Archive for June, 2009

મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર

[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી […]

જીવનવલોણું – દિલીપ રાણપુરા

[‘જીવનવલોણું’ પુસ્તક (આવૃત્તિ, 1987)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.] [1] અહંકારનું પ્રતીક કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એટલો બદલાઈ ગયો કે એ પહેલાંનો અશોક ન રહ્યો. પહેલાં એ રાજ્યોનો સમ્રાટ હતો, હવે એ સદભાવનાઓનો સમ્રાટ બની રહ્યો હતો. પહેલાં એ એક દમામથી રહેતો, હવે એ દમામની જગ્યા વિનમ્રતાએ લઈ લીધી હતી. પહેલાં એ અહંતાથી ઊભરાતો […]

યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ

ફક્ત એનું નામ જ ‘આનંદ’ નહોતું, એ સ્વભાવે પણ આનંદી હતો. કોઈ મિમિક્રી કલાકાર તરીકે પ્રોગ્રામ આપી શકે એટલા ટૂચકાઓ અને ગીતો એના આંગળીના વેઢે રમતા. જ્યારથી એ આવ્યો ત્યારથી ઑફિસનું વાતાવરણ સાવ જ બદલાઈ ગયું હતું. સિનિયર-જૂનિયરની ભેદરેખા એણે જાણે ભૂંસી નાખી હતી. બધા લોકો સાથે એટલો ભળી ગયો હતો કે એક દિવસ માટે […]

ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી

[કટાક્ષિકા] વજીર સાળાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. હમણાં કોઈ આવશે અને સાળાના મૃત્યુના ખબર લાવશે. જમણી આંખ પણ હમણાં જ ફરકી હતી એટલે તે શુભ સમાચારની અપેક્ષા રાખી રહ્યો હતો. પરંતુ ? કોઈ કાસદ દેખાયો નહિ. પોતાના હાથે જ ઝેર આપીને આવ્યો છતાં સાળો સાલો મર્યો કેમ નહિ તેની ચિંતા વજીરને સતાવતી હતી. ત્યાં…. […]

આવું કેમ ? – સં. આદિત્ય વાસુ

[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ […]

પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે મોતી’, ‘પાંદડે પાંદડે જ્યોતિ’, ‘પાંદડે પાંદડે દીવા’ અને ‘પાંદડે પાંદડે કિરણ’ પુસ્તકના સુંદર લેખો આપણે અગાઉ માણ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આ શ્રેણીના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે રેખા’માંથી આજે માણીએ કેટલાક જીવનપ્રેરક લેખો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જીવનનો આનંદ ત્રણ શિકારીઓ […]

જાણ્યાં-અજાણ્યાં – ડૉ. પ્રદીપ પંડ્યા

[‘ચિત્રલેખા-વાર્તા વૈભવ : 2005’ વિશેષાંકમાંથી સાભાર. ડૉ. પ્રદીપ સાહેબનો (વડોદરા) આપ આ સરનામે pandya47@hotmail.com અથવા આ નંબર પર +91 9376216246 પર સંપર્ક કરી શકો છો.] હાડ ગડગડાવી નાખતી ઠંડીમાં પણ દાર્જીલિંગના ટાઈગર હિલના શિખર પર હાજરો વ્યક્તિઓની ભીડ હતી. નીચે ખુલ્લા મેદાનમાં, ટુરિઝમના બિલ્ડિંગના ભોંય મજલે, પ્રથમ મજલે હજારો યુવક-યુવતીઓ, સહેલાણીઓ, રાત્રિના સાડા ત્રણ વાગ્યાથી […]

પ્રતિભાનું શિલ્પકામ – જ્વલંત છાયા

[વ્યવસાયે શ્રી જ્વલંતભાઈ ‘દિવ્યભાસ્કર’ના પત્રકાર છે અને વિવિધ પ્રકારના વિષયો પર તેમના સુંદર લેખો સતત પ્રકાશિત થતા રહે છે. આ અગાઉ આપણે તેમનો ‘ગાંઠિયા અને સૌરાષ્ટ્ર’નો રસપ્રદ લેખ માણ્યો હતો. આજે માણીએ નારી પ્રતિભાઓ વિશેનો તેમનો આ પ્રસ્તુત લેખ. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે જ્વલંતભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર […]

