જ્યારે… ક્યારે – કુણાલ પારેખ

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ કુણાલભાઈનો (ગુરગાંવ, હરીયાણા) ખૂબ ખૂબ આભાર.]

વાયરો ફરી વાશે એ ક્યારે, જે
વાતો’તો ત્યારે,
ડમરીઓ એ ઉડાડતો, હું તને
મળતો’તો જ્યારે…

એ દિવસો હતાં કે જાણે
વરસો,કોને પડી ખબર ?
આંખોમાં તારી પ્રેમ મારો,
લહેરાતો’તો જ્યારે…

તારા વિના તો મારું ખુદને
મળવાનુંય બંધ થયું,
પાસે હતી તું ત્યારે પણ હું,
મને મળતો’તો ક્યારે !!

જીવનની આ ભરબપોરે સૂર્ય
માથે સળગે છે કેવો,
મળતો’તો લીમડાંનો છાંયો, તને
મળતો’તો જ્યારે…

મેં યાદ તારી સાચવી છે, દરેક
મારા શ્વાસમાં,
શાને વિચારું, શું જીવન હતું
તને મળતો’તો ત્યારે !!!
તને મળે સૌ પ્રેમ
જગતનો,અનહદ- એ જ દુવા,
કરું છું આજે ને કરતો’તો, તને
મળતો’તો જ્યારે…

તું આવી જા બસ આવી જા, એક વાર
તો આવ,
કહેવું છે જે નથી કહ્યું
મેં, તને મળતો’તો જ્યારે…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મલકતો ચહેરો – અમી અંતાણી
સાહિત્યમાં રસ કે પરિષદમાં ? – વિનોદ ભટ્ટ Next »   

25 પ્રતિભાવો : જ્યારે… ક્યારે – કુણાલ પારેખ

 1. અમી says:

  વાહ કુણાલ પારેખ.

  તમારી રચના ના શબ્દો તો ઘણુ યાદ કરાવી જાય છે હૉ…

  🙂

  અભિનંદન આવી સરસ રચના માટે.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Nice GAZAL

  Keep Wiritting

 3. trupti says:

  tame to mari vedna ne vacha api che kunal have hu shu pastavo karu?

 4. Nrupen Shah says:

  તુ આવિજા બસ આવિજા, એક વાર તો આવ, કેહવુ ચ્હે જે નથિ કહ્યુ મે, તને મર્તો તો જયારે…………
  આ મા જ આખો સાર આવિ જાય

 5. તમારા સૌનો ખુબ ખુબ આભાર…… અમી, હીરલ, તૃપ્તિ અને નૃપેન ……

 6. ક્લ્યાણી વ્યાસ says:

  તારા વીના મારુ ખુદ ને મળવાનુ બઁધ થયુ, ખુબજ સરસ વાત કહિ, હદય ના ભાવ કહેવા મા સફળ્ ખુબ અભિનઁદન.

 7. bijal bhatt says:

  ઘણ લોકોનિ મનનિ વાત તમે સહજતા થિ કરિ આપિ good .. i will say to my friend who r in same … u know … it will help them

 8. પ્રેમમાં ગળાડૂબ છોને ભાઈ!

 9. કલ્યાણીબેન, બીજલ, ખુબ ખુબ આભાર…….

  અને નીલા આંટી, તમને બીજું કંઈ નો’તુ સુજ્યું લખવા માટે આના સિવાય?? 🙂 😀

 10. Moxesh Shah says:

  Dear Krunal,

  તુ ત્યારે જે હતો, તે નથી અત્યારે,
  પ્રેમ મા જે માગ્યુ તે નથિ મળ્યુ,
  તેથી જ તો કદાચ સમ્વેદના જીવીત છે અત્યારે,

  અને છેલ્લે,
  તૂ નથી મળી શક્યો કોઇકને,
  તેથી તો મળી શક્યા આપણે અત્યારે.

 11. મોક્ષેશ ભાઈ,

  આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.. 🙂

 12. devanshi says:

  તારા વિના તો મારું ખુદને
  મળવાનુંય બંધ થયું,
  પાસે હતી તું ત્યારે પણ હું,
  મને મળતો’તો ક્યારે !!

  superb poem

 13. વાહ! કુણાલભાઈ

 14. તારા વિના તો મારું ખુદને
  મળવાનુંય બંધ થયું,
  પાસે હતી તું ત્યારે પણ હું,
  મને મળતો’તો ક્યારે !!

  ……ખરેખરે કહું તો હવે તમે ખુદને મળી શકો છો.
  એટલે જ તો આ કવિતા કરી શકો છો.
  સરસ…..આગળ વધો……..

 15. Shahnavaz Kazi says:

  અજોડ રચ્ના, કુનાલ્.
  Simply awesome. Keep posting . [:)]

 16. દેવાંશી, અનિમેષભાઈ, બિમલભાઈ અને “કેઝ ડીયર” … આપ સર્વે નો ખુબ ખુબ આભાર… 🙂

 17. priyanka says:

  Amazing poem [:-)]

 18. Harshal says:

  gud yar bo saru……..gzal lakhi mane santi nay banav bahy…..

 19. […] કે મારી એક કૃતિ, જ્યારે… ક્યારે ને રીડગુજરાતી.કોમ પર સ્થાન મળ્યું છે…. જો કે આ વાત હું […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.