જાંગલા નાચે : જવાનો ક્યાં – મકરન્દ દવે

[ ‘મોટા જ્યારે હતા નાના’ પુસ્તકમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આ કાવ્ય શ્રી મકરન્દ દવે નાના હતા ત્યારે તેમણે તેમના દાદાને લખીને બતાવ્યું હતું – તે પ્રકારની વિગતો આ પુસ્તકમાં આપવામાં આવી છે.]

જ્યાં જોઉં ત્યાં જાંગલા નાચે
વરવા કાઢી વેશ,
ગબરગંડની ટોળકીએ તો
ગંધવી માર્યો દેશ …. જ્યાં….

કોઈ રતનિયો, કોઈ લખુડી
રંગલો કોઈ હજામ,
નાચે કૂદે ગાય વગાડે
કરતા જાય સલામ !
લાત મારો તો બમણા લળી
માગતા નવાજેશ…. જ્યાં….

રામના વંશજ ? ઋષીપૂતર ?
આ ગાંધીનાં બાળ ?
હાય રે મારા દેશમાં કેવો
મરદોનો દુકાળ !
એઠની ઝૂંટાઝૂંટમાં ખાતાં
કાંગલાં ઠેશમઠેશ …જ્યાં…..

દોકડા એકના દેશનેતાઓ
ખદબદે ચોમેર,
દંભના પોલાં પૂતળાં આજે
ત્રાંબિયે મળે તેર.
ધરતીને આ વેચી મારતાં
ધ્રુજે નંઈ લવલેશ …. જ્યાં….

ક્યાં છે મારા કાંડાંબળિયા ?
ક્યાં છે નવજવાન ?
ઊંચે માથડે ગાવને બેલી
અનભે એવું ગાન
દેશમાં પાછો જાગી ઊઠે
પોઢેલો પરમેશ …. જ્યાં…..

[ગબરગંડ = ગોબરા, જાંગલા = Clown , કાંગલા = cowards ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનો અભિગમ – સ્મિતા કામદાર
ઉખાણા – કોકિલાબેન જોષી Next »   

13 પ્રતિભાવો : જાંગલા નાચે : જવાનો ક્યાં – મકરન્દ દવે

 1. gopal h parekh says:

  મકરંદ દવેની આ વ્યથા જાણીને હજુ પણ આપણે જાગીએ તો યે સારું

 2. Aarti says:

  મર્મસ્પર્શી કાવ્ય…

 3. અપરિચિત says:

  શ્રી ગોપાલભાઈ,
  જાગીને કરવું શું એ જરા કહેશો?
  તમે જાગો તો તમે શુ કરો?

 4. Ramesh Desai says:

  Ram and Krishna also also picked up all the weapons and tried all the dirty tricks(everything is fair in love and war)to destroy,annihilate the enemies irrespective of relations. I will just quote and add if I may”SHIVAJI NA HOT TO SUNNAT HOT SABKI< SONYAJI ABB AGAYIHAI TO SUNNAT HOGI SABKI”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.