Archive for October, 2008

નૂતન વર્ષના વધામણાં – તંત્રી

આજથી શરૂ થતા વિક્રમ સંવત 2065ની સૌ વાચકમિત્રો, લેખકો તેમજ પ્રકાશકોને શુભકામનાઓ અને સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, હૃદયથી પ્રસન્ન કરનારું અને પ્રેમપૂર્ણ નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને મારા સાલમુબારક. આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનું આ પર્વ આપણને કેટલીક ઉત્તમ સાહિત્યકૃતિઓનું આજે સ્મરણ કરાવે છે; કારણ કે રંગોળીના રંગ […]

ડાયેટિંગ ડોટ કોમ ! – ચંદ્રકાન્ત વાગડિયા

[હાસ્ય-લેખ : ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી-2008 માંથી સાભાર.] જબ દિલ લગા મિસ ડોન્કી સે તો પરી ક્યા ચીજ હૈ ! મતલબ કે – રાજાને ગમી તે રાણી, છાણાં વીણતી આણી ! રાજા જેવા મારા એક મિત્રના કમનસીબે એને ન તો રાણી મળી કે પછી ન તો એણે છાણાં વીણતી આણી, કારણ કે અકસ્માત ત્રીજી જ જગ્યાએ […]

પ્રકાશ પ્રતિષ્ઠાનું પર્વ : દીપાવલી – મનસુખ સલ્લા

ભારતીય સંસ્કૃતિમાં પર્વો ઉત્સાહરૂપ આનંદરૂપ છે તેટલાં જ અનુષ્ઠાનરૂપ છે. આ વિશેષતા ભારતીય સંસ્કૃતિના જીવન પ્રત્યેના દષ્ટિકોણને પ્રગટ કરે છે. વૈવિધ્યથી જ જીવન સુંદર લાગે છે. પ્રસન્નતા અનુભવાય છે. એથી ઋતુ અને કાર્યોને સંવાદી એવી રીતે આપણાં પર્વોનું આયોજન થયું છે. વળી આ પર્વોની ઉજવણી કેવળ વ્યક્તિગત સ્તર પર નથી થતી. પરંતુ સમૂહગત રીતે, સમાજગત […]

દિવાળીનો તહેવાર ઉજવવાની સાચી રીત – ભૂપત વડોદરિયા

[અગાઉ 2006ના દિપોત્સવી પ્રસંગે પ્રકાશિત કરાયેલો આ લેખ વાચકોને સરળતાથી સુલભ ન હોવાથી, પુન:પ્રકાશિત કરાયો છે. સૌ વાચકમિત્રોને દીપાવલીની શુભેચ્છાઓ. – તંત્રી] સમયની સાથે બધું બદલાય છે. દિવાળી બેસતું વર્ષ-ભાઈબીજ-લાભપાંચમ આ બધા દિવસોની ઉજવણી આજે પણ ઉત્સાહ અને ઉમંગપૂર્વક થાય છે. દર વર્ષે થાય છે પણ આજે ઉત્સવની પાછળ લોકો નાણાં ખૂબ ખર્ચે છે અને […]

સંસ્કૃતિચિંતન ! આહા….!! – બકુલ ત્રિપાઠી

‘ધીઉકાકા ! અહીં ! ધીઉકાકા !…. મારે બતાતાનું સાક જોઈએ છે…. ધીઉકાકા….!’ બાળકોના પોકારો થતા રહે અને અમારા ધીરુકાકા બટાટાના શાકનું વજનદાર અધમણનું કમંડળ ઝુલાવતાં ઝુલાવતાં પંગતની આરપાર સડસડાટ ગતિ કરતા હોય ! મને ભૂતકાળનું એ ઉત્સાહભર્યું દશ્ય હજી યાદ છે ! ધીરુકાકા પીરસવાના નિષ્ણાત. આરોગ્ય દેહસૌષ્ઠવ ઘણું સારું. ત્યાસી વર્ષની વય છતાં અધમણિયું કમંડળ […]

