Archive for September, 2008

આ કોણ આવ્યું ? – ભાણદેવ

[ હિમાલયની યાત્રાના સંદર્ભમાં કાકા કાલેલકર તેમજ સ્વામી આનંદ પછી જો કોઈ નામ લેવું હોય તો તે હાલમાં શ્રી ભાણદેવજીનું લઈ શકાય તેમ છે. તેમના કેટલાક વર્ણનો આપણે આ અગાઉ ‘હિમાલય દર્શન (ભાગ-1)‘ તેમજ ‘હિમાલય દર્શન (ભાગ-2)‘ માં માણ્યા છે. આજે માણીએ આ યાત્રાનો એક અનુભવ, તેમની કલમે, ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] માનવી સાવ એકલો હોય […]

વહુનાં લક્ષણ બારણામાંથી – ચારુલતા ગાંધી

[‘જન્મભૂમિ’ દૈનિકના ‘મધુવન’ સાપ્તાહિકમાંથી સાભાર.] જય ભણેલો, દેખાવડો, મીઠડો છોકરો હતો. પ્રાચીએ જોતાં જ કળશ ઢોળ્યો, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ તેની બહેન મોના મેન્ટલી રિટાર્ટેડ હતી. ઘર ખાધેપીધે સુખી હોવાથી બીજો વાંધો નહોતો. પડશે તેવા દેવાશે કહી પ્રાચીનાં માબાપે પણ સંમતિ આપી અને કલાબહેને હરખે વધાવી. શરૂઆતનું ગાડું ઠીક ઠીક ચાલ્યું. મોનામાં સમજ […]

આજે ન જાઓ ને, મમ્મી ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ માંથી સાભાર.] નિશાળમાં રિસેસ પડી હતી. બાળકો પોતપોતાના ડબ્બા ખોલી ખાઈ રહ્યાં હતાં. સોનુ ને સુહાની પણ પોતાના ડબ્બામાંથી સેન્ડવિચ, કાજુ કતરી વગેરે ખાતાં હતાં. તેવામાં રાજુ ને રજની આવ્યાં. ‘અમે અહીં બેસીએ ?’ ‘જરૂર…જરૂર’ સોનુ ને સુહાની, બંને ભાઈ-બહેને જરીક ખસીને જગ્યા કરી આપી. એમણે પણ પોતાનો ડબ્બો ખોલ્યો અને ખાવાનું શરૂ […]

હાસ્ય-માળાનાં મોતી – સં. મહેન્દ્ર મેઘાણી

[લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘હાસ્ય-માળાનાં મોતી’ તેમજ અન્ય સામાયિકોમાં પ્રકાશિત થયેલા રમૂજી ટૂચકાઓનું સંકલન.] ‘જરા વિચારો, બાળકો’ શિક્ષકે કહ્યું, ‘આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?’ બાળકોનો હર્ષનાદ થયો : ‘આફ્રિકા જવા માટે !’ **** એક ધનવાન ફિલ્મ-નિર્માતાની દીકરીને શાળામાં કોઈ ગરીબ કુટુંબ વિશે નિબંધ લખવાનું […]

બે ગઝલો – સુનીલ શાહ

[રીડગુજરાતીને આ સુંદર ગઝલો મોકલવા માટે શ્રી સુનીલભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sunras2226@yahoo.co.in ] [1] ફૂલ માન્યા એ જ કંટક થાય છે, એટલે, ઘરડાંઘરો સર્જાય છે. ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ? સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે. કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં, મંદિરોમાં માનવી […]

ખરો દબદબો – કવિ રાવલ

[રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા માટે કવિબેન રાવલનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaviwithwords@gmail.com ] નજાકત, ખુમારી ને આછો નશો છે અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે.. નવા છે પ્રસંગો – નવો હાદસો છે બધી હલચલોમાં અનુભવ નવો છે.. સરસ છે -અસર છે -તફાવત કશો છે અહેસાસ થોડોક […]

