વાગ્યજ્ઞ – ફાધર વાલેસ

[ ‘શબ્દલોક’ પુસ્તકમાંથી સાભાર.]

મેં જિંદગીમાં એક મોટી ભૂલ કરી છે, જેનું પૂરું ભાન હમણાં હમણાં મને થવા માંડ્યું છે. કૉલેજમાં ભણાવવા માટે મેં ગણિતનો વિષય લીધો, એ જ ભૂલ. જોકે ખરું જોતાં મેં એ લીધો નહીં, મારી પાસે લેવરાવ્યો. મારું આજ્ઞાપાલનનું વ્રત છે, એટલે સંઘના ઉપરીઓ મને આજ્ઞા કરે એ પ્રમાણે મારે વર્તવાનું હોય છે; એટલું જ નહીં પણ એમની આજ્ઞા ભગવાનની આજ્ઞા છે એમ સમજીને પાળવાની છે, અને એમાં કોઈ ભૂલ હોય તો ભગવાન એ સુધારશે અને વાંકાને સીધું બનાવશે એવી શ્રદ્ધા રાખવાની છે.

મેં સ્પેનમાં ગ્રીક ભાષામાં અને તત્વજ્ઞાનમાં ડિગ્રીઓ મેળવી હતી, એટલે ભારતમાં આવીને કૉલેજમાં ભણાવવા મારે બીજી ડિગ્રી લેવાની હતી ત્યારે હું સંસ્કૃત અથવા ગુજરાતી લઉં તો સારું એવી નમ્ર સૂચના મેં કરી. તોય કૉલેજ તો અમદાવાદમાં થવાની હતી; અમદાવાદમાં સંસ્કૃતના અને ગુજરાતીના ઉત્તમ અધ્યાપકો મળી શકે, જ્યારે ગણિતનો વિષય તો અઘરો છે અને અગત્યનો છે, માટે એની ખાતરી કરવા માટે વિશ્વાસના માણસને ત્યાં બેસાડીએ એ ખ્યાલથી મને મદ્રાસ યુનિવર્સિટીમાં ગણિત લેવાનું કહ્યું. આજ્ઞા માથે ચડાવીને મેં ગણિત લીધું અને વર્ષો સુધી નિષ્ઠાથી ને ઉત્સાહથી કૉલેજમાં ભણાવ્યું. હવે, ઉપરીઓની આજ્ઞા કામ તો કરાવી શકે, પણ મનની રુચિ બદલાવી ન શકે.

મારા મનમાં સાહિત્ય, ભાષા, શબ્દો માટેની રુચિ હતી તે એમ ને એમ રહી. મેં ગણિતને બદલે ગુજરાતી અથવા સંસ્કૃત લીધું હોત તો મારી એ કુદરતી રુચિ ખીલી જાત અને આખી જિંદગી એ પ્રિય વિષયની પાછળ આપી શકત. ગણિતની ફરજ તો પાળી, પણ પહેલી જ તકે રાજીનામું આપ્યું અને દબાયેલ સાહિત્યના શોખને બહાર આવવા દીધો. ભગવાન ઉપરીઓની ભૂલો સુધારે છે કે કેમ એ ખબર નથી, અને ભૂતકાળની સાથે ઝઘડવામાં માલ નથી એ વાત નક્કી, માટે હું વસવસો રાખતો નથી ને કોઈને દોષ દેતો નથી; પણ મને ગણિત લેવરાવવાનો નિર્ણય ખોટો હતો એ પણ સંકોચ વગર કહું છું.

મારો વિચાર કરું ત્યારે મારે માટે નવાઈની વાત એ છે કે આ વાત આટલી સ્પષ્ટ હોવા છતાં વર્ષો સુધી હું એ જોવા, સમજવા, સ્વીકારવા તૈયાર નહોતો, અને હમણાં હમણાં જ એ મને દેખાઈ અને એ કબૂલ કરવાની હિંમત આવી. મેં ભૂલ કરી છે, મારાં જીવનનાં ઉત્તમ વર્ષો ખોટા વ્યવસાયમાં ખર્ચાયાં, બીજું ક્ષેત્ર મેં પસંદ કર્યું હોત તો કંઈક વધારે કરી શકત – એ સ્વીકારવાની ઈચ્છા નથી. માટે ભૂતકાળનો બચાવ થાય, ગણિતનો નિર્ણય સાચો હતો એમ શ્રદ્ધાથી કહેવાય, એથી અનેક લાભ મળ્યા છે એની ખાતરી અપાય, ઉપરીઓને, આજ્ઞાપાલનને, સંસ્થાને, પોતાની જાતને, સૌને સારું લગાડવાનો પ્રયત્ન થાય. પ્રયત્ન વ્યર્થ છે. ધર્મનો ગમે તેટલો ઓપ ચડાવાય તોય હકીકત તે હકીકત. અને ભૂલ તે ભૂલ. એ જોતાં મને બહુ વાર લાગી. એથી કોઈ રોષ નહીં ને અફસોસ નહીં. મારું જીવન જેવું છે અને મારો ભૂતકાળ જેવો બન્યો તેવાં જ સ્વીકારું છું. સાથે સાથે એ કહેવાની ચોકસાઈ રાખું છું કે મારે માટે ગણિતના માર્ગ કરતાં સાહિત્યનો માર્ગ વધારે યોગ્ય હતો.

