Archive for June, 2008

ચાલો રિપેરિંગ કરીએ – પ્રદ્યુમ્ન આચાર્ય

[‘નવનીત સમર્પણ’ – જુલાઈ 2008 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર.] સામાન્ય રીતે એવું મનાય છે કે મૌલિક પ્રતિભાશાળી વ્યક્તિઓ શોધખોળ કરે છે, જ્યારે સરેરાશ સામાન્ય બુદ્ધિઆંક ધરાવનારને રિપેરિંગ કરવું વધારે માફક આવે છે. પરંતુ મને આ લાગુ પડતું નથી. હું તો એમ સિદ્ધ કરવા માગું છું કે રિપેરિંગમાં પણ મૌલિકતા, કલ્પનાશીલતા હોઈ શકે. એક વખત અમારો […]

ઉત્તરાર્ધ – રાજેશ અંતાણી

[‘જલારામદીપ’ સામાયિક – 300મા વિશેષાંકમાંથી સાભાર.] ઈલેક્ટ્રિસીટી ટાવર પાસેથી રિક્ષા વળી. કાચા ઉબડખાબડ રસ્તા પરથી કૂદતી રિક્ષા પાછી સડક પર આવીને સોસાયટીમાં વળાંક લીધો. રિક્ષા ફંટાતી નાની શેરીના ખૂણા પર આવેલી પાનની કૅબિન પાસે ઊભી. રિક્ષામાંથી ઊતરીને, પૈસા ચૂકવીને એ પાનવાળા પાસે ગયા. ખીસામાંથી કાગળ કાઢીને પાનવાળા સામે વાંચ્યું. એ કોઈકનું સરનામું પૂછતા હોય એવું […]

સંબંધ (લઘુકથા) – અશ્વિન મ. વસાવડા

મધુર અને માધવી વર્ષો પછી મળ્યાં. બંને પડોશમાં રહેતાં હતાં તેથી મળતાંની સાથે જ પોતાનું બાળપણ યાદ કરી વાતોએ વળગ્યાં. ‘આપણે સાથે રમતાં, ઝઘડતાં. તું કેરમની કાંકરી અમારું ધ્યાન ન પડે તેમ ઉપાડી લઈ અંચઈ કરતો. ગોકુળઅષ્ટમીના દિવસોમાં આપણે અનુકાકાની ડેલીમાં કોડીથી તીનપત્તી રમતાં, આપણે બે ભાગ રાખતાં….’ ‘હા માધવી, એ ‘ગોલ્ડનડેઈઝ’ હતા. વીક એન્ડમાં […]

ફૂલદાની – સંકલિત

[1] અભાવ : એક કસોટી પથ્થર – મોહમ્મદ માંકડ કોઈએ એવી ટકોર કરી છે કે, સૌથી કાતિલ ઝેર માતાના ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. ટકોર સગા ભાઈઓના સંદર્ભમાં છે. સગાં ભાઈ-બહેનો વચ્ચે જે જાતના ઝઘડાઓ જોવા મળે છે એવા ઊતરતી કક્ષાના ઝઘડાઓ અજાણ્યાઓ વચ્ચે પણ જોવા મળતા નથી. એક હાથ જમીન માટે કે એકાદ દીવાલ કે […]

સાસુઓની આચારસંહિતા – વિક્રમ દલાલ

સાસુ-વહુના ઝઘડા દરેક કાળે અને દરેક દેશમાં થતા આવ્યા છે. કુટુંબમાં કલેશ ઉત્પન્ન કરતા આ સંબંધો વિભક્ત કુટુંબોમાં પ્રમાણમાં સુધર્યા છે, પરંતુ અવિભક્ત કુટુંબોમાં ખાસ સુધારો જણાતો નથી. સાસુઓની મંડળીઓમાં ‘વહુ’ અને વહુઓની મિટીંગમાં ‘સાસુ’ એ વાતનો મુખ્ય વિષય હોય છે. આ પ્રશ્નમાં જરા ઊંડા ઊતરીને જોવાની જરૂર છે. દીકરી નાની હોય ત્યારે ‘સાસરે જઈશ […]

