Archive for July, 2008

રેતીનું ઘર – પ્રીતિ ટેલર

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી પ્રીતિબેન ટેલરને (વડોદરા, ગુજરાત) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9898042275 / +91 265 2464658 અથવા આ સરનામે tailor.preeti@gmail.com સંપર્ક કરી શકો છો.] ટ્રેનનાં સેકન્ડ કલાસના ડબ્બામાં બારી પાસે બેઠેલી કેરોન ભારતભ્રમણ માટે અમેરિકાથી […]

નોકરી – યોગિની જોગળેકર

[ભવાનીદાસ જા. વોરા દ્વારા અનુવાદિત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] મારા દિયર સુમેધની હઠ હતી કે લગ્ન તો ‘નોકરી કરતી છોકરી’ સાથે જ કરીશ. તેમની વાત ખોટી પણ ન હતી. આજની કાળઝાળ મોંઘવારીમાં પતિ-પત્ની બંને કમાતાં હોય તો જ જિંદગીની ગાડી સારી રીતે ચાલી શકે. તેમની બીજી હઠ એ હતી કે લગ્નનો ખોટો ખર્ચ ટાળવા તે […]

પારકી થાપણ – રેખા સિંધલ

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2008’માં દ્વિતિય પુરસ્કાર પ્રાપ્ત કરેલ આ વાર્તા માટે લેખિકા શ્રીમતી રેખાબેનને (ટેનેસી, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે rekhasindhal@comcast.net અથવા +1 6152608794 પર સંપર્ક કરી શકો છો.] પપ્પાની તબિયત સારી નથી અને ડોકટરે જેને મળવુ હોય તેને બોલાવી લેવાનુ કહ્યું છે. તે જાણ્યા પછી સ્નેહા એક પળના પણ વિલંબ વગર […]

દેવભૂમિનું દૈવી પુષ્પ બ્રહ્મકમળ – કેતન બારિયા

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2008માંથી સાભાર.] મને ખરેખર આશ્ચર્ય થયું. જ્યારે મને સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે ગણદેવી તાલુકાના ઈચ્છાપુર ગામે શ્રી હર્ષદભાઈ લાલભાઈ નાયકને ત્યાં શ્રાવણ મહિનામાં બ્રહ્મકમળ ખીલે છે. હું બહુ ધાર્મિક તો નથી. પણ પ્રકૃતિનો અભ્યાસી છું. આથી મને ખૂબ જ નવાઈ લાગી, કારણ કે હું જાણું છું કે બ્રહ્મકમળ બહુ જ પ્રાચીન સમયથી […]

વાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી

[વાર્તા-સ્પર્ધા 2008 પરિણામ માટે : Click Here ] સર્વ પ્રકારની અનુકૂળતાઓ સાથે નિર્ધારીત સમય કરતાં વહેલું પરિણામ પ્રાપ્ત થતાં આજે સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવે છે જે આગામી 10-ઓગસ્ટ સુધી સાઈટ પર ગમે ત્યારે જોઈ શકાશે. વાર્તા-સ્પર્ધા 2008માં કુલ 33 કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. અત્યંત વ્યસ્તતામાંથી પોતાનો સમય કાઢીને સેવાભાવથી આ તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય […]

વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત

[વાર્તા-સ્પર્ધા 2008માં પ્રાપ્ત થયેલી તમામ 33 વાર્તાઓ અંગે તેમજ લેખન માટેની જરૂરી બાબતો વિશે તમામ નિર્ણાયકોના અભિપ્રાયો નીચે મુજબ છે.] [1] નવા વિષયોના વધામણાં – વંદના ભટ્ટ રીડગુજરાતી.કોમ આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા-2008ની અંતર્ગત દરેક વાર્તાઓ રસપૂર્વક માણવા મળી. દરેકનાં પ્રયત્ન સરાહનીય છે. આજના માહોલમાં લખવાનું મન થવું એ જ મોટી વાત છે. એમાં પણ સ્પર્ધકોની ઉંમર […]

