Archive for January, 2009

જોગમાયા – અમિત દેગડા

[ ભાવનગર જિલ્લાના પોતાના વતન ભુંભલી ગામને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત કાલ્પનિક વાર્તા લખનાર શ્રી અમિતભાઈ હાલમાં સુરત ખાતે આવેલી ‘સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ’માંથી ‘M.Tech Communication System’નો અભ્યાસ કરી રહ્યા છે. પછાત ગ્રામ્ય વિસ્તારની એક નિરક્ષર સ્ત્રી ધારે તો પોતાના મનોબળથી આખા ગામને બેઠું કરી શકે છે એવો સંદેશ આપતી આ વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. […]

અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વિમલભાઈનો (ગુજરાત) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કૃતિ તેમના જીવન અનુભવ પર આધારિત સત્યઘટના છે. સર્જનક્ષેત્રે તેમણે સુંદર ટૂંકીવાર્તાઓ આપી છે. તાજેતરમાં તેમની એક વાર્તાને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આપ તેમનો આ સરનામે : shahvimal3@gmail.com સંપર્ક કરી શકો છો.] ગરમીના દિવસોમાં એ ધોતીયું અને લાંબુ ખમીસ પહેરતા. થોડી ઠંડી હોય […]

હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ

આજે ગાંધી નિર્વાણ દિન. પૂ. મહાત્મા ગાંધીજીના જીવન અને રચનાત્મક કાર્યોનું સ્મરણ કરવાનો દિવસ. એ પરમ ચેતનાને વંદન કરીને કશુંક આત્મસાત કરવાનો; કશુંક પામવાનો દિવસ. આમ તો રીડગુજરાતી પર અવારનવાર આપણે ગાંધીજીના અનેકવિધ લેખો દ્વારા તેમના જીવનદર્શનને સમજવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ તેથી વિશેષ કોઈ વિસ્તાર ન કરતાં આજના દિવસે આપને ‘હૃદયકુંજ’ની સફરે લઈ […]

શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમ દોશી

[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે સુપ્રસિદ્ધ લેખિકા નીલમબેન દોશીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 79 26871262 સંપર્ક કરી શકો છો.] ‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યાં. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર […]

પાંદડે પાંદડે કિરણ – સં. મહેશ દવે

[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે મોતી’, ‘પાંદડે પાંદડે જ્યોતિ’, ‘પાંદડે પાંદડે દીવા’ પુસ્તકના સુંદર લેખો આપણે અગાઉ માણ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આ શ્રેણીના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે કિરણ’માંથી આજે માણીએ કેટલાક જીવનપ્રેરક લેખો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ભગવાનનો માણસ ખલીલ જિબ્રાને એક કથા લખી છે. […]

ક્વીક લોન-સ્કીમ – રતિલાલ બોરીસાગર

[‘અમથું અમથું કેમ ન હસિયે !’ પુસ્તકમાંથી સાભાર.] થોડા દિવસ પહેલાં કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્કમાં મારે લોન માટે જવાનું થયું. સમગ્ર બૅન્કિંગ પ્રવૃત્તિમાં લોન આપવાની પ્રવૃત્તિ મને હંમેશાં સર્વોત્કૃષ્ટ લાગી છે. વર્ષો સુધી નોકરી કર્યા પછી ‘ભવિષ્યનિધિ’ (પ્રોવિડંટ ફંડ) નામે ઓળખાતી યોજના અન્વયે મને નાનકડી રકમ મળી હતી. આ રકમ મેં એક એજન્ટ મિત્ર નવીનભાઈ […]

મને પપ્પા કહેવાનું… – અવંતિકા ગુણવંત

મારા દીકરાએ બહારગામ સર્વિસ લીધી એવું જાણ્યું એટલે વિનુભાઈ તરત બોલેલા : ‘એકનો એક દીકરો ને દૂર શું કામ મોકલ્યો ?’ ‘આ જમાનામાં દૂર શું ને નજીક શું, ઈચ્છા થાય ત્યારે મળાય છે.’ ‘દીકરાને જોવાની ઈચ્છા તો રાત-દિવસ રહે, સવારે ઊઠીએ એવું એનું મોં જોઈએ તો દિલને ટાઢક વળે. રાત્રે સાથે બેસીને વાતો કરીએ ને […]

