Archive for May, 2008

તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ

ગઢને હોંકારો તો કાંગરાય દેશે ….પણ ગઢમાં હોંકારો કોણ દેશે ? રાણાજી, તને ઊંબરે હોંકારો કોણ દેશે ? આઘે આઘેથી એને આવ્યાં છે, કહેણ, ….જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે હવે તારો મેવાડ મીરાં છોડશે…. આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ કિનખાબી […]

ચાંદરણાં – ફિલિપ કલાર્ક

ચાંદા કરતાં વહાલાં અમને ચાંદાનાં ચાંદરણાં; ધરતી પર પથરાતાં જાણે ચીતરેલાં પાથરણા. ડાળ હલે કે પાથરણાનાં પાન બધાં હલબલતાં, ડાળીએ ડાળીએ બેસી જાણે ચાંદરણાં ખરખરતાં. પાંદડીઓની જાળી મહીંથી ચળાઈચળાઈને પડતાં, વીણો તો વિણાય નહીં પણ ઝાડ નીચે એ જડતાં. ચાંદનીનો પાલવ પકડીને ધીમે પગલાં સરતાં, વૃક્ષો સાથે પ્રીત અનેરી ખોળે બેસી રમતાં. છાપરામાં બાકોરું શોધી […]

મારે કંઈક બનવું છે ! – જયશ્રી

[‘નવનીત સમર્પણ’ જૂન-2008 માંથી સાભાર.] અમારી ઉપરના ફલેટમાં એક નવું કુટુંબ રહેવા આવ્યું. નીરાબહેન, એમના પતિ સંજીવભાઈ તથા એમની આઠ વર્ષની દીકરી સાક્ષી. ઓળખાણ વધારવા અને પરિચય કેળવવા એમણે અમને (મારી બહેન અનુરાધા તથા મને) એક રવિવારની સાંજે ચા-નાસ્તાનું આમંત્રણ આપ્યું, જે અમે સ્વીકાર્યું. અમારી શુભેચ્છાઓ અને મંગલકામનાઓ વ્યકત કરવા અમે એક વાઝમાં ગુલાબનાં સુંદર […]

પીડ પરાઈ જાણે ! – પ્રીતિ શાહ

[‘નવચેતન’ સામાયિક માર્ચ-2004 માંથી સાભાર.] જીવનવિજેતા કોણ ? અપાર આપત્તિઓની આંધીની વચ્ચે પોતાના જીવનદીપકનું તેજ દઢ મનોબળથી જાળવી રાખે તે ? આવી વ્યક્તિઓ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી હોય છે અને પોતાના સત્વથી આફતોને હસતે મુખે સહન કરતી હોય છે. સમાજમાં તમને આવી વ્યક્તિઓ તો જોવા મળે પરંતુ એવી વ્યક્તિઓ વિરલ છે કે જે સ્વયં જીવનસંઘર્ષ ખેડતાં […]

હળવાશની પળોમાં – નારાયણ દેસાઈ

[ ‘ગાંધી-સાહિત્ય’ વાંચનનો જેને શોખ હોય અને તેના સંગ્રહમાં જો ‘મારું જીવન એ જ મારી વાણી’ પુસ્તક ન હોય તો કદાચ તે વ્યક્તિનું વાંચન અઘૂરું ગણાય – એટલા સુંદર અને લોકપ્રિય પુસ્તકમાંના તૃતિયખંડમાંથી આ લેખ (સંક્ષિપ્તમાં) સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક ચાર ખંડમાં વહેંચાયેલું છે. ઉત્તરરામચરિત માનસની જેમ ગાંધીજીના સ્વતંત્રતા પહેલાંના તેમજ સ્વતંત્રતા પછીના અનેક […]

પાનખરની કૂંપળ – વસુધા ઈનામદાર

[પ્રસ્તુત વાર્તા ‘અનુજા’ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લેખિકા વસુધાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.] નિત્ય નિયમ પ્રમાણે આજે પણ લતાબહેન સૂર્યોદય પહેલાં ઊઠી ગયાં. સ્નાનવિધિથી પરવારીને વાડામાં ઉગાડેલાં ફૂલો ચૂંટવા લાગ્યાં. અચાનક એમને ચક્કર આવતાં હોય એમ લાગ્યું. તેઓ બાજુમાં મૂકેલા બાંકડા ઉપર બેસી ગયાં. થોડાક દિવસથી એમને માથામાં દુ:ખાવો […]

વાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ

વાતચીતની કલા ? વાતચીતમાં કલા શી ? એમાં તે કલા હોઈ શકે ખરી ? બે માણસ, ચાર માણસ, છ માણસ ભેગાં બેસી કામકાજ અંગે અથવા નવરાશનો સમય વિતાવવા અરસપરસ બોલે તે વાતચીત ! એમાં વળી કલા કેવી ? સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય – પ્રથમ દર્શને પરંતુ માનવી માનવી હોય. માનવીએ માનવી રહેવું હોય […]

પ્રતિનિધિ લઘુકથાઓ – સં. મોહનલાલ પટેલ

[શ્રી મોહનલાલ પટેલ દ્વારા સંપાદિત પુસ્તક ‘ગુજરાતી પ્રતિનિધિ લઘુકથાઓ’ માંથી કેટલીક કથાઓ અહીં સાભાર લેવામાં આવી છે. જે તે વાર્તા સાથે સંપાદકીય નોંધ પુસ્તક અનુસાર મૂકવામાં આવી છે. 1985માં પ્રકાશિત થયેલું પુસ્તક હાલ અપ્રાપ્ય છે.] [1] યુધિષ્ઠિર – વિનોદ ભટ્ટ નામ તેનું યુધિષ્ઠિર હતું. સરકારી અધિકારીના ઊંચા પદ પર હોવા છતાં ક્યારેય લાંચ લે નહીં. […]

શૈશવના એ દિવસો ! – જયન્ત પાઠક

ગોઠ ગામ નાનું ને બ્રાહ્મણોનાં બીજાં ઘરમાં બાળકોની વસતિ નહિ એટલે ઘણું ખરું અમે ભાઈ-બહેનો જ સાથે રમીએ. ગિરજાશંકર પંડ્યાની એક પૌત્રી મા વિનાની. તે પંડ્યાકાકાને ઘેર જ રહે, નામ ઘનુ. મારી બહેન પુષ્પાની એ એકની એક બહેનપણી. કોળીનાં છોકરાં ખરાં, પણ અમે રહ્યા બ્રાહ્મણ, એટલે એમનાથી આઘા રહીએ. મોટેરાંની સલાહ-ધમકી કે, એ નીચ જાત […]

સુખી ઘડપણ – મથુરદાસ શાહ

માબાપ ઘરડાં થાય ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે સંયુક્ત કુટુંબ તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત વ્યક્તિ માટે એક અગત્યનું સાધન ગણાતું હતું. પરંતુ જેમ જેમ પશ્ચિમનું અનુકરણ કરતા ગયા, ઔદ્યોગીકરણ વધતું ગયું, ગામડાં તૂટતાં ગયાં તેમ તેમ સંયુક્ત કુટુંબ પાછળની ઉદાત્ત અને સુંદર ભાવના લુપ્ત થવા માંડી. શહેરોમાં સામાન્ય મધ્યમવર્ગ […]

મોડા ઊઠવા વિશે – રતિલાલ બોરીસાગર

શિયાળાના રવિવારની એક સવારે પોણા આઠ વાગ્યે હું બ્રશ કરતો હતો ત્યાં જેમણે ગઈકાલથી આવવાની ધમકી આપી રાખી હતી તેવા એક સ્વજન પધાર્યા. પોણા આઠ વાગ્યે મને બ્રશ કરતો જોઈ એમને તીવ્ર આઘાત લાગ્યો હોય એમ એમણે પૂછ્યું : ‘અરે ! તમે હજુ હમણાં ઊઠ્યા ?’ ‘હા, તમે આવવાના હતા એટલે આજે એક કલાક વહેલો […]