અવળા ગણેશ સવળા કરીએ – મનસુખ સલ્લા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98240 42453 સંપર્ક કરી શકો છો.] હમણાં હમણાં શિક્ષણના પ્રશ્નો વિશે વિચારકો, સમાજ વિજ્ઞાનીઓ અને વાલીઓ વારંવાર ચિંતા પ્રગટ કરે છે. બદલાવ આવે તેની અપીલ કરે છે. વિચારણાના કેન્દ્રમાં શાળા, સંચાલન, શિક્ષકો, અભ્યાસક્રમ અને […]

હમણાં તૂટી પડશે વરસાદ…. – હરીશ વટાવવાળા

સખી આવ્યો માસ અસાડ, ચમકી બિજલડી રે સખી કેમ કરી રાખું ગાઢ, ખાલી સેજલડી રે સખી મધુરા બોલે મોર, અમ્બર ગાજે છે રે સખી નાવ્યા નન્દકિશોર, અન્તર દાઝે છે રે સખી કેમ કરી રાખું ધીર, વીરહે વેંધાણી રે સખી જોને બળભદ્રવીર, પીર નવ જાણી રે સખી નીર ભરાય છે નેણ, ઘણું હું વારું રે સખી […]

બુદ્ધિબળ – પુરુષોત્તમ સોલંકી

[‘ડાહીમાનો દીકરો અને બીજી વાતો’ પુસ્તકમાંથી બાળવાર્તા સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] એક નગર હતું. નગરનો રાજા અભિમાની હતો. તે પોતાને બુદ્ધિશાળી અને હોશિયાર માનતો. તેણે પ્રજા પર આકરા કાયદા કર્યાં. રાજાની રાણી સમજુ ને શાણી હતી. હોશિયાર હતી. તે રાજાને સલાહ આપતી પણ અભિમાની રાજા માનતો નહિ. એક દિવસ રાણી […]

તમામ આવે છે – આબિદ ભટ્ટ

આમ ના કોઈ કામ આવે છે, અંત ટાણે તમામ આવે છે. સાવ મિથ્યા જ લાગતું જગ આ, આખરી જ્યાં મુકામ આવે છે. રાખ વિસ્મૃતિની ચડે ત્યાં તો, બસ, તમારા સલામ આવે છે. યાચવા દર ઉપર કલંદરના, સર્વ થઈને ગુલામ આવે છે. હુંય બેઠો થયો પથારીમાં, લઈ સનમ આજ જામ આવે છે. વાટ આ પ્રેમની અનોખી […]

આંખોથી ઈ-મેલ મોકલવાનું ગીત – ડૉ. કનૈયાલાલ ભટ્ટ

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર] તને ટેરવેથી SMS મોકલું ને આંખોથી મોકલું ઈ-મેલ. તારી હથેળીની ભાષા વાંચી દે એવું સોફટવેર સ્પર્શોનું કેવું ? સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો સાચવીને રાખું છું એવું. નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય અને ખાલીખમ પાંપણની હેલ. આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં. ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ […]

વડોદરા નગરીના સંસ્મરણો – બાલમુકુન્દ દવે

વડોદરા શે’ર સાથે પુરાણી છે પ્રીત મારે, સાત વર્ષ લગી મારો અહીં વસવાટ છે; આજવાનાં પાણી હજી ઊછળે છે અંગઅંગ, માંડવીની ધજાનો આ ઉરે ફરકાટ છે. પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર, લે’રીપુરા, એટલો આ શહેરનો અસલ વિસ્તાર છે; અલકાપુરી ને બીજાં એવાં એવાં ઝૂમખાંઓ પાછળથી વસેલાં તે બાવનની બા’ર છે. માંડવીની ડાબે હાથ ચોકસીની પોળ, પછી […]