નવસર્જકોનું સર્જન – સંકલિત

[1] સુવર્ણ હરણ – બીમલ દેસાઈ ‘નારાજ’ [ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામના શ્રી બીમલભાઈ હાલમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. રસરૂચિથી ભિન્ન વાતાવરણમાં પણ તેઓ સર્જનનો શોખ કેળવી શકયા છે અને તેના ભાગરૂપે પ્રસ્તુત ગઝલ રીડગુજરાતીને મોકલવા માટે બીમલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : naraj2004n@yahoo.com ] તારું નામ […]

ગૃહલક્ષ્મી – દિલીપ ઓઝા

દિનકરનાં લગ્ન થયાંને ચાર દિવસ થઈ ગયા હતા. મહેમાનોએ વિદાય લીધી હતી. ઘરમાં માત્ર કુટુંબનાં સભ્યો જ હવે હતા. તેથી ચંદુલાલે સમસ્ત કુટુંબનો સિનેમાનો પ્રોગ્રામ રાખ્યો હતો. દિનકરને બહારથી આવતાં થોડું મોડું થયું હતું. તેથી બે રિક્ષા કરીને બધાં સમયસર પહોંચી ગયાં. દિનકરની પત્ની રશ્મિ ખુશખુશાલ હતી. તેને લાગ્યું કે જો સસરા જ હરવાફરવાના અને […]

કુટુંબમાં પરિવર્તન – ધીરુબહેન પટેલ

[તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘જન્મભૂમિ – અમૃત મહોત્સવ વિશેષાંક : 2008’ માંથી સાભાર.] છેલ્લાં પંચોતેર વર્ષમાં આપણાં જીવનમૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું છે તેની સ્પષ્ટ અને તીવ્ર અસર આપણી કુટુંબવ્યવસ્થા પર દેખાય છે. આપણા પારસી બંધુઓની કહેવત પ્રમાણે ‘જુન્નું તે સુન્નું’ એવું ન માનીએ તોપણ ‘પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ’ એ શ્લોકમાં હૃદયપૂર્વક સૂર પુરાવી શકાય એવુંય લાગતું […]

ચમારને બોલે – ઝવેરચંદ મેઘાણી

[‘સૌરાષ્ટ્રની રસધાર’ માંથી ચૂંટેલી કથાઓમાંથી તૈયાર થયેલા પુસ્તક ‘રસધારની વાર્તાઓ’ માંથી સાભાર.] વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે. […]

શિક્ષણની સ્વસ્થ વિભાવના – વિનોબા ભાવે

[‘શિક્ષણ-વિચાર’ નામના પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] આજનું આ શિક્ષણ હરગિજ ન ખપે આજકાલ એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ તદ્દન ઉદ્ધત ને ઉદ્દંડ બની ગયા છે, એમનામાં શિસ્ત જેવું કાંઈ રહ્યું નથી. હવે, એ વાત સાચી કે વિદ્યાર્થીઓમાં આજે અસંતોષ ઘણો વધી ગયો છે અને તે અવારનવાર જુદી જુદી […]

વાવાઝોડું – યશવંત કડીકર

[‘કિશોર હાસ્યકથાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત બાળવાર્તા સાભાર.] એક ગામમાં એક ડોશી રહેતી હતી. એમને એક દીકરો હતો. એક દિવસ એમનો દીકરો ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં ગયો. ત્યારે આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં. જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને વા-વંટોળ ઉમટ્યો. ડોશીએ આ જોયું તો એણે છોકરાંને બૂમ પાડતાં કહ્યું : ‘મોટું વાવાઝોડું આવી રહ્યું છે. ઘેટાં-બકરાં લઈને ઘેર પાછો […]

આ જિંદગી ભૂલપ્રધાન – રતિલાલ બોરીસાગર

જીવન શું છે, શા માટે છે એ અંગે પ્રાચીન ઋષિમુનિઓથી માંડીને આજ સુધીના અનેક તત્વચિંતકોએ જાતજાતનું ચિંતન કર્યું છે. ચિંતનના અનેક ગ્રંથો લખાયા છે. આ બધું વાંચવાને કારણે મારા એક સ્નેહી હસવાનું ભૂલી ગયા છે. ગંભીર વાચનને પરિણામે અમારા બીજા એક સ્નેહીના કેટલાક વાળ વહેલા જતા રહ્યા છે ને જે રહ્યા છે તેનો કાળો રંગ […]

