Archive for May, 2009

જીવનસાથી – ડૉ. અજય કોઠારી

[ડૉ. અજયભાઈ વ્યવસાયે મુંબઈના ઈ.એન.ટી સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર છે. જન્મભૂમિ પ્રવાસીમાં ‘સુણી સુણીને કાન’, ‘પોલું છે તે બોલ્યું’, ‘ડાહપણની દાઢ’ કૉલમોના લેખક છે. તેમના 400થીયે વધુ લેખો ‘પ્રવાસી’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘બીજ’, ‘ફેમિના’ ઈત્યાદિ સામાયિકોમાં પ્રગટ થયા છે. પંદરથી વધુ પુસ્તકોનું તેમણે સર્જન કર્યું છે. તેમના એકાંકી નાટ્યસંગ્રહ ‘બોલ્યુંચાલ્યું માફ કરજો’ ને ‘છાનુ રે છપનું’ ને ગુજરાતી […]

એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે વીણાબેનનો (ફલોરિડા, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : V. Derasari, 15908 FarringhamDr. Tampa, FL 33647. USA] ગુજરાતી ગીતો, રાસ કે ગરબાના શબ્દો સાંભળીએ ત્યારે તરત જ શ્રી અવિનાશ વ્યાસનું નામ યાદ આવી જાય. તેમના ગીતો અને ગરબાના શબ્દો મનમાં રણકવા લાગે અને […]

સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ ‘નિનાદ’

થોડે સુધી જઈને અટકી ગયાં હશે, મારો વિચાર નક્કી સમજી ગયાં હશે ! સપનામાં કંકુવરણી કંકોતરી પઢું, મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે. નહિતર ન હોય આવો માહોલ રણ મહીં, હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે, મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે ! સૂરજને માત્ર જોઈ પરસેવે […]

બે પદ્યરચનાઓ – શોભિત દેસાઈ

[‘અહમ ઓગાળવા આવ્યા’ પુસ્તકમાંથી સાભાર.] [1] મત્ત પાગલ પ્રેમમાં આપણું પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ ! શા માટે આપણે કો અન્ય થઈને જીવીએ ? ફકત ખુદ ખાતર જીવી લેવું, નથી એ જીવવું, ક્યાંક તો…. ક્યારેક તો…. પર્જન્ય થઈને જીવીએ ! પૂર્ણતા છે કૈંક બાકી રહી ગયાની લાગણી, થોડા બનીએ રણના, થોડા વન્ય થઈને જીવીએ ! […]

નિષ્ઠા – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] છત્રીસ વર્ષની નોકરી બાદ જાનીસાહેબ બેન્કમાં નિવૃત્ત થયા હતા. છત્રીસ વર્ષ પહેલાં એ બેન્કમાં દાખલ થયા ત્યારે બેન્કોનું રાષ્ટ્રીયકરણ નહોતું થયું. એ વખતે કોઈ મોટા સાહેબની ઓળખાણ હોય, ઉમેદવારનું પોતાનું ચારિત્ર્ય સારું હોય, મહેનતુ હોય અને કુટુંબની પ્રતિષ્ઠા પર કોઈ ડાઘા ન હોય એવી વ્યક્તિઓ બેન્કમાં લેવાઈ જતી. ડિગ્રી કરતાં પ્રમાણિકતા […]

એક પુસ્તકના વિમોચન નિમિત્તે – રતિલાલ બોરીસાગર

[ ‘અમથું અમથું કેમ ન હસિયે !’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] એકવાર એક મિત્રનો ફોન આવ્યો. એમણે લખેલા અને મારા બીજા એક પ્રકાશક મિત્રે પ્રસિદ્ધ કરેલા આરોગ્યવિષયક પુસ્તકનું વિમોચન મારે કરવું અને વિમોચન પછી, શ્રોતાઓની સહનશક્તિ ધ્યાનમાં રાખી, ટૂંકું વક્તવ્ય આપવું એવી લાગણી એમણે વ્યક્ત કરી. કાર્યક્રમ પછી રાખેલા […]

