Archive for March, 2009

પ્રિમા : વાત જીવનના સંતુલનની… – મૃગેશ શાહ

આજના સમયમાં સામાન્ય માનવીનું જીવન પોતાના અભ્યાસ-નોકરી-ધંધા અને ઘર વચ્ચે વહેંચાયેલું રહે છે. એને દરેક જગ્યાએ સફળ થવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે પરંતુ કલાકારનું જીવન તેનાથી નોખા પ્રકારનું હોય છે. કલાને સમર્પિત વ્યક્તિના જીવનના બે આયામો નજરે પડે છે : એક તો એનું કાર્યક્ષેત્ર અને બીજું તેનું કલાક્ષેત્ર. કાર્યક્ષેત્રમાં નોકરી-વ્યવસાય કે અભ્યાસ ગમે […]

કૌત્સ – શ્રીદેવી ઓઝા, પ્રો.વિપિન ઓઝા

[ કિશોરોને રસ પડે તે માટે શિષ્ય સાહિત્ય પીરસવાના હેતુથી તૈયાર થયેલ પુસ્તક ‘પાથેય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી વિપિનભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2822 240084 અથવા આ સરનામે vipinoza@sancharnet.in સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] सेवितव्यो महावृक्ष: फलच्छायासमन्वित: । यदि […]

હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર

[‘હાસ્યથી રુદન સુધી’ એ શ્રી નિર્મિશભાઈની દિવ્યભાસ્કર અખબારમાં પ્રકાશિત થતી સુપ્રસિદ્ધ કટારનું નામ છે. તેમાં પ્રગટ થયેલા લેખોને સમાવતા આ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત છે ત્રણ હાસ્ય લેખો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com પર સંપર્ક કરી શકો છો.] [1] પાણીથી પૂરી સુધી […]

કૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર

[‘ગુજરાત સમાચાર વાર્તા-સ્પર્ધા 1995’ની અન્ય ભાષીય વાર્તાઓમાં પસંદ કરાયેલી મલયાલમ ભાષાની આ કૃતિ ‘ગુજરાત સમાચાર : શ્રેષ્ઠ વાર્તાઓ 1995’ પુસ્તકમાંથી સાભાર. વાર્તાનો અનુવાદ શ્રી પી. ઓ. વર્ગીસે કર્યો છે તેમજ તેની પસંદગી મલયાલા મનોરમાના તંત્રી, શ્રી કે. પદ્મનાભને કરી છે.] વધુ અભ્યાસાર્થે મુંબઈની સોફિયા કૉલેજમાં જોડાવાના વિચાર સાથે તેનાં મા-બાપ સંમત ન હતાં. તેમને લાગતું […]

ચાલો…સમયને પેલે પાર – વિમલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વિમલભાઈનો (કોલકતા) ખૂબ ખૂબ આભાર. સર્જનક્ષેત્રે તેમણે સુંદર ટૂંકીવાર્તાઓ આપી છે. થોડા સમય અગાઉ તેમની એક વાર્તાને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આપ તેમનો આ સરનામે : shahvimal3@gmail.com સંપર્ક કરી શકો છો.] આ સમયને શાની ઉતાવળ હશે ? હંમેશા દોડતો જ હોય છે. હજુ હમણાં તો પરોઢીયે ઠંડા મીઠા પવનની […]

પદ્યરચનાઓ – સંકલિત

[1] એક વાદળી પૂછે… – આશિષ ઉપાધ્યાય [વ્યવસાયે B.S.N.L માં ફરજ બજાવતા શ્રી આશિષભાઈ (લાઠી, અમરેલી)નો આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427613002 અથવા આ સરનામે ashish.upadhyay@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ? પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું […]

વૃત્તિઓ અને આવેશ – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ […]

