જીવનનો અભિગમ – સ્મિતા કામદાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી સ્મિતાબહેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]

વિશ્વમાં જન્મ લેતાની સાથે જ માણસ અગણિત સંબંધો અને ઘટનાઓથી બંધાઈ જાય છે. જન્મનો હેતુ આપણે જાણતા નથી. કોઈ દૈવી શક્તિથી નિર્મિત આપણો જન્મ નિશ્ચિત કરેલા પરિબળોના આધારે ધીરે ધીરે આકાર પામે છે. જીવનની દરેક પળનો અભિગમ જે કુદરતે આપણી માટે નક્કી કર્યો છે તે સહજતાથી સ્વીકારવો પડે છે. જિંદગીમાં જે નથી મળ્યું તેનો અફસોસ અને જે મળ્યું છે તેનો આનંદ સહજ રીતે માણવો મુશ્કેલ બને છે. જિંદગીની રમતમાં ગમતી કે અણગમતી, સમ કે વિષમ પરિસ્થિતિ, સફળ કે અસફળતાના માપદંડની પારાશીશી જે વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે. આપણા અંગત સુખ-દુ:ખને સ્પર્શતી એવી દરેક પરિસ્થિતિને જીરવવી પડે છે. દરેક અવસ્થાને મને-કમને સ્વીકારવી પડે છે. જરૂરી નથી કે આપણા જીવનમાં બનતી દરેક ઘટના આપણી ઈચ્છા મુજબ રૂપ ધારણ કરીને પ્રસ્તુત થતી રહે.

આયુષ્યપર્યંત દરેક ક્ષણ આપણી માટે આનંદની જ હોઈ શકે, શક્ય નથી. જીવનના માર્ગ પર ઘણીવાર અકલ્પનીય મુશ્કેલીઓ, સમસ્યાઓ તથા સંઘર્ષોનો સામનો માણસે કરવો પડે છે. ક્યારેક અપ્રતિમ સફળતાનું સુખ પરમ આનંદનો અનુભવ કરાવે છે તો કદીક નિષ્ફળતાની ચરમ સીમા મન અને મગજને અસંતુલિત કરી મૂકે છે. જેના ગર્ભમાંથી જન્મે છે ચિંતા, હતાશા, નિરાશા – જેમાંથી બચવાનો કોઈ કિનારો દેખાતો નથી. મૂંઝવણમાં મૂકી દેતી આ સ્થિતિનો ભાર સતત મનને અકળાવી મૂકે છે. એક જ ટ્રેક પર દોડતું આપણું મન પોતાને જ ઓળખી શકતું નથી. જ્યાં પરિવર્તનને અવકાશ છે ત્યાં સુધી નજર પહોંચતી જ નથી. જિંદગીના બગીચામાં ખરી ગયેલા વરસોમાં પોતાને ગોતતો રહે છે. ભૂતકાળના થાકથી કે ભવિષ્યની ચિંતાના ભારથી નાની-નાની વાતોમાં ચિડાઈ જતો માણસ જો પોતાના જીવન પ્રત્યેનો અભિગમ બદલે તો તેના જીવનમાં જરૂર પરિવર્તન લાવી શકે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવનની દરેક ક્ષણ પર કોઈ અદશ્ય શક્તિની સંપૂર્ણ પકડ હોય છે જેને તમે ઈશ્વર કે દૈવી શક્તિના નામથી ઓળખી શકો છો.

જો માણસ એટલું સમજી લે કે દરેક કર્મ ઈશ્વરાધિન છે, યોગ્ય સમયે યોગ્ય ફળ આપણને મળશે જ તો ઘણો રીલેક્સ રહી શકે. પણ માનવમન ચિંતા કે જવાબદારીના પોટલાનો ભાર પોતાના માથા પર મૂકીને જ ફરતો રહે છે. જ્યારે ખરી જવાબદારી તો ઈશ્વરની છે. આનો અર્થ હરગિજ એવો નથી કે પુરુષાર્થ કરવો જ નહીં અથવા કોઈ પણ પ્રકારનું બૂરું કર્મ કરીને છૂટી જવું. ગીતામાં ભગવાન કૃષ્ણે આપેલ સંદેશ પ્રમાણે ‘સત્કર્મ કરો ફળ ઈશ્વરની ઈચ્છા પર છોડી દો.’ આ સંદેશને પચાવવા માટે ઈશ્વર પ્રત્યેનો દઢ વિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે.