ગુફતગૂ ગુણવંત શાહ સાથે – સં. અમીષા શાહ

[ રિડિફ.કોમના ગુજરાતી વિભાગમાં 20-6-2000થી 4-6-2001 સુધી વિશ્વના વાચકો દ્વારા આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહને પૂછાયેલા વૈવિધ્યલક્ષી પ્રશ્નો અને અને તેના તેમણે આપેલા સચોટ જવાબોનું સંપાદન કરીને તેમના દીકરી શ્રીમતી અમીષાબેન શાહે થોડા સમય અગાઉ એક સુંદર પુસ્તક વાચકોના હાથમાં મૂક્યું છે જેનું નામ છે : ‘ગુફતગૂ ગુણવંત શાહ સાથે.’ આ પુસ્તક સંબંધી આપના અભિપ્રાયો આપ […]

મારો પરિવાર – અનુ. રામનારાયણ ના. પાઠક

[‘મારો પરિવાર’ નામનું આ પુસ્તક શ્રેષ્ઠ બાલ-ઉછેર, બાલ-ઘડતર ઝંખતા પ્રત્યેક મા-બાપે વાંચવા જેવું છે. પારકાં અનાથ બાળકોને માતૃત્વનો ખોળો આપી શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો ઉદ્યમ કરતી વિરલ નારીનું આ આત્મવૃત્તાંત છે. પુસ્તકના મૂળ રશિયન લેખિકા શ્રીમતી નટાલિયા ફલૌમરની આ જીવનકથાનો અનુવાદ ગુજરાતી સાહિત્યકાર શ્રી રામનારાયણ ના. પાઠકે કરીને તેને સૌપ્રથમ 1951માં પ્રકાશિત કર્યું હતું. પરંતુ ત્યારબાદ […]

ભગવાનનો અવતાર…! – ડૉ. શરદ ઠાકર

સંબંધ તો ખુદાથી યે એવા રહ્યા છે દોસ્ત, એણે જ ખુદ કહ્યું કે મને ‘તું’ય કહી શકાય. ‘એમાં મૂંઝાઈ શું ગયા છો ? સાહેબને મારું નામ આપજો ને…. તમારું કામ થઈ જાશે.’ આમ બોલીને એ તો શાંત થઈ ગયો, પણ મારા મગજમાં ક્રોધનો ઊકરાટો આવી ગયો. સવજીના ડાચા પર અવળા હાથની બે અડબોથ ઝીંકી દેવાનું […]

વીસરાઈ ગયેલા સુરતી ખાયણાં – જોરાવરસિંહ જાદવ

[‘જનકલ્યાણ’ સપ્ટેમ્બર-08માંથી સાભાર.] આપણા લોકસમાજમાં કેટલીક વાતો કહેવતો, જોડકણાં કે ઉક્તિરૂપે કહેવાતી આવી છે જેમ કે : ખપ્પર તો જોગણીનું રાજ તો વિક્રમ રાજાનું યોગ તો રાજા ભરથરીનો હાંક તો હનુમાનની ધર્મ તો વિષ્ણુનો દેશ તો ગુજરાતનો આ ગુજરાતનીયે એક કહેવત : ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’ આપણે સૌ જાણીએ છીએ. કતારગામની પાપડી અને સુરતની […]

ત્યારે કરીશું શું ? – લિયો ટોલ્સટોય

[જે પુસ્તકની પ્રસ્તાવના મહાત્મા ગાંધીજી અને કાકાકાલેલકર સાહેબે લખી હોય, જેનું સંપાદન સાહિત્યના આજીવન ભેખધારી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હોય અને લોકમિલાપ જેવા ટ્રસ્ટે જેનું પ્રકાશન કર્યું હોય તે પુસ્તકનો વળી પરિચય શું આપવો ? શ્રી નરહરિભાઈ પરીખ દ્વારા અનુવાદિત થઈને સંક્ષેપ રૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન […]

વડગામની વાટે – મૃગેશ શાહ

વર્ષાઋતુની સાંજનું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્યું હતું. બપોરથી સતત વરસતા એકધારા વરસાદે હવે થોડો પોરો ખાધો હતો. સંધ્યાના આગમનની છડી પોકારતા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ખેતરમાં ઊભા થયેલા બાજરીના ડૂંડા પવનથી મસ્તીમાં ડોલી રહ્યા હતા અને તેની વચ્ચે ધીમે પગલે ચાલતો મયૂર પોતાના મીઠા ટહુકાથી જાણે વર્ષાનું અભિવાદન કરી રહ્યો હતો […]