હરિવર તમને – અશોક ચાવડા

હરિવર તમને તમારી આણ. રોજ રોજ હું ઝંખું તમને કેમ કશી નહીં જાણ ! એક રીતે તો રંગબેરંગી પહેરણ કેવળ ડાઘા, પ્હેરી પ્હેરી થાકી ગ્યો ચામડિયુંના વાઘા, સમજણ આવી ત્યારે સમજ્યા સમજણવાળા બાઘા. એક તમે છો જેની સામે ખુલ્લું કર્યું રમખાણ; હરિવર તમને તમારી આણ. માયાનાં પડ એવાં બાઝ્યાં, ખુલ્લી આંખથી અંધ, આંખો ખોલી આપો […]

એસિયલ હોવ – ડૉ. સુનીતા

[ શ્રદ્ધાથી શિખર જીતી વિશ્વને બદલનારા મહામાનવોની જીવનગાથાઓના પુસ્તક ‘શ્રદ્ધાથી શિખર જીતનારાં’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] એમ તો વિજ્ઞાને હજારો વસ્તુઓની શોધ કરી છે, જેમનાથી આપણું જીવન આરામદાયક બન્યું તથા એમના કારણે અનેક તકલીફો તથા મૂંઝવણોથી આપણે બચ્યા. પરંતુ આ શોધોમાં સિલાઈ મશીન સૌથી જુદી જ તથા અદ્દભુત શોધ છે. […]

ઓછું કેમ લખો છો ? – રિદ્ધિ દેસાઈ

[‘કુમાર’ સામાયિક જુલાઈ-2007માંથી સાભાર.] ગોડસે સેરેન્ડર થયેલો ત્યારે લક્ષકોટિ પત્રકારોએ એને એક એક અને કેવળ એક જ સવાલ પૂછ્યો હતો : ‘ગાંધીજીને માર્યા કેમ ? વ્હાય ડિડ યુ કિલ મહાત્મા ? બાપુલા કશાલા ઠાર મારલા ? – સાક્ષરોના ટોળામાં પહેલો પગ મૂકું છું ત્યાં મારી ઉપર પણ એક જ પ્રશ્નની ઝડી વરસે છે : ‘રિદ્ધિબહેન […]

રોજેરોજના સંગ્રામ – જયવતી કાજી

આપણને ઘણી વખત વિચાર આવે છે, જીવનમાં જો કોઈ મોટી વિપત્તિ આવી પડે તો આપણે શું કરીશું ? એ તો હકીકત છે કે સખત બીમારી, મૃત્યુ, મોટું આર્થિક નુકશાન –આવી વિપત્તિઓ જીવનમાં કવચિત આવતી હોય છે પણ રોજના જીવનમાં આવતી નાની નાની ક્રાઈસીસનું શું ? રોજ ને રોજની નાની ચિંતાઓ-તનાવ અને ગભરાટનું શું ? આવું […]

અવનવું – સંકલિત

[1] નાણાં મંત્રાલયની અનોખી સ્પર્ધા – મુંબઈ સમાચાર દુનિયાના અનેક દેશના ચલણી નાણાંનાં ચિહ્ન છે. અમેરિકાનો ડોલર, જાપાનનો યેન, બ્રિટનનો પાઉન્ડ જેવા વજનદાર ચલણનાં પોતીકાં ચિહ્ન છે. આ ચિહ્ન જોઈને સંબંધિત દેશની મુદ્રા નજર સમક્ષ તરવરે છે. હવે વૈશ્વિક સ્તરે રૂપિયાની આગવી ઓળખ આપવા સરકારે રૂપિયાનું ચિહ્ન સૂચવવાની અનોખી સ્પર્ધાની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં […]