અમર બાલકથાઓ – સં. શ્રદ્ધા ત્રિવેદી

[ પ્રસ્તુત બાળવાર્તાઓ ‘અમર બાલકથાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] દલા તરવાડીની વાર્તા – ગિજુભાઈ બધેકા એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું : ‘તરવાડી રે તરવાડી !’ તરવાડી કહે : ‘શું […]

વોટર રિલેશન – અતુલકુમાર વ્યાસ

[‘અખંડઆનંદ’ સામાયિકમાંથી સાભાર] ‘આપણા દુ:ખમાં મદદ કરવાની વાત તો એક તરફ રહી…. ઊલટાની આપણી મજાક જ હંમેશાં કરી છે એમણે….’ અક્ષરા બોલી : ‘એ બધું ભૂલી ગયા તમે… ?’ ‘ભૂલ્યો તો કશુંય નથી પણ આ તો આપણી ફરજ….’ આશ્લેષ બોલતાં બોલતાં ખચકાયો : ‘આવા કપરા સમયે તો પિતરાઈઓ પણ સાથ આપે જ્યારે આપણે તો એક […]

બારસો ઉઘાડી બારીવાળો મહાલય – દીપક મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] આપણે ત્યાંની પરંપરા પ્રમાણે રોજ સવારે નહાતી વખતે ગંગા, જમુના, નર્મદા, ગોદાવરી વગેરેનાં પવિત્ર પાણીઓનું આવાહન કરવામાં આવતું અને સ્નાન સમયે આ બધી નદીનાં પાણી તાંબાકુંડીમાં આવી વસ્યાં છે એમ મનાતું. ગુજરાત અને ગુજરાતી ભાષાને સારે નસીબે છેલ્લાં પચાસ વર્ષમાં તેને દેશ અને દુનિયાની જ્ઞાન, માહિતી અને કલાઓની અનેક નદીઓનાં જળથી […]

આઝાદી કી મશાલ – સં. મહેન્દ્ર મેઘાણી

[આજે 26મી જાન્યુઆરી. આજના પ્રજાસત્તાક પર્વની સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત ‘આઝાદી કી મશાલ’નામની ખિસ્સાપોથીમાંથી કેટલાક પ્રેરણાદાયી લેખો. ખિસ્સાપોથીની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સરકારનું એ ગજું નથી – વિનોબા ભાવે જો આપણને કંઈક એવો ખ્યાલ હોય કે અત્યારે જે લોકોના હાથમાં રાજવહીવટની સત્તા છે તેને બદલે […]

વીસમી સદીની એક સાધિકા મીરાબહેન – બેલા ઠાકર

[પ્રસ્તુત લેખ ‘નારીપ્રતિભાઓ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર નારીચરિત્રોનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. ‘વિદેશી નારીઓ, ‘ભારતીય નારીઓ’, ‘ગુજરાતની નારીઓ’ તેમજ ‘અન્ય નોંધપાત્ર ભારતીય મહિલાઓ’ એમ ચાર ખંડમાં કુલ 86 જેટલાં મહિલા અગ્રણીઓની ક્ષમતા-શક્તિ-પ્રતિભાનો પ્રેરણાદાયી પરિચય આપવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ‘અમે […]

સ્વાદિષ્ટ સૂપ અને વિવિધ ચીકીઓ – સંકલિત

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] [અ] સ્વાદિષ્ટ સૂપ – સરયુ શાહ [1] સૂરણનો સૂપ સામગ્રી : 250 ગ્રામ તાજા સૂરણ, 250 ગ્રામ તાજું દહીં, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, થોડું આદુનું છીણ, 1 લીલું મરચું, 1 લીંબુ. રીત : સૌપ્રથમ સૂરણને ધોઈને 1 કપ પાણી સાથે આદુનું છીણ અને લીલું મરચું નાખી પ્રેશર કૂકરમાં ત્રણ […]

