Archive for August, 2008

આગળ ઉપર જોયું જશે – સંજુ વાળા

હે મન અધિરા મા હજો આગળ ઉપર જોયું જશે એ જે પઢાવે તે પઢો આગળ ઉપર જોયું જશે તેં રાસલીલાનું નિમંત્રણ મોકલ્યું આગ્રહથી પણ- આજે તો છે ઉજાગરો આગળ ઉપર જોયું જશે ઈચ્છા લગોલગ છેક આવીને ઊભા છો તો હવે આંખો મીંચીને ખાબકો આગળ ઉપર જોયું જશે આદમના વંશજ આદમી ! ખોબોચિયું શું ચીજ છે […]

લઈને આવ્યો છું – મનહર મોદી

સરસ આંખો વિના કારણ રડેલી લઈને આવ્યો છું. બધી ખોટી વ્યથા સાચી ઠરેલી લઈને આવ્યો છું. તમારી રાહ જોઈ થાકવામાં પણ મજા લે છે, બધીયે સાંજ ઠેકાણે પડેલી લઈને આવ્યો છું. જગત આખું ચળકતું સ્વપ્ન છે કોઈક આંખોનું, મને એ બાતમી એમ જ મળેલી લઈને આવ્યો છું. ભલી થઈ લાગણી દેખાવના દરિયે ડૂબી ગઈ છે, […]

બાળકો સાથે શી રીતે વાત કરશું ? – મૂળશંકર પ્રા. ભટ્ટ

[બાળઉછેર માટેના માસિક ‘બાલમૂર્તિ’ માંથી સાભાર.] આપણને ખબર પડે કે ઘરકામની નોટબુક દીકરો ફરી એકવાર સ્કૂલમાં ભૂલી આવ્યો છે ત્યારે સમજુ ગણાતા હોવા છતાં આપણે ઊકળી ઊઠશું, અને બોલી ઊઠશું, ‘આવો જડ ક્યાંથી પાક્યો ?’ વેકૅશનમાં તમારે ત્યાં ભેળાં થયેલાં ભૂલકાં આપસમાં ઝઘડતાં હશે ત્યારે તમે અતિ ધીરજવાન હશો છતાં ગળું ફાડીને બોલી ઊઠશો, ‘ક્યાંથી […]

બાળવાર્તાઓ – સંકલિત

[‘જન્મભૂમિ’ દૈનિકમાંથી સાભાર.] [1] જંગલનો રાજા કોણ ? – સતીશ વ્યાસ એક હતું જંગલ. જંગલમાં એક સિંહ રહે. એકવાર તેને વિચાર આવ્યો કે હું જંગલનો રાજા છું એની મને તો ખબર છે. પણ બીજાં પ્રાણીઓ જાણે છે કે નહીં ? મારે તેમને પૂછવું જોઈએ અને સિંહ ગુફાની બહાર નીકળ્યો. ગુફાની બહાર જ એક સસલું રમતું […]

માંહેલી ચિનગારી જાળવી રાખો – ચેતન ભગત

[ઉપરાઉપરી ત્રણ વિશ્વ વિક્રમી વિક્રેતા (world best seller) પુસ્તકો આપનારા ચેતન ભગતે ભારતીય અંગ્રેજી લખાણને નવો આયામ આપ્યો છે. ‘ફાઈવ પોઈન્ટ સમવન:’, ‘વ્હોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’, ‘વન નાઈટ એટ કોલ સેન્ટર’ અને ‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ’ નામની આધુનિક ભારતને નિરૂપતી નવલકથાના લેખક ચેતન ભગતને ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરે વિવેચકોએ પ્રશંસ્યા છે. […]

સહિયારું કર્તવ્ય – મૃગેશ શાહ

માતા-પિતા બાળકને જીવતાં શીખવે છે અને એ જ બાળક મોટો થઈને માતા-પિતાના જીવનનો સહારો બને છે. કંઈક આવી જ વાત આપણા સાહિત્યના સામાયિકોની છે. કેટકેટલાં સામાયિકો બાળપણથી આપણા વિચાર વારસાને સમૃદ્ધ કરી આપણા જીવનનું સાચું ઘડતર કરે છે. બદલાતા સમય સંજોગોને પરિણામે કદાચ કોઈ સામાયિકને તેના સંતાનોના સહારાની જરૂર પડે ત્યારે દયાભાવથી નહીં, પરંતુ કર્તવ્યભાવથી […]

