બસ એમ જ – સારંગ અનાજવાલા (’અહ્ન’)

શું કહું – છે શી અસર, એક તારા સ્મિતની;
આયખું આખુય વીતે, એક પળમાં જાણે બસ એમ જ.

સોનેરી સુરજ, ગુલાબી સંધ્યા, ને રૂપેરી ચંદ્રમા;
મંત્રમુગ્ધ છે સૌ અહીં, તુજ રૂપથી જાણે બસ એમ જ.

ના ઢાંક નમણાં હાથે, રૂપાળા વદનને તું;
કંઈ કેટલાં ‘અહ્નો’ શ્વસે છે, જોઈ તુજને બસ એમ જ.

ના ગેરસમજ કરશો, નથી આ વર્ણન ‘અહ્ન’ના પ્રેમનું;
આ તો કલમ-પ્રયોગનું, કંઈ મન થતું’તું આજે બસ એમ જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિરકાળના મિત્રો – સુરેશ દલાલ
સમજાવવા દેતા નથી ! – કિરીટ પરમાર Next »   

4 પ્રતિભાવો : બસ એમ જ – સારંગ અનાજવાલા (’અહ્ન’)

  1. અતુલ જાની (આગંતુક) says:

    કલમનો પ્રયોગ સફળ રહ્યો છે, આવા અવનવા પ્રયોગ કરતા રહેશો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.