અંધકારના ઊંડાણેથી – આદિલ મન્સૂરી

અંધકારના ઊંડાણેથી
ચીસ ઊડે નવજાત શિશુની,
ભીંત ઉપર ઓળા લંબાતા
ભાવિ ભયના,
કવિતા કેવી
ટુકડાઓ તરવરતા ડૂબે ખંડિત લયના,
ગૃહલક્ષ્મીના ચહેરા પરનો વિષાદ ઘેરો.
રક્ત બનીને વહે નસે નસ.
સમયશિકંજે જકડાયેલી
ક્ષણને છુટ્ટી કરવા ચાહું,
તકનાં સઘળાં સુવર્ણમૃગો તો
સરી ગયાં ને
એના પગરવના પડઘાઓ
દિશાશૂન્ય વાયુમાં કંપે,
દૂર રહેતા ભાઈની છાયા
તરતી તરતી પાસે આવે,
મૃગજળના કાંઠે લાંગરતી નૌકા ડોલે,
રણ રજકણનાં મોજાં બોલે,
અંધકારના ઊંડાણેથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રેતઘડી – પ્રીતિ ટેલર
મોડું થઈ ગયું – જયંતીલાલ મકવાણા Next »   

9 પ્રતિભાવો : અંધકારના ઊંડાણેથી – આદિલ મન્સૂરી

  1. vinod aghara says:

    ઘાયાલ નિ ગતિ ઘાયલ જાને. જેના દિલ મા સાહિત્ય રુપિ દર્દ નથિ એ સમ્પુરન માનુસ્ય નથિ. સાહિત્ય પ્રેમિને મારા લાખો પ્રનામ .વિનોદ અઘારા.

  2. સુંદર કાવ્યો…..

  3. Tamoxifen. says:

    Tamoxifen….

    Tamoxifen q amp a national cancer institute. Study of tamoxifen and raloxifene. Tamoxifen….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.