Archive for February, 2009

જીવન-નિર્વાહનો સમાન અધિકાર – વિનોબા ભાવે

સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં – સહુની સમાન ચિંતા અને સહુ માટે સમાન પ્રેમ. જેમ માનો પોતાનાં બધાં સંતાનો પર સમાન પ્રેમ રહે છે, તેમ સમાન પ્રેમથી સમરસ સમાજ-રચના કરવી. આમ ન થવાથી જ સમાજમાં ગરીબ-તવંગર, મજૂર-માલિક વગેરે અનેકાનેક ભેદ ઊભા થયા છે. આ બધા ભેદોને નાબૂદ કરીને સમાજમાં […]

ગઝલ – ખલીલ ધનતેજવી

[1] હું જીવી ગયો ! ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો ! હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી, તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો. માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું, તેં મને વીંધી છે મારી આંખ તું […]

ચિત્રકૂટ કે ઘાટ પર – ભોળાભાઈ પટેલ

અલ્હાબાદથી નીકળતાં નીકળતાં સાંજ પડી ગઈ. નગર વીંધી યમુનાના પુલને પસાર કરવાનો હતો. અમારી બસને આગળ ભાગે માપથી જરા ઊંચી ફ્રેમવાળું બોર્ડ હતું – તે ટનલ જેવા બ્રિજમાં પ્રવેશ્તાં જોરથી ઉપરની લોખંડી ફ્રેમને અથડાયું કે પ્રવાસીઓના જીવ જરા ઊંચા થઈ ગયા. પછી તો બસ ન આગળ ચાલે ન પાછળ. જોતજોતામાં ટ્રાફિક જામ. ટ્રાફિક પોલિસ પણ […]

ધોરી – કીકુ ઈનામદાર

[‘કુમાર’ સામાયિક જૂન, 2008માંથી સાભાર.] અમારું ગામ એટલે ગાયો-ભેંસો-બળદ-ઘેટાંબકરાંનું ગામ. તેમની સંભાળ રાખનાર લોકોનો ખેતીનો વ્યવસાય. કોઈ ફળિયું એવું નહિ હોય જ્યાં આ પશુઓમાંથી કોઈનું કોઈ ન હોય ! બળદ સિવાય બધાં દૂધ આપે. ભેંસ તો અખેપાત્ર. ખેડૂત દેવું કરીને પણ ભેંસ રાખે. આંગણાની શોભા જ ભેંસ અને બળદ. દીકરી પરણે તો ખાતોપીતો બાપ દીકરીને […]

આસમાની – રમેશ ર. દવે

‘આજકાલ કંઈ બહુ ગુમસૂમ રહો છો !’ ‘એમ ?’ ‘કોઈ ચિંતા કરતું હોય ત્યારે સામો સવાલ પૂછવાનો ?’ ‘ના, સૉરી…. પણ….’ ‘પણ શું ? ડાઈનિંગ ટેબલ પર કે રાતે ટીવી જોતાં ત્રણચાર દિવસથી તમારી ચટાકેદાર, ડૉલી જેને અફલાતૂન કહે છે એ કૉમેન્ટ્સ સાવ બંધ છે ને સૂતી વખતે પણ નિસાસા…..’ ‘હા… પણ એ તો….’ ‘હોય […]

છાત્રાલયનું પ્રવેશ ફોર્મ – નટવર પંડ્યા

[ શ્રી જનક નાયક દ્વારા સંપાદિત ‘સંવેદન’ સામાયિકમાંથી હાસ્યલેખ સાભાર.] પ્રવેશફોર્મ પૂરું વાંચ્યું ને હાંજા ગગડી ગયા. મારે તે વર્ષે શહેરના છાત્રાલયમાં ભણવા જવાનું હતું. તેનું ફોર્મ હતું. મૂળભૂત રીતે શહેરમાં રખડવાનો ખૂબ ઉત્સાહ હતો. જેને હું ભણવાના ઉત્સાહરૂપે પ્રગટ કરતો હતો. તેથી હું પ્રવેશફોર્મની કાગડોળે રાહ જોતો હતો. ફોર્મ આવી ગયું. આખું વાંચ્યા પછી […]

એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત

[અવંતિકાબેનની કલમનો પરિચય આપવાની જરૂર ન પડે ! ફક્ત કોરા ઉપદેશ દ્વારા નહીં, પરંતુ યુવાપેઢીની માનસિકતાની તેમજ તેમની સમસ્યાઓની વિસ્તૃત છણાવટ કરીને તથા તેમાં સત્યઘટનાઓનો અર્ક ઉમેરીને લખાતા તેમના લેખો સાચા અર્થમાં નવી પેઢીના પથપ્રદર્શક બની રહે છે. તેમનું અગાઉનું પુસ્તક ‘સહજીવનનું પ્રથમ પ્રગથિયું’ આથી જ યુવાનોમાં ખૂબ લોકચાહના પામ્યું છે. તે જ શ્રેણીમાં તાજેતરમાં […]

હાસ્ય મેવ જયતે !! – સંકલિત

[ ‘ચક્રમ-ચંદન’ સામાયિકમાંથી સાભાર.] [1] કૂતરાથી ચેતતા રહેજો – મધુસૂદન પારેખ મારામાં ધર્મરાજ યુધિષ્ઠિરનો અંશ હોવો જોઈએ એમ મને લાગે છે. હું એમનાં જેવો સત્યવાદી છું એવો મારો દાવો નથી. મેં નરો વા કુંજરો વા પણ કર્યું નથી. જુઠ્ઠું બોલવાની મને સારી ફાવટ છે એટલે નરોકુંજરો કરવાની મને જરૂર જ પડતી નથી. હું ધર્મરાજાનો થોડેક […]

પરસેવાનો મહિમા – ગુણવંતરાય આચાર્ય

ધંધુકાના ગામ રાણપુરમાં આ એક બનેલી સત્ય ઘટના છે. વાતને નજરોનજર જોનારા કોઈ વૃદ્ધજન હજી પણ ત્યાં જીવતા ભેટશે. રાણપુર ગામ આશરે પાંચેક હજારની વસતીનું છે. આ ગામ સુખભાદર અને ગોમતી નદીના સંગમ પર આવ્યું છે. એમાં સુખભાદરનો પટ ગામને સ્પર્શતો જાય. ગામની આખી લહર આ નદીના પટ ઉપર. ગોમતી ઉપરથી આવે, ને ગામના ઉપલા […]

માતૃદેવો ભવ – સં. સુરેશ દલાલ

[માતૃવંદનાનો સુંદર સંદેશ આપતા અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાના સંકલિત સુવાક્યોના પુસ્તક ‘માતૃદેવો ભવ’માંથી સાભાર.] [1] કવિ : હર્ષદેવ માધવ કલ્પવૃક્ષની લેખણ લઈને લખતી સરસ્વતીને કહેજો કે ઈશ્વરના ગુણો ખૂટી જાય તો એમાં ઉમેરી લે માના ગુણો [2] સુનિલ પંડ્યા બાના સ્વભાવમાં હાસ્ય અને રમૂજની વૃત્તિ ભારોભાર હતી અને તેમને હસાવવાનું કામ જરાય અઘરું નહોતું. મને […]

ભાથામાંના તીર – હર્ષિદાબેન શાહ

[‘માનવ’ સામાયિકમાંથી સાભાર.] ભૂમિકાનો આજે સાસરે પહેલો દિવસ હતો. લગ્ન તો દશ દિવસ પહેલાં થઈ ગયાં હતાં, પરંતુ દશ દિવસ સૌરાષ્ટ્રમાં પિયરમાં ગાળ્યા પછી વડોદરાને ઘેર ભૂમિકા આજે પહેલીવાર આવતી હતી. અલકાપુરીનો બેઠા ઘાટનો બંગલો, ત્રણ દિયર, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને એક નણંદથી ભરાયેલો હતો. ભૂમિકાનો સમાવેશ તોયે થઈ ગયો. પતિ અનંત એન્જિનિયર હતો. પ્રભાવશાળી પણ […]