ક્રાંતિ-શાંતિનો અપૂર્વ સંગમ – વિનોબા ભાવે

[પુન: પ્રકાશિત] હું નાનો હતો, ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ઉપર ચોંટયું હતું. હિમાલય અને બંગાળ જવાનાં સપનાં હું સેવ્યા કરતો. બંગાળમાં વંદેમાતરમ્ ની ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી, અને બીજી બાજુએથી હિમાલયનો જ્ઞાનયોગ મને તાણતો હતો. 1916માં જ્યારે હું ઘર છોડીને નીકળી પડયો, ત્યારે મને એક તો હિમાલય જવાની ઈચ્છા હતી, બીજી બંગાળ […]

આજના માનવીની આંધળી દોટ – ચાંપશી ઉદેશી

[પુન: પ્રકાશિત] તમે જોયું હશે કે વંટોળિયો આવે ત્યારે ધરતી પરની ધૂળ એ વંટોળ ભેગી ઊંચે ચડે છે. વંટોળ વહેતો રહે ત્યાં સુધી એ રજકણો ઉપર અવકાશમાં ઘૂમ્યા કરે છે અને વંટોળ શમી જતાં એ જ રજકણોને પાછું પતન પામીને ધરાશાયી થવું પડે છે. આજનો માનવી મોટે ભાગે આ રજકણો જેવી જ ‘પોકળ પ્રતિષ્ઠા’ મેળવે […]

પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા

[નવોદીત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પગલું માંડી રહેલા પ્રશસ્તિબેન (અમેરિકા) માટે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે !’ એ કહેવત એકદમ સુયોગ્ય છે કારણ કે તેઓ સાહિત્યકાર અવંતિકાબેન ગુણવંતના સુપુત્રી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો પ્રસ્તુત લેખ તાજેતરના ‘દિવ્ય ભાસ્કર’માં સ્થાન […]

વાચકોની પદ્યરચનાઓ – સંકલિત

[1] ગઝલ – વિનોદ ઓઝા [રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે શ્રી વિનોદભાઈનો (અંજાર, કચ્છ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825497312 પર અથવા આ સરનામે vroza@indiatimes.com સંપર્ક કરી શકો છો.] ચીતરેલા ફૂલને સૂંઘ્યા કરે છે કોણ છે ? આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે ? ક્યાં જવું છે ? કેમ […]

ગાંધીજી : આપણે સૌ થઈ શકીએ – પ્રવીણ ક. લહેરી

[ગાંધીજીના જીવન અને જીવનપ્રસંગો પર આધારિત સુંદર પુસ્તક ‘હિંદ સ્વરાજના શિલ્પી : મહાત્મા ગાંધી’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] મહાત્મા, બાપુ, રાષ્ટ્રપિતા, મહામાનવ, યુગપુરુષ, ધર્મસુધારક, કર્મવીર, જેવાં અનેક વિશેષણોથી જેમનું વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે તેવી આ વ્યક્તિનું […]

સફેદ કપડામાં ડાઘ – મૃગેશ શાહ

થોડાક વર્ષો અગાઉ માણસે કલ્પના પણ નહીં કરી હોય કે રસ્તેથી પસાર થતાં મોટા હોર્ડિંગમાં કોઈ ‘કોચિંગ કલાસીસ’ કે કોઈ ‘હોસ્પિટલ’ની જાહેરખબર જોવા મળશે ! એક જગ્યાએ ખાનગી ક્લિનિકની બહાર બોર્ડ લગાડવામાં આવ્યું હતું : ‘બ્લ્ડસુગરની તપાસ પર વિશેષ છૂટ ! પહેલી જુલાઈ સુધી ફક્ત રૂ. 50માં !!’ ચીજવસ્તુઓ અને ઉપકરણોમાં તો વિવિધ ઑફરો અને […]

નિર્દોષ છોકરી – આશા વીરેન્દ્ર

[‘અખંડ આનંદ’ એપ્રિલ-09માંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ સરનામે સંપર્ક કરી શકો છો : +91 2632 251719.] ધડ-ધડ, ધડ-ધડ કરતી ટ્રેન એકધારી ગતિએ દોડી રહી હતી. આવતી કાલે મારે પેપર તપાસીને શાળામાં આપી દેવાનાં હતાં એટલે ઊંઘું ઘાલીને હું મારું કામ કરતી હતી. સામેની બર્થ પર રાજસ્થાની જેવી લાગતી સ્ત્રી, એના પતિની બાજુમાં કપાળ ઢંકાય […]