ડેલ કેમેજી નામના અંગ્રેજ લેખકે બહુ સરસ કહ્યું છે – “ચિંતાને લઈને આપણી મનની શક્તિ ખોઈ બેસીએ છીએ. કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરંતુ જ્યારે આપણે ખરાબમાં ખરાબ જે થવાનું હોય તે સ્વીકારી લઈએ છીએ ત્યારે આપણે મનમાં જ આ બધી નકામી વાતો જે ચિંતાને લઈને ઉદ્દભવે છે તેને દૂર કરી શકીએ છીએ.”
જીવન પ્રત્યેનો અભિગમ જો હકારાત્મક હશે તો આપણા વિચારો સફળતાને જરૂર ખેંચી લાવશે. ઈશ્વરે શરીરની રચના એટલી વ્યવસ્થિતરૂપે કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મનને કાબૂમાં રાખીને જીવતા શીખી લે છે ત્યારે તેના માટે કોઈ ચીજ અશક્ય રહેતી નથી. જે છે તેનો સ્વીકાર, હકીકતનો સામનો અને ચિંતામુક્ત થઈને પ્રતિકૂળ સંજોગોને સુધારવાનો પ્રત્યન જો કરીએ તો જીત આપણી જ છે. તમે પ્રત્યેક પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો, સ્વીકારો છો તેની ઉપર નિર્ભર છે તમારા મનની સ્થિતિ. કારણ કે સંજોગો આપણી ઈચ્છા મુજબ જન્મ લેતા નથી, એને ઘડવા પડે છે આપણા દઢ સંકલ્પોથી. પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કરવું તો માનવીના અધિકારમાં છે પણ પરિણામ તેના અધિકારમાં નથી. તો પછી ચિંતા શેની ? છોડી દો કુદરત પર. એના સાનિધ્યમાં તમને ક્યારેય એકલવાયું નહીં લાગે – એમ મેં અનુભવ્યું છે. થોડા સમય પહેલાં અચાનક આવેલી માંદગી, હોસ્પિટલમાં દાખલ થવું, મૃત્યુને ખૂબ જ નજીકથી નિહાળવું. આ દરેક મૂંઝવણભરી સ્થિતિમાં પણ એક ગહન વિશ્વાસ હતો ઈશ્વર પ્રત્યેનો. જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે શુભ હશે જ, જેનું રહસ્ય મને આજે ખબર નથી. બસ, આ વિચારોએ મને ફરીથી પૂર્ણ સ્વાસ્થ્ય બક્ષવામાં ઘણી મદદ કરી અને ઈશ્વરની અનુકંપાને મેળવી શકી. અનુભવી શકી.

એક સંપૂર્ણ જીવન જીવવા માટે આ વિશાળ સંસારમાં આપણે કોઈ વ્યક્તિને આપણો લાઈફ પાર્ટનર બનાવીએ છીએ જેને લગભગ પતિ કે પત્નીના રૂપમાં સ્વીકારીએ છીએ. શું તમે એની ગેરંટી આપી શકો કે આવતા સાત જન્મમાં ફરીથી આ જ વ્યક્તિ તમારો લાઈફ પાર્ટનર બનશે જ ? તમે આપી શકતા નથી પણ એક વ્યક્તિ એવી છે, જો તમે ધારો અને ઈચ્છો તો સાતે સાત જન્મમાં તમારો લાઈફ પાર્ટનર બની શકે. તે વ્યક્તિ છે ઈશ્વર, પરમાત્મા કે પછી જે શક્તિને તમે માનતા હો તે. ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ જીવનમાં સુખદ પરિવર્તન લાવી શકે છે – ગેરંટી સાથે.

પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે. સમજી શકાય એવી અદ્દભુત શાંતિનો અનુભવ કરી શકે છે. જીવતરના પ્રશ્નોના જવાબ ત્યારે શોધવા નથી પડતા, આપોઆપ ઊકેલાઈ જતા હોય છે. એકવાર માથેરાન ફરવા જતી વખતે મિની ટ્રેનમાં બારી નજીકની સીટ મળે એવી અપેક્ષા હતી, જેથી નૈસર્ગિક સૌંદર્યનો અદ્દભુત લહાવો માણી શકાય. સંજોગોવશાત અપેક્ષિત જગ્યા ન મળી શકી. છતાં કોઈ પ્રકારનો અસંતોષ ન થયો, કારણ ઈશ્વરને કરેલી પ્રાર્થનામાં મારી દરેક સ્થિતિ સમર્પિત હતી, જે મારા માટે અનુકૂળ હશે જ. આ વિશ્વાસે મને ઘણી નાની-મોટી અણગમતી બાબતોમાં માનસિક અસ્વસ્થતામાંથી બહાર રાખી છે. ટ્રેનમાં પણ અનાયાસે જ પ્રાર્થનાનો પડઘો પડે છે અને બારી નજીકની સીટ પર બેઠેલી વ્યક્તિ સામેથી મને બેસવા માટે તેની જગ્યા ખાલી કરી આપે છે. ડગલે ને પગલે આવા તો ઘણા અનુભવમાંથી હું પસાર થઈ છું. પ્રાર્થનામાં વ્યકત કરેલા ભાવ શબ્દો ખૂબ જ સમજી વિચારીને કરેલા હોવા જોઈએ. જેમ બાળક પોતાની માતા પાસે વસ્તુની માગણી કરે છે તેવી જ રીતે આપણે પણ ઈશ્વર પાસે ઈચ્છિત વસ્તુની માગણી કરી શકીએ પણ તેની માટે દુરાગ્રહ રાખ્યા વગર. જો ઈશ્વરની આપણા માટે ઈચ્છા હોય તો જ તે મળે જે તમારા માટે શુભ અને શ્રેય હોય એવો ભાવ હોવો જોઈએ. સાથોસાથ અનિવાર્યતા છે વિશ્વાસની, શ્રદ્ધાની.