અલવિદા – વ્રજેશ આર. વાળંદ

[લેખક વડોદરા નિવાસી નિવૃત શિક્ષક છે. તેમની ટૂંકી વાર્તાઓ સાહિત્યના સામાયિકોમાં અવારનવાર સ્થાન પામતી રહી છે. લેખન કલાની સાથે તેઓ ગઝલકાર તેમજ હાર્મોનિયમના અચ્છા કલાકાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે અંગ્રેજીમાં ‘ક્રિકેટ’ વિષય પર લખેલી એક લઘુનવલકથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોર્ડઝના મેદાનની પબ્લીક લાઈબ્રેરીમાં સ્થાન પામી છે. આ અગાઉ ‘બે આંખો’ તથા ‘નામતો નહીં જ […]

એકલતા અને એકલતા – ચંદ્રકાન્ત બક્ષી

[‘લવ… અને મૃત્યુ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] એકલતાને માટે અંગ્રેજી ભાષા પાસે બે શબ્દો છે : અલોનનેસ અને લોનલીનેસ, અને આ બે શબ્દો વચ્ચે એક તાત્વિક ફર્ક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, ‘અલોન’ છો. દુનિયાની દયા ઉપર નથી, તમે […]

દીકરી મારી દોસ્ત – નીલમ દોશી

[‘દીકરી’ એટલે માનવીય સંવેદનાનું કૂમળુંશુ નાજુક અને નમણું ફૂલ ! એના વિશે જેટલું લખાય એટલું ઓછું જ પડે ! પ્રત્યેક માતા દીકરી સાથેના પોતાના સંસ્મરણો વાગોળીને જીવવાનો સહારો મેળવી લે છે. એ મધુર યાદો ક્યારેક અનાયાસે દીકરીને લખાતા પત્રોમાં શબ્દદેહ ધારણ કરી લે છે. લાગણીનું આ અતૂટબંધન તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘દીકરી મારી દોસ્ત’માં પત્રસ્વરૂપે […]

રમૂજ મે હી રામ ! – જયકુમાર આર. દમણિયા

[કહેવાય છે કે મનુષ્યે દિવસનો અમુક ભાગ હસતાં રહીને વીતાવવો જોઈએ. પરંતુ હસવાની સાથે જો સુંદર જીવનોપયોગી વિચાર પ્રાપ્ત થતો હોય તો કેવું સરસ ! સુરતના વતની, ટી.વી-રેડીયોના હાસ્યકલાકાર અને લેખક-કવિ એવા શ્રી જયકુમારભાઈનું પુસ્તક ‘ધાર્મિક રમૂજ’ આપણને એક સાથે બંનેનો લાભ આપી રહે છે. આ પુસ્તકમાંના લેખો ‘ગુજરાતમિત્ર’ અખબારમાં કૉલમરૂપે વર્ષો સુધી લખાયા છે […]

એવા રે અમે એવા ! – બકુલ ત્રિપાઠી

બસ, કંઈક થયું ને મારે સાંભળવું પડે છે, ‘જો છેતરાયા !’ મને સમજણ નથી પડતી કે છેતરાવું એમાં એવું તે શું શરમાવા જેવું છે ? પહેલાં તો સૌ મને પૂછતાં પણ ખરાં કે વસ્તુ કેટલામાં આવી, ને પછી જ કહેતાં કે, ‘તમે છેતરાઈને આવ્યા છો !; વાજબી કહેવાય એ રીત, કૉર્ટમાં કાયદેસર કેસ ચલાવીને ગુનેગારને […]

સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

‘મમ્મી, લે આ તારા માટે છે. હાથ લાંબા કર.’ અર્પણે આવું કહીને શોભાબહેનના હાથમાં સોનાની બંગડીઓ પહેરાવા માંડી. શોભાબેન મૂંઝવણથી એ ઝગારા મારતી કલાત્મક બંગડીઓને જોઈ રહ્યાં. એમને કંઈ સમજાયું નહીં. એમણે પૂછ્યું : ‘આ બંગડીઓ મને શું કામ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય મને નહીં. તારે એની હોંશ […]