વાચકોનું સર્જન – સંકલિત

[1] ખોટું દર્પણ – અનિરુદ્ધ એ. ભટ્ટ [24વર્ષીય યુવાન શ્રી અનિરુદ્ધ બારડોલીના રહેવાસી છે. ‘સી-ડેક’ સંસ્થામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતાં નવરાશની પળોમાં સાહિત્ય-સર્જન કરવાનો શોખ ધરાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્ય પંથે તેમની પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : ani_123_a@yahoo.co.in […]

મહોબત – દિલીપ રાવલ

મહોબતના પરચા હજુ એના એ છે, આ પાંપણના પરદા હજુ એ ના એ છે. જુદી વાત છે કે તમે પંથ બદલ્યો, આ ડામરના રસ્તા હજુ એ ના એ છે. હશે, એમને કંઈ વિવશતા હશે ભઈ, આ ખુદના દિલાસા હજુ એ ના એ છે. ગમો છો તમે પણ, જમાનો વિકટ છે, તમારા ખુલાસા હજુ એ ના […]

ડાળ ફૂલોથી… – અંજુમ ઉઝયાન્વી

ડાળ ફૂલોથી નમેલી હોય છે, લાગણી તો હર્ષ ઘેલી હોય છે ! એકલો લાગું નહીં એકાન્તને, આંગણે ચંપા-ચમેલી હોય છે ! બુંદને સાગર બનાવી દે હવે, તેં બધી વિદ્યા ભણેલી હોય છે ! આંખ ભીની થૈ ગઈ કારણ વિના, વાદળી જળથી ભરેલી હોય છે ! ચો-તરફ બસ તું જ દેખાયા કરે, તેં બધી માયા રચેલી […]

અવસર ચૂક્યા મેહુલા – જયવતી કાજી

મારે મળવું જોઈતું હતું, મારે કહેવું જોઈતું હતું, મારે આપવું જોઈતું હતું. પણ….પણ…. મહાભારતકાર મહર્ષિ વેદવ્યાસે દુર્યોધનના મુખમાં શબ્દો મૂક્યા છે : जानामि धर्मम् न च मे प्रवृत्ति: । जानामि अधर्मम् न च मे निवृत्ति: ।। આવી જ મનોદશા મોટે ભાગે આપણી હોય છે. આપણે જે કરવું જોઈએ, આપણું મનુષ્ય તરીકેનું જે કર્તવ્ય હોય છે […]

જીવનનું જાગરણ – દેવેશ મહેતા

[ જીવન વિશે પ્રેરણાત્મક લલિત નિબંધો ધરાવતા ‘જીવનનું જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.] ગંભીર માંદગીને લીધે બેહોશીમાં સરી પડેલા, ડચકા ખાતા શ્વાસવાળા દર્દીને બચાવી લેવા પળે પળે મથતા ડૉક્ટરોના ચહેરા પર ઊઘડી રહેલા સ્મિતમાં જેને આવકાર અપાય છે, માણસ મરણ પામે છે ત્યારે તેના મૃતદેહથી સહેજ વાર પહેલાં જ અળગા થયેલા જેને પગે લાગી પુષ્પ ચડાવી – […]

નટરાજનું ત્રીજું નેત્ર – ડૉ. શરદ ઠાકર

ઈંગ્લેન્ડના લેંકેશાયર પરગણાના એક ટાઉનની આ વાત છે. ડૉ. કે.કે. ઠાકરની સર્જરીના (ખાનગી ક્લિનિકને ત્યાં સર્જરી કહે છે) વેઈટિંગ હોલમાં દર્દીઓની મોટી લંગાર પોતાના વારાની રાહ જોઈને બેઠી છે. ડૉ. ઠાકર આપણાં ગુજરાતના જ છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ઈંગ્લેન્ડમાં છે. ખાસ્સી નામના જમાવી છે. દર્દીઓમાં ધોળિયાઓ છે, હસબીઓ છે, ભારતીયો, પાકિસ્તાની, બાંગ્લાદેશીઓ (છેલ્લા ત્રણેયને […]