નવો રસ્તો – પ્રમિલા નાનિવડેકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] એ સાચે જ સ્વાતિ હતી. બે-ત્રણ વાર મેં બરાબર ધ્યાનથી જોયું. ખરું જોતાં ‘ઈન્ડિયન કૉફી હાઉસ’ માં જઈને એને બરાબર ખબર પાડવાનો મારો વિચાર હતો. પણ સુનીલે કહ્યું : ‘ના, ના, જવા દે… આપણે વિચાર કરીને રસ્તો શોધી કાઢીશું. હજુ બહુ મોડું થયું નથી.’ સુનીલ સ્વાતિ કરતાં બે વર્ષ મોટો છે. પણ […]

આસ્થા – હરિભાઉ મહાજન

‘અલ્યા, આ પંખા શું કરવા ચાલુ રાખ્યા છે ?’ ‘ગરમી કેટલી લાગે છે, તે તો જુઓ. રહેવાતું નથી પંખા વગર.’ ‘એમ તે કેટલી ગરમી છે ? આ તે કંઈ વધારે કહેવાય ? તમે તો જાણે પારો બાવને પહોંચી ગયો હોય એમ કરો છો. જરા સહન કરતાં શીખો. લાઈટનું મોટું બિલ નહિ ભરાય ને કપાઈ જશે […]

પિતાજીનું શ્રાદ્ધ – નરસિંહ આખ્યાન

[ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત ‘ભક્ત નરસિંહ મહેતા’ માંથી સાભાર.] પુત્ર વિયોગને લગભગ છ માસ પસાર થયા બાદ શ્રાદ્ધના દિવસો આવ્યા. સામાન્ય રીતે ગુજરાત-કાઠિયાવાડનાં બધાં લોકો ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં પોતપોતાના પિતૃઓને નિમિત્તે પિંડદાન કરી શ્રાદ્ધવિધિ કરે છે. અને તે દિવસે બ્રાહ્મણોને તેમ જ સગા-સંબંધીઓને ભોજન કરાવે છે. નરસિંહ મહેતાના પિતાજીની શ્રાદ્ધ તિથિ સાતમી હતી. મોટાભાઈ બંસીધરે […]

આમ બેસાય, બેટા ! – નાનાભાઈ હ. જેબલિયા

‘મારે એવા માણસો ધર્મશાળામાં ન જોઈએ.’ સોનેરી ફ્રેમનાં ચશ્માંની ડાબી ડાંડલી તર્જની વડે આઘીપાછી કરીને શાંતિલાલ દેસાઈએ તાપીબાઈ ધર્મશાળાના મહેતાજીને કહી દીધું : ‘એને છૂટો કરીને મને ખબર આપો.’ ‘અરે, પણ બાપા !’ મહેતાજી વનરાવનદાસે વલોપાત, કકળાટ, આજીજી બધુંય પોતાના ગળામાં ભરીને આ ભાગ્યશાળી લાગતા ખોળિયાને મનાવવા માટે મરણિયો પ્રયાસ કરવાની કોશિશ કરી, પણ શું […]

નાનાવિધ ચટપટા ચાટ – મીના મહેતા

[‘ગુજરાત સમાચાર’ શતદલપૂર્તિ-માંથી સાભાર.] [1] મગની દાળની પકોડી ચાટ સામગ્રી : મગની દાળ 1 વાટકી, ઠંડુ દહીં 2 વાટકી, સંચળ પા ચમચી, આદુમરચાં 2 ચમચી, ગળી ચટણી 1 વાટકી, મરચું 2 ચમચી, લીમડો 1 ડાળખી, મીઠું-તેલ પ્રમાણસર, દાડમના દાણા 1 ચમચો, કોથમીર 1 વાટકી, જીરૂ પાવડર 2 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ખાંડ 1 ચમચી. […]

તમને કેટલાં છોકરાં ? – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] જાણે ફક્ત ચાલતી ગાડીની જ ટિકિટ હોય તેમ ગાડી થોભતાં જ સ્ટેશને-સ્ટેશને ઊતરતા અને ગાડી ચાલુ થતાં ફરી ચઢવાની આદતવાળા જે પુરુષો હોય છે એમાંનો આ મનોહર પણ હતો. આ સ્ટેશન મોટું હતું. સામેની સીટ ખાલી થતાં એક બાઈ આવીને બેઠી. સુધા એનું નિરીક્ષણ કરી રહી હતી, ત્યાં પ્લેટફોર્મ પરથી મનોહરે […]