ભાગ્ય કે ભૂલ ? – અમિત ત્રિવેદી

[અભ્યાસે બી.ઈ. (ઈલેક્ટ્રીકલ) થઈને વ્યવસાયમાં કાર્યરત એવા યુવાસર્જક શ્રી અમિતભાઈની આ પ્રથમ ગદ્યકૃતિ છે. આ અગાઉ તેમની અનેક ગઝલો અને ગીતો પ્રતિષ્ઠિત ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી ચૂક્યા છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ અમિતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે amit.vadodara@gmail.com સંપર્ક કરી શકો છો.] ઘણાં વખતે આજે ડી.વાય.એસ.પી. સાહેબ ઘરે હતા. બંગલાના […]

એક મુઠ્ઠી આકાશ… – અનુ. નલિની રાવલ

[મૂળ હિન્દી લેખિકા ડૉ. રચનાબેન નિગમના હિન્દી કાવ્યસંગ્રહ ‘એક મુઠ્ઠી આકાશ’નો શ્રીમતી નલિનીબેન રાવલે સુંદર અનુવાદ કરીને ગુજરાતીમાં ‘એક મુઠ્ઠી આકાશ’નું પ્રકાશન ગુજરાતી સાહિત્ય અકાદમીની સહાયતાથી કર્યું છે. નલિનીબેન (વડોદરા) વ્યવસાયે સ્થાનિક ન્યુઝ-ચેનલમાં ‘સ્ક્રિપ્ટ રાઈટર’ છે. ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં લેખન ક્ષેત્રે તેઓ કાર્યરત છે. તેમના હિન્દી કાવ્યસંગ્રહ ‘કશિશ’ ને ‘મહાદેવી વર્મા એવોર્ડ’ […]

રસમાધુરી – સંકલિત

[1] ફરાળી ચેવડો સામગ્રી : બટાટા 500 ગ્રામ, તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ, લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન, બુરુખાંડ ર ચમચી, શીંગદાણા 100 ગ્રામ, વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર, લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી. રીત : સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાંખવા, તે પછી બટાટાના છીણને […]

‘અખંડ આનંદ’ સામાયિકે લીધી રીડગુજરાતીની નોંધ – તંત્રી

બહુધા રીડગુજરાતીના પાનાઓ પર ‘અખંડ આનંદ’ સામાયિકના અનેક લેખો પ્રકાશિત થયા છે, પરંતુ આ વખતે કંઈક ઊલટું બન્યું છે ! અખંડ આનંદના પાનાઓ પર રીડગુજરાતીની સફર કરાવતો એક સુંદર લેખ ચાલુ માસના અંકમાં પ્રકાશિત થયો છે; જેનું આલેખન આણંદના લેખિકા શ્રીમતી લતાબેન હિરાણીએ કર્યું છે. તેમણે આ ઓનલાઈન વાંચનનો અનુભવ અને સાઈટના વિભાગોને પોતાની કલમ […]

પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:1)– મૃગેશ શાહ

[‘અસ્મિતાપર્વ’ની જેમ પ્રતિવર્ષ મહુવાખાતે યોજાતા ‘સંસ્કૃતસત્ર’માં સહભાવક થવાનો લ્હાવો માણીને મેં જે કંઈ જાણ્યું-માણ્યું તે સારરૂપે આ અહેવાલ દ્વારા રીડગુજરાતીના સૌ વાચકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરું છું. પ્રસ્તુત લેખમાં પુરાણો વિશેની ફક્ત અધ્યાત્મિક વાતો જ નથી, પરંતુ તે સાથે સરસ કથા-પ્રસંગો, રમૂજી ટુચકાઓ, જીવનપ્રેરક સુવાક્યો અને વિષયને અનુરૂપ દષ્ટાંતોનો અનુપમ સંગ્રહ રચાયો છે. વિવિધ […]

પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી હવે આગળ….] આ સંગોષ્ઠિના ત્રીજા વક્તા ડૉ. વસંતભાઈ પરીખનો પરિચય આપતાં સંચાલકે કહ્યું હતું કે એમનો શો પરિચય આપવો ? ગતસત્રમાં આપણે ભીમ વિશે તેમને સાંભળ્યા હતા. ગઈકાલથી દેશ-વિદેશમાંથી શ્રોતાઓના ટેલિફોન આવે છે કે વસંતભાઈ ક્યારે બોલવાના છે – એ પરથી જ એમની લોકપ્રિયતા સમજી શકાય. તેઓ આજે આપણને નારદ વિશે વાત […]