સદભાવના પર્વનો સારાંશ (ભાગ-1) – મૃગેશ શાહ

[‘સદભાવના પર્વ’નો આ વિશેષ લેખ બે ભાગમાં આપવામાં આવ્યો છે તે ધ્યાનમાં લેશો. સદભાવના ફોરમના સભ્યોની માહિતી, સંપર્કસુત્ર તેમજ આ પર્વના તમામ ફોટોગ્રાફ્સ લેખના અંતે આપવામાં આવ્યા છે. તેમજ આવતીકાલે નવા બે લેખોનું પ્રકાશન કાર્ય બંધ રહેશે તેની નોંધ લેશો. ગુરુવારથી પુન: બે લેખો સાથે ફરી મળીશું – તંત્રી.] છેલ્લાં થોડાં વર્ષોમાં મહદઅંશે ગુજરાતમાં અને […]

સદભાવના પર્વનો સારાંશ (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 પછીથી હવે આગળ…. ] ‘આપણા ધર્મની સુગંધ’ વિષય અંતર્ગત મુસ્લિમ ધર્મ વિશે શ્રધ્ધેય ઈસ્લામિક સ્કોલર શ્રી મૌલાના વહીદુદ્દીનખાને વક્તવ્ય આપ્યું હતું. તેમણે પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે : ‘મને આપ સૌને મળવાનો અત્યંત આનંદ છે. ઈસ્લામનો મૂળ અર્થ ‘પ્રેમ’ છે. હું આખી દુનિયામાં ગયો છું અને જ્યાં પણ જાઉં ત્યાં કહું છું કે […]

પરમાણુ અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોશી

બે વર્ષ પહેલાં ઈ.સ. 2007માં જાપાનના વિજ્ઞાની કોશીબા ભારતની મુલાકાતે આવી ગયા અને તેમણે ‘પરમાણુ, મનુષ્ય અને બ્રહ્માંડ’ આ વિષે રસપ્રદ વાતો કરી. તેમના વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે ઉપરોક્ત વિષયમાં પરમાણુ તથા બ્રહ્માંડને સમજવામાં તો આપણે સારી પ્રગતિ કરી છે, પરંતુ વચ્ચેની મનુષ્યજાતિને વિજ્ઞાનની દષ્ટિએ સમજવી ભારે અઘરી છે ! પદાર્થના મૂળભૂત કણોનું વિજ્ઞાન – […]

સુભાષિતોની સંપત્તિ – સં.દવેન્દ્ર ત્રિવેદી

[સુભાષિતો, જોડકણાંઓ, લોકોક્તિઓ વગેરે આપણો ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો છે. અહીં તેનું આચમન કરાવતો સંચય સંગ્રહિત કર્યો છે જે ખૂબ જ મનનીય અને ચિંતનીય છે. એક-એક સુત્ર ખૂબ જ જીવનોપયોગી બની રહેશે તેવી શ્રદ્ધા સાથે ‘જનકલ્યાણ-1995’માંથી સાભાર. – તંત્રી.] [1] અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય, સુખે ન સૂએ કોઈ દી, તે તો […]

ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી

કાલે કોઈ ડાળ તૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા એક કુહાડી ક્યાંક ઊઠી છે ચાલ ઝાડની ખબર કાઢવા પાનખરે ને પંખીઓએ ઝાડને હિંમત આપી’તી એ પંખીઓની હામ ખુટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ડાળ તૂટી કાંઈ કેટલાયે ઘર પંખીઓના તૂટી ગયાં કોકે શી મિરાત લૂંટી છે ચાલ ઝાડની ખબર કાઢવા ઝાડ કુહાડી લાયક હો તો […]

વાચકોની કલમે – સંકલિત

[1] ગુજરાતી – કીર્તિકાન્ત પુરોહિત (વડોદરા) બર્ફ જેવો કઠણ, વહી શકે છે હો પવન સામે તો સહી શકે છે સાત દરિયાના જળ પી જનારો તું મને ગુજરાતી કહી શકે છે. [2] ઈશ ક્યાં તું ? – ડૉ. પ્રવિણા પંડ્યા [ ડૉ. પ્રવિણાબેન જૂનાગઢ ખાતે ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરની ફરજ બજાવે છે. કાવ્ય સર્જનનો આ તેમનો ઘણા […]

એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

આપણે તો એટલામાં રાજી આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી આપણે તો એટલામાં રાજી એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે, તો થાય, મળ્યું આખું આકાશ એકાદું ગીત કોઈ મોસમનું ગાય તો ય રોમ રોમ ઊણી પલાશ એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલરી વાગી આપણે તો એટલામાં રાજી પાણીની […]

યાયાવર ગાન – ધ્રુવ ભટ્ટ

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે સમદરને પાર જેના સરનામાં હોય એવા વણજાણ્યા નામ છીએ આપણે હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત જેમ ધરતીને સાંપડી સુગંધ આપણો તો કલબલનો એવો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ સમદરની છોળ જેમ સમદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે યાયાવર ગાન છીએ આપણે…. […]

ભદ્રંભદ્ર : નાતનો જમણવાર – રમણભાઈ નીલકંઠ

[‘ભદ્રંભદ્ર’ એ ગુજરાતી સાહિત્યનું અમરપાત્ર છે તેથી તેના વિશેષ કોઈ પરિચયની આપણને જરૂર નથી. સમાજમાં રહેલ અસ્પૃશ્યતા, ધર્માંધતા, બિનજરૂરી કર્મકાંડ અને જ્ઞાતિવાદ-જાતિવાદને ડામવા લેખકે રમૂજી પ્રસંગો દ્વારા કુરિવાજો પર આકારા પ્રહારો કર્યા છે. પ્રસ્તુત પ્રસંગમાં ભદ્રંભદ્ર નાતના જમણવારમાં જાય છે, ત્યાં કેવી ગંદકી ફેલાયેલી છે, સજ્જન ગણાતા બ્રાહ્મણો કેવી હો-હા કરે છે અને પછી તેવામાં […]

બે બાળવાર્તાઓ – સંકલિત

[1] પક્ષીની કુરબાની – યશવંત કડીકર એક નદી હતી. નદીકિનારે એક ઝાડ હતું. ઝાડ ખૂબ જ મોટું અને ઘટાદાર હતું. ઝાડ પર ઘણાં પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા હતા. માળાઓમાં બધાં પક્ષીઓનાં નાનાં-નાનાં બચ્ચાં હતાં, જે હમણાં જ ઈંડામાંથી બહાર આવ્યાં હતાં. હજુ એમને પાંખો પણ ફૂટી ન હતી. આ નાનાં બચ્ચાં ચૂં-ચૂં કરતાં રહેતાં કે […]

વિદુરનીતિ – શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસ

[‘વિદુરનીતિ’ પુસ્તકમાંથી સાભાર.] મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થયા પછી વિરાટ રાજાના સભાગૃહમાં મેળાવડો હતો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘હે રાજા-મહારાજાઓ, દુર્યોધને છળકપટ કરીને પાંડવોનું રાજ્ય પડાવી લીધું. પાંડવોને […]

આંસુનો દરિયો – મીરા ભટ્ટ

[ સુપ્રસિદ્ધ સાહિત્યકાર મીરાબેન ભટ્ટની કલમે લખાયેલ, નારી જીવનની સમસ્યાઓ અને ઉકેલ અંગે નિરુપણ કરતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘આંસુનો દરિયો’માંથી પ્રસ્તુત બે લેખો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મીરાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497. ] [1] આભ ભરીને ઊડતાં હજુ […]

અનુભવની વણજાર – અનુ. ભવાનીદાસ વોરા

[મૂળ લેખિકા : યોગિની જોગળેકર.] નોકરી નથી એટલે અનુભવ નથી અને અનુભવ નથી એટલે નોકરી નથી મળતી. આવું દુષ્ટ વિષયચક્ર હંમેશનું હોય છે. તો પણ હિંમતવાળા માણસે જીવ દાવ પર મૂકી આ ચક્રવ્યૂહ તોડવો જ પડે છે. તીસ-ચાલીસ વર્ષ પહેલાં જ્યારે ગ્રેજ્યુએટની કિંમત થતી હતી ત્યારની આ વાત છે. એ દિવસે યુનિવર્સિટીનું રિઝલ્ટ બહાર પડતું […]