એક વી.સી.આરની આત્મકથા – મૃગેશ શાહ

[ વાચકમિત્રો, આપણે નાના હતાં ત્યારે શાળામાં ‘એક ઘંટની આત્મકથા’, ‘જૂની છત્રીની આત્મકથા’, ‘તૂટેલી ખુરશીની આત્મકથા’ જેવા નિબંધો અભ્યાસક્રમમાં આવતા. પરંતુ વર્તમાન સમયમાં જો તેના નવા સ્વરૂપ વિશે વિચાર કરવામાં આવે તો આપણી આસપાસ જૂના થતાં ઉપકરણો વિશે ઘણું લખી શકાય તેમ છે. તો આજે પ્રસ્તુત છે ‘એક વી.સી.આર (VCR – Video Cassette Recorder) ની […]

સત્યનો માર્ગ – મોહનદાસ ગાંધી

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમકે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે; પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાનો અર્થ જે […]

એક મીઠું પ્રકરણ – સુન્દરમ્

મુંબઈની ફેલોશિપ સ્કૂલ ! એ મારું મુંબઈનું પહેલું જ દર્શન હતું, 1931માં. સત્યાગ્રહની લડતમાં ગામડાઓમાં આથડ્યા ભટક્યા પછી એકદમ મુંબઈની આ ફેશનેબલ સ્કૂલમાં મારે આવવાનું થયું. ગામડાંના રસ્તાઓની પગે ચોંટેલી ધૂળ તો હજી સાફ થઈ ન હતી, અને નેતરની પૉલિશવાળી ખુરશીમાં બેસી પાઠ ભણાવવાનું, ગામડાંનાં કાળાં મેલાં છોકરાંઓને બદલે રંગબેરંગી પતંગિયાં જેવા બાળકોને મારે શિક્ષણ […]

વાત્સલ્યનો ઓઘ – ડૉ. પલ્લવી ભટ્ટ

[થોડા સમય અગાઉ ડૉ. પલ્લવીબેન(પેટલાદ, ગુજરાત)ના ‘મમ-વિશ્વ’ પુસ્તકમાંથી કેટલીક કૃતિઓ આપણે માણી હતી. આજે આપણે તેમના અન્ય પુસ્તક ‘વાત્સલ્યનો ઓઘ’ માંની એક રચના માણીશું. તેમની આ પ્રસ્તુત વાર્તા જુદી જુદી આઠ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 […]

બે ગઝલો – શ્રીરામ સુરેન્દ્ર

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા માટે શ્રીરામભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shrimailing@gmail.com સંપર્ક કરી શકો છો.] [1] ખૂબસૂરત હોય છે બેફિકર જિંદગી, ઉદયથી અસ્તલગ છે સફર જિંદગી. લક્ષ્યનો વેધ જો ના થયો તોય શું ? જીવશું માછલીની વગર જિંદગી. શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે, મારે મન આપની એ નજર […]

ઘડિયાળ – જ્યોતીન્દ્ર દવે

‘કેટલા વાગ્યા, ખબર છે ?’ ‘દોઢ થઈ ગયો.’ ‘હવે સૂઈ જાઓ. પછી કાલે ઉઠાશે નહિ.’ ‘પણ હજી ઊંઘ આવતી નથી અને છ જ પાનાં બાકી છે.’ ‘તે કંઈ નહિ, પણ હવે સૂઈ જાઓ. દોઢ થઈ ગયો !’ **** ‘હવે ઊઠવું છે કે નહિ ?’ ‘હજી ઊઠવાનું મન થતું નથી.’ ‘પણ નવ થવા આવ્યા. પછી ઑફિસ […]

દરિયાકિનારે – વાડીલાલ ડગલી

કોઈ ડુંગરા અને પર્વતો વચ્ચે ઊછર્યું હોય તો તે પોતાને ગર્વપૂર્વક ‘ડુંગરનો બાળક’ કહે છે. હું આવો ગર્વ લઈ શકું તેમ નથી. મારો ઉછેર, મોટા ભાગનો અભ્યાસ અને પછી સંસાર દરિયાને કાંઠે વ્યતીત થયો છે. ગગનચુંબી ઊંચાં મકાનોને પણ વામણાં દેખાડે એવાં ગાંડાં મોજાં ઉછાળતા વેરાવળના દરિયાની સંગતમાં હું ઊછર્યો. મુંબઈના ટાપુ પર અને બર્કલી-સાનફ્રાન્સિસ્કોના […]