રાતોરાત વી.આઈ.પી. – રતિલાલ બોરીસાગર

હિંદી ભાષામાં સરસ વાર્તા છે : ‘રાતોરાત લમ્બી દાઢી’ (લેખકનું નામ ભૂલી ગયો છું.) ‘એક માણસે કોઈ દુકાનેથી કશીક વસ્તુ ખરીદી. વસ્તુ ઘરનાંને બરાબર ન લાગે તો બદલાવવાની બોલી કરી. વસ્તુ ખરીદીને પાછાં ફરતાં એ માણસને લાગ્યું કે ધારો કે વસ્તુ પાછી આપવાની થઈ તો દુકાન સહેલાઈથી જડે એ માટે કશીક નિશાની યાદ રાખવી જોઈએ. […]

માનો યા ન માનો – મન્નુ શેખચલ્લી

[હાસ્ય-લેખ] [છાપાંઓમાં ઘણીવાર અજબગજબના સમાચારો છપાતાં હોય છે. છતાં ઘણા સમાચારો એવા છે કે હજી છપાયા નથી. અને ઘણા સમાચારો એવા પણ છે કે તદ્દન સાચા હોવા છતાં માન્યામાં ન આવે તેવા હોય છે !] [1] અનોખી ફેરતપાસ 12મા ધોરણનાં પરિણામો પછી એક અકલ્પ્ય કિસ્સો બન્યો છે. ગુજરાતના એક નાના ગામડાના વિદ્યાર્થીને લાગ્યું કે તેને […]

મંદિરમાં જોયું-સાંભળયું – ડૉ. ઈન્દ્રદેવ આચાર્ય

[રમૂજી કાર્ટૂન સંગ્રહ] [1] પ્રસાદ ! હે પ્રભુ ! તમને ધરાવવા અગાઉ તો હું ચોખ્ખા ઘીના લાડવા લાવતો હતો… પણ આજ એક નાનીશી ચોકલેટ જ લાવ્યો છું કારણ કે મારી પત્ની કહે, ‘આ મોંઘવારીમાં ચોખ્ખું ઘી આપણને ન પોસાય… એના કરતા બાબાના દફતરમાંથી એક નાનીશી ચોકલેટ લઈ જાવ. ભગવાન પણ આ નૉવેલ્ટીથી ખુશ થઈ જશે […]

રંગ છે બાપુ ! – સંકલિત

ખુશખુશાલ પતિ : ‘રવિવાર સારી રીતે ગાળવા માટે હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.’ પત્ની : ‘કેમ ત્રણ ?’ પતિ : ‘કેમ વળી…. એક ટિકિટ તારી અને બે તારાં મા-બાપની ! થઈ ગઈને ત્રણ !’ ****** ગામના ચોરે બેસીને એક કાકા એક યુવાનને સલાહ આપી રહ્યા હતા : ‘લગ્ન તો પચાસની ઉંમર પછી જ […]

પર્વ વિશેષ – સંકલિત

[1] રંગોળી સજાવો – હેમેન ભટ્ટ ‘જીસ ઘર મેં ઘર કી બહુ રંગોલી સજાતી હૈ, ઉસ ઘર મેં સદા લક્ષ્મી આતી હૈ….’ આ ફિલ્મી ગીત અનુસાર ઘેર ઘેર ગૃહલક્ષ્મીઓ કે કુમારિકાઓ દિવાળી પર્વમાં રંગોળી બનાવતી હોય છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ઘેર ઘેર દીવા થાય એમ ઘેર ઘેર-આંગણે આંગણે અવનવી રંગોળી પણ થાય. રંગોળી એ એક […]

દિવાળી આવી – અરુણા બિલગી-જાડેજા

[આજથી શરૂ થઈ રહેલા દીપાવલીના પર્વની સૌને શુભકામનાઓ. પ્રસ્તુત લેખ ‘અખંદ આનંદ’ દિપોત્સવી અંકમાંથી સાભાર. આપ અરુણાબેનનો આ સરનામે arunaj50@yahoo.com અથવા આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો.] ભારતમાં જ્યાં જઈએ ત્યાં દિવાળી – એ જ ઝળહળતી, રંગોળી એવી જ રંગબેરંગી, એ જ નવાનકોર નાસ્તા એ જ લિજ્જદાર; બધે એ જ ‘ઊંડા […]