ઉપર વ્યક્ત કરેલો પ્રસંગ તો ઘણો નાનો છે. જીવનમાં આપણી ઈચ્છા વિરુદ્ધ ઘણી એવી બાબતો બનતી હોય છે. સામાન્ય બાબતોમાં પણ મગજ પરનો કાબૂ ગુમાવી બેસીએ છીએ ત્યારે અજાણતા જ ઘણીવાર સામે આવનાર વ્યક્તિ પછી તે નાની હોય કે મોટી, તેના ગુસ્સાનો ભોગ બની જાય છે. ઘણીવાર બહાર જતી વખતે કે પછી કોઈ પ્રસંગ કે સમારોહમાં સમયસર હાજરી આપવી જરૂરી હોય તે વખતે જ ઓચિંતાના કોઈ મહેમાનનું આગમન આપણને અસ્વસ્થ કરી મૂકે છે. વિચારોની વણઝાર શરૂ થઈ જાય – અત્યારે આ ક્યાં આવ્યા ? અથવા પ્રસંગમાં સમયસર પહોંચી નહીં શકાય તેનો રંજ. આવી અકળાવી મૂકતી પરિસ્થિતિમાં ઘણીવાર મુકાવું પડે છે. આનાથી બચવા જો આપણા વિચારોમાં પોઝિટિવલી પરિવર્તન લાવીએ કે કુદરતની – ઈશ્વરની આ જ ઈચ્છા હશે.

આપણે મોડા પહોંચીએ જે આપણા માટે સુખદ હશે. અત્યારે નહીં તો ભવિષ્યમાં. ઈશ્વર પ્રત્યેની આસ્થા જ વિલપાવરને વધુ મજબૂત બનાવે છે. એક સત્ય ઘટના યાદ આવે છે મારી મિત્રની. દરેક કામમાં ચોક્ક્સતાનો આગ્રહ રાખનાર સ્વાતિને ઑફિસે જવા માટે દરરોજ સવારના 8-20ની ટ્રેન પકડવાની, સમયસર ઑફિસે પહોંચવાનું ટેન્શન તેને હમેશાં રહેતું. એક દિવસ ઑફિસે જતી વખતે અગત્યની ફાઈલ ઘરે જ ભૂલાઈ ગઈ. પોતાની જાતને ઠપકો આપતી તે સ્ટેશનેથી પાછી ફરી. ટ્રેન ચૂકી જવાનો અફસોસ અને ઑફિસે મોડા પહોંચવાનો રંજ તેને કોરી ખાતો હતો. થોડીવાર પછી સમાચાર મળ્યા કે 8.20ની ટ્રેનને મોટો અકસ્માત નડ્યો હતો. ફાઈલનું ભૂલાવવું, ટ્રેનનું ચૂકી જવું અને સ્વાતિનું અકસ્માતથી બચવું – ઈશ્વરે ગોઠવેલા એક પછી એક પગથિયાં સ્વાતિના ધ્યાનમાં આવ્યા. ઑફિસે મોડા પહોંચવાનો વિષાદ ક્યાંય ઊડી ગયો. આ અનુભવ પછી તે ક્યારેક વિષમ પરિસ્થિતિમાં વિચલીત થઈ જતી નથી. એક વ્યવસ્થિત તંત્ર કે શક્તિ આ વિશ્વનું સંચાલન કરી રહી છે, તે આપણું ધ્યાન રાખે જ છે.

જન્મ અને મૃત્યુને ઈશ્વરાધીન માનનાર માણસ દરેક પળ પર પોતાનો અધિકાર માનવાની ભૂલ કરી બેસે છે. એક કહેવત પ્રમાણે ‘ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી.’ તેમ કહેનાર માનવીનું પ્રભુત્વ જિંદગીની દરેક પળ પર કેવી રીતે હોઈ શકે ?! હા, વ્યવસ્થિત આયોજન જરૂર કરી શકે. એ સપનાઓને હકિકતમાં ફેરવવાનું કાર્ય તો ઈશ્વર જ કરી શકે.
Dreams visit us when we are a sleep
but god is truly wise,
he wakes up each day end
give us every chance to make dream true.