જ્ઞાનેશ્વરીગીતાનાં જ્ઞાનલક્ષણો – અનુવાદ : ઉષા

[વિશ્વ સમગ્રના સાહિત્યમાં ભગવદગીતાનું અનન્ય સ્થાન છે. એ ગીતા પર અનેક ભાષામાં અનેક ભાષ્યો થયા છે. આજથી સાતસો વરસ પહેલાં મરાઠી ભાષામાં સંત જ્ઞાનેશ્વરે તેનું પદ્યાત્મક વિવરણ કર્યું. ગીતાના સાતસો શ્લોકોનું તેમણે નવ હજાર ઓવીઓમાં (ઓવી એક મરાઠી છંદ) સ્પષ્ટીકરણ કર્યું. મહારાષ્ટ્રમાં એ ગ્રંથ જ્ઞાનેશ્વરી નામે પ્રસિદ્ધ છે. ઉત્તર ભારતમાં જેવું તુલસીરામાયણનું સ્થાન તેવું મહારાષ્ટ્રમાં […]

મેના-પોપટની વાર્તા – ઈંતિઝાર હુસૈન

[આ બાળવાર્તા નથી. આ માનવીની પ્રકૃતિ અને તેના સ્વભાવની કથા છે. અખંડ ભારતમાં જન્મેલા આ પ્રસિદ્ધ પાકિસ્તાની સર્જકે પક્ષીઓની વાતચીત દ્વારા માનવ સ્વભાવની લાક્ષણિકતાઓને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ ઉર્દૂમાં લખાયેલી આ વાર્તાનો અનુવાદ શરીફાબેન વીજળીવાળાએ કર્યો છે. આ વાર્તા વિશે, લેખક વિશે તેમજ પુસ્તક પ્રાપ્તિની વિગતો વિશે તમામ માહિતી લેખના અંતે આપવામાં આવી […]

આશ્ચર્ય ! – પ્રવીણ પટેલ ‘શશી’

[ અમેરિકામાં ન્યૂજર્સી સ્થિત શ્રી પ્રવીણભાઈ પટેલ ખૂબ જાણીતા વાર્તાકાર છે. તેમની અનેક વાર્તાઓ અને લેખો અવારનવાર ગુજરાતી સામાયિકો અને દૈનિકોમાં પ્રકાશિત થતા રહે છે. ‘ગમતાનો ગુલાલ’, ‘વિન્ટેજ વેલેન્ટાઈન’, ‘કાવ્ય સૌરભ’, ‘અમાસનો ચંદ્ર’ વગેરે જેવા અનેક પુસ્તકો તેમણે ગુજરાતી સાહિત્યને આપ્યાં છે. આજે માણીએ તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘આંખ આડે પાંપણ’ માંથી […]

વહાલું વતન – ડૉ. નલિની ગણાત્રા

[ ‘વહાલું વતન’ પુસ્તકમાં સાહિત્યકારો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના વતનના સંસ્મરણોને વાગોળ્યા છે. આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. આજે માણીએ આ પુસ્તકમાંથી પ્રસિદ્ધ હાસ્યલેખિકા ડૉ. નલિનીબેન ગણાત્રા (અમદાવાદ)નો લેખ. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ‘વહાલું વતન’ શીર્ષક હેઠળ લેખ લખવાનું મને નિમંત્રણ મળ્યું ત્યારે મારા વાંધાપ્રિય વ્યક્તિત્વને પહેલો વાંધો […]

