ચિરકાળના મિત્રો – સુરેશ દલાલ

મંદિરમાં હું મોટે ભાગે જતો નથી. કોઈ પણ બુકસ્ટોલ મારે માટે મંદિરની ગરજ સારે છે. પુસ્તકઘરમાં જઈએ ત્યારે આપણે કેટલીય સદીઓ સાથે મુલાકાત લેતા હોઈએ તેમ લાગે છે. કેટલાંય એવા પુસ્તકો છે જેમણે આપણા જીવનના અનેક તબક્કે આનંદ આપ્યો હોય છે, તો કેટલીક કૃતિઓ એવી હોય છે કે જેણે જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલી નાખ્યો હોય. એક પુસ્તક વાંચ્યા પછી આપણે એ-ના એ રહેતા નથી; આપણામાં કશું ઉમેરાય છે, કંઈક જે નકામું પડયું હોય તેની બાદબાકી થાય છે. પુસ્તક આપણા લોહીમાં ભળી જાય છે, આપણાં ચૈતન્યનું સંવર્ધન કરે છે.

પુસ્તકો આપણી એકલતા દૂર કરે છે, આપણા એકાંતને સમૃધ્ધ કરે છે. માતાની જેમ એ આપણું જતન કરે છે, પિતાની જેમ છત્રછાયા આપે છે. પુસ્તકો આપણા ચિરકાળના મિત્રો છે. એમનો સહવાસ આપણે જ્યારે પણ માગીએ, ત્યારે ભાવથી આપણને ભેટે છે. આ સંબંધ કદીય વણસતો નથી. જે માણસ પુસ્તકોની વચ્ચે રહે છે, તે જિંદગી આખી બગીચાની વચ્ચે જ બેઠો હોય છે. સ્થૂળ વૈભવ અને સૂક્ષ્મ વૈભવ વચ્ચેનો ભેદ એને સમજાય છે.

હેલન એક્સલીનું એક અંગ્રેજી પુસ્તક છે : ‘બુક લવર્સ કવોટેશન્સ’ : ‘પુસ્તકપ્રેમીઓનાં અવતરણો’. તેમાં પુસ્તકો વિશેનાં અનેક લોકોનાં મંતવ્યો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે સુંદર ગઝલો – ડૉ. હરીશ ઠક્કર
બસ એમ જ – સારંગ અનાજવાલા (’અહ્ન’) Next »   

7 પ્રતિભાવો : ચિરકાળના મિત્રો – સુરેશ દલાલ

  1. nayan panchal says:

    ૧૦૦% સાચી વાત. આપણા સાચા મિત્ર આપણે પોતે જ છીએ. અને આપણા વ્યક્તિત્વનો આધાર આપણા વાંચન પર પણ રહેલો છે.

    નયન

  2. અતુલ જાની (આગંતુક) says:

    ચિરકાળના આ મિત્રો સાથેની મિત્રતા ચિરકાળ સુધી ટકી રહે એ જ અભ્યર્થના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.