Archive for November, 2008

પુષ્પગુચ્છ – સંકલિત

[1] સજાગતા – અજ્ઞાત ચાલો મનને ઓળખીએ, અને એ દ્વારા જાતને ઓળખીએ. એક શાંત – સ્વચ્છ જગામાં આંખો મીંચીને સુખદાયક મુદ્રામાં બેસીએ. શ્વાસની ગતિને અનુભવીએ. અંદર જતો શ્વાસ. બહાર આવતો શ્વાસ. એ સાથે નાકમાંથી શ્વાસનળીમાં, ફેફસામાં થતી સંવેદના અનુભવીએ. શ્વાસની ગતિ અને મનની ગતિને સીધો સંબંધ છે. આથી મનને પકડવા શ્વાસને પકડીએ. શક્ય એટલો ઊંડો […]

વિચારમંથન – સંકલિત

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] [1] તમે તો કેવા લોકો છો ? – સ્વામી વિવેકાનંદ દુ:ખી મનુષ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય કરવા માટે પ્રયત્ન કરો. આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્ષ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનિકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હૃદયે અડધી દુનિયા ઓળંગીને હું આ અજાણી […]

કરી લીધી – અમૃત ઘાયલ

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી; અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી. કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી ! જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી. અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી; કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી. ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં ? અમે આ પણ સહન તલવાર બેધારી […]

ત્રિપદી – હેમેન શાહ

[1] વૃક્ષને તાજા પવનનો કેફ છે, પથ્થરો પર કંઈ અસર થાતી નથી એ ઋતુના ચક્રથી વાકેફ છે. [2] વ્યસ્ત બહુ લાગે છે આજે વાયરા, મોગરો, ચંપો, જૂઈ પાસે લીધા કેટલાં ફોરમ તણાં સંપેતરાં. [3] બેસતાં ગભરાય એ સંભવ નથી, પીઠ હો એ ભેંસની કે સિંહની, દેવચકલીને કશી અવઢવ નથી. [4] વેશભૂષાથી કદી પરખાય છે ? […]

હું ડૉક્ટર, હું દર્દી – ડૉ. પ્રદીપ પંડ્યા

[આજના સમયમાં તબીબી સારવાર ન સમજાય તેવી અનેક આંટીઘૂંટીઓથી ભરેલી છે. કેટલાક કેસોમાં તો વ્યક્તિનું ઑપરેશન થઈ જાય તે પછી તેને ખબર પડે છે કે ઑપરેશનની તો જરૂર જ નહોતી !! આમ આદમી સાથે એવું થાય તે તો ઠીક; પરંતુ ખુદ ડૉકટર પર એ વીતે ત્યારે શું થતું હશે ? કંઈક એવી જ વાત આપણા […]

સફળતાની ચાવી – પારસ છત્રોલા

[આ કૃતિના સર્જક શ્રી પારસ છત્રોલા, સી.યુ. શાહ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (વઢવાણ, સુરેન્દ્રનગર)ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી છે. અભ્યાસની સાથે સાહિત્ય-વાંચન અને લેખનનો તેમને શોખ છે.  તેમનો વાર્તા લખવાનો આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે પારસભાઈનો ખૂબ ખૂબ આભાર. લેખન અને નવસર્જન માટે તેમને શુભકામનાઓ. આપ તેમનો આ […]

સાહિત્યનો ઉદ્દેશ – મુનશી પ્રેમચંદજી

[વિષય પ્રવેશ : દેશકાળ પ્રમાણે સાહિત્યએ અલગ-અલગ ભૂમિકા નિભાવવી પડે છે. કોઈક કાળે તે મનોરંજનનું માધ્યમ હતું પરંતુ આજના કાળમાં મનોરંજન માટે અનેક સાધનો ઉપલબ્ધ છે. એ માટે સાહિત્યના સહારાની કોઈને જરૂર નથી. આજના જમાનામાં સાહિત્યએ જો કોઈ મૂખ્ય ભૂમિકા ભજવવાની હોય તો એ છે ‘જીવન વિકાસ’ની. માનસિક તાણ અને સંઘર્ષ વચ્ચે જીવતી નવી પેઢીને […]

મારું લગ્નજીવન (ભાગ-2) – સંકલિત હાસ્ય-લેખો

[અગાઉ આપણે ‘મારું લગ્નજીવન’નો એક લેખ થોડા સમય અગાઉ માણ્યો હતો. આજે માણીએ તેનો બીજો ભાગ. ‘નવનીત સમર્પણ’ સુવર્ણ જયંતી વિશેષાંકમાંથી સાભાર.] [1] રતિલાલ બોરીસાગર હાસ્યલેખકોના લગ્નજીવન વિશે એક વ્યાપક ગેરસમજ એવી છે કે એમની પત્નીઓને કેટલું બધું હસવાનું મળતું હશે ! કોઈ પણ હાસ્યલેખકની પત્નીને આ વાત પૂછશો એટલે આ કેટલી મોટી ગેરસમજ છે […]