અગ્નિપરીક્ષા રામની – મોક્ષેશ શાહ

[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2008’માં પ્રાપ્ત થયેલી કૃતિઓ પૈકી આ કૃતિના સર્જક શ્રી મોક્ષેશભાઈ અભ્યાસે B.E. (Instrumentation) અને વ્યવસાયે ખાનગી કંપનીમાં સિનિયર મેનેજરની ફરજ બજાવે છે. તેઓનું માનવું છે કે સદીઓ સુધી સ્ત્રીઓ પર થયેલા અત્યાચારના વળતરરૂપે સમાજમાં તેમને માનભર્યું સ્થાન મળે તથા તેઓની સંવેદનાનાને લોકો સમજે તે જરૂરી છે પરંતુ તે સાથે એ […]

મળવા જેવા માણસ – કૌશિક મહેતા

[સામ પિત્રોડા તથા કલ્પના ચાવલા જેવી અનેક વ્યક્તિને ભણતરના પાઠ પઢાવનાર ગીજુભાઈ ભરાડનું નામ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આદર સાથે લેવાય છે. આજે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશી ગયેલી બદીઓની સામે સંતપણું ઓઢીને આ ભરાડસર વિદ્યાર્થીઓના ખરા અર્થમાં માર્ગદર્શક બન્યા છે. પ્રસ્તુત લેખ ‘ચિત્રલેખા’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સામ પિત્રોડા અને કલ્પના ચાવલાનાં નામ જાણીતાં છે. એમની […]

સુપર-વિઝન – દીવાન ઠાકોર

પરીક્ષા શરૂ થવાને પંદર મિનિટ બાકી હતી. ઘંટ વાગ્યો. ખત્રીસાહેબ ઘંટનો રણકાર સાંભળી ઊભા થઈ ગયા. કપાળ પર કરચલીઓ પડી. પટાવાળાએ ધરેલું સુપરવિઝનનું લિસ્ટ હાથમાં લઈ નામની સામે સહી કરી પેન ખિસ્સામાં મૂકી રૂમ નંબર પાંચ તરફ ચાલવા માંડ્યા. લૉબીમાં વિદ્યાર્થીઓની અવર-જવર થતી હતી તે જોઈ રૂમ નંબર પાંચ સીડીની ડાબી બાજુ છે એમ યાદ […]

નાઉ, ઈટ ઈઝ યોર પ્રૉબ્લેમ – ડૉ. અજય કોઠારી

[‘જન્મભૂમિ- મધુવન’ માંથી સાભાર.] ‘મોટી બેબીના ગોળધાણા કર્યા.’ ‘વધાઈ હો. મારી સલાહ છે કે આજે ને આજે જ લગ્નની તારીખ નક્કી કરો. આજના જમાનામાં વિવાહ અને લગ્ન વચ્ચે બહુ ગાળો સારો નથી. મારી જ બેબીનો દાખલો લો ને ! મને કહે કે વિવાહ થયા એટલે એને જ પરણવું જોઈએ એ જૂના ખ્યાલો છે. થોડું ફરીશું, […]

પંચાજીરી – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.] [1] વડો પ્રધાન છું છતાંય….. – અમૃત મોદી ‘વાહ ! આ સાડીઓ તો બહુ સરસ છે. શી કિંમત છે ?’ ‘જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની..’ ‘ઓહો ! એ તો બહુ કિંમતી કહેવાય. એનાથી સસ્તી બતાવશો મને ?’ ‘તો આ જુઓ પાંચસોની અને આ ચારસોની છે.’ ‘અરે ભાઈ, […]

નક્કી આપણે કરવાનું છે – સુધીર દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિક ઑગસ્ટ-2008માંથી સાભાર.] જિંદગીમાં એવી કેટલીયે વાતો છે. આપણે જાણીએ છીએ એવું આપણે સમજીએ છીએ. ખરી વાત એ છે કે એ વાત કેટલી અગત્યની છે એ આપણને ખબર જ નથી હોતી. અને આપણે ક્યારે વિકાસ કરતા, જિંદગીમાં અટકી ગયા તે જાણતા જ નથી. આપણે માત્ર એકધારી જિંદગી જીવીએ છીએ અને મરી જઈએ છીએ. અને […]