વાચકમિત્રો, આગળ વર્ણવેલા પ્રસંગ પ્રમાણે મારી માંદગીનું રહસ્ય ત્યારે નહોતું સમજાયું. – આજે એક મહિના પછી હું જાણી શકી આ રહસ્યને, જેણે મારા સપનાંને હકીકતમાં ફેરવવા નિમિત્ત બની. હવે તમને નથી લાગતું કે ઈશ્વર પ્રત્યેની આસ્થા આપણા વ્યવસ્થિત કરેલા આયોજનને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે ? અને સાથે સાથે આજના યુગમાં તે અત્યંત જરૂરી છે. માનસિક શાંતિ તેનો અહેસાસ કરાવે છે. દરેકના જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હશે. જરા નજર ફેરવીને જોશો તો ઘણી કડીઓ જોવા મળશે જે તમારી જીજીવિષાની સાંકળને બાંધવામાં મદદરૂપ બની હશે.

“જીવન જેવું જીવવું છું, એવું કાગળ પર ઉતારું છું.
ઉતારું છું પછી એને મઠારું છું,
ફરક તમારા અને માર વિષે એટલો જ,
વિચારીને તમે જીવો છો, હું જીવીને વિચારું છું” – ઘાયલ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખતુબહેન – ડૉ. ભુપેન્દ્ર રાવલ
જાંગલા નાચે : જવાનો ક્યાં – મકરન્દ દવે Next »   

20 પ્રતિભાવો : જીવનનો અભિગમ – સ્મિતા કામદાર

 1. urmila says:

  My heartiest thanks to the writer of this article – my own experience of the prayers to the allmighty when you have problems and also willingness to accept whatever obstacles comes your way -has made my life enjoyable and worthwhile living – i think other readers also must have similar experiences in their lives – perhaps would be worthwhile to read them

 2. bhai aa artikal aape khubaj saro mukyo aaj sudhina tmam artiklma aa sarv shrestha mne lagyo che te badal tmone pasnd karava badal ne lekhakne lakhava badal mara abhinndan a lekhani kopi kadhine ahina siniyar sitijanni mitingama saune vahechavano chu aavta rvivare 10 vge saune mari yad khubaj saro lekhche

 3. drashti says:

  good one

 4. Rushil Joshi says:

  very nice aarticle…simply great…

 5. preeti hitesh tailor says:

  મને ગમી આ જીવન જીવવાની જડીબુટ્ટી!!!

 6. Anand says:

  Dear Mrugeshbhai

  Marvellous. No words to describe

  I also want to write something. May I send you directly on your mail ? Or let me give some convenient way to reach you for the small article sharing/writing.

  I am away from MOTHERLAND ( Physically not by heart )

 7. Urvi says:

  khub sunder article.. lekhica ne khub dhanyavad ane abhinanadan aatla sunder lekh mate..
  aavaj utsahprerak article aapta rehva vinanati..

 8. Hiral says:

  Excellent!very true!bhagvan na smaran karvathi je himmat ane positive energy made che ae bije kyaythi nai……….

 9. Sohil Shah says:

  Beautiful, simply superb
  the article should be published in paper as many would be able to join the opinion n understand.
  thanxs to writer n publisher.

 10. Execellent article
  🙂

 11. gautam says:

  ખુબ ખુબ અભિનન્દન આવા જ સુન્દર લેખ લખ્તા રહો

 12. Vijay Solanki says:

  Dear Smitaji,

  Excellent work!!!

  I have just gone through your article “Jivan no Abhigam” and very much impressed with it. You have taken care of many practical issues of the life.

  Apparently, the great thoughts that you have put up over here are very close to some of those of mine. Being a devotee of Lord Krishna, I always am a positive person and very much practical while taking ‘harsh’ decisions on certain occasions in the life.

  The most thrilling news for me was that you are staying in the same building where I am residing and was not aware of your gorgeous and high thinking, your interest in Gujarati Sahitya and such a highest level of control over the language. Just magnificent!!!

  I am now more interested and excited to see more and more articles / writings of yours. My papa worked for 34 years as Gujarati lecturer and he has a tremendous knowledge of our rich sahitya. He himself is a big writer and poet. I am sure you would like to visit his personal library.

  Looking forward to see your future articles. Kindly let me know, if possible, about anything that you have posted about such nice creation / writing.

  Thank you very much and wishing you all success!

  Vijay Solanki

 13. babu (london) says:

  really a nice of article.
  wish to read more from you.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.