પેરિયારની સફર – હેતલ દવે

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] કેરળનો ઈડુક્કી જિલ્લો પશ્ચિમ ઘાટનાં જંગલો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યો છે. થેક્ક્ડી અને તેની નજીકની પેરિયાર વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી દેશનાં સર્વશ્રેષ્ઠ વન્ય પ્રાણી અભયારણ્યમાં સ્થાન મેળવી ચૂક્યાં છે. મુન્નારથી નજીકના લગભગ સાડા ચાર કલાકમાં પહોંચાય એવા પેરિયારની સફરે ચાલો જઈએ… મુન્નારથી તો થેક્કડી થઈ પેરિયાર જઈ જ શકાય પરંતુ સાથે સાથે તે સિવાયના […]

માફ કરજો, હું જરા બોલકી… – હરિશ્ચંદ્ર

અમદાવાદથી સુરત જતાં ટ્રેનમાં બારી પાસે સરસ જગ્યા મળી. હાશ ! તેવામાં…. ‘સાંભળ્યું કે ? અહીં છે જગ્યા… અરે, ત્યાં શું કામ જાવ છો ?… અંજુ, પપ્પા પાસેથી બારીમાંથી બેગ લઈ લે ! તમે ગાડીમાં ન ચડતા, હમણાં ઊપડશે… જો ઊપડી ! તમે દૂર ખસી જાઓ….’ સાડીના છેડેથી પરસેવો લૂછતાં એ મારી પડખે બેઠી. ભરપૂર […]

રોજેરોજની વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી

[‘રોજેરોજની વાચનયાત્રા’માંથી સાભાર.] [1] માંદા પડવાની સાધના – ગુણવંત શાહ એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. અંગ્રેજ લેખક સેમ્યુઅલ બટલરે ‘એરવ્હોન’ નામના પુસ્તકમાં એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. માણસો પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું […]

જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ

[1] થાકેલા ભગવાન કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલાંમાં ત્રિભુવન માપી, બલિના […]

જાતને શોધવાની પ્રક્રિયા – કાજલ ઓઝા-વૈદ્ય

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક દ્વારા ગત દીપાવલીમાં ‘નવલકથા અને હું’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ સર્જકોએ પોતાની સર્જનયાત્રાના રસપ્રદ અનુભવો વર્ણવ્યા હતાં. તેમાંના એક સર્જક છે કાજલબેન. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા માટે કાજલબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kov66@rediffmail.com અથવા +91 9825006386 પર સંપર્ક કરી શકો છો.] […]

આ વાદળો ઠીક મળ્યાં છે – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર.] ફરીથી ખુલ્લા વિશાળ આકાશ નીચે, નદીના શ્યામ પાણીની માફક સર-સર વહેતી આ શાંત રાતે અગાસીમાં સૂતી છું. પથારી, ગોદડું અને ઓશીકાની જેમ મારું મન અને શરીર પણ આખી રાત દરમિયાન ઠંડુંગાર થઈ જશે. ઉનાળો ઝાઝો ગમતો નથી પરંતુ આવી ઉનાળુ રાત્રિઓના હળવા આશ્લેષમાં વીંટળાઈ અડધાં જાગતાં-અડધાં સૂતાં પડ્યાં રહેવું […]

સત્યકામ જાબાલ – નાનાભાઈ ભટ્ટ

ગૌતમ ઋષિના આશ્રમને દરવાજે એક દસબાર વર્ષનો બ્રહ્મચારી આવ્યો. તેના હાથમાં સમિધ ન હતી, તેની કેડ પર મુંજા ન હતી, તેના ખભા પર અજિન ન હતું, તેના કંઠમાં ઉપવીત ન હતું. બ્રહ્મચારીએ જઈને ગૌતમને લાંબા થઈને પ્રણામ કર્યા અને બોલ્યો : ‘મહારાજ ! હું આપના ગુરુકુળમાં વાસ કરવાને આવ્યો છું. બ્રહ્મચર્યથી રહીશ. હું આપને શરણે […]