નાગાટોળી – કિરીટ ગોસ્વામી

હું, બાબુ, ભૂરિયો, ભરતો ને ગોપાલ ! અમે પાંચેય પાક્કા ભેરુ ! પણે ‘પાંડવ’ નહીં, અમારો ‘પંચ’ શેરીમાં ને નિશાળમાં ‘નાગાટોળી’ તરીકે પ્રખ્યાત ! એનું કારણ અમારા તોફાનોને અલ્લડપણું ! નાના બાળકથી માંડીને ઘરડાં ડોશીમા સુધીનાં બધાં જ અમારી મસ્તીની હડફેટે ચડી જાય ! કોઈને બાકાત નહીં રાખવાનાં; કોઈનું માન પણ નહીં રાખવાનું ! એ […]

ઈશ્વરને તેનું કામ કરવા દો – ગોવિંદ શાહ

[ અભ્યાસે વકીલ તેમજ વ્યવસાયે ઉદ્યોગપતિ એવા શ્રી ગોવિંદભાઈનો (વલ્લભવિદ્યાનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.] એક મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં એક નાનો અપંગ છોકરો તેની વૃદ્ધ માતા સાથે રહેતો હતો. ઘરમાં મા દીકરો બે જ રહેતા હતા. ગરીબીને લીધે […]

આટલું જરી ભૂલશો નહીં – ઉમાશંકર જોશી

તમે આગળ ઉપર હાઈકોર્ટ ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો, ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ, પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે – તમે અહીં અત્યારે ભણો છો, એ એક અકસ્માત જ છે. તમે અહીં ભણો છો….. ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા […]

ઈશારે એ નચાવે છે… – એન. જે. ગોલીબાર

નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે, ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે. ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે, ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે. લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો, હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે. હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું […]

ફૂલપંખ – સંકલિત

[1] એકલા હોય છે ! – સુધીર પટેલ [રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા માટે સુધીરભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : Sudhir.Patel@flextronics.com ] સમય નામની એ બલા હોય છે, નકર માનવી સૌ ભલા હોય છે ! ભલે હોય કપડાં ફકીરોના જીર્ણ, કરમ ક્યાં કદી ફાટલા હોય છે ? […]

બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત

[‘બાલમૂર્તિ’ માસિકમાંથી સાભાર.] જૂના વખતમાં એમ કહેવાતું એ મારો નહીં ત્યાં સુધી બાળક સખણું રહે નહીં. બાળકને પંપાળીને ચાલીએ અને એને દાબમાં રાખીએ નહીં તો એ બગડી જાય, એવું માનસ આજે પણ મળી આવશે. બાળકમાં શિસ્તનું સિંચન કરવા માટે ઘણાને એના પર હાથ ઉપાડવાની જરૂર જણાતી હોય છે. પણ બાળકને મારવું એ એક અપરાધ છે. […]

મારો સાહેબ – રક્ષા દવે

એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી; તોય ગુલાબ રાતો તોરો ! આ ડોલરિયો કેમ ગોરો ? સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં ? આ કરેણ શેણે પીળી ? આ ગોરી કેમ ચમેલી ? ગુલાબ ગંધે […]

પૃથ્વી અને સ્વર્ગ – ધૂમકેતુ

[ શ્રી ધૂમકેતુના સમગ્ર સર્જનમાંની કેટલી ઉત્કૃષ્ટ વાર્તાઓ પૈકીની આ વાર્તા ખૂબ જ લોકપ્રિય રહી છે. પ્રસ્તુત વાર્તામાં રાજકારણ, અર્થશાસ્ત્ર, પ્રેમકથા, સમાજજીવન, ચિંતન-દર્શન, અધ્યાત્મ અને કોણ જાણે કેટલાય રંગો એક સાથે દશ્યમાન થાય છે જે લેખકની કલમની કમાલ છે ! તો ચાલો માણીએ આ અદ્દભુત વાર્તાના રંગબેરંગી રંગોને…. – તંત્રી.] જ્યાં સતલજનાં ઉતાવળાં વેગભર્યાં પાણી […]