ડૂબકી (ભાગ-2) – વીનેશ અંતાણી

[ ગત માસમાં શ્રી વીનેશભાઈના ‘ડૂબકી’ પુસ્તકમાંથી આપણે બે લેખ માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] ધડકીની હૂંફ બ્લેન્કેટમાં નથી એક મમ્મી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા જતી દીકરીને ‘સ્પેરૉ’ શબ્દનો સ્પેલિંગ ગોખાવતી હતી. દીકરીને તેમાં ખાસ રસ પડતો નહોતો. અને સ્પેરૉ એટલે શું તે વિશે […]

સુપ્રભાતમ – સંકલિત

[પુન: પ્રકાશિત] [1] પંદર જ મિનિટ – રઘુનાથજી નાયક ઘણા લોકો બૂમો મારે છે કે, અમને સમય મળતો નથી. પણ મોટાં મોટાં કામ કરનારા અનેક માણસો તો નજીવાં દેખાતાં કામો કરવાની ફુરસદ મેળવી શકે છે. જેઓ પોતાના કામની અને સમયની વિચારપૂર્વકની યોજના કરે છે અને તે મુજબ ચાલવાની ટેવ પાડે છે, તેઓ ઘણી ઉપાધિમાંથી બચી […]

આઠ આને કિલો આત્મજ્ઞાન – નટવર પંડ્યા

[ શ્રી નટવરભાઈના (સુરત) હોસ્ટેલ વિષયક અનેક હાસ્ય-લેખો આપણે અગાઉ રીડગુજરાતી પર માણ્યા છે. આજે માણીએ તેમનો અલગ પ્રકારનો એક સુંદર હાસ્ય-લેખ, ‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ 2007માંથી સાભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493] અજ્ઞાનીઓની ચર્ચાનો વિષય ઘણી વાર ‘જ્ઞાન’ હોય છે, કારણ કે પોતે જ્ઞાની છે એવું અજ્ઞાન ઘણા […]

શંકા – લક્ષ્મીપ્રિયા

[‘ગૃહશોભા’ સામાયિક-વાર્તાવિશેષાંક એપ્રિલ-2009માંથી સાભાર.] નવીનવેલી સીમા ફરીથી પતિના મોંમાં ‘મિસિસ અવસ્થી’નું નામ સાંભળીને એક વિચિત્ર પ્રકારની ભંગિમા બનાવીને, એરકન્ડિશન્ડ ડબ્બામાંથી બહાર જોવાના નિષ્ફળ પ્રયાસ કરવા લાગી. તેની સમજમાં એ આવતું જ નહોતું કે તેના મનમાં મિસિસ અવસ્થી તરફ એક અજાણ્યો ભય ફેલાઈ ગયો છે કે પછી તેના મનમાં નારી સુલભ ઈર્ષ્યા છે, જે તેના પ્રિયતમના […]

મમ્મી, તું હસ ! – કલ્પના જિતેન્દ્ર

[ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી લોકપ્રિય કોલમ ‘ઋણાનુબંધ’ ના લેખિકા કલ્પનાબેન જાણીતા સાહિત્યકાર છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર સતત એક વર્ષ સુધી દત્તક લીધેલાં બાળકોને કેન્દ્રમાં રાખીને આ કોલમ દ્વારા સુંદર વાર્તાઓ તેમણે સમાજને પીરસી છે. તેમની આ કોલમ એટલી તો લોકપ્રિય બની છે કે બાળક દત્તક લેનાર માતાપિતા કે સંસ્થાઓ તેમને આ બાબતે આજે પણ […]

નાયર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘જનકલ્યાણ’ વાર્ષિક અંક-2009માંથી સાભાર. આપ ડૉ.સાહેબનો (ભાવનગર) આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com] ‘અરે નાયર ! હજુ કેટલી વાર લગાડીશ ? ચાય આપને !’ ‘અલ્યા નાયર ! તને ઑમલેટનો ઑર્ડર આપ્યાને અર્ધો કલાક થયો. હું કંઈ આખો દિવસ બેસવા નવરો છું ? આવી ભંગાર સર્વિસ આપે છે તેના કરતાં તો બંધ કરી દે […]