મિમિનું ભાષા-શિક્ષણ – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

[મૂળ લેખક : બામાચરણ મિત્ર ] જીવનબાબુને મનમાં ખૂબ લાગી આવે છે. તેમની એકની એક દીકરી મિમિ સાવ મૂરખ છે. ભણવામાં તેનું ચિત્ત ચોંટતું નથી. હાથમાં ચોપડી લે છે કે તરત એ ઝોકે ચઢી જાય છે અને કંઈ સવાલ પૂછો ત્યારે મૂરખની જેમ જોઈ રહે છે. જીવનબાબુ અડધા કલાકથી બોલબોલ કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરી […]

ફાળાનો ફૂંફાડો – નટવર પંડ્યા

[હાસ્યલેખ – ‘નવનીત સમર્પણ’ માર્ચ-2009માંથી સાભાર.] અમારા સમાજનું વિકાસ મંડળ દર વર્ષે શરદપૂનમના દિવસે સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરતું. જેમાં ભોજન સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ જેવા કાર્યક્રમો રાખવામાં આવતા. સમાજનો વિકાસ થાય, લોકો એકબીજાથી પરિચિત થાય એવા ઉદ્દેશથી વિકાસ મંડળ ચલાવતા. આ રીતે સમાજનું ઋણ અદા કરવાનો અમારો નમ્ર પ્રયાસ હતો. આ રીતે કાર્યક્રમનાં […]

યાદગાર પ્રસંગો – ગોપાલ મેઘાણી

[1] રાષ્ટ્રપતિ – ભિક્ષુ ચમનલાલ મારા પુસ્તક ‘સ્વીટ્ઝરલૅન્ડ શોઝ ધ વે’ (સ્વીટ્ઝરલેન્ડ રસ્તો બતાવે છે)ની નવી આવૃત્તિ તૈયાર કરવા માટે હું એ દેશમાં ગયો હતો. સ્વીટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિ સાથે જેણે દસ વર્ષ કામ કર્યું છે એવા એક અધિકારીની મુલાકાત પાટનગર બર્નમાં મેં લીધી હતી, તેનો થોડો ભાગ અહીં રજૂ કરું છું : સવાલ : તમારા રાષ્ટ્રપતિનો […]

ઈચ્છાઓની ઝંઝા – યૉસેફ મૅકવાન

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] અજયના ચિત્તને અંદરને અંદર વંટોળની જેમ કશું શારી રહ્યું હતું. તે મનોમન તૂટી રહ્યો હતો. પોતાનું ઘર મકાનમાં તબદીલ થઈ રહ્યું હોય એમ અજયને જ નહીં, પૂર્વીને પણ લાગી રહ્યું હતું ! અજય થોડી થોડીવારે બાલ્કનીમાં આંટો મારી પાછો ઓરડામાં આવતો. આયના સામે ઊભો રહી અનાયાસ બબડતા બોલી જતો : ‘શું થઈ […]

માનવતાનો સેતુ – ઉદય ત્રિવેદી

[ નવોદિત યુવાસર્જક શ્રી ઉદયભાઈ (બૅંગ્લોર) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર છે. માનવતા, જીવન અને અધ્યાત્મ તેમના રસના વિષયો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે udaytrivedi@gmail.com અથવા આ નંબર પર +91 98864 60844 સંપર્ક કરી શકો છો.] આપણે સહુએ આપણી આજુબાજુમાં દારુણ ગરીબીમાં સબડતા ઘણા લોકોને જોયા હશે. આપણામાંથી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.