ગરીબ છોકરી અને શિયાળાની રાત – ડૉ. આઈ. કે. વીજળી વાળા

[વાચકો માટે આનંદના સમાચાર એ છે કે લેખકશ્રીના તમામ પુસ્તકો હવેથી આપ ઓનલાઈન ઑર્ડર કરીને તેમની પાસેથી વિશ્વમાં ગમે ત્યાં સીધા જ મંગાવી શકો છો. વધુ માહિતી માટે આપ તેમની આ સાઈટ http://gujaratibestseller.com ની મુલાકાત લઈ શકો છો.] પરદેશની વાત છે. શિયાળાની રાત હતી. એ વરસની સૌથી વધારે ઠંડી કદાચ એ દિવસે પડી હતી. ચારે […]

પીછું – પાર્થ પુનાલાલ ગોલ

[જામનગરની એમ.પી. શાહ મેડીકલ કૉલેજના M.B.B.Sના બીજા વર્ષના વિદ્યાર્થી શ્રી પાર્થભાઈની એક વાર્તા આપણે મહિના અગાઉ માણી હતી. આજે માણીએ તેમની અન્ય એક કૃતિ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો golparth@yahoo.co.in પર અથવા +91 9974298335 પર સંપર્ક કરી શકો છો.] આજે મને કંટાળો આવે છે. કદાચ ઘણો બધો કંટાળો. મન […]

વાચન શિબિરની મુલાકાતે – મૃગેશ શાહ

સાહિત્યના ક્ષેત્રમાં આપણે ત્યાં અનેક અવનવા કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. વ્યક્તિગત રીતે મને ‘ઉદ્દઘાટનો’ તેમજ ‘વિમોચનો’ કરતાં વાચનને વેગ મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું વધારે ગમે છે. તેમાંય વળી નાનકડાં ભૂલકાંઓને વાંચતા કરવાના હોય તો તેનાથી વધુ રૂડું શું ? ગાંધીનગર સ્થિત કેટલાક યુવાનો દ્વારા ‘બાળ વાચન શિબિર’નું આયોજન તા. 16-17-18 મે, 2008ના […]

શિમલાની આસપાસ – હેતલ દવે

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] કુદરતી સૌંદર્યથી છલકાતા શિમલાની આસપાસ તેના જેટલા જ સુંદર અને જોવાલાયક સ્થળો આવેલા છે. તો આજે માણીએ ‘બહારી શિમલા’ના વિવિધ જોવાલાયક સ્થળો. કસૌલી : તમે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા…’ ગીતવાળું ચલચિત્ર ‘1942 ધ લવ સ્ટોરી’ જોયું છે ? તેમાં દર્શાવેલ અત્યંત સુંદર કુદરતી દશ્યોને થિયેટરના પડદા પર જોવાને બદલે […]

ઓસ્ટ્રેલિયાનું વિદ્યાર્થીજગત – પિનલ દેસાઈ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી પિનલબેનનો (પેરામટ્ટા, સીડની) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pinal1425@gmail.com સંપર્ક કરી શકો છો.] સમયના દરેક દસકાઓમાં માણસના મનમાં કોઈક વિશેષ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની અદમ્ય ઈચ્છા જન્મતી હોય છે. બીજા કરતાં પોતાની પાસે કંઈક વધારે છે એવું તેણે દુનિયાને બતાવી દેવું હોય છે. અગાઉના સમયમાં આ ઈચ્છા […]

શિક્ષકોનું બહારવટું – શાહબુદ્દીન રાઠોડ

[‘મારે ક્યાં લખવું હતું ?’ પુસ્તકમાંથી સાભાર.] એક વાર શિક્ષક-મિત્રો સૌ ચર્ચાએ ચડ્યા. સર્વશ્રી શાહ, શુક્લ અને સાકરિયા, દોશી, દક્ષિણી અને દવે-જોષી, જાની અને મુલતાની – રાઠોડ, રાણા, ચૌહાણ અને પઠાણ તેમ જ અન્ય શિક્ષક-મિત્રો, જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો સૌ એવા ચર્ચાએ ચઢ્યા કે બપોરના ભોજન માટે વારંવાર વિનંતી કરવા છતાં કોઈ મંચ છોડતા નહોતા. દોશીસાહેબે […]