જીવનપ્રેરક સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [1] સબસે ઊંચી પ્રેમ સગાઈ – મોહનલાલ માંકડિયા (અમેરિકા) આજે સંકુચિતતા તથા સ્વાર્થને લીધે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે પણ અનુભવે એમ લાગે છે કે ક્યાંકને ક્યાંક હજુ કરુણાનો દીપક જલે છે. હું ઓરિસ્સા-સંબલપુરમાં 33 વરસ રહ્યો છું. ગામડે ગામડે નાના માણસોથી લઈને મિનિસ્ટર લેવલના માણસોના સંપર્કમાં આવ્યો. […]

તડ ને ફડ – વર્ષાબેન જોષી

[‘અખંડ આનંદ’ મે-2008 માંથી સાભાર.] ‘એય, સાંભળો તો….’ મનજી સવારમાં ઘર બહાર પગ મૂકતો હતો. ત્યાં જ તેની પત્ની શારદાએ ધીરેથી ટહુકો કર્યો. મનજી આગળ જતો અટકી ગયો. શારદાને ટીકી ટીકીને જોવા લાગ્યો. મનમાં બબડ્યો પણ ખરો. ‘મને ખબર છે… તારે શું કામ છે.’ સાડીના છેડા નીચેથી પરબીડિયું કાઢીને શારદા બોલી : ‘આને ટપાલ પેટીમાં […]

લોપામુદ્રાનો ગૃહસ્થાશ્રમ – બાલકૃષ્ણ વૈદ્ય

[‘જનકલ્યાણ’ સામાયિક-એપ્રિલ-2001 માંથી સાભાર.] ‘મહારાજ, આપ આટલા બધા ઉદાસ કેમ રહો છો ? દિવસે પણ કોઈ કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. રાત્રે નિદ્રા પણ કરતા નથી. રાત આખી પડખાં ફેરવ્યા કરો છો. નથી ખાતા, નથી પીતા. લોકો સાથે પણ હળતામળતા નથી. શું થયું છે આપને ?’ મહારાણીએ વિદર્ભરાજને પૂછ્યું. રાજા મહારાણી સામે શૂન્ય આંખે જોઈ […]

સાચો નાગરિક ધર્મ – ડૉ. અબ્દુલ કલામ

[ રાષ્ટ્રપતિ બનતા પહેલાનું માનનીય ડૉ. કલામ સાહેબનું આ વક્તવ્ય શ્રી વનરાજભાઈ પટેલને એટલું સ્પર્શી ગયું કે તેમણે તેનો ગુજરાતી અનુવાદ કરીને જનજાગૃતિ માટે 1,00,000 કરતાં પણ વધુ નકલો પ્રકાશિત કરીને વહેંચી. ત્યારબાદ પ્રસ્તુત વક્તવ્ય લોકચાહના મેળવીને અખબારોમાં પણ સ્થાન પામ્યું. રીડગુજરાતીને આ પુસ્તિકા ભેટ આપવા બદલ શ્રી વનરાજભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. પુસ્તિકાની નકલ […]

પરાયું તો કેવળ આપણું મન ! – ચન્દા રાવલ

ચારે ભાઈઓમાં નરેન બે પૈસે સુખી. તેમાં વળી અનાયાસે સાસરું સારું પૈસાદાર મળી ગયું. એટલે સમૃદ્ધિમાં ઊછરેલી જયાએ નરેન્દ્રના ઘરની કાયાપલટ કરી નાખી. રહેવાના ઠાઠમાઠ સાથે સાથે સંસ્કારોની સૌરભ પણ ખૂબ હતી. એટલે પરણીને આવતાંની સાથે જ જયાએ નિકટની વ્યક્તિઓ, મિત્રો અને નોકરોમાં પણ પોતાનું આગવું સ્થાન મેળવી લીધું હતું – સિવાય કે વાસંતી. સુખીસમૃદ્ધ […]

નવી દષ્ટિ – જાનકી શાહ

‘બેલા, અરે ઓ બેલા, આ દૂધની તપેલી ગૅસ પર છે ને તું ક્યાં ચાલી ગઈ ?’ ‘એ તો બા, ટીનુ એની રમવાની સાઈકલ ચલાવતાં ચલાવતાં એકદમ ચીસ પાડી ઊઠ્યો એટલે હું જોવા ગયેલી કે એને કશું વધારે વાગ્યું તો નથી ને !’ બેલા રસોડામાં પ્રવેશતાં બોલી. ‘પણ ગૅસ તો જરા ધીમો પાડતાં જઈએ ! આ […]

