખના અંતે આપવામાં આવી છે.] મધ્યાહ્નનો ધોમ ધખતો હતો. પંખીઓની ગગનની ઉડાઉડ શાંત થઈ ગઈ હતી. સૂર્યદેવતા સોળે કળાએ પૃથ્વીને તપાવી રહ્યા હતા. પંખીઓ વૃક્ષની […]

સોનાનું બેડલું-રૂપા ઈંઢોણી – અમૃતલાલ વેગડ

[1] કાળો કોટ : ધોળો કોટ ‘ઈશ્વર પાસે મારી સદાયે પ્રાર્થના રહી છે કે હે પ્રભુ તું મને બે જણથી બચાવજે. એક કાળા કોટથી ને એક ધોળા કોટથી.’ કરસનકાકાએ કહ્યું. ‘આ કાળા-ધોળાની વાતને જરા વિગતે કહો તો સમજ પડે.’ સૌ યુવકો વતી શરદે કહ્યું. ‘મેં સદાયે ઈચ્છયું છે કે, હે દેવ ! મને વકીલોથી બચાવજે. […]

એડમિશન – ગિરીશ ગણાત્રા

બપોરે રમણભાઈના ટેબલ પરની ફોનની ઘંટડી રણકી. રમણભાઈએ એ ફોન ઉપાડ્યો. એના અંગત મિત્ર વીરેન્દ્રભાઈનો ફોન હતો. થોડી ઔપચારિક વાતો કરી વીરેન્દ્રભાઈએ કહ્યું : ‘રમણભાઈ એક કામ પડ્યું છે.’ ‘બોલોને ભાઈ, સૌનાં કામ કરવા તો બેઠા છીએ.’ ‘તમારી બેન્કમાં જમુભાઈ ત્રિપાઠીનું ખાતું છે….’ ‘મને ખબર નથી.’ ‘અરે ! બૅન્કના મેનેજર થઈને તમારા ખાતેદારોની ખબર નથી […]

મૂળને મજબૂત કરીએ – જયવતી કાજી

[‘આજની ઘડી રળિયામણી’ પુસ્તકમાંથી સભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ‘The great obligation to our children is to prepare them to understand and to deal effectively with the world in which they will live and not with the world, we have known or the world we would prefer to have.’ – Grason […]

ચંદુ ઘડિયાળી – અનુ. રજનીકાન્ત રાવલ

[ મૂળ લેખક : બનફૂલ. આધુનિક બંગાળી સાહિત્યને કલાત્મક ટૂંકી વાર્તાઓથી સમુદ્ધ કરનાર લેખકોમાં એક નામ છે ‘બનફૂલ’. હૃદયંગમ ટૂંકી વાર્તાઓ ઉપરાંત કાવ્યો, નવલકથાઓ અને નાટકોના આ રચનાકારનું મૂળ નામ હતું બલાઈચંદ્ર મુખોપાધ્યાય. બિહારના પૂર્ણિયા જિલ્લાના મનિહારી ગામમાં જન્મેલા બનફૂલ વ્યવસાયે તબીબ હતા અને ભાગલપુરમાં પ્રેક્ટિસ કરતા હતા. 1927માં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. થયેલા બનફૂલ મૂળ […]

શીતલનું અપ્રતિમ સાહસ – મનહર ડી. શાહ

[‘નવનીત સમર્પણ’ એપ્રિલ-2008માંથી સાભાર.] એક તરુણીના હૃદયની ભીતરમાં એક સંકલ્પ જાગે છે કે દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું કંઈક કરી બતાવવું. હાડ ગાળી નાખે તેવી જીવલેણ ટાઢ અને અતિ વસમા વાવાઝોડાનો સામનો કરી તેણે પોતાના દઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિના જોરે ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર 2400 અને 12,000 ફૂટની ઊંચાઈથી ‘સ્ટેટિક’ અને ‘એક્સલરેટેડ […]

ગુજરાતના પ્રાચીન કુંડો – ભૂપેન્દ્ર મો. દવે

ગુજરાતમાં પ્રત્યેક ધાર્મિક સ્થળ પાસે કુંડ બનાવવાની સામાન્ય પરિપાટી હતી. આ કુંડમાં પાણી સુધી પહોંચી શકાય તે માટે ચારે બાજુ પગથિયાં મૂકવામાં આવતાં. આથી સ્નાનાદિથી પરવારી માણસ દેવદર્શન તેમજ પૂજા-અર્ચન કરી શકે. એવું પણ જણાયું છે કે પ્રત્યેક મોટા મંદિરની પાસે કુંડ બનાવવામાં આવતા. સત્તરમી સદી સુધી આ પ્રણાલિકા ચાલુ રહી. આવા કુંડને શિલ્પ ગ્રંથોમાં […]

