Archive for December, 2008

નસીબદાર – નયનાબેન ભ. શાહ

દુર્ગેશે ઘરમાં પ્રવેશતાં જ કહ્યું : ‘દીદી, મને ઘર મળી ગયું, દીપને હવે હું બોલાવી લઈશ. દીપને ગમે તેવી જ જગ્યા છે. દીદી… હું બહુ જ ખુશ છું.’ ‘ઘર મળ્યું એટલે કે દીપને બોલાવાની છે એટલે ?’ મેં પણ હસતાં હસતાં દુર્ગેશને કહ્યું. પણ મારી મજાકની પરવાહ કર્યા વગર દુર્ગેશે એના ખિસ્સામાંથી ડાયરી કાઢી અને […]

જૂનું ઘર – ઉપેન્દ્ર પંડ્યા

સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ હા ! ફરી મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી. વળેલાં કેડમાંહેથી, માળાને હાથમાં લઈ જપતાં, લાકડી-ટેકે ચાલતાં દાદીમા અહીં. મારું-તારું રહ્યું ના કૈં એમને, કિંતુ જો કદી પડું માંદો જરી તો તો જપે જાપ ઘડી ઘડી નિશાળે ન જાઉં ત્યારે, કરે મા રાતી આંખડી; એકદા આવીઓ મોડો, […]

જીવનના રંગ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [1] હીરાનાં લવિંગિયાં પરસેવાથી રેબઝેબ રમા રસોડામાંથી ગૅલેરીમાં આવી ઊભી. પડોશની વ્યોમા તે જ વખતે બહાર જવા નીકળી. રમાની નજર વ્યોમાના કાનમાં લટકતાં લવિંગિયાં પર ચોંટી રહી. કેવાં સરસ ચમકદાર હીરાનાં લવિંગિયાં છે ! એણે મનોમન હિસાબ કરી લીધો. બે વરસ નોકરી કરી આઠ હજાર જેટલા તો ભેળા થયા છે. બીજા […]

વિચારમાળાનાં મોતી – સં. ગોપાલ મેઘાણી

[આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના સુપુત્ર શ્રી ગોપાલભાઈ મેઘાણી દ્વારા સંપાદિત કરેલ ખિસ્સાપોથી ‘વિચારમાળાનાં મોતી’માંથી સાભાર.] [1] આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો […]

પાર્કિંગ પ્રૉબ્લેમ ! – રતિલાલ બોરીસાગર

[તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘અમથું અમથું કેમ ન હસિયે !’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] અમદાવાદમાં વસવા માટે વાહન વસાવવાનું અનિવાર્ય ગણાય છે. પણ બધા વાહનચાલકો પોતાનાં વાહનો સરળતાથી પાર્ક કરી શકે એવી પાર્કિંગ-વ્યવસ્થા અત્ર-તત્ર-સર્વત્ર હોવી જોઈએ એવું સ્વીકારાયું નથી. એટલે પછી વાહનચાલકો અત્ર-તત્ર-સર્વત્ર આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરી દે […]

સુખ નામે સ્વપ્નપંખી – ડૉ. પ્રકાશ ગજ્જર

[1] વિશ્રામનો આનંદ ભાગમભાગ દોડતા વંટોળિયાને ફિલસૂફે પૂછ્યું : ‘ભાઈ, શું કામ આ દોડાદોડી કરે છે ?’ વંટોળિયાએ એ જ ઝડપે ભાગતાં જવાબ આપ્યો : ‘હું સ્થિર હવાને શોધું છું.’ ફિલસૂફ હસીને બોલ્યો : ‘ભાઈ, તારું દોડવાનું બંધ કર; તો તું ખુદ સ્થિર હવા બની જઈશ.’ કયો ફિલસૂફ સમજાવે કે વિશ્રામ એ જીવનની જાગીરને હરિયાળી […]

ટી.ઍમ – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’

[મહાન માણસોના જીવનની ઘટનાઓ તેમજ જીવન-પ્રસંગો સમાજ માટે અવશ્ય પ્રેરણાદાયી હોય છે પરંતુ સામાન્ય માણસના જીવનમાં જ્યારે તે આચરવાનો પ્રસંગ આવે ત્યારે એ કદાચ દલીલ કરી શકે કે ‘એ તો સંત હતા… મહાન હતા… વિરલ આદમી હતા…’ પણ જો મારી-તમારી આસપાસ ફરતા આમઆદમીના જીવનમાંથી ત્યાગ, પ્રેમ, પરોપકાર, સેવા, સત્ય, નિષ્ઠા વગેરે સદગુણો અને તેના આચરણ […]

અનુકરણીય – હરિત પંડ્યા

[સત્યઘટના, ‘અખંડ આનંદ’માંથી સાભાર.] અમારા કેર્સીભાઈ બહુ ઉતાવળિયા. એમના રઘવાટનો પાર નહીં. ઘેરથી કામે જતાં ત્રણેક વખત તો ઝાંપેથી પાછા આવે. ક્યાં તો રૂમાલ ભૂલી ગયા હોય કે ક્યાં તો પાકીટ નહીં તો પછી સ્કૂટરની ચાવી લેવાનું ભુલાઈ ગયું હોય. રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં બૅન્કની પાસબુક કે અગત્યનો એકાદ કાગળ પણ માર્ગમાં પધરાવી દે. એક […]

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

વૃક્ષ નથી વૈરાગી એણે એની એક સળી પણ…. ઈચ્છાથી ક્યાં ત્યાગી ? જેમ ખૂટ્યાં પાણી સરવરથી, જેમ સૂકાયાં ઝરણાં. જેમ ભભકતી લૂ લાગ્યાથી, બળ્યાં સુંવાળાં તરણાં. એમ બરોબર એમ જ….. એને ઠેસ સમયની લાગી. વૃક્ષ નથી વૈરાગી. તડકા છાંયા અંદર હો કે બ્હાર… બધુંયે સરખું. શાને કાજે શોક કહું હું… શાને કાજે હરખું ? મૌસમની […]

જાતવટો – યોગિની શુક્લ

મારે ઝળહળવું છે, ઓલવાઈ ગઈ છું હું સૂરજનું પહેલું કિરણ ક્યારે મારી સુષુમ્ણામાં દીવો બને એની રાહ જોતી મારા આકાશમાં. મારે ભીંજાવું છે, સુકાઈ ગઈ છું હું વરસાદનું પહેલું બુંદ ક્યારે મારી નાભિમાં મોતી બને એની રાહ જોતી મારા દરિયામાં. મારે શ્વસવું છે, ગૂંગળાઈ ગઈ છું હું હવાનું પહેલું ઝોકું ક્યારે મારે ટેરવે સિતાર બને […]

થાય છે – ફિલિપ કલાર્ક

થાય છે એ ક્યાં બરોબર થાય છે; ગોઠવો ઈંટો કદી ઘર થાય છે ? રાહ જોતું જાય મોકાનું જગત, કામ જ્યારે હોય આદર થાય છે. કેટલાંયે આંસુઓ પીધા પછી, આજ ભીનું ગામ પાદર થાય છે. થાક જેવું લાગતું એને હશે, રેતનાયે ક્યાંક તો થર થાય છે. હળવું મળવું ને વિખૂટા થૈ જવું, આપણા હિસાબ સરભર […]

ટેબલ વિષેની ગઝલ – નયન દેસાઈ

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે લ્યો ટેબલને તાળું મારો. સાંજ પડીને છતમાંથી એકાંત ગળે છે, લ્યો ટેબલને તાળું મારો. આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના કૈં સ્વપ્નોના, એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો ટેબલને તાળું મારો. કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર […]

રણકાર (ભાગ-4) – કલ્પના જોશી

[‘રણકાર’ એ મુંબઈ સમાચારમાં પ્રકાશિત થતી સુવિચારની દૈનિક કૉલમ છે. કોઈ એક વિષયને લઈને લેખિકા જીવનની ફિલસૂફીનો સુંદર રીતે સંકેત કરે છે. આ કૉલમમાં પ્રકાશિત થયેલા કેટલાક ચૂંટેલા લેખો આપણે જૂલાઈ-2008માં ત્રણ ભાગમાં (ભાગ-1 થી 3) માણ્યા હતા. હવે માણીએ બીજા કેટલાક લેખો….] [1] ‘તમારા નામનો સ્પેલિંગ બદલી નાખો, પછી જોજો, તમારી તકદીર બદલાઈ જશે.’ […]

પથ્થરદિલ – કલ્પેશ પટેલ

[જીવનલક્ષી સામાયિક ‘જલારામદીપ’ ડિસેમ્બર-2008માંથી સાભાર.] મેં સેલફોનમાં સમય જોયો. છ વાગવામાં પાંચ મિનિટની વાર હતી. દષ્ટિ હવે આવવી જોઈએ. સમયની એ પાબંદ છે. બે કૉફીનો ઑર્ડર આપી દઈ મેં દરવાજે નજર નોંધી રાખી. દોઢેક વરસથી આ ક્રમ ચાલે છે, પરિણામની ખબર નથી મને. સાવધ રહું છું, બસ ! જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય […]

સર્વરને થઈ શરદી ! – તંત્રી

પ્રિય વાચકમિત્રો, કહેવાય છે કે કોઈ પણ આદતને તમે 21 દિવસ સુધી નિયમપૂર્વક અનુસરો એટલે તે રોજિંદી ટેવ બની જાય. એકવાર કોઈ આદત ટેવ બને એટલે તમારે એને નિયમિતપણે અનુસરવી પડે. એટલે જ આપણે ત્યાં પુસ્તકોના નામ ’21’ નંબર પરથી પસંદ કરવામાં આવ્યા છે જેમ કે : ’21 અપેક્ષિત પ્રશ્નસંગ્રહો’, ‘Teach yourself in 21 days’ […]

પોતાની જાતને બદલવી છે ? – સુધીર દેસાઈ

જીવનમાં આમ જુઓ તો નાની નાની બાબતો કે પ્રસંગો બન્યા જ કરતા હોય છે પણ આપણે એ બાબતોને ક્યારેય મહત્વ આપ્યું જ નથી. અને એ બાબતો કે પ્રસંગોનું આપણા વિકાસમાં મહત્વ છે. ઘણું મોટું મહત્વ છે એની આપણને ખબર જ નથી. ભલે એ બાબત કે પ્રસંગ નાનો લાગતો હોય પણ આપણું આખું જીવન બદલાઈ શકે […]

સંબંધોમાં સ્નેહસિંચન – જયવતી કાજી

‘કુટુંબ એટલે આપણે માટે મોટી સોશ્યલ સિક્યુરિટી. કુટુંબમાં જ મેઘઘનુષના રંગો જેવા વિવિધરંગી સંબંધો અને સગપણની ક્યારીમાં જીવન મહોરી ઊઠે.’ મને મારા પિતાજી કહેતા હતા, પરંતુ યુવાનીના એ દિવસોમાં મને થતું હતું કે આ બધી આદર્શ પરિસ્થિતિનું કવિ કે લેખકની કલ્પનાશીલ કલમે લખાયેલું ચિત્ર છે. બાકી જીવનની નક્કર વાસ્તવિકતા સાવ જુદી છે. દૂરથી ડુંગર રળિયામણા […]

સૃષ્ટિનો અધિકાર – રવીન્દ્રનાથ ટાગોર

દિવસો તો જવાના જ; આ જ રીતે દિવસો પછી દિવસો ગયા છે. પરંતુ, બધા જ માણસોના અંતરમાં આ એક વેદના રહેલી છે કે જે થવાનું હતું તે થયું નથી. દિવસો તો જશે, પરંતુ માણસ સતત કહેતો આવ્યો છે : થશે, મારે જે થવાનું છે તે થવું જ પડશે, હજુ સુધી તેમાંનું કશું જ થયું નથી. […]

રણછોડલાલને સણસણતી અંજલિઓ ! – નિર્મિશ ઠાકર

[આ કૃતિ શ્રી નિર્મિશભાઈના ‘ટંકાર’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com તેમના કાર્ટૂનસંચય તેમજ વિવિધ કાર્યક્રમો વિશે માહિતી મેળવવા માટે : http://nirmishthaker.com ] માણસની જાત એટલે એટલી દંભી કે મરણપ્રસંગેય દંભ ના છોડે ! રોજેરોજ કેટલાયે મનુષ્યો […]

સરળ પ્રાણીકથાઓ – વસંતલાલ પરમાર

[બાળવાર્તાઓ – ‘સરળ પ્રાણીકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] કિરણ કાચબો સુંદરવનમાં સુમન સસલાએ ‘જંગલ રેસ્ટેરાં’ નામની હોટલ ખોલી હતી. આથી જંગલના જાનવરોને ચટાકેદાર વાનગીઓ ચાખવાની મઝા પડી. સુમનની હોટલમાં ચા, કૉફી, ઉપરાંત પૂરી, કચોરી, ખમણ, ગોટા-ભજિયાં, ફૂલવડી એવાં ફરસાણ ઉપરાંત પેંડા, બરફી, ગુલાબજાંબુ, હલવો એવી સ્વાદિષ્ટ મીઠાઈ પણ […]

વાત એક મહિલા વિજ્ઞાનીના સંઘર્ષની – ડૉ. પંકજ શાં. જોષી

[ડૉ. પંકજ શાંતિલાલ જોષી આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કરી, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપે છે. વિદેશમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ અવારનવાર જાય છે. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ભૌતિક વિજ્ઞાનમાં તેમનાં અનેક સંશોધનપત્રો અને અંગ્રેજી તેમજ ગુજરાતી […]

કોની ભૂલ ? – ઉર્વી પ્રબોધ હરિયાણી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રીમતી ઉર્વીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : urvi.dhru_hariyani@yahoo.com ] ‘ઠીક છે. રૂપાળી-ભણેલી તો સૌ દીકરીયું હોય પણ કમાતી છે કે નહીં ? મારે તો મારા વિનય માટે કમાતી વહુ જોઈએ છે. બેય જણાં કમાતાં હોય તો કંઈક બચત થાય, બે કિંમતી […]

પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક રજતપર્વ દીપોત્સવી પદ્યવિશેષાંકમાંથી સાભાર.] . તો, પપ્પા, હવે ફોન મૂકું ? તમને યે મોજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ?…… હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ; ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં […]

શૂન્ય સરવાળો – જય શાહ

[આમ જુઓ તો આ ન તો કાવ્ય છે કે ન તો ગઝલ ! હકીકતે આ કાવ્ય કે ગઝલ તરફ જવાનો પ્રયત્ન છે. એક નવયુવાનના મનમાં ઉગતી સંવેદનાઓએ માતૃભાષાની આંગળી પકડીને કશુંક સર્જવા કરવા કરેલો આ પ્રયાસ છે. બાળકની તોતડી બોલીમાં છંદ, કર્તા, કર્મ, ક્રિયાપદ કંઈ ન હોય તો પણ મા તેને કશાય પ્રયત્ન વગર સમજી […]

બાલિકા વધૂ – અનામિકા

[સાહિત્ય બે પૂઠાંની બહાર પણ હોઈ શકે છે. તેના વિવિધ સ્વરૂપો છે. કદાચ તે ચિત્ર, ચલચિત્ર, નાટક કે પછી ધારાવાહી સ્વરૂપે પણ ક્યારેક પ્રગટ થતું જોવા મળે છે. જે કંઈ પણ ચીજ આપણી સંવેદનાને ઝંકૃત કરે, જીવન જીવવાનો સંદેશ અને સારા વિચાર આપે તેને આપણે સાહિત્ય તરીકે ગણી શકીએ. કંઈક આવી જ વાત છે તાજેતરમાં […]

અતીતના સંભારણા – સંકલિત

[1] જયેશ અધ્યારુ (‘દિવ્યભાસ્કર’માંથી સાભાર.) આંખો બંધ કરીને આપણા ભૂતકાળ વિશે વિચારીએ અને ફરી એકવાર ત્યાં પહોંચી જવાની તીવ્ર ઇરછા થાય એને શબ્દકોષ અતીતરાગ અથવા તો નોસ્ટાલ્જીઆ કહે છે. ખબર છે કે સરી ગયેલા એ સમયમાં પણ મુશ્કેલીઓનો પાર નહોતો, પરંતુ અત્યારે એના વિશે વિચારતાં હૈયે ટાઢક તો અનુભવાય છે જ. એ સમયગાળો હશે એંસીની […]

રૂના પૂમડાં – પ્રદ્યુમ્ન આચાર્ય

[હાસ્યલેખ] અચાનક એક દિવસ કાનમાંથી અવાજ આવવા લાગ્યો. મને થયું કાનના ડૉક્ટરને બતાવવું પડશે. ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ દવાખાને બતાવવા ગયો. ડૉક્ટરે પૂછ્યું કેટલા સમયથી અવાજ આવે છે, કેવો આવાજ આવે છે ? મેં કહ્યું : ‘બે-ત્રણ દિવસથી અવાજ આવે છે. રાત્રે પેટ્રોમેક્સ બત્તી સળગતી હોય એવો સીઈઈઈઈ…. એવો અવાજ આવે છે. કંટાળી ગયો છું.’ ‘કેવી […]

તૃણવત્ – મૃગેશ શાહ

[સત્યઘટના પર આધારિત. પાત્રોનાં નામ કાલ્પનિક છે.] ‘શું સુધીરભાઈ તમેય ! આટલી સરસ ઑફિસ છે, જરા વ્યવસ્થિત ગોઠવણી કરો તો આવનારનેય બે ઘડી બેસવાનું મન થાય.’ મેં ન છૂટકે નાના મોંએ મોટી વાત કરી દીધી. ‘પણ….’ ‘પણ ને બણ…. આ રોડ તરફની બારીએ રંગબેરંગી પડદા ઝૂલતા થાય, ખૂણામાં પડેલી ફાઈલો માટે સામે નાનકડું કબાટ બની […]

સુખી થવાનો સીધો ઉપાય ! – હરેશ ધોળકિયા

સાંજ ઢળી રહી છે. ઓટલાઓ સામેના તળાવની ક્ષિતિજે લાલચોળ સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી રહ્યો છે. તળાવમાં જે થોડું ઘણું પાણી બચ્યું છે, તેના પર સૂર્ય કિરણોનો લાલ પટ્ટો પથરાયો છે અને પાણી, ગંદુ હોવા છતાં, અત્યંત ચળકી રહ્યું છે. તળાવ વચ્ચે આવેલ બાગમાંના વૃક્ષોનાં પાંદડાં સૂર્ય પ્રભાવે ઝગમગી રહ્યાં છે. ક્રમશ: પ્રકાશ ઘટે જાય […]

સુરક્ષાચક્ર – જીતેન્દ્ર જે. તન્ના

[વ્યવસાયે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ એવા શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ) આ સુંદર કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jitendratanna123@rediffmail.com અથવા +91 9825469666 પર સંપર્ક કરી શકો છો.] ‘ક્યું ડરે જિંદગીમેં ક્યા હોગા, કુછ ન હોગા તો તજુરબા હોગા…’ સુધાકર જગજીતસિંહની પંક્તિ ગણગણતો પોતાની ફાઇલ પર કામ કરતો હતો ત્યાં એના ટેબલે એક ભાઇ આવીને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.