સાતપુડાનાં જંગલમાં – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર. (અનુ. નવનીત જાની)] [ બિભૂતિભૂષણ બંદોપાધ્યાય (જન્મ : 1894, મૃત્યુ 1950) મહાનંદ બંધોપાધ્યાય અને મૃણાલિનીનું સૌથી મોટું સંતાન. કાંચનપાડા મૂળ વતન. મૂરતીપુર મોસાળ. બાસિરહાટ જિલ્લાનું પાનિહાર એમના પૂર્વજોનું ગામ. પ્રપિતામહ વૈદ હતા. વ્યવસાયાર્થે બોનગામ જિલ્લાના બેરેકપુરમાં સ્થાયી થયા હતા. મહાનંદે પુત્રને પોતાનાં પરિભ્રમણોની વાતમાં રસ લેતો કર્યો. એ ઘણી વાર પોતાના […]

મહાત્મા ગાંધી : મારી નજરે – સં. યોગેશ કામદાર

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર. (અનુ. સોનલ પરીખ)] [1] ચાર્લી ચેપ્લિન [ મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઈંગ્લૅન્ડ ગયા ત્યારે સુવિખ્યાત અભિનેતા અને દિગદર્શક ચાર્લી ચેપ્લિન સાથે તેમની મુલાકાત ગોઠવાઈ હતી. બંને અલગ અલગ સંસ્કૃતિઓના અને અલગ અલગ મનોવિશ્વના પ્રતિનિધિ હોવા છતાં મનુષ્યની ગરિમાના સાચા આરાધક હતા. ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથા ‘માય ઑટોબાયૉગ્રાફી’ (1964) […]

દશમ સ્કંધ લીલાપ્રસંગો – પ્રો. બકુલ રાવળ

[ એમ કહેવાય છે કે શ્રીમદ્ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું ગ્રંથ સ્વરૂપ છે. તેમના સ્વધામગમન પછી તેમનું તેજ આ ગ્રંથમાં સમાઈ ગયું હતું. તેમણે પોતે જ તેને પોતાના વિગ્રહ સ્વરૂપ કહ્યો છે. ભગવાન વેદવ્યાસે આ ગ્રંથના જુદા જુદા સ્કંધોને ભગવાનના જુદા જુદા અંગો સાથે સરખાવ્યા છે. એમાં દશમ સ્કંધ એ ભગવાનનું હૃદય છે. આવો, […]

કૃષ્ણલીલા પ્રસંગ – શ્રીમદ્ ભાગવત

[ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનો એક મધુર પ્રસંગ અહીં પુન:પ્રકાશિત કરવામાં આવે છે. સૌને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ.] બાલકૃષ્ણ અને બલરામ થોડા મોટા થયા એટલે ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા. બન્ને ભાઈ તેમના નાના-નાના પગને ગોકુળના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીનો તથા કેડના કંદોરાની ઘૂઘરીઓનો […]

પ્રેમનું પીછું – અનિલ ચાવડા

લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો, એ ન ફાવે તો કશું બીજું કહી દો. ફેરવો નહિ આમ અમને ગોળગોળ, જે કહેવું હોય તે સીધું કહી દો. પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ, શું અમારી આંખમાં દીઠું ? કહી દો. આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો, કાનમાં આવી ધીમું ધીમું કહી દો. સાચવે છે […]

માગું છું – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

[નવોદિત યુવાસર્જક વર્ષાબેન બાળપણથી કાવ્ય-ગઝલો લખવાનો શોખ ધરાવે છે. ‘ગઝલ’ તેમનો પ્રિય કાવ્ય-પ્રકાર છે. હાલમાં થોડા વર્ષો પહેલાં MBA-Finance પૂર્ણ કરીને તેઓ પુન: સર્જનક્ષેત્રે કાર્યરત થયા છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વર્ષાબેનનો (નવસારી, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે varshag_mba@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] જીતની અંતમાં અપાય એવું ઈનામ માગું છું, મારી […]