હસતાં હસતાં – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમુજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.] [1] દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં […]

વર્તમાન ક્ષણમાં જીવો – અનુ. સોનલ પરીખ

[ કેટલાંક પુસ્તકો ત્વરિત ઔષધનું કામ આપે તેવાં હોય છે. માણસને ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત પૂરી પાડે છે. એવા પુસ્તકોનો સંગ ક્યારેક જીવનની આખી વિચારધારાને બદલી શકે તેવો સક્ષમ હોય છે. આ પ્રકારના પુસ્તક પૈકીનું એક છે ‘ભીતરનું સામર્થ્ય’ જેમાંના બે પ્રકરણ આપણે ગત માસમાં માણ્યા હતા. આજે આ પુસ્તકમાંનું વધુ એક પ્રકરણ આપણે અહીં […]

જીવન અધ્યાત્મના પ્રવર્તક : વિમલાતાઈ ઠકાર – શૈલેશ ટેવાણી

[શિબિરો દ્વારા યુવાજાગૃતિનું કાર્ય કરનાર, ભૂદાન યાત્રાના યાત્રી, અધ્યાત્મિક સાધિકા એવા ગાંધી વિચારના પથિક વિમલાતાઈ થોડા મહિનાઓ અગાઉ નિર્વાણ પામ્યાં. તેમના પવિત્ર જીવન, સમાજ કાર્ય અને અધ્યાત્મિક અતિન્દ્રિય અનુભવો વિશે ઘણી બાબતો જાણવા જેવી છે. તેમને અંજલિ રૂપે પ્રસ્તુત છે આ લેખ, ‘નવનીત સમર્પણ’માંથી સાભાર…] જેનો શબ્દ ‘લોક’ ને અને ‘લોકમંગલ’ને લક્ષે છે. જે સમાધિ […]

ગિરનાર – સંજય ચૌધરી

[ જૂન મહિનાની શરૂઆત થાય એટલે ગિરનારનું સ્મરણ સહેજે થઈ આવે, કારણ કે આજથી બરાબર એક વર્ષ પહેલાં આપણે ‘ગિરનારની ગોદમાં’ રખડવાનો આનંદ માણ્યો હતો. આજે ફરી એકવાર, સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી સંજયભાઈની કલમે ‘ગિરનાર’ પુસ્તકની સંગાથે ગિરનારનું સ્મરણ કરીએ. તાજેતરમાં પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન પામેલું આ પુસ્તક, ગિરનાર અને જૂનાગઢ વિશેની માહિતીના […]

અમૃતનું આચમન – સંકલિત

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] [1] પરિવર્તન – વિપિન પરીખ સાંજ ઢળતી હોય ત્યારે માથે હાથ ફેરવતાં ફેરવતાં સાસરેથી આવેલી દીકરી આપણને કહે – ‘તમે ખૂબ થાકી ગયા છો પપ્પા, પાણી આપું ? થોડોક આરામ કરતા હો તો ?’ ત્યારે આપણે એકાએક સભાન થઈ જઈએ છીએ ધીમે ધીમે હવે આપણી જ દીકરી આપણી મા બનતી જાય છે. […]

તારો ચંદ્ર વધુ શીતળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ પુન: પ્રકાશિત – ‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર. ] [1] શાંતિપ્રાપ્તિનો કીમિયો બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે […]

બે બાળવાર્તાઓ – પોપટલાલ મંડલી

[‘અજબ ચોર અજબ રાજા’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] એક હતો ધૂની રાજા સુંદરગઢ નામની સુંદર નગરી હતી. સુંદરસિંહ એનો રાજા હતો. એની પાસે પ્રજાકલ્યાણનાં કામો હતાં. જેવા કે – કૂવા, તળાવ અને વાવ ગળાવવાં, ધર્મશાળાઓ બંધાવવી. રસ્તાઓ તૈયાર કરાવવા, રસ્તા પર વૃક્ષો રોપાવવાં, ભ્રષ્ટાચાર દૂર કરાવવો. પરંતુ રાજા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.