મીઠાઈ અને ફરસાણ – સુધાબેન મુનશી

[‘રસસુધા’ પુસ્તકમાંથી સાભાર.] [1] મેસૂર સામગ્રી : 1 કપ ખાંડ 1 કપ ચણાનો લોટ 3 કપ ઘી 2 ટેબલસ્પૂન દૂધ, 5 નંગ એલચી. રીત : એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો. ચાસણી એકતારી થાય […]

દિવાળીએ દિલમાં દીવો કરો – વિનોબા ભાવે

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓક્ટો-08માંથી સાભાર.] દિવાળી સાથે બે-ત્રણ યાદ મારા મનમાં સંકળાઈ ગઈ છે. એક છે, એકદમ બાળપણની. મારું બાળપણ કોંકણના પહાડોથી ઘેરાયેલા એક નાનકડા ગામમાં વીત્યું. મને યાદ આવે છે કે તે ગામમાં અમે લોકો દિવાળીમાં દીવા કેવી રીતે પ્રગટાવતા. તે માટે જંગલમાં જઈને કોરાંટીનાં ગોળ ફળ વીણી લાવતા અને તેને વચ્ચેથી કાપીને અંદરનો માવો […]

મને સાળાનાં સપનાં આવે – પ્રો. ચંપક શાહ

[હાસ્યલેખ] મારા સસરાની સર્વાંગી ‘મિસપ્રિન્ટ કાર્બન કોપી’ એટલે મારો સાળો ! એ રીતે મૂલવતાં મારાં શ્રીમતીજી એ આબેહૂબ સર્વાંગી કાર્બન કોપી છે એમ મારે કોઈપણ જાતના દબાણો વગર જ કહેવું જોઈએ. મારાં લગ્ન થયે ચાલીસ વર્ષ પૂરાં થઈ ગયાં, પણ એ દરમિયાન લગભગ એકસો ચાલીસ જેટલા નાના-મોટા ભવાઈ વેશો મારા સાળા સાથે મારે ભજવવાના પ્રસંગો […]

સત્યઘટનાની સત્ય વાત – કૃષ્ણકાંત ઉનડકટ

[પરમદિવસે આપણે ‘રૂપિયાની કદર’ માં એક સત્યઘટનાને વાર્તા સ્વરૂપે માણી. આજે એ વાર્તા પાછળ રહેલી સત્યઘટનાની સત્ય વાતને તેના મૂળ સ્વરૂપે માણીએ. – તંત્રી] આ એક હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાર્તા છે. મુંબઈ અને સુરતમાં રહેણાંક ધરાવતાં અબજોપતિ ઉદ્યોગપતિ 58 વર્ષીય ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઉર્ફે ગોવિંદ ભગત વર્ષે એક હજાર કરોડનું ટર્ન ઓવર કરતી શ્રી રામકૃષ્ણ […]

રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ – તંત્રી

Features | Requirement | Gujarati Language | Reading | Feedback | Credits પ્રસ્તુત છે વાચકો માટે દિવાળીનો વિશેષ ઉપહાર…. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વાર…. ReadGujarati Mobile Edition ….. http://m.readgujarati.com હરતાં-ફરતાં માણો ગુજરાતી સાહિત્યનો રસથાળ…. જી હા, રીડગુજરાતી પર પ્રકાશિત થતા તમામ લેખો આપ હવે આપના મોબાઈલ પર સરળતાથી વાંચી શકો છો. માત્ર એટલું જ નહિ, આપનો […]

રૂપિયાની કદર – કૃષ્ણકાંત ઉનડકટ

[સત્યઘટના] ‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર છું.’ […]

