શમણાંનું ગીત – પાયલ દવે

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ પાયલબેનનો (અમદાવાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : payaldave25@gmail.com ]

અવઢવ

પ્રેમી, પાગલ ને પરણેલાં
રાશિથી ત્રણેય સરખાં,
સંબંધોના સાજમાં,
જાણે મૃગજળના સાથમાં.

સુંદર સૂરીલી સંવેદના,
અનામી શિખરોના શાખમાં,
ઝાંઝવાં તણા શમણાં ને
અમળાઈ ઉઠેલા ઉજાગરાં.

કોઈ કોરા પગલાની આશમાં,
મિલનચિત્ર માત્રને ચિતરતાં,
જીવતરમાં ભૂલ કે ભૂલમાં જીવતર,
આ જ….
‘અવઢવ’ માં એ હંમેશા અટવાતા….

સંતાકૂકડી

અમે સંતાકૂકડી રમતા’તા,
ક્યારેક એ સંતાય, ક્યારેક હું !
આમ આગળ-પાછળ ફરતાં’તા
અમે સંતાકૂકડી રમતા’તા…

અમે એકમેકને મળતા’તા
પછી સાંજ પડે વિખરાતા’તા,
ઋતુએ ઋતુએ રમતા’તા,
અમે સંતાકૂકડી રમતા’તા.

નિત્યક્રિયા જાણે કેતા’તા,
અમે સાંજ-સવારે મળતા’તા,
સુખ-દુ:ખની વાતો કરતાં’તા,
ક્યાંક એકબીજાથી સંતાતા’તા,
અમે સંતાકૂકડી રમતાં’તા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘરકામમાં મદદ કરો – પ્રધુમ્ન આચાર્ય
મુલ્લા નસરુદ્દીનની વાતો – મહેશ દવે Next »   

14 પ્રતિભાવો : શમણાંનું ગીત – પાયલ દવે

 1. bijal bhatt says:

  premi pagal ane parnela… it’s very good , concept is very touchy

 2. keyur dave says:

  hi dear
  i really love your poem
  i feel this is not only poem but also feel like hevan
  if i m in india with u than i gave u big party for this your poem
  this was excellent
  poem and main thing is that i understand your poem
  so thanks to send me your lovely poem
  and keep it up yar
  u do anything
  keyur dave

 3. Bijal says:

  બહુ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.