શેભર વાચન શિબિર – મૃગેશ શાહ

આજના વ્યસ્તતાભર્યા જીવનમાં માણસને કોઈક સારી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા હોય તો પણ તેની માટે તે સમય કાઢી શકતો નથી. બે છેડા ભેગા કરવામાં જ તેનું જીવન પૂરું થઈ જાય છે. પોતાના ભાગ્યમાં પરિવાર સાથે વીતાવવાની માંડ થોડીક પળો બચે છે ત્યાં વળી અન્ય પ્રવૃત્તિઓ માટે તો અવકાશ જ ક્યાંથી રહે ? સંઘર્ષમય જીવન સાથે વ્યવહારો, […]

રખડપટ્ટી – અશ્વિન ચંદારાણા

[‘રખડપટ્ટી’ એ બાળ-કિશોર વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની વિશેષતા એ છે કે તેની સમગ્ર કથા છ પ્રકરણોમાં વહેંચાઈ છે. શાળામાં પરીક્ષા પૂરી થાય છે, રજાઓ પડે છે અને ઉત્સાહી વિજ્ઞાનશિક્ષક મોહનલાલ બાળકોને ચાનક લગાડે છે – હરવાની, ફરવાની અને નવું નવું જાણવાની. લેખક શ્રી અશ્વિનભાઈએ અહીં ‘મોહનલાલ’ના પાત્ર દ્વારા વિજ્ઞાનની પ્રગતિની અને તેના લાભાલાભની વાતો કરી […]

હતું – હરિશ્ચન્દ્ર જોશી

આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું. તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ? નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી, એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું ! જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને, એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું; રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં, ને ઘડ્યું […]

ફૂલ સૌ જ્યારે – બરકત વીરાણી ‘બેફામ’

ફૂલ સૌ જ્યારે બાળ લાગે છે, કોઈ મા જેવી ડાળ લાગે છે. આહ નીકળે છે હોઠ પરથી જે, આંસુઓની વરાળ લાગે છે. રાત એથી જ તો નથી ખૂટતી, કે દિવસનો દુકાળ લાગે છે. દોટ મૂકી છે રણ તરફ સૌએ, ઝાંઝવામાં જુવાળ લાગે છે. ઠંડી ઠંડી ઉપેક્ષા કરનારા ! તમને જોઈ ઝાળ લાગે છે. ભટકે છે […]

આરોગ્યવર્ધક જ્યુસ – જ્યોતિ મહેતા

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] [1] કાળી દ્રાક્ષ-તરબુચનું જ્યુસ સામગ્રી : 1 ગ્લાસ કાળી દ્રાક્ષ, 1 ગ્લાસ નાના ટુકડા કરેલું તરબુચ 1 ગ્લાસ દાડમનાં દાણા, અડધા લીંબુનો રસ, ખાંડ (સ્વાદ પ્રમાણે), એક નાની ચમચી વાટેલું જીરૂં, 4-5 બરફના ક્યુબ.

નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર

[રીડગુજરાતી પર આપણે સાહિત્ય, ફોટોગ્રાફી અને સંગીતથી લઈને જુદી જુદી કલાઓને પોંખીએ છીએ. જેમાં આજે વારો છે ‘ઠઠાચિત્રોનો’ એટલે કે ‘Caricatures’નો. ઠઠાચિત્ર કલાનો એક વિશાળ આયામ છે. કોઈ પણ વ્યક્તિનું ઠઠાચિત્ર તેના સમગ્ર વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. થોડીક રમૂજ સાથે તે અર્થસભર સંદેશો આપતું હોય છે. થોડામાં ઘણું સમજાવી જતી આ કલાને આજે […]