તો કયે ભવ છૂટું ? – જયંતકુમાર પાઠક

વાર્તાના કલેવરમાં છુપાયેલી આ એક સત્ય ઘટના છે. કોઈએ કહી હોત તો કદાચ માનત પણ નહિ, પરંતુ આ તો સગી આંખે જોયેલી છે. સૌરાષ્ટ્રની ધરતી પર ઈતિહાસે એક કરવટ બદલ્યું હતું. સૈકાઓની ગુલામીનાં અસ્થિઓ કાળના કબ્રસ્તાનમાં દફનાવાતાં હતાં. ‘જયહિંદ’ ને ‘જય સોમનાથ’નો નાદ ફરીથી એક વાર બુલંદ બન્યો હતો. જૂનાગઢની આરઝી હકુમતે ઉગામેલી તલવાર હજુ […]

લગ્નભેટ નિમિત્તે આભારપત્ર – વનરાજ માલવી

યુવક કે યુવતી લગ્ન કરે ત્યારે મિત્રો, સ્નેહીઓ, સગાંઓ તરફથી તેમને ઠીક ઠીક ભેટ મળે છે. તે સંજોગ એવા હોય છે કે નવપરિણીતો જે તે ભેટ અંગે આભાર માની શકતાં નથી. એ ભેટ જોવાની કે તે અંગે પોતાનો આનંદ વ્યક્ત કરવાનો અવકાશ હોતો નથી. ભેટ સ્વીકારતી વેળા આભારના એકાદ-બે શબ્દ કહે છે ખરા, પણ તે […]

વિસ્મરણ – મહેશ દવે

[વાર્તાસંગ્રહ ‘કેન્દ્રબિન્દુ’ માંથી સાભાર.] ‘કેટલા વાગ્યા હશે ?’ જરાક ગણતરી મૂકી હોત તો તરત જ ચિંતનને ટાઈમનો અંદાજ આવી જાત. તેની મિનિટે-મિનિટ ઑફિસનાં જુદાંજુદાં કામમાં ગઈ હતી. બગાસું ખાવાનો પણ સમય રહ્યો નહોતો. પણ સમય જાણવા માટે મગજને કસવાને બદલે ચિંતને ટેવ પ્રમાણે કાંડા-ઘડિયાળમાં જોયું. પાંચ વાગીને પચીસ મિનિટ થઈ હતી. નીનાનો રાતની રસોઈ શરૂ […]

તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની

[આત્મકથા : ‘રાખનું પંખી’ માંથી સાભાર] 26મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાક દિન. સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા. સને. 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ પસંદ થયો હતો, તેથી તે પ્રજાસત્તાક […]

નવા વર્ષની નવી યોજના – જયવતી કાજી

[કટાક્ષિકા] મહાન કવિ અને નાટ્યકાર શેક્સપિયરે કહ્યું છે : ‘કેટલાક માણસો જન્મથી મહાન હોય છે. કેટલાક મહાન બને છે, અને કેટલાક ઉપર મહાનતા ઠોકી બેસાડવામાં આવે છે.’ આ ઉક્તિમાં મને કશુંક ઉમેરવા જેવું લાગે છે. આ ત્રણ વર્ગ ઉપરાંત માનવીઓનો એક ચોથો વર્ગ પણ છે ! એ વર્ગના માણસોએ પોતાની મહત્તા ઊભી કરી હોય છે […]

જીવનનું સત્ય – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ […]

આવું પણ બને ! – સંકલિત

[1] એક પટેલની આત્મકથા ! – સુધીર શાહ મિનેશ જશભાઈ પટેલ દસમી ફેઈલ છે. એની ઉંમર ફક્ત 24 વર્ષની છે. પણ સુરત નજીક આવેલા એના ગામમાં જો કોઈને પણ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો તેઓ સુરત, નવસારી, બારડોલી, આણંદ, બરોડા, અમદાવાદ કે મુંબઈના વિઝા કન્સલટન્ટોને નહીં પણ મિનેશની સલાહ લે છે. મિનેશે […]

શિખર – ‘બેજાન’ બહાદરપુરી

[ જાણીતા લેખક શ્રી વ્રજેશભાઈ વાળંદની ‘અલવિદા’, ‘નામ તો નહીં જ કહું’ વગેરે ગદ્યકૃતિઓથી આપણે સૌ પરિચિત છીએ. તેઓ લેખક હોવાની સાથે સારા ગઝલકાર પણ છે.  પોતાનું પદ્યસર્જન તેઓ ‘બેજાન બહાદરપુરી’ નામથી કરે છે. તેમની આ ગઝલો ‘અખંડઆનંદ’ જેવા સાહિત્ય સામાયિકોમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા માટે વ્રજેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ […]

ગુજરાતના ફ્રોઈડ : હરભાઈ ત્રિવેદી – અશોક સોમપુરા

[ પ્રસ્તુત કૃતિ ‘કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. ઑક્ટોબર-2006માં પ્રકાશિત થયેલું આ પુસ્તક વર્ષ : 2008 સુધીમાં ત્રણ વખત પુનર્મુદ્રણ પામ્યું છે. આ પુસ્તકમાં ઠક્કરબાપા, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, જુગતરામ દવે, પૂ. મોટા, ઝીણાભાઈ દેસાઈ, મૂળશંકર ભટ્ટ, ડોલરરાય માંકડ, પ્રભાશંકર ત્રિવેદી, મનુભાઈ પંચોળી જેવા 20 જેટલા કેળવણીકારોના જીવન તેમજ કાર્યક્ષેત્રનો […]

ગાય તેનાં ગીત – ધ્રુવ ભટ્ટ

[ ધ્રુવભાઈ ભટ્ટ (આણંદ)ના નામથી ગુજરાતી સાહિત્યરસિકો અપરિચિત નથી. સાહિત્યક્ષેત્રમાં તેમનું પ્રદાન સાવ નોખું છે. ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપનાર ધ્રુવભાઈ ખૂબ જ સુંદર કવિ-ગઝલકાર છે. તેમના ગીતો-કાવ્યોમાં એટલી સહજતા છે કે પ્રત્યેક વાચકને તે પોતાના હોય એમ લાગે છે અને તેથી જ તેમના આ પુસ્તકનું નામ છે ‘ગાય તેનાં ગીત’. હાલમાં ‘નવનીત સમર્પણ’માં […]

સત્યબોધ – રવીન્દ્રનાથ ટાગોર

આજે આ મેદાન ઉપર ચાંદનીનો પ્રકાશ જોઈને મને ઘણા દિવસ પહેલાંની બીજી કેટલીક ચાંદની રાતો યાદ આવે છે. ત્યારે હું પદ્મા નદીમાં વાસ કરતો હતો. પદ્માના ભાઠામાં હોડી બાંધેલી રહેતી. શુકલ પક્ષની રાત્રે કેટલીય વાર હું એકલો ભાઠામાં ફર્યો છું. ક્યાંય ઘાસ નહિ, ઝાડ નહિ, ચંદ્રના પ્રકાશ સાથે રેતીના પટનો છેડો મળી ગયો હોય – […]

મિયાં ફુસકીનું સપનું – જીવરામ જોષી

મિયાં ફુસકી ઘોડા પર ચડ્યા છે. ગામના પાદરમાં પહોંચી ગયા. ગામના પાદરમાં મોટો એક વદલો હતો. આ વડલાને ફરતો મઝાનો ઓટલો. તે ઓટલે ભીમો ડાંગર બેઠેલો. બીજા બે-ચાર માણસો બેઠા હતા. એવામાં દલા શેઠ આવી પહોંચ્યા. ત્યાંથી ફુસકી મિયાં નીકળ્યા. દલા શેઠને જોતા ફુસકી મિયાંએ ખોંખારો ખાધો. દલા શેઠ હોઠ દબાવીને રહી ગયા. મનમાં કંઈ […]

મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી

[લોકમિલાપ ટ્રસ્ટનું લોકપ્રિય પ્રકાશન એટલે ‘ખિસ્સાપોથી’. ખિસ્સાપોથી એટલે ખિસ્સામાં સમાય તેવી નાનકડી પુસ્તિકા પરંતુ ચૂંટેલા સાહિત્યનો જાણે કે ખજાનો ! થોડામાં ઘણું સમાવતી આ વિવિધ પ્રકારની ખિસ્સાપોથીઓ પૈકી ‘મારા ગાંધીબાપુ’ માંથી આજે માણીએ ગાંધીજીના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો. આ ખિસ્સાપોથીની વધુ વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જા, મેં પણ મીઠું છોડ્યું ! બાની […]

સોનું સાંપડે સ્મિતમાં – નસીર ઈસમાઈલી

[ થોડા સમય અગાઉ આપણે શ્રી નસીરભાઈના ‘માણેક મળે મલકતાં’ પુસ્તક વિશે વાત કરી હતી. એ પ્રકારનું તેમનું આ બીજું પુસ્તક છે : ‘સોનું સાંપડે સ્મિતમાં’. આજે માણીએ તેમાંના ચૂંટેલા રમુજી પણ બોધપ્રેરક પ્રસંગો. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી નસીરભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો […]

દીકરી દિલનો દીવો – જનક નાયક

[દીકરીએ સમાજ, સાસરા અને પિયરમાં સૌની લાડકી બનવા શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન. દરેક મા-બાપે વહાલી દીકરીને ભેટ આપવા જેવું પુસ્તક. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] વહાલી મારી દીકરી, તું કુશળ છે એવું તારી મમ્મી પાસેથી જાણ્યું. આનંદ થયો. આપણી વચ્ચે સીધેસીધી વાતચીતનો સંબંધ નથી. એનું કારણ વિજાતીય સંબંધને કારણે સર્જાતો સંકોચ […]

બીકનું બંડલ – હરીશ નાગ્રેચા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] શશી અને વિનુ, આમ ઘરમાં અમે બે જ. પણ એવું નથી. ત્રીજું પણ છે, સંતાન નહિ, બીક છે. હું મારી અને વિનુ એની બીક જોડે જીવે છે, જો કે મળેલાં જીવ તે જીવીએ છીએ જોડેજોડ જ ! રાતે સૂતાં હોઈએ ત્યારે એક દસ્તો લઈ બીજાનું માથું છૂંદી નાખશે એવી કોઈ બીક નથી. […]

લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

[ગત સપ્તાહે આપણે ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’ પુસ્તક વિશે વાત કરી હતી. એવું જ બીજું વસાવવાલાયક પુસ્તક તાજેતરમાં શ્રી સુરેશભાઈ દલાલે સંપાદિત કર્યું છે; જેનું નામ છે : ‘સાહિત્ય-પ્રદક્ષિણા’. સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો સાથે તેમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિતા, લોકસાહિત્ય, વાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, રેખાચિત્રો અને જીવનકથાના અંશો, આત્મકથા, પત્રસાહિત્ય, ડાયરી, […]

વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

[1] ચોર…ચોર…ચોર…! મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એ ભારે કઠણ કામ છે. બસ, ગિરદી જ ગિરદી ! પાકીટમારોનો તડાકો. રોજ ઊતરતાં-ચઢતાં ચાર-પાંચના પાકીટ તો ગયાં જ હોય. તે દિવસે હું ઊતર્યો ને લેડીઝ ડબ્બા આગળથી અવાજ સંભળાયો – ‘ચોર…ચોર…ચોર….!’ બધાંની નજર તે બાજુ. એક બહેન ડબ્બામાંથી ઊતરીને ઉદાસ ચહેરે ઊભાં હતાં. એમનું પાકીટ ચોરાયું હતું. […]

મહામાયા – ગિરીશ ગણાત્રા

પૂનમ પરીખ. આ નામ સાંભળતાં જ એકએક કોલેજિયનનું દિલ ધડકી જતું. જુવાન હૈયામાંથી એક આહ નીકળી પડતી. એના રૂપ અને યુવાની પર કૈંક યુવાનોએ દિલ ફેંકેલા. એનું એક સ્મિત પામવા માટે પણ યુવાનો તલસાટ અનુભવતા. ટાઈટ ટી-શર્ટ અને પ્લીકેટ સ્કર્ટ પહેરી જ્યારે એ ઘરથી કૉલેજ આવવા નીકળતી ત્યારે નાનકડા શહેરના એ રસ્તા પર જાણે ગુલમહોર […]

વૈવિધ્ય સંચય – સંકલિત

[1] લગ્નનું આલ્બમ – સુરેશ પારેખ [ આંતરરાષ્ટ્રિય સફળતાને વરેલા વડોદરાના નામાંકિત તસ્વીર કલાકાર શ્રી સુરેશ પારેખ વિશે આપણે આ અગાઉ ‘કેળવણી’ વિશેના લેખમાં વાત કરી હતી. આજે માણીએ તેમની કલમે ‘લગ્નનાં આલબમ’ વિશેની જાણવા જેવી વાતો. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો […]

સાંજ પહેલાની સાંજ – વેણીભાઈ પુરોહિત

હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો ! હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે, દિવસને ઢળવા દો ! ….સાંજ તો પડવા દો ! હજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર ! અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર હજી ના મનડું બેઠું મહુવર પર દેવમંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો ! ….સાંજ તો […]

તિલક કરતાં… – અખો

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ? મુક્તિ-બંધ પૂછે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.