શ્રી હનુમાન જયંતિ – સંત શ્રી તુલસીદાસજી

hanumaanji[ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે, સંત શ્રી તુલસીદાસજીના ગ્રંથ ‘વિનય પત્રિકા’ માંથી 28 નંબરની સ્તૃતિનો ગુજરાતી અનુવાદ.]

હે હનુમાનજી ! આપનો જય હો ! આપ પવનથી ઉત્પન્ન થયેલા છો. આપના પરાક્રમો પ્રસિદ્ધ છે. આપની ભુજાઓ વિશાળ છે, આપનું બળ અગાધ છે. આપની પૂંછ ખૂબ લાંબી છે. આપનું શરીર સુમેરુ પર્વતની સમાન વિશાળ અને તેજસ્વી છે. આપના શરીર પરના રોમ વિજળીની રેખાઓ અને જ્વાળાઓની સમાન ઝગમગે છે.

આપની જય હો ! આપનું મુખ ઉદયકાલીન સૂર્યની સમાન સુંદર છે અને નેત્રો પીળા છે. આપના મસ્તક પર ભૂખરા રંગની કઠોર જટાઓ બંધાયેલી છે. આપની ભમર વાંકી છે. આપના દાંત અને નખ વજ્રની સમાન છે, આપ શત્રુરૂપી હાથીઓના મદમસ્ત ટોળાઓને વિખેરનાર સિંહના સમાન છો.

આપનો જય હો ! આપ ભીમસેન, અર્જુન અને ગરુડના ગર્વનું હરણ કરવાવાળા તથા અર્જુનના રથની ધ્વજા પર બેસી તેમનું રક્ષણ કરનાર છો. આપ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ વગેરેથી રક્ષિત કાળની દષ્ટિ સમાન ભયાનક, દુર્યોધનની વિશાળ સેનાનો નાશ કરવાનું મુખ્ય કાર્ય કરનાર છો.

આપનો જય હો ! આપ સુગ્રીવના ગયેલા રાજ્યને ફરીથી અપાવનાર, સંસારના સંકટોનો નાશ કરનાર, અને દાનવોના અહંકારને ચૂર્ણ કરનાર છો. આપ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, પક્ષી, રાજ્યની ખેતીને નુકશાનકારક ચોર, અગ્નિ, રોગ, મહામારી, ગ્રહ વગેરેથી થતા કલેશોનો નાશ કરનાર છો.

આપનો જય હો ! આપ વેદ, શાસ્ત્ર અને વ્યાકરણ પર ભાષ્ય લખવાવાળા અને કાવ્યના નિપૂણ અને કરોડો કલાઓના સમુદ્ર છો. આપ સામવેદનું ગાન કરનાર, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર સાક્ષાત્ શિવરૂપ છો અને શ્રી રામના પ્રેમી ભાઈ છો.

આપનો જય હો ! આપ સૂર્યની સમાન તપતા સમ્પાતી નામના જટાયુના ભાઈ ગૃદ્રધ્રને નવી પાંખો, આંખ અને દિવ્ય શરીરને આપનારા છો અને કલિકાળના પાપ-સંતાપથી ઘેરાયેલા આ શરણાગત તુલસીદાસના માતા-પિતા છો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્યમાં રસ કે પરિષદમાં ? – વિનોદ ભટ્ટ
અમે ગામડાનાં માણહ – નટુભાઈ ઠક્કર Next »   

13 પ્રતિભાવો : શ્રી હનુમાન જયંતિ – સંત શ્રી તુલસીદાસજી

 1. Ami says:

  આ લેખ વાંચીને શ્રી હનુમાન વિશે ઘણુ નવુ જાણવા મળ્યું. તુલસીદાસજીએ ખુબ જ સરસ વર્ણન કર્યું છે.

  હનુમાનદાદાને વંદન.

 2. Jiten Dixit says:

  બહુજ ઉત્તમ પરિચય હનુમાનદાદાનો.
  હનુમાનદાદાને કોટિ કોટિ વંદન.

 3. MAKSUD PARMAR says:

  જય ગૂજરાત

 4. chandrakant mandavia says:

  i felt myself privileged to read hanuman stuti in gujarati which contains appropriate transation of original stuti. when you start reading stuti you feel as if you are in the midst of hanuman chalisa kudos for the sender and oublisher of stuti

 5. Jamnadas J. Dhanak says:

  ખુબ ખુબ ધન્યવાદ. આવુ જ અમ્રિતપાન કરાવતા રહો
  આભાર્

 6. Shah Pravin says:

  સંત શ્રી તુલસીદાસજી સ્તૃતિનો ગુજરાતી અનુવાદ વાંચીને, શ્રી હનુમાનજી પ્રત્યે ભાવ અને શ્રધ્ધા ખૂબ જ વધી ગયા.
  હે હનુમાનજી ! આપનો જય હો !

 7. MANOJ NANALAL MODI says:

  GOOD INFORMATION ABOUT VEER HANUMAN DADA……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.