નાની પણ મોટી વાતો – હરીશ નાયક

[‘101 નાની પણ મોટી વાતો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.] [1] પૂર્ણવિરામ શ્રી ભગવાન વિષ્ણુએ એક વખત જાહેરાત કરી : ‘જેને જે જોઈએ તે માગી લો.’ વિષ્ણુને બારણે માણસોની કતાર જામી ગઈ. બધાં પોતાને જોઈતી વસ્તુઓ માગવા લાગ્યા. કોઈ પૈસા, કોઈ પુત્ર, કોઈ સુખ, કોઈ દવા, કોઈ ઊંઘ, કોઈ આરામ, […]

બૉસ, આ ગુજરાત છે ! – રોહિત શાહ

અહીં પ્રેમ કેરો સાદ છે પ્રભુજીનો પ્રસાદ છે ને પ્રકૃતિનો વરસાદ છે ! બૉસ, આ ગુજરાત છે ! અહીં નર્મદાનાં નીર છે માખણ અને પનીર છે ને ઊજળું તકદીર છે ! યસ, આ ગુજરાત છે ! અહીં ગરબા-રાસ છે વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પરભાત છે અલ્યા, આ ગુજરાત છે ! અહીં ભોજનમાં ખીર […]

મુન્ની – દર્શન કિરીટભાઈ ત્રિવેદી

[‘કુમાર’ સામાયિકમાંથી સાભાર.] મીટિંગ-રૂમમાં એક-દોઢ કલાકથી બેસી રહેલી ‘પાર્ટી’ને સમજાવતાં મેં કહ્યું : ‘આઈ નો મિ. શાહ, અત્યાર સુધીના તમામ ઑર્ડર વખતે તમારી કંપનીએ મારા પાર્ટનર મિ. તુષાર સાથે જ ડીલ કરી છે, પણ આજે એ તમને મળી શકે તેમ નથી.’ તુષાર સાથે ચર્ચા કરીને જ ઑર્ડર આપવાની જિદ્દ લઈને બેઠેલા મિ. શાહ પણ હવે […]

જ્ઞાનમંથન – પ્રો. ડૉ. બી. એમ. રાજપુત

[‘લેટેસ્ટ ફેક્ટસ ઈન જનરલ નોલેજ’ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાટેના સામાયિકમાંથી સાભાર. અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે જેના જવાબો આપ ‘કોમેન્ટ વિભાગ’માં લખી શકો છો. જવાબ લખતી વખતે સાથે વિભાગ નંબર લખવો. દા..ત.. (1-5). એટલે કે વિભાગ 1નો સવાલ 5નો જવાબ…. સાચા જવાબો આવતી કાલે આ જ લેખના ‘કોમેન્ટ વિભાગ’માં આપવામાં આવશે.] [વિભાગ -1] [1] પૂનર્જન્મના સિદ્ધાંતનો […]

ડોકિયું – અનુ. ડૉ. જનક શાહ

[‘ડોકિયું’ પાશ્ચાત્ય સાહિત્યમાંથી અનુવાદિત કરાયેલી ટૂંકી વાર્તાઓનો સુંદર સંગ્રહ છે. સુપ્રસિદ્ધ દોસ્તોયેવ્સ્કી, મોપાસા, ચેખોવ, ઓ.હેનરી, જીમ કાર્બેટ જેવા સાહિત્યકારોની 30 જેટલી લોકપ્રિય વાર્તાઓનો તેમાં સમાવેશ કરાયો છે. અનુવાદક ડૉ. જનકભાઈએ અંગ્રેજીમાં પી.એચ.ડી કર્યું છે તેમજ તેઓ સંગીતવિશારદ (વાયોલીન) છે. તેમની ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો તથા સામાયિકોમાં અનુવાદિત વાર્તાઓ, બાળવાર્તાઓ, સાહસકથાઓ તથા કૃતિઓ પ્રકાશિત થતી […]

મહાભારત : જીવનદર્શન – શાન્તિકુમાર પંડ્યા

[તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘મહાભારત : જીવનદર્શન’ નામનું આ પુસ્તક મહાભારતના પ્રસંગોને સામાન્ય માનવીના જીવન સાથે જોડતું વિશિષ્ટ પુસ્તક છે. મહાભારતના પ્રસંગો અને ઘટનાઓની સાથે સાથે તે આપણને પ્રત્યેક ઘટનાનો સાર એવા શબ્દોમાં મૂકી આપે છે કે જેથી વાંચતા એમ લાગે છે કે આ તો આપણા જ જીવનને સ્પર્શતી કોઈ એક ઘટના છે ! પુસ્તકના લેખક […]