અમે તો ભઈ ગુજરાતી…! – વિનય દવે

[પ્રસ્તુત હાસ્ય-લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.] હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ? (1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે. (2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય. (3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે. (4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને […]

દિલોજાન દોસ્તી ! – પ્રણવ કારિયા

[બાળવાર્તા] સુધા પપ્પાની એકની એક લાડકી દીકરી. તે પપ્પાને રોજ રમાડે અને પપ્પા તેને જમાડે ! પણ આજે કોણ જાણે કેમ, સુધા જમતાં જમતાં રડવા લાગી ગઈ ! મમ્મીએ ધાકધમકી આપી પણ કંઈ જ ફેર પડ્યો નહિ. પપ્પા સવારનું છાપું વાંચવાનું બંધ કરી સુધા પાસે ડાઈનિંગ ટેબલ પર આવ્યા અને વહાલથી પૂછ્યું : ‘કેમ બેટા, […]

વહાલપ – હેમંત દેસાઈ

વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ દરિયાની ભરતી શી વ્યાકુળ થઈ છલકાતી ……દુનિયાની સીમ મહીં એની સુગંધ ! ……વહાલપને ન્હોય નામ રૂપનાયે બંધ ! ગમતાને ગોઠવાનું ગોઠે ત્યાં ગમવાનું ફૂલપણું ફેલાવ્યે જાવું, દૂરની અદીઠ કોઈ ડાળીએથી કોકિલનો વન ભરતો કંઠ બની ગાવું; કેફ કરે આસમાની-કેસરિયા તોય એને …….ઊડતા ગુલાલના લાલથી સંબંધ ! …….વહાલપને ન્હોય નામ રૂપનાયે […]

ઢોસાના સ્મરણોનું ખંડકાવ્ય – સ્નેહલ ન. મુઝુમદાર

[આ ખંડકાવ્યના કવિ શ્રી સ્નેહલભાઈ મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય ક્ષેત્રે કાર્યરત છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે muzoomdar@vsnl.com અથવા આ નંબર પર +91 98922-91126 સંપર્ક કરી શકો છો.] મુશળધાર વરસાદ વરસતો હોય, ગોધૂલિ ટાણે મનના પાદરમાં આરતીનો ઘંટારવ સંભળાતો હોય, પાપી પપીહા પિયુ પિયુ કરતો હોય, પરવરદિગાર […]

બે ગઝલો – સુરેન ઠાકર ‘મેહુલ’

[1] લખવાનું તને એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને, આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને. એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને આજ મોસમની મજાનો સ્વાદ લઈને ટેરવે, અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને. દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને રોજ […]

ગજબની ગંભીરતા ! – નટવર પંડ્યા

‘ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે.’ ગંભીરતા વિશેની આ અતિ ગંભીર બાબત ઘણા મહાનુભાવો સમજી શક્યા નથી. તેથી આપણે જ્યાં નથી ઈચ્છતા ત્યાં ભરપૂર ગંભીરતા જોવા મળે છે. અને જ્યાં ઈચ્છીએ છીએ ત્યાં જરાય જોવા મળતી નથી. વળી ગંભીરને ‘જ્ઞાની’ માની લેવો તે આપણું અજ્ઞાન છે. આપણું આવું અજ્ઞાન જ ઘણાને મહાન […]

વાચન સંબંધી કેટલાંક અવતરણો – સં. બી.એમ. પટેલ

[‘વાચનની કળા’ પુસ્તકમાંથી સાભાર.] [1] વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનારના કરતાં એક જ પુસ્તક પચાવનાર વધારે જાણે છે. – ગાંધીજી [2] જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે એમ નથી, ઓછું કે વધું વાંચવું એ રુચિ, શક્તિ અને સગવડનો સવાલ છે. પણ ગમે તેટલું […]