ઋષિ અધ્યાપક – કમલા પરીખ

[‘અરધી સદીની વાચનયાત્રા : ભાગ-4’ માંથી સાભાર.] કોને માટે ઉપર્યુક્ત શબ્દો યોજાયા હશે ? પેલા પૌરાણિક ગુરુઓ માટે તો નહીં હોય ? હા, એવા ગુરુઓ વશિષ્ઠ, વિશ્વામિત્ર, વાલ્મીકિ, સાંદીપનિ વિષે વાંચ્યું છે. પણ મારા વંદનીય ગુરુ પ્રોફેસર દાવરની યાદ આવતાં જ કરુણભર્યાં નયનોથી વ્હાલ વરસાવતો એક સૌમ્ય ચહેરો નજર સમક્ષ ઊભરી આવે છે. તેમનો જન્મ […]

જીવનનું ભાથુ – વિનોબા ભાવે

[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર.] પ્રશ્ન : જીવનમાં સંયમ રાખવા શું કરવું જોઈએ ? વિનોબા : સર્વસાધારણપણે તો એમ જ કહી શકાય કે નિરંતર જાગૃતિ રાખવી જોઈએ. અમારા એક મિત્ર જેલમાં પણ સાથે થઈ ગયા. દિવસમાં ઘણો વખત એ જપ રટ્યા કરતા કે, ‘હું શરીર નથી, બ્રહ્મ છું.’ મેં એમને પૂછ્યું કે ‘હું ફલાણાભાઈ છું એવું દિવસભર […]

નિમણૂંક – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.] ઈન્ટરવ્યૂ પેનલના એક નાનકડા કૉન્ફરન્સ હૉલમાં બેસી ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લઈ રહી હતી. પ્રખ્યાત મિલનો કૉન્ફરન્સ હૉલ જેવો તેવો તો ન જ હોય. આર્કિટેક્ટ દ્વારા સજાવટ પામેલા, સંપૂર્ણ વાતાનુકૂલિત આ ખંડના એક મોટા લાંબા ટેબલની એક બાજુ કંપનીના જનરલ મેનેજર, સેલ્સ-ડાયરેક્ટર અને એવા જ એક ઉચ્ચ અધિકારીની બનેલી પેનલ એક પછી એક ઉમેદવારોને […]

રણકાર (ભાગ-3) – કલ્પના જોશી

[ છેલ્લા બે સપ્તાહમાં આપણે ‘રણકાર: ભાગ-1’ અને ‘રણકાર: ભાગ-2’ માણ્યો. આજે વાંચીએ કેટલાક ચૂંટેલા લેખો આ અંતિમ ભાગ-3માં. તમામ લેખો ‘મુંબઈ સમાચાર’માંથી સાભાર લેવામાં આવ્યા છે.] [1] બેહદ કામમાં ફસાયેલા અભિનવને ફોન આવ્યો. એના ખાસ મિત્રને નાનકડો અકસ્માત નડ્યો હતો. ચિંતા કરવાનું વિશેષ કારણ નહોતું. છતાં, લાગણી જેનું નામ. ફોન આવતાં જ બધાં કામ […]

વાચકોનું પદ્યસર્જન – સંકલિત

[1] મારા વગર પણ – ભરત દેસાઈ ‘સ્પંદન’ [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ભરતભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : b_d300@yahoo.com ] બધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ બે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર પણ રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી […]

ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા

[લેખકના જીવનના સ્વાનુભવ અને નિરીક્ષણના માર્મિક પ્રસંગો પર આધારીત પુસ્તક ‘ક્ષણોના ઝબકાર’ માંથી કેટલાક જીવનપ્રસંગો અહીં સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’ના શ્રી વનરાજભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.] [1] સવારના માંડ આઠ વાગ્યા છે. મારે હજી તૈયાર થવાનું બાકી જ છે. […]