માધુકરી – સંકલિત

[1] પગલાં પ્રભુનાં – અનુ. વિનોદ એ. ચોકસી એક રાત્રે એક માણસને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એ એક ટાપુ પર પ્રભુની સાથે ચાલી રહ્યો હતો. ચાલતાં ચાલતાં તેણે જોયું તો નિરભ્ર આકાશમાં એના પોતાના જીવનનાં કેટલાંક દ્રશ્યો પ્રકાશી ઊઠ્યાં છે. દરેક દ્રશ્યમાં એણે જોયું તો રેતીનાં પડેલાં પગલાંની બે જોડ એને દેખાઈ. એક પગલાં હતાં એનાં […]

લોકસાહિત્યની વિરાસત – જોરાવરસિંહ જાદવ

[લોકસાહિત્ય એ સાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. છંદ, દુહાઓ, કાવ્યો, ફટાણાં, પાંચકડાં, વિનોદગીતો જેવા કેટકેટલાય પ્રકારોનો તેમાં સમાવેશ થાય છે. અર્વાચીન સમયમાં આ વારસો આપણને સ્મરણમાં રહે તે હેતુથી સાહિત્યકાર શ્રી જોરાવરસિંહભાઈએ તાજેતરમાં ‘લોકસાહિત્યની વિરાસત’ શીર્ષક હેઠળ તેનું અદ્દભુત આલેખન કર્યું છે. આજે તેમાંથી બે સુંદર પ્રકરણો માણીએ તે પહેલા લેખકશ્રીના શબ્દોમાં ‘લોકસાહિત્ય’ની વ્યાખ્યા સમજીએ. રીડગુજરાતીને […]

લખી રાખો આરસની તકતી પર – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

[‘લખી રાખો આરસની તકતી પર’ એ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ પુસ્તકો પૈકીનું એક છે. જીવનના વિવિધ નાજૂક તબક્કાઓમાંથી પસાર થતા સંતાનનો આમાં પત્ર-સ્વરૂપે વાર્તાલાપ છે. પુસ્તકની સરળ અને સહજ ભાષા વાચક સાથે સંવાદનો સેતુ નિર્માણ કરે છે જેના કારણે આજસુધી અનેક વાચકોના હૃદયને સ્પર્શવામાં આ પુસ્તક સફળ નિવડ્યું છે. 100થી પણ વધુ પુસ્તકો લખનાર આચાર્યશ્રીએ સમાજના […]

ક્યાં છે બાળક ? – જયવતી કાજી

[‘આજની ઘડી રળિયામણી’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] Make a memory with your children Spend sometime to show you care Toys and trinklets cannot replace those Precious moments you share. – Elain Hardi તમારાં બાળકો સાથે મધુર સ્મૃતિ નિર્માણ કરો એમની સાથે સમય વિતાવો કે જેથી એમને લાગે કે તમે […]

પાછો વળું…. – જયન્ત પાઠક

આટલે દૂરથી સંભળાય છે તે તો મધરાતના જંગલની અંધારી ત્રાડનો અવાજ આટલે દૂરથી દેખાય છે તે તો આદિવાસી કન્યાના જીંથરિયા વાળ વચાળે સેંથી જેવી વાંકીચૂંકી વગડાની કેડીઓ આટલે દૂરથી અડકી જાય છે તે તો મારી નાનકડી નદીની પવનસુંવાળી ઓઢણી આટલે દૂરથી સોડાય છે તે તો મારાં સીમખેતરના લીલા લીલા મગફળીના છોડ આટલે દૂરથી ચખાય છે […]

ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

મને એક એક ઝાડની માયા કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને પંખી થઈ બાંધું હું માળો, ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે ઉનાળો હોય કે શિયાળો. એક એક ઝાડની છાયા કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.