સંવાદના સરોવર – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.] [1] કસ્તર – મધુભાઈ ભીમાણી ડાઈનિંગ ટેબલ પર હવે હળવેહળવે ઘરના બધા ગોઠવાઈ ગયા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને રેણુકાના પતિ દુષ્યંતકુમાર. છેલ્લે ગરમગરમ નાસ્તો લઈને આવી રેણુકા. આવતાં જ ગુડમૉર્નિંગ થયા. તેનો પ્રવેશ જ બધા માટે આહલાદક હોય. રેણુકાનું વ્યક્તિત્વ જ એવું હતું. સૌને હસતા-રમતા રાખે. નાસ્તાને ન્યાય મળ્યો એ સ્થૂળ […]

ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-2) – ધ્રુવ ભટ્ટ

[ ગઈકાલે ભાગ-1 માં આપણે જોયું કે ગીરના અંતરિયાળ વિસ્તારોમાં ભાષા સુધરે અને લોકો શિક્ષિત બને, શહેરના વધુ ભણેલા શિક્ષકોની ત્યાં નિમણૂંક થાય એ માટે લેખક તેમના મામીના કહેવાથી જાતે એકલા નીકળી પડે છે. અલબત્ત, મામીની ઈચ્છા હોય છે કે ત્યાંના લોકલ શિક્ષકો રાખવા જોઈએ. પરંતુ લેખક માને છે કે શહેરી શિક્ષકોથી જ શિક્ષણનું સ્તર […]

રવિવારની રજા – ધનસુખલાલ મહેતા

રવિવારની રજામાં શી મજા છુપાઈ છે એ તો માત્ર જેઓએ આખું અઠવાડિયું ઑફિસમાં ગધ્ધાવૈતરું કર્યું હોય તેઓ જ જાણે. બીજાંઓ તો માત્ર અનુમાન જ કરી શકે. એવા એક મોંઘા, અણમૂલા રવિવારે સવારના હું આરામખુરશી ઉપર બેસીને ધુમાડા કાઢતો હતો. મારી પત્ની પલંગ ઉપર બેસીને તકિયાના ગલેફ બદલાવતી હતી. તેવામાં મેં પૂછ્યું : ‘મધુ ! આજે […]

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મુલાકાત – દીપક દોશી

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુ-09માંથી સાભાર.] [વેણુવાદનમાં વેણુના સૂર સમું વહેતું કોઈ નામ હોય તો તે છે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા. વેણુવાદનને લોકહૃદય સુધી પહોંચાડવાનું સેતુકાર્ય એમના ફાળે જાય છે. વાંસળીમાં જરાજ જુદી રીતે ફૂંક મારીને જોઈતા સૂર છેડવામાં તેઓ માહેર ગણાય છે. 1લી જુલાઈ, 1938ના રોજ અલાહાબાદ ખાતે એમનો જન્મ થયો હતો. ત્યાં કુટુંબની કોઈ સાંગિતિક ભૂમિકા […]

ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-1) – ધ્રુવ ભટ્ટ

[ધ્રુવભાઈ ભટ્ટની વાર્તાને કશો જ પરિચય આપવાની જરૂર ન પડે. ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ ગુજરાતી સાહિત્યને આપનાર ધ્રુવભાઈની તમામ રચનાઓ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી છે. વળી, તેમાંય તેમના ગીતો અને પદ્ય રચનાઓ વિશે તો શું કહેવું ! થોડાક વર્ષો અગાઉ ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થયેલી તેમની આ પ્રસ્તુત વાર્તા બે ભાગમાં અહીં પ્રકાશિત કરવામાં […]