માનવીનાં મન – પુષ્કર ગોકાણી

[‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.] ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી, અને જે કાંઈ જીવ અને જગત બનાવ્યાં તેમાં જીવંત પ્રાણીઓમાં કેટલીક શક્તિઓ મૂકી, જેને કારણે તે પોતાનો વ્યવહાર ચલાવી શકે. નીચી કોટિના જીવોમાં પોષણ અને વૃદ્ધિની શક્તિ મુખ્ય રહી છે. બેકટેરીયા, એકકોષી જીવો વગેરે સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને પોષણ મળે ત્યાં સુધી જીવે છે. […]

મચ્છરદાનીમાં – ગુલાબદાસ બ્રોકર

[પુન:પ્રકાશિત] વિલેપાર્લે માં આવ્યાથી મને મોટો આનંદ એ વાતનો થયો કે જીવનના દરેક પાસામાં હું એ દરેક પાસાનો એક ભાગ બનીને રહેવા લાગ્યો. રાજકારણના પાસામાં તો હું હતો જ. પણ મુંબઈની નગરપાલિકા જોડે અમારા પરાની નગરપાલિકા જોડાઈ ગઈ ત્યારે તેમાં જરી ઉત્સાહભર્યો આવેગ આવ્યો, એ સિવાય તો બધું દૈનંદિનની શાંતિપૂર્વક ચાલતું હતું. બીજો મોટો ઉધામો […]

પ્રેરણાદાયી સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંદઆનંદ’ સપ્ટેમ્બર-08માંથી સાભાર.] [1] આકાશનો આધાર – કાંતિભાઈ કલઈવાળા પાંચેક વરસ પહેલાં હું પીનાંગથી રાજકોટ આવેલ. ઉધરસ, કફ, પગનો દુ:ખાવો એવી નાની મોટી વ્યાધિ અને એની ફરિયાદ રહેતી. તે દરમિયાન મારા ભાઈને કોઈએ ચેતનાબહેન વૈદ્યનું નામ કહ્યું. રાજકોટમાં નાના મઉવા રોડ ઉપર દવાખાનું ચલાવે. મેં એમને મારી તબિયત બતાવી અને દવા લીધી. ત્રણેક મહિના દવા […]

હાસ્યાસન – સંકલિત

‘છગન, તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે ?’ ‘મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….’ ‘ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.’ ‘ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….’ ***** ડૉક્ટર (દર્દીને) : ‘જો તમે આ બીમારીમાંથી બચવા […]

સાતમું પગલું – ગિરીશ ગણાત્રા

વડોદરાના મુરતિયા કીર્તિચંદ્ર દેસાઈની સગાઈ અમદાવાદની કન્યા દીપ્તિ પૂનમચંદ શાહ સાથે થઈ ત્યારે બંને ઘરોમાં સુખ, સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ. દીપ્તિના પિતા પૂનમચંદભાઈ શાહનું મંતવ્ય હતું : ચાલો, આપણી દીપ્તિ માટે સરસ છોકરો મળી ગયો. છોકરો એન્જિનિયર છે, વડોદરાની મોટી કંપનીમાં ઊંચા પગારની નોકરી છે, પરણશે તે પહેલાં કંપનીની લૉન લઈને ફલેટ લેવાનો […]

મારો શું વાંક ? – અંબારામ સંઘાણી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોક્લવા માટે શ્રી અંબારામભાઈનો (સાઉદી અરેબિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aksanghani@gmail.com સંપર્ક કરી શકો છો.] અરજણની ઉંમર તો તેર જ વરસની પણ એનું ડહાપણ યુવાનીએ પહોંચ્યું હતું. માબાપની ગરીબાઈ છોગે ચડીને દેખાતી હતી પણ અરજણનાં મહેનતકશ સ્વભાવ અને હોંશિયારીમાં તેમને મોટું સાંત્વન મળતું. ગામની સાત ધોરણની શાળાનો વિદ્યાર્થી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.