ગણિતમાં મઝા નથી પડી, એમ નથી. હા, અને સાહિત્ય લીધું હોત તો કદાચ અણધાર્યાં વિધ્નો આવત અને આટલી સફળતા ન પણ મળત. સંભવ છે. પણ રસનો વિષય તો મળ્યો હોત, અને રસ તો જબરો કામ કરાવનાર છે. મને ભાષાઓ ગમે છે, સાહિત્ય ગમે છે, વ્યાકરણ ગમે છે, શબ્દો જ ગમે છે. જિંદગીના લાંબા ગાળા પછી મન મૂકીને શબ્દોની પાસે આવી શકું અને એમની મૈત્રી પૂરા દિલથી માણી શકું એ મારો અત્યારનો એક ધન્ય અનુભવ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુજને અડશો મા ! – દયારામ
કલ્પના – સુધીર દલાલ Next »   

17 પ્રતિભાવો : વાગ્યજ્ઞ – ફાધર વાલેસ

 1. Vikram Bhatt says:

  મને પણ યાદ આવી ગયુ કે Arts ની રુચિ હોવા છતા Science લેવુ પડ્યુ હતુ. છેવટે ફરી Atrs પણ કર્યુ.
  Father, as a member of one generation of Gujarat, will always remember you, wherever you are. On personal level also.
  Vikram Bhatt

 2. કેવી વિચિત્રતા કે મારી સાથે પણ જ્યારે આ જ ઘટના બની રહી હતી, ત્યારે જાણવા છતાં હું કશુ કરી ના શક્યો….. અને literature ને બદલે software ને માથે ઉપાડ્યું… 🙂

 3. urmila says:

  similar experience in my life – wish i had read this articel so many years ago – i will preseve this article though and if i ould have the english version (if it exists) i will be grateful to receive it and preserve it for future genetrations

 4. Bakul says:

  Hi,
  some body write me where is father ?
  I want to meet father.

  Bakul.
  joshibakul@yahoo.com

 5. Kanan says:

  father on web

  http://carlosvalles.com/indexing.htm

  he has moved back to Spain now..

 6. minu says:

  i always checked who is the writer and if there is father , it’s my first choice.

 7. kalpna says:

  I think father is in ahmedabad St. Xavier’s.
  Father you are really great who came to India and accepted our culture,our language and spread the Gospel of Jesus Christ.May God Bless You from bottom of my heart.Because we are fruits of hardwork of fathers like you.You are great in Maths.You have given so much contribution in India that you dont know.you are a seed and we are the corps.

 8. deven says:

  even i think i am not doing in which i am interested.i am doing engineering but i am more interested in literature.

 9. Ranjan Badheka says:

  Father Wallece!!!
  I always knew as a great mathematician!! It has to be Father C.G.Wallece..
  Brings my memory back from home – away from home –
  I would like to know more and more about you, your work, and present achievements.
  One of your old (some 40 years back) admirer from Amdavad….
  Thrilled to read your article…
  Ranjan Badheka (Desai)

 10. Sanjay Upadhyay says:

  ફાધર વાલેસે ગણિત ભણાવીને જે ઉપકાર ગુજરાત ઉપર કર્યો તેના કરતા લાખો ગણો ઉપકાર નવી પેઢીને તેમના લખાણો મારફતે પ્રેરણા આપીને કર્યો. આજે કેટલા યુવકો તેમને વાંચે છે એ ખબર નથી પણ અમારી આખી પેઢી તેમનું માર્ગદર્શન મેળવીને મોટી થઇ. એકાદ વર્ષ પહેલાં તેમને જવાબની અપેક્ષા વિના કરેલ ઇમેઇલનો ત્વરિત જવાબ મળતાં વર્ષો પૂર્વે અંગત મુંઝવણ પ્રસંગે માંગેલ સલાહ સમયે મળેલ તેમના ત્વરિત પત્રની યાદ તાજી થઇ.
  હાલ તેઓ સ્પેન રહી વેબસાઈટ મારફતે પોતાના વિચારો સમગ્ર વિશ્વ સાથે વહેંચી રહ્યા છે. ઇશ્વર આ સવાઈ ગુજરાતીને સવાસો વર્ષનું આયુષ્ય આપે તેવી પ્રાર્થના.

 11. viral says:

  ઇ લિકે વેર્ય મુચ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.