મરમ ગહરા – સં. રાજુ દવે

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાં આવતી નિયમિત કૉલમ ‘મરમ ગહરા’માંથી સાભાર.] [1] એક મહાત્માનો અંતકાળ નજીક આવ્યો. સાત્વિક જીવન. ઉચ્ચ વિચારો, તેવું જ આચરણ, છતાં પણ શરીરને અનેક રોગોએ ઘેરી લીધું હતું. ખૂબ પીડા થતી હતી. શિષ્યો અને ભક્તો ખડેપગે સેવામાં હતા. પણ શરીરની પીડા વધતી જ જતી હતી. શિષ્યોએ વૈદ્યને બોલાવ્યા. મહાત્માએ ઉપચાર કરાવવાની ના પાડી […]

હાસ્યમેળો – સંકલિત

સ્ત્રી : ‘હું ઘરડી થઈશ તો પણ મને પ્રેમ કરશો ને !’ પુરુષ : ‘કરું જ છું ને !’ ***** ‘ચાલો સારું થયું તમારી દીકરી આખરે પરણી રહી છે. એ જીવનનો જંગ ખેલવા તૈયાર તો છે ને !’ ‘હશે જ ને, ચાર ચાર સગાઈનો એને અનુભવ છે !’ ***** કાકા મૈસુર પેલેસ જોવા ગયા. ટુરિસ્ટ […]

મારી પાસે આકાશ છે…. ! – પંકજ ત્રિવેદી

[ શ્રી પંકજભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘મર્મવેધ’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajsmit@yahoo.com ] માણસ ઘરની બહાર નીકળે ત્યારે એક મ્હોરું પહેરીને નીકળે છે. પડોશી મળે છે શેરીના નાકે, પાનના ગલ્લે મળે મિત્ર અને રસ્તે મળે કોઈ નવયૌવના… માણસ […]

હર્ષને પામ્યા નહીં – મહેન્દ્ર જોશી

શબ્દને પામ્યા અને આ અર્થને પામ્યા નહીં કોણ છે એ લોક જેઓ દર્દને પામ્યા નહીં સંગ તો થોડુંક ચાલ્યા ને તરત પાછા વળ્યા એ પછીથી ઘર જવાના માર્ગને પામ્યા નહીં જીભ પર ભગવી ધજા ફરકે ભલેને શબ્દની લાખ એના ધર્મ હો પણ મર્મને પામ્યા નહીં કોણ જાણે કેટલું અંતર રહ્યું બે આંખનું દશ્ય અટવાતાં રહ્યાં […]

આમ આવો શેઠ – ઉદયન ઠક્કર

આવો, આવો, આમ આવો શેઠ, નવું રમકડું જોતા જાઓ જોવાના અહીં પૈસા ક્યાં છે, સ્હેજ ગતકડું જોતા જાઓ. મહેરબાન, આ નંગ તમારા ઈશારા પર ચાલે છે સમજો કે એનું સંચાલન તાળીઓના તાલે છે. પહેલી તાળી : તાજી ગઝલો ! (વીસ વરસથી લાવે છે) બીજી તાળી લેવાને કવિતા કેવી લંબાવે છે…. ત્રણથી નંબર ચૌદને માટે આ […]

બંદા – રમણીક સોમેશ્વર

બંદા ઝૂકી ડાળ જ્યાં બેઠું પંખી એક કાગળ લઈ શું ચીતરો, છોડો છેકાછેક બંદા ફરરરક ઊડિયું, પંખી નભને ઘાટ કંપે ઝીણું ડાળખી, જોતી પાછી વાટ ! બંદા બારી ખોલીએં સાંભળીએં આલાપ મળતાં મારગ મોકળો, આવી મળશે આપ બંદા બેઠા બારીએ, કરે પવનથી છેડ બોલે ત્યાં તો આભલું, મને કાખમાં તેડ બંદા થોડું ચાલીએં, થોડું રહીએં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.