ગઠિયાનો દાવ – જીવરામ જોષી

[ મિયાંફુસકીની વાર્તાઓ પર આધારિત ‘છત્રીનો તાલ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.] રાજપરના ઠાકોર મુંબઈ ગયા હતા. ફરતા ફરતા નરોત્તમ ભાઉની દુકાને જઈ ચડ્યા. ઠાકોરે વિચાર કર્યો કે, ઠકરાણી માટે થોડા દાગીના લઈ જઈએ. દાગીના તો પસંદ કર્યા પણ એક મોટી મુસીબત ચડી આવી. શેઠ બોલ્યા : ‘ઠાકોરસાહેબ, મૂંઝાયા […]

અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર

[‘ત્રિ-શૂળ લીધુંઉંઉં હાથમાં રે…!’ પુસ્તકમાંથી પ્રસ્તુત નાટક સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com નાટકની ભજવણી કરતાં પહેલા કૃપયા લેખકશ્રીને જાણ કરશો.] પાત્રો : દિનકરરાય, પ્રેમીલાબેન, કલા, વિનુ, ભૂપેન્દ્ર સમય : બપોર. સ્થળ : ડ્રોઈંગરૂમ [પડદો ખૂલે છે ત્યારે દિનકરરાય આરામખુરશીમાં બેસી છાપાનાં પાનાં ઉથલાવી રહ્યા છે. રૂમમાં સેન્ટર ટેબલ, એની […]

પ્રિય, તારી કમાલ છે ! – ડૉ. પ્રવીણ દરજી

હે પ્રિય ! આજે તો એમ થાય છે કે તને એક દીર્ધ, અતિ દીર્ધ પત્ર લખું. મારી બધી મૂંઝવણો તેમાં ઠાલવી દઉં. પ્રતીક્ષાનો મહિમા તને સમજાવવા પ્રયત્ન કરું. તને રોજ નવે નવે રૂપે કલ્પતો રહ્યો છું, તારી આકૃતિઓ રચતો અને ભૂંસતો રહ્યો છું એનો આખો ઈતિહાસ તેમાં લખી નાખું. તને આ લોક આખો જે ભાષાથી […]

ચૂપકે ચૂપકે બોલ મૈના – જુથિકા રૉય

[સ્વ. હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનની પ્રકાશન પાંખ દ્વારા જૂથિકા રૉયની સ્મૃતિકથા ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’નું ગુજરાતી અનુવાદિત પુસ્તક તાજેતરમાં પ્રકાશિત કરાયું છે. મૂળ બંગાળી પુસ્તકમાંથી શ્રીમતી સુજ્ઞા શાહે અનુવાદ કર્યો છે અને સંપાદન શ્રી રજનીકુમાર પંડ્યાનું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી નવલકિશોરભાઈ પારેખ (મુંબઈ) તેમજ સાહિત્યકાર શ્રી રજનીકુમારભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક […]

બાલી ટાપુની સફરે – સુવર્ણા અરવિંદ પારેખ

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] હિંદ મહાસાગરમાં બાલી એક મોટો ટાપુ છે. સિંગાપુરથી બાલીના એરપોર્ટ ‘ડેનપાસાર’ની સીધી ફલાઈટ બે કલાકની છે. ‘સિંગાપુર એરલાઈન્સ’ અને ‘ગરૂડા ઈન્ડોનેસીયા એરલાઈન્સ’ની ફલાઈટો ચિક્કાર ભરાઈને આખી દુનિયાના પ્રવાસીઓને બાલીમાં ઠાલવે છે. ‘વિસા ઑન એરાઈવલ’ માટે ડેનપાસાર એરપોર્ટ ઉપર પ્રત્યેક મુસાફર પાસે દસ અમેરિકન ડૉલર વસૂલ કરવામાં આવે છે. અહીં રિસોર્ટ અને હોટલો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.