છાત્રાલયના વિદ્યાર્થીઓની માનવસેવા – સંકલિત

[તા. 28 માર્ચ, 2008ના ‘ગુજરાત સમાચાર’ માંથી સાભાર.] શું તમે પોતાનું એક ટંકનું જમવાનું છોડીને દર્દીઓને સારવાર અને ભોજન જમાડો ખરા ? આ વાત જરાક કોઈને અલગ લાગશે. પરંતુ આ વાત સાચી છે. મૂળ કેસરા ખાતે આવેલા આદિજાતી કન્યા-કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દર મહિનાનાં બીજા અને ચોથા રવિવારે પોતાનું સવારનું ભોજન ટાળીને દર્દીઓને સારવાર માટે મેડીકલ […]

નિંદા – દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ’

[કટાક્ષિકા] ટીકા-નિંદા માણસની પ્રકૃતિનું અંગ છે. સંસ્કૃતના વિદ્વાનો કોઈ પણ ગ્રંથ હોય તો સટીક આવૃત્તિ જ શોધતા અને ત્યારે ટીકા એટલે સમજાવવું, સ્પષ્ટ કરવું, વિશદ કરવું, વિસ્તારવું અર્થાત ગમ ના પડતી હોય, ફાંફાં મારતો હોય એને ઉપયોગી થવું અને લેખ કરતાં પણ જેનું બુદ્ધિધન વધારે હોય તે જ ટીકા કરી શકે. પરંતુ ભાષાની વંશાવલિ બતાવનારા […]

શ્રી રમણવચનામૃત – સં. તરલા દેસાઈ

[ શ્રી રમણ મહર્ષિના ‘શ્રી રમણવચનામૃત’ પુસ્તકમાંથી સાભાર.] [1] મનની પ્રકૃતિ છે ભટકવાની. તમે મન નથી. એ ઉદ્દભવે છે – નષ્ટ થાય છે (અર્થાત) એ નશ્વર છે. જ્યારે તમે સનાતન છો, તમે આત્મા સિવાય બીજું કંઈ નથી એટલે મનની ચિંતા ન કરો. એનું મૂળ શોધો. એ આત્મા પર કશો પ્રભાવ પાડ્યા વગર જ અદશ્ય થઈ […]

ગઝલ જિંદગીની… – પરશુરામ ચૌહાણ

[ શિક્ષક તરીકે કૉચિંગ કલાસમાં ફરજ બજાવતા શ્રી પરશુરામભાઈની (વડોદરા) ગઝલો નવનીત સમર્પણ, કવિલોક, રંગતરંગ, ધબક તેમજ બુદ્ધિધન વગેરેમાં આ અગાઉ સ્થાન પામી ચૂકી છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 92287104476 અથવા chauhan.parshuram@gmail.com પર સંપર્ક કરી શકો છો.] [1] એમને…. એમને આ હાલ પર થોડી દયા આવે તો […]

હોય છે…. – મનોહર ત્રિવેદી

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે આગ જે ચાંપીને બેઠા હોય છે છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે સત્ય બાબત કોણ સાંભળશે તને ! સત્ય જે સ્થાપીને બેઠા હોય છે આપવા બીજું ન’તું કોઈ કને દુ:ખ પણ આપીને બેઠા હોય છે તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ […]

આવડ્યું – મહેન્દ્ર જોશી

દાદરો ચઢતાં ઊતરતાં આવડ્યું કોઈ બાળક જેમ રડતાં આવડ્યું એક-બે-ત્રણ એમ ગણતાં આવડ્યું તે વખત જાતાં વીસરતાં આવડ્યું ઘરને ખૂણે જઈ ખોવાતાં આવડ્યું ઝાડ પાછળથી જડતાં આવડ્યું ઉમ્ર પાછળનો અરીસો જોઈને એક ચહેરામાં મલકતાં આવડ્યું દુ:ખની દીવાલ જ્યાં ઊભી થઈ ફૂલ ત્યાં સુંદર ચીતરતાં આવડ્યું તું ભલો, તારી ચતુરાઈ ભલી એમ કહી પાછું ફરતાં આવડ્યું

ચોર – માનસી પરીખ

‘સૂરજનું અજવાળું હું ચોરી લઉં ? ચાંદની પૂનમની હું ચોરી લઉં ?’ એક નાનકડો વિદ્યાર્થી પોતાની કવિતા રજૂ કરી રહ્યો હતો. હું ધ્યાનથી સાંભળી રહી હતી. એ ચોરવાની વાત કાવ્યાત્મક રીતે કરે છે, ને મેં તો સાચે જ એને ચોર માની લીધો ? મને મારા વિચારો પર શરમિંદગીનો અહેસાસ થયો. અમારી શાળાનો સ્ટાફ આ અનાથાશ્રમની […]

લીમડી – બાલમુકુન્દ દવે

મારે આંગણિયે લીલુડી લીમડી; લચે લિંબોળીની લૂમ : લીમડી લૂમેઝૂમે રે. વાયા વૈશાખના વાયરા, એણે ધાવ્યાં ધરતીનાં દૂધ : લીમડી લૂમેઝૂમે રે. લીલીપીળી ઓઢી ઓઢણી, માંય ચાંદાસૂરજનાં ફૂલ : લીમડી લૂમેઝૂમે રે. ભલે ઊગે તું મારે આંગણે, તારાં શાં શાં મૂલવું મૂલ ? લીમડી લૂમેઝૂમે રે. કાળે ઉનાળે તું કોળતી, તારી ટાઢકભીની છાંય : લીમડી […]