પૂજા – અલકા ભટ્ટ

એ દિવસ મારા જીવનનો સૌથી મહત્વનો દિન હતો. છતાં મારા મનમાં ગજબની શાંતિ હતી. કોઈ હલચલ નહિ. કોઈ વ્યગ્રતા નહિ. સુશાંતે કહ્યું’તું, રોજરોજની કચકચ પૂરી થઈ જાય તો સારું. સુશાંત આવ્યો. આવતાં જ પૂછ્યું : ‘નિર્ણયમાં કંઈ ફેરફાર તો નથી થઈ રહ્યો ને ?’ ‘મારો નિર્ણય અડગ છે. જે કરવા ધાર્યું છે એમ જ થશે.’ […]

કથાકૉર્નર – વિકાસ નાયક

[ યુવાલેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાં ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈની કલમથી હવે રીડગુજરાતીના વાચકો પરિચિત છે. અગાઉ આપણે તેમના પુસ્તક ‘મહેક’ અને ‘કરંડિયો’ માંથી ઘણી સુંદર કૃતિઓ માણી છે. આજે આપણે માણીશું તેમના અન્ય એક પુસ્તક ‘કથાકૉર્નર’ માંથી કેટલાક જીવનપ્રેરક લેખો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ […]

ગિરનારની ગોદમાં – મૃગેશ શાહ

[અનોખી સંસ્થા] વિવિધ પ્રકારના વૃક્ષોને પોતાની પ્રકૃતિ અનુસાર ખાતર, પાણી અને અનુકૂળ આબોહવાની જરૂરિયાત રહેતી હોય છે. વૃક્ષોની જેમ સમાજરૂપી ભૂમિમાં પાંગરતા કલાના ઉપાસકોની વાત પણ કંઈક એવી જ છે. તેઓને જો પોતાના વ્યક્તિત્વ વિકાસ માટેની મોકળાશ અને અનુકૂળ વાતાવરણ મળી રહે તો તેમનામાં બીજ સ્વરૂપે પડેલી કલા મહોરી ઊઠે છે. કોઈ પણ વિષયમાં રસ […]

સ્વજન – ગિરીશ ગણાત્રા

સલીલને પરણીને મેઘાએ એના બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે એણે જે એક સપનું સેવ્યું હતું તે પૂરું થયું. જો કે મેઘા જેવી આધુનિક યુવતીઓ ઈચ્છતી જ હોય છે કે સારું ઘર હોય – આ ‘સારું’ ઘર એટલે સમૃદ્ધ ઘર-બંગલો, કાર વગેરે. સારો વર હોય – ‘વર’ એટલે દેખાવમાં ફિલ્મ એક્ટર જેવો રૂડો, રૂપાળો, રંગીલો, ભણેલો, બાપનો […]

સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ

અમારા મોં સામે જોઈ શ્રીમતીએ કહ્યું : ‘તમે મારું કહ્યું ક્યારે માનશો ?’ અમે કહ્યું : ‘તમે સાચું બોલતાં ક્યારે થશો ?’ શ્રીમતીએ તદ્દન કંટાળો વ્યક્ત કર્યો. અને પછી એમણે કહ્યું : ‘તમને તમારા શરીરનું જરાયે ભાન નથી.’ ‘પણ થયું છે શું એ તો કહો ?’ ‘તમારું શરીર દિવસે દિવસે કથળતું હોય એમ લાગે છે […]

રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’

વ્હાલી સખી, તવ સુકોમળ હસ્તના આ પત્રે ચઢ્યું જ રમણે કશું હૈયું મારું ! વાંચું કરું કવરમાં મૂકું ને ઉઘાડું, ને પ્રેમથી હૃદય-શું વળી ચોડી રાખું ! ખોવાઈ જાઉં સખી, હું ઘડીમાં કહીંક, થૈ જાય છે ચૂક વળી ઘરકામમાં જ; વાર્તા વ કાવ્ય કંઈ વાંચું, ન ચિત્ત ચોંટે ઘૂમી રહે મગજમાં જહીં પત્ર તારો ! […]

Copy Protected by Chetan's WP-Copyprotect.