સંચિત સોનેરી ક્ષણો – વર્ષા અડાલજા

‘મા, મારું લંચ ?… તરુણ, ઊઠ જલદી. કૉલેજનું મોડું થાય છે. તરુણિયા ઊઠે છે કે નહીં ! હે ભગવાન ! એટલું મોડું થાય છે.’ ‘તો પછી સિધાવો. તું જ મોડું કરાવે છે દીદી. બિચ્ચારા ભગવાન પર શું કામ ચિડાય છે !’ રાણીએ સૂતાં સૂતાં છાપું વાંચતાં કહ્યું. મા ચિડાઈ : ‘તું સૂતી સૂતી શું ઉપદેશ […]

અમારી અવિસ્મરણીય મુલાકાત – નીલમ દોશી

[કટાક્ષિકા – આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે નીલમબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] માણસ ઘરથી થાકે, કંટાળે ત્યારે બહાર ફરવા કે કોઇ પ્રવાસે જાય અને ફરીને થાકે એટલે થોડા દિવસમાં કંટાળી ધરતીનો છેડો ઘર…….હાશ ! કરીને ઘેર આવે. જો કે એમાં આપણા કોઇનો દોષ નથી જ. […]

ખાસ કાંઈ ફેર નથી ! – અજ્ઞાત

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-1 માંથી સાભાર.] ‘આવો માસ્તર.’ ‘હા, કલ્પનાબેન. અમારાં અરુણાબેન ક્યાં છે ?’ ‘બહાર શેરીમાં રમતા હશે. જુઓને, એમને ક્યાં પગ વાળીને બેસવું છે ? આખો દિવસ દોડાદોડી ને ઘરમાં તો ધમાચકડી મચાવે છે. કોણ જાણે બાલમંદિરમાં તો શું યે કરતાં હશે !’ ‘બાલમંદિરે આવીને તો રમે છે ને મજા કરે છે; ત્યાંનાં […]

કહો, તમે જુવાન છો ? – ભગવાનદીન

તો પછી હાથ પર હાથ ચડાવી બેઠા કેમ છો ? શું કાંઈ કામ મળતું નથી ? અરે, કામની ક્યાં કમી છે ? પાંચ માઈલ દોડી નાખો જોઈએ ! કોદાળી ઉઠાવો ને ધરતી ખોદી નાખો. કુહાડી ઉઠાવો ને સાંજ સુધીમાં પાંચ મણ લાકડાં કાપી લાવો ! એ ન કરી શકો તો ઘેર ઘેર ફરીને બીમારોને જુઓ, […]

પાનબાઈ – ડૉ. ઉષા જોશી

[‘પ્રાચીન નારીરત્નો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] માનબાઈ અને પાનબાઈ બે સગી બહેનો. માનબાઈ રૂપ રૂપનો અંબાર. રજપૂત કોમની. માનબાઈના સૌંદર્યને કારણે તેનું સામેથી માગું આવેલું એટલે વહેલું થઈ ગયેલું. પાનબાઈનું હજી શોધવાનું બાકી હતું. પિતાની ઈચ્છા બંને બહેનોનાં લગ્ન સાથે થઈ જાય તેવી ખરી. ખર્ચની દષ્ટિએ પણ પહોંચી વળાય. […]

લુચ્ચાઈની હાર – કાલિદાસ પટેલ

[બાળવાર્તા – ‘ફૂલવાડી’ સાપ્તાહિકમાંથી સાભાર. બાળકોનું પ્રિય ‘ફૂલવાડી’ સામાયિક હવે વિદેશમાં પણ ઉપલબ્ધ છે. દેશમાં વાર્ષિક લવાજમ રૂ. 170. અને વિદેશમાં (એરમેઈલ) : રૂ. 900. લવાજમ ભરવાનું સ્થળ : એલાઈડ પબ્લીકેશન, જયહિન્દ પ્રેસ બિલ્ડિંગ, આશ્રમ રોડ, અમદાવાદ-380009. ફોન : +91 79 26587053.] સુંદરવનનો વતની કમુ કાગડો કમાલનો કાબેલ. ક્યાંકથીય સમાચાર લાવ્યો કે, બાજુના ગામ રામપુરમાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.