નીરણ – દિનકર જોષી

[ ‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] સોમચંદ શેઠ એટલે પાકા-પહોંચેલા માણસ ! આંખે ઑપરેશન કરાવેલું એટલે ચૂંચી લાગે પણ જ્યારે જુએ ત્યારે આરપાર દેખાય ! ધંધાની એવી સૂઝ કે જે ધંધામાં પડે એમાં સડસડાટ સોંસરવા નીકળી જાય ! એટલે જ તેલિબીયાંના સટ્ટાથી માંડીને હીરાબજાર સુધીના ધંધા કરે ! આ ધંધા એટલે એક જ સરનામેથી થતો વહેવાર – […]

સંસ્કારની સમજણ – પાર્થ પુનાલાલ ગોલ

[સંપૂર્ણ સત્યઘટના પર આધારિત પ્રસ્તુત વાર્તા લખનાર શ્રી પાર્થ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કૉલેજના M.B.B.Sના બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓની આ પ્રથમ કૃતિ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો parthgol@yahoo.co.uk અથવા +91 9974298335 પર સંપર્ક કરી શકો છો. (વાર્તામાં પાત્રોનાં નામ કાલ્પનિક છે.)] થોડાક સમય પહેલાંની આ વાત. મારા […]

કામ નહીં ‘રામ’ જગાડવાની અવસ્થા – મીરા ભટ્ટ

[સાહિત્યક્ષેત્રે મીરાબેન ભટ્ટનું નામ ખૂબ જાણીતું છે. ‘સાગરપંખી’ તેમનું ખૂબ પ્રચલિત પુસ્તક છે. તેવું જ તેમનું બીજું પુસ્તક ‘જીવનસંધ્યાનું સ્વાગત’ છે. આ પુસ્તક વૃદ્ધાવસ્થાને આનંદનો અવસર બનાવવાની કૂંચી વાચકોને આપે છે. વૃદ્ધાવસ્થામાં માનવીને આંતરિકરીતે સમૃદ્ધ કરે તેવી બાબતોની તેમણે સુંદર રજૂઆત કરી છે. આ પુસ્તકમાંથી લેવાયેલો પ્રસ્તુત લેખ માનવીની આધુનિક જીવનશૈલીના નાજુક મુદ્દાને સ્પર્શે છે. […]

જીવડું – મધુસૂદન પારેખ

રાતે બાબાના કાનમાં જીવડું ભરાઈ ગયું. એણે કૂદાકૂદ કરવા માંડી…. પથારીમાં સૂતો હતો તે ઊભો થઈ થઈને ઊછળવા માંડ્યો. કમળાએ કાનમાં દવા નાખી, પણ બાબો ઉછાળા પર ઉછાળા મારવા માંડ્યો. અમારું આખું ઘર હલી ઊઠ્યું. હું ડૉક્ટરને બોલાવવા દોડ્યો. એ સામે જ રહેતા હતા. એટલામાં દવાની અસરથી ગભરાઈને જીવડું કાનમાંથી નીકળ્યું. બાબો થોડી વારમાં નિરાંતે […]

અવંતિકાબેન સાથે મુલાકાત – મૃગેશ શાહ

સાહિત્ય લખવું સહેલું છે પરંતુ જીવવું મુશ્કેલ છે. જે સાચા અર્થમાં સાહિત્યને જીવી જાય છે તે પરમ સ્વસ્થતા, શાંતિ અને સંતોષને પામે છે. તેવા સાહિત્યકારની વાચકોના મનમાં એક અલગ છબી અંકિત થાય છે. વાચકને તેમની કૃતિ વાંચતાં એવી અનુભૂતિ થાય છે કે જાણે આ તો મારી જ વાત છે ! ભાવકના હૃદયમાં આવા સાહિત્યકારો માતા-પિતા, […]

અનોખું વ્યકિત્વ – મહેબૂબ દેસાઈ

[‘નવનીત સમર્પણ’ – માર્ચ 2008માંથી સાભાર.] 1954ની સાલ હતી. ગાંધીજીની વિદાય છતાં ભારતની હવામાં હજુ ગાંધીવિચારો ધબકતા હતા. યુવાનોમાં ગાંઘીઘેલછા પ્રસરેલી હતી. એવા યુગમાં એક યુવાનની શાદીની શહેનાઈ ધામધૂમથી વગાડવાની તેની માતાની મનોકામના અધૂરી રહી ગઈ. નવ વર્ષની વયે યુવાનના પિતાનું અવસાન થયું હતું. માએ કષ્ટો વેઠીને પુત્રને ઉછેર્યો હતો. એટલે પુત્રના નિકાહ ધામધૂમથી કરવા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.