ઈન્ટરનેટ પર જામતો ગુજરાતી ડાયરો – હિમાંશુ કીકાણી

[કોઈ વ્યક્તિ રસ્તા પર બે હાથ પહોળા કરીને ચાલે એ તે વ્યક્તિનો કોઈ વિશેષ ગુણ નથી; સહજ અને સ્વાભાવિક ઘટના છે. પરંતુ એ વ્યક્તિ જો એ જ રીતે પાતળા દોરડા પર સમતોલ રહીને ચાલી બતાવે તો એને અવશ્ય કલા માનવી પડે. કંઈક આવી જ વાત ગુજરાતી બ્લોગરોની છે. આજના સમયમાં રોજિંદા નોકરી-ધંધાની અનેક સમસ્યાઓ, પરિવારની […]

જીવનમાં સુખી થવું છે ? – મુકુન્દ પી. શાહ

[‘જીવનમાં સુખી થવું છે ?’ પુસ્તકમાંથી કેટલાક ચૂંટેલા લેખો સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] સ્વાર્થ છોડે તે જગ જીતે માનવીમાત્રની એ સ્વાભાવિક ઈચ્છા હોય છે કે સારીયે જિંદગી તે સુખચેનથી વિતાવે પણ સુખ ને શાંતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તેની જાણ તેને નથી હોતી. આ જગતમાં બધા કાંઈ ભણેલગણેલ […]

મારી વ્યાયામસાધના – જ્યોતીન્દ્ર દવે

અહીંના એક અખાડાના સ્નેહસંમેલન અંગે મને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ મળ્યું હતું. અખાડામાં જવાના મંપ ઘણી વાર અખાડા કર્યા છે પણ આ તો મુખ્ય મહેમાન તરીકે જવાનું હતું અને તે પણ સ્નેહસંમેલનમાં, એટલે મેં નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો. આ જાતનાં સંમેલનોમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય ભાષણ કરવાનું હોય છે તે પ્રમાણે મેં પણ ત્યાં જઈને […]

પોષતું તે મારતું…! – હરેશ ધોળકિયા

વિશ્વનો શ્રેષ્ઠ આનંદ કયો ? વિચારવાનો. વિચાર જ જીવન છે. વિચાર છે તો જીવન છે. જીવનમાં બધું જ હોય, પણ તે સમજવા-માણવા વિચાર ન હોય, તો બધું વ્યર્થ છે. બધું ભોગવાતું લાગે, પણ તેને સૂક્ષ્મ રીતે માણી ન શકાય. દરેક ભોગવટો એક સમજ માગે છે – પછી તે શારીરિક ભોગની વાત હોય કે ઉપનિષદ. બંનેમાં […]

તો બાત બન જાયે… – જયવતી કાજી

[‘જન્મભૂમિ દૈનિક’ માંથી સાભાર.] ‘પતિ-પત્ની શા માટે એકબીજાના જીગરી દોસ્ત નથી થઈ શકતાં ? વર્ષો સુધી એક છાપરા નીચે સાથે રહીને સંસારની જવાબદારીઓ નિભાવતાં હોવા છતાં ઘણી વખત બન્નેનું જીવન બે સમાંતર પાટા જેવું કેમ હોય છે ? બન્નેનાં દિલનો-લાગણીઓનો સંગમ કેમ નહિ થતો હોય ? પતિ-પત્ની એકબીજાના ખાસ ઘનિષ્ઠ અને અંતરંગ મિત્ર ન બની […]

દીર્ઘજીવનની વાતો – રણજીત પટેલ ‘અનામી’

[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.] લગભગ સાડા પાંચ દાયકાથી મને હોજરીનું અલ્સર છે. અનેક ડૉક્ટરો અને વૈદ્યોની દવાથી પણ મટતું નથી. મારા પિતાજીને મારી તબિયતની ખૂબ ચિંતા થતી હતી, પણ એક વાર મને ધીરજ ને આશ્વાસન આપતાં સહજ રીતે બોલી ગયા : ‘જો બેટા ! દવા કરાવવાની, પણ ઝાઝી તો પ્રભુમાં શ્રદ્ધા રાખવાની; અને તારે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.