અદ્દભુત છે આ માતાઓ – અવંતિકા ગુણવંત

ઈન્ડિયાથી બોસ્ટન જતી વખતે એમ્સટર્ડમ પાંચ કલાકનો હોલ્ટ હતો. હું નિરાંતે ફરીને એરપોર્ટ જોતી હતી. ત્યાં એક બુક શોપ પર બેન્જામીન સાથે ઓળખાણ થઈ. એ સાહિત્યમાં રસ ધરાવતા હતા. વિશ્વસાહિત્યની શિષ્ટ કૃતિઓ વાંચેલી, ટાગોર અને રજનીશ વિશે પોતાનો અભિપ્રાય આપીને ભારતીય સંસ્કૃતિ વિશે એ મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. મનેય રસ પડ્યો અને શાંતિથી વાત […]

અપ્રગટને ભેદનારી વિદ્યા – મીરા ભટ્ટ

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-08 માંથી સાભાર.] તાજેતરમાં એક ખૂબ રોમાંચક, વિચારમાં મૂકી દે તેવો કિસ્સો વાંચ્યો. વાત છે આંધ્રના વનવિભાગના એક વરિષ્ઠ અધિકારી શ્રી મારુતિ ચિતમપલ્લીની, જેઓ તેલુગુ ભાષી હોવા છતાં મરાઠી ભાષાના વિખ્યાત સાહિત્યકાર પણ છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા બૅંગલોર જવાનું થયું તો ત્યાં પક્ષીવિજ્ઞાનના નિષ્ણાત શ્રી સલીમ અલીને મળવાનું થયું, ત્યારે તેમણે પૂછ્યું કે […]

અપ્રસન્ન દાંપત્ય – રમેશ જોશી

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ના, ના, આ તે કંઈ જિંદગી છે ? ભાઈ ! તમે જ કહો આવી જિંદગી ઉપર અકળાઉં નહિ તો શું કરું ? તમારું કહેવું એમ છે ને કે જરાક ધીરજથી કામ લઉં ? ધીરજ….ધીરજ…ધીરજ… આ ધીરજ શબ્દ સાંભળી-સાંભળીને મારી તો ધીરજ ખૂટી ગઈ છે. આજે વીસ વર્ષથી ધીરજ ધરીને મરવાને વાંકે જીવી […]

લેખકની સમસ્યાઓ – નરેન્દ્ર પરમાર

ઘણી વાર હું છાપામાં વાંચું છું, ફલાણા નિર્માતાએ ત્રણ વરસ પહેલાં શરૂ કરેલી ફિલ્મ હમણાં રિલીઝ થઈ. મને તેથી જરાય નવાઈ નથી લાગતી. મારા કેટલાક લેખ પણ બે વરસે રિલીઝ થતા (છપાતા) હોય છે. આ સમસ્યા મારી એકલાની નથી પણ ઘણા લેખકોની છે. થોડા દિવસો પહેલાં એક સામાયિકમાં મેં એક હાસ્યલેખ વાંચ્યો. એ વાંચતાં મને […]

પૂર્ણાભાભી – મંજરી જાની

બસમાં બેઠી તે જ ઘડીથી વિચારચક્ર ચાલુ થઈ ગયું. જેમ જેમ બસ આગળ ધપતી ગઈ તેમ તેમ હું પાછળ ને પાછળ ભૂતકાળમાં ધકેલાતી ગઈ. બારી પાસેની જ બેઠક મળી હતી. એટલે બારીમાંથી બહારનાં દ્રશ્યો નીરખતી રહી. બસની દિશાથી વિરુદ્ધ દિશામાં દોડતાં વૃક્ષોને નીરખતાં નીરખતાં ક્યારે મારા સ્મૃતિપટ પર ભૂતકાળનાં દશ્યો ઊપસવા માંડ્યાં તેનો મને ખ્યાલ […]

સ્મૃતિમાં ઝગમગતાં તુલસીવિવાહના દીવા – રીના મહેતા

દિવાળીના ઘોંઘાટિયા પર્વનાં કેટલાક સૌમ્ય-શાંત સ્વરૂપો મને ગમતાં રહ્યાં છે. જેમકે સાથિયા પૂરવા, દીવા પ્રગટાવવા, આંગણું વાળી પાણી છાંટવું, ઘૂઘરાની કોર વાળવી. બેસતું વર્ષ જાય એટલે આમ તો દિવાળી પૂરી થઈ લાગે. પણ, તે પછીયે ભીતરમાં તુલસીવિવાહના દિવસ માટે તુલસી-માંજર જેનો ઝીણો-ઝીણો રોમાંચ બાકી રહ્યો હોય. હમણાં એક દિવસ કાગળ ઉપર મેં દ્વિજાને તુલસી-વિવાહના દિવસે […]

સોનેરી સવાર – ઉપેન્દ્ર ર. ભટ્ટ

[મોટા માણસોના બાળપણની પ્રસંગકથાઓના પુસ્તક ‘સોનેરી સવાર’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] બાપ રે !….સાપ !….. એનું નામ લિયોનાર્ડો. ચારેબાજુએ ટેકરીઓથી રક્ષાયેલા વિન્સી નામે ગામમાં એ જન્મ્યો હતો. એટલે એ ‘લિયોનાર્ડો ડા. વિન્સી’ કહેવાયો. લિયોના પિતાજી હતા વકીલ – સર પિટરો એન્ટોનિયો. દીકરો લિયો હતો અતિશય મનોહર, તંદુરસ્ત અને […]

સ્વતેજનું જતન – લલિત શાહ

આપણું શરીર જીવનવ્યવહારનું મહત્વનું અને મૂલ્યવાન સાધન છે. તેનું સ્વાસ્થ્ય, તેની સ્ફૂર્તિ અને તેની શક્તિ જળવાય અને વૃદ્ધિ પામે તેની આપણે કાળજી લઈએ તે સ્વાભાવિક છે. આપણે ઉપયોગમાં લેતાં હોઈએ તે વસ્ત્રો, રાચરચીલું, સાધનસામગ્રી, વાહન આદિ પણ ટકે, સુશોભિત અને સ્વચ્છ રહે તેની કાળજી લેવી તે પણ આવશ્યક છે. આપણું ઘર વ્યવસ્થિત, સગવડભર્યું, સુખ-શાંતિદાયક અને […]

જીવનપ્રેરક પ્રસંગો – સંકલિત

[1] સમયપરની જાગૃતિ – મૌર્વી પંડ્યા વસાવડા [રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે મૌર્વીબેન (ગાંધીનગર) નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક maurvi123@gmail.com કરી શકો છો.] મારી દીકરીનું નામ છે ધીમહિ. આમ તો સાત વર્ષની છે પરંતુ આજના જેટ-યુગમાં સાત વર્ષનું બાળક પણ હવે નાનું નથી રહ્યું ! ક્યારેક તે એવી વાતો કરે […]

તું પીજે વળી પાજે…. – અરુણા જાડેજા

[રીડગુજરાતીને આ સુંદર લેખ મોકલવા માટે અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26449691 પર સંપર્ક કરી શકો છો.] મીરાંબાઈએ હસતે મોઢે જે ઝેર પીધાં એનાં તો અમૃત થઈ ગયાં પણ આજકાલ હસતાંહસતાં ઝેર પીવાય છે એ ઝેર તો શરીરના અણુએઅણુમાં ફેલાઈ જાય છે પેલી વિષકન્યા જેવું. અન્નમય, પ્રાણમય, મનોમય, […]

કાવ્યસંચય – સંકલિત

[અ] બે અછાંદસ કાવ્યો – પ્રીતમ લખલાણી [રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે શ્રી પ્રીતમભાઈનો (ન્યુયોર્ક, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +1 585-334-0310 પર સંપર્ક કરી શકો છો.] [1] ક્યાં કદાચ આ નગરમાં મને ક્યાંય એકાદ ખુલ્લી બારી નજરમાં ચઢી જાય ને ત્યાં જો પંખી ટહુકતું બેઠું હોય તો ? હું તેને હોંશે હોંશે પૂછી […]

સ્મિતનું સરવર – વર્ષા તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કાવ્યો મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર.] [1] તમારી યાદોનું પોટલું ઉચકીને ચાલ્યા અમે કદી હળવાફૂલ તો કદી ભારેખમ લાગ્યા તમે પોટલીમાં બાંધી કેટલીયે સાંજ પગલાની ભાતને ટહુકાની વાત, હથેળીમાં ઉગેલું સ્પર્શનું વન રોમરોમ ઉગેલી મહેકતી રાત, થોડા શબ્દો થોડું મૌન ઉચકીને ચાલ્યા અમે કદી ગમતીલું ગીત કદી કસુંબલ કેફ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.