ટ્રક-ડ્રાઈવર – યશવંત ઠક્કર

યુવાન શરીરમાં ધસમસતાં લોહીની જેમ, ટ્રક રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર દોડતી હતી. હું ડ્રાઈવરની કૅબિનમાં ડાબી બાજુના ખૂણામાં બેઠો હતો. હું ક્યારેક રસ્તા પર, ક્યારેક દૂર દૂર સુધી લંબાયેલાં ખેતરો તરફ તો ક્યારેક કૅબિનની અંદર જ મારી નજર ફેરવી લેતો હતો. મોટા કાચની આરપાર દેખાતાં કેટલાંક દશ્યો તો મારી આંખોમાં સમાતાં પહેલાં જ […]

દૂરથી ડુંગર…. – પરાગ મ. ત્રિવેદી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જાન્યુઆરી-2009માંથી સાભાર.] દરેક બાળકને જલદી-જલદી મોટા થવાની ઈચ્છા થતી હોય છે. ‘હું મોટો ક્યારે થઈશ ?’ અથવા તો ‘હું મોટો થઈને પાઈલોટ બનીશ.’ – આવું બધું બાળક કહેતું હોય છે, ત્યારે એને એમ થતું હોય છે કે મોટા થઈએ એટલે પછી કોઈ રોકટોક નહિ – જેમ કરવું હોય એમ કરવાનું – કેવી મજા […]

ભૂંસાતાં ગ્રામચિત્રો – મણિલાલ હ. પટેલ

[ગામ, ઘર, પડસાળ, ફળિયું, ચોતરો, પાદર, આરો-ઓવારો, ખળું, નિશાળ, નેળિયું, સીમ-સીમાડો, શેઢો… વગેરે જેવા ગ્રામ્યશબ્દો પર એક-એક પ્રકરણ દ્વારા ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’નું સુંદર આચમન કરાવતા આ પુસ્તકમાંથી આજે માણીએ ‘ધણ’ નામનું પ્રકરણ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ધણ એટલે ધણ. ગોધન, ગજધન – નો પણ જમાનો હતો. રાજાઓની સમૃદ્ધિ પણ એ ચોપગા […]

જીવનના રંગ – સંકલિત

[‘જનકલ્યાણ’ સામાયિક-1995માંથી સાભાર.] [1] ધંધાકીય આબરૂનું સંરક્ષણ – ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ આશરે દશ-પંદર વર્ષ પહેલાંની આ વાત છે. કલોલના એક પૈસાદાર વેપારીએ લગ્નપ્રસંગે સોનાના દાગીના ઘડાવવાના હતા. આથી કલોલના એક હોશિયાર અને પ્રતિષ્ઠિત સોનીને તેણે ચોપ્પન તોલા સોનું આપ્યું. આઠ દિવસમાં તમામ દાગીના તૈયાર કરી આપવાની શરતે એડવાન્સમાં થોડા પૈસા પણ આપી દીધા. સોનીએ દાગીના તૈયાર […]

અય મેરે બિછડે ચમન ! – હરિશ્ચંદ્ર

[ ‘ભૂમિપુત્ર’ જાન્યુઆરી-2009માંથી સાભાર.] શિયાળો શરૂ થાય કે અબાબીલોની હારની હાર આકાશમાં ઊડતી દેખાય. મને જોવાની બહુ મજા પડે. મારી મા મને કહે, ‘આ યાયાવર પંખીઓ છે. દૂર દૂર પોતાના વતન ઠંડા દેશોમાં જ્યારે કડકડતી ઠંડી પડવા લાગે, ત્યારે હજારો માઈલની સફર કરીને આપણા જેવા ઓછા ઠંડા પ્રદેશમાં આવી જાય; અને અહીં ગરમી પડવા માંડે […]

ગઝલ-ગરબી – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે ! માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે ! લાય લોહીમાં જગાવી અલખ નામની ને; અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે ! મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ? હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે ! પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ? લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે […]

આજ સાંભરે…. – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે. કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો. આઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘડે…. આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, ચલમ તણખા ઊડે રે જૂની ધૂણીએ, અમને દાદા દેખાય પેલી